Home Blog Page 762

અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકીઓ ઝડપાયા

0

ગુજરાત ATSને સૌથી મોટી સફળતા મળી છે. આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISISના ચાર આતંકવાદી ઝડપાયા છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓ શ્રીલંકાના હોવાની શંકા છે. અમદાવાદમાં IPLની મેચો પણ રમાવાની છે અને ક્રિકેટ ટીમો અમદાવાદ એરપોર્ટ પહોંચવાની છે. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર હાઇ એલર્ટ જેવી સ્થિતિ સર્જાઈ છે.

અમદાવાદ એરપોર્ટ પરથી જેમને પકડવામાં આવ્યા તેઓ કોઈ સ્લીપર સેલ ચલાવે છે કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. ખાસ કરીને ગુજરાત જેવા સરહદી વિસ્તારમાં તેમની એક્ટિવિટિ ચિંતાજનક ગણાય છે. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓ વારંવાર બનતી હોય છે પરંતુ ISIS સાથે સંકળાયેલા લોકો એરપોર્ટ પરથી ગુજરાતમાં ઘૂસવાનો પ્રયાસ કરે તેવું પહેલી વખત બન્યું છે. આ વિશે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ દ્વારા વધુ માહિતી આપવામાં આવે તેની રાહ જોવાય છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા ગોલ્ડ સ્મગલિંગ અને અન્ય વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી હતી, તે સમયે એક સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત એટીએસ સાથે મળીને કેટલાક ઇનપુટ શેર કર્યા હતા. ત્યારબાદ ગુજરાત ATSની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.

મળતી માહિતી મુજબ જે વ્યક્તિની અટકાયત કરાઇ હતી તેમની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તે શ્રીલંકાનો રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી ISIS સંગઠન સાથે જોડાયેલો છે. હવે ગુજરાત એટીએસ અને કેન્દ્રીય તપાસ એજન્સીઓ આતંકવાદી ગુજરાત શા માટે આવ્યો હતો તેની પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો :-

બપોરે ૧ કલાક સુધીમાં ૮ રાજ્યોમાં સરેરાશ ૩૬.૭૩% મતદાન

0

દેશના ૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાંચમા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે ૧ વાગ્યા સુધીમાં સરેરાશ ૩૬.૭૩ ટકા મતદાન થયું હતું. રાજ્યોમાં કેટલા ટકા મતદાન થયું તેના આંકડા પણ સામે આવ્યા છે.

આજે પાંચમા તબક્કામાં મુંબઈમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે ફિલ્મી સ્ટાર્સે પણ મતદાનની ફરજ નિભાવી હતી. અભિનેત્રી જાહનવી કપૂર મુંબઈના મતદાન મથક પર આવી હતી. આ દરમિયાન, તેમણે દરેકને મત આપવાની અપીલ કરી હતી. આ સિવાય અભિનેતા ફરહાન અખ્તર અને તેની બહેન ઝોયા અખ્તર મુંબઈના મતદાન મથક પર પહોંચીને મત આપ્યો હતો. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ આજે સવારે મતા આપ્યો હતો. આ પછી તેમણે કહ્યું કે ‘હું ભારતનો વિકાસ કરવા માંગું છું. મેં આ વિચારસરણી સાથે મત આપ્યો છે.

રાજ્ય

૧ વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન

બિહાર

૩૪.૬૨%

જમ્મુ અને કાશ્મીર

૩૪.૭૯%

ઝારખંડ

૪૧.૮૯%

લદ્દાખ

૫૨.૦૨%

મહારાષ્ટ્ર

૨૭.૭૮%

ઓડિશા

૩૫.૩૧%

ઉત્તર પ્રદેશ

૩૯.૫૫%

પશ્ચિમ બંગાળ

૪૮.૪૧%

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં કલ્યાણ લોકસભા મતવિસ્તારમાં બપોરે ૧ વાગ્યા સુધીમાં અંદાજે ૨૨.૫૨ ટકા મતદાન થયું છે. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. કલ્યાણની ૬ વિધાનસભા મતવિસ્તારોમાં બપોરે ૧ વાગ્યા સુધી સરેરાશ ૨૨.૫૨ ટકા મતદાન નોંધાયું છે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, ‘લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં આજે ૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૯ બેઠકો માટે મતદાન થશે. હું આ તબક્કાના તમામ મતદારોને વિનંતી કરું છું કે તેઓ પોતાનો મત આપે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. લોકશાહીના આ પર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા મહિલાઓ અને યુવા મતદારોને મારી ખાસ અપીલ છે.

પશ્ચિમ બંગાળની હાવડા લોકસભા સીટના લીલુઆહના ઈન્ડિયન સ્કૂલના બૂથ નંબર ૧૭૬ પર મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ છે. પ્રિસાઇડિંગ ઓફિસરના જણાવ્યા અનુસાર, તેમને થપ્પડ મારવામાં આવી હતી અને આ પછી મતદાન પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી, ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલ્કિયામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

આ પણ વાંચો :-

પીએમ મોદીએ પુરીમાં ભગવાન જગન્નાથજીના દર્શન બાદ કરશે રોડ શો

0

ઓડિશાની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ આજે સવારે પુરીમાં ભગવાન શ્રી જગન્નાથ મંદિરમાં દર્શન કર્યા હતાં. દર્શન કર્યા બાદ પીએમ મોદીએ યાત્રાધામ પુરીમાં રોડ શો કર્યો હતો. આપને જણાવી દઈએ કે, સોમવારે એટલે કે આજે ઓડિશાની પાંચ લોકસભા અને ૩૫ વિધાનસભા બેઠકો પર મતદાન થવાનું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓડિશાની બે દિવસીય મુલાકાતે રવિવારે સાંજે ભુવનેશ્વર પહોંચ્યા હતા. ભુવનેશ્વરના બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા બાદ પીએમ મોદી સીધા ઓડિશામાં બીજેપી ઓફિસ ગયા, જ્યાં તેમણે પાર્ટીના નેતાઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં હાજરી આપી. ઓડિશામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના પ્રચાર માટે આવેલા પીએમ મોદી રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

વડાપ્રધાન મોદીએ ચૂંટણી પ્રબંધન અને ભાજપના કોર કમિટીના સભ્યો સાથે પણ બેઠક યોજી હતી. તેમણે પાર્ટી કાર્યકર્તાઓ સાથે ચૂંટણી તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. પીએમ મોદીએ વોર રૂમ, પ્રચાર અને બૂથ મેનેજમેન્ટની સમીક્ષા કરી હતી. સમીક્ષા બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનમોહન સામલ, ચૂંટણી પ્રભારી વિજય પાલ સિંહ તોમર, સહ પ્રભારી લતા તેનેન્ડી, પૂર્વ પ્રદેશ પ્રમુખ સમીર મોહંતી, ઉપાધ્યક્ષ ગોલક મહાપાત્રા અને ચૂંટણી પ્રભારી સહિત ઘણા કેન્દ્રીય નેતાઓ હાજર રહ્યા હતા. સમીક્ષા બેઠક બાદ વડાપ્રધાન રાજભવન જવા રવાના થયા હતા.

આ પણ વાંચો :-

સવારે ૧૧ કલાક સુધીમાં ૮ રાજ્યોમાં સરેરાશ ૨૩.૬૬% મતદાન

0

દેશના આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાંચમા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ સવારે ૧૧ વાગ્યા સુધી ૨૩.૬૬ ટકા મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ મતદાન થયું હોવાનું સામે આવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં પણ ઘણી જગ્યાએ ઘર્ષણની ઘટનાના અહેવાલ આવી રહ્યા છે. સાત બેઠકો પર ચાલી રહેલા મતદાન દરમિયાન, હુગલીના આરામબાગમાં ટીએમસીના એક નેતા પર ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલ્કિયામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

રાજ્ય

૧૧ વાગ્યા સુધીમાં મતદાન

બિહાર

૨૧.૧૧%

જમ્મુ અને કાશ્મીર

૨૧.૩૭%

ઝારખંડ

૨૬.૧૮%

લદ્દાખ

૨૭.૮૭%

મહારાષ્ટ્ર

૧૫.૯૩%

ઓડિશા

૨૧.૦૭%

ઉત્તર પ્રદેશ

૨૭.૭૬%

પશ્ચિમ બંગાળ

૩૨.૭૦%

રિઝર્વ બેંક ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે મુંબઇમાં પોતાનો મત આપ્યો હતો. વોટિંગ કર્યા પછી, શક્તિકાંત દાસે કહ્યું કે ‘આ દરેક ભારતીય માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. દેશના ૧૪૦ કરોડ લોકોએ આ દેશની ચૂંટણીમાં ભાગ લેવો એ ગૌરવની વાત છે. હું આ માટે ચૂંટણી પંચ અને તમામ અધિકારીઓને અભિનંદન આપવા માંગું છું. હું શક્ય તેટલી વહેલી તકે મત આપવા માટે સૌથી વધુ વિનંતી કરું છું.

આજે પાંચમા તબક્કામાં મુંબઈમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે ફિલ્મી સ્ટાર્સે પણ મતદાનની ફરજ નિભાવી હતી. અભિનેત્રી જાહનવી કપૂર મુંબઈના મતદાન મથક પર આવી હતી. આ દરમિયાન, તેમણે દરેકને મત આપવાની અપીલ કરી હતી. આ સિવાય અભિનેતા ફરહાન અખ્તર અને તેની બહેન ઝોયા અખ્તર મુંબઈના મતદાન મથક પર પહોંચીને મત આપ્યો હતો. બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે પણ આજે સવારે મતા આપ્યો હતો. આ પછી તેમણે કહ્યું કે ‘હું ભારતનો વિકાસ કરવા માંગું છું. મેં આ વિચારસરણી સાથે મત આપ્યો છે.

આ પણ વાંચો :-

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ગરમીને લઈને આગાહી

0

ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચોમાસું આંદામાન-નિકોબાર પહોંચી ગયું છે. તે ૩૧મી મે સુધીમાં કેરળ પહોંચશે તાપમાન ૪૪ ડિગ્રી ઉપર પહોચ્યુ છે. આગામી ૫ દિવસ વાતાવરણ અને તાપમાન યથાવત રહેવાનુ છે. ત્યાર બાદ ૨૬ થી ૩૦ મેના પ્રી મોનસુન એક્ટિવિટી થશે અને આંધી વંટોળ સાથે વરસાદ થવાનુ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનુ અનુમાન છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે ૨૬ મે સુધી કાળઝાળ ગરમી પડશે. અને ત્યાર બાદ ૨૬ મે બાદ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે. ૨૬થી ૩૦ મેના રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. ત્યાર બાદ ૪ જુન સુધી વરસાદ ચાલુ રહેશે. જો કે ચોમાસાના નિયમિત વરસાદ પહેલા પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કાળઝાળ ગરમીથી લોકોને શેકાઇ રહ્યાં છે, અને વરસાદની રાહ જોઇ રહ્યાં છે, ત્યારે હવે કાળઝાળ ગરમી વચ્ચે ઠંડક આપતા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર, આ દિવસોમાં દેશમાં ચોમાસાની એન્ટ્રી થઇ ચૂકી છે, અને આંદામાન-નિકોબાર સુધી મૉનસૂન પહોંચ્યુ છે. હવે આગામી ૩૧ મે સુધીમાં આ મૉનસૂન કેરળ પહોંચશે. આ વર્ષે મૉનસૂન મહારાષ્ટ્રમાં ૯ થી ૧૬ જૂન વચ્ચે એન્ટ્રી કરશે, અને ત્યારબાદ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત રીતે આગમન થશે, ગુજરાતમાં આગામી મહિને ૧૯ થી ૩૦ જૂન વચ્ચે ચોમાસુ એન્ટ્રી મારશે. દક્ષિણ અને ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગે બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરી છે. ૫ દિવસ પછી બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા છે. બંગાળની ખાડીમાં ૨૨ મેએ લો પ્રેશર સર્જાઈ શકે છે. આ લો પ્રેશર ૨૪ મેએ ડીપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ડીપ્રેશનની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અમુક ભાગોમાં થઈ શકે છે. જો કે આગામી ૨૭ મે આસપાસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો :-

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત થયું છે. તેમની સાથે વિદેશ મંત્રીએ પણ આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો. ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે બંનેના મોત હેલિકોપ્ટર દુર્ઘટનામાં થયા છે. ઘણા કલાકોની મહેનત બાદ હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો હતો. ખરેખર, હેલિકોપ્ટર રવિવારે અઝરબૈજાનના ગાઢ અને પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું

રઈસી સાથે હેલીકોપ્ટરમાં દેશના નાણામંત્રી બેઠા હતા. પૂર્વી અઝરબૈઝાન વિસ્તારમાં હેલીકોપ્ટરનું હાર્ડ લેંડિંગ કરાવ્યું. ઘટનાસ્થળ પર રેસ્ક્યૂ ટીમ મોકલી દેવામાં આવી છે. તેહરાન ટાઈમ્સના જણાવ્યા અનુસાર, ઈરાની રાષ્ટ્રપતિના કાફલામાં ત્રણ હેલીકોપ્ટર સામેલ હતા, જેમાંથી બે પોતાના ડેસ્ટિનેશન પર સહી સલામત પહોંચી ગયા, પણ એક દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. સરકારી ટીવીએ જણાવ્યું છે કે, આ ઘટના ઈરાનની રાજધાની તેહરાનથી લગભગ ૬૦૦ કિમી ઉત્તર પશ્ચિમમાં અઝરબૈઝાન રાષ્ટ્રની સરહદ પર આવેલા શહેર ઝોલ્ફાની નજીક થઈ છે.

તુર્કીના ડ્રોન અકિંચીએ ક્રેશ વિસ્તારમાં ગરમીના સ્ત્રોતની ઓળખ કર્યા બાદ ઈરાની સત્તાવાળાઓએ સોમવારે ઈબ્રાહિમ રાયસીને લઈ જઈ રહેલા ક્રેશ થયેલા હેલિકોપ્ટર તરફ બચાવ ટીમ મોકલી હતી. આકાંસી યુએવીએ એકની ઓળખ કરી. ઈરાનના રાષ્ટ્રપતિ રાયસીને લઈ જતું હેલિકોપ્ટરના ભંગારની વિગતો ઈરાની સત્તાવાળાઓ સાથે શેર કરવામાં આવી છે.

કતારનું કહેવું છે કે ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરના દુર્ઘટના બાદ તે ઈરાનને તમામ સહાય આપવા તૈયાર છે. કતારના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને આ વાત કહી છે. ઈરાની મીડિયા અહેવાલો કહે છે કે ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરમાં સવાર બે મુસાફરો સાથે સંપર્ક કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

પાંચમા તબક્કામાં આજે ૮ રાજ્યોમાં કુલ ૪૯ બેઠકો પર થશે મતદાન

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પાંચમા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૯ બેઠકો માટે ૨૦મેના રોજ મતદાન શરૂ થયું છે. આજે ૮ કરોડ ૯૫ લાખથી વધુ મતદારો ૮ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની ૪૯ લોકસભા બેઠકોના ૯૪૭૩૨ મતદાન મથકો પર મતદાન કરીને તેમના પ્રતિનિધિઓને ચૂંટશે. ઓડિશા વિધાનસભાની બાકીની ૩૫ બેઠકો પર પણ આજે મતદાન થઈ રહ્યું છે. પાંચમા તબક્કામાં લોકસભાની ૪૯ બેઠકો માટે કુલ ૬૯૫ ઉમેદવારો મેદાનમાં છે.

આ તબક્કામાં ઉત્તર પ્રદેશની ૧૪, મહારાષ્ટ્રની ૧૩, પશ્ચિમ બંગાળની સાત, ઓડિશાની પાંચ, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, જમ્મુ-કાશ્મીરની એક અને લદ્દાખની એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, રાહુલ ગાંધી, ચિરાગ પાસવાન, રાજીવ પ્રતાપ રૂડી, રોહિણી આચાર્ય, ઓમર અબ્દુલ્લા અને પીયૂષ ગોયલ જેવા વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે કે જેમના વિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે.

અભિનેતા અક્ષય કુમાર પણ તેમના નિયુક્ત મતદાન કેન્દ્ર પર મતદાન કરનાર પ્રથમ લોકોમાં સામેલ હતા. મુંબઈમાં મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યા પછી, અભિનેતા અક્ષય કુમાર પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવ્યું જે બાદ અક્ષય કુમારે કહ્યું હતુ કે, ‘…હું ઈચ્છું છું કે મારું ભારત વિકસિત થાય અને મજબૂત બને. મેં આને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે. ભારતે તેને જે યોગ્ય લાગે તેના માટે મત આપવો જોઈએ. મને લાગે છે કે મતદાનની ટકાવારી સારી રહેશે.

પશ્ચિમ બંગાળની હાવડા લોકસભા સીટના લીલુઆહના ઈન્ડિયન સ્કૂલના બૂથ નંબર ૧૭૬ પર મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે બંધ છે. પ્રિસાઇડિંગ ઓફિસરના જણાવ્યા અનુસાર, તેમને થપ્પડ મારવામાં આવી હતી અને આ પછી મતદાન પ્રક્રિયા રોકી દેવામાં આવી હતી. તે જ સમયે, બોનગાંવ લોકસભા સીટના સ્વરૂપનગર વિધાનસભા ક્ષેત્રના નવાબકાટી મોરલ પાડા વિસ્તારમાં મતદારોને મારવાની ફરિયાદો સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ મતદારો બીજેપી સમર્થક છે.

આ પણ વાંચો :-

યુપીમાં આ વ્યક્તિએ ૮ વખત મતદાન કર્યું, FIR નોંધાઈ, ચૂંટણી પંચની કાર્યવાહી

0

ઉત્તર પ્રદેશના એટામાં એક વ્યક્તિએ ૮ વખત મતદાન કર્યું હોવાનો દાવો કર્યા બાદ હવે સંબંધિત મતદાન કેન્દ્ર પર ફરીથી મતદાન કરવામાં આવશે. દરમિયાન મતદાન કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ મતદાન મથક પર ફરી મતદાન કરવાની ભલામણ કરી છે. આ સાથે પોલિંગ પાર્ટીના તમામ સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમાજવાદી પાર્ટીએ આરોપી યુવક સગીર હોવાનું જણાવ્યું છે.

UPમાં બુથ કેપ્ચરિંગની ઘટના, એક વ્યક્તિએ 8 વખત મતદાન કર્યું હોવાનો દાવો, ચૂંટણી પંચની કાર્યવાહીઉત્તર પ્રદેશના એટાના આ મતદાન મથક પર, એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે ૮ વખત મતદાન કર્યું છે. તેણે આનો એક વીડિયો પણ બનાવ્યો હતો, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા ચીફ અખિલેશ યાદવે પણ શેર કર્યો છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે X.com પર લખ્યું હતું કે, ભાજપ પોતાની હાર સામે જોઈને જનાદેશને નકારવા માટે સરકારી તંત્ર પર દબાણ લાવી લોકશાહી લૂંટવા માંગે છે. કોંગ્રેસ ચૂંટણી ફરજ બજાવતા તમામ અધિકારીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ સત્તાના દબાણમાં તેમની બંધારણીય જવાબદારીઓ ભૂલી ન જાય. નહિંતર, ભારતની સરકાર બનતાની સાથે જ એવી કાર્યવાહી કરવામાં આવશે કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ ‘બંધારણના શપથ’નું અપમાન કરતા પહેલા ૧૦ વાર વિચાર કરે.

વીડિયોમાં એક યુવક ઈવીએમ પાસે ઉભો છે. આ વીડિયોમાં તે ૮ વખત વોટ કર્યાનો દાવો કરી રહ્યો છે. સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર વીડિયો શેર કર્યો છે. આને સાથે લખ્યું છે કે ‘જો ચૂંટણી પંચને લાગે છે કે આ ખોટું થયું છે તો તેણે કંઈક પગલાં લેવા જોઈએ, નહીંતર… ભાજપની બૂથ કમિટી ખરેખર તો લૂંટ કમિટી છે.

આ પણ વાંચો :-

૨૦ મે, ૨૦૨૪/ આ રાશિ માટે સોમવારના દિવસે પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય વિદ્યાર્થી મિત્રો માટે શુભ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

માનસિક ચિંતા વધતી જણાય. પ્રયત્નો પછી પણ ધારેલી આવક મેળવવામાં નિરાશા સાંપડે. ધંધાકીયક્ષેત્રે લાંબાગાળાના નિર્ણયો ફાયદાકારક સાબિત થાય. માન-સન્માનમાં વધારો થાય. શરદી-ખાંસીથી પરેશાની. મશીનરી તથા સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભઃ

મનોરંજન માટે ખર્ચનું પ્રમાણ વધે. આવક જળવાય. પરિવારમાં ઉગ્રતા ભર્યું વાતાવરણ રહે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. મિત્રોનો સાથ સહકાર મળે તથા જુના મિત્રોને મળવાનો યોગ બને. સ્વાસ્થ્ય સારૂ રહેશે.

મિથુનઃ

વાણીના યોગ્ય ઉપયોગ દ્વારા કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અેકાઉન્ટ્સ, એડવોકેટ, વીમા જેવા વ્યવસાયમાં વિશેષ ફાયદો. માતૃપક્ષ તરફથી લાભ. નવા વાહનની ખરીદી શક્ય બને. આરોગ્ય જળવાય.

કર્કઃ

પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. આરોગ્ય જળવાય. શુભ પ્રસંગમાં સામેલ થઇ શકો. આર્થિક પાસુ મજબૂત બને છે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સંબંધી ચિંતા હળવી થતી જણાય.

સિંહઃ

આવકમાં વધારો થતો જણાય. જુની ઉઘરાણી છુટી થાય. નાના ભાઇ-બહેનની સફળતાથી આનંદ. નોકરીમાં આનંદનું વાતાવરણ રહે. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ.

કન્યાઃ

વ્યવહારિક ડહાપણને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. નકામાવિચારો મન ઉપર હાવી થાય. નવું શીખવાની ઇચ્છા થાય. ટેક્ષટાઇલ, પબ્લીશર, વક્તા, સેલ્સમેન જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ

આવક કરતાં ખર્ચનું પ્રમાણ ઘટે. માતાની તબિયત સાચવવી. પરિવારમાં આનંદ જળવાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. ધંધામાં વધુ મહેનત જરૂરી. નોકરીના સ્થળે શાંતિથી કામ લેવું.

વૃ‌શ્ચિકઃ

કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મેળવી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. ધાર્મિક પ્રસંગમાં સહભાગી બની શકો. મિત્રો સાથે મિલન. મુલાકાતના પ્રસંગ બને.

ધનઃ

આપની નોકરીના કાર્યક્ષેત્રમાં આનંદનો અનુભવ થાય. ઉપરી અધિકારી દ્વારા યશના ભાગીદાર બની શકો. ધંધાકીય ક્ષેત્રે આવક વધતી જણાય. ધંધાના વિકાસ માટે યોગ્ય નિર્ણય લઇ શકાય. માતૃસુખમાં વધારો થતો જણાય.

મકરઃ

ધાર્મિક પ્રસંગોમાં સહભાગી થવાય. ભાગ્યનો સાથ મળતા આવકમાં વૃધ્ધિ થતી જણાય. કાર્યક્ષેત્રે સફળતા પ્રાપ્‍ત થાય. પરિવારમાં પ્રેમની ભાવના બળવતર બને. જીવનસાથીની ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

કુંભઃ

માનસિક ચિંતા વધતી જણાય. વિચારોમાં નકારાત્મકતા વધે. શરદી-ખાંસી તાવથી પરેશાની રહે. બહાર નીકળવાનું ટાળવું. ચેપ લાગવાની શક્યતા છે. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા. માતૃસુખમાં વધારો થાય. મિત્રોનો સાથ મળે.

મીનઃ

મનોબળ વધતું જણાય. યોગ્ય નિર્ણય લેવાની વ્યવસ્થા સરળ બને. સ્થાવર જંગમ મિલકતમાંથી આવક મે‍ળવવી શક્ય બને. જીવનસાથી સાથે મધુરતાનો અનુભવ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન તરફની ચિંતામાં વધારો થતો જણાય.

૧૯ મે, ૨૦૨૪/ આજ રવિવારના દિવસે આ રાશિમાં સંતાન તરફથી ચિંતા રહે, ધંધામાં પ્રગતિના યોગ રહશે , જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

શારિરીક અને માનસિક અસ્વસ્થતા જણાય. આવકનું પ્રમાણ ઘટે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. શરદી-ખાંસી થાક લાગવાની સમસ્યા રહે. મશીનરી, સફેદ વસ્તુના ધંધામાં લાભ.

વૃષભઃ

મોજશોખમાં વધારો થાય. સંતાન અંગેની સમસ્યા હળવી થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ. કાર્યક્ષેત્રે સફળતા. ભાગ્યનો સાથ મળે છે. સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ.

મિથુનઃ

વાહન સુખમાં વૃિધ્ધ. સ્થાવર જંગમ મિલકતના ખરીદ વેચાણ શક્ય બને. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. કાર્યમાં સફળતા. નોકરી-ધંધામાં પરિસ્થિતી સુધરતા આવક વધતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ

પરિવારમાં સુખ, શાંતિ વધતા જણાય. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. સ્વાસ્થ્યની કાળજી રાખવી. વિશ્વાસઘાતના ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આરોગ્ય સાચવવાની સલાહ છે.

સિંહઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય છે. કાર્યક્ષેત્રે સફળતા મળે. નોકરી-ધંધામાં પ્રગતિ. નવી નોકરી-ધંધાે શરૂ કરી શકાય. દામ્પત્ય જીવનમાં આનંદ. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદમાં વધારો થાય. ભાગ્યને કારણે આર્થિક ઉપાર્જન વધતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. માથાના દુઃખાવા, માઇગ્રેનની પરેશાની રહે. માતાની તબિયત સાચવવી. વાહન સાચવીને ચલાવવું.

તુલાઃ

કાર્યક્ષેત્રે સફળતા દૂર ભાગતી જણાય. આવકનું પ્રમાણ ઘટે. ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. પરિવારમાં વાદ-વિવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. ધંધામાં અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ

મિત્રોનો સાથ મળતાં આનંદનો અનુભવ થાય. સમયસર લક્ષ્મીની વ્યવસ્થા થઇ શકે. અધૂરા કાર્યો પૂરા થતાં જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય સારૂં છે. જ્ઞાનતંતુ ના રોગોથી સાચવવું.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા નવી નોકરી મળવાના યોગ છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા-યશ મળતો જણાય. આવક અંગે મધ્યમ દિવસ. ભાગ્ય સારૂં રહેશે. પત્નિ પક્ષ તરફથી લાભ મળતો જણાય. આરોગ્ય જળવાશે.

મકરઃ

ભાગ્યના જોરે ઓછી મહેનતે સફળતા મળતી જણાય.યાત્રા-પ્રવાસનું આયોજન થઇ શકે. નવા કાર્યોની શરૂઆત થતી જણાય. જુની ઉઘરાણી છુટી થતાં નાણાંની છુટ વર્તાય. આરોગ્ય સારૂં રહેશે.

કુંભઃ

નકારાત્મક વિચારો રહે, માનસિક પરિતાપ વધતો જણાય. નોકરી-ધંધામાં અગત્યના નિર્ણયો ટાળવા. રોગ પ્રતિકાર શક્તિ ઘટે. પરિવારમાં વિવાદ ટાળવો. માતૃસુખ વધે.

મીનઃ

આત્મ વિશ્વાસમાં તથા ગુસ્સામાં વધારો થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મળતો જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. દામપત્ય જીવનમાં પ્રેમનો અનુભવ થાય.