સુરત મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે. ત્યારે ભાજપના કોર્પોરેટર કરતાં પણ તેમના પરિવારના સભ્યોમાં વધારે પાવર આવી ગયો હોય તેવું સામે આવ્યું છે. પાંડેસરાના બમરોલી વિસ્તારમાં ભાજપના મહિલા કોર્પોરેટર ગીતા રબારી છે. જો કે, ગીતા રબારીના સંતાનો માતાની સત્તાનો દૂરુપયોગ કરતાં હોવાનું સામે આવ્યું છે. જેથી ભાજપને વિપક્ષ નહીં પરંતુ પોતાના જ પક્ષના સભ્યોથી નુકસાન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે.
ભાજપના કોર્પોરેટરના પુત્રની દાદાગીરીની પાલિકામાં ભારે ચર્ચા ચાલી રહી છે. પાલિકાની ટીમ ગેરકાયદેસર બાંધકામ તોડવા ગઈ હતી. આ દરમિયાન ડિમોલેશન અટકાવવા માટે થઈને ટીમને ઓળખાણ આપીને ધમકાવવામાં આવી હતી. બમરોલીના કોર્પોરેટર ગીતા રબારીના પુત્ર મયુર રબારીએ દાદાગીરી કરી હતી. દબાણ તોડવા ગયેલી મનપાની ટીમને ભ્રષ્ટાચારના કેસમાં નાખી દેવાની ધમકી આપવામાં આવી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
વડોદરા ભાજપના મહિલા કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી હતી, વોર્ડ ૭ના ભાજપના નગરસેવિક ભૂમિકા રાણાના પિતા લાકડી લઇને મારવા પહોંચ્યા હતા. કોર્પોરેટરના પિતાએ પૂર્વ કોર્પોરેટર જાગૃતિ રાણાના બાંકડા હટાવતા વિવાદ થયો હતો. સ્થાનિકોએ વિરોધ કરતા કોર્પોરેટરના પિતા લાકડી લઇ પહોંચ્યા હતા. વાયરલ વીડિયોમાં સ્થાનિકોએ કોર્પોરેટરના પિતાને દારૂનો નશો કર્યો હોવાનું પૂછ્યું હતું. કોર્પોરેટરના પિતાએ નશો કર્યો હોવાની કબૂલાત કરી હતી. અગાઉ પણ ભૂમિકા રાણાના પિતા વિવાદમાં આવી ચુક્યા છે.
આ પણ વાંચો :-

આવકવેરા વિભાગે દેશભરમાં અલગ-અલગ જગ્યાએથી
હાલમાં દિલ્હીમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીની ઉપર યથાવત છે. ઉનાળાની ઋતુમાં પાણીની વધતી માંગ વચ્ચે દિલ્હી 


સુરતમાં ડુમસ ખાતે થયેલા જમીન કૌભાંડમાં સંડોવણીનો આરોપ છે. સુરતના ડુમસ વિસ્તારની કુલ ૨.૧૭ લાખ ચોરસ મીટર જમીનને લઈને વિવાદ સામે આવ્યો છે. સુરત નજીક આવેલા ડુમસ વિસ્તારની સરકારી માલિકીની અંદાજે રૂ. ૨૦૦૦ કરોડના મૂલ્યની ૨.૧૭ લાખ ચોરસ મીટર સરકારી માલિકીની જમીન ગણોતિયા કૃષ્ણમુખલાલ ભગવાનદાસ શ્રોફને નામે ચઢાવી દઈને બિલ્ડરને વેચી દેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.આ જમીનમાં તત્કાલીન કલેકટર રાજેન્દ્ર કુમારના વર્ષ ૨૦૧૫ના હુકમ વિરુદ્ધ જઈ ખોટી રીતે ગણોતિયાના નામ દાખલ કરવા મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ થયા છે. કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી સહિતનાએ કલેકટર સામે પગલાં ભરવાની માગ કરી છે.
ટીપીઓ મનસુખ સાગઠીયા, એટીપી મુકેશ મકવાણા,એટીપી ગૌતમ જોષી, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની ધરપકડ થઇ છે. ૨૪ કલાકની પૂછપરછ બાદ ચારેય બેદરકાર અધિકારીઓની ક્રાઈમબ્રાન્ચે જેલ હવાલે કર્યો છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં અધિકારીઓ સહિત 
