Home Blog Page 750

બંગાળમાં TMC અને ISF કાર્યકરો વચ્ચે ઘર્ષણ, EVM તળાવમાં ફેકવામાં આવ્યું

0

ભાંગરમાં TMC અને ISF કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણ અંગે પશ્ચિમ બંગાળના બીજેપી ચીફ અને બાલુરઘાટથી લોકસભાના ઉમેદવાર સુકાંત મજુમદારે કહ્યું કે ભાંગરમાં TMC અને ISF કાર્યકરો વચ્ચે અથડામણ થતી રહે છે. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સૌથી ખરાબ છે. હિંસાની ઘટનાઓને કારણે લોકો મતદાન કરવા ઘરની બહાર નીકળી શકતા નથી.

પશ્ચિમ બંગાળના દક્ષિણ ૨૪ પરગણાના કુલતાઇમાં બૂથ સંખ્યા ૪૦, ૪૧ પર ભીડ દ્વારા EVM અને VVPAT મશીનને તળાવમાં ફેકવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી અનુસાર મતદારોને TMC સમર્થકોએ ધમકી આપી હતી જેને કારણે ભીડ ગુસ્સે થઇ હતી અને EVMને ઉપાડીને તળાવમાં ફેકી દીધુ હતુ.

રાહુલ ગાંધીએ કહ્યું કે આજે મતદાનનો સાતમો અને અંતિમ તબક્કો છે અને અત્યાર સુધીના વલણોથી સ્પષ્ટ છે કે દેશમાં ભારત સરકાર બનવા જઈ રહી છે. મને ગર્વ છે કે કાળઝાળ ગરમીમાં પણ તમે બધા લોકશાહી અને બંધારણની રક્ષા માટે મતદાન કરવા બહાર આવ્યા છો. આજે પણ મોટી સંખ્યામાં બહાર આવો અને અહંકાર અને અત્યાચારનું પ્રતિક બની ગયેલી આ સરકારને તમારા વોટથી ‘આખરી ઝટકો’ આપો. ૪ જૂનનો સૂર્ય દેશમાં એક નવી સવાર લાવવા જઈ રહ્યો છે.

સાતમાં તબક્કામાં બપોરે ૧ વાગ્યા સુધી ૪૦.૦૯% મતદાન, હિમાચલમાં સૌથી વધુ મતદાન

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના સાતમાં તબક્કામાં ૧ જૂનના રોજ ૮ રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન થશે. આ રાજ્યોમાંથી કુલ ૯૦૪ ઉમેદવારો મેદાનમાં છે. સાતમાં તબક્કામાં ૫૭ બેઠકોમાંથી પંજાબની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૩, બિહારની ૮, પશ્ચિમ બંગાળની નવ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થશે. આ તબક્કા સાથે જ લોકસભાની ચૂંટણી સમાપ્ત થશે. ચૂંટણીના પરિણામ ૪ જૂને જાહેર થશે.

Lok Sabha Election 2024 Voting Phase 7 LIVE: 40.09% voter turnout recorded till 1 pm - Oneindia News

૨૦૧૯ના આંકડા પર નજર કરીએ તો બિહારની જે આઠ સીટો પર વોટિંગ થશે, તે તમામ સીટો એનડીએના ખાતામાં ગઇ હતી. યૂપીમાં પૂર્વાંચલની ૧૩ સીટો પર વોટિંગ થશે, ૨૦૧૯માં એનડીએને ૧૧ સીટો મળી હતી, જ્યારે સમાજવાદી પાર્ટી અને બસપા ગઠબંધનને માત્ર બે સીટો મળી હતી.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ આજ સવારથી આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૭ લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં ૧ વાગ્યા સુધી સરેરાશ ૪૦.૦૯  ટકા મતદાન થયું છે. સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ બિહારમાં વોટિંગ થયું છે.

રાજ્ય ૧ વાગ્યા સુધીમાં મતદાન
બિહાર ૩૫.૬૫%
ચંદીગઢ ૪૦.૧૪%
હિમાચલ ૪૮.૬૩%
ઝારખંડ ૪૬.૮૦%
ઓડિશા ૩૭.૬૪%
પંજાબ ૩૭.૮૦%
ઉત્તર પ્રદેશ ૩૯.૩૧%
પશ્ચિમ બંગાળ ૪૫.૦૭%

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુર બેઠક પરથી, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળની ડાયમંડ હાર્બર બેઠક પરથી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની જલંધરથી, હરસિમરત કૌર બાદલ ભટિંડાથી, લાલુ પ્રસાદ યાદવના પુત્રી મીસા ભારતી પાટલીપુત્ર બેઠક મેદાનમાં છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે X પર એક પોસ્ટમાં લખ્યું, ‘લોકતંત્રના આ મહાન તહેવારમાં આજે દેશ છેલ્લા તબક્કામાં મતદાન કરશે. આપ સૌને લોકશાહી અને બંધારણની રક્ષા માટે મોટી સંખ્યામાં તમારા મતદાન અધિકારનો ઉપયોગ કરવા વિનંતી છે. જાતે મત આપવા જાઓ અને તમારા પડોશના લોકોને તમારી સાથે લઈ જાઓ. સરમુખત્યાર હારશે, લોકશાહી જીતશે.

આ પણ વાંચો :-

સાતમાં તબક્કામાં બપોરે ૧ વાગ્યા સુધી ૪૦.૦૯% મતદાન, હિમાચલમાં સૌથી વધુ મતદાન

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના સાતમાં તબક્કામાં ૧ જૂનના રોજ ૮ રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન થશે. આ રાજ્યોમાંથી કુલ ૯૦૪ ઉમેદવારો મેદાનમાં છે. સાતમાં તબક્કામાં ૫૭ બેઠકોમાંથી પંજાબની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૩, બિહારની ૮, પશ્ચિમ બંગાળની નવ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થશે. આ તબક્કા સાથે જ લોકસભાની ચૂંટણી સમાપ્ત થશે. ચૂંટણીના પરિણામ ૪ જૂને જાહેર થશે.

Lok Sabha Election 2024 Voting Phase 7 LIVE: 40.09% voter turnout recorded till  1 pm - Oneindia News

૨૦૧૯ના આંકડા પર નજર કરીએ તો બિહારની જે આઠ સીટો પર વોટિંગ થશે, તે તમામ સીટો એનડીએના ખાતામાં ગઇ હતી. યૂપીમાં પૂર્વાંચલની ૧૩ સીટો પર વોટિંગ થશે, ૨૦૧૯માં એનડીએને ૧૧ સીટો મળી હતી, જ્યારે સમાજવાદી પાર્ટી અને બસપા ગઠબંધનને માત્ર બે સીટો મળી હતી.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ આજ સવારથી આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૭ લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં ૧ વાગ્યા સુધી સરેરાશ ૪૦.૦૯  ટકા મતદાન થયું છે. સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ બિહારમાં વોટિંગ થયું છે.

રાજ્ય ૧ વાગ્યા સુધીમાં મતદાન
બિહાર ૩૫.૬૫%
ચંદીગઢ ૪૦.૧૪%
હિમાચલ ૪૮.૬૩%
ઝારખંડ ૪૬.૮૦%
ઓડિશા ૩૭.૬૪%
પંજાબ ૩૭.૮૦%
ઉત્તર પ્રદેશ ૩૯.૩૧%
પશ્ચિમ બંગાળ ૪૫.૦૭%

ભાંગરમાં TMC અને ISF કાર્યકર્તાઓ વચ્ચેની અથડામણ અંગે પશ્ચિમ બંગાળના બીજેપી ચીફ અને બાલુરઘાટથી લોકસભાના ઉમેદવાર સુકાંત મજુમદારે કહ્યું કે ભાંગરમાં TMC અને ISF કાર્યકરો વચ્ચે અથડામણ થતી રહે છે. આમાં ઘણા લોકો ઘાયલ થયા છે. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સૌથી ખરાબ છે. હિંસાની ઘટનાઓને કારણે લોકો મતદાન કરવા ઘરની બહાર નીકળી શકતા નથી. 

મોડાસા-માલપુર હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, ત્રણના મોત

0

રાજ્યમાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. મોડાસા-માલપુર હાઈવે પર એસ.ટી બસ અને લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાતા 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. જ્યારે 30થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

મોડાસા-માલપુર હાઈવે પર માલપુર તરફથી આવતી એસ.ટી બસ અને મોડાસા તરફથી માલપુર તરફ જતી લક્ઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. મોડાસા-માલપુર હાઈવે પર સાકરીયા બસ સ્ટેશન નજીક એસ.ટી બસ અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ૨ લોકોના ઘટના સ્થળે મોત થયા છે, જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે ૩૦થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

Accident between ST bus and Eicher: Accident near Tintoi, Modasa, bus occupants sustained minor injuries, all shifted to hospital by 108 for treatment – Aravalli Samacharઅકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા એક્ઠા થઈ ગયા હતા. જે બાદ સ્થાનિકો દ્વારા આ અંગેની જાણ કરાતા ૧૦૮ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ બસમાંથી મુસાફરોને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે રાહદારીઓની મદદથી ઈજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાઇક ચાલકને બચાવવા જતાં એસટી બસ રોંગ સાઈડમાં આવતી બીજી બસ સાથે ધડાકાભેર અથડાઇ હતી.

બનાસકાંઠાના થરાદ-ડિસા હાઈવે પર ખોરડા ગામ પાસે ગોઝારા અકસ્માતમાં એક જ પરિવારના ૪ લોકોના મોત થયા છે. ટ્રક ચાલકે  કારને અડફેટે લેતા કારમાં સવાર ૪ લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. તમામ મૃતક વાવના ડાભલિયા વાસના હોવાનું અનુમાન છે. ઘટનામાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ સમગ્ર ઘટનાને પગલે પૂર્વ મંત્રી અને જિલ્લા ભાજપના પ્રમુખ કિર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

સાતમા તબક્કામાં સવારે ૧૧ કલાક સુધી કુલ ૨૮.૮૭% મતદાન થયું

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના સાતમાં તબક્કામાં ૧ જૂનના રોજ ૮ રાજ્યોની ૫૭ બેઠકો પર મતદાન થશે. આ રાજ્યોમાંથી કુલ ૯૦૪ ઉમેદવારો મેદાનમાં છે. સાતમાં તબક્કામાં ૫૭ બેઠકોમાંથી પંજાબની ૧૩, ઉત્તર પ્રદેશની ૧૩, બિહારની ૮, પશ્ચિમ બંગાળની નવ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થશે. આ તબક્કા સાથે જ લોકસભાની ચૂંટણી સમાપ્ત થશે. ચૂંટણીના પરિણામ ૪ જૂને જાહેર થશે.

Lok sabha election phase 7 voting 904 candidates 57 seats contest including pm narendra modi 10 crore people will vote | Lok Sabha Election 2024: સાતમા તબક્કામાં 57 બેઠકો પર મતદાન, 10 કરોડથી વધુ લોકો કરશે ...

હિમાચલ પ્રદેશ. હમીરપુર લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અનુરાગ ઠાકુરના પિતા અને હિમાચલ પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલે કહ્યું કે, આ લોકશાહીનું પર્વ ર છે. હું દરેકને મતદાન કરવા અપીલ કરું છું. નિશ્ચિત રીતે ભાજપ હિમાચલમાં લોકસભાની ૪માંથી ૪ બેઠકો જીતીને જંગી બહુમતીથી જીતવા જઈ રહી છે. વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ભાજપ ૬માંથી ૬ બેઠકો જીતવા જઈ રહ્યું છે.

લોકસભા ચૂંટણીના સાતમા તબક્કા હેઠળ આજ સવારથી આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૭ લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં ૧૧ વાગ્યા સુધી સરેરાશ ૨૬.૩૦  ટકા મતદાન થયું છે. સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ ઓડિસામાં વોટિંગ થયું છે.
રાજ્ય ટકા મતદાન
બિહાર ૨૪.૨૫%
ચંદીગઢ ૨૫.૦૩%
હિમાચલ ૩૧.૯૨%
ઝારખંડ ૨૯.૫૫%
ઓડિશા ૨૨.૪૬%
પંજાબ ૨૩.૯૧%
ઉત્તર પ્રદેશ ૨૮.૦૨%
પશ્ચિમ બંગાળ ૨૮.૧૦%

હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારમાંથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે મતદાન કર્યા પછી કહ્યું, ‘મેં હમણાં જ મારો મત આપ્યો છે. હું લોકોને અપીલ કરવા માંગુ છું કે લોકશાહીના ઉત્સવમાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. હિમાચલ પ્રદેશમાં પીએમ મોદીની લહેર છે, મને આશા છે કે મંડીના લોકો મને આશીર્વાદ આપશે અને અમને રાજ્યની તમામ ૪ બેઠકો મળશે… હિમાચલ પ્રદેશની ૪ બેઠકો ૪૦૦ને પાર કરવામાં મદદ કરશે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો

0

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે અને ૪ જૂને ચૂંટણીના પરિણામો જાહેર થવા જઈ રહ્યા છે. પરંતુ ચૂંટણીના પરિણામો આવે તે પહેલા જ મોંઘવારીના મોરચે એક મોટી રાહત મળી છે. દેશમાં ૧ જૂન,૨૦૨૪થી એલપીજી સિલિન્ડર સસ્તો થઈ ગયો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. IOCLની વેબસાઈટ અનુસાર, ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં સુધારો કરીને તેને ઘટાડી દેવામાં આવી છે.

Fortune India: Business News, Strategy, Finance and Corporate Insightઆજથી દેશના વિવિધ શહેરોમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં લગભગ ૭૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા કરાયેલા નવીનતમ ફેરફારો બાદ, ૧ જૂનથી દિલ્હીમાં ૧૯ કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૬૯.૫૦ રૂપિયા, કોલકાતામાં ૭૨ રૂપિયા, મુંબઈમાં ૬૯.૫૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૭૦.૫૦ રૂપિયા સસ્તો થયો છે.

અગાઉ ગયા મહિને પણ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં અનેક વખત ઘટાડો કરવામાં આવ્યો હતો. ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે ૧ એપ્રિલથી ૧૯ કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૯ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ૧ મેથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૯ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. એપ્રિલ પહેલા, સતત ત્રણ મહિના સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થયો હતો.

જોકે, કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં વધઘટ, ટેક્સ પોલિસીમાં ફેરફાર અને માંગ આના મુખ્ય કારણો હોવાનું કહેવાય છે. કોમર્શિયલ અને ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરની કિંમતોમાં સુધારો સામાન્ય રીતે દર મહિનાના પ્રથમ દિવસે થાય છે.

આ પણ વાંચો :-

સલમાનને AK-૪૭થી ઉડાવી દેવાનું હતું કાવતરું, ૪ શૂટરોની ધરપકડ

0

સલમાન ખાન પર હુમલો કરવાના પ્રયાસને મુંબઈ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. નવી મુંબઈ પોલીસે આજે શનિવારે લોરેન્સ બિશ્નોઈની ગેંગના ચાર શૂટરોની ધરપકડ કરી છે જેઓ પનવેલમાં અભિનેતા સલમાન ખાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે પાકિસ્તાની આર્મ્સ સપ્લાયર પાસેથી હથિયારો મેળવવાની યોજના હતી. ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો છે. તેમણે ફાર્મ હાઉસ અને ઘણી શૂટિંગ સાઇટ્સની રેકી કરી હતી. તેમને સલમાન ખાન પર AK-૪૭ અને અન્ય ઘણા હથિયારોથી ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

Happy birthday Salman Khan- જાણો કેવુ છે સલમાન ખાન નુ જીવન અને ફેમિલીધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે નડવી, વાસ્પી ખાત ઉર્ફે વસીમ ચિકના અને રિઝવાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે કરવામાં આવી છે. પોલીસે લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, સંપત નેડરા, ગોલ્ડી બ્રાર સહિત ૧૭ થી વધુ લોકો વિરુદ્ધ FIR નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે.

પૂછપરછ દરમિયાન, આરોપીએ ખુલાસો કર્યો કે અજય કશ્યપ પાકિસ્તાનમાં ડોગા નામના વ્યક્તિના સંપર્કમાં હતો, જે M-૧૬, AK-૪૭ અને AK-૯૨ ખરીદતો હતો. એફઆઈઆરમાં પણ આ જ વાત કહેવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરી છે અને અભિનેતા સલમાન ખાન પર હુમલો કરવાના પ્લાનની તપાસ કરી રહી છે. આ મામલામાં આઈપીસીની કલમ ૧૧૫, ૧૨૦ (બી) અને ૫૦૬ (૨) હેઠળ પોલીસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચો :-

સાતમા તબક્કામાં સવારે ૦૯ કલાક સુધી કુલ ૧૧.૩૧% મતદાન થયું

0

લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે ૮ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૫૭ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ ૧૩, હિમાચલ પ્રદેશની ૪, ઉત્તર પ્રદેશની ૧૩, પશ્ચિમ બંગાળની ૯, બિહારની ૮, ઓડિશાની ૬ અને ઝારખંડની ૩ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યા બાદ કહ્યું, ‘આ લોકશાહીનો તહેવાર છે. આજે ઉત્તર પ્રદેશમાં ૧૩ બેઠકો સહિત ૫૭ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વિવિધ રાજકીય પક્ષોએ તેમના મુદ્દાઓ જનતા સમક્ષ મૂક્યા છે. મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. હું મતદાન કરવા આવેલા તમામ લોકોનો આભાર માનું છું, અમે કહી શકીએ કે જ્યારે ચોથી જૂને પરિણામ આવશે ત્યારે યુવાનો અને દેશ માટે કામ કરતી પાર્ટી સફળ થશે. ચોથી જૂને ફરીથી મોદી સરકાર બનશે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં સવારે ૯ વાગ્યા સુધી કુલ ૧૧.૩૧ ટકા મતદાન થયું છે. સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ ઓડિસામાં વોટિંગ થયું છે.

રાજ્ય ટકા મતદાન
બિહાર ૧૦.૫૮ %
ચંદીગઢ ૧૧.૬૪ %
હિમાચલ પ્રદેશ ૧૪.૩૫ %
ઝારખંડ ૧૨.૧૫ %
ઓરિસ્સા ૦૭.૬૯ %
પંજાબ ૦૯.૬૪ %
ઉત્તર પ્રદેશ ૧૨.૯૪ %
પશ્ચિમ બંગાળ ૧૨.૬૩ %

હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારમાંથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે મતદાન કર્યા પછી કહ્યું, ‘મેં હમણાં જ મારો મત આપ્યો છે. હું લોકોને અપીલ કરવા માંગુ છું કે લોકશાહીના ઉત્સવમાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. હિમાચલ પ્રદેશમાં પીએમ મોદીની લહેર છે, મને આશા છે કે મંડીના લોકો મને આશીર્વાદ આપશે અને અમને રાજ્યની તમામ ૪ બેઠકો મળશે… હિમાચલ પ્રદેશની ૪ બેઠકો ૪૦૦ને પાર કરવામાં મદદ કરશે.

પૂર્વ ભારતીય ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ હરભજન સિંહે જલંધરના એક મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યો. મત આપ્યા પછી, હરભજને કહ્યું કે, ‘મને આશા છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવશે અને હું ઈચ્છું છું કે જલંધરમાં વધુમાં વધુ મતદાન થાય. આ આપણી ફરજ છે. એવી સરકાર લાવવી જોઈએ જે લોકો માટે કામ કરી શકે. હું હું બિલકુલ વીઆઈપી નથી, વીઆઈપી કલ્ચરનો અંત આવવો જોઈએ જો કોઈ લંગર માટે કતારમાં ઊભો રહી શકે તો તે અહીં પણ ઊભો રહી શકે છે.’

આ પણ વાંચો :-

૦૧ જૂન, ૨૦૨૪ / શનિવારના આજના દિવસે વૃશ્ચિક, તુલા અને મીન રાશિના જાતકોના ભાગ્યનો તારો ચમકવાનો છે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક બાબતો માટે સામાન્ય દિવસ. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતાની તબિયત જળવાય. માતૃસુખ વધે. નવા રોકાણો ટાળવા. વાહન ચલાવતી વખતે કાળજી જરૂરી. આરોગ્ય સાચવવું. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

વૃષભઃ

નાણાંકીય બાબતો અંગે શુભ. પરિવારના સભ્યોથી આનંદ. નવા રોકાણો યોગ્ય રીતે કરી શકાય. સંતાન સંબંધી ચિંતા રહે. સ્વાસ્થ્ય અંગે સાવધાની જરૂરી. દામ્પત્ય સુખમાં મિશ્ર ફળ. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે રાહત. લક્ષ્મીનો વખતસર લાભ મળે.

મિથુનઃ

સ્વભાવમાં સરળતા, નિખાલસતા વર્તાય. આવકનું પાસુ મજબૂત બને. ધંધામાં પ્રગતિ થતા આવકનું પ્રમાણ વધે. પરિવારમાં થોડી ઉગ્રતા વર્તાય. લોહી સંબંધી રોગોથી સાવચેતી જરૂરી. સાંસારિક બાબતોમાં અસંતોષ આકસ્મિક ધનલાભ શકાય.

કર્કઃ

નસીબ બળવાન બને છે. ભાગ્યના જોરે કાર્યમાં વધુ સફળતા મળતી જણાય. આદ્યાત્મિકતામાં વધારો થાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. માતૃપક્ષથી લાભ. ધંધાકીય ક્ષેત્રે સફળતા. આરોગ્ય બાબતે આનંદ દામ્પત્ય ક્ષેત્રે મધ્યમ.

સિંહઃ

માનસિક ઉચાટ રહે. આવકનું પ્રમાણ ઘટે. પરિવારમાં શાંતિ રહે. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવી. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન સંબંધીચિંતા રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે.

કન્યાઃ

બુધ્ધિથી કાર્ય સફળતા મળતી જણાય. એડવોકેટ, વિમા સંબંધી ક્ષેત્રોથી વધુ લાભની શક્યતા. પરિવારના તમામ સભ્યો સાથે સ્નેહનું વાતાવરણ રહે. હૃદયમાં અકારણ અજંપો રહે. આરોગ્ય સારૂ રહે. દામ્પત્યક્ષેત્રે ઉત્તમ સમય.

 

તુલાઃ

અણગમતા પ્રસંગો બને. આર્થિક બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહે. માતૃસુખ સારૂં. નવા રોકાણો ટાળવા. પિતાની તબિયત સાચવવી. ભાગ્ય જળવાય. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. પેટના રોગોથી સાચવવું.

 

વૃશ્ચિકઃ

આવક જળવાય. ઉત્સાહ વધે. પરિવારમાં શાંતિ રહે. નવા રોકાણો યોગ્ય રીતે થાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. સંતાન સુખ ઉત્તમ સંતાનની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થી વર્ગને સફળતા. આરોગ્ય સારૂ.

ધનઃ

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ થશે. આવકનો સ્ત્રોત જળવાશે. પરિવારમાં થોડો વાદ-વિવાદ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આર્થિક રોકાણો ફાયદા કારક નીવડશે.

મકરઃ

માનસિક રીતે આનંદ ઉમંગ જળવાય. ઉદાર દીલ તથા પરોપકારની ભાવના પ્રબળ બને. ખોટા ખર્ચા ટાળવા. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. જીવનસાથી સાથે પ્રેમભાવમાં વધારો થાય.

કુંભઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બને. નવી આવકના રસ્તા ખુલે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્ય બળવાન બને છે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

મીનઃ

અંતર્મુખી, થોડો સ્વાર્થી અને થોડો અભિમાની સ્વભાવ રહે. અનાજ, ઓઇલ, પેટ્રોલ, ન્યાયક્ષેત્રને સંબંધિત કાર્યોમાં વિશેષ લાભ. દામ્પત્ય જીવનમાં આનંદમાં વધારો. પિતાની કાળજી રાખવી જરૂરી. સંતાન સુખ સારૂ. આરોગ્ય મધ્યમ.

રશિયાના પ્રમુખ પુતિનનું ઘર બળીને રાખ, યુક્રેને કર્યો હુમલો કે પછી…?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું સાઇબિરીયામાં અલ્તાઇ પર્વત પર ઘર હતું. જે હાલ બળી ગયું છે. આગ કેવી રીતે લાગી તે એક રહસ્ય છે. પરંતુ દોષ યુક્રેન પર નાખવામાં આવી રહ્યો છે. આ એ જ ઘર છે જ્યાં પુતિને ઇટાલીના ભૂતપૂર્વ વડા પ્રધાન સિલ્વિયો બર્લુસ્કોનીનું આયોજન કર્યું હતું.

પુતિનના નિવાસસ્થાનની સળગતી તસવીરો રશિયન મીડિયા દ્વારા બહાર પાડવામાં આવી છે. તસવીરોનું વિશ્લેષણ કર્યા પછી, પત્રકારોને જાણવા મળ્યું કે અલ્તાઇ રેસિડેન્સના વિસ્તારમાં એક ઇમારત બળી ગઈ હતી. સત્તાવાર રીતે, આ અલ્તાઇ યાર્ડ સેનેટોરિયમ અને રિસોર્ટ સંકુલ છે, જે ગઝપ્રોમની માલિકીનું છે, જ્યાં રશિયન પ્રમુખ ઔષધીય સ્નાન માટે આવે છે, પરંતુ તે સામાન્ય રશિયનો માટે બંધ છે.

પુતિનનો આ મહેલ અલ્તાઇ રિપબ્લિકના ઓન્ગુડેસ્કી જિલ્લામાં છે. મંગોલિયા, ચીન અને કઝાકિસ્તાન નજીકમાં છે. આ જગ્યાએ અને તેની આસપાસ ઘણા વેન્ટિલેશન પોઈન્ટ છે. આ સિવાય ૧૧૦ કિલોવોલ્ટનું અતિ આધુનિક સબસ્ટેશન છે. જે માત્ર અહીં વીજળી સપ્લાય કરે છે. તેના બદલે, તે સમગ્ર નગરને પ્રકાશિત કરી શકે છે. જ્યારે આ મહેલ બનાવવામાં આવી રહ્યો હતો, ત્યારે મોટા જર્મન મોટા ખોદવાના મશીનો અહી લાવવામાં આવ્યા હતા.

પુતિનનું આ ઘર ૩૩ મિલિયન યુએસ ડોલરથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું હતું. અલ્તાઇ રિપબ્લિકના ઓન્ગુડેસ્કી જિલ્લામાં વર્ગીકૃત બાંધકામ પ્રોજેક્ટ વિશેની માહિતી ૨૦૧૦માં બહાર આવી હતી. આ પછી આના પર થયેલા ખર્ચની વિગતો બહાર આવી. સ્થાનિક વિપક્ષના લોકોએ વારંવાર દાવો કર્યો છે કે, આ ઘર પુતિન સાથે સંબંધિત છે. કોઈપણ સામાન્ય રશિયનને અહીં આવવાની મનાઈ છે. રશિયન મીડિયાએ એવો પણ દાવો કર્યો છે કે, સંકુલમાં મરાલ હરણના શિંગડા કાઢવા માટે નાના હોલ્ડિંગ સાથે એક ખાસ ફાર્મનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-