સલમાન ખાન પર હુમલો કરવાના પ્રયાસને મુંબઈ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે. નવી મુંબઈ પોલીસે આજે શનિવારે લોરેન્સ બિશ્નોઈની ગેંગના ચાર શૂટરોની ધરપકડ કરી છે જેઓ પનવેલમાં અભિનેતા સલમાન ખાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે પાકિસ્તાની આર્મ્સ સપ્લાયર પાસેથી હથિયારો મેળવવાની યોજના હતી. ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો છે. તેમણે ફાર્મ હાઉસ અને ઘણી શૂટિંગ સાઇટ્સની રેકી કરી હતી. તેમને સલમાન ખાન પર AK-૪૭ અને અન્ય ઘણા હથિયારોથી ગોળીબાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે નડવી, વાસ્પી ખાત ઉર્ફે વસીમ ચિકના અને રિઝવાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે કરવામાં આવી છે. પોલીસે લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, સંપત નેડરા, ગોલ્ડી બ્રાર સહિત ૧૭ થી વધુ લોકો વિરુદ્ધ FIR નોંધી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
પૂછપરછ દરમિયાન, આરોપીએ ખુલાસો કર્યો કે અજય કશ્યપ પાકિસ્તાનમાં ડોગા નામના વ્યક્તિના સંપર્કમાં હતો, જે M-૧૬, AK-૪૭ અને AK-૯૨ ખરીદતો હતો. એફઆઈઆરમાં પણ આ જ વાત કહેવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે અત્યાર સુધીમાં ૪ લોકોની ધરપકડ કરી છે અને અભિનેતા સલમાન ખાન પર હુમલો કરવાના પ્લાનની તપાસ કરી રહી છે. આ મામલામાં આઈપીસીની કલમ ૧૧૫, ૧૨૦ (બી) અને ૫૦૬ (૨) હેઠળ પોલીસમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.
આ પણ વાંચો :-