Home Blog Page 712

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૧૭ તાલુકામાં વરસાદ, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

0

ગુજરાતમાં થોડા દિવસના આરામ બાદ મેઘરાજાએ ફરીથી બેટિંગ કરવામાં શરું કરી દીધું છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૧૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડના ઉમેરગામ અને સુરતના કામરેજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આજે હવામાન વિભાગે ૧૩ જિલ્લા અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Monsoon 2021: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી | Gujarat News in Gujarati

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસે આજની હવામાન અંગેની આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં સાત દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, આજે સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપી દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે કહ્યું છે કે, ફરી એકવાર ભારે વરસાદ થવાનો છે. ૧૭ જુલાઈ સુધી પશ્ચિમી તટીય વિસ્તારો અને મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા છે. ગુરુવારે હવામાન વિભાગે કહ્યું કે, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટકમાં ૧૨ થી ૧૫ જુલાઈ સુધી ભારે વરસાદ પડશે. જુલાઈમાં વરસાદમાં ઘટાડો થવાને કારણે મધ્ય ભારત, પૂર્વ અને ઉત્તરપૂર્વમાં ઓછો વરસાદ પડશે.

આ દરમિયાન દ્વીપકલ્પના ભારત અને ઉત્તર-પશ્ચિમમાં ભારે વરસાદે અછતને આવરી લીધી છે. દેશના ૧૫૦ મોટા જળાશયોમાં ક્ષમતાના ૨૨ ટકા સુધી પાણીનો સંચય થયો હતો.ચોમાસાના બાકીના સમયમાં વધુ પાણી એકઠું થવાની ધારણા છે. ગયા અઠવાડિયે દેશના મોટા ભાગોમાં વરસાદ પછી ખરીફ પાકનું કામ ઝડપી ગતિએ શરૂ થયું છે.

આ પણ વાંચો :-

અભિનેતા અક્ષય કુમાર કોરોના પોઝિટિવ

અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ડિસીપ્લીન્ડ અને મહેનતી સેલેબ માનવામાં આવે છે. હાલમાં તેઓ પોતાની ફિલ્મ ‘સરફિરા’ને લઇ ચર્ચામાં છે. ફિલ્મ સમીક્ષકોએ ફિલ્મની તારીફ પણ કરી છે. પરંતુ આ વચ્ચે એમના ફેન્સ માટે એક નિરાશ કરવા વાળી વાત સામે આવી છે. અક્ષય કોવિડ-૧૯ પોઝિટિવ થઇ ગયા છે. આ ખબર સંભાળી એમના ફેન્સ ચિંતામાં છે.

અક્ષય કુમાર છેલ્લા ઘણા દિવસથી પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સરફિરા’ના પ્રમોશનમાં બીઝી છે. પરંતુ, અચાનક ફિલ્મના અંતિમ દોરમાં પ્રમોશનમાં જોવા નથી મળી રહ્યા. ફેન્સે આ વાતને નોટિસ કરી હતી. એમને લાગ્યું કે કોઈ ફેમિલી વેકેશન હશે. હવે અક્ષય કુમારને લઇ જે ખબર આવી છે એણે બધાને હેરાન કરી દીધા છે.

સૂત્રએ એ પણ કહ્યું કે, અક્ષયે એક જવાબદાર વ્યક્તિ હોવાને કારણે તરત જ પોતાને અલગ કરી લીધો હતો અને હાલમાં તે ક્વોરેન્ટાઇનમાં છે. જે ફિલ્મના પ્રમોશન દરમિયાન અક્ષય કુમારને કોરોનાનો ચેપ લાગ્યો હતો તે ફિલ્મ આજે જ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું નામ છે ‘સરાફિરા’ અને આ ફિલ્મમાં અક્ષયની સાથે રાધિકા મદાન છે.

આ પણ વાંચો :-

ભૂતપૂર્વ અગ્નિવીરોને CISF-BSF ભરતીમાં ૧૦% અનામત, કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

0

અગ્નિપથ યોજનાને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટું પગલું લેતા આ યોજનામાં ફેરફાર કર્યો છે. કેન્દ્રે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં કોન્સ્ટેબલોની ૧૦ ટકા જગ્યાઓ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રાખી છે. સરકાર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (CISF)માં પણ શારીરિક કસોટીમાં છૂટ આપશે.

Govt Jobs : સેના માટે Agneepath scheme શરૂ, સેલેરીથી લઈને ભવિષ્યની યોજના સુધી જાણો સમગ્ર માહિતી - Gujarati News | Govt Jobs: Agneepath scheme launched for army, army is telling plan from

ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે અગ્નિવીરોને કેન્દ્રીય પોલીસ દળોમાં પણ નોકરી મળશે. સાથે જ પૂર્વ અગ્નિવીરો માટે ૧૦ ટકા જગ્યાઓ અનામત રહેશે. શારીરિક કસોટીમાંથી પણ પૂર્વ અગ્નિવીરોને મુક્તિ મળશે અને CISFમાં પણ ૧૦ ટકા જગ્યાઓ અનામત રહેશે. જ્યારે, CISFના મહાનિર્દેશક નીના સિંહે જણાવ્યું કે CISFએ પણ આ સંબંધમાં બધી તૈયારીઓ કરી લીધી છે.

દરમિયાન સીઆઈએસએફના મહાનિર્દેશક નીના સિંહે કહ્યું કે CISF પણ આ અંગે તમામ તૈયારીઓ કરી લીધી છે. ૧૪ જૂન,૨૦૨૨ ના રોજ જાહેર કરાયેલી અગ્નિપથ યોજનામાં ૧૭ થી ૨૧ વર્ષની વયના યુવાનોને માત્ર ચાર વર્ષ માટે ભરતી કરવાની જોગવાઈ છે, જેમાં આગામી ૧૫વર્ષ સુધી ૨૫ ટકા ટકા રાખવાની જોગવાઈ છે. બાદમાં સરકારે ઉપલી વય મર્યાદા વધારીને ૨૩ વર્ષ કરી હતી.

આ પણ વાંચો :-

સુરતમાં એક નબીરાએ ઓડી કારથી ૧૦ બાઇકને મારી ટક્કર

0

ગુજરાત સહિત સુરતમાં પણ નશામાં બેફામ થઈને લક્ઝુરિયસ ઓડિ કાર બેફામ સ્પીડમાં દોડાવી હતી. જેમાં ૧૦ જેટલા વાહનોને ઉડાવ્યા હતાં. જેથી ૩ વાહનચાલકોને ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બીજી તરફ અકસ્માત સર્જનાર નબીરાને ઝડપી લઈને પોલીસ હવાલે કરાયો હતો.

વેસુ કેનાલ રોડ પર જીડી ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે (GJ-૦૫ RT-૫૫૫૦) રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા ૧૫૦ મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી.

આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતા થોડીવારમાં પીસીઆર વાન પણ પહોંચી ગઈ હતી અને કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ વાંચો :-

ગુજરાતના પાટણમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ૪ લોકોનાં મોત

0

રાધનપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાતા અરેરાટી મચી ગઈ છે. રાપર-આણંદ ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં બંને વાહનોના ડ્રાઈવર સહિત ૪નાં ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. અકસ્માતમાં ૮ થી ૧૦ જેટલા ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર, રાધનપુર હાઈવે પર મોડી રાત્રે આણંદથી રાપર જતી ST બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસ અને ટ્રકના ડ્રાઈવર સહિત ચાર લોકોના મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે બસમાં સવાર ૬ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતની જાણ પોલીસ અને એસટી વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બંને વાહનોને ક્રેનની મદદથી છૂટા પાડ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા.

અકસ્માત સર્જાતા લોકોનું ટોળું જમા થઈ ગયું હતું. પોલીસ આ ઘટનાની સમગ્ર વિગત મેળવી રહી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકલ્યો છે. ઉપરાંત, મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. પોસ્ટમોર્ટમ પછી પોલીસ મૃતકની ઓળખ કરીને તેમનો મૃતદેહ તેમના સગાસંબંધીઓને સોંપશે. આ ઉપરાંત પોલીસ ડ્રાઇવર નશામાં હતો કે નહીં તેની પણ ચકાસણી કરશે. આ માટે છેલ્લે આ વાહન જ્યાં રોકાયું હતું તે સ્થળ પણ જીપીએસની મદદથી શોધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :-

કેજરીવાલને ED કેસમાં વચગાળાના જમીન, જાણો સમગ્ર મામલા ?

0

સુપ્રીમકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કથિત લિકર પોલિસી કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગના કેસમાં વચગાળાના જામીન આપી દીધા. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી ત્રણ જજોની મોટી બેન્ચને મોકલી દીધો હતો અને કેસની સુનાવણી ન પતે ત્યાં સુધી કેજરીવાલના જામીન મંજૂર કર્યા હતા.

અરવિંદ કેજરીવાલને રાહત, 1 જૂન સુધીના મળ્યા વચગાળાના જામીન - excise policy case Supreme Court grants interim bail to Delhi CM Arvind Kejriwal till June 1

કેજરીવાલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન મળવાને જ્યાં આપ તેની મોટી જીત માની રહી છે ત્યાં ભાજપે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે.   ભાજપે કહ્યું કે કેજરીવાલને માત્ર વચગાળાના જામીન મળ્યાં છે, તેમની સામેના કેસ પાછા ખેંચી લેવાયા નથી. ભાજપના નેતા વીરેન્દ્ર સચદેવાએ કહ્યું કે વચગાળાના જામીનનો અર્થ એ નથી કે તમારી સામેના કેસ પાછા ખેંચી તમને અપરાધમુક્ત કરી દેવાયા છે. કેજરીવાલે જે રીતે લિકર પોલિસીમાં કૌભાંડ કર્યું છે, ચોરી કરી છે એ જ રીતે આગામી સ્કેમ વીજ બિલનું છે જેમાં દિલ્હીની પ્રજાને લૂંટવાનું કાવતરું ઘડાયું છે.

કેજરીવાલના વકીલ વિવેદ જૈને જણાવ્યું કે CBI કેસમાં ૧૮ જુલાઇએ દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી છે. આ કેસમાં ચુકાદો આવ્યા બાદ જ ખબર પડશે કે શું કેજરીવાલ જેલમાં જ રહેશે કે પછી બહાર આવશે? જોકે, કેજરીવાલના જેલમાંથી બહાર આવવાની શક્યતા વધુ પ્રબળ છે. કેજરીવાલને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર પોતાનું રિએક્શન આપ્યું હતું.

સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા બાદ ભાજપના નેતા આર.પી. સિંહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે પરંતુ કેસને ફગાવી દેવામાં આવ્યો નથી. કેજરીવાલ સામે કેસ આગળ વધશે. ED, CBI પાસે પુરાવા છે અને પુરાવાના આધારે કેસ ચલાવવામાં આવશે.

આ પણ વાંચો :-

નેપાલમાં બે બસ નદીમાં તણાઇ જતાં ૭ ભારતીય સહિત ૧૧લોકોના મોત

0

નેપાળમાં ખરાબ હવામાનને કારણે ભારે ભૂસ્ખલનની ઘટનાઓ બની રહી છે. મળતી માહિતી મુજબ, મધ્ય નેપાળમાં મદન-અશ્રિત હાઈવે પર આજે શુક્રવારે સવારે મોટા ભૂસ્ખલનને કારણે લગભગ ૬૩ મુસાફરોને લઈને જય રહેલી બે બસો ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ ઘટનામાં ૭ ભારતીયોના મૃત્યુ થયા છે. જ્યારે ૫૦થી વધુ લોકો ગુમ થયાં હોવાની માહિતી છે. રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને નદીમાં ડૂબેલા લોકોને બચાવવા માટે સ્થાનિક લોકોએ પણ પ્રશાસનને મદદ કરી હતી. પ્રારંભિક માહિતી મુજબ, બસ ડ્રાઇવરો સહિત કુલ ૬૩ લોકો બંને બસમાં મુસાફરી કરી રહ્યા હતા. આ ઘટના સવારે સાડા ત્રણ વાગ્યે બની હતી.

નેપાળમાં બસ નદીમાં ખાબકતા 6 લોકોના મોત, અનેક લોકો ઘાયલ

મળતી માહિતી મુજબ, બીરગંજથી કાઠમંડુ જઈ રહેલી એક બસ ત્રિશુલી નદીમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં સાત ભારતીયોના મોત થયા હતા. રોડ વિભાગે નારાયણઘાટ કાઠમંડુ રોડ સેક્શનને ૧૫ દિવસ માટે બંધ કરી દીધી હતી. પરંતુ આ પછી પણ ટ્રાફિક સેવા પૂર્વવત થઇ છે. વાસ્તવમાં નેપાળમાં અતિશય વરસાદને કારણે અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યું છે, જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે.

આ પણ વાંચો :-

દીકરો જેને માટે શહીદ થયો ત્યાજ સ્થાયી થવાની સુરતના પરિવારને ઇચ્છા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત દરમિયાન રશિયન પ્રમુખે યુક્રેન યુદ્ધમાં રશિયા તરફથી લડી રહેલા ભારતીય સૈન્ય સહાયકોને વહેલી તકે મુકત કરવાની માંગનો સ્વીકાર કર્યો છે. બીજી તરફ યુદ્ધમાં માર્યા ગયેલા ભારતીયોના પરિવારને વળતર પેકેજ અને રશિયાની નાગરિકતાની ઓફર કરી છે. જોકે તેમણે જણાવ્યું હતું કે ભારત બેવડી નાગરિકતાનો સ્વીકાર કરતું નથી. આ દરમિયાન ૬ મહિના પૂર્વે યુક્રેનના હવાઇ હુમલામાં માર્યા ગયેલા વેલંજા નજીકના ઉમરાના હેમિલ માંગુકિયાના પિતા અશ્વિન માંગુકિયાએ રશિયાનું નાગરિકત્વ સ્વીકારવાની ઇચ્છા દર્શાવી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ, સુરત, ભારતીય યુવાનો, નાગરિકત્ત્વ, વળતર, બીબીસી ગુજરાતી

માર્ચમાં જ્યારે અશ્વિનભાઇ તેમના પુત્ર હેમિલનો મૃતદેહ લેવા માટે રશિયા ગયા હતા ત્યારે તેમને માહિતી મળી હતી કે તેમના પરિવારને વળતર પેટે ૧.૩ કરોડ રૂપિયા અને રશિયાની નાગરિકતા અપાશે. એટલું જ નહીં પરિવારના સગીર બાળકને તેના ૧૮ વર્ષ થતાં સુધી માસિક ૧૮ હજાર રૂપિયા સ્ટાઇપેન્ડ ચૂકવાશે.

પણ ચોંકાવનારી વાત એ છે કે જેમણે પોતાનો પુત્ર યુક્રેન યુદ્ધમાં ગુમાવ્યો તે અશ્વિનભાઈ હવે સહપરિવાર ભારત છોડીને રશિયામાં સ્થાયી થવા માંગે છે. તેમણે અને તેમનાં પત્નીએ રશિયાના નાગરિક બનવાનું મન બનાવી લીધું છે.

માંગુકિયાએ જણાવ્યું હતું કે તેમણે રશિયામાં મારું બેન્ક ખાતું ખોલાવી આપ્યું હતું, જેમાં તેમણે મારા ખાતામાં ૪૫ લાખ રૂપિયા પણ ડિપોઝિટ કર્યા હતા. મારા દીકરાનાં લગ્ન પણ થયાં ન હતાં. રશિયન નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયા કરવા માટે મારે અનેકાનેક વખત રશિયાનો પ્રવાસ કરવો પડશે. જોકે આ સમયે હેમિલની સાથે ચાર ભારતીયો યુક્રેન યુદ્ધમાં માર્યા ગયા હતા.

આ પણ વાંચો :-

ટેનામેન્ટ્સની જમીનોની માલિકી કોની? સભ્યો રિ-ડેવલપમેન્ટ કેમ નહીં કરી શકે?

રિ-ડેવલપમેન્ટના નામે બિલ્ડરોને વધારાનું અને કોમર્શિયલ બાંધકામ શા માટે આપવામાં આવે છે અને આવા બાંધકામો વેચીને થતી કમાણીનો ટેનામેન્ટ્સ માલિકોનો હિસ્સો કેમ નહીં?

ટેનામેન્ટ્સ જર્જરિત થાય, પોપડા ખરવા માંડે એકાદ-બે કે સામૂહિક મોતની ઘટનાઓ બને ત્યાર પછી જ ઉતારી પાડવાની પ્રક્રિયા કેમ કરાય છે? ખરેખર તો બાંધકામના સમયે જ બિલ્ડિંગનું આયુષ્ય નક્કી થઈ જતું હોય છે

ગરીબ, મજબૂર લોકોને ટેનામેન્ટસ દાનમાં કે મફત આપવામાં આવતા નથી, રૂપિયા વસુલીને આપવામાં આવતી મિલકતના ધારકનો ટેનામેન્ટ્સની જમીનની માલિકીમા રાસુકો હક્ક કેમ નહીં?

અન્ય ખાનગી મિલકતો પણ જર્જરિત થાય છે, તૂટી પડે છે ત્યાં કેમ સરકારી તંત્રો દોડી જતા નથી? બલ્કે મિલકત માલિકો સામે ગુના નોંધીને ડરાવવામાં આવે છે તો સરકારી તંત્રો કેમ જવાબદાર નહીં?

વૃદ્ધ થવું એ માત્ર સજીવ નહીં, નિર્જીવ માટે પણ એટલું જ સનાતન સત્ય છે. સજીવ વૃધ્ધ થાય એટલે મૃત્યુ પામે છે અને નિર્જીવ વૃદ્ધ થાય એટલે તૂટી પડે છે અને નામશેષ થઇ જાય છે.

આ ક્રમ સમગ્ર સૃ‌િષ્ટમાં લાગુ પડે છે અને ઇતિહાસ રચાતાં રહે છે પરંતુ આ બધાની વચ્ચે લાગણી, પ્રેમ, લગાવ સહિત અનેક પરિબળો વણાયેલા હોય છે. શેરી, મહોલ્લામાં રહેતો પરિવાર ઠેકાણું બદલે કે મિલકત તૂટી પડે ત્યારે પરિવાર ઉપરાંત તેમની સાથે સંકળાયેલા તમામ દુઃખની લાગણી અનુભવે છે. નવા ઘરમાં જવાનો ભલે આનંદ હોય, પરંતુ જૂના ઘરનો દરવાજો છોડવાનું આસાન નથી અને જ્યારે મજબૂરીવશ ઘર-પરિવાર છોડવાનું આવે ત્યારે વ્રજાઘાત થાય છે.

ગરીબો માટે ઘરનું ઘર હોવાનું સપનું જીવનની શ્રેષ્‍ઠ ઘટના હોય છે. ભલે એક રૂમ અને રસોડાનું ઘર હોય, પરંતુ માથે છત હોવાનો અહેસાસ ભૂખ્યા પેટે પણ આનંદ કરાવે છે. આપણા વડાપ્રધાન ભલે ભારતને વિશ્વની બીજા કે ત્રીજા નંબરની ઇકોનોમી બનાવવાનાં બણગાં ફૂંકતા હોય, પરંતુ એક હકીકત એ પણ છે કે ભારત આજે પણ ગરીબ દેશ છે. કરોડો પરિવારો પાસે રહેવા માટે એક રૂમ-રસોડાનું કહેવા પૂરતું રહેવા માટે પોતીકું ઘર નથી, દેશના ૮૦ કરોડ લોકોને પાંચ કિલો અનાજ મફત આપવું પડે છે. આવી હાલત હોવા છતાં વિશ્વની હરોળની આર્થિક સત્તાની ‘ડીંગ’ હાકવા કરતા પહેલાં દેશના ગરીબ, મજબૂર, પરિવારોને પોતાનું કહી શકાય એવું છાપરું આપવામાં આવશે તો પણ ગરીબો એવું માની લેશે કે ભારત દેશ વિશ્વમાં સૌથી મહાન દેશ છે.

ખેર, પાછલાં કેટલાંક વર્ષોથી આવાસ યોજના નામે કરોડો લોકોના મનમાં ‘ઘરનું ઘર’ ના સપનાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. કેટલાક લોકોને મકાનો પણ મળ્યાં છે અને મળી રહ્યાં છે? પરંતુ આ બહુમાળી ઇમારતોની હાલત કેવી છે તેની કાળજી લેવાની ભાગ્યે જ કોઈએ દરકાર કરી હશે.

ઘરવિહોણા લોકોને આવાસ યોજના નામે લલચાવી મતો મેળવવાનો આખો ખેલ ચાલી રહ્યો છે. પરંતુ બીજી તરફ વર્ષો પુરાણી વસાહતો ‘રિ-ડેવલપમેન્ટ’ના નામે ઉતારી પાડી પુનઃનિર્માણના નામે કરોડોના સોદા કરવામાં આવે છે. એક હરીભરી વસાહતને તોડી પાડી શો‌િપંગ સેન્ટર કે કોમર્શિયલ બિ‌િલ્ડંગો બનાવી બિલ્ડરોને અધધ કમાણી કરવાની તક આપવામાં આવે છે. આ કમાણીમાં ‘અન્ય’ની કેટલી ભાગીદારી હશે એ કહેવાની જરૂર નથી.

ખરેખર તો મિલકત બિસ્માર થવાની શરૂઆત થાય એ દિવસથી જ રિપે‌િરંગ સહિતનાં પગલાં ભરવામાં આવે તો મિલકતો ધસી પડવાની ઘટનાઓનો જ છેદ ઉડાવી શકાય, પરંતુ કમનસીબે આવું થતું નથી. પહેલા છતના પોપડા પડે. બાલ્કની તૂટી પડે, કોલમ ફાટવાની શરૂઆત થાય અને એકાદ-બે કે સામૂહિક મોતની ઘટના બને ત્યાર પછી જ આપણા સમાજસેવકો, રાજકીય આગેવાનો આળસ ખંખેરીને ઊભા થાય છે. મૃતકને શ્રદ્ધાંજલિ આપવાનો ડ્રામા કરવામાં આવે છે.

મૃતકના સગાઓને થોડી ઘણી સરકારી, આર્થિક સહાય કરવામાં આવે અને પછી જ આખી ઇમારતનું પુનઃનિર્માણ કરવાનો ખેલ શરૂ થાય છે. પરંતુ પુનઃનિર્માણ મૂળભૂત ઢાંચા સાથે અને સરકારી ખર્ચે કરવાને બદલે કોઈ બિલ્ડર સાથે ‘તોડ’ કરવામાં આવે છે અને હયાત કરતાં વધુ બાંધકામ કરવાની અને વધારાની મિલકતો વેચીને કમાણી કરી લેવાનું આખું ‘ચોકઠું’ ગોઠવવામાં આવે છે.

ખરેખર તો કોઈ બહુમાળી બિ‌િલ્ડંગમાં માત્ર ફલેટનું વેચાણ કરવામાં આવતું નથી. ફલેટ ખરીદનાર સભ્યને બિ‌િલ્ડંગની જમીનની પણ માલિકી આપવામાં આવે છે અને મિલકતના દસ્તાવેજમાં પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે પરંતુ સરકારી આવાસોમાં ધરાર ઉલટી ગંગા છે. સરકાર અને મહાપાલિકા ઇચ્છે ત્યારે બહુમાળી ઇમારત ટેનામેન્ટ્સનું ગમે ત્યારે ‘‘રિ-ડેવલપમેન્ટ’’ કરાવી શકે છે. અને કહેવાતું ટેન્ડ‌િરંગ કરીને પોતાની પસંદગીના બિલ્ડરને રિ-ડેવલપમેન્ટની કામગીરી સોંપવામાં આવે છે.

ખરેખર આ અધિકાર ટેનામેન્ટ્સમાં રહેતા પરિવારોનો છે કારણ, આ ટેનામેન્ટ તેમને દાનમાં આપવામાં આવતા નથી. ચોક્કસ રકમ વસૂલ કરવામાં આવે છે. વળી સરકાર કે મહાનગરપાલિકા બેંકમાંથી નાણાં ઉઠાવી લે છે અને ટેનામેન્ટ ધારક લોનના હપ્‍તા ભરતો રહે છે. હવે સ્થિતિ સાવ સ્પષ્ટ છે. ટેનામેન્ટનું રિ-ડેવલપમેન્ટ સરકાર દ્વારા કઈ હેસિયતથી કરવામાં આવે છે. વળી રિ-ડેવલપમેન્ટ કરનાર બિલ્ડરને કોમર્શિયલ ઉપરાંત વધારાનું બાંધકામ (FSI) શા માટે આપવામાં આવે છે? બદલાયેલા નિયમો મુજબ વધારાનું બાંધકામ મળવાપાત્ર હોય તો એ ટેનામેન્ટ ધારકોનું છે. કારણ, ટેનામેન્ટ અને જમીનની માલિકી ટેનામેન્ટધારકોની છે.

પાછલા કેટલાક સમયથી સુરત સહિત રાજ્યના અન્ય નગરોમાં શહેરોમાં જર્જરિત ટેનામેન્ટ્સ ઉતારી પાડવામાં આવી રહ્યા છે. પરંતુ કોઈએ ભાગ્યે જ આવાસમાં રહેતા ગરીબ, મધ્યમવર્ગી લોકોની લાગણીને સમજવાની કોશિશ કરી હશે બલ્કે પોલીસફોર્સને સાથે રાખીને પરિવારોને ડરાવીને મકાનો ખાલી કરાવવામાં આવે ત્યારે પીડિત પરિવારના મન-હૃદય ઉપર ઝિંકાતા હથોડાની વેદના ભાગ્યે જ કોઈ સમજી શકતું હશે.

સરકારનો મતલબ જ પ્રજાના હિતના રખેવાળ તરીકેનો છે, પરંતુ સત્તાની ખુરસીમાં ચઢી બેઠેલાઓને લોકોનો આર્તનાદ સંભળાતો નથી, ગામના સરપંચથી શરૂ કરીને છેક મુખ્યમંત્રીના દરબાર સુધી રજૂઆત કરવા જતા ગરીબોને, પીડિતોને ઘણી વખત ચોકિયાતો ઘર-ઓ‌િફસમાં ઘૂસવા પણ દેતા નથી. પછી પ્રજાની વેદના ક્યાંથી સંભળાય? આ તરફ સરકારી બાબુઓ રિ-ડેવલપમેન્ટ કે સંપાદનની ફાઇલો લઈને શાસકોની સહીઓ કરાવીને ખેલ પાડતા રહે છે અને ગરીબોનો આત્મા ગુંગળાઈને મરી જાય છે.

હકીકતમાં કોઈપણ આવાસ, મકાનન‌ું નિર્માણ કરવામાં આવે એ દિવસે જ તેની ‘મૃત્યુ‌િતથિ’ એટલે કે અૅક્સપાયરી ડેટ નક્કી થઈ જતી હોય છે પરંતુ જ્યાં સુધી જર્જરિત ઇમારતો ધસી પડે નહીં અને અનેકનાં મોત થાય નહીં ત્યાં સુધી તંત્ર હરકતમાં આવતું નથી.

૧૨ જુલાઈ, ૨૦૨૪/ શુક્રવારના દિવસે આ રાશિ માટે પરિવારમાં સ્નેહ વધે, નવા વાહનની ખરીદી શક્ય બને, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી, થાક વાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભઃ

આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય.

‌મિથુનઃ

વાહન સુખ, મકાન-મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારૂં રહે.

કર્ક‌ઃ

આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય. પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિતશત્રુઓથી સાવધ રહેવું.

‌સિંહઃ ‌

આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાશે.

કન્યાઃ

માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેનથી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલાઃ

સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપક્ષ તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

‌વૃ‌શ્ચિકઃ

આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ. સ્મૃધ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધનઃ

નોકરી-ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ

આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃધ્ધિ થાય.

કુંભઃ

દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય. અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્‍ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીનઃ

શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઇ-ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપારવાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે. આંખની કાળજી રાખવી.