Home Blog Page 711

નાઇજીરીયામાં ચાલુ ક્‍લાસે શાળાની ઈમારત ધરાશાયી, ૨૨ વિદ્યાર્થીઓના મોત

આફ્રિકન દેશ નાઈજીરિયામાં મોટી દુર્ઘટના બની છે. શુક્રવારે સવારે એક મોટો અકસ્‍માત થયો હતો. અહીં બે માળની શાળાનું બિલ્‍ડીંગ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટના ત્‍યારે બની હતી જ્‍યારે વર્ગો ચાલી રહ્યા હતા. આ અકસ્‍માતમાં ૨૨ વિદ્યાર્થીઓના મોત થયા છે, જ્‍યારે ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. કાટમાળ નીચે ફસાયેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે.

22 બાળકોના મોત... નાઈજીરિયામાં આખરે કેમ અને કેવી રીતે પડી સ્કુલ? - News Capital

ઘટનાસ્‍થળે રાહત અને બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અભ્‍યાસ માટે પઠાર રાજ્‍યના બુસા બુજી સમુદાયની સેન્‍ટ્‍સ એકેડમી કોલેજમાં પહોંચ્‍યા હતા. વર્ગો શરૂ થયાની થોડી જ વારમાં શાળાનું મકાન ધરાશાયી થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે અકસ્‍માતમાં ઘાયલ થયેલા લોકોમાં ઘણા ૧૫ વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના બાળકો હતા. પોલીસ પ્રવક્‍તા આલ્‍ફ્રેડ અલાબોએ જણાવ્‍યું હતું કે કુલ ૧૫૪ વિદ્યાર્થીઓ ફસાયા હતા, પરંતુ તેમાંથી ૧૩૨ને બચાવી લેવામાં આવ્‍યા હતા. વિદ્યાર્થીઓની વિવિધ હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી છે. આ અકસ્‍માતમાં ૨૨ વિદ્યાર્થીઓના મોત થયા છે.

અકસ્માત બાદ ડઝનેક ગામલોકો શાળા પાસે એકઠા થઈ ગયા હતા. અહીં હાજર લોકોમાં બૂમો પડી રહી હતી, જ્યારે કેટલાક મદદ માગતા જોવા મળ્યા હતા. આ સિવાય બચાવકર્મીઓ કાટમાળની અંદરથી વિદ્યાર્થીઓને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આફ્રિકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ નાઈજીરિયામાં ઈમારતો ધરાશાયી થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. છેલ્લા બે વર્ષમાં આવી એક ડઝનથી વધુ ઘટનાઓ નોંધાઈ છે. સત્તાવાળાઓ ઘણીવાર આવી આપત્તિઓને બિલ્ડિંગ સલામતીના નિયમોનો અમલ કરવામાં નિષ્ફળતા અને નબળી જાળવણીને દોષ આપે છે.

આ પણ વાંચો :-

આપ સાંસદ સંજય સિંહે કેજરીવાલના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી, જાણો શું કહ્યું ?

0

આપ સાંસદ સંજય સિંહે અરવિંદ કેજરીવાલની તબિયત સાથે જોડાયેલી ચોંકાવનારી વાત કહી છે. સંજયે કહ્યું કે કેજરીવાલનું વજન ૮.૫ કિલો ઘટી ગયું, આટલું વજન ઘટવું એ ગંભીર બીમારીની નિશાની છે. જેલમાં કેજરીવાલનું શુગર લેવલ ૫૦ થી ૫ વખત નીચે ગયું છે.

Sanjay Singh expressed concern over Arvind Kejriwal's health, saying he had lost 8.5 kg

ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે કથિત દારૂ કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સીએમ કેજરીવાલને જામીન આપતાં કોર્ટે તેમના પર કેટલીક શરતો પણ મૂકી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ વચગાળાની મુક્તિના સમયગાળા દરમિયાન મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલયમાં જશે નહીં. જો કે હાલ અરવિંદ કેજરીવાલ CBI કરેલા કેસમાં ૨૫ જુલાઇ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેજરીવાલે ૫૦ હજાર રૂપિયાના જામીન બોન્ડ ભરવા પડશે અને એટલી જ રકમની સિક્યોરિટી આપવી પડશે. આ સાથે, અરવિંદ કેજરીવાલ કોઈપણ ફાઇલ પર સહી કરી શકતા નથી સિવાય કે એલજી પાસેથી મંજૂરી મેળવવા માટે આવું કરવું જરૂરી હોય.

આ પણ વાંચો :-

છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮ તાલુકામાં વરસી મેઘ મહેર, ચાર કલાકમાં છ ઈંચ વરસાદ

0

ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે તેમ તેમ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં આજે શનિવારે ૫ જિલ્લા અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ૧૩ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૮ તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધારે વલસાડમાં સવા છ ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે નવસારીના ગણદેવીમાં સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો.

Monsoon 2021: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી | Gujarat News in Gujarati

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત, ડાંગ, તાપી, નવસારીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ વલસાડ, દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

આ તરફ નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદમાં ભારે વરસાદની અગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં મેઘ મહેર થવાની સંભાવના છે. ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી.

હવામાન વિભાગે જાહેર કરેલા આગાહી પ્રમાણે આજે ૧૩ જુલાઈ ૨૦૨૪, શનિવારના દિવસે દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે. દક્ષિણ ગુજરાતના ચાર જિલ્લા સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

લાજપોર મધ્યસ્થ જેલમાં કેદીઓ માટે સ્માર્ટ કલાસ શરૂ

સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે બંદિવાનોને શિક્ષણ મળી રહે એવા હેતુથી રૂ.૧૮ લાખના ખર્ચે નવનિર્મિત મહાત્મા ગાંધી વિદ્યાલયના સ્માર્ટ કલાસનું ગૃહ, રમતગમત અને યુવક સેવા રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું હતું. મંત્રીશ્રીએ જેલમાં સજા ભોગવી રહેલા બંદિવાનોની ઉત્તમ કામગીરી બદલ પ્રશંસાપત્ર અર્પણ કરી બિરદાવ્યા હતા.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં વિકાસની યાત્રા તેજ બની છે. ગુજરાતની તમામ જેલોની સુરક્ષા કરતા જેલ પરિવારના સિપાઈ, હવાલદાર અને સુબેદાર જેવા કર્મચારીઓના ભથ્થામાં નોધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. બંદિવાનોને યોગ્ય, પૌષ્ટિક ભોજનની કાળજી પણ લેવામાં આવી રહી છે. ગુજરાતની દરેક જેલમાં બંદિવાનોને પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ આહાર મળી રહે એવી સુવિધા કરવામાં આવી છે. બંદિવાનોના માનવાધિકાર સચવાઈ રહે એના માટે રાજ્ય સરકાર હરહંમેશા પ્રયત્નશીલ છે.

વધુમા તેમણે કહ્યું કે, જેલમાં બંદિવાનો સાથે યોગ્ય વર્તન થાય, તેમની માનસિકતામાં પરિવર્તન આવે તેમજ જેલમાંથી મુકત થયા બાદ સભ્ય સમાજનો હિસ્સો બને તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બંદિવાનો પણ સારા લેખક, ઉત્તમ ચિત્રકાર અને પારંગત રસોઈયા અને અભ્યાસમાં નિપૂણ હોય છે. જેલમાં સંગીતના માધ્યમ દ્વારા વ્યક્તિની માનસિકતા બદલાવવા માટેના અનોખા પ્રયાસ થઈ રહ્યા છે.

સ્માર્ટ કલાસ વિશે તેમણે કહ્યું હતું કે, જિલ્લાની અનેક શાળાઓમાં સ્માર્ટ કલાસ થકી વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે,પરંતુ પહેલીવાર લાજપોર જેલમાં બંદિવાન ભાઇઓ માટે સુવિધાયુક્ત લર્નિંગ ઝોન બનાવવામાં આવ્યો છે, જેના થકી જેલમાં સજા ભોગવી રહેલા કેદી ભાઇઓ પોતાનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરી જેલમાંથી બહાર આવી શ્રેષ્ઠ જીવન જીવી શકશે. આ સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ થકી અનેક બંદિવાન ભાઇઓના જીવનમાં શિક્ષણનો દીપક પ્રજ્વલિત થશે.

આ પ્રસંગે ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના પ્રયાસોથી લાજપોર જેલ સુવિધાયુક્ત બની છે. સમયની સાથે જેલમાં અનેક પરિવર્તન કરવામાં આવ્યા છે. અગાઉ જેલમાં સજા ભોગવી રહેલા કેદીઓના પરિવારને જેલ સુધી આવવા માટે આવાગમનની સમસ્યા હતી, જેથી સુરત સ્ટેશનથી લાજપોર જેલ સુધીની સિટી બસની સુવિધા કરી છે. ઉપરાંત, મુલાકાતીઓ માટે પ્રતિક્ષા કક્ષ બનાવવામાં આવ્યો છે. બંદિવાન માટે આરોગ્ય, રોજગાર, મનોરંજનની અનેકવિધ સુવિધા ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :-

શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની પર અભદ્ર ટિપ્પણી પર FIR દાખલ

0

શહીદ કેપ્ટન અંશુમાન સિંહની પત્ની સ્મૃતિની તસવીર પર હાલમાં જ એક વ્યક્તિએ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે ભારે હોબાળો થયો હતો. આ મામલે કાર્યવાહી કરતા રાષ્ટ્રીય મહિલા આયોગે પણ દિલ્હી પોલીસને પત્ર લખીને યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી. હવે મહિલા આયોગના પત્ર બાદ દિલ્હી પોલીસે આ મામલે કાર્યવાહી કરી છે અને FIR નોંધી છે. પોલીસે નવા ફોજદારી કાયદા ભારતીય ન્યાય સંહિતા હેઠળ કેસ નોંધ્યો છે જે ૧ જુલાઈથી અમલમાં આવ્યો હતો.

Why Captain Anshuman Singh's parents are upset, Kirti Chakra awardee ends up in controversy after martyrdom

તમને જણાવી દઈએ કે, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના IFSO યુનિટે કીર્તિ ચક્ર વિજેતા કેપ્ટન અંશુમાન સિંહની વિધવા પર કરવામાં આવેલી ટિપ્પણીના મામલામાં FIR નોંધી છે. NCW એ તાજેતરમાં આ મામલાની સ્વ:સંજ્ઞાન લીધી છે અને દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે. સ્મૃતિ સિંહે ૫ જુલાઈના રોજ તેમના સ્વર્ગસ્થ પતિ કેપ્ટન અંશુમાન સિંહને મરણોત્તર કીર્તિ ચક્ર પ્રાપ્ત કર્યું હતું.

દિલ્હી પોલીસે જણાવ્યું કે, પીએસ સ્પેશિયલ સેલમાં કલમ ૭૯, ભારતીય ન્યાયિક સંહિતા ૨૦૨૩ અને આઈટી એક્ટ ૨૦૦૦ની કલમ ૬૭ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, મહિલા આયોગે કહ્યું હતું કે રાષ્ટ્રીય મહિલા આયોગે તાજેતરમાં કીર્તિ ચક્રના કેપ્ટન અંશુમાન સિંહની વિધવા પર કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને જાતે એક્શન લીધા હતા અને દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે.

આયોગના અધ્યક્ષ રેખા શર્માએ આની સખત નિંદા કરી હતી અને પોલીસને આ અંગે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી હતી. આરોપીઓને તાત્કાલિક પકડવા જણાવ્યું હતું. તેણે આ સંબંધમાં દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને ત્રણ દિવસમાં કાર્યવાહીનો રિપોર્ટ સોંપવા કહ્યું છે.

આ પણ વાંચો :-

વિશ્વવિખ્યા યુટ્યુબર ધ્રુવ રાઠી કાનૂની મુશ્કેલીમાં ફસાયા, જાણો આ છે કારણ ?

0

વિશ્વવિખ્યા યુટ્યુબર ધ્રુવ રાઠીના નામની બનાવવામાં આવેલા પરોડી અકાઉંટની મદદથી લોકસભાના સ્પીકર ઓમ બિરલાની પુત્રી અંજલિ બિરલા ને લઈ એક પોસ્ટ કરવામાં આવી છે. જોકે અંજલિ બિરલા વાળી પોસ્ટમાં જે કોઈ પણ માહિતી લખવામાં આવી છે, તેમાં કોઈ સચ્ચાઈ નથી. જોકે આ મામલે FIR નોંધવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, આ FIR ધ્રુવ રાઠી વિરુદ્ધ લોકસભા સ્પીકર ઓમ બિરલાની પુત્રી વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટ કેસમાં દાખલ કરવામાં આવી છે. પોસ્ટ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે પરીક્ષા આપ્યા વિના જ UPSC પાસ કરી દીધી. મહારાષ્ટ્ર સાયબર સેલ દ્વારા FIR નોંધવામાં આવી છે.

ઓમ બિરલાના પરિવારના સભ્યની ફરિયાદ બાદ ધ્રુવ રાઠી વિરુદ્ધ આ FIR નોંધવામાં આવી છે. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે અંજલિ બિરલાએ પોસ્ટ દ્વારા UPSC પરીક્ષા પાસ કરવા પર સવાલ ઉઠાવ્યા છે. જેમાં કહેવાય છે કે અંજલિએ પરીક્ષા આપ્યા વિના જ પરીક્ષા પાસ કરી દીધી હતી.

આ પણ વાંચો :-

રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ પર ફાયરિંગ, મહિપાલ સિંહ મકરાણાની ધરપકડ

0

રાજસ્થાનની રાજધાની જયપુરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અહીં રાષ્ટ્રીય કરણી સેનાના અધ્યક્ષ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ શિવ સિંહ શેખાવત પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે તેને ગોળી વાગી ન હતી. ગોળીબાર દરમિયાન શિવ સિંહ બચી ગયો હતો. ચાર બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા છે.

Karni Sena: રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ પર ફાયરિંગ, મહિપાલ સિંહ મકરાણાની ધરપકડ, જાણો સમગ્ર મામલો

શિવસિંહ શેખાવતને ઘણા સમયથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. રાષ્‍ટ્રીય કરણી સેનાનું કાર્યાલય જયપુરના ચિત્રકૂટ વિસ્‍તારમાં છે. આ સમગ્ર ઘટના આ ઓફિસમાં જ બની હતી. શ્રી રાજપૂત કરણી સેના અધ્‍યક્ષ મહિપાલ મકરાણા રાષ્‍ટ્રીય કરણી સેનાના પ્રમુખ શિવ સિંહ શેખાવતના જ કાર્યાલય પર પહોંચ્‍યા હતા.

કહેવાય છે કે સુખદેવ સિંહ ગોગામેડીના મળત્‍યુ બાદ શિવ સિંહ શેખાવત અને મહિપાલ મકરાણા વચ્‍ચે રાષ્‍ટ્રીય કરણી સેના પર વર્ચસ્‍વને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, ત્‍યારબાદ મકરાણાએ બીજી પાર્ટી પણ બનાવી લીધી હતી. હાલમાં પોલીસે મહિપાલ મકરાણાની ધરપકડ કરી છે. જ્‍યારે શિવ સિંહે મહિપાલ સિંહ મકરાણા પર ફાયરિંગનો આરોપ લગાવ્‍યો છે, તો મહિપાલ સિંહ મકરાણાએ પણ શિવ સિંહ પર ફાયરિંગનો આરોપ લગાવ્‍યો છે. શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ પ્રમુખ મહિપાલ મકરાણાને સારવાર માટે ખાનગી હોસ્‍પિટલમાં લઈ જવામાં આવ્‍યા છે.

શિવ સિંહે કહ્યું કે થોડા દિવસ પહેલા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ગોળીબાર દરમિયાન, મહિપાલને કાબૂમાં લેવા માટે, બંદૂકધારીએ બંદૂકના બટથી હુમલો કર્યો, જેમાં મકરાનાને ઈજા થઈ છે.

આ પણ વાંચો :-

પંજાબની જલંધર પશ્ચિમ સીટ પર AAPની જીત, જાણો BJPના ઉમેદવારની સ્થિતિ

0

લોકસભા ચૂંટણી બાદ દેશ વધુ એક ચૂંટણી પરિણામની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. આજે એટલે કે ૧૩મી જુલાઈએ ૭ રાજ્યોની ૧૩ વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આવવાના છે. ફરી એકવાર NDA અને ઇન્ડિયા ગઠબંધન વચ્ચે ગાઢ મુકાબલો છે, ઘણી સીટો પર રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે.

Image

જલંધર પશ્ચિમ બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ શાનદાર જીત નોંધાવી છે. AAPના મોહિન્દર ભગતે કોંગ્રેસના સુરિન્દર કૌરને ૩૭૦૦૦થી વધુ મતોના અંતરથી હરાવ્યા હતા. આ સીટના પૂર્વ ધારાસભ્ય શીતલ અંગુરાલ AAP છોડીને ભાજપમાં જોડાયા હતા. ભાજપે તેમને ઉમેદવાર બનાવ્યા હતા. અંગુરલ ત્રીજા ક્રમે રહ્યા.

આ ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુના પત્ની કમલેશ ઠાકુર સહિત ઘણા દિગ્ગજ ઉમેદવારો મેદાનમાં છે. જે બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ છે તેમાં પશ્ચિમ બંગાળની રાયગંજ, રાનાઘાટ દક્ષિણ, બાગદા અને માનિકતલા, ઉત્તરાખંડની બદ્રીનાથ અને મેંગ્લોર, પંજાબની પશ્ચિમ જલંધર, હિમાચલ પ્રદેશની દહેરા, હમીરપુર અને નાલાગઢ, બિહારની રૂપૌલી, તમિલનાડુની વિક્રવંદી અને મધ્યપ્રદેશની અમરવાડા બેઠકનો સમાવેશ થાય છે.

પંજાબની જલંધર પશ્ચિમ બેઠક પરથી આમ આદમી પાર્ટીને શાનદાર જીત મળી છે. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર મોહિન્દર ભગત ૩૭ હજાર મતોના અંતરથી જીત્યા છે. બીજેપીના શીતલ ઉંગુરાલ બીજા ક્રમે હતા, જેમને ૧૭૯૨૧ વોટ મળ્યા હતા. મોહિન્દરને ૫૫૨૪૬ વોટ મળ્યા છે.

આ દરમિયાન AAP સાંસદ સંજય સિંહે શીતલ અંગુરાલ અને સુશીલ કુમાર રિંકુ પર તેમનો ફોટો શેર કરીને નિશાન સાધ્યું છે. એક્સ-પોસ્ટમાં પૂર્વ AAP સાંસદ સુશીલ રિંકુ અને પૂર્વ ધારાસભ્ય શીતલ અંગુરાલનો ફોટો શેર કરતા તેમણે લખ્યું છે કે બધા જાણે છે, આજે તેમની શું હાલત છે? આ બંને ભાઈઓ પાસેથી આપણે શું પાઠ શીખીએ છીએ, જેણે AAPને દગો આપ્યો, તેનું રાજકારણ ખતમ થઈ ગયું.
AAPમાંથી ભાજપમાં ગયેલાનું શું થયું તે યાદ રાખો. એક રિંકુ છે, જે AAP સાંસદ હતા. બીજા શીતલ છે, જે AAP ધારાસભ્ય હતા. બંનેએ ભાજપમાં જોડાઈને પાર્ટી અને તેના નેતાઓને ગાળો આપી હતી.

આ પણ વાંચો :-

૨૫ જૂન ‘બંધારણ હત્યા દિવસ’ તરીકે જાહેર: અમિત શાહ

0

કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં ૨૫ જૂને ‘સંવિધાન હત્યા દિવસ‘ ઉજવવાની જાહેરાત કરી છે. જેને લઇને નોટીફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતાને દર્શાવતાં દેશમાં ઇમરજન્સી લગાવીને ભારતીય લોકતંત્રના આત્માનું ગળું દબાવ્યું હતું. લાખો લોકોને કારણ વિના જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ભારત સરકાર દર વર્ષે ૨૫ જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ ના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે તમામ લોકોના વિરાટ યોગદાનનું સ્મરણ કરાવશે, જેમને ૧૭૯૫ ના ઇમરજન્સી અમાનવીય દર્દ સહન કર્યું છે.

ભારતના બંધારણની કલમ ૩૫૨ હેઠળ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનો અધિકાર છે. વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની લેખિત ભલામણ દ્વાર પણ કટોકટી જાહેર કરવામાં આવે છે. આ અંતર્ગત નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો સ્થગિત કરી દેવામાં આવે છે. જ્યારે આખા દેશમાં કે કોઈપણ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, વિદેશી દેશો દ્વારા હુમલો અથવા આંતરિક વહીવટી અરાજકતા કે અસ્થિરતા વગેરેની સ્થિતિ સર્જાય ત્યારે તે વિસ્તારની તમામ રાજકીય અને વહીવટી સત્તાઓ રાષ્ટ્રપતિના હાથમાં જતી રહે છે. અત્યાર સુધીમાં ભારતમાં કુલ ત્રણ વખત ૧૯૬૨, ૧૯૭૧ અને ૧૯૭૫માં કલમ ૩૫૨ હેઠળ કટોકટી લાદવામાં આવી હતી.

જણાવી દઈએ કે ૧૯૭૫માં કટોકટી લાગુ કરવાની જાહેરાત અલાહાબાદ હાઈકોર્ટના એક ચુકાદા બાદ આવી હતી. હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીના ચૂંટણીને પડકારતી અરજી પર ૧૨ જૂન ૧૯૭૫ના રોજ ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની રાયબરેલીથી ચૂંટણીને રદ કરી દીધી હતી અને આગામી ૬ વર્ષ સુધી તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. આ પછી ઇન્દિરા ગાંધીના રાજીનામાની માંગ શરૂ થઈ ગઈ અને દેશમાં જગ્યા-જગ્યાએ આંદોલનો થવા લાગ્યા.

સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો. આ પછી કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. રાજકીય પક્ષો આને અલોકતાંત્રિક નિર્ણય ગણાવતા ઇન્દિરા સરકાર અને કોંગ્રેસને ઘેરતા રહ્યા. જે પરિસ્થિતિઓમાં કટોકટી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે રીતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આની જાણકારી આપી, તે અંગે સવાલો ઉઠ્યા. ઇન્દિરા સરકારના નિર્ણયને સરમુખત્યારશાહી ગણાવતા વિવિધ સંગઠનો વિરોધમાં ઉતરી આવ્યા અને ભારે વિરોધ શરૂ થઈ ગયો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૧૧૭ તાલુકામાં વરસાદ, જાણો હવામાન વિભાગે શું કહ્યું ?

0

ગુજરાતમાં થોડા દિવસના આરામ બાદ મેઘરાજાએ ફરીથી બેટિંગ કરવામાં શરું કરી દીધું છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના ૧૧૭ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વલસાડના ઉમેરગામ અને સુરતના કામરેજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત આજે હવામાન વિભાગે ૧૩ જિલ્લા અને ૨ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Monsoon 2021: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી | Gujarat News in Gujarati

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે દાસે આજની હવામાન અંગેની આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં સાત દિવસ છૂટાછવાયા સ્થળો પર વરસાદની આગાહી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, આજે સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપી દમણ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે નર્મદા, ભરૂચ, આણંદ, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે કહ્યું છે કે, ફરી એકવાર ભારે વરસાદ થવાનો છે. ૧૭ જુલાઈ સુધી પશ્ચિમી તટીય વિસ્તારો અને મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની અપેક્ષા છે. ગુરુવારે હવામાન વિભાગે કહ્યું કે, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, કોસ્ટલ કર્ણાટકમાં ૧૨ થી ૧૫ જુલાઈ સુધી ભારે વરસાદ પડશે. જુલાઈમાં વરસાદમાં ઘટાડો થવાને કારણે મધ્ય ભારત, પૂર્વ અને ઉત્તરપૂર્વમાં ઓછો વરસાદ પડશે.

આ દરમિયાન દ્વીપકલ્પના ભારત અને ઉત્તર-પશ્ચિમમાં ભારે વરસાદે અછતને આવરી લીધી છે. દેશના ૧૫૦ મોટા જળાશયોમાં ક્ષમતાના ૨૨ ટકા સુધી પાણીનો સંચય થયો હતો.ચોમાસાના બાકીના સમયમાં વધુ પાણી એકઠું થવાની ધારણા છે. ગયા અઠવાડિયે દેશના મોટા ભાગોમાં વરસાદ પછી ખરીફ પાકનું કામ ઝડપી ગતિએ શરૂ થયું છે.

આ પણ વાંચો :-