૨૫ જૂન ‘બંધારણ હત્યા દિવસ’ તરીકે જાહેર: અમિત શાહ

3 Min Read

કેન્દ્ર સરકારે ઇમરજન્સીની યાદમાં ૨૫ જૂને ‘સંવિધાન હત્યા દિવસ‘ ઉજવવાની જાહેરાત કરી છે. જેને લઇને નોટીફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતાને દર્શાવતાં દેશમાં ઇમરજન્સી લગાવીને ભારતીય લોકતંત્રના આત્માનું ગળું દબાવ્યું હતું. લાખો લોકોને કારણ વિના જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ભારત સરકાર દર વર્ષે ૨૫ જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ ના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે તમામ લોકોના વિરાટ યોગદાનનું સ્મરણ કરાવશે, જેમને ૧૭૯૫ ના ઇમરજન્સી અમાનવીય દર્દ સહન કર્યું છે.

ભારતના બંધારણની કલમ ૩૫૨ હેઠળ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનો અધિકાર છે. વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની લેખિત ભલામણ દ્વાર પણ કટોકટી જાહેર કરવામાં આવે છે. આ અંતર્ગત નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો સ્થગિત કરી દેવામાં આવે છે. જ્યારે આખા દેશમાં કે કોઈપણ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ, વિદેશી દેશો દ્વારા હુમલો અથવા આંતરિક વહીવટી અરાજકતા કે અસ્થિરતા વગેરેની સ્થિતિ સર્જાય ત્યારે તે વિસ્તારની તમામ રાજકીય અને વહીવટી સત્તાઓ રાષ્ટ્રપતિના હાથમાં જતી રહે છે. અત્યાર સુધીમાં ભારતમાં કુલ ત્રણ વખત ૧૯૬૨, ૧૯૭૧ અને ૧૯૭૫માં કલમ ૩૫૨ હેઠળ કટોકટી લાદવામાં આવી હતી.

જણાવી દઈએ કે ૧૯૭૫માં કટોકટી લાગુ કરવાની જાહેરાત અલાહાબાદ હાઈકોર્ટના એક ચુકાદા બાદ આવી હતી. હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીના ચૂંટણીને પડકારતી અરજી પર ૧૨ જૂન ૧૯૭૫ના રોજ ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની રાયબરેલીથી ચૂંટણીને રદ કરી દીધી હતી અને આગામી ૬ વર્ષ સુધી તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. આ પછી ઇન્દિરા ગાંધીના રાજીનામાની માંગ શરૂ થઈ ગઈ અને દેશમાં જગ્યા-જગ્યાએ આંદોલનો થવા લાગ્યા.

સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો. આ પછી કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. રાજકીય પક્ષો આને અલોકતાંત્રિક નિર્ણય ગણાવતા ઇન્દિરા સરકાર અને કોંગ્રેસને ઘેરતા રહ્યા. જે પરિસ્થિતિઓમાં કટોકટી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે રીતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આની જાણકારી આપી, તે અંગે સવાલો ઉઠ્યા. ઇન્દિરા સરકારના નિર્ણયને સરમુખત્યારશાહી ગણાવતા વિવિધ સંગઠનો વિરોધમાં ઉતરી આવ્યા અને ભારે વિરોધ શરૂ થઈ ગયો હતો.

આ પણ વાંચો :-

Share This Article