Tuesday, Apr 29, 2025

સુરતમાં એક નબીરાએ ઓડી કારથી ૧૦ બાઇકને મારી ટક્કર

2 Min Read

ગુજરાત સહિત સુરતમાં પણ નશામાં બેફામ થઈને લક્ઝુરિયસ ઓડિ કાર બેફામ સ્પીડમાં દોડાવી હતી. જેમાં ૧૦ જેટલા વાહનોને ઉડાવ્યા હતાં. જેથી ૩ વાહનચાલકોને ગંભીર ઈજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બીજી તરફ અકસ્માત સર્જનાર નબીરાને ઝડપી લઈને પોલીસ હવાલે કરાયો હતો.

વેસુ કેનાલ રોડ પર જીડી ગોયેન્કા સ્કૂલ નજીક બેફામ ગતિએ દોડી આવેલી ઓડી કારે (GJ-૦૫ RT-૫૫૫૦) રોડની કિનારે ઊભેલી આઠથી દસ બાઇકને અડફેટે લઇ લીધી હતી. જેથી લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. નશામાં ધૂત ઓડી ચાલકે લોકોથી બચવા માટે ગાડી વધુ ગતિએ હંકારી હતી અને ભાગી ગયો હતો. અકસ્માત સર્જ્યા બાદ કારના ડાબા ટાયરમાં પંક્ચર પડી જતા ૧૫૦ મીટર આગળ જઈ ગાડી રોકાઈ ગઈ હતી.

આ દરમિયાન એક્સિડન્ટની ઘટનાને લઈને લોકો કારનો પીછો કરી ત્યાં પહોંચી ગયા હતા અને ડ્રાઈવરને કારમાંથી બહાર ખેંચી લીધો હતો. ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સ્થાનિકોએ ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવીને હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપ્યા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ થતા થોડીવારમાં પીસીઆર વાન પણ પહોંચી ગઈ હતી અને કારચાલક રિકેશ ચંદનમલ ભાટિયાને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. કારચાલકની પોલીસે ધરપકડ કરી ત્યારે તે નશામાં ધૂત હતો. પોલીસે મોડી રાતે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી.

આ પણ વાંચો :-

Share This Article