Home Blog Page 681

૧૪ ઓગસ્ટ, ૨૦૨૪ / બુધવારના દિવસે આ જાતકોનો પ્રમોશનનો યોગ, મળશે મોટી જવાબદારી, કરિયરમાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભામાં ગુસ્સાનો અનુભવા થાય. ‌દિવસ દરમ્યાન આળશ રહે. આ‌‌ર્થિક પાસુ મજબુત થાય. પ‌રિવારમાં વાદ‌વિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની ત‌બિયતની ‌ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું.

વૃષભઃ ‌

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ તાય. સારા સમાચારા સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. ‌‌પ્રિયપાત્રનું ‌મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુનઃ

સ્‍વભામાં જીદનું પ્રમાણ વધે. ખોટા ‌‌વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ, ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ ‌વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ ‌

દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. ‌વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્રત રહેતું જણાય. ‌સિંતાનની પ્રગ‌તિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ ‌

દિવસ દરમ્યાન આનંદ, ઉત્સાહ, તાગજીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય. સારા સમાચારા મળે. સ્થાસ્થય સારૂં રહે.

કન્યાઃ 

પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પ‌રિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની ત‌બિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ 

દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પ‌રિવારમાં સભ્યોની ત‌બિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ ‌મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃ‌શ્ચિકઃ 

મન ચંચળ રહે. ખોટા ‌વિચારો મનનનો કાબુ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂ‌તિ થાય. ‌પ્રિય પાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ ‌

દિવસ દરમ્યાન મુંઝવણનો અનુભવ થાય. ‌વિચારોવાયુ વધારો રહે. ખોટા ‌વિચારો આવે. આ‌‌ર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ 

આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પ‌રિવારમાં શાં‌તિ જળવાય. આવક પણ વધતી જણાય.‌‌ ‌મિત્રો તરફથી સારા સમચારા અને સહકાર મળતો જણાય. સ્વાસ્થય સારૂ રહે.

કુંભઃ 

માન‌સિક ‌ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ‌ચિંતા રહે. નોકરીયાતને ઉપરી ‌‌અ‌‌ધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોયતો ત‌બિયત સાચવવી. ‌દિવસ શાં‌તિથી પસાર કરી દેવો.

મીનઃ 

આવકનું પ્રમાણ વધવાથી ‌દિવસ દરમ્યાન આનંદ વધે. નાના ભાઈ બહેનો સાથે વાવ‌વિવાદ ટાળવો, ભાગ્યનો સાથ મળે. ‌મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરનાં દુઃખાવાથી સાચવવું.

ગુજરાતના ફર ચોમાસું સક્રિય, રાજ્યમાં 182 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો 

0

ગુજરાતમાં દે ધનાધન વરસાદ આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 182 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.. સૌથી વધુ અસર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થઈ છે. રાજ્યના કુલ 34માંથી 33 તાલુકામાં વરસેલા 1 ઈંચથી વધુ વરસાદ વાળા તાલુકા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવે છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ છે. બિકાનેર પાસે મોન્સૂન ટ્રફના કારણે વરસાદ પડશે.

નવસારીમાં સાડા ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ ઈંચ, આણંદમાં ત્રણ ઈંચ, જલાલપોરમાં 2.6 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, ડભોઈમાં 2.2 ઈંચ, હાલોલ અને ડોલવણમાં 2 ઈંચ, વલોડમાં 1.8 ઈંચ, સુબીરમાં 1.7 ઈંચ, મહુવામાં 1.6 ઈંચ, વાંસદામાં 1.6 ઈંચ, બારડોલીમાં 1.5 ઈંચ, વઘઈમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ, સાવલીમાં 1.5 ઈંચ, સોજીત્રામાં 1.5 ઈંચ, માંગરોળમાં 1.5 ઈંચ, પેટલાદમાં 1.4 ઈંચ, મોરવા (હડફ)માં 1.3 ઈંચ વરસાદ વરસ્યો છે.

અંબાલાલ પટેલે આગાહી કરી કે, 15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

પાકિસ્તાનના પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ, કોર્ટ માર્શલનો આદેશ આપ્યો

0

પાકિસ્તાનની જાસૂસી એજન્સી ISIના પૂર્વ ચીફ ફૈઝ હમીદની મુશ્કેલીઓ વધી રહી છે. ફૈઝ હમીદ વિરુદ્ધ પાકિસ્તાન આર્મી એક્ટની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. ISPR તરફથી આપવામાં આવેલી માહિતી અનુસાર, ફૈઝ હમીદને સૈન્ય કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ટોપ સિટી હાઉસિંગ સ્કીમ કેસમાં ફૈઝ હમીદનું નામ સામે આવ્યું હતું. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા પૂર્વ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ વિરુદ્ધ ટોપ સિટી હાઉસિંગ સ્કીમ કેસમાં કરવામાં આવેલી ફરિયાદોની જાણકારી મેળવવા માટે પાકિસ્તાન સેનાની એક ટીમે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ફૈઝ અહમદ વિરુદ્ધ અનેક મામલા સામે આવ્યા હતા.

ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના પૂર્વ જાસૂસી ચીફ ફૈઝ હમીદને કસ્ટડીમાં લેવામાં આવીયા છે. ISPRએ કહ્યું, આ ઉપરાંત, ફૈઝ અહમદની નિવૃત્તિ બાદ પાકિસ્તાન આર્મી એક્ટના ઉલ્લંઘનના ઘણા મામલા પણ સામે આવ્યા છે.નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ સામે શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એવું પહેલી વખત થયું છે જ્યારે પાકિસ્તાનના પૂર્વ ઈન્ટેલિજેન્સના પ્રમુખ વિરુદ્ધ કોર્ટ માર્શલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ગયા વર્ષે 14 નવેમ્બર, 2023ના રોજ જાહેર કરવામાં આવેલા તેના લેખિત આદેશમાં પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સેવાનિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ પરના આરોપો અત્યંત ગંભીર પ્રકૃતિના છે. જો આરોપો સાચા સાબિત થાય છે, તો તેઓ દેશની સશસ્ત્ર દળો, ISI અને પાકિસ્તાન રેન્જર્સની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડશે, એટલે તેમની અવગણના કરી શકાય નહીં. ટોપ સિટી હાઉસિંગના મેનેજમેન્ટે પૂર્વ ISI ચીફ સામે ગંભીર આક્ષપ લગાવતા દાવો કર્યો હતો કે તેમણે તેના માલિક મોઈઝ ખાનની ઓફિસો અને ઘરો પર દરોડા પાડ્યા હતા. ત્યારબાદ નવેમ્બર 2023માં સુપ્રીમ કોર્ટે હાઉસિંગ સોસાયટીના માલિકને ફૈઝ હમીદ અને તેના સહયોગીઓ સામેની તેમની ફરિયાદોના સમાધાન માટે રક્ષા મંત્રાલય સહિત સંબંધિત વિભાગોનો સંપર્ક ક૨વા કહેવામાં આવ્યું હતું.

‘અનિશ્ચિતતા વધશે…’, સુપ્રીમ કોર્ટે UGC-NET પરીક્ષા અંગે અપ્યો આ મહત્વનો નિર્ણય

0

નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે, પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયને પડકારતી કેટલાક ઉમેદવારોની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ સમયે આ અરજીઓ સાંભળવાથી “અરાજકતા” સર્જાશે. આ અરજી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ મૂકવામાં આવી હતી.

UGC-NET: Supreme Court refuses to entertain plea challenging Centre's decision to conduct fresh examination - The Hindu

ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે 9 લાખ લોકો પરીક્ષા આપવાના છે. તેમને અનિશ્ચિતતામાં ધકેલી શકાય નહીં. અમુક વિદ્યાર્થીઓનું કહેવું હતું કે જૂનમાં થયેલી પરીક્ષાને રદ કરી દેવાઈ હતી. તેની સીબીઆઈ તપાસ ચાલુ છે દરમિયાન જ્યાં સુધી સીબીઆઈ તપાસ ચાલી રહી છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આયોજિત કરવી જોઈએ નહીં. યુજીસી નેટ પરીક્ષા 18 જૂને આયોજિત થઈ હતી પરંતુ આગલા જ દિવસે તેને રદ કરી દેવાઈ, કેમ કે સરકારને આ પરીક્ષામાં ગડબડી હોવાની જાણકારી મળી હતી.

ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે એ વાત પર જોર આપ્યું કે પરીક્ષા રદ કરીને બીજી વખત કરવાના નિર્ણયને બે મહિના વીતી ચૂક્યા છે. દરમિયાન અરજી પર વિચાર કરવાથી વિદ્યાર્થીઓ વચ્ચે અનિશ્ચિતતા વધશે અને તેના કારણે અરાજકતાનું વાતાવરણ ઊભું થઈ જશે.

ચીફ જસ્ટિસે કહ્યું, ‘આને અંતિમરૂપમાં રહેવા દો, આપણે એક આદર્શ દુનિયામાં રહેતાં નથી. 21 ઓગસ્ટે પરીક્ષા થવા દો, વિદ્યાર્થીઓ માટે નિશ્ચિતતા જળવાઈ રહે.’ બેન્ચે કહ્યું કે પરીક્ષામાં 9 લાખથી વધુ વિદ્યાર્થી ભાગ લઈ રહ્યાં છે અને માત્ર 47 અરજીકર્તાઓએ તેને પડકાર આપ્યો છે.

આ પણ વાંચો :-

ભરતપુરમાં બાણગંગા નદીમાં ડૂબી જવાથી સાત યુવકોના મોત

0

રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતમાં સાત યુવકોના બાણગંગા નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. તમામ યુવકો નદીમાં ન્હાવા ગયા હતા ત્યારે તેમના પગ ખાડામાં ફસાઈ જતાં તેઓ ડૂબી ગયા હતા. અકસ્માતમાંથી એક યુવક બચી ગયો હતો અને તેણે ગામલોકોને ઘટના વિશે જાણ કરી હતી, ત્યારબાદ મૃતકોના મૃતદેહ બહાર કાઢી શકાયા હતા.

પોલીસે એજન્સીને જણાવ્યું કે શ્રીનગર ગામના આઠ યુવકો ગામની નજીક વહેતી બાણગંગા નદીમાં નહાવા ગયા હતા, ત્યારે સાત યુવકો નદીમાં ઊંડા ખાડામાં ફસાઈ ગયા અને ડૂબી ગયા. જેમાં એક યુવક સલામત રીતે બચી ગયો હતો અને ગામમાં જઈને ગ્રામજનોને ઘટનાની જાણ કરી હતી.

Rajasthan: ભરતપુરમાં બાણગંગા નદીમાં ડૂબી જવાથી સાત યુવકોના મોત, ન્હાતી વખતે થયો અકસ્માત - Seven youths died after drowning in Banganga river in Bharatpur, an accident occurred while bathing

ગ્રામજનોએ ઘટનાસ્થળે પહોંચીને સાતેય મૃતદંડોને બહાર કાઢઢ્યા હતા. પોલીસ અધિકારી બલરામ યાદવે એજન્સીને જણાવ્યું કે મૃતક યુવકોની ઓળખ પવન સિંહ જાટવ (20), સૌરભ જાટવ (18), (ભૂપેન્દ્ર જાટવ (18), શાંતનુ જાટવ (18), લાખી જાટવ (20), પવન જાટવ (22) અને ગૌરવ જાટવ (16) તરીકે થઈ છે. તેમણે જણાવ્યું કે તમામ મૃતક યુવકો એક જ રહેવાસી છે અને એકબીજાના સગા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યા છે.

આ પણ વાંચો :-

‘રાહુલ ગાંધી સૌથી ખતરનાક માણસ છે’, કંગના રનૌતે આવું કેમ કહ્યું?

0

હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ કંગના રનૌતે સોમવારે ફરી એક વાર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે, કંગના રનૌતે રાહુલ ગાંધીને ‘સૌથી ખતરનાક માણસ’ ગણાવ્યા હતા. હિંડનબર્ગ રિસર્ચના તાજેતરના રિપોર્ટમાં માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન માધબી બૂચ પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, રાહુલ ગાંધીએ આ આરોપોને સમર્થન આપ્યું હતું અને ભાજપ અને અદાણી ગ્રુપની ટીકા કરી હતી.

કંગના રાણાવતે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ લખીને કહ્યું કે રાહુલ ગાંધી સૌથી ખતરનાક માણસ છે, તે કડવા, ઝેરીલા અને વિનાશક છે, તેમનો એજન્ડા છે કે તેઓ જો વડાપ્રધાન ન બની શકે તો આ દેશને બરબાદ કરવાનો છે. આપણા શેરબજારને સીધું નિશાન બનાવતો હિંડનબર્ગનો અહેવાલ, જેને રાહુલ ગાંધી ગઈકાલે રાત્રે સમર્થન આપી રહ્યા હતા, તે નકામી વાત સાબિત થઈ.

ગાંધીએ યુએસ સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આક્ષેપોને પગલે ભારતના શેરબજાર અંગે કડક ચેતવણી આપી હતી. તેમણે સેબીના વડા માધબી પુરી બુચ સામે સવાલો ઉભા કર્યા હતા. તેમણે એવો પણ સવાલ કર્યો હતો કે બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી અને સરકાર પાસે જવાબ માંગ્યો છે.

રાહુલ ગાંધીએ એક વિડિઓ સંદેશમાં જણાવ્યું હતું. “વિપક્ષના નેતા તરીકે મારી ફરજ છે કે તમારા ધ્યાન પર લાવવાની કે ભારતીય શેરબજાર પર નોંધપાત્ર જોખમ છે કારણ કે જે સંસ્થાઓ શેરબજારને સંચાલિત કરે છે તેઓ અયોગ્ય કાર્યો કરે છે. અદાણી જૂથ સામે એક ખૂબ જ ગંભીર આરોપ ગેરકાયદેસર શેરની માલિકી અને ઓફશોર ફંડ્સનો ઉપયોગ કરીને કિંમતમાં હેરાફેરી કરવાનો હતો.

આ પણ વાંચો :-

ગુજરાતમાં 24 કલાકમાં 153 તાલુકામાં ભારે વરસાદની આગાહી

0

ગુજરાતમાં ફરીથી મેઘરાજા મહેરબાન થયા છે. 24 કલાકમાં ગુજરાતના 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, વરસાદના આંકડા એક બે ઈંચ પુરતા રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે.

આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે ગુજરાતમાં મેઘરાજાની ફરી તોફાની બેટિંગ જોવા મળી હતી. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે આજે 12 ઓગસ્ટ 2024, સોમવારે સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં 82 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઉમરપાડામાં બે ઈંચ ખાબક્યો હતો. જ્યારે નવસારીમાં પણ બે ઈંચ વરસાદ નોંધાયો હતો. નવસારીના જલાલપોરમાં પોણા બે ઈંચ વરસાદ તો તાપીના વાલોડમાં દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Rain in 153 talukas of the state till 4 pm | સાંજના 4 વાગ્યા સુધી રાજ્યના 153 તાલુકામાં વરસાદ, સૌથી વધુ પંચમહાલના જાંબુઘોડામાં 6.3 ઇંચ

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, વરસાદનું પ્રમાણે ઓછું રહ્યું હતું. આ તાલુકામાં મોટાભાગના વિસ્તારોમાં અડધા ઈંચથી લઈને બે ઈંચ સુધી જ વરસાદ નોંધાયો હતો. જેમાં આણંદના અંકલેશ્વરમાં પોણા બે ઈંચ વરસાદ, નવસારીન ખેરગામમાં સવા ઈંચ અને ગાંધીનગરના દહેગામમાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે ગુજરાતમાં રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીમાં કૂલ 153 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં 22 તાલુકા એવા છે જ્યાં અડધા ઈંચથી એક ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો :-

સુરતમાં ફરી એકવાર નકલી નોટનું કાંડ ઝડપાયું, જાણો સમગ્ર ઘટના ?

0

સુરતમાં ફરી એકવાર કામરેજ માંથી નકલી નોટો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. કામરેજ ખાતે યુવાને વેબસિરીઝ જોઈને રત્નકલાકારે પોતાના ઘરે જ નકલી નોટો છાપવાનું શરુ કરી દીધુ હતું. અને આરોપી નકલી નોટો છાપીને બજારમાં વટાવતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી અને આરોપી પાસેથી 500, 200, 100ની નકલી નોટો સાથે પ્રિન્ટર, કાગળો સહિતની સામગ્રી પોલીસે કરી જપ્ત કરી હતી.

શાહિદ કપૂરની ફેમસ વેબ સિરીઝ ફર્ઝી માંથી શીખીને કામરેજના શ્રીજી એવન્યુ ફ્લેટ નં. બી-506માં રહેતા કરણ ગુણવંતભાઈ વાહેર પોતાના ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હતો જે બાતમીના આધારે પોલીસે ફ્લેટ પર રેડ કરતા રત્ન કલાકારની કલાકારી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે રત્નકલાકારના રૂમ માંથી 500નાં દરની 68 નંગ નોટો, 200ના દરની 114 નંગ નોટો, 100નાં દરની 32 નંગ નોટો મળી કુલ 214 બનાવટી ચલણી નોટો મળી આવી હતી.

આરોપીએ 500, 200, 100 દરની પ્રિન્ટ કરેલી બનાવટી ચલણી નોટો છાપવા મૂકી હતી. જે જોઈને પોલીસે પૂછપરછ કરતા રત્ન કલાકારે બનાવટી નોટો છાપતો હોવાનું કબૂલ્યું હતું. જેને લઈને પોલીસે બનાવટી નોટોના મુદામાલ સાથે કુલ 1,56,00 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી સ્થળ પરથી જ રત્નકલાકાર નામે કરણ વાઢેરને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

મુખ્ય સુત્રધાર રત્નકલાકાર કરણ વાઢેરે ફર્ઝી વેબસિરિઝ જોઈ બનાવટી ભારતીય ચલણી નોટો છાપવા પ્રેરાયો હતો. તે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં નાના દુકાનદારો, વેપારીને ટાર્ગેટ કરી અલગ અલગ જગ્યાએ માર્કેટમાં પાંચ મહિનાથી ટુકડે ટુકડે ડુપ્લિકેટ નોટ ફરતી કરતો હતો હાલ તો પોલીસે આરોપી કરણ વાઢેરે કેટલી માત્રામાં ક્યાં ક્યાં નકલી નોટો પધરાવી તેની તપાસ શરૂ કરી.

આ પણ વાંચો :-

ગુજરાતના ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો, 162 શંકાસ્પદ કેસ, 73 બાળકોના મોત

0

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસની સખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ચાંદીપુરાના કુલ 162 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ સાબરકાંઠામાં 16 શંકાસ્પદ કેસ નોંધાયા છે. શંકાસ્પદ કેસ પૈકી 60 કેસ હાલ પોઝિટિવ છે. ત્યારે ચાંદીપુરાના કારણે 73 દર્દીના મોત થયા છે. જ્યારે રાજ્યમાં અત્યાર સુધી 81 દર્દીઓ સાજા થયા છે.

Chandipura Virus: ચાંદીપુરા વાયરસે મચાવ્યો હાહાકાર..! જાણો લક્ષણો અને શું રાખશો તકેદારી? | Sandesh

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર, ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઈટીસના કુલ-162 કેસો છે. જે પૈકી સાબરકાંઠા-16, અરવલ્લી-07, મહીસાગર-04, ખેડા-07, મહેસાણા-10, રાજકોટ-07, સુરેન્દ્રનગર-06, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર- 08, પંચમહાલ-16, જામનગ2-08, મોરબી-06, ગાંધીનગર કોર્પોરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-04, વડોદરા-09, નર્મદા-02, બનાસકાંઠા-07, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-02, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-05, સુરત કોર્પોરેશન-02, ભરૂચ-04, અમદાવાદ-02, જામનગર કોર્પોરેશન-01, પોરબંદર- 01, પાટણ-01, ગીર સોમનાથ-01, અમરેલી-01 તેમજ ડાંગ-01 શંકાસ્પદ કેસો મળેલ છે.

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઈટીસના કુલ-162 કેસો પૈકી સાબરકાંઠા-05, અરવલ્લી-03, મહીસાગર-02, ખેડા-02, મહેસાણા-05, રાજકોટ-04, સુરેન્દ્રનગર-02, અમદાવાદ કોર્પોરેશન-06, ગાંધીનગર-03, પંચમહાલ-07, જામનગર-04, મોરબી-05, ગાંધીનગર કોર્પોરેશન-02, દાહોદ-03, વડોદરા-04, નર્મદા-01, બનાસકાંઠા-04, વડોદરા કોર્પોરેશન-01, દેવભૂમિ દ્વારકા-01, કચ્છ-04, સુરત કોર્પોરેશન-01, ભરૂચ-01, જામનગર કોર્પોરેશન-01, પાટણ-01 તેમજ ગીર સોમનાથ-01 એમ કુલ-73 દર્દીઓ મૃત્યુ પામેલ છે.

ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 08 દર્દી દાખલ છે તથા 81 દર્દીઓને રજા આપેલ છે. રાજસ્થાનના કુલ-07 કેસો પૈકી 01 કેસ પોઝીટીવ મળેલ છે જેમાં-04 દર્દી દાખલ છે તેમજ-03 દર્દી મૃત્યુ પામેલ છે. તથા મધ્ય પ્રદેશનાં -06 કેસો જેમાં -02 દર્દી દાખલ છે તેમજ -02 દર્દી મૃત્યુ પામેલ તથા-02 દર્દીને રજા આપેલ છે. તેમજ મહારાષ્ટ્રનો -01 કેસ જેમાં -01 દર્દી દાખલ છે.

આ પણ વાંચો :-

‘મને જેલમાંથી બહાર કાઢો’, કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

0

અરવિંદ કેજરીવાલે તેમની CBI ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. અરવિંદ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વહેલી સુનાવણીની માંગ કરી છે. ચીફ જસ્ટિસે તેમને ઔપચારિક ઈમેલ મોકલવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ED કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. પરંતુ સીબીઆઈના કેસમાં હજુ સુધી જામીન મળ્યા નથી. દિલ્હી હાઈકોર્ટે ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાનું કહેવામાં આવ્યું હતું.

કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટના 5 ઓગસ્ટના ચુકાદાને પડકાર આપ્યો છે.કેજરીવાલની અરજીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડ સામે ઉઠાવતા સીનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સેક્શન 45 (PML) હેઠળ ત્રણ જામીન આદેશ છે અને આ જામીન અરજી સેક્શન વગર 45ની છે. જેના પર CJIએ ઇમેલ કરવા કહ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ અથવા પીએમએલએ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યા હતા. જો કે, દિલ્હી હાઈકોર્ટે 25 જૂને આ આદેશ પર રોક લગાવી દીધી હતી. આ પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાંથી તેમને 12 જુલાઈના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.

EDએ 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી, 26 જૂનના રોજ, સીબીઆઈએ તેમને આ જ કેસમાં પોતાની કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીઓ અનુસાર, દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવા માટે તેમની પાસેથી લાંચ લેવામાં આવી હતી. દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટી આ દાવાઓને વારંવાર ફગાવી રહી છે.

આ પણ વાંચો :-