Home Blog Page 682

‘મને જેલમાંથી બહાર કાઢો’, કેજરીવાલે જામીન માટે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી

0

અરવિંદ કેજરીવાલે તેમની CBI ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. અરવિંદ કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ વહેલી સુનાવણીની માંગ કરી છે. ચીફ જસ્ટિસે તેમને ઔપચારિક ઈમેલ મોકલવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ED કેસમાં કેજરીવાલને વચગાળાના જામીન આપ્યા છે. પરંતુ સીબીઆઈના કેસમાં હજુ સુધી જામીન મળ્યા નથી. દિલ્હી હાઈકોર્ટે ધરપકડ વિરુદ્ધ કેજરીવાલની અરજી ફગાવી દીધી હતી. જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાનું કહેવામાં આવ્યું હતું.

કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટના 5 ઓગસ્ટના ચુકાદાને પડકાર આપ્યો છે.કેજરીવાલની અરજીને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડ સામે ઉઠાવતા સીનિયર વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે સેક્શન 45 (PML) હેઠળ ત્રણ જામીન આદેશ છે અને આ જામીન અરજી સેક્શન વગર 45ની છે. જેના પર CJIએ ઇમેલ કરવા કહ્યું છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મની લોન્ડરિંગ અથવા પીએમએલએ કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે જામીન આપ્યા હતા. જો કે, દિલ્હી હાઈકોર્ટે 25 જૂને આ આદેશ પર રોક લગાવી દીધી હતી. આ પછી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હવે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, જ્યાંથી તેમને 12 જુલાઈના રોજ વચગાળાના જામીન મળ્યા હતા. આ દરમિયાન સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે.

EDએ 21 માર્ચે દિલ્હી લિકર પોલિસી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પછી, 26 જૂનના રોજ, સીબીઆઈએ તેમને આ જ કેસમાં પોતાની કસ્ટડીમાં લીધો હતો. કેન્દ્રીય તપાસ એજન્સીઓ અનુસાર, દારૂના વેપારીઓને અયોગ્ય લાભ આપવા માટે તેમની પાસેથી લાંચ લેવામાં આવી હતી. દિલ્હી સરકાર અને આમ આદમી પાર્ટી આ દાવાઓને વારંવાર ફગાવી રહી છે.

આ પણ વાંચો :-

કોલકાતામાં મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં દેશમાં હડતાળની કરી જાહેરાત

0

પશ્ચિમ બંગાળના કોલકાતામાં રાજ્ય સરકાર દ્વારા સંચાલિત RG કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રિન્સિપાલ સંદીપ ઘોષે આજે સોમવારે રાજીનામું આપી દીધું છે અને આઉટડોર કાઉન્ટર બંધ રાખવામાં આવ્યું છે, જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટરની હત્યા કરવામાં આવી હતી. હત્યા પહેલા મહિલા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો.

આ ઘટના બાદ દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે અને ડોક્ટર એસોસિએશન ન્યાયની માંગ કરી રહ્યા છે. શરૂઆતમાં RG કર મેડિકલ કોલેજના ડોક્ટરોએ વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. આ પછી દિલ્હી એઈમ્સ સહિત દેશભરના અન્ય સ્થળો પરના ડૉક્ટરો પણ આ હડતાલમાં જોડાયા છે તેમજ જમ્મુ કાશ્મીર અને લખનઉના ડૉકટરો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.

પોલીસે આ કેસમાં તપાસ પૂર્ણ કરી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસ પોસ્ટમોર્ટમના અંતિમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. રિપોર્ટ આવ્યા બાદ આરોપીઓ સામે સુનાવણી શરૂ થશે. ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન (FORDA) અનુસાર, દેશભરના લગભગ ત્રણ લાખ ડોક્ટરો આજથી અનિશ્ચિત મુદત સુધી હડતાલ પર છે.

દેશની સૌથી મોટી હોસ્પિટલ દિલ્હી AIIMSમાં ડોક્ટરો હડતાલ પર ઉતાર્યા છે. રવિવારે સાંજે AIIMS હોસ્પિટલના કેમ્પસમાં RDA ડોક્ટરો દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. આ ઉપરાંત સફદરજંગની રામ મનોહર લોહિયા(RML) હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરો પણ હડતાલ પર ઉતરી ગયા છે. OPDમાં રેસિડેન્ટ ડોક્ટરે તેમની સેવાઓ બંધ કરી દીધી છે. જોકે, ઈમરજન્સી સેવાઓ ચાલુ છે. ડોક્ટરોની માંગ છે કે, આ સમગ્ર મામલાની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે. દેશભરની હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ. જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ.

આ પણ વાંચો :-

ઇઝરાયેલમાં હિઝબુલ્લા દ્વારા મોટો હુમલો, 10 રોકેટ છોડ્યા

મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે હિઝબુલ્લાએ ઇઝરાયેલ પર લગભગ 10થી વધુ મિસાઇલો છોડી છે. ઇઝરાયેલની સેના IDFએ આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, ગઇકાલે રાત્રે લેબનોનથી અનેક મિસાઇલો છોડવામાં આવી હતી. લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહે આ હુમલાની જવાબદારી લીધી છે અને કહ્યું કે, તેમણે ઈઝરાયેલના સૈન્ય મથકોને નિશાન બનાવીને આ હુમલો કર્યો છે. જેમાંથી મોટાભાગની મિસાઈલો ખુલ્લા મેદાનમાં પડી હતી, જેના કારણે કોઈ જાન-માલને નુકસાન થયું નથી.

આ હુમલા બાદ અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટીને મધ્ય પૂર્વમાં ગાઈડેડ મિસાઈલ સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટ સાથે વાત કરી અને તેમને કહ્યું કે, તેમણે મદદ માટે બે જહાજો અને સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. અમેરિકી રક્ષા મંત્રાલય પેન્ટાગોને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રક્ષા મંત્રી ઓસ્ટીને અબ્રાહમ લિંકન સ્ટ્રાઈક ગ્રુપને મધ્ય પૂર્વમાં હથિયારોની સપ્લાય વધારવા માટે કહ્યું છે.

ઇઝરાયેલ પર હિઝબુલ્લાહના હુમલા બાદ, યુએસ સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટીને મધ્ય પૂર્વમાં ગાઈડેડ મિસાઇલ સબમરીન તૈનાત કરવાની જાહેરાત કરી હતી. પેન્ટાગોન દ્વારા આ વાતની પુષ્ટિ પણ કરવામાં આવી છે. અમેરિકાએ ઈઝરાયલની મદદ માટે બે યુદ્ધ જહાજ અને એક સબમરીન મોકલી છે.

તાજેતરમાં જ ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના રાજકીય વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી હતી. ઈરાને આ માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. ત્યારથી, ગાઝા યુદ્ધના કારણે મધ્ય પૂર્વમાં ચાલી રહેલ તણાવ ઘણો વધી ગયો છે.

આ પણ વાંચો :-

સુરતમાં નકલી RC બુક બનાવાના રેકેટનો પર્દાફાશ

સુરતના RTOમાં એજન્ટની મિલીભગતથી નકલી RC બુક બનાવાના રેકેટનો પર્દાફાશ થયો છે. સ્માર્ટ કાર્ડવાળી 370 RC બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ અને 15 સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે ડભોલીની સર્જન વાટિકા સોસાયટીમાં દરોડા પાડ્યા હતા. આપઘાત કરનાર યુવકની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.

Surat News: Surat RTO e-auction of select golden and silver numbers of GJ 05 RS series of LMV

10 દિવસ પહેલા કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી યુવકે આપઘાત કર્યો હતો. બાઇકની લોન અંગે ફાઇનાન્સ કંપની ત્રાસ આપતી હોવાથી આપઘાત કર્યો હતો. ફાઇનાન્સ કંપનીની ત્રાસ આપતી હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ હતો. લોન બાકી હોવા છતાં અન્યના નામે RC બુક ટ્રાન્સફર થઇ ગઈ હતી. પોલીસ અને RTOએ તપાસ કરતા RC બુકનું ભોપાળુ બહાર આવ્યું

સમગ્ર ઘટનાની વાત કરવમાં આવે તો પોલીસે અંકિત વઘાસિયા અને જીતેન્દ્ર પટેલની ધરપકડ કરી છે,આ બન્ને આરોપીઓ આરટીઓ એજન્ટના સંપર્કમાં હતા અને આરટીઓમાંથી માહિતી મેળવી નકલી આરસી બુક બનાવતા હતા.પોલીસે તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 370 નકલી આરસી બુક જપ્ત કરી છે.100 કોરા સ્માર્ટકાર્ડ અને 15 સ્ટેમ્પ પણ જપ્ત કરાયા છે.

સુરતમાં થોડાક દિવસ પહેલા એક યુવકે આપઘાત કર્યો હતો,અને કારના રૂપિયાને લઈ મગજમારી ચાલતી હોવાથી આ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતુ તે કેસમાં પોલીસે તપાસ હાથધરતા આરસી બુક કૌભાંડનો છેડો હાથે લાગ્યો હતો.લોન બાકી હોવા છતાં અન્યના નામે RC બુક ટ્રાન્સફર થઇ ગઈ હતી જે કેસમાં યુવકે આપઘાત કર્યો હતો,જેના આધારે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

આ પણ વાંચો :-

હિંડનબર્ગ ધડાકા બાદ અદાણી ગ્રુપના શેર્સ તુટયા, રોકાણકારોને 53000 કરોડનો લોસ

0

હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી એપિસોડમાં સેબીના વડા પર સીધો આરોપ મૂકયા બાદ સોમવારે સ્‍થાનિક શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. આ સમયગાળા દરમિયાન મુખ્‍ય ભારતીય બેન્‍ચમાર્કમાં ઘટાડા સાથે વેપાર જોવા મળ્‍યો હતો. જ્‍યારે અદાણી ગ્રુપના શેરમાં 7%નો ઘટાડો થયો હતો. અદાણીના શેર્સ તુટતા રોકાણકારોને રૂ.53000 કરોડનો ધુંબો લાગ્‍યો છે. અદાણી ગ્રુપના ૧૦ શેર્સની વેલ્‍યુ ઘટીને 16.7 લાખ કરોડ થઇ છે.

Adani Enterprises' profits doubled | અદાણી એન્ટરપ્રાઈઝનો નફો બમણો થયો: એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રૂ. 1,455 કરોડ હતો, શેર 1.76% વધીને બંધ થયો | Divya Bhaskar

સવારે 10.18 વાગ્‍યે સેન્‍સેક્‍સ 430 પોઈન્‍ટ ઘટીને 79,275 પર ટ્રેડ થતો જોવા મળ્‍યો હતો. બીજી તરફ, નિફ્‌ટી 148 પોઈન્‍ટ ઘટાડા સાથે 24,218 ના સ્‍તરે ટ્રેડ થઈ રહ્યો હતો. યુએસ શોર્ટસેલર હિંડનબર્ગ રિસર્ચે સેબીના વડા માધાબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર અદાણી ગ્રૂપના શેરને વધારવા માટે ઉપયોગમાં લેવાતા ઓફશોર ફંડ્‍સમાં રોકાણ કરવાનો આરોપ મૂકયો છે. જો કે, બુચ દંપતીએ આરોપોને નકારી કાઢયા છે અને કહ્યું છે કે નિયમો અનુસાર રોકાણની તમામ માહિતી જાહેર કરવામાં આવી છે.

હિંડનબર્ગના નવા અહેવાલે અદાણી ગ્રુપના શેરોમાં હલચલ મચાવી દીધી છે. શરૂઆતના વેપારમાં અદાણી પાવર 9 ટકાથી વધુ ઘટયો હતો. અદાણી વિલ્‍મરમાં ૬ ટકાથી વધુનો ઘટાડો છે. તે જ સમયે, અદાણી ગ્રુપના બેન્‍ચમાર્ક સ્‍ટોક અદાણી એન્‍ટરપ્રાઈઝમાં પણ 3.17 ટકાનો ઘટાડો થયો છે. અદાણી ટોટલ ગેસ 7 ટકાથી વધુ ઘટયો છે. અદાણી એનર્જી સોલ્‍યુશનમાં પણ લગભગ સાડા ચાર ટકાનો ઘટાડો છે. ACCમાં 1.83 ટકા અને અંબુજા સિમેન્‍ટમાં 1.54 ટકાનો ઘટાડો છે. અદાણી ગ્રીન એનર્જી 3.61% ઘટી છે.

આ પણ વાંચો :-

બિહારના જહાનાબાદના સિદ્ધેશ્વર મંદિરમાં નાસભાગ, 7 શ્રદ્ધાળુઓના કરૂણ મોત

0

બિહારના જડાનાબાદમાં આજે સોમવારે એક દર્દનાક દુર્ઘટના સામે આવી છે. શ્રદ્ધાળુઓમાં નાસભાગમાં સાત લોકોના મોત થયા છે. વાણાવર સિદ્ધેશ્વર ધામના ભકતોની ભીડ વચ્ચે આ ઘટના બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ચોથા સોમવારે જલાભિષેક કરવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. ડઝનબંધ ભક્તો વાણાવર પર્વત પર પાતાળગંગાથી જતી સીડીઓ પર ચઢી અને નીચે ઉતરી રહ્યા હતા. મંદિર પાસેની સીડી પર કાવડીઓ વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. થોડી જ વારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

stampede-at-siddheshwarnath-temple-in-jehanabad-bihar-caused-by-a-police-lathi-charge-resulted-in-the-deaths-of-seven-people-378549

મંદિર પાસે હાજર પોલીસકર્મીઓએ પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અચાનક નાસભાગ મચી ગઈ હતી. અંધારામાં લોકો એકબીજાને કચડીને અહીં-તહીં દોડવા લાગ્યા. અહીં પોલીસ પરિસ્થિતિને કાબૂમાં લઈ રાકે ત્યાં સુધીમાં છ મહિલાઓ સહિત સાત શ્રદ્ધાળુઓના મોત થયા હતા. સોમવારે સૂર્યોદય પડેલા આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. મંદિર વિસ્તારમાં તૈનાત પોલીસકર્મીઓ અને સ્વયંસેવકોની મદદથી રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.

જહાનાબાદના એસએચઓ દિવાકર કુમાર વિશ્વકર્માએ જણાવ્યું હતું કે જેએફ ડીએમ અને એસપી ઘટનાસ્થળની મુલાકાત લઈ રહ્યા છે અને તેઓ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે… અમે પરિવારજનો (મૃતકો અને ઘાયલોના)ને મળી રહ્યા છીએ અને તેમની પૂછપરછ કરી રહ્યા છીએ… અમે લોકો (મૃતકો)ની કાળજી લઈ રહ્યા છીએ ઓળખ માટે, આ પછી અમે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીશું… કુલ 7 લોકોના મોત થયા છે.

મંદિરમાં હાજર ભક્તોએ જણાવ્યું કે, સિદ્ધેશ્વરનાથ મંદિરમાં રવિવાર રાતથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. રાત્રે 1 વાગ્યાની આસપાસ આ નાસભાગ થઈ હતી. મંદિરમાં હાજર તમામ લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા, ત્યારબાદ ડઝનબંધ લોકો મંદિર પરિસરમાં પડી ગયા અને ગંભીર રીતે ઘાયલ થયા.

આ પણ વાંચો :-

૧૨ ઓગસ્ટ, ૨૦૨૪ / આ રાશિના જાતકોપોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો. જાણો આજનુ રાશિફળ

મેષ

મનોબળમાં વધારો થાય. આવકનું પાસુ મજબૂત થતું જણાય. ધારેલી આવક મેળવવી શક્ય બને. પરિવારના સભ્યોની પ્રગતિથી આનંદ, છતાં થોડું ગુસ્સાવાળુ વાતાવરણ રહે. દામ્પત્ય સુખમાં આનંદ.

વૃષભ

અણગમતા સંજોગોનો સામનો કરવો પડે. આવક અંગે સામાન્ય દિવસ છે. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. પત્નિ સાથે પ્રેમ જળવાય. મિત્રોથી સહકાર મળે.

મિથુન

મનનું સિધ્ધાંતવાદી વલણ રહે. આવક જળવાશે. પરિવારના સભ્યો સાથે આત્મીયતા વધે. જુના રોકાણોથી ફાયદો તથા નવા રોકાણોનું યોગ્ય આયોજન શક્ય બને. સંતાનની પ્રગતિથી આનંદ વધે.

કર્ક

દિવસ દરમ્યાન આનંદની અનુભૂતિ થાય. કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ થાય. આથી આવક વધે. ઠંડાપીણા, પાણી, આઇસક્રીમના ધંધામાં વિશેષ લાભ.

સિંહ

થોડું ગુસ્સાનું પ્રમાણ રહે. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિ આનંદદાય સાબિત થાય. તમામ કાર્યોમાં સફળતા મળતી જણાય. આરોગ્ય સાચવવું.

કન્યા

સરળ સ્વભાવને કારણે અન્યની હેરાનગતિનો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું. આર્થિક પાસુ મજબૂત બને. જીવનસાથી સાથે ઉગ્રતા ટાળવી. ભાગ્યનો સાથ મળતાં ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય છે.

તુલા

સૌંદર્ય, કલા અને રસીક તત્ત્વના સંયોગથી આનંદની અનુભૂતિ થાય. હિંમત અને વિદ્વત્તામાં વધારો થાય. અણુઉર્જા, ઇલેકટ્રોનિક્સ, પુસ્તકાલય, કુરિયર જેવા ધંધામાં વિશેષ લાભ. લીવરની કાળજી રાખવી જરૂરી છે.

વૃશ્ચિક

સ્‍વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. સંતાન તરફની ચિંતા રહે. પત્નિ સાથે પ્રેમ જળવાય. પ્રિય પાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો નથી. આથી નોકરી-ધંધામાં શાંતિ રાખવી.

ધન

જીવનમાં અસંતોષ જણાય પણ માનસિક સ્થિરતા જળવાઇ રહે. ખોટા વિચાર મનનો કબજો ન લઇ લે એનું ધ્યાન રાખવું. મિત્ર વર્ગથી ખૂબ સારો સહકાર મળતો જણાય. આરોગ્ય સારૂં રહે. ધંધાકીયક્ષેત્રે આનંદમાં વધારો થાય.

મકર

નવી નોકરી અથવા ધંધાની શરૂઆત શક્ય બને.હાલના કાર્યક્ષેત્રમાં પ્રગતિ થતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. આર્થિક રોકાણોમાં ફાયદો જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. ઓટોમોબાઇલ ડીલર તથા ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ લાભ.

કુંભ

ભાગ્ય મજબૂત હોવાને કારણે ઓછી મહેનતે વધુ સફળતા મેળવી શકાશે. આવકનું પ્રમાણ વધશે પરંતુ ખોટો ખર્ચ અટકાવવો. શેરબજાર, સ્ત્રી શણગારના સાધનોના ક્ષેત્રે વિશેષ લાભ. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આરોગ્ય જળવાય.

મીન

મજબૂત આત્મબળને કારણે સાહસિક નિર્ણય લઇ શકો. પરિવારમાં આનંદ જળવાય. આવકનું પ્રમાણ સાધારણ રહે. માતાની તબિયતની કાળજી જરૂરી. માથાનો દુઃખાવો, પડવા-વાગવાથી સાચવવું. સંતાન સુખ સારૂં.

૧૧ ઓગસ્ટ, ૨૦૨૪/ આજ રવિવારના દિવસે ૬ રાશિના જાતકોને મળશે ધનલાભ, નોકરી ધંધામાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

મિત્રોનો સહકાર મ‍ળતા આર્થિક લાભ મ‍ળતો જણાય. િ‌દવસ દરમ્યાન આવક મળતી રહે. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. એક્ષપોર્ટ ઇમ્પોર્ટ, શિક્ષણ જેવા ધંધામાં વિશેષ લાભ.

વૃષભઃ

આવક અને ખર્ચ બન્નેમાં વધારો થતો જણાય. ધંધાકીય કાર્યક્ષેત્રે સારૂ ફળ મળતું જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ કરેલા રોકાણો યથાર્થ સાબિત થતા જણાય. લાંચ, રૂશ્વત લેવાથી દૂર રહેવું. આરોગ્ય જળવાશે.

મિથુનઃ

જીદ્દી અને સરળ સ્વભાવને કારણે કોઇ બનાવી ન જાય એનું ધ્યાન રાખવું આવક ઘટતી જણાય. પરિવારના સભ્યો સાથે શાંતિ રાખવી દામ્પત્ય જીવનમાં અસંતોષ વર્તાય. નાના યાત્રા પ્રવાસનું આયોજન શકય બને.

કર્કઃ

દિવસ દરમ્યાન ઉચાટ રહે. મન શાંત રાખવું. નાના ભાઇ બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. શેર બજાર સ્ત્રી શણગારની વસ્તુઓથી લાભ. આરોગ્ય સાચવવું. સ્નાયુનો દ‌ુખાવો સંભવ દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય.

સિંહઃ

આત્મબળ મજબૂત બને. માન-સન્માન માં વધારો થાય. રાજકારણી માટે સારો દિવસ. સરકારી કામકાજમાં સફળતા. અનાજ કરિયાણાના વેપારી માટે વધ‌ુ સફળતા. જીવનસાથી સાથે આનંદ. શરદી-કફનો પ્રકોપ રહે.

કન્યાઃ

નોકરી ધંધા ક્ષેેત્રે ફાયદો થતો અનુભવાય. ટેક્ષ કન્સલટન્ટ, એકાઉન્ટસ, હોટલના ક્ષેત્રે વિશેષ ફાયદો. નવા રેકાણો કરતી વખતે સાવધાની રાખવી જરૂરી. સંતાનોની પ્રગતિ થી આનંદ થાય. સ્વાર્થ વૃતિ વધે. પ્રતિષ્ઠા યશ ઘટે.

તુલાઃ

મહેનત વધારે કરવી પડશે. વારેવારે ખોટું લાગી જાય એવા પ્રસંગો બને. કુંટુંબના સભ્યો વચ્ચે વિખવાદને ટાળવો. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરવો. સંતાનની નાં પર કરેલા રોકાણાંમાં વિશેષ ફાયદો મળે. સ્વાસ્થય સારૂ રહેશે.

વૃશ્ચિકઃ

આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં મનમેળ રહે. સ્થાવર જંગમ ક્ષેત્રે કરેલું રોકાણ ફળદાયી નીવડે. માતૃપક્ષ થી લાભ. ટાયર, ટયુબ, કલર, કેમીકલ, બિલ્ડીંગ મટીરીયલના ધંધાર્થીઓ માટે શુભ દિવસ. ચર્મરોગોની કાળજી રાખવી.

ધનઃ

નાણાંકીય. બાબતોમાં સાનુકુળતા રહે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘર્ષ કરવો પડે. સ્થાવર જંગમ મિલકત માંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ-માથાના દુખાવાની સમસ્યા રહે. પત્નિ તરફથી આનંદ મળે.

મકરઃ

આવકની દૃ્‌્્ષ્ટિએ સારો દિવસ છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ રહે. કાર્યક્ષેત્રે સંઘષ કરવો પડે. સ્થાવર જંગમ મિલકત માંથી લાભ મળતો જણાય. ભાગ્ય સારૂ છે. તાવ-માથાના દુખાવા ની સમસ્યા રહે. પત્નિ તરફથી આનંદ મળે.

કુંભઃ

માન‌સિક રીતે મજબૂતાઇ જણાય. વાંચવાનો શોખ વધશે. આકસ્મિક ધનલાભના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં મધુરતા વધે. સાહિત્ય, સંશોધન, ફાઉનાન્સ મા કામ માં લાભ. ખોટું કામન કરવાની સલાહ છે. આરોગ્ય જળવાશે.

મીનઃ

સંતાન તરફથી ચિંંતા સતાવશે. વિદ્યાર્થી વર્ગને વધુ મહેનત જરૂરી કાર્યક્ષેત્રે સંઘર્ષ રહે. નોકરી ધંધામાં અસંતોષ નો અનુભવ થાય. મિત્રો તરફથી લાભ. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. કરોડરજ્જુ, દાંત અને હાડકાની કાળજી રાખવી જરૂરી.

દેશના 24 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

0

દેશના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદને કારણે પહાડોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શુક્રવારે (નવમી ઑગસ્ટ) પહાડ પરથી પડેલા પથ્થરને કારણે એક યુવકનું મોત થયું હતું. બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 128 માર્ગો પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. પંજાબ અને હરિયાણા સહિત 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે અનરાધાર | Moneycontrol Gujarati

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો, રાજસ્થાન અને દક્ષિણ ઝારખંડમાં ચક્રવાતી પવનો ઓછા દબાણવાળા વિસ્તારની બરાબર ઉપર વહી રહ્યા છે. તેની અસરને કારણે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, કેરળ, કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને તમામ સાત પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદી ઝાંપટા પડે તેવી શક્યતા છે. 14 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. 16 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે દક્ષિણ ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થા કથળી, શિક્ષિકા સોનલ પરમાર ચાલુ નોકરીએ એક વર્ષથી અમેરિકામાં!

0

દેશના વિવિધ રાજ્યોમાં બનતી ઘટનાઓ જે તે રાજ્યના વહીવટી તંત્રની પોલ ખોલતી હોય છે. બિહારમાં રોજ પડતા પુલ સાબિત કરે છે કે પીડબલ્યુડી ડિપાર્ટમેન્ટ કઈ રીતે કામ કરે છે. આવો જ એક કિસ્સો ગુજરાતનો બહાર આવ્યો છે, જે શિક્ષણ તંત્રની પોલ ખોલી નાખે છે.

A magical species elementary teacher | વુમનોલોજી: એક જાદુઈ પ્રજાતિ પ્રાથમિક શિક્ષક | Divya Bhaskar

આ મામલો બનાસકાંઠા જિલ્લાના અંબાજી પાસે આવેલી સરકારી શાળાનો છે. અહીંની એક શિક્ષિકા અમેરિકામાં રહે છે પણ તે એક સ્કૂલ ટીચર પણ છે. રસપ્રદ વાત એ છે કે તે પગાર પણ લઈ રહી છે. સ્થાનિક અધિકારીઓની મિલીભગત વિના આ શક્ય છે કે કેમ તેવો સવાલ ઉઠી રહ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે જ્યારે પણ તે ઈચ્છે છે ત્યારે તે 10 મહિના પછી દર દિવાળી પર આવે છે અને પછી 21 દિવસની રજા પણ લે છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજી સ્થિત એક શાળામાં અમેરિકામાં રહેતા અને ભણાવતા શિક્ષકની છેતરપિંડી બહાર આવ્યા બાદ જવાબદાર એજન્સી પાસે જવાબ દેવા જેવું કંઈ બચ્યું ન હોય તેમ જણાઈ રહ્યું છે. આ શિક્ષકા બે મહિના ભારતમાં અને 10 મહિના અમેરિકામાં રહે છે.

હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકો સોનલબેન પરમાર 1 સપ્ટેમ્બર 2023થી વિદેશ ગયા હતા. જેને લઇ તેઓએ NOC પણ લીધુ ન હતુ. ત્યારે આટલા મહિના સુધી શિક્ષિકા હાજર ન થતા ખેડા શિક્ષણ વિભાગ દ્વારા કોઇ પ્રકારના પગલાં ભરી ફક્ત નોટિસ આપીને સંતોષ માની લેવામાં આવ્યો હતો.

હવે હરકતમાં આવેલું તંત્ર જે પગલાં લે તે, પણ આઠ આઠ વર્ષ સુધી એક શિક્ષક સ્કૂલમાં ન આવે ને વિદેશમાં વસે અને કોઈ પૂછનાર કે ઉપરી અધિકારીને જાણ કરનાર ન હોય તે વાત પચતી નથી. શિક્ષકો વહેલા-મોડા આવે, ભણાવ્યા વિના નીકળી જાય, ઘણીવાર નશામાં આવે તેવી બધી ખબરો તો આપણે જાણી છે ત્યારે આ અલગ જ પ્રકારની ઘટના તંત્રની પોલ છત્તી કરે છે, સાથે સરકારી સ્કૂલમાં બાળકોના શિક્ષણના અધિકાર સાથે કેવા ચેડા થઈ રહ્યા છે તેની પણ સાક્ષી પૂરે છે.

આ પણ વાંચો :-