રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એક દુ:ખદ અકસ્માતમાં સાત યુવકોના બાણગંગા નદીમાં ડૂબી જવાથી મોત થયા છે. તમામ યુવકો નદીમાં ન્હાવા ગયા હતા ત્યારે તેમના પગ ખાડામાં ફસાઈ જતાં તેઓ ડૂબી ગયા હતા. અકસ્માતમાંથી એક યુવક બચી ગયો હતો અને તેણે ગામલોકોને ઘટના વિશે જાણ કરી હતી, ત્યારબાદ મૃતકોના મૃતદેહ બહાર કાઢી શકાયા હતા.
પોલીસે એજન્સીને જણાવ્યું કે શ્રીનગર ગામના આઠ યુવકો ગામની નજીક વહેતી બાણગંગા નદીમાં નહાવા ગયા હતા, ત્યારે સાત યુવકો નદીમાં ઊંડા ખાડામાં ફસાઈ ગયા અને ડૂબી ગયા. જેમાં એક યુવક સલામત રીતે બચી ગયો હતો અને ગામમાં જઈને ગ્રામજનોને ઘટનાની જાણ કરી હતી.
ગ્રામજનોએ ઘટનાસ્થળે પહોંચીને સાતેય મૃતદંડોને બહાર કાઢઢ્યા હતા. પોલીસ અધિકારી બલરામ યાદવે એજન્સીને જણાવ્યું કે મૃતક યુવકોની ઓળખ પવન સિંહ જાટવ (20), સૌરભ જાટવ (18), (ભૂપેન્દ્ર જાટવ (18), શાંતનુ જાટવ (18), લાખી જાટવ (20), પવન જાટવ (22) અને ગૌરવ જાટવ (16) તરીકે થઈ છે. તેમણે જણાવ્યું કે તમામ મૃતક યુવકો એક જ રહેવાસી છે અને એકબીજાના સગા છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યા છે.
આ પણ વાંચો :-