સુરતમાં ફરી એકવાર નકલી નોટનું કાંડ ઝડપાયું, જાણો સમગ્ર ઘટના ?

Share this story

સુરતમાં ફરી એકવાર કામરેજ માંથી નકલી નોટો પકડાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. કામરેજ ખાતે યુવાને વેબસિરીઝ જોઈને રત્નકલાકારે પોતાના ઘરે જ નકલી નોટો છાપવાનું શરુ કરી દીધુ હતું. અને આરોપી નકલી નોટો છાપીને બજારમાં વટાવતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી અને આરોપી પાસેથી 500, 200, 100ની નકલી નોટો સાથે પ્રિન્ટર, કાગળો સહિતની સામગ્રી પોલીસે કરી જપ્ત કરી હતી.

શાહિદ કપૂરની ફેમસ વેબ સિરીઝ ફર્ઝી માંથી શીખીને કામરેજના શ્રીજી એવન્યુ ફ્લેટ નં. બી-506માં રહેતા કરણ ગુણવંતભાઈ વાહેર પોતાના ઘરે બનાવટી ચલણી નોટો છાપતો હતો જે બાતમીના આધારે પોલીસે ફ્લેટ પર રેડ કરતા રત્ન કલાકારની કલાકારી જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી કારણ કે રત્નકલાકારના રૂમ માંથી 500નાં દરની 68 નંગ નોટો, 200ના દરની 114 નંગ નોટો, 100નાં દરની 32 નંગ નોટો મળી કુલ 214 બનાવટી ચલણી નોટો મળી આવી હતી.

આરોપીએ 500, 200, 100 દરની પ્રિન્ટ કરેલી બનાવટી ચલણી નોટો છાપવા મૂકી હતી. જે જોઈને પોલીસે પૂછપરછ કરતા રત્ન કલાકારે બનાવટી નોટો છાપતો હોવાનું કબૂલ્યું હતું. જેને લઈને પોલીસે બનાવટી નોટોના મુદામાલ સાથે કુલ 1,56,00 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી સ્થળ પરથી જ રત્નકલાકાર નામે કરણ વાઢેરને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

મુખ્ય સુત્રધાર રત્નકલાકાર કરણ વાઢેરે ફર્ઝી વેબસિરિઝ જોઈ બનાવટી ભારતીય ચલણી નોટો છાપવા પ્રેરાયો હતો. તે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારનાં નાના દુકાનદારો, વેપારીને ટાર્ગેટ કરી અલગ અલગ જગ્યાએ માર્કેટમાં પાંચ મહિનાથી ટુકડે ટુકડે ડુપ્લિકેટ નોટ ફરતી કરતો હતો હાલ તો પોલીસે આરોપી કરણ વાઢેરે કેટલી માત્રામાં ક્યાં ક્યાં નકલી નોટો પધરાવી તેની તપાસ શરૂ કરી.

આ પણ વાંચો :-