‘અનિશ્ચિતતા વધશે…’, સુપ્રીમ કોર્ટે UGC-NET પરીક્ષા અંગે અપ્યો આ મહત્વનો નિર્ણય

Share this story

નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ પરીક્ષા અંગે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે, પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયને પડકારતી કેટલાક ઉમેદવારોની અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે આ સમયે આ અરજીઓ સાંભળવાથી “અરાજકતા” સર્જાશે. આ અરજી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ મૂકવામાં આવી હતી.

UGC-NET: Supreme Court refuses to entertain plea challenging Centre's decision to conduct fresh examination - The Hindu

ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે 9 લાખ લોકો પરીક્ષા આપવાના છે. તેમને અનિશ્ચિતતામાં ધકેલી શકાય નહીં. અમુક વિદ્યાર્થીઓનું કહેવું હતું કે જૂનમાં થયેલી પરીક્ષાને રદ કરી દેવાઈ હતી. તેની સીબીઆઈ તપાસ ચાલુ છે દરમિયાન જ્યાં સુધી સીબીઆઈ તપાસ ચાલી રહી છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આયોજિત કરવી જોઈએ નહીં. યુજીસી નેટ પરીક્ષા 18 જૂને આયોજિત થઈ હતી પરંતુ આગલા જ દિવસે તેને રદ કરી દેવાઈ, કેમ કે સરકારને આ પરીક્ષામાં ગડબડી હોવાની જાણકારી મળી હતી.

ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે એ વાત પર જોર આપ્યું કે પરીક્ષા રદ કરીને બીજી વખત કરવાના નિર્ણયને બે મહિના વીતી ચૂક્યા છે. દરમિયાન અરજી પર વિચાર કરવાથી વિદ્યાર્થીઓ વચ્ચે અનિશ્ચિતતા વધશે અને તેના કારણે અરાજકતાનું વાતાવરણ ઊભું થઈ જશે.

ચીફ જસ્ટિસે કહ્યું, ‘આને અંતિમરૂપમાં રહેવા દો, આપણે એક આદર્શ દુનિયામાં રહેતાં નથી. 21 ઓગસ્ટે પરીક્ષા થવા દો, વિદ્યાર્થીઓ માટે નિશ્ચિતતા જળવાઈ રહે.’ બેન્ચે કહ્યું કે પરીક્ષામાં 9 લાખથી વધુ વિદ્યાર્થી ભાગ લઈ રહ્યાં છે અને માત્ર 47 અરજીકર્તાઓએ તેને પડકાર આપ્યો છે.

આ પણ વાંચો :-