Home Blog Page 680

સ્વતંત્રતા દિવસ નિમિત્તે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી લહેરાવ્યો તિરંગો

0

દેશ આજે ગુરુવારે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. આ પછી રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે તેમણે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું હતું કે, જ્યારે આપણે 40 કરોડ હતા ત્યારે આપણે મહાસત્તાને હરાવી હતી. આજે આપણે 140 કરોડ છીએ.

સંબોધન પહેલા પીએમ મોદીને સ્વદેશી 105 MM લાઈટ ફીલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવી હતી. સમારોહમાં લગભગ 6000 વિશેષ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને અટલ ઇનોવેશન મિશન જેવી પહેલ સાથે સંકળાયેલા લોકો, મેરા યુવા ભારતના સ્વયંસેવકો, આદિવાસી સમુદાયના લોકો અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

પીએમ મોદીએ કહ્યું, ‘આજે આપણે એવા અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરીએ છીએ જેમણે આપણને આઝાદ દેશ આપ્યો, આપણે આજે તેમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. તાજેતરની કુદરતી આફતને કારણે અમે ચિંતિત છીએ, ઘણા લોકોએ તેમના પ્રિયજનો, તેમની સંપત્તિ ગુમાવી છે, અમે તેમની સાથે એકતામાં ઊભા છીએ.

પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ‘આજનો દિવસ શુભ મુહૂર્ત છે. આપણે દેશની આઝાદી માટે શહીદ થયેલા અને પોતાનું જીવન સમર્પિત કરનાર સ્વતંત્રતા પ્રેમીઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છીએ. આ દેશ તેમનો ઋણી છે. અમે આવા દરેક દેશવાસીઓ પ્રત્યે અમારું સન્માન વ્યક્ત કરીએ છીએ. રાષ્ટ્રને પ્રેરણા આપતા પીએમ મોદીએ કહ્યું કે, “જ્યારે આપણે 40 કરોડ હતા ત્યારે આપણે મહાસત્તાને હરાવી હતી, આજે આપણે 140 કરોડ છીએ.

સુરત નજીક અમદાવાદ-મુંબઇ ડબલ ડેકર ટ્રેનના છ ડબ્બા છૂટા પડ્યા, મુસાફરો અટવાયા

સુરત નજીક ટ્રેનના ડબ્બા છૂટા પડ્યા છે. જેમાં વહીવટી તંત્ર અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. અમદાવાદથી મુંબઈ આવી રહેલી ડબલ ડેકર એક્સપ્રેસનો કોચ પશ્ચિમ રેલવે પર સુરત પહેલા સયાન ખાતે અલગ પડી ગયો હતો. ડબ્બો અલગ થઈ ગયો હોવાથી મુસાફરો ડરી ગયા હતા. જોકે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા છે અને પાટા પર ઉભા છે.

ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડ્યા છે. જેમાં બ્બા છૂટા પડતા મુસાફરો અટવાયા છે. ત્યારે ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર નથી. સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા છૂટા પડતા મુસાફરોના જીવ તાળવે ચોંટયા હતા. અમદાવાદ ડબલ ડેકર ટ્રેન મુસાફરોથી ભરેલી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા રેલવેનો ટેકનિકલ સ્ટાફ તેમજ સ્ટેશન મેનેજર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથધરી હતી. તેમજ મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા હતા.

અમદાવાદ ડબલ ડેકર ટ્રેન સુરત પહોંચી તે વખતે અચાનક ટ્રેનના ડબ્બા છૂટા પડી જતા મુસાફરોમાં દોડધામ મચી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી. ટ્રેન પાટા પરથી નીચે પણ ઉતરી ગઈ નથી. સાથે સાથે રેલવેની ટેકનિકલ ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથધરી હતી. ટ્રેનના ડબ્બા કઈ રીતે છૂટા પડયા તેને લઈ ટીમ હાલ નિરીક્ષણ કરી રહી છે સાથે સાથે હાલ આ ટ્રેનને રોકવામાં આવી રહી છે. ટ્રેનના ડબ્બા છૂટા પડતા હાલમાં રેલ વ્યવહારને અસર પડી રહી છે. અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ આવતી ટ્રેનો તેના સમય કરતા મોડી ચાલી રહી છે. ટ્રેનના ડબ્બાને જોડવામાં આવશે અને ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવશે તેવી માહિતી રેલવે વિભાગ તરફથી આપવામાં આવી રહી છે.

૧૫ ઓગસ્ટ, ૨૦૨૪/ શત્રુપક્ષથી રાખવી સાવધાન, ખોટા ખર્ચા ઉપર રાખવો કાબૂ, આ જાતકોને ગુરુવારે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

0

મેષઃ

મનોબળ મજબૂત બનતુ જણાય. આનંદ-ઉત્સાહમાં વધારો થતો જણાય. નિર્ણય શક્તિ મજબૂત બનતાં અગત્યના નિર્ણયો યોગ્ય રીતે લેવાય. આવકમાં વધારો થતો જણાય. ભાગ્ય પણ મજબૂત થતાં પ્રસન્‍નતા અનુભવાય.

વૃષભઃ

મનમાં પ્રસન્‍નતા અનુભવાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. નાનાભાઇ બહેનોની પ્રગતિથી આનંદ થાય. જમણી આંખની કાળજી રાખવી. નવા રોકાણો મુલતવી રાખવા. નોકરી-ધંધા બાબતે મિશ્ર ફળ મળતું જણાય.

‌મિથુનઃ

નાણાંકીય ક્ષેત્રે ફાયદો થતો જણાય. પૈસાની છૂટ વર્તાય. કાર્યમાં સફળતા. ભાગીદારીના ધંધામાં પ્રગતિ થાય. જમીન-મિલકત અંગેના વ્યવહારો આજે ટાળવા. દામ્પત્ય સુખમાં ‌વૃધ્ધિ થતી જણાય.

કર્કઃ

દિવસ દરમ્યાન માનસિક ચિંતા રહે. આવકમાં વધારો થતો જણાય. સ્વાસ્થ્યની કાળજી રાખવી. શરદી કફથી સાચવવું. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાશે. મિત્રો તરફથી લાભ.

‌સિંહઃ

નાણાંની વખતસર હેરફેર થતી જણાય. ધંધાકીય બાબતો અંગે લીધેલા નિર્ણયો સફળ બનતા જણાય. સંતાન સંબંધી ચિંતા રહે. ખોટા વિચારો કરવાથી દૂર રહેવું.

કન્યાઃ

નસીબ બળવાન બનતંુ હોવાને કારણે આવકમાં વૃધ્ધિ શક્ય બને. પરિવારમાં મતભેદ થવાના યોગ બને છે. માતૃ સુખ ઉત્તમ. નવા વાહનની ખરીદી શક્ય બને. નોકરી તથા ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

તુલાઃ

નસીબનો સાથ ઓછો મળતાં આવક માટે વધુ મહેનત કરવી જરૂરી બનશે. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી મન આનંદમાં રહેશે. કાર્યમાં સફળતા મળશે. તંદુરસ્તી જળવાશે. મિત્રોનો સાથ મળતો જણાતો નથી.

વૃ‌શ્ચિકઃ

આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં સુખ શાંતિ બરકરાર રહેશે. સ્થાવર જંગમ મિલકત અંગે ફાયદો થતો જણાશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. દામ્પત્ય સુખમાં આનંદની અનુભૂતિ જણાય.

ધનઃ

માનસિક શાંતિ વધતી જણાય. ગઇકાલના પ્રમાણમાં વિચારોમાં હકારાત્મકતા જણાય. આરોગ્ય સુધરતું જણાય. કાર્યક્ષેત્રે પણ સફળતા મળતી જણા.. સાંસારિક જીવનમાં આનંદની લાગણી પેદા થાય. ભાગ્ય વૃધ્ધિ થતી જણાય.

મકરઃ

આવક જાવકનું પાસુ સરભર થતું જણાય. મનની ઉચ્ચકોટિન ભાવના પેદા થાય. નાણાંનો બગાડ અટકાવવો. જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. નોકરીમાં થોડો અસંતોષ રહે. ધંધાકીય બાબતમાં સફળતા મળતી જણાય. આરોગ્ય જળવાય.

કુંભઃ

મનોબળ મજબૂત બનતું જણાય. પોતાનું જ ધાર્યું કરવાની ઇચ્છા પ્રબળ બને. આવક વધતી જણાય. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાનની ચિંતા રહે. આરોગ્ય જળવાશે. મિત્ર વર્તુળમાં વધારો થાય તથા તેમની સહાય મળતી જણાય.

મીનઃ

નોકરીમાં ટારગેટ પૂરા થતા જણાય. નવો ધંધો શરૂ કરી શકાય અને હાલના ધંધામાંથી ફાયદો મેળવી શકાય. માતાનો સહકાર મળતો જણાય. યશ, પ્રતિષ્‍ઠામાં વધારો થાય. હાડકાનો દુઃખાવો પરેશાન કરે. ખોટાખર્ચ વધી ન જાય એનું ધ્યાન રાખવું.

તેજસ્વી હોકી ખેલાડી, યુદ્ધના મેદાનમાં બહાદુર, શહીદ કેપ્ટન દીપક સિંહને ફિલ્ડ મેજરનો દરજ્જો મળ્યો હતો

0

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલુ છે. આ એન્કાઉન્ટરમાં ભારતીય સેનાની 48 રાષ્ટ્રીય રાઈફલ્સના કેપ્ટન દીપક સિંહ શહીદ થયા હતા. ભારતીય સેના દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. સૈન્ય અધિકારી હોવા ઉપરાંત તેઓ હોકીના તેજસ્વી ખેલાડી પણ હતા.શહીદ કેપ્ટન દીપક સિંહ કાઉન્ટર ઈન્સર્જન્સી 48 રાષ્ટ્રીય રાઈફલ્સમાં સિગ્નલ ઓફિસર તરીકે તૈનાત હતા. તે ક્વિક રિએક્શન ટીમનું નેતૃત્વ કરી રહ્યો હતો જે ડોડાના અસારમાં છુપાયેલા આતંકવાદીઓને શોધી રહી હતી. આ દરમિયાન આતંકીઓ સાથેની અથડામણમાં તે શહીદ થયો હતો.

શહીદ કેપ્ટન દીપક સિંહ એક શાનદાર ખેલાડી હતાસર્ચ ઓપરેશનમાં એક કંપનીનું નેતૃત્વ કરવા માટે યુવા સેનાને મુખ્ય ક્ષેત્ર બનાવવામાં આવી હતી. સામેથી પોતાની કંપનીનું નેતૃત્વ કરતાં તેણે યુદ્ધના મેદાનમાં શહીદ થતા પહેલા આતંકવાદીને મારી નાખ્યો. રાષ્ટ્રીય રાઈફલ્સમાં કેપ્ટન રહેવાની સાથે સાથે તેઓ હોકીના તેજસ્વી ખેલાડી પણ હતા.તેમની શહાદત પહેલા માહિતી આવી હતી કે ડોડાના અસાર વિસ્તારમાં એક આતંકવાદી ઘાયલ થયો હતો, જેના વિશે હવે માહિતી આવી છે કે તે માર્યો ગયો છે. સેનાએ ડોડા વિસ્તારમાં આતંકવાદ વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું.

સર્ચ ઓપરેશન દરમિયાન લોહીથી લથપથ થેલી મળી આવીમાહિતી અનુસાર, સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણના સ્થળેથી 4 લોહીથી લથપથ બેગ મળી આવી છે, જે દર્શાવે છે કે 4 જૈશ આતંકવાદીઓનું જૂથ ગંભીર રીતે ઘાયલ થયું છે. જ્યાં સુધી મૃતદેહો બહાર ન આવે ત્યાં સુધી તેની હત્યા કરવામાં આવી છે કે કેમ તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે. સેના દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.ગયા મહિને ડોડા જિલ્લામાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

આતંકવાદીઓ સાથેની અથડામણમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એક અધિકારી સહિત પાંચ જવાનોનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ એન્કાઉન્ટર ત્યારે થઈ જ્યારે રાષ્ટ્રીય રાઈફલ્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ના સૈનિકોએ ડોડા શહેરથી લગભગ 55 કિમી દૂર દેસા જંગલ વિસ્તારમાં ધારી ગોટે ઉરારબાગીમાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

15 ઑગસ્ટ પહેલા ડોડામાં અથડામણ, કેપ્ટન શહીદ અને ચાર આતંકવાદી ઠાર

0

જમ્મુ કાશ્મીરના ડોડામાં આજે વહેલી સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થયું હતું. વહેલી સવારથી જ સુરક્ષાદળો આતંકીઓની તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમનો સામનો આતંકીઓ સાથે થયો. જેમાં એક સેના અધિકારી(કેપ્ટન) ઈજાગ્રસ્ત થયો. આ અથડામણમાં ચાર આતંકીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

સૂત્રોએ જણાવ્યું કે કેપ્ટન દીપકે આગળ આવીને આ ઓપરેશનનું નેતૃત્વ કર્યું હતું. આતંકીઓ સાથે ગોળીબાર દરમિયાન કેપ્ટનને ગોળી વાગી. વધારે ઈજાગ્રસ્ત થવાને કેપ્ટનનું હોસ્પિટલમાં તેમનું મોત થયું. ઘટનાસ્થળેથી એમ4 રાયફલ મળી આવી છે.

જમ્મુ સંમાગના પહાડી વિસ્તારોમાં સેના દ્વારા સર્ચ અભિયાન શરૂ છે. જમ્મુના કઠુઆ, ઉધમપુર અને ડોડાના ધુસણખોરી કરી રહેલા આતંકીઓને લઈને સેના એલર્ટ છે.

ગાંધીનગર દુર્ઘટના: દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા 3 વ્યક્તિ સાબરમતીમાં ડૂબ્યાં

0

ગાંધીનગરના સેક્ટર-30 નજીક સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ વિર્સજન વખતે દુર્ઘટના બની છે. મૂર્તિ વિસર્જન કરતી વખતે એક કિશોરી ડૂબી હતી. જેના બચાવવા માટે ચાર લોકો કૂદ્યા હતા. આ બનાવમાં ત્રણ લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે સ્થાનિકોએ બે લોકોને બચાવી લીધા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદથી કેટલાક શ્રદ્ધાળુઓ દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે સેક્ટર-30 પાસે સાબરમતી નદી ખાતે આવ્યા હતા. જે દરમિયાન એક કિશોરી નદીના ઉંડા પાણીમાં ડૂબવા લાગી હતી. કિશોરીને ડૂબતી જોઈને ચાર લોકો પાણીમાં કૂદ્યા હતા અને કિશોરીની શોધખોળ આધરી હતી. જોકે તેઓ પણ ઉંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યા હતા.

બનાવ સમયે હાજર સ્થાનિકો દ્વારા બે લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. જ્યારે કિશોરીને બચાવવા માટે કૂદેલા ભારતીબેન પ્રજાપતિ અને અજય વણઝારા પણ ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. નદીમાં કિશોરી અને અન્ય બે લોકો ગરકાવ થયા હોવા અંગે ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ પહોંચી હતી.

ફાયરની ટીમ દ્વારા નદીમાં શોધખોળ હાથ ધરાઈ હતી. જે દરમિયાન પૂનમ પ્રજાપતિ, ભારતીબેન પ્રજાપતિ અને અજય વણઝારાનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો. ત્રણ લોકોના ડૂબી જવાથી મોત નીપજતાં દશામાની મૂર્તિ વિસર્જીત કરવા આવેલા શ્રદ્ધાળુઓમાં શોક પ્રવર્તી ગયો હતો.

આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત

0

યૌન ઉત્પીડન કેસમાં જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને રાજસ્થાન હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે આસારામની સારવાર માટે 7 દિવસની પેરોલ મંજૂર કરી છે. તે 1 સપ્ટેમ્બર, 2013થી જેલમાં છે અને હવે લગભગ 11 વર્ષ બાદ પેરોલ પર બહાર આવશે. આ પહેલીવાર છે જ્યારે આસારામની પેરોલ મંજૂર કરવામાં આવી છે. પોલીસ કસ્ટડીમાં સારવાર માટે મહારાષ્ટ્ર જશે. રાજસ્થાન હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ પુષ્પેન્દ્ર સિંહ ભાટીની ડિવિઝન બેન્ચે તેમની વચગાળાની પેરોલ મંજૂર કરી હતી.

મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલા આસારામની તબિયત અચાનક બગડી હતી. તેણે છાતીમાં દુ:ખાવાની ફરિયાદ કરી, ત્યારબાદ જેલ પ્રશાસને તેને જોધપુર એમ્સમાં દાખલ કર્યા હતા. મેડિકલ ચેકઅપ બાદ તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા . તેઓ 10 ઓગસ્ટથી જોધપુર AIIMSમાં દાખલ છે. આસારામની નાદુરસ્ત તબિયત અને જોધપુર AIIMSમાં દાખલ થયાના સમાચાર સાર્વજનિક થતાં જ તેમના સમર્થકોની ભીડ હોસ્પિટલની બહાર એકઠી થઈ ગઈ હતી. આસારામને 2018 માં જોધપુરની વિશેષ પોક્સો કોર્ટે સગીર પર બળાત્કારના દોષિ ઠેરવ્યા હતા અને તેને આજીવન કેદની સજા ફટકારી હતી.

આસારામ 2 સપ્ટેમ્બર 2013થી જેલમાં છે. યુવતીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે 15 ઓગસ્ટ, 2013ની રાત્રે આસારામે તેને જોધપુર નજીક મનાઈ સ્થિત પોતાના આશ્રમમાં બોલાવી હતી અને તેની સાથે બળાત્કાર કર્યો હતો. પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલેલા ટ્રાયલ બાદ પોક્સો કોર્ટે આસારામને દોષિત ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ગયા વર્ષે, ગુજરાતની એક અદાલતે આસારામને 2013માં તેમના સુરત આશ્રમમાં એક મહિલા અનુયાયી પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યા હતા.

કોલકાતામાં ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કેશની તપાસ CBIને સોંપવા હાઇકોર્ટનો આદેશ

0

કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા જુનિયર ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસના વિરોધમાં સમગ્ર દેશમાં દેખાવો થઈ રહ્યા છે ત્યારે કલકત્તા હાઈકોર્ટે મંગળવારે આ કેસની તપાસ સીબીઆઈને સોંપી દીધી હતી. આ સાથે હાઈકોર્ટે કહ્યું હતું કે હોસ્પિટલ તંત્ર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે અને ઘટનાના પાંચ દિવસ પછી પણ તપાસમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનું જોવા મળ્યું નથી. આ સાથે કલકત્તા હાઈકોર્ટે આરજી કર મેડિકલ કોલેજના પ્રિન્સિપાલને તાત્કાલિક અસરથી લાંબી રજા પર મોકલી દીધા હતા. વધુમાં બળાત્કાર-હત્યાની આ ઘટનાના વિરોધમાં સમગ્ર દેશમાં ડૉક્ટરો વિરોધ નોંધાવી રહ્યા છે.

કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવાંગનનમના અધ્યક્ષપદે ખંડપીઠે તાલિમી ડોક્ટરોના માતા-પિતાઓ દ્વારા દાખલ અરજીની સુનાવણી કરતાં બેન્ચે જણાવ્યું કે, મહિલા જુનિયર ડૉક્ટરના શરીર પર જે પ્રકારની ગંભીર ઈજાના નિશાન છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે હોસ્પિટલ તંત્રને ખબર હતી કે શું ઘટના થઈ છે તેમ છતાં તેણે ગંભીર બેદરકારી દર્શાવી છે. મૃતકના પરિવારજનો એવી એજન્સી મારફત તપાસ ઈચ્છે છે, જેમાં કોઈ ચેડાંની શક્યતા ના હોય.

મુખ્ય ન્યાયાધીશ ટીએસ શિવાંગનનમના અધ્યક્ષપદે વિભાગીય ખંડપીઠે કોલકાતા પોલીસને મંગળવારે સાંજ સુધીમાં કેસ ડાયરી કેન્દ્રીય તપાસ એજન્સીને સોંપવા અને બુધવારે સવારે ૧૦.૦૦ વાગ્યા સુધીમાં આ કેસ સંબંધિત બધા જ દસ્તાવેજો સીબીઆઈને સોંપવા નિર્દેશ આપ્યા હતા. આ સાથે હાઈકોર્ટે આંદોલન કરી રહેલા ડૉક્ટરોને તેમની હડતાળ બંધ કરવા અને સરકારી હોસ્પિટલમાં આવતા દર્દીઓની સારવારની તેમની ફરજ નિભાવવા જણાવ્યું હતું. હોસ્પિટલના કર્મચારીઓની પર્યાપ્ત સુરક્ષાની માગણી કરતા જુનિયર ડોક્ટરો અને ઈન્ટર્ન્સે મંગળવારે પણ હડતાળ ચાલુ રાખી હતી.

કલકત્તા હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના કેવી રાજેન્દ્રન કેસમાં અપાયેલા ચૂકાદાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, દુર્લભતમ કેસોમાં કોર્ટ પણ કેસ ટ્રાન્સફર કરવાની તેમની શક્તિનો ઉપયોગ કરી શકે છે. હાઈકોર્ટનો આ નિર્ણય એટલા માટે પણ મહત્વનો છે, કારણ કે મુખ્યમંત્રી મમતા બેનરજીએ પોતે કહ્યું હતું કે પોલીસ રવિવાર સુધીમાં આ કેસની સંપૂર્ણ તપાસ પૂરી કરે અને ખુલાસો કરે. 

હાઈકોર્ટે આરજી કર મેડિકલ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડૉ. સંદીપ ઘોષની પણ ઝાટકણી કાઢી હતી. બેન્ચે કહ્યું કે, આટલી મોટી ઘટના પછી પણ તેઓ એક્ટિવ થયા નહીં. પ્રિન્સિપાલ ઘોષે તુરંત લાંબી રજા પર ઉતરી જવું જોઈએ અને તેમને આ કામથી અલગ રાખવા જોઈએ. આ માણસ ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે અને તપાસ પર અસર કરી શકે છે. બેન્ચે ત્યાં સુધી કહી દીધું કે પ્રિન્સિપાલ ઘોષ મંગળવારે બપોરે ૩.૦૦ વાગ્યા સુધીમાં રજા પર નહીં ઉતરે તો અમે તેમની હકાલપટ્ટી કરી દઈશું. હાઈકોર્ટના આદેશ પછી ડૉ. સંદીપ ઘોષે આરજી કર કોલેજના પ્રિન્સિપાલ પદેથી રાજીનામું આપી દીધું હતું. જોકે, રાજ્ય સરકારે તુરંત જ તેમની નેશનલ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે નિમણૂક કરી દીધી હતી.

સરકારના આ પગલાંની હાઈકોર્ટે આકરી ઝાટકણી કાઢતા કહ્યું કે, રાજ્ય સરકારે કઈ પરિસ્થિતિમાં પ્રિન્સિપાલ જોડેથી રાજીનામું લેવાયું તે અંગે પણ વિચાર્યું નહીં. ડૉ. ઘોષે હાઈકોર્ટના આદેશ પછી પદ પરથી રાજીનામું આપ્યું તો તેમને બીજી કોલેજમાં જવાબદારી આપી દેવાઈ. જોકે, નેશનલ મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓએ તેમની નિમણૂક સામે વિરોધ નોંધાવ્યો હતો.

૧૪ ઓગસ્ટ, ૨૦૨૪ / બુધવારના દિવસે આ જાતકોનો પ્રમોશનનો યોગ, મળશે મોટી જવાબદારી, કરિયરમાં થશે પ્રગતિ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભામાં ગુસ્સાનો અનુભવા થાય. ‌દિવસ દરમ્યાન આળશ રહે. આ‌‌ર્થિક પાસુ મજબુત થાય. પ‌રિવારમાં વાદ‌વિવાદથી દૂર રહેવું. શરદી-કફનો ઉપદ્રવ રહેતો જણાય. માતાની ત‌બિયતની ‌ચિંતા રહે. વાહન સાચવીને ચલાવવું.

વૃષભઃ ‌

દિવસ દરમ્યાન આનંદનો અનુભવ તાય. સારા સમાચારા સાંભળવા મળે. નાણાંકીય બાબતોમાં લાભ મળતો જણાય. બપોર બાદ આવક ઘટતી જણાય. ‌‌પ્રિયપાત્રનું ‌મિલન શક્ય બને. દામ્પત્ય સુખમાં આનંદ.

મિથુનઃ

સ્‍વભામાં જીદનું પ્રમાણ વધે. ખોટા ‌‌વિચારો મગજ ઉપર હાવી થાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. નોકરીયાત વર્ગને આનંદ, ધંધાવાળાએ સાચવવું. બ્લડપ્રેશરના દર્દીએ ‌વિશેષ કાળજી રાખવી જરૂરી.

કર્કઃ ‌

દિવસની શરૂઆત આનંદથી થતી જણાય. બપોર બાદ મન અશાંત રહેતું જણાય. ‌વિદ્યા-અભ્યાસમાં મન એકાગ્રત રહેતું જણાય. ‌સિંતાનની પ્રગ‌તિથી આનંદ અનુભવાય. બપોર બાદ આરોગ્ય ક્ષેત્રે સાવધાની જરૂરી.

સિંહઃ ‌

દિવસ દરમ્યાન આનંદ, ઉત્સાહ, તાગજીનો અનુભવ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. નાણાંકીય વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. માતૃપક્ષ તરફથી સુખાકારી જળવાય. સારા સમાચારા મળે. સ્થાસ્થય સારૂં રહે.

કન્યાઃ 

પરોપકાર, દાન કરવાની ભાવના પ્રબળ બને. વાણીના પ્રભાવ થકી સફળતા મળતી જણાય. પ‌રિવારમાં સ્નેહ વધે. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની ત‌બિયતનું ધ્યાન રાખવું. આરોગ્ય જળવાશે.

તુલાઃ 

દીલમાં અજંપો વર્તાય. આવક વધતી જણાય. પ‌રિવારમાં સભ્યોની ત‌બિયતની કાળજી રાખવી જરૂરી. સ્થાવર-જંગમ ‌મિલકત અંગેના વ્યવહારોમાં સાવધાની રાખવી જરૂરી. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃ‌શ્ચિકઃ 

મન ચંચળ રહે. ખોટા ‌વિચારો મનનનો કાબુ લેતા જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. જીવનસાથી સાથે પ્રેમની અનુભૂ‌તિ થાય. ‌પ્રિય પાત્ર સાથે વાત કરવાના સંયોગ ઉભા થતા જણાય.

ધનઃ ‌

દિવસ દરમ્યાન મુંઝવણનો અનુભવ થાય. ‌વિચારોવાયુ વધારો રહે. ખોટા ‌વિચારો આવે. આ‌‌ર્થિક ફાયદો થતો જણાય. શરીરમાં ઢીલાશ અનુભવાય. બહાર નીકળવાનું ટાળવું.

મકરઃ 

આનંદ ઉત્સાહનું વાતાવરણ પેદા થાય. નવું કામ કરવાની ઈચ્છા પ્રબળ બને. પ‌રિવારમાં શાં‌તિ જળવાય. આવક પણ વધતી જણાય.‌‌ ‌મિત્રો તરફથી સારા સમચારા અને સહકાર મળતો જણાય. સ્વાસ્થય સારૂ રહે.

કુંભઃ 

માન‌સિક ‌ચિંતા રહે. ખર્ચનું પ્રમાણ વધતું જણાય. ધંધા સંબંધી ‌ચિંતા રહે. નોકરીયાતને ઉપરી ‌‌અ‌‌ધિકારીથી ઠપકો સાંભળવો પડે. માતા વૃદ્ધ હોયતો ત‌બિયત સાચવવી. ‌દિવસ શાં‌તિથી પસાર કરી દેવો.

મીનઃ 

આવકનું પ્રમાણ વધવાથી ‌દિવસ દરમ્યાન આનંદ વધે. નાના ભાઈ બહેનો સાથે વાવ‌વિવાદ ટાળવો, ભાગ્યનો સાથ મળે. ‌મિત્રો તરફથી સાથ સહકાર મળતો જણાય. આંખ અને કમરનાં દુઃખાવાથી સાચવવું.

ગુજરાતના ફર ચોમાસું સક્રિય, રાજ્યમાં 182 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેટલો પડ્યો 

0

ગુજરાતમાં દે ધનાધન વરસાદ આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 182 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.. સૌથી વધુ અસર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં થઈ છે. રાજ્યના કુલ 34માંથી 33 તાલુકામાં વરસેલા 1 ઈંચથી વધુ વરસાદ વાળા તાલુકા મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવે છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે. 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. રાજ્યમાં સીઝનનો સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ છે. બિકાનેર પાસે મોન્સૂન ટ્રફના કારણે વરસાદ પડશે.

નવસારીમાં સાડા ત્રણ ઈંચ, ઉમરપાડામાં ત્રણ ઈંચ, આણંદમાં ત્રણ ઈંચ, જલાલપોરમાં 2.6 ઈંચ, પલસાણામાં 2.5 ઈંચ, ડભોઈમાં 2.2 ઈંચ, હાલોલ અને ડોલવણમાં 2 ઈંચ, વલોડમાં 1.8 ઈંચ, સુબીરમાં 1.7 ઈંચ, મહુવામાં 1.6 ઈંચ, વાંસદામાં 1.6 ઈંચ, બારડોલીમાં 1.5 ઈંચ, વઘઈમાં 1.5 ઈંચ, ડેડિયાપાડામાં 1.5 ઈંચ, સાવલીમાં 1.5 ઈંચ, સોજીત્રામાં 1.5 ઈંચ, માંગરોળમાં 1.5 ઈંચ, પેટલાદમાં 1.4 ઈંચ, મોરવા (હડફ)માં 1.3 ઈંચ વરસાદ વરસ્યો છે.

અંબાલાલ પટેલે આગાહી કરી કે, 15 મી ઓગસ્ટથી હિંદ મહાસાગરમાં એટમોસ્ફિયરિક વેવ સક્રીય થતા બંગાળની ઉપસાગરમાં ભારે સિસ્ટમ બનશે. 17 થી 24 ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે. રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. 15 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. બંગાળ ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થશે. એટસ્મોફેરિંગ વેવ મજબૂત થતાં સિસ્ટમ સક્રિય થશે. દેશના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે. ભારે વરસાદના લીધે પૂરની સ્થિતિ સંભવી શકે છે. 8થી 14 ઓગસ્ટ સુધીમાં સારા વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.