Home Blog Page 668

સુરતના ધારાસભ્યએ ખાડારાજના ત્રાસથી મનપા કમિશનરને પત્ર લખ્યો

સુરત મહાનગરપાલિકા માટે રસ્તાના પ્રશ્ન બાબતે એક સાંધે તો તેર તૂટે જેવી સ્થિતિ સર્જાય છે. છેલ્લા દોઢ મહિનામાં સુરતીઓ સૌથી વધારે ત્રસ્ત ખરાબ રસ્તાના કારણે થયા છે. વરાછાના ધારાસભ્યએ વધુ એક પત્ર લખ્યો છે. શહેરની જનતાને ખાડારાજના ત્રાસથી મુક્ત કરાવવા પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકાના કમિશનરને પત્ર લખ્યો છે. પત્ર લખી તંત્રના કાન આમળવાનો ફરી પ્રયાસ કર્યો છે. ખાડાઓથી લોકો ત્રાહિમામ, છતાં મનપાનું તંત્ર મૂર્છા અવસ્થામાં હોવાનો પત્રમાં ઉલ્લેખ કરાયો છે. યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવે અને ખાડા રાજમાંથી શહેરીજનોને મુક્ત કરાવવા તેમણે પત્રમાં માગ કરી છે.

એક તરફ શહેરભરમાં ટ્રાફિક સિગ્નલ લગાડી દેવામાં આવ્યા છે, જેમાં અલગ-અલગ ટાઈમ પ્રમાણે ત્યાંથી પસાર થવાનું હોય છે. પરંતુ રસ્તાઓની સ્થિતિ એટલી ખરાબ છે કે બમણો સમય પસાર કરવામાં થઈ રહ્યો છે. જેના કારણે ટ્રાફિક સિગ્નલ ઉપરથી ખૂબ ઓછા વાહનો પ્રસાર થાય છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યા વધુ વક્રી રહી છે. વરાછા વિધાનસભાના ધારાસભ્યએ મ્યુનિસિપલ કમિશનરને ખખડધજ રસ્તા બાબતે પત્ર લખ્યો છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસા દરમિયાન શહેરના તૂટેલા રસ્તાને યુદ્ધના ધોરણે રિપેર કરવાની વાત કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાત દિવસમાં જ રસ્તા રિપેરિંગ કામ પૂર્ણ કરવા માટેની તાકીદ કરી દેવામાં આવી હતી. પરંતુ હજી સુધી શહેરના મોટાભાગના રસ્તાઓ રિપેર થયા નથી. મેયર દ્વારા પર આ બાબતે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું, પરંતુ શહેરના રસ્તાઓ બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં જે રીતે ધોધમાર વરસાદ શહેરમાં વરસી રહ્યો છે, તેના કારણે હતા એના કરતાં પણ વધારે ખરાબ સ્થિતિમાં શહેરના રસ્તાઓ થઈ ગયા છે.

આ પણ વાંચો :-

નકલી પોલીસે સુરતના લોકો પાસેથી આ રીતે પડાવ્યા 1.73 લાખ રૂપિયા

સુરત શહેરના વરાછાના માતાવાડી વિસ્તારમાં આવેલી ભોળાનગર સોસાયટીમાં 39 વર્ષીય મનસુખ મોહનભાઈ સવાણી પરિવાર સાથે રહે છે અને વરાછાના પટેલનગરમાં એમ્બ્રોડરીનું કારખાનું ધરાવે છે. રોજ રજા હોવાથી સાત જેટલા મિત્રો મળીને ભજીયાની પાર્ટીનો પ્રોગ્રામ કર્યો હતો. આ દરમિયાન તમામ મિત્રો જુગાર રમી રહ્યા હતા. દરમિયાન ચાર જેટલા અજાણ્યા શખસો આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો. એક શખ્સ દાદરમાં ઉભો હતો. આ અજાણ્યા શખસોએ પોતે ડી-સ્ટાફવાળા પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસ હોવાની જાણ થતા જ તમામ મિત્રો હાંફળા-ફાંફળા થઈ ગયા હતા.

પોલીસની ઓળખ આપનાર શખસોએ એ સમયે જે સ્થિતિમાં બેસ્યા છો તે સ્થિતિમાં જ બેસવા અને જુગાર રમો છો તો હવે જુગારનો કેસ થશે, તેમ કહીને ધાક-ધમકી આપી હતી. ત્યારબાદ બળજબરીપૂર્વક તમામની પાસે રહેલા 1.73 લાખ રૂપિયા, મોબાઈલ ફોન અને બાઇકની ચાવીઓ લઈ લીધી હતી. ત્યારબાદ એક થેલીમાં મૂકી દીધી હતી. આ સાથે જુગારનો મોટો કેસ કરીને ન્યૂઝ પેપરમાં આપવાની વાત કરીને ધમકાવવામાં આવ્યા હતા. આ ચાર અજાણ્યા પૈકી બે શખ્સ એક બાદ એક મિત્રોને વારાફરથી ઓફિસની બહાર લઈ જતા હતાં અને જુગારનો મોટો કેસ કરવાનો છે, તમારે પતાવટ કરવી છે કે શું કરવું છે? પતાવટ માટે પણ રૂપિયા કેટલા આપશો? તે પૂછતા હતા.

આ દરમિયાન મનસુખે દાવ ઉપરના રૂપિયામાંથી દસ હજાર રૂપિયા આપીશું તેમ કહ્યું હતું. જેથી આ રૂપિયા ભૂલી જાઓ અને તેના સિવાયના કેટલા રૂપિયા આપશો? તેમ કહીને ધમકી આપી હતી. ત્યારબાદ તેમને 1.73 લાખ રૂપિયા મળ્યા છે તે આપી દેવાની વાત કરી હતી. જેથી અજાણ્યા શખસે રૂપિયા લઇ લીધા હતા અને મોબાઈલ, બાઈકની ચાવી પરત આપી દીધી હતી.અને કોઈને આ વાતની જાણ ન કરવા જણાવ્યું હતું.

અજાણ્યા શખસો જતા રહ્યા બાદ તમામ મિત્રોને શંકા ગઈ હતી. જેથી સીસીટીવીની પણ તપાસ કરી હતી. ત્યારબાદ આ આવેલા અજાણ્યા શખ્સો મહેશ ડાંગર, આકાશ વાઘેલા, લલિત, હિતેશ અને હરીશ કારડિયા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વરાછા પોલીસ સ્ટેશન ખાતે પહોંચીને આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જેથી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ ગુનામાં મુખ્ય આરોપી પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો ત્યારે પોલીસે આ મામલે મુખ્ય આરોપી જીતેશ ઉર્ફે માધુરીની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી અન્ય ઇસમોને સાથે રાખી જુગારની ટીપ આપી હતી.

આ પણ વાંચો :-

સર્વોચ્ચ અદાલતમાં પેન્ડીંગ કેસોની સંખ્યા 83000 ઉપર

0

સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા દસ વર્ષમાં તેમાં આઠ ગણો વધારો થયો છે. તે જ સમયે, વધતા જતા કેસોને માત્ર બે વાર જ કાબુમાં લેવાયા છે. હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા લગભગ 83 હજાર છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે. ઉલ્લેખનીય છે કે 2008માં સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા ૨૬ થી વધારીને 31કરવામાં આવી હતી. પરંતુ તેમ છતાં સુપ્રીમ કોર્ટમાં પડતર કેસોમાં કોઈ ઘટાડો થયો નથી. 2013માં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસ 50 હજારથી વધીને 66 હજાર થઈ ગયા હતા. જોકે, 2014માં તે ઘટીને 93 હજાર થઈ ગયો હતો. તે સમયે સીજેઆઈ પી સતશિવમ અને આરએમ લોઢા હતા. બાદમાં, CJI HL દત્તુના કાર્યકાળ દરમિયાન, 2015 માં, સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ૫૯ હજાર હતી.

સુરતના પોલીસ કમિશનર સહિત ટોપ IPS પર સુપ્રીમ લાલઘૂમ : કહ્યું- આનો જવાબ આપવા આવવું પડશે અને બિસ્તરાં-પોટલાં લઈને આવજો |Supreme Lalghum on top IPS including Police ...

આગામી વર્ષે એટલે કે ૨૦૧૬માં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા 93 હજાર સુધી પહોંચી ગઈ હતી. તે સમયે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી.એસ.ઠાકુર હતા. બાદમાં જસ્ટિસ જેએસ બેકરના કાર્યકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસની સંખ્યા ઘટીને પડે હજાર થઈ ગઈ હતી. જસ્ટિસ ખેકરે કોર્ટમાં પેપરલેસ કામ કરવાની દરખાસ્ત કરી હતી. 2018 માં, જ્યારે જસ્ટિસ દીપક મિશ્રા CJI હતા, ત્યારે પેન્ડિંગ કેસ ફરી વધીને 57000 પર પહોંચી ગયા. આ પછી આવેલા CJI જસ્ટિસ રંજન ગોગોઈએ સરકારને સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવા માટે મનાવી હતી. પરંતુ જજની સંખ્યા વધ્યા બાદ કેસોની સંખ્યામાં પણ વધારો થયો અને પેન્ડન્સી વધીને 50 હજાર કેસ થઈ ગયા.

આગામી વર્ષે એટલે કે 2016માં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા 93 હજાર સુધી પહોંચી ગઈ હતી. તે સમયે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ટી.એસ.ઠાકુર હતા. બાદમાં જસ્ટિસ જેએસ બેકરના કાર્યકાળ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસની સંખ્યા ઘટીને પડે હજાર થઈ ગઈ હતી. જસ્ટિસ ખેકરે કોર્ટમાં પેપરલેસ કામ કરવાની દરખાસ્ત કરી હતી. 2018 માં, જ્યારે જસ્ટિસ દીપક મિશ્રા CJI હતા, ત્યારે પેન્ડિંગ કેસ ફરી વધીને 57000 પર પહોંચી ગયા. આ પછી આવેલા CJI જસ્ટિસ રંજન ગોગોઈએ સરકારને સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધારવા માટે મનાવી હતી. પરંતુ જજની સંખ્યા વધ્યા બાદ કેસોની સંખ્યામાં પણ વધારો થયો અને પેન્ડન્સી વધીને 50 હજાર કેસ થઈ ગયા.

આ પણ વાંચો :-

૩૦ ઓગસ્ટ, ૨૦૨૪ / શુક્રવારના દિવસે આ રાશિના જાતકોને કામકાજમાં મળશે સફળતા, ધંધામાં ઉભી થશે નવી તકો, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

દિવસ દરમ્યાન નવી શકિતનો સંચય થતો જણાય. પરિવારના તામામ સભ્યો સાથે આનંદ-ઉત્સાહ વધતો જણાય. જુના રોકાણ થી લાભ મળતો જણાય, પરંતુ નવા રોકાણો મુલતવી રાખવા. માતાની તબિયત બગડતી જણાય.

વૃષભઃ

પરિવારમાં વિખવાદ થવાની શકયતા છે. કરેલા કાર્યની સફળતામાં મુશકેલી રહે. જમણા હાથની કાળજી રાખવી. આજે આપને ભાગ્યનો સાથ મળતો નથી. મિત્રો સાથેના સંબંઘો ન બગડે અેનું ખાસ ધ્યાન રાખવું.

મિથુનઃ

દિવસ દરમ્યાન આવકનું પ્રમાણ ધટતું જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી રાખવી જરૂરી. જમણી આંખમાં ઇજાથી સાચવવું. સંતાન સુખ સારૂ મળશે. સંતાન મોજમાં શોખ માં પૈસા વાપરશે. નવા નાણાંકીય રોકાણો લાભ દાયક પૂરવાર થાય.

કર્કઃ

અભ્યાસ, ગ્રહણશકિત વધે. બીજાની નકલ કરવાની ઇરછા થાય. વ્યસનથી દૂર રહેવું. ધનનો બગાડ ટાળવો. યાર્નને લગતાં, ટ્રાવેલીંગ, દલાલ, પાણીઓ-પશુઓને ધંધા વાળા ને ફાયદો. જીવનસાથીની તબિયત બગડતી જણાય.

સિંહઃ

રોગ પ્રતિકારક શકિત નબળી પડતી જણાય. શરદી-ખાંસી નો ઉપપ્રવ વધે. ડિપ્રેશનના શિકાર ન બનાય અેનું ધ્યાન રાખવું આકસ્મિક ધનહાનિ ના યોગ બને છે. દામ્પત્ય જીવનમાં ઉગ્રતા રહે. નોકરી-ધંધામાં પ્રગતિ.

કન્યાઃ

ખોટી સોબતને કારણે પસ્તાવાનો વખત આવે. સંતાનો તરફથી ચિંતા રહે. વિધાર્થીવર્ગને માનસિક ટેન્શન રહે. આવક ધટતી જણાય. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય કાર્યા મુલતવી રાખવા.

તુલાઃ

વિચારવાયુ નું પ્રમાણ વધે. વિલંબે કાર્યસફળતા સિધ્ધ થતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. ધંધાકીય બાબતો અંગે ચિંતા વધ. ખોટા નિર્ણય લેવાઇ જાય. પ્રતિષ્ઠાને હાનિ પહોંચતી જણાય.

વૃશ્ચિકઃ

આવક ઓછી થતી જણાય. પરિવારમાં મન દુઃખ થવાના યોગ બને છે. જો જમીન-મકાનમાં રોકાણ કયું હોય તો તેમાંથી ફાયદો મેળવી શકાય. નસીબનો સાથ મ‍ળતો નથી. ધાર્મિક બાબતોમાં રસ વધતો જણાય.

ધનઃ

આજે આપને માટે સૈથી અગત્યની બાબત આપનું આરોગ્ય છે. આજે સંભળજો શરદી-ખાંસી, તાવ થી અવશ્ય સાચવશો. માનસિક હાલત બગડતી જણાય. પાણીથી દૂર રહેવું. આજનો દિવસ ધરમાં જ રહેવાની સલાહ છે.

મકરઃ

આજે આપે પત્નિની તબિયત નું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. શકય હોય ત્યાં સુધી પત્નિ એ બહાર નીકળવાનું ટાળવું થોડી માનસિક અશાંતિ રહેશે. આપનું આરોગ્ય જ‍ળવાશે. નોકરી-ધંધા માટે સારો દિવસ છે.

કુંભઃ

મકકમ મનોબ‍ળના દર્શન થશે. તકલીફનો હિંમત થી સામનો કરી શકાશે. આરોગ્યની કાળજી રાખવી જરૂરી બને છે. તાવ, શરદી, ખાંસી સતાવશે. જમણા પગનો દુઃખાવો સંભવી શકે. આર્થિક બાબતો માટે શુભ. સ્ત્રીવર્ગ થી લાભ.

મીનઃ

આજે સંતાનના પ્રશ્નો સતાવશે. સંતાનની તબિયની સાવચેતી રાખવી. પેટના રોગો થી સાચવવું. મિત્રો થી લાભ. આવક અંગે સંતોષ જળવાશે. નોકરી, ધંધામાં સફળતા મળતી જણાશે. બેંક, અેકસપોર્ય-ઇમ્પોર્ટના ધંધામાં પ્રગતિ.

માર્ગ અકસ્માતના વધતા કેસને લઇને નીતિન ગડકરીએ એન્જિનિયરોને આપી સલાહ

0

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ અકસ્માતને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. મોટાભાગના અકસ્માતો રોડ એન્જિનિયરિંગમાં રહેલ ખામીને કારણે થાય છે. ગડકરીએ કહ્યું કે મેં એન્જિનિયરને સલાહ આપતા કહ્યું છે કે હાઈવે પર એવા ડિવાઈડર બનાવવા જોઈએ કે લોકો તે કૂદી ન શકે.

मेरा सपना है ई हाईवे बनाना, नितिन गडकरी ने एक बार फिर ईलेक्ट्रिक व्हीकल्स पर दिया जोर | My dream is to make e-highways: Nitin Gadkari suggested automobile industry to increase EV

FICCI રોડ સેફ્ટી એવોર્ડ્સ એન્ડ કોન્ક્લેવ 2024ની છઠ્ઠી સિઝનમાં બોલતા ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, તેમણે એન્જિનિયરોને નેશનલ હાઈવેની મધ્યમાં ડિવાઈડરની નવી ડિઝાઈન તૈયાર કરવા કહ્યું છે જેને કોઈ ઓળંગી ન શકે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું છે કે આવા લોકોને રોકવાનો આ એકમાત્ર રસ્તો છે. ડિવાઈડર પાર કરતા લોકો પર કટાક્ષ કરતા નીતિન ગડકરીએ કહ્યું કે દેશના કેટલાક લોકો પોતાને ખાસ માને છે અને રોડ ક્રોસ કરવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.

FICCIના રોડ સેફ્ટી એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2024ને સંબોધતા, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ભારતમાં યુદ્ધ, આતંકવાદ અને નક્સલવાદ કરતાં વધુ લોકો માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામે છે. આના કારણે દેશને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં ત્રણ ટકાનું નુકસાન થાય છે. રોડ પ્રોજેક્ટ્સના નબળા વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ (ડીપીઆર)ને કારણે બ્લેક સ્પોટ્સની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે માર્ગ અકસ્માતો વધુ થાય છે. ગડકરીએ જણાવ્યું હતું કે, માર્ગ અને પરિવહન મંત્રાલયે શહેરી વિસ્તારોમાંથી પસાર થતા હાઇવે પર રેમ્પની જોગવાઈ સાથે વધુ ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો પણ નિર્ણય કર્યો છે જેથી ટુ-વ્હીલર્સ ચાલકો તેનો ઉપયોગ કરી શકે.

ગડકરીએ તમામ હાઈવેના સેફ્ટી ઓડિટની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આપણે લેન શિસ્તનું પાલન કરવાની જરૂર છે. ગડકરીએ જણાવ્યું હતું કે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એમ્બ્યુલન્સ અને તેમના ડ્રાઇવરો માટે એક કોડ તૈયાર કરી રહ્યું છે, જેથી તેઓને માર્ગ અકસ્માત પીડિતોને ઝડપથી બચાવવા માટે કટર જેવા અત્યાધુનિક મશીનોનો ઉપયોગ કરવાની તાલીમ આપી શકાય.

આ પણ વાંચો :-

બ્રિજભૂષણ સિંહને મહિલા રેસલર્સના જાતીય સતામણીના કેસમાં હાઈકોર્ટે રાહત ન આપી

0

દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પર સુનાવણી કરી. સુનાવણી દરમિયાન કોર્ટે બ્રિજભૂષણને પૂછ્યુ કે આરોપ નક્કી કરવાના આદેશની સાથે કાર્યવાહીને પડકાર આપવા માટે એક જ અરજી દાખલ કેમ કરવામાં આવી? હાઈકોર્ટે ઘણી મહિલા રેસલર્સ દ્વારા જાતીય સતામણીના મામલામાં તેમના વિરુદ્ધ નોંધાયેલી FIR અને આરોપ રદ કરવાની માગ વાળી દલીલો પર નોટ દાખલ કરવા માટે સમય આપ્યો.

દિલ્હી પોલીસે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ 2 FIR નોંધી – News18 ગુજરાતી

ભાજપ નેતા અને ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહની અરજી પર દિલ્હી હાઈકોર્ટે ગુરુવારે પ્રથમ દ્રષ્ટિએ વાંધો વ્યક્ત કર્યો. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે કહ્યું કે બ્રિજભૂષણ સિંહની અરજી તેમના વિરુદ્ધ કેસ શરૂ થયા બાદ મામલાને સંપૂર્ણ રીતે રદ કરવાની એક પરોક્ષ અરજી પ્રતીત થાય છે.

ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં, બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિક જેવા ટોચના કુસ્તીબાજોની આગેવાનીમાં દેશના 30 કુસ્તીબાજો ભારતીય કુસ્તી સંઘના તત્કાલિન પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામે હડતાળ પર ઉતર્યા હતા. કુસ્તીબાજોએ બ્રિજ ભૂષણ પર કુસ્તી સંઘને મનસ્વી રીતે ચલાવવા અને મહિલા કુસ્તીબાજો અને મહિલા કોચનું યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે, કુસ્તીબાજો પૂછપરછ માટે સંમત થયા અને બ્રિજભૂષણને સંઘના કામથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું.

ઓલિમ્પિક એસોસિએશનની સમિતિએ તપાસ હાથ ધરી હતી, પરંતુ તેનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો નહીં. આવી સ્થિતિમાં, કુસ્તીબાજો જૂનમાં ફરી હડતાળ પર બેઠા. આ સમયગાળા દરમિયાન હડતાલ લાંબા સમય સુધી ચાલુ રહી અને ઘણી વખત કુસ્તીબાજોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. અંતે કુસ્તીબાજોએ તેમના મેડલ પણ પરત કર્યા હતા. બ્રિજ ભૂષણ સામે કેસ નોંધાયા બાદ વિરોધનો અંત આવ્યો. આ મામલે હજુ સુનાવણી ચાલી રહી છે. બ્રિજભૂષણનો કાર્યકાળ ગયા વર્ષે જ પૂરો થયો હતો. આવી સ્થિતિમાં તેઓ રેસલિંગ એસોસિએશનમાંથી ખસી ગયા છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં 24 કલાકમાં 1785 નાગરિકોનુ રેસ્ક્યુ, 13183 નાગરિકોનુ કરાયું સ્થળાંતર

0

ગુજરાતમાં ભારે વરસાદને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાઈ હતી. વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી મિશન મોડમાં ચાલી રહી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા પ્રાપ્ત માહીતી મુજબ આજે તા.29મી ઑગસ્ટ સવારે 10 કલાકની સ્થિતિ એ છેલ્લા 24 કલાકમાં 1785 નાગરિકોને રેસ્ક્યુ તથા 13183 નાગરિકોનુ સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં રાહત બચાવ કામગીરી માટે એન.ડી.આર.એફની 17 તેમજ એસ. ડી. આર. એફની 25 ટીમો ઉપરાંત આર્મીની 9 કોલમ ડિપ્લોય કરવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ રાહત અને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, ત્યારે લોકોના જાનમાલનું રક્ષણ કરવા જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ, માર્ગ અને મકાન, આરોગ્ય સહિતના તમામ વિભાગો ખડેપગે ફરજો બજાવી રહ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામમાં ભારે વરસાદના કારણે ચાર નાગરિકો ફસાયા હતાં. જિલ્લા વહીવટી તંત્રની સતર્કતા મદદથી હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરી સલામત સ્થળે સફળતાપૂર્વક ખસેડવામાં આવ્યા હતા. ધોધમાર વરસાદ અને વિકટ પરિસ્થિતિમાં પોતાનું ઘર છોડી જિલ્લા આરોગ્ય તંત્રની સતત દેખરેખ અને કાળજી વચ્ચે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં એક મહિલાની સફળ પ્રસૂતિ કરાઈ હતી.

છેલ્લા 24 કલાકમાં 238 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દ્વારકાના ભાણવડમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. કચ્છના અબડાસામાં 11 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના કલ્યાણપુરમાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો છે. કચ્છના લખપતમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જામજોધપુરમાં 9 ઈંચ, દ્વારકામાં 8.5 ઈંચ, કચ્છના નખત્રાણામાં 8 ઈંચ, માંડવીમાં 7.2 ઈંચ, જામનગરના કાલાવડમાં 6.9 ઈંચ, જામનગરના લાલપુરમાં 7.2 ઈંચ, 9 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, 9 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ, 8 તાલુકામાં 2 ઈંચથી વધુ, 35 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો :-

આ શેર ખરીદો અને અધધધ….. કમાવો

0

મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની દેશની સૌથી વેલ્યૂએબલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક બેઠકમાં એક મોટું એલાન કરાયું. મુકેશ અંબાણીએ તેમની કંપનીના શેરહોલ્ડર્સને 1:1 શેર્સ બોનસમાં આપવાની જાહેરાત કરી.

આ બેઠકમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ, મુકેશ અંબાણી, 35 લાખથી વધુ શેરધારકોને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધિત કરી રહ્યા છે. આ બેઠક રિલાયન્સ અને તેના શેરધારકો બંને માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેમાં કંપનીની ભાવિ વૃદ્ધિ યોજનાઓ સાથે જ Jioના IPO વિશે કેટલીક મોટી જાહેરાતો અપેક્ષિત છે.

Mukesh Ambani tops Forbes richest Indian list for 12th year | સતત 12મા વર્ષે પણ દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા મુકેશ અંબાણી

શેરધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 5 સપ્ટેમ્બર, 2024ના રોજ 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી શકે છે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2024માં કંપનીનું કોન્સોલિડેટેડ ટર્નઓવર 10,00,122 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. આ સાથે, રિલાયન્સ એ ભારતની પ્રથમ કંપની બની છે જે 10 લાખ કરોડની આવકને પાર કરી ગઇ છે. ગયા 3 વર્ષોમાં, રિલાયન્સે કુલ રૂ. 5.28 લાખ કરોડનું રોકાણ કર્યું છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશમાં સૌથી મોટા રોજગારદાતાઓની યાદીમાં યથાવત છે. કંપનીએ ગયા વર્ષે 1.7 લાખ નવી નોકરીઓનું સર્જન કર્યું હતું, જેને કારણે ટોટલ કર્મચારીઓની સંખ્યા 6.5 લાખની નજીક પહોંચી ગઈ છે. મુકેશ અંબાણીએ ઉમેર્યું કે Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનું માર્કેટ કેપ વધીને રૂ. 2.2 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. આ વાર્ષિક સામાન્ય સભામાં આ તમામ માપદંડો અને જાહેરાતો કંપનીના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને તે shareholders માટે મોટું મહત્વ ધરાવે છે.

આ પણ વાંચો :-

વડોદરામાં ઘરના દરવાજે પહોંચ્યો 15 ફૂટથી મોટો મહાકાય મગર, નગરજનોના માથે જોખમ

0

વડોદરામાં એક તરફ શહેરમાં ઘણા ભાગોમાં પાણી ભરાયેલા છે તો બીજી તરફ હવે નદીના પાણી સાથે આવેલા મગરો જોખમ બન્યા છે. વડોદરા શહેર અને આસપાસના ગામોમાં મગરોનું સંકટ વધ્યુ છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે વડોદરાના કામનાથનગર, નહરહિ હોસ્પિટ રોડ પરના રહેણાક વિસ્તારના છે. આ મહાકાય મગર રહેણાક વિસ્તારમાં ઘૂસી આવ્યો હતો.

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં મગર મોટા પ્રમાણમાં વસવાટ કરી રહ્યા છે ત્યારે પૂરના પાણીની સાથે સાથે મગરો પણ બહાર નીકળી આવ્યા છે અને જાહેરમાં ફરતા દેખાઈ રહ્યા છે. જેથી નગરજનોના માથે વધુ એક જોખમ સર્જાયું છે. સ્થાનિકોના મતે 15 ફૂટથી મોટો આ મહાકાય મગર ઘરમાં ઘૂસી આવ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ આ મગર ઘરમાં ઘૂસતા રહીશોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જે બાદ મગરને રેસ્ક્યૂ કરી દેવાયો હતો. આ મહાકાય મગરને પકડીને વન વિભાગ લાવવામાં આવ્યો હતો.

તો બીજી તરફ સમા સાવલી રોડ પર પણ 12 ફૂટનો મગર રોડ પર આવી જતા જીવ દયા કાર્યકરોએ અઢી કલાકની જહેમત બાદ તેનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોપ્યો હતો. ફતેગઢ નરારી હોસ્પિટલ પાસે આજે સવારે મગર બહાર આવી જતા ફોરેસ્ટ વિભાગની ટીમે તેનું પણ રેસ્ક્યુ કર્યું હતું. વડોદરાના રસ્તા પર મહાકાય મગર ફરતો દેખાયો હતો. અવસર પાર્ટી પ્લોટ પાસે 10 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરાયું હતું. ઘૂંટણસમા પાણીમાં ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરાયું હતું. દોરડા વડે બાંધીને મગરને પાંજરે પુરાયો હતો. વિશ્વામિત્રી નદીના પાણી સાથે મગર બહાર આવતાં સ્થાનિકોમાં ફફડાટનો માહોલ છે.

આ પણ વાંચો :-

અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતા

અફઘાનિસ્તાનમાં ગુરુવારે 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેના આંચકા ભારતમાં પણ અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભૂકંપથી લોકો ડરી ગયા હતા. ગુરુવારે સવારે 11:26 કલાકે 5.7ની તીવ્રતાનો ભૂકંપ કાબુલથી 277 કિમી ઉત્તરપૂર્વમાં 255 કિમીની ઊંડાઈએ આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં આજે આવેલા ભૂકંપના આંચકા જમ્મુ-કાશ્મીર, દિલ્હી સહિત ઉત્તર ભારતના ઘણા ભાગોમાં અનુભવાયા હતા.

Over 90 earthquakes recorded in Jamaica this year - CNW Network

અફઘાનિસ્તાનમાં સવારે 11.26 વાગ્યે આ ભૂકંપ આવ્યો હતો, જેની અસર દિલ્હી એનસીઆરમાં પણ જોવા મળી હતી. NCS અનુસાર, સવારે 11:26 વાગ્યે કાબુલથી 277 કિલોમીટર ઉત્તરપૂર્વમાં 255 કિલોમીટરની ઊંડાઈએ 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ધરતી ધ્રૂજતાની સાથે જ લોકો ઘરની બહાર આવવા લાગ્યા હતા. જો કે હજુ સુધી કોઈ નુકસાનના અહેવાલ નથી. તેની અસર દિલ્હી એનસીઆરમાં પણ જોવા મળી હતી. આજે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

  • ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.
  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

આ પણ વાંચો :-