મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની દેશની સૌથી વેલ્યૂએબલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 47મી વાર્ષિક બેઠકમાં એક મોટું એલાન કરાયું. મુકેશ અંબાણીએ તેમની કંપનીના શેરહોલ્ડર્સને 1:1 શેર્સ બોનસમાં આપવાની જાહેરાત કરી.
આ બેઠકમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ, મુકેશ અંબાણી, 35 લાખથી વધુ શેરધારકોને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સંબોધિત કરી રહ્યા છે. આ બેઠક રિલાયન્સ અને તેના શેરધારકો બંને માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે તેમાં કંપનીની ભાવિ વૃદ્ધિ યોજનાઓ સાથે જ Jioના IPO વિશે કેટલીક મોટી જાહેરાતો અપેક્ષિત છે.
શેરધારકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 5 સપ્ટેમ્બર, 2024ના રોજ 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી શકે છે. મુકેશ અંબાણીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2024માં કંપનીનું કોન્સોલિડેટેડ ટર્નઓવર 10,00,122 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. આ સાથે, રિલાયન્સ એ ભારતની પ્રથમ કંપની બની છે જે 10 લાખ કરોડની આવકને પાર કરી ગઇ છે. ગયા 3 વર્ષોમાં, રિલાયન્સે કુલ રૂ. 5.28 લાખ કરોડનું રોકાણ કર્યું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દેશમાં સૌથી મોટા રોજગારદાતાઓની યાદીમાં યથાવત છે. કંપનીએ ગયા વર્ષે 1.7 લાખ નવી નોકરીઓનું સર્જન કર્યું હતું, જેને કારણે ટોટલ કર્મચારીઓની સંખ્યા 6.5 લાખની નજીક પહોંચી ગઈ છે. મુકેશ અંબાણીએ ઉમેર્યું કે Jio ફાઇનાન્શિયલ સર્વિસિસનું માર્કેટ કેપ વધીને રૂ. 2.2 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. આ વાર્ષિક સામાન્ય સભામાં આ તમામ માપદંડો અને જાહેરાતો કંપનીના વિકાસ માટે મહત્વપૂર્ણ છે અને તે shareholders માટે મોટું મહત્વ ધરાવે છે.
આ પણ વાંચો :-