Home Blog Page 637

ટેસ્ટ સીરિઝમાં બાંગ્લાદેશના સૂપડા સાફ, બીજી ટેસ્ટમાં ભારતનો સાત વિકેટથી વિજય

0

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ટેસ્ટ મેચનો છેલ્લો અને પાંચમો દિવસ છે. આ મેચમાં પ્રથમ ત્રણ દિવસ વરસાદનું વિધ્ર જોવા મળ્યું હતું. પ્રથમ દિવસે માત્ર 35 ઓવરની રમત શક્ય બની હતી. જ્યારે બીજા અને ત્રીજા દિવસે એકપણ બોલ નાખ્યા વિના રમત પૂર્ણ થઈ ગઈ હતી. જો કે, ચોથા દિવસ સંપૂર્ણ રમત થઇ હતી.

India breeze past Bangladesh by 7 wickets in 2nd Test, clean sweep series 2-0 | Cricket News - The Indian Express

ચોથા દિવસે ભારતે શાનદાર પ્રદર્શન કરતા પાંચમા દિવસે જીતની આશા વધારી છે. પ્રથમ દિવસના અંતે બાંગ્લાદેશનો સ્કોર ૩ વિકેટના નુકશાન પર 107 રન હતો. ચોથા દિવસની શરૂઆતમાં જ ભારતે બાંગ્લાદેશની ફટાફટ વિકેટો ઝડપતા પ્રવાસી ટીમને 233 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. જે બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ટેસ્ટમાં ટી20 સ્ટાઈલથી માત્ર 34.4 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 285 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી. ભારતને બાંગ્લાદેશ પર 52 રનની લીડ મળી હતી. પાંચમા દિવસના અંતે બાંગ્લાદેશનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 26 રન હતા. બાંગ્લાદેશ હજુ પણ બીજી ઇનિંગમાં 26 રનથી પાછળ છે.

ભારતે બેટિંગમાં આવીને તોફાની બેટિંગ કરતાં 285 રન બનાવ્યા હતા. જેમાં યશસ્વી જયસ્વાલ અને લોકશ રાહુલે ફિફ્ટી ફટકારી હતી. ત્યાર બાદ ભારતે ચોથા દિવસની રમતમાં જ બાંગ્લાદેશની વધુ બે વિકેટ પાડી દીધી હતી. આખરી પાંચમા દિવસે ભારતે સવારના સેશનમાં અશ્વિન, બુમરાહ અને જાડેજાની જોરદાર બોલિંગની મદદથી બાંગ્લાદેશને બીજી ઇનિંગમાં 146 રને ઓલઆઉટ કરી દીધું હતું. આ ત્રણેય બોલર્સે 3-3 વિકેટ ઝડપી હતી અને આકાશદિપે એક વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો :-

મંદિર હોય કે દરગાહ ગેરકાયદેસર બાંધકામને હટાવવું જ પડશે: સુપ્રીમ કોર્ટ

0

બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કરી દીધું છે કે લોકોની સુરક્ષા સર્વોપરી છે. મંદિર હોય કે દરગાહ ગેરકાયદેસર બાંધકામને હટાવવું જ પડશે. ગુનાના આરોપીઓ સામે બુલડોઝર એક્શન વિરુદ્ધ કોર્ટ આજે અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથને સુનાવણી કરી હતી.

Supreme Court on Freebies: મફતની રેવડી મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, કડક શબ્દોમાં કહી આ વાત

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. અમે તમામ નાગરિકો માટે ગાઈડલાઈન જારી કરીશુ. ગેરકાયદેસર બાંધકામ હિન્દુ, મુસ્લિમ કોઈ પણ કરી શકે છે. અમારો આદેશ તમામ માટે છે. પછી ભલે તે કોઈ પણ ધર્મ કે સમદાયના હોય. અતિક્રમણ માટે અમે કહ્યું છે કે જો તે જાહેર રસ્તા, ફૂટપાથ, જળાશય કે રેલવે લાઈન ક્ષેત્રમાં હશે તો તેને હટાવવું જ પડશે. જો રસ્તાની વચ્ચે કોઈ ધાર્મિક સ્ટ્રક્ચર હશે તો તેને હટાવવું જ પડશે, પછી ભલે તે ગુરુદ્વારા હોય, દરગાહ હોય કે મંદિર હોય.

જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે મંદિર હોય કે દરગાહ, તેને હટાવવાનું યોગ્ય રહેશે, કારણ કે જાહેર સુરક્ષા સૌથી પહેલાં આવે છે. તેમણે કહ્યું હતું કે વિધ્વંસ માત્ર એટલે ના કરી શકાય કે કોઈ વ્યક્તિ આરોપી કે દોષી છે. અમે કોર્ટોને ગેરકાયદે બાધકામ કેસોની સુનાવણી કરતાં સતર્ક રહેવાનો નિર્દેશ આપીશું. જસ્ટિસ વિશ્વનાથને કહ્યું હતું કે વિધ્વંસની સંખ્યા આશરે 4.5 લાખ છે. જેના પર SGએ કહ્યું હતું કે આ મારી વાસ્તવિક ચિંતા છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે જો કાર્યવાહી બે અઠવાડિયાં સુધી રોકવામાં આવશે તો આકાશ નહીં તૂટે.

આ પણ વાંચો :-

અભિનેતા રજનીકાંતની તબિયત બગડી, ચેન્નાઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ

0

દિગ્ગજ અભિનેતા રજનીકાંતની તબિયત સોમવારે મોડી રાત્રે અચાનક બગડી હતી. જે બાદ તેને ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ચેન્નાઈ પોલીસના જણાવ્યા અનુસાર તેને પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોએ પુષ્ટિ કરી છે કે રજનીકાંતની હાલત સ્થિર છે. તમને જણાવી દઈએ કે રજનીકાંત અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘વેટ્ટયન’નું ટ્રેલર ૨ ઓક્ટોબરે રિલીઝ થવા જઈ રહ્યું છે. આ ફિલ્મ 10 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

अचानक तबीयत बिगड़ने के बाद अस्पताल में भर्ती हुए रजनीकांत, जानें उनकी सेहत से जुड़े लेटेस्ट अपडेट | rajnikant unwell admitted to hospital news update in hindi | OnlyMyHealth

ફિલ્મના મેકર્સે હાલમાં જ રજનીકાંતનું નવું પોસ્ટર રિલીઝ કર્યું હતું, જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લુકમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મ ‘વેટ્ટયન’માં રજનીકાંત એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટના રોલમાં જોવા મળશે, જયારે અમિતાભ બચ્ચનનું પાત્ર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટની સામે છે. આ ફિલ્મની બધા ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ફરી એકવાર બંને દિગ્ગજ કલાકારોની જોરદાર એક્ટિંગ જોવાનો મોકો મળશે.

ભારત સરકારે રજનીકાંતને વર્ષ 2000માં પદ્મ ભૂષણ અને તે પહેલા ૨૦૧૬માં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા છે. આ સિવાય તેમને ભારતીય સિનેમામાં શ્રેષ્ઠતા માટે શેવેલિયર શિવાજી ગણેશન પુરસ્કાર મળ્યો છે. ૪૫મી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2014માં તેમને ભારતીય ફિલ્મ વ્યક્તિત્વ માટે શતાબ્દી પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા 2019ના 50મી આવૃત્તિમાં તેણીને આઈકોન ઓફ ગ્લોબલ જયુબિલી એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. તમિલ સિનેમાના ઈતિહાસમાં એમજી રામચંદ્રન પછી તે બીજા સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા છે. તેમને ૬૭માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં સિનેમા ક્ષેત્રે ભારતનો સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રજનીકાંતની દુનિયાભરમાં ફેન ફોલોઈંગ છે.

આ પણ વાંચો :-

જમ્મુ કાશ્મિર વિધાનસભા ચૂંટણીનું છેલ્લા તબક્કાનું મતદાન, 11 વાગ્યા સુધી 28.12 ટકા મતદાન

0

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે આજે મતદાન છે. કેન્દ્રશાસિત પ્રદેશની 40 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ તમામ સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તબક્કામાં 39.18 લાખ મતદારો તેમના ઉમેદવારોને પસંદ કરશે. 415 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ખીણની 16 બેઠકો માટે 202 ઉમેદવારો મેદાનમાં છે. જમ્મુ અને કાશ્મીરના સાત જિલ્લામાં 5,060 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, ECI આ મહિને તારીખો જાહેર કરી શકે છે - Preparations for assembly elections begin in Jammu and Kashmir, ECI may announce dates this month -

જમ્મુ-કાશ્મીરમાં સવારે 11 વાગ્યા સુધી મતદાનમાં થોડો વધારો થયો છે. તે વધીને 28.12 ટકા થયો છે.

હલબંદીપુર – 28.04%
બારામુલ્લા- 23.20%
જમ્મુ- 27.15%
કઠુઆ- 31.78%
કુપવાડા- 27.34%
સાંબ- 31.50%
ઉધમપુર- 33.80%

જમ્મુ-કાશ્મીર ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. 40 બેઠકો પર આ મતદાન ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ તબક્કામાં જમ્મુની વધુ બેઠકો પર મતદાન જોવા મળશે. 2014થી ભાજપની ઘણી બેઠકો પર મજબૂત પકડ જોવા મળી રહી છે. આ સિવાય NC અને PDPએ પણ કેટલીક સીટો પર સ્પર્ધાને રસપ્રદ બનાવી છે.

જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે સાત જિલ્લામાં 20,000થી વધુ મતદાન કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીના આ તબક્કામાં બે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ અને મુઝફ્ફર બેગ સહિત 415 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. ચૂંટણીના આ તબક્કાની મહત્ત્વની વિશેષતાઓ પશ્ચિમ પાકિસ્તાની શરણાર્થીઓ, વાલ્મિકી સમાજ અને ગોરખા સમુદાયની ભાગીદારી હશે, જેમને કલમ 370 નાબૂદ થયા પછી જ વિધાનસભા, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો છે. અગાઉ તેમણે અનુક્રમે 2019 અને 2020માં બ્લોક વિકાસ પરિષદ અને જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં મતદાન કર્યુ હતું.

આ પણ વાંચો :-

તહેવાર પહેલા લોકોને લાગ્યો મોટો આંચકો, કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો

0

ઓક્ટોબર મહિનો શરૂ થયો છે અને તેને તહેવારોનો મહિનો માનવામાં આવે છે. જો કે મહિનાના પહેલા જ દિવસે મોંઘવારીનો મોટો આંચકો લાગ્યો છે. ગેસ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Commercial LPG gas bottle cheaper by Rs 100, no relief in cooking gas – Aravalli Samachar

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરે છે. આ મહિને તેની કિંમતમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તાજેતરના સમયમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. IOCL અનુસાર, ગયા મહિનાથી 1 સપ્ટેમ્બર 2024 થી રાજધાની દિલ્હીમાં 19 કિલો LPG સિલિન્ડરની કિંમત 1652.50 રૂપિયાથી વધીને 1691.50 રૂપિયા થઈ ગઈ હતી. અહીં સિલિન્ડર દીઠ 39 રૂપિયાનો વધારો થયો છે.

પહેલી ઓક્ટોબરે પણ 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. નવીનતમ ફેરફાર બાદ રાજધાની દિલ્હીમાં સિલિન્ડરની કિંમત 1691.50 રૂપિયાથી વધીને 1740 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. મુંબઈમાં તે 1644 રૂપિયાથી વધારીને 1692.50 રૂપિયા, કોલકાતામાં (કોલકાતા એલપીજી કિંમત) રૂપિયા 1802.50થી વધારીને 1850.50 રૂપિયા અને ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1903 રૂપિયા થઈ ગઈ છે, જે અત્યાર સુધી 1855 રૂપિયા હતી.

પંજાબ નેશનલ બેંક (PNB) એ બચત ખાતાઓ માટે લાગુ પડતા અમુક ક્રેડિટ-સંબંધિત સેવા ખર્ચમાં ફેરફારની જાહેરાત કરી છે. સુધારાઓમાં લઘુત્તમ સરેરાશ બેલેન્સની જાળવણી, ડિમાન્ડ ડ્રાફ્ટ જારી કરવા, ડીડીની નકલો બનાવવા, ચેક (ECS સહિત), ઉપાડ ખર્ચ અને લોકર ભાડા ચાર્જનો સમાવેશ થાય છે. નવા શુલ્ક 1 ઓક્ટોબર, 2024થી લાગુ થશે. ICICI બેંકની વેબસાઈટ મુજબ, 01 ઓક્ટોબર, 2024 થી, તમે અગાઉના કેલેન્ડર ક્વાર્ટરમાં રૂ. 10,000 ખર્ચીને બે સ્તુત્ય એરપોર્ટ લાઉન્જ એક્સેસનો આનંદ માણી શકો છો.

HDFC બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં આજથી ફેરફાર કરવામાં આવ્યો છે. HDFC બેંકના કેટલાક ક્રેડિટ કાર્ડ માટે લોયલ્ટી પ્રોગ્રામ બદલવામાં આવ્યો છે. આ મુજબ, HDFC બેંકે SmartBuy પ્લેટફોર્મ પર Apple ઉત્પાદનો માટે રિવાર્ડ પોઈન્ટના રિડેમ્પશનને પ્રતિ કેલેન્ડર ક્વાર્ટરમાં એક પ્રોડક્ટ સુધી મર્યાદિત કર્યા છે.

એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર સાથે દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એવિએશન ફ્યુઅલ એટલે કે એટીએફ અને સીએનજી-પીએનજીના ભાવમાં પણ સુધારો કરે છે. સપ્ટેમ્બર મહિનામાં એટીએફના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. રાજધાની દિલ્હીમાં તેની કિંમત ઓગસ્ટમાં રૂ. 97,975.72 પ્રતિ કિલોલીટરથી ઘટીને રૂ. 93,480.22 પ્રતિ કિલોલીટર થઇ ગઇ હતી. પહેલી ઓક્ટોબરે રાહત પણ છે અને તે પણ સસ્તી થઈ ગઈ છે. હવે દિલ્હીમાં તેની કિંમત 87,597.22 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે.

આ પણ વાંચો :-

સોનમ વાંગચુકને સિંઘુ બોર્ડર પર દિલ્હી પોલીસે કરી અટકાયત

0

સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને દિલ્હી પોલીસે સિંઘુ બોર્ડર પરથી અટકાયતમાં લીધી છે. તેઓ તેમની 700 કિલોમીટર લાંબી ‘દિલ્હી ચલો પદયાત્રા’ કાઢીને દિલ્હીમાં પ્રવેશી રહ્યા હતા. તેમણે મહાત્મા ગાંધીની સમાધિ રાજઘાટની મુલાકાત લેવાની જાહેરાત કરી હતી. વાંગચુકની સાથે લદ્દાખના લગભગ 150 લોકો પણ હતા. આ દરમિયાન પોલીસે તેમની પણ અટકાયત કરી છે. અટકાયત બાદ વાંગચુકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પ્રતિક્રિયા આપી હતી.

મળતી માહિતી મુજબ, દિલ્હી પોલીસે તેની સાથે લગભગ 150 લોકોની અટકાયત પણ કરી છે. સોનમ વાંગચુક ‘દિલ્લી ચલો પદયાત્રા’ દરમિયાન હરિયાણાથી દિલ્હીમાં પ્રવેશતા જ પોલીસે તેને રોકી હતી. સોનમ વાંગચુકે પોસ્ટ શેર કરતા લખ્યું કે મને અને મારી સાથે 150 રાહદારીઓને દિલ્હી બોર્ડર પર સેંકડો પોલીસ દળો દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે. આ પદયાત્રામાં 80 વર્ષથી વધુ વયના અનેક વૃદ્ધો અને મહિલાઓ અને પૂર્વ સેનાના જવાનો પણ ભાગ લઈ રહ્યા છે. તેણે આગળ લખ્યું કે અમારું ભાગ્ય અજાણ છે. અમે બાપુની સમાધિ તરફ સૌથી શાંતિપૂર્ણ કૂચ કરી રહ્યા હતા. વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં, લોકશાહીની જનની… હાય રામ!

પોલીસના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં કલમ 163 લાગૂ હોવા છતાં આ લોકો એકસાથે દિલ્હીની સરહદોમાં પ્રવેશી રહ્યા હતા. વાંગચુક સહિત કેટલાક પ્રદર્શનકારોને દિલ્હીના નરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. અટકાયત કર્યા પછી, વાંગચુકે X પર પોસ્ટ કર્યું કે, ‘મારી 150 રાહદારીઓ સાથે અટકાયત કરવામાં આવી છે. દિલ્હી બોર્ડર પર 100 પોલીસ છે, કેટલાક લોકો કહી રહ્યા છે કે, 1000 પોલીસ છે. 80 વર્ષથી વધુ ઉંમરના ઘણા વૃદ્ધ પુરુષો અને સ્ત્રીઓ અને ઘણા આર્મી વેટરન્સ છે. અમને ખબર નથી કે, આગળ શું થશે. અમે વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં બાપુની સમાધિની સૌથી શાંતિપૂર્ણ કૂચ પર હતા.

આ પણ વાંચો :-

અભિનેતા ગોવિંદાને પગમાં વાગી ગોળી, હોસ્પિટલમાં કરાયા દાખલ

અભિનેતા ગોવિંદાને તેની જ બંદૂકથી પગમાં ગોળી વાગી છે. આ ઘટના સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં બની હતી. સવારે ક્યાંક જવા નીકળ્યા હતા. તે જ ક્ષણે ભૂલથી મિસફાયર થયો હતો. હવે અભિનેતા ક્રિટી કેર હોસ્પિટલમાં દાખલ છે. ગોવિંદા સવારે ક્યાંક જવા માટે નીકળી રહ્યો હતો, ત્યારે આ અકસ્માત થયો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યો હતો ત્યારે તે મિસફાયર થઈ ગઈ. હવે અભિનેતાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

Breaking: ગોવિંદાને ગોળી કોણે મારી? કેવી રીતે લાગી? સોમવારે રાત્રે 4.45 વાગ્યે... મેનેજરે કર્યો મોટ ઘટસ્ફોટ

ગોળી વાગ્યા પછી હંગામો થઈ ગયો હતો. ઘાયલ ગોવિંદાને તાત્કાલિક CRITI હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. દરમિયાન પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મામલાની તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર બાદ તે ઘટનાસ્થળે પહોંચી અને ગોવિંદાની બંદૂક પોતાના કબજામાં લઈ લીધી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અભિનેતાની રિવોલ્વર ખોટી રીતે નીકળી ગઈ અને ગોળી તેના ઘૂંટણમાં વાગી. ગોવિંદા પાસે લાયસન્સવાળી રિવોલ્વર છે. જો કે તેના પરિવાર અને ટીમે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. હાલમાં ગોવિંદાના પગમાંથી ઘણું લોહી વહી ગયું છે, જેના કારણે તેની હાલત ખરાબ થઈ ગઈ છે.

ગોવિંદાના મેનેજરે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, સવારે પાંચ વાગ્યાની આજુબાજુમાં જ્યારે ગોવિંદા કોલકાતા જવાની તૈયારી કરી રહ્યો હતો, એ દરમિયાન આ ઘટના બની હતી. જ્યારે ગોવિંદા રિવોલ્વરને કેસમાં રાખતો હતો, તે સમયે રિવોલ્વર તેના હાથમાંથી છૂટીને જમીન પર પડી ગઈ અને પગમાં વાગી. ત્યાર બાદ અફરાતફરીની વચ્ચે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.

આ પણ વાંચો :-

આ રાજ્યની સરકારે દેશી ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપ્યો

0

મહારાષ્ટ્ર સરકારે આજે એક આદેશ જારી કરીને ગાયને રાજ્યની માતા જાહેર કરી છે. આદેશમાં લખવામાં આવ્યું છે કે સરકારે નક્કી કર્યું છે કે ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી ગાયનું મહત્ત્વ છે. દેશી ગાયનું દૂધ માનવ વપરાશ માટે યોગ્ય છે. આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ, પંચગવ્ય ચિકિત્સા પદ્ધતિ, ગૌમૂત્ર અને સજીવ ખેતી પદ્ધતિના મહત્ત્વને ધ્યાનમાં લઈને હવેથી ગાયને રાજ્યની માતા તરીકે જાહેર કરવામાં આવી રહી છે.

गाय को माता ही क्‍यों कहा जाता है? कोई अन्‍य रिश्‍ता क्‍यों नहीं...? | why cow is called mother in india in hindi gay ko mata kyon kahate hain | Hindi News

મુખ્યમંત્રી એકનાથ શિંદેની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં 38 નિર્ણયોને મંજૂરી આપવામાં આવી હતી. મહેસૂલ વિભાગ હેઠળ પોલીસકર્મીઓના પગારમાં 10 ટકાનો વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત તેમના પર અનુકંપાની નીતિ પણ લાગૂ કરવામાં આવશે. તેની સાથે જ રાજ્યમાં સૈનિક સ્કૂલો માટે સંશોધિત નીતિ અમલમાં મૂકવાની પણ મંજૂરી આપવામાં આવી છે. થાણે સર્ક્યુલર મેટ્રો રેલ પ્રોજેક્ટનું કામ ઝડપી કરવામાં આવશે. આ પૃષ્ઠભૂમિમાં 12 હજાર 200 કરોડ રૂપિયાની સંશોધિત યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે.

મહારાષ્ટ્રની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ યોજીને ચૂંટણીની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે કહ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે તમામ રાજકીય પક્ષોની બેઠક થઈ હતી. તમામ કાયદા અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. અમે તેને ઘણી સૂચનાઓ આપી છે.

આ પણ વાંચો :-

વિદ્યાર્થીઓના ટેક ટેલેન્ટને સુવર્ણ અવસર આપતી રેડ & વ્હાઈટ ઇન્સ્ટિટ્યૂટની અનોખી પહેલ

વિદ્યાર્થીઓના પ્રગતિશીલ ભવિષ્ય માટે એક નવું માળખું આપી તેમને ટેક ક્ષેત્રમાં સફળતાનો દરવાજો ખોલવા સક્ષમ બનાવવાના ઉદેશ્યથી ગુજરાતની પ્રસિદ્ધ આઇટી ઇન્સ્ટિટ્યૂટ રેડ & વ્હાઇટ મલ્ટિમિડીયા એજ્યુકેશન દ્વારા ભવ્ય “TechWar 2024” ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સંસ્થાની વિવિધ 22 શાખાઓમાં આયોજિત આ સ્પર્ધામાં 3000 થી વધુ પ્રતિસ્પર્ધીઓએ મોડર્ન & એડવાન્સ ટેક્નોલોજી ક્ષેત્રની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોતાના કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને આકર્ષક ટ્રોફી

અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નેટફ્લિક્સ, એમેઝોન અને સોની લિવ સાથે મિર્ઝાપુર, સ્કેમ 1992, પંચાયત, ધ ફેમિલી મેન, પાતાલલોક જેવી બોલીવુડની પ્રસિદ્ધ ફિલ્મ-સિરીઝના પોસ્ટર ડિઝાઈનર શ્રી મોહિત રાજપૂત જ્યુરી તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે તેમને જણાવ્યું હતું કે, “સુરતના યુવાઓને ફિલ્મ મેકિંગમાં કરિયર ક્ષેત્રે રાહ ચિન્દવાનો આ શ્રેષ્ઠ દ્વાર છે. હું પોતે આ ઇન્ડસ્ટ્રીથી આવું છું ત્યારે હું જાણું છું કે આ ક્ષેત્રે કેટલા પડકારો આવતા હોય છે ત્યારે રેડ & વ્હાઇટ દ્વારા આવા ઈવેન્ટ્સ વિદ્યાર્થીઓ માટે ખુબ લાભદાયક સાબિત થશે. વધુમાં તેમને જણાવ્યું કે વિદ્યાર્થીઓનો અનેરો ઉત્સાહ, ક્રિએટિવિટી અને પ્રેજેન્ટેશનનો સંગમ જોઈ કોને વિજેતા ઘોષિત કરવા જે મારા માટે હાલ પડકારજનક બન્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં શોર્ટ ફિલ્મ મેકિંગ ઉપરાંત CSS માસ્ટર, ડિજિટલ ડિફેન્સ, 2D to 3D ચેલેન્જ, લોગો લીગ, બ્રાન્ડિંગ બદશાહ, C સુનામી, C++ પ્રેડેટર્સ, ઈન્ફોગ્રાફિક્સ વીડિયો મેકિંગ, સાયબર યોદ્ધા, અકાઉન્ટિંગ વોરિયર, UI યુદ્ધ – રીડિઝાઇન ચેલેન્જ, C મિની, ગેમજેમ જેવી ટેક ગેમ્સ યોજાઈ હતી.

આ પણ વાંચો :-

લેબેનોનમાં તબાહીનું તાંડવ, હુમલામાં 105 લોકોના મોત

હિઝબુલ્લાહ વિરૂદ્ધ યુદ્ધ શરૂ કરનાર ઈઝરાયેલે સોમવારે સવારે લેબનોનની રાજધાની બેરુતમાં પહેલીવાર આતંક મચાવ્યો હતો. અહીં ઇઝરાયેલની સેના IDFએ શહેરની ઇમારતને ઉડાવી દીધી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોતના અહેવાલ છે. પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ PFLP કહે છે કે હુમલામાં તેના ત્રણ નેતાઓ માર્યા ગયા હતા. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધી રહેલા સંઘર્ષમાં આ પ્રથમ વખત છે જયારે ઇઝરાયલે લેબનીઝ રાજધાની બેરૂતમાં ઘૂસીને રહેણાંક વિસ્તારમાં હુમલો કર્યો છે.

ઇઝરાયલ-હમાસ સંઘર્ષમાં અત્યાર સુધી 1,700થી વધુનાં મોત, અત્યાર સુધીમાં શું થયું? - BBC News ગુજરાતી

હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરાલ્લાહના મોત બાદ પણ લેબનોનમાં ઈઝરાયેલનો કહેર અટકી રહ્યો નથી. રવિવારે પણ ઇઝરાયેલે સમગ્ર લેબનોનમાં જોરદાર બોમ્બમારો કર્યો હતો. જેમાં ૧૦૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હવાઈ હુમલામાં ૩૫૯ લોકો ઘાયલ થયા છે. સૌથી વધુ મૃત્યુ. ૪૮, આઈન અલ-ડેલ્બ અને ટાયર વિસ્તારોમાં થયા છે.

મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયેલના હવાઈ હુમલામાં કાના હોસ્પિટલને ભારે નુકસાન થયું છે. આ સિવાય બેકા ઘાટીમાં બાલબેક-હરમેલમાં ઈઝરાયેલના હુમલામાં ૩૩ લોકો માર્યા ગયા અને ૯૭ લોકો ઘાયલ થયા. ઇઝરાયેલે લેબનોનના કોલા વિસ્તારમાં પહેલીવાર જોરદાર બોમ્બમારો કર્યો. લેબનીઝ સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલ

ઈઝરાયેલી સેના દ્વારા કરવામાં આવેલ આ હવાઈ હુમલો બેરૂતના કોલા જિલ્લામાં એક એપાર્ટમેન્ટના ઉપરના માળે કરવામાં આવ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સ અનુસાર, પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઈનએ કહ્યું કે કોલા જિલ્લામાં ઈઝરાયેલના હુમલામાં તેના ત્રાણ નેતાઓ માર્યા ગયા. અગાઉ એવા અહેવાલો પણ આવ્યા હતા જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ હુમલામાં અન્ય આતંકવાદી સંગઠન અલ-જમા અલ-ઈસ્લામીથા (ઈસ્લામિક જૂથ)ના નેતૃત્વને નિશાન બનાવવામાં આવ્યું હતું. જોકે સંગઠને આ વાતને નકારી કાઢી છે. રવિવારે ઈઝરાયેલના હુમલામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા હતા છેલ્લા ઘણા દિવસોથી લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર ઈઝરાયેલના હુમલાઓ ચાલુ છે. મીડિયા રિપોટ્સ અનુસાર, લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલથે કહ્યું કે રવિવારે થયેલા હુમલામાં ૧૦૦થી વધુ લોકોના મોત થયા છે અને ૩૫૯ લોકો ઘાયલ થયા છે. રવિવારે, ઇઝરાયેલે યુદ્ધનો બીજો મોરચો ખોલ્યો અને થમનમાં હુથી બળવાખોરોને નિશાન બનાવ્યા.

આ પણ વાંચો :-