બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કરી દીધું છે કે લોકોની સુરક્ષા સર્વોપરી છે. મંદિર હોય કે દરગાહ ગેરકાયદેસર બાંધકામને હટાવવું જ પડશે. ગુનાના આરોપીઓ સામે બુલડોઝર એક્શન વિરુદ્ધ કોર્ટ આજે અરજીઓ પર સુનાવણી કરી રહી હતી. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથને સુનાવણી કરી હતી.
સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. અમે તમામ નાગરિકો માટે ગાઈડલાઈન જારી કરીશુ. ગેરકાયદેસર બાંધકામ હિન્દુ, મુસ્લિમ કોઈ પણ કરી શકે છે. અમારો આદેશ તમામ માટે છે. પછી ભલે તે કોઈ પણ ધર્મ કે સમદાયના હોય. અતિક્રમણ માટે અમે કહ્યું છે કે જો તે જાહેર રસ્તા, ફૂટપાથ, જળાશય કે રેલવે લાઈન ક્ષેત્રમાં હશે તો તેને હટાવવું જ પડશે. જો રસ્તાની વચ્ચે કોઈ ધાર્મિક સ્ટ્રક્ચર હશે તો તેને હટાવવું જ પડશે, પછી ભલે તે ગુરુદ્વારા હોય, દરગાહ હોય કે મંદિર હોય.
જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે મંદિર હોય કે દરગાહ, તેને હટાવવાનું યોગ્ય રહેશે, કારણ કે જાહેર સુરક્ષા સૌથી પહેલાં આવે છે. તેમણે કહ્યું હતું કે વિધ્વંસ માત્ર એટલે ના કરી શકાય કે કોઈ વ્યક્તિ આરોપી કે દોષી છે. અમે કોર્ટોને ગેરકાયદે બાધકામ કેસોની સુનાવણી કરતાં સતર્ક રહેવાનો નિર્દેશ આપીશું. જસ્ટિસ વિશ્વનાથને કહ્યું હતું કે વિધ્વંસની સંખ્યા આશરે 4.5 લાખ છે. જેના પર SGએ કહ્યું હતું કે આ મારી વાસ્તવિક ચિંતા છે. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે કહ્યું હતું કે જો કાર્યવાહી બે અઠવાડિયાં સુધી રોકવામાં આવશે તો આકાશ નહીં તૂટે.
આ પણ વાંચો :-