જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે આજે મતદાન છે. કેન્દ્રશાસિત પ્રદેશની 40 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરમાં નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વ્યાપક વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાની દૃષ્ટિએ તમામ સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તબક્કામાં 39.18 લાખ મતદારો તેમના ઉમેદવારોને પસંદ કરશે. 415 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ખીણની 16 બેઠકો માટે 202 ઉમેદવારો મેદાનમાં છે. જમ્મુ અને કાશ્મીરના સાત જિલ્લામાં 5,060 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. 8 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે.
જમ્મુ-કાશ્મીરમાં સવારે 11 વાગ્યા સુધી મતદાનમાં થોડો વધારો થયો છે. તે વધીને 28.12 ટકા થયો છે.
હલબંદીપુર – 28.04%
બારામુલ્લા- 23.20%
જમ્મુ- 27.15%
કઠુઆ- 31.78%
કુપવાડા- 27.34%
સાંબ- 31.50%
ઉધમપુર- 33.80%
જમ્મુ-કાશ્મીર ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. 40 બેઠકો પર આ મતદાન ભાજપ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે આ તબક્કામાં જમ્મુની વધુ બેઠકો પર મતદાન જોવા મળશે. 2014થી ભાજપની ઘણી બેઠકો પર મજબૂત પકડ જોવા મળી રહી છે. આ સિવાય NC અને PDPએ પણ કેટલીક સીટો પર સ્પર્ધાને રસપ્રદ બનાવી છે.
જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા અને અંતિમ તબક્કા માટે સાત જિલ્લામાં 20,000થી વધુ મતદાન કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. ચૂંટણીના આ તબક્કામાં બે પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ અને મુઝફ્ફર બેગ સહિત 415 ઉમેદવારોના ભાવિનો નિર્ણય થશે. ચૂંટણીના આ તબક્કાની મહત્ત્વની વિશેષતાઓ પશ્ચિમ પાકિસ્તાની શરણાર્થીઓ, વાલ્મિકી સમાજ અને ગોરખા સમુદાયની ભાગીદારી હશે, જેમને કલમ 370 નાબૂદ થયા પછી જ વિધાનસભા, શહેરી સ્થાનિક સંસ્થાઓ અને પંચાયતની ચૂંટણીઓમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો છે. અગાઉ તેમણે અનુક્રમે 2019 અને 2020માં બ્લોક વિકાસ પરિષદ અને જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં મતદાન કર્યુ હતું.
આ પણ વાંચો :-