ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ટેસ્ટ મેચનો છેલ્લો અને પાંચમો દિવસ છે. આ મેચમાં પ્રથમ ત્રણ દિવસ વરસાદનું વિધ્ર જોવા મળ્યું હતું. પ્રથમ દિવસે માત્ર 35 ઓવરની રમત શક્ય બની હતી. જ્યારે બીજા અને ત્રીજા દિવસે એકપણ બોલ નાખ્યા વિના રમત પૂર્ણ થઈ ગઈ હતી. જો કે, ચોથા દિવસ સંપૂર્ણ રમત થઇ હતી.
ચોથા દિવસે ભારતે શાનદાર પ્રદર્શન કરતા પાંચમા દિવસે જીતની આશા વધારી છે. પ્રથમ દિવસના અંતે બાંગ્લાદેશનો સ્કોર ૩ વિકેટના નુકશાન પર 107 રન હતો. ચોથા દિવસની શરૂઆતમાં જ ભારતે બાંગ્લાદેશની ફટાફટ વિકેટો ઝડપતા પ્રવાસી ટીમને 233 રન પર ઓલઆઉટ કરી દીધી હતી. જે બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ટેસ્ટમાં ટી20 સ્ટાઈલથી માત્ર 34.4 ઓવરમાં 9 વિકેટના નુકશાન પર 285 રન બનાવીને ઇનિંગ ડિક્લેર કરી હતી. ભારતને બાંગ્લાદેશ પર 52 રનની લીડ મળી હતી. પાંચમા દિવસના અંતે બાંગ્લાદેશનો સ્કોર 2 વિકેટના નુકશાન પર 26 રન હતા. બાંગ્લાદેશ હજુ પણ બીજી ઇનિંગમાં 26 રનથી પાછળ છે.
ભારતે બેટિંગમાં આવીને તોફાની બેટિંગ કરતાં 285 રન બનાવ્યા હતા. જેમાં યશસ્વી જયસ્વાલ અને લોકશ રાહુલે ફિફ્ટી ફટકારી હતી. ત્યાર બાદ ભારતે ચોથા દિવસની રમતમાં જ બાંગ્લાદેશની વધુ બે વિકેટ પાડી દીધી હતી. આખરી પાંચમા દિવસે ભારતે સવારના સેશનમાં અશ્વિન, બુમરાહ અને જાડેજાની જોરદાર બોલિંગની મદદથી બાંગ્લાદેશને બીજી ઇનિંગમાં 146 રને ઓલઆઉટ કરી દીધું હતું. આ ત્રણેય બોલર્સે 3-3 વિકેટ ઝડપી હતી અને આકાશદિપે એક વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો :-