Home Blog Page 637

‘મન કી બાત’ કાર્યક્રમના 10 વર્ષ પૂર્ણ, જાણો શું કહ્યું આજે પીએમ મોદી ?

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે 11 વાગ્યાથી આકાશવાણી પર ‘મન કી બાત’ કાર્યક્રમ શરૂ કર્યો હતો. જેમાં તેમણે સૌથી પહેલા તો તેમના આ પ્રોગ્રામમાં જળ શક્તિ, જળ સંરક્ષણ, નારી શક્તિથી શરૂઆત કરી. તેમણે મધ્યપ્રદેશના છત્તીસગઢ ગામમાં મહિલાઓના જળ સંરક્ષણની વાત કરી.

Mann ki baat 'મન કી બાત'ના 10 વર્ષ પૂરા, PM મોદીએ કહ્યું કરોડો શ્રોતાઓ આ કાર્યક્રમના અસલી શિલ્પી છે.

કાર્યક્રમમાં આજે પીએમ મોદી દ્વારા પોંડિટેરીના સમુદ્ર તટ પર સફાઈ અભિયાનની ચર્ચા કરવામાં આવી. તેમણે કહ્યું કે મ્યુનિસિપાલિટી અને આસપાસના વિસ્તારના યુવાનો દ્વારા આ અભિયાનનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે. સાથેજ કહ્યું કે આપણે આપણી આસપાસ જોઈએ તો ખબર પડે છે કે દેશના દરેક ભાગમાં કોઈને કોઈ સ્વચ્છતાને લઈને અનોખો પ્રયાસ કરી રહ્યું છે. વધુમાં એવું પણ કહ્યું કે હવે 2 ઓક્ટોમ્બરે સ્વચ્છ ભારત મિશનને 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે. આ પ્રસંગ એ લોકોને અભિનંદન પાઠવવાનો છે, જે લોકોએ ભારતના ઈતિહાસનું આ સૌથી મોટું જન આંદોલન બનાવ્યું.

આ કાર્યક્રમની શરૂઆત 3 ઓક્ટોબર 2014માં થઇ હતી. આ કાર્યક્રમને 22 ભારતીય ભાષા અને 29 બોલી સિવાય 11 વિદેશી ભાષામાં પણ પ્રસારિત કરવામાં આવે છે જેમાં ફ્રેન્ચ, ચીની, ઇન્ડોનેશિયાઇ, તિબ્બતી, બર્મી, બલૂચી, અરબી, પશ્તૂ, ફારસી, દારી અને સ્વાહિલી સામેલ છે. ‘મન કી બાત’ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના 500થી વધુ કેન્દ્રો દ્વારા કરવામાં આવે છે.

પીએમ મોદીએ એવું પણ કહ્યું કે, આજે લોકો રિડ્યૂઝ અને રીયૂઝ તેમજ રીસાયક પર વાત કરી રહ્યા છે. આ ખરેખરમાં સ્વચ્છ ભારત મિશનની સફળતા છે. આજે મહાત્મા ગાંધીને સાચી શ્રદ્ધાંજલી છે. પીએમ મોદીએ કહ્યું કે આના ઉદાહરણમાં મને કોઝિકોડમાં એક શાનદાર પ્રયાસની ખબર પડી છે. કેરળના 74 વર્ષના સુબ્રમણ્યમજીએ 23 હજાર કરતા વધુ ખુરશીઓની રિપેર કરીને ફરી તેને ઉપયોગી બનાવી. લોકો તેમને રિડ્યૂસલ, રિયૂઝ અને રીસાયકલના ટ્રિપલ ચેંપિયન કહે છે. તેમના આ અનોખા પ્રયાસને કોઝીકોડના સિવિલ સ્ટેશન, પીડબ્લૂડી અને એલઆઈસીમાં જોઈ શકાય છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં નવરાત્રી પહેલા વરસાદની જમાવટ, કયા જિલ્લામાં પડશે ધોધમાર?

0

ગુજરાતમાં નવરાત્રી પહેલા વરસાદની જમાવટ થઈ રહી છે. સમગ્ર ગુજરાત પર મેઘાની મહેર જોવા મળી રહી છે. નવરાત્રી પહેલા વરસાદના પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા 24 કલાકમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢ, વડોદરા અને ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. આજે વડોદરા માટે અતિ ભારે દિવસ છે કારણ કે હવામાન વિભાગે આજે વડોદરામાં ભારે વરસાદની આગાહી કરી છે.

Patan Rain News: પાટણના સિદ્ધપુરમાં 24 કલાકમાં 2.4 ઈંચ વરસાદ, જાણો સમગ્ર જિલ્લામાં થયેલા વરસાદ વિશે

બે ત્રણ દિવસ ધબધબાટી બોલાવ્યા બાદ આજે વરસાદ ધીમો પડી ગયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદનાં આંકડા પ્રમાણે આજે 30 સપ્ટેમ્બર 2024, સોમવારના રોજ સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી ગુજરાતના 6 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ ગાંધીનગરમાં કલોલમાં એક ઈંચ જેટલો અને ગાંધીનગરમાં પોણા ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે રવિવારે સવારે 6 વાગ્યાથી લઈને સોમવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ જૂનાગઢના વિસાવદરમાં સાડા ચાર ઈંચ, વડોદરામાં પોણા ચાર ઈંચ, જૂનાગઢ અને જૂનાગઢ શહેરમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. બોટાદના ગઢડામાં પણ સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે 30 સપ્ટેમ્બર 2024, સોમવારના દિવસ વડોદરામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં ભારે વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, વડોદરા, નવસારી, સુરત, ડાંગ, તાપી, વલસાડ, દાદરા નગર હવેલી તેમજ જૂનાગઢ, રાજકોટ, જામનગર, પોરબંદર, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા,બોટાદ, કચ્છમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો :-

ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 170ના મોત,બિહારમાં એલર્ટ જારી

0

નેપાળમાં અતિ ભારે વરસાદને કારણે આવેલા પૂર અને ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 170 થયો હતો, જ્યારે 42 લોકો લાપતા છે. તમને જણાવી દઈએ કે શુક્રવારથી ભારે વરસાદના કારણે પૂર્વ અને મધ્ય નેપાળનો મોટો હિસ્સો ડૂબી ગયો છે અને દેશના ઘણા ભાગોમાં પૂર આવી ગયું છે. નેપાળમાં પૂરના કારણે અડીને આવેલા બિહારના અનેક વિસ્તારો ફરી એકવાર પૂરનો શિકાર બનવા લાગ્યા છે. બિહારમાં ભારે વરસાદ અને નદીઓના જળસ્તર વધવાને કારણે હાહાકાર મચી ગયો છે. રસ્તાઓ તળાવ બની ગયા છે, 3-4 ફૂટ સુધી પાણી ભરાયા છે. ખાસ કરીને નેપાળને અડીને આવેલા જિલ્લાઓમાં પૂરનો કહેર જોવા મળી રહ્યો છે.

ચીનમાં ભારે વરસાદ અને પૂર પછી વાવાઝોડાંનો તરખાટ | Thunderstorms erupt after heavy rains and floods in China

બિહારમાં મોતિહારીના કુંડવા ચૈનપુરમાં રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા છે. નેપાળમાં ભારે વરસાદને કારણે બાગમતી નદી અને લાલબકેયા નદીમાં પૂર છે, જેની અસર બિહારમાં પણ જોવા મળી રહી છે. રસ્તાઓ પર 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. ચૈનપુરના અનેક ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે. આ યાદીમાં હીરાપુર, ગુરહાનવા, વીરતા ટોલા, ભવાનીપુર, બલુઆ અને મહગુઆ સહિત ઘણા ગામોના નામ સામેલ છે. પાણીના જોરદાર પ્રવાહને કારણે બાગમતી નદી અને લાલબકૈયા નદી પર બનેલો બંધ ગઈકાલે રાત્રે અચાનક તૂટી ગયો હતો, જેના કારણે નદીઓમાં ગાબડું પડ્યું હતું. જેના કારણે ચૈનપુર સહિત અનેક વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા હતા.

નેપાળની બાગમતી નદીમાં ભારે પૂર આવ્યું છે અને હવામાન વિભાગ મુજબ હજુ મંગળવાર સુધી વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. કાઠમંડૂની મુખ્ય નદી બાગમતી પૂર્વી અને મધ્ય નેપાળમાં મૂશળધાર વરસાદ પછી જોખમી નિશાનથી ઉપર વહી રહી છે. કાઠમંડુમાં પહેલાં ક્યારેય આવું પૂર જોવા મળ્યું નથી. આઈસીએમઓડીના રિપોર્ટમાં કહેવાયું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર અને ચોમાસાના કારણે શનિવારે અનરાધાર વરસાદ વરસ્યો છે.

દરમિયાન ઉત્તર ભારતમાં મૂશળધાર વરસાદથી અનેક રાજ્યોની હાલત ખરાબ થઈ છે. નેપાળમાં આવેલા પૂરથી બિહારમાં નદીઓનું જળસ્તર વધતાં વીરપુર અને વાલ્મિકિનગર બેરેજના દરવાજા ખોલી દેવાયા છે. જેથી ૨૦ જિલ્લાઓમાં પૂરનું જોખમ સર્જાયું છે. બિહારની કોસી નદીમાં જળસ્તર વધતા ૫૬ વર્ષમાં સૌથી વધુ ૬.૬૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પરિણામે ૧૩ જિલ્લામાં ૧૬.૨૮ લાખથી વધુ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. એ જ રીતે ગંડક નદીમાં પૂરના પાણી આવતા વાલ્મિકિનગર બેરેજમાંથી ૫.૬૨ લાખ ક્યુસેક પાણી છોડાયું છે.

આ પણ વાંચો :-

મંદિર પાસેથી મટન માર્કેટ હટાવવા બજરંગ સેનાનું આવેદન

બજરંગ સેના દ્વારા સુરતમાં મહર્ષિ આસ્તિક ઋષિ મંદિર પરિસરના આસપાસ માંસની દુકાન મોટા પાયે ચલાવવામાં આવી રહી છે. માંસની દુકાનો બંધ કરાવવાના મુદ્દે ગોડાદરા પોલીસ મથકમાં અરજીપત્ર આપવામાં આવ્યું. બજરંગ સેનાના તમામ કાર્યકરો હાથમાં ધ્વજ લઈને અને ‘જય શ્રી રામ’ ના નારા લગાવતાં સુરત શહેરના ગોડાદરા પોલીસ મથકમાં 500 થી વધુ કાર્યકરો અને અધિકારીઓ મળી અરજીપત્ર આપ્યું હતું.

બજરંગ સેનાના પ્રમુખ પંચદેવ સિંહે જણાવ્યું કે મહર્ષિ આસ્તિક ઋષિ મંદિર પરિસર પાસે મોટા પાયે બિનકાયદેસર માંસ બજાર ચલાવવામાં આવી રહ્યું છે અને તેને ધીમે ધીમે મોટી મટન મંડી તરીકે વિકસાવવાની સડયંત્ર કરવામાં આવી રહી છે. ગોડાદરા પોલીસને પોલીસ ઈન્સ્પેક્ટર એચ. એસ. આચાર્યને અરજી આપી, મહર્ષિ આસ્તિક ઋષિ મંદિરની બાજુમાં બિનકાયદેસર ચાલતા માંસ બજારને સંપૂર્ણ બંધ કરવા માટે અરજી આપવામાં આવશે. મહર્ષિ આસ્તિક ઋષિ મંદિરે જનાર ભક્તોની લાગણીઓ દુભાઈ રહી છે. દર વર્ષે મહર્ષિ આસ્તિક ઋષિ મંદિરની વર્ષગાંઠ પર ભવ્ય રીતે પૂજા-પાઠ અને મેળાનું આયોજન થાય છે, જેમાં દરરોજ લાખો શ્રદ્ધાળુઓ મહર્ષિ આસ્તિક ઋષિની પૂજા અર્ચના અને દર્શન કરવા પહોંચે છે અને મેળાનો આનંદ લે છે.

મહર્ષિ આસ્તિક ધામના આસપાસ લગભગ 4 થી 5 કિલોમીટર સુધી સંપૂર્ણ હિંદુ સમાજ વસવાટ કરે છે અને મંદિરમાં દર વર્ષે આશરે 25 થી 30 લાખ ભક્ત દર્શન કરવા આવે છે. મંદિરની પાવન વર્ષગાંઠ પર દર વર્ષે મહાપૂજન અને સાપ્તાહિક મેળાનું આયોજન થાય છે, જેમાં દરરોજ 1 થી 2 લાખ ભક્ત આવે છે અને મહર્ષિ આસ્તિક ઋષિની પૂજા અર્ચના કરે છે અને મેળાનો આનંદ માણે છે. વર્ષગાંઠના અવસરે સમગ્ર ક્ષેત્ર લગભગ ત્રણથી ચાર કિલોમીટર સુધી ભક્તિભાવથી ભરેલું રહે છે. આ વિસ્તારમાં આવેલા તમામ મંદિરોના કેન્દ્ર હોવાથી વર્ષગાંઠના મહિનાથી જ અહીં ઘણા વિશાળ કળશયાત્રા કાઢવામાં આવે છે અને તમામ કળશયાત્રાઓ આ પવિત્ર આસ્તિક ઋષિધામથી જ શરૂ થાય છે. પરંતુ દુખદ વાત એ છે કે આટલા મોટા પવિત્ર ધામ હોવા છતાં મંદિરની પરિસરના એકદમ બાજુમાં બહુ મોટા પાયે વિધર્મીઓ દ્વારા બિનકાયદેસર કતલખાનાં ચલાવવામાં આવી રહ્યું છે. તેથી ભક્તોને આવાગમન દરમ્યાન ખૂબ ભયાનક દૃશ્યો જોવા મળે છે અને આવાગમન માર્ગમાં બિનકાયદેસર કતલખાનાં હોવાને કારણે અનેક ઋષિ-મુનિઓ અને ભક્તોની લાગણીઓ આહત થાય છે. વર્ષગાંઠના સમયગાળા, કળશયાત્રા કે અન્ય કોઈ ધાર્મિક આયોજનમાં ભક્તોની ભીડ વધી જાય છે ત્યારે બિનકાયદેસર કસાઇઓ વિધર્મીઓ દ્વારા જાણબૂઝીને ટકરાવ કરીને વાતાવરણ બગાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

તમને યાદ કરાવી દઉં કે વર્તમાનમાં જ્યાં બિનકાયદેસર કતલખાનાં ચલાવવામાં આવી રહ્યું છે, તેના મધ્યમાં નગર પ્રાથમિક આંગણવાડી ક્રમાંક 77 છે, જેમાં આ વિસ્તારના નાના બાળકો શિક્ષણ માટે જાય છે. આ આંગણવાડી કતલખાનાથી કાયમ જતી રહી છે. આ વિસ્તારની નગર પ્રાથમિક શાળાનો આવાગમન માર્ગ પણ આ જ કતલખાનાથી પસાર થાય છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને નાના બાળકો પર આ ભયાનક દૃશ્યોનો ખરાબ પ્રભાવ પડે છે.

આ પણ વાંચો :-

દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ કરવા આપ સરકાર ઉતરી મેદાને

0

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના તૂટેલા રસ્તાઓના સમારકામ અંગે મુખ્યમંત્રી આતિશીને પત્ર લખ્યો હતો. જેને લઈને સીએમ આતિષીના નેતૃત્ત્વમાં આખું કેબિનેટ આજે (30મી સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી સ્થાનિક ધારાસભ્યો અને PWD અધિકારીઓ સાથે દિલ્હીના રસ્તાઓ પર ઊતર્યા છે.

Image

કેબિનેટ આઠ દિવસ સુધી રસ્તાઓનું નિરીક્ષણ કરીને રિપોર્ટ સોંપશે, ત્યારપછી આવતા અઠવાડિયાથી રસ્તા બનાવવાનું કામ શરૂ થશે. મુખ્યમંત્રીએ ઓક્ટોબરમાં સમગ્ર દિલ્હીના રસ્તાઓનું સમારકામ કરવાનો દાવો કર્યો છે. સીએમ આતિશીએ દક્ષિણ અને દક્ષિણ પૂર્વમાં, ગોપાલ રાય ઉત્તર પૂર્વમાં, કૈલાશ ગેહલોત પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં, ઇમરાન હુસૈન મધ્ય અને નવી દિલ્હીમાં, સૌરભ ભારદ્વાજ પૂર્વમાં અને મુકેશ અહલાવતે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રી આતિશીએ કહ્યું, “અમે દિલ્હી સચિવાલયમાં મંત્રીઓની બેઠક યોજી હતી અને PWDના 1400 કિલોમીટરના રસ્તાઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે સોમવારથી તમામ મંત્રીઓ રસ્તા પર ઉતરશે, હું પોતે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિલ્હી જઈશ. અમે શેરીઓમાં જઈશું અને જોઈશું કે ક્યાં અને શું જરૂરી છે. પાર્ટીએ દિવાળી સુધીમાં દિલ્હીને ખાડામુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.

સ્વાતિ માલીવાલે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને AAP સરકાર પર નિશાન સાધ્યું છે. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર દિલ્હીના કિરારી વિસ્તારના ખરાબ રસ્તાઓની તસવીરો પોસ્ટ કરતા તેમણે લખ્યું, “CM 1 એ CM 2 ને પત્ર લખીને જણાવવું પડ્યું કે દિલ્હીના રસ્તાઓ ખૂબ ખરાબ છે. CM 2 ઘણા મહિનાઓ સુધી PWD અને ડઝનબંધ મંત્રાલયોના મંત્રી હતા પરંતુ તેમને ખબર નહોતી કે જનતા પણ આવી સમસ્યાનો સામનો કરી રહી છે. તેમણે આગળ લખ્યું, “મારા છેલ્લા ટ્વીટ પછી હવે તેમનું ધ્યાન મુંડકા પર ગયું છે. હવે જુઓ કિરારીની ખરાબ હાલતની આ તસવીર, અહીં ક્યારે આવશે CM 1 અને CM 2 નિરીક્ષણ માટે?

આ પણ વાંચો :-

મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવશે, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી જાહેરાત

પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તીના નામ પર વધુ એક સિદ્ધિ જોડાઈ ગઈ છે. તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આની જાહેરાત કરી છે. મિથુનને આ એવોર્ડ નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે. આ એવોર્ડ સમારોહ 8 ઓક્ટોબર 2024 ના રોજ આયોજિત કરવામાં આવશે.

મિથુન ચક્રવર્તી, જેમને મિથુન દા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેઓ એક પ્રતિષ્ઠિત ભારતીય અભિનેતા, નિર્માતા અને રાજકારણી છે, જેમને તેમની બહુમુખી ભૂમિકાઓ અને વિશિષ્ટ નૃત્ય શૈલી માટે ઓળખવામાં આવે છે. તેમણે પોતાની ફિલ્મોમાં વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી છે, જેમાં એક્શનથી ભરપૂર પાત્રોથી લઈને માર્મિક નાટકીય અભિનય સુધી સામેલ છે.

Mithun Chakraborty to receive Dadasaheb Phalke Award for contribution to Indian cinema - IndiaPost NewsPaper

મંત્રીએ જણાવ્યું કે એક સાધારણ પરિવારથી લઈને એક જાણીતા ફિલ્મ આઈકોન બનવા સુધી મિથુન ચક્રવર્તીની સફર આશા અને દ્રઢતાની ભાવનાને દર્શાવે છે, જે તે પુરવાર કરે છે કે જુસ્સા અને સમર્પણ સાથે, કોઈ પણ વ્યક્તિ પોતાના સૌથી મહત્વાકાંક્ષી સપનાંને પણ પ્રાપ્ત કરી શકે છે. તેમના સમર્પણ અને સખત મહેનતે તેમણે મહત્વાકાંક્ષી અભિનેતાઓ અને કલાકારો માટે રોલ મોડેલ બનાવ્યા છે.

16 જૂન, 1950ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં જન્મેલા ગૌરાંગ ચક્રવર્તીએ પોતાની પહેલી જ ફિલ્મ “મૃગયા” (1976)માં શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો. પ્રતિષ્ઠિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એફટીઆઇઆઇ)ના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિથુન ચક્રવર્તીએ તેમની કળાનું સન્માન કર્યું હતું અને સિનેમામાં તેમની ઝળહળતી કારકિર્દીનો પાયો નાંખ્યો હતો.

મૃણાલ સેનની ફિલ્મમાં તેમના સંથાલ બળવાખોરની ભૂમિકા ભજવવા માટે તેમને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી. મિથુને 1980ના દાયકામાં “ડિસ્કો ડાન્સર” (1982)માં તેમની ભૂમિકાથી નોંધપાત્ર લોકપ્રિયતા મેળવી હતી, આ એક એવી ફિલ્મ હતી જેણે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સફળતા મેળવી હતી, જેને તેને એક ડાન્સિંગ સનસની તરીકે સ્થાપિત કર્યા હતા. ડિસ્કો ડાન્સર (1982)માં તેમની આઇકોનિક ભૂમિકા સાથે તેઓ ઘરે ઘરે પ્રસિદ્ધ થઈ ગયા, આ એક એવી ફિલ્મ હતી જેમાં તેમની અસાધારણ નૃત્ય કુશળતા દર્શાવવામાં આવી હતી એટલું જ નહીં, પરંતુ ભારતીય સિનેમામાં ડિસ્કો સંગીતને પણ લોકપ્રિય બનાવ્યું હતું. અગ્નિપથમાં તેમના અભિનયથી તેમને 1990માં શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો.

બાદમાં તેમણે તહદર કથા (1992) અને સ્વામી વિવેકાનંદ (1998)માં પોતાની ભૂમિકાઓ માટે વધુ બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો જીત્યા હતા. પોતાની વિસ્તૃત કારકિર્દી દરમિયાન મિથુને હિન્દી, બંગાળી, ઓડિયા, ભોજપુરી અને તેલુગુ સહિત વિવિધ ભારતીય ભાષાઓની 350થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓ એક્શનથી માંડીને ડ્રામા અને કોમેડી સુધીના વૈવિધ્યસભર અભિનય માટે જાણીતા છે, અને તેમણે અનેક પુરસ્કારો જીત્યા છે, જેમાં શ્રેષ્ઠ અભિનેતા માટેના ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો :-

શેરબજારમાં 1000 પોઇન્ટના કડાકાથી હાહાકાર, નિફ્ટી 300 પોઇન્ટ તૂટ્યો

0

શેરબજાર સેન્સેક્સ નિફ્ટી સપ્તાહના પ્રથમ દિવસ મોટા ઘટાડે ખૂલ્યા છે. સોમવારે સેન્સેક્સ 360 પોઇન્ટ અને નિફ્ટી 100 પોઇન્ટની નીચા ગેપમાં ખૂલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 85571 સામે સોમવારે 85208 ખૂલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 26178 પાછલા બંધ સામે આજે 26061 ખૂલ્યો હતો. શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆતમાં બેંક અને આઈટી શેર સૌથી ડાઉન હતા.

sensex today: Sensex falls 300 points tracking weak global trends; Nifty  below 19,500 - The Economic Times

ગિફ્ટ નિફ્ટી અને એશિયાના શેરબજાર સોમવારે ઘટાડે ટ્રેડિંગ કરી રહ્યા હતા. ગિફ્ટી નિફ્ટી 91 પોઇન્ટ ડાઉન હતો. તો જાપાનનો નિક્કેઇમાં 1825 પોઇન્ટનો મસમોટો કડાકો બોલાયો હતો. તાઇવાન, કોસ્પી,સેટ કોમ્પોઝિટ, જકાર્તા કોમ્પોઝિટ, શાંઘાઇ શેરબજાર નરમ હતા. તો સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ અને હોંગકોંગ શેર બજાર સાધારણ વધીને ટ્રેડ કરી રહ્યા હતા.

ભારતીય શેરબજારના મુખ્ય બેન્ચમાર્ક નિફ્ટી 50 ઇન્ડેક્સની સ્ટોક સ્ક્રીપ્સમાં ફેરફાર થઇ રહ્યા છે. નિફ્ટી 50 ઈન્ડેક્સમાંથી LTIM અને ડિવિસ લેબ બહાર નીકળશે અને તેના બદલામાં BEL અને TRENTની એન્ટ્રી થશે.

બે દિવસ પહેલા BSE પર સૌથી વધુ ઉછાળો મેળવનાર ટોપ-10 શેરો વિશે વાત કરીએ તો, લાર્જ કેપ કંપનીઓમાં સમાવિષ્ટ ટ્રેન્ટ શેર 3.46 ટકાના વધારા સાથે રૂ. 7873.25 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે મારુતિ સુઝુકીનો શેર રૂ. 13059ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. 2.15 ટકા હતો. આ સિવાય ટાટા ગ્રૂપની કંપની ટાટા મોટર્સનો શેર પણ લગભગ 1.50 ટકા વધીને રૂ. 975ના આંકડાને સ્પર્શ્યો હતો. આ સિવાય નેસ્લે ઈન્ડિયાનો શેર પણ 1 ટકાથી વધુ વધીને રૂ. 2722 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો :-

૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪/ આ રાશિ માટે રવિવારના દિવસે આર્થિક બાબતોમાં લાભ, સંતાન તરફ થી પ્રગતિના નયા દૌર શરૂ, જાણો આજનું રાશિ ભવિષ્ય

મેષઃ

સ્વભાવમાં ચિડિયાપણું વધતું જણાય. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. કાર્યમાં સફળતા મળતી જણાય. માતાની તબિયત નરમ ગરમ રહે. નાણાંકીય રોકાણોમાં સાવધાની રાખવી જરૂરી. આરોગ્ય જળવાય.

વૃષભઃ

દિવસની શરૂઆતમાં થોડી ચિંતા રહે, ત્યારબાદ મોજ શોખ આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોની ચિતા સતાવશે. અગત્યના કાર્યો સા‍વધાની પૂર્વક કરવા. દામપત્ય સુખ અંગે મિશ્ર ફળ મળતું જણાય.

મિથુનઃ

હાજર જવાબી, ટીખળી, નીખાલસ તથા આનંદી સ્વભાવ રહે. કંઇક નવું જાણવાનો યોગ બને છે. વિશ્વાસઘાત નો ભોગ ન બનાય એનું ધ્યાન રાખવું પડવા વાગવાથી તથા વાહન અકસ્માતથી સાચવવું. નોકરી ધંધા માટે સામાન્ય દિવસ.

કર્કઃ

આનંદ ‌ઉત્સાહમાં વધારો થતો જણાય. સ્વભાવમાં સરળતા વધે. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા અનુભવાય. મિત્રોથી લાભ. મિત્ર વર્તુળમાં વધારો થાય. આવક જાવકનું પાસું સરભર થતું જણાય. સ્નાયુનો દુઃખાવો રહે.

સિંહઃ

માનસિક ટેન્શન રહે. સ્‍વભાવમાં ઉગ્રતા રહે. કાર્ય સફળતા માટે મહેનત વધારે કરવી પડે. દિવસની શરૂઆત પિતૃને યાદ કરીને કરવાથી પરિસ્થિતિ હળવી થતી જણાય. દામ્પત્ય સુખમાં ‍વધારો થતો જણાય.

કન્યાઃ

આવકનું પ્રમા‍ણ ઘટે. વાણીમાં ઉગ્રતા ટાળવી. આંખનું ધ્યાન રાખવું. માથાનો દુઃખાવો તથા તાવ રહે. ભાગ્ય સાથ આપતું જણાય. માતાની સાથે વાદ વિવાદ સંભવે. ધંધા નોકરી માં શાં‌ત મગજ રાખવું. જીવનસાથી સાથે પ્રેમ જળવાય.

તુલાઃ

દિવસ દરમ્યાન ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. આવકનું પ્રમાણ જળવાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. પિતા સાથે મતભેદ થાય. અથવા પિતાની તબિયત બગડતી જણાય. આરોગ્ય સારૂં રહે. નોકરી ધંધામાં સંતોષ.

વૃશ્ચિકઃ

નાના ભાઇ બહેનોની ચિંતા સતાવે કાર્યમાં સફળતા મળતી જણાય. વિદેશ અંગેના ‌કાર્યોમાં સફળતા મળે. પ્રવાસનું આયોજન શક્ય બને. સાસરા પક્ષ તરફથી લાભ મળતો જણાય. જ્ઞાનતંતું ઓ સંબંધિત રોગથી સાચવવું.

ધનઃ

આજે આરોગ્ય માં સુધારો થતો જણાય. પરંતું થોડી માનસિક અશાંતિ રહે. મેડીટેશન કરવાથી ફાયદો જણાય. આવકું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળી રહે. નોકરી ધંધા માટે મિશ્ર દિવસ પસાર થાય.

મકરઃ

માનસિક શાંતિ, આનંદ- ઉત્સાહ વધે. આવકમાં વધારો થતો જણાય. પરિવારના સ્ત્રી સભ્યોની ચિંતા રહે. કરેલા રોકાણોમાંથી લાભ મળતો જણાય. ભાડાની આવક ઉભી કરી શકાય. સ્વાસ્થય સારું રહેતું જણાય.

કુંભઃ

આત્મવિશ્વાસ જળવાય. આવકમાં વધારો થાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ મળતો જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. આરોગ્ય સાચવવાની સલાહ છે. શરદી ખાંસી રહે. આઇસક્રીમ ઠંડા પીણાથી દૂર રહેવું. ધાર્મિક યાત્રા થાય.

મીનઃ

નાનાભાઇ બહેનોના વ્યવહારથી દુઃખ થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. સ્થાવર જંગમ મિલકત ના વ્યવહારોમાં ધ્યાન રાખવું સંતાન સાથે પ્રેમ જળવાય. વિદ્યાર્થી મિત્રોને સફળતા મળે. હાંડકાંની સંભાળ રાખવી.

જમ્મુ-કાશ્મીર કુલગામ એન્કાઉન્ટરમાં 2 આતંકવાદીઓ ઠાર, 4 જવાનો ધાયલ

0

જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શનિવારે સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અઠડામણ થઈ હતી. આ અઠડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે, આ અથડામણમાં જમ્મુ-કાશ્મીર પોલીસના એક અધિકારી સહિત પાંચ સુરક્ષા કર્માચારીઓ ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, સેનાના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ કુલગામના આદિગામ વિસ્તારમાં થઈ રહી હતી.

Jammu Kashmir Terror Attack - જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને શોધવા માટે ઓપરેશન ચાલુ, રાજૌરી અને પૂંચમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ | Jammu Kashmir Poonch Rajouri Terrorists ...

પોલીસે જણાવ્યું કે, સુરક્ષા દળોએ દેવસર વિસ્તારના આદિગામ ગામને ઘેરી લીધું હતું અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જિલ્લાના આદિગામ ગામમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત માહિતી મળી હતી. ત્યારબાદ સેના, પોલીસ અને સીઆરપીએફ સહિતના સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

અધિકારીઓએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા હતા. જ્યારે આતંકવાદીઓને ખબર પડી કે અમે ચારેય બાજુથી ઘેરાઈ ગયા છીએ તો તેમણે સુરક્ષા દળો પર ફાયરિંગ શરૂ કરી દીધું. ગોળી લાગવાથી સેનાના ચાર જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના અધિકારી મુમતાઝ અલી સામાન્ય રૂપે ઘાયલ થયા છે. છુપાયેલા આતંકવાદીઓ ભાગી ન શકે તેના માટે સુરક્ષા દળોએ ભાગવાના તમામ રસ્તા બંધ કરી દીધા છે. પહેલાથી જ વધારાના દળો એન્કાઉન્ટર સ્થળ પર પહોંચી ગયા છે. ઘાયલ સુરક્ષા કર્મચારીઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે આ આતંકવાદીઓ કટ્ટર વિદેશી ભાડૂતી છે. છેલ્લા ત્રણ-ચાર મહિના દરમિયાન, આ આતંકવાદીઓએ જમ્મુ ડિવિઝનના ડોડા, કઠુઆ, રાજૌરી, પુંછ અને રિયાસી જિલ્લામાં સેના, સ્થાનિક પોલીસ અને નાગરિકો પર હુમલા કરીને તેમને મોતના ઘાટ ઉતાર્યા છે. પહાડી વિસ્તારોમાં સેના અને અન્ય લોકો પર હુમલો કર્યા બાદ આતંકવાદીઓ આ પહાડી જિલ્લાઓના ગાઢ જંગલો ભાગી જાય છે.

આ પણ વાંચો :-

ગુજરાતના 24 કલાકમાં 233 તાલુકામાં વરસાદ, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ

0

ગુજરાતના માથે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે. વિદાય લે એ પહેલા સમગ્ર ગુજરાતમાં વરસાદની મેઘ મહેર જોવા મળી રહી છે. જોકે, નવરાત્રી પહેલા વરસાદ પડવાના કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિતાનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા 24 કલકામાં વરસાદની વાત કરીએ તો 233 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે આજે 7 તાલુકામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. જ્યારે અન્ય તાલુકામાં ભારે વરસાદની આગાહી પણ કરી છે.

Red alert in these parts of Gujarat; IMD forecasts very heavy rain till July 24 | DeshGujarat

સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદના આંકડા પ્રમાણે આજે 28 સપ્ટેમ્બર 2024, શનિવારના દિવસે સવારે 6 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 55 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના વાપીમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉમરગામ અને કપરાડામાં પણ એક ઉંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આજે 7 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ડ આપવામાં આવ્યું છે. ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બાકીના જિલ્લાોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ પણ વાંચો :-