આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીના તૂટેલા રસ્તાઓના સમારકામ અંગે મુખ્યમંત્રી આતિશીને પત્ર લખ્યો હતો. જેને લઈને સીએમ આતિષીના નેતૃત્ત્વમાં આખું કેબિનેટ આજે (30મી સપ્ટેમ્બર) સવારે 6 વાગ્યાથી સ્થાનિક ધારાસભ્યો અને PWD અધિકારીઓ સાથે દિલ્હીના રસ્તાઓ પર ઊતર્યા છે.
કેબિનેટ આઠ દિવસ સુધી રસ્તાઓનું નિરીક્ષણ કરીને રિપોર્ટ સોંપશે, ત્યારપછી આવતા અઠવાડિયાથી રસ્તા બનાવવાનું કામ શરૂ થશે. મુખ્યમંત્રીએ ઓક્ટોબરમાં સમગ્ર દિલ્હીના રસ્તાઓનું સમારકામ કરવાનો દાવો કર્યો છે. સીએમ આતિશીએ દક્ષિણ અને દક્ષિણ પૂર્વમાં, ગોપાલ રાય ઉત્તર પૂર્વમાં, કૈલાશ ગેહલોત પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં, ઇમરાન હુસૈન મધ્ય અને નવી દિલ્હીમાં, સૌરભ ભારદ્વાજ પૂર્વમાં અને મુકેશ અહલાવતે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિલ્હીના રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી આતિશીએ કહ્યું, “અમે દિલ્હી સચિવાલયમાં મંત્રીઓની બેઠક યોજી હતી અને PWDના 1400 કિલોમીટરના રસ્તાઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે સોમવારથી તમામ મંત્રીઓ રસ્તા પર ઉતરશે, હું પોતે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ દિલ્હી જઈશ. અમે શેરીઓમાં જઈશું અને જોઈશું કે ક્યાં અને શું જરૂરી છે. પાર્ટીએ દિવાળી સુધીમાં દિલ્હીને ખાડામુક્ત બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે.
સ્વાતિ માલીવાલે આ સમગ્ર મામલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને AAP સરકાર પર નિશાન સાધ્યું છે. પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ X પર દિલ્હીના કિરારી વિસ્તારના ખરાબ રસ્તાઓની તસવીરો પોસ્ટ કરતા તેમણે લખ્યું, “CM 1 એ CM 2 ને પત્ર લખીને જણાવવું પડ્યું કે દિલ્હીના રસ્તાઓ ખૂબ ખરાબ છે. CM 2 ઘણા મહિનાઓ સુધી PWD અને ડઝનબંધ મંત્રાલયોના મંત્રી હતા પરંતુ તેમને ખબર નહોતી કે જનતા પણ આવી સમસ્યાનો સામનો કરી રહી છે. તેમણે આગળ લખ્યું, “મારા છેલ્લા ટ્વીટ પછી હવે તેમનું ધ્યાન મુંડકા પર ગયું છે. હવે જુઓ કિરારીની ખરાબ હાલતની આ તસવીર, અહીં ક્યારે આવશે CM 1 અને CM 2 નિરીક્ષણ માટે?
આ પણ વાંચો :-