Home Blog Page 605

ઓડિશામાં નીલાંચલ એક્સપ્રેસ પર ફાયરિંગ, કોઈ જાનહાની નહીં

0

ઓડિશામાં ચાલતી ટ્રેનમાં ફાયરિંગ થયું છે. ટ્રેન પર અનેક રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો છે. આ ઘટના પ્રકાશમાં આવતાં ખળભળાટ મચી ગયો છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP) આ મામલાની તપાસ કરી રહી છે.

મંગળવારે સવારે 9.25 કલાકની આસપાસ કેટલાક ઈસમોએ નંદનકાનન એક્સપ્રેસ પર ફાયરિંગ કર્યુ હતું. ટ્રેન ચરંપા રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતાં જ જીઆરપીએ તપાસ શરૂ કરી દીધી છે. ફાયરિંગ ગાર્ડના ડબ્બા તરફથી કરવામાં આવી હતી. ઘટનામાં કોઈ વ્યક્તિ ઘાયલ થયા નથી. પોલીસે ટ્રેન પર ફાયરિંગ કરવાનો હેતું શું હતો તેને લઈ તપાસ શરૂ કરી છે.

RPF અને GRPએ આ મામલાને લઈ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. થોડા દિવસો પહેલાં અલગ અલર રેલવે સ્ટેશનો પર બોમ્બની ધમકી મળી હતી. તાજેતરમાં બિહાર સંપર્ક ક્રાંતિ સુપરફાસ્ટ ટ્રેનમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી.જે બાદ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો.

ઉત્તર પ્રદેશના ગોંડામાં ટ્રેન નંબર 12565 બિહાર સંપર્ક ક્રાંતિ સુપરફાસ્ટ ટ્રેનમાં બોમ્બ હોવાની માહિતીના કારણે ખળભળાટ મચી ગયો હતો અને આરપીએફ અને જીઆરપી પોલીસની ટીમે ડોગ સ્કવોડ સાથે સતર્કતા સાથે ટ્રેનનું ચેકિંગ કર્યું હતું. જો કે બાદમાં કંઈ મળ્યું ન હતું અને દોઢ કલાકના વિલંબ બાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

‘દરેક પ્રાઇવેટ પ્રોપર્ટી પર સરકાર કબજો ન કરી શકે’: સુપ્રીમ કોર્ટે

0

સરકાર જાહેર હિતમાં કોઈની ખાનગી મિલકત હસ્તગત કરી શકે કે નહીં? આ સવાલના જવાબમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મંગળવારે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, તમામ ખાનગી મિલકતોને સાર્વજનિક હિત માટે જાહેર કરી શકાય નહીં. એટલે સરકાર દરેક મિલકત હસ્તગત કરી શકતી નથી. જો કે, તેને જાહેર હિતની બાબતોની સમીક્ષા કરવાનો અધિકાર છે અને આવી પરિસ્થિતિઓમાં તે જમીન પણ મેળવી શકે છે. કોર્ટે 1978ના એક નિર્ણયને પલટાવી દીધો જેમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર સમુદાયના હિતમાં કોઈપણ ખાનગી મિલકત હસ્તગત કરી શકે છે. બંધારણની કલમ 39(b)નું અવલોકન કરતાં સુપ્રીમ કોર્ટના 9 જજોની બેન્ચે આ મહત્ત્વનો નિર્ણય આપ્યો હતો.

In UP, judges can't write proper judgments!, supreme court of india, allahabad high court

સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે, “સરકાર તમામ ખાનગી મિલકતો હસ્તગત કરી શકે નહીં.” CJI DY ચંદ્રચુડે 1978 પછીના ચુકાદાઓને ઉથલાવી દીધા છે જેમાં સમાજવાદી થીમ અપનાવવામાં આવી હતી અને કહ્યું હતું કે, સરકાર સામાન્ય ભલા માટે તમામ ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે. CJI, સાત ન્યાયાધીશોની બહુમતીનો ચુકાદો લખતા, જણાવ્યું હતું કે, તમામ ખાનગી મિલકતો ભૌતિક સંસાધનો નથી અને તેથી સરકારો દ્વારા કબજે કરી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટના 9 જજોની બંધારણીય બેંચમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ બી.વી.નાગરત્ના, જસ્ટિસ સુધાંશુ ધુલિયા, જસ્ટિસ જે.બી.પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહનો સમાવેશ થાય છે. જેમણે આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો.

આ પણ વાંચો :-

વિકિપીડિયાને કેન્દ્ર સરકારે મોકલી નોટિસ, જાણો શું છે કારણ

0

ભારત સરકારે આજે મંગળવારે વિકિપીડિયાને નોટિસ પાઠવી છે. આ મામલો ખોટી માહિતી આપવા અને પક્ષપાત સાથે સંબંધિત છે. આ નોટિસમાં છેલ્લા મહિનામાં તેમની સામે થયેલી ફરિયાદો અને પક્ષપાત જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે જણાવે છે કે, શા માટે વિકિપીડિયાને મધ્યસ્થને બદલે પ્રકાશક તરીકે ન ગણવું જોઈએ. થોડા દિવસો પહેલા દિલ્હી હાઈકોર્ટે પણ સમાચાર એજન્સી ANIના વિકિપીડિયા પેજને ખોટી રીતે એડિટ કરવા બદલ પ્લેટફોર્મને ઠપકો આપ્યો હતો. કોઈપણ વ્યક્તિ વિકિપીડિયા પર કોઈપણ વ્યક્તિ વિશેની માહિતીમાં ફેરફાર કરી શકે છે.

Flight Wi-Fi Service: હવાઈ મુસાફરી ક્યારે કરી શકાશે વાઈ-ફાઈ ઈન્ટરનેટનો ઉપયોગ ? સરકારે જાહેર કર્યા નિયમ - મુંબઈ સમાચાર

મળતી માહિતી અનુસાર, સરકારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શા માટે વિકિપીડિયાને મધ્યસ્થીને બદલે પ્રકાશક તરીકે વર્ગીકૃત કરવામાં ન આવે? જો કે, હજુ સુધી આ બાબતે ન તો સરકાર તરફથી અને ન તો વિકિપીડિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. વિકિપીડિયા એક મફત ઓનલાઈન જ્ઞાનકોશ તરીકે ઓળખાય છે. તે સ્વયંસેવકોને મુદ્દાઓ અને જ્ઞાનના ક્ષેત્રો સહિત વિવિધ વિષયો પર પૃષ્ઠો બનાવવા અને સંપાદિત કરવાની મંજૂરી આપે છે.

નવેમ્બર 1ના રોજ યોજાયેલી સુનાવણીમાં, કોર્ટે વિકિપીડિયાના “મુક્ત જ્ઞાનકોશ” હોવાના દાવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ભાર મૂક્યો હતો કે વિકિપીડિયાએ, પ્રકાશકને બદલે “મધ્યસ્થી” તરીકે, વિનંતી પર જરૂરી માહિતી પ્રદાન કરવી જોઈએ. હકીકતમાં, વિકિપીડિયા કથિત પૂર્વગ્રહ અને ખોટી માહિતી માટે ટીકાનો સામનો કરી રહ્યું છે, ખાસ કરીને યુએસ પ્રમુખપદની ચૂંટણી દરમિયાન.

આ પણ વાંચો :-

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ મદરસા એક્ટને બંધારણીય જાહેર કર્યો

0

સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની બેન્ચે UPનો મદરેસા એક્ટ બંધારણીય છે કે ગેરબંધારણીય તે અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે યુપી મદરેસા બોર્ડ એક્ટ 2004ને બંધારણીય જાહેર કર્યો છે અને યુપી મદરેસા બોર્ડની બંધારણીયતાને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે કેટલીક જોગવાઈઓ સિવાય ‘ઉત્તર પ્રદેશ મદરેસા એજ્યુકેશન બોર્ડ એક્ટ 2004’ની બંધારણીય માન્યતાને સમર્થન આપ્યું છે.

When the Supreme Court sat outside New Delhi – The 'Basic' Structure

સુપ્રીમ કોર્ટે આદેશ આપતાં કહ્યું કે, આ કાયદાની જોગવાઈઓ મદરેસાઓમાં નિર્ધારિત શિક્ષણના ધોરણને પ્રમાણિત કરવાની છે. મદરેસા અધિનિયમ મદરેસાઓના રોજિંદા કામકાજમાં દખલ કરી શકે નહીં. તેનો ઉદ્દેશ ઉત્તર પ્રદેશ રાજ્યમાં લઘુમતીઓના અધિકારોનું રક્ષણ કરવાનો છે અને તે વિદ્યાર્થીઓ ઉતીર્ણ થઈ યોગ્ય આજીવિકા કમાય તે સુનિશ્ચિત કરવાની રાજ્યની સકારાત્મક જવાબદારીને અનુરૂપ છે. ઉત્તર પ્રદેશમાં મદરેસાઓ રાજ્યના પ્રમાણિત શિક્ષણ માપદંડોની સાથે પોતાની કામગીરી ચાલુ રાખી શકશે..

સુપ્રીમ કોર્ટે યુપી મદરસા એક્ટને બંધારણીય જાહેર કર્યો અને કહ્યું કે સરકાર મદરેસાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે મદરેસાઓનું નિયમન કરી શકે છે. આ નિર્ણય બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે યુપીના મદરેસાઓ ચાલુ રહેશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી લગભગ 17 લાખ વિદ્યાર્થીઓને મોટી રાહત મળી છે. CJI એ કહ્યું કે, રાજ્ય શિક્ષણના ધોરણોનું નિયમન કરી શકે છે. શિક્ષણની ગુણવત્તાને લગતા નિયમો મદરેસાઓના વહીવટમાં દખલ કરતા નથી. જો આ કાયદો બિનસાંપ્રદાયિકતાનો ભંગ કરશે તો તેના પર પ્રહાર કરવામાં આવશે તેવું માનીને હાઈકોર્ટે ભૂલ કરી હતી.

આ પણ વાંચો :-

સુરેન્દ્રનગરમાં દારૂની હેરાફેરી અટકાવવા જતા અકસ્માતમાં PSIનું મોત

0

ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ બુટલેગરો અવનવા રસ્તાઓ અપનાવી વિદેશી દારૂ રાજ્યમાં લાવીને વેચાણ કરી રહ્યાં છે. જેમાં પોલીસ 24 કલાક બુટલેગરો પર વોચ રાખી રહી છે અને ઘણા કિસ્સામાં બુટલેગરોને વિદેશી દારૂ સાથે દબોચી લેવામાં આવે છે. ત્યારે આ ઘટનામાં જાણો બુટલેગરોને પોલીસનો કોઇ ડર નથી તેવું લાગી રહ્યું છે જેમાં એક પોલીસ કર્મચારી બુટલેગરને પકડવા જતા મોતને ભેટ્યા છે.

અકસ્માતની આ ઘટનામાં બે પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી. એસએમસી ટીમના પી.એસ.આઇ જે એમ પઠાણને બાતમી મળી હતી કે એક કારમાં દારૂ ભરીને દસાડા-પાટડી રોડ પરથી પસાર થવાની છે. SMCની ટીમે રોડ બ્લોક કરીને કારને આંતરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે તે સમયે પાટડી તરફથી ક્રેટા કાર અને ટ્રેલર રોકાયું નહોતું, બન્ને વાહનો ત્યાંથી પસાર થઈ ગયા હતા.

જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનાં PSI જે.એમ. પઠાણ, બે કોન્સ્ટેબલ સહિતની ટીમ ગાડીમાં સવાર થઈ દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા. દરમિયાન, પાટડી-દસાડાથી કઠાડા તરફ જતા રસ્તા પરથી પસાર થતી વખતે એક ટ્રેલરની ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં SMC PSI પઠાણનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને ઇજાઓ પહોંચી હતી. અકસ્માતને પગલે લોકોથી ભીડ ભેગી થઈ હતી. ઇજાગ્રસ્ત બંને કોન્સ્ટેબલને લોકોએ કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખસેડવામાં મદદ કરી હતી.

આ પણ વાંચો :-

03 નવેમ્બર 2024/ આ રાશિના જાતકો માટે રવિવાર ચિંતાજનક, તો આ રાશિને મળશે સારા સમાચાર, જુઓ રાશિ ભવિષ્ય

મેષઃ

ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ ‍વધે. માતાની ‌તબિયત સાચવવી. અગત્યના નાણાંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારૂં છે. નોકરી ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

વૃષભઃ

આવક જ‍ળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમી પાત્ર નું મિલન શકય બને. રોમાંસ નો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.

મિથ‌ુનઃ

આવક નું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઇ બહેનો થી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યનૂ કાળજી રાખવી. દામ્પત્ય ક્ષેેત્રે આનંદ.

કર્કઃ

આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે. તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આંનંદ સ્નાયુના દુઃખાવા જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.

સિંહઃ

વિચારોમાં નકરાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.

કન્યાઃ

આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રએ સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.

તુલાઃ

માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઇસક્રીમ ઠંડા પીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શકય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વસ્થય સારૂં રહેશે.

વૃશ્ચિકઃ

સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જયોતિષ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.

ધનઃ

સેવાકીય પ્રવૃતિને કારણે યશ- પ્રતિષ્ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા પ્રવાસ શકય બને. માનસિક રોગોની કાળજી રાખવી.

મકરઃ

મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખત સર હેરફેર શકય બને. સંતાન સુખમાં વૃધ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાના રોગોથી સાચવવું.

કુંભઃ

નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે ‌મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શકય બને. હાલના નોકરી ધંધામાં આનંદ વર્તાય. માતા પિતાનું આરોગ્ય જળવાય. ‌પત્નિ સાથે વાદ વિવાદ ટાળવો.

મીનઃ

આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે. ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આ‍વક જળવાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કા‍ળજી રાખવી.

એલપીજી સિલિન્ડરના ભાવમાં ભડકો, કોમર્શિયલ સિલીન્ડરની રૂ.62 મોંઘો

0

નવેમ્બર મહિનાની શરૂઆત સાથે જ એલપીજી (LPG) સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આજથી એલપીજી સિલિન્ડરની કિંમતમાં 62 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. કંપનીઓએ 14.2 કિલોના ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી એટલે કે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. IOCLની વેબસાઈટ અનુસાર, નવા દરો આજથી 1 નવેમ્બર, 2024થી લાગુ થઈ ગયા છે.

Commercial LPG Gas Cylinder Price and Application Process

મુંબઈમાં એલપીજી સિલિન્ડર મોંઘું થઈ ગયું છે અને 1754.50 રૂપિયા પર પહોંચી ગયું છે. જ્યારે ચેન્નાઈમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને 1964.50 રૂપિયા થઈ ગઈ છે. મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને પણ 62 રૂપિયાનો આંચકો લાગ્યો છે. કોલકાતામાં સિલિન્ડરની કિંમત 1850.50 રૂપિયાથી વધીને 1911.50 રૂપિયા થઈ ગઈ છે. 1 ઓક્ટોબરે કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1692.50 રૂપિયા હતી જે હવે 1754.50 રૂપિયા થઈ ગઈ છે.

દરમિયાન ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે ચેન્નાઈમાં પણ, ઘરેલુ સિલિન્ડર સપ્ટેમ્બરના દરે 818.50 રૂપિયામાં જ ઉપલબ્ધ છે. દિલ્હીમાં 14.2 કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર તેના જૂના 803 રૂપિયાના દરે ઉપલબ્ધ છે. તે કોલકાતામાં 829 રૂપિયા અને મુંબઈમાં 802.50 રૂપિયામાં ઉપલબ્ધ છે.

આ પણ વાંચો :-

કેન્દ્રીય મંત્રીના ભાઈ અને ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાનું નિધન

0

જમ્મુ અને કાશ્મીરના નગરોટાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાનું ગુરુવારે મોડી સાંજે દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું. દેવેન્દ્ર રાણા છેલ્લા 6 દિવસથી દિલ્હીની હોસ્પિટલમાં દાખલ હતા. પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. દેવેન્દ્ર સિંહ રાણા તાજેતરમાં જમ્મુ અને કાશ્મીરની નગરોટા વિધાનસભા બેઠક પરથી વિધાન પરિષદના સભ્ય તરીકે ચૂંટાયા છે. મળતી માહિતી મુજબ, તેઓ 59 વર્ષના હતા અને તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રીઓ છે.

Devender Singh Rana dies: Who was BJP MLA from J&K's Nagrota? | Latest News India - Hindustan Times

જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિંહાએ પણ તેમના શોક સંદેશમાં દેવેન્દ્ર સિંહ રાણાને દેશભક્ત અને આદરણીય નેતા તરીકે યાદ કર્યા હતા. તેમણે લખ્યું કે, “દેવેન્દ્ર સિંહ રાણાના નિધનથી અમે એક પ્રિય નેતા ગુમાવ્યા છે જે જમ્મુ અને કાશ્મીરના લોકોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ હતા.”

તે જ સમયે, જમ્મુ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર અમિતાભ મટ્ટુએ પણ દેવેન્દ્ર સિંહ રાણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. મટ્ટુએ લખ્યું કે, દેવેન્દ્ર રાણા એક સમયે ઓમર અબ્દુલ્લાની નજીક હતા. તેમણે નગરોટા બેઠક જીતી હતી અને રાજ્યના લોકોની સેવા કરવાની તેમની પ્રતિજ્ઞા અતૂટ હતી.

આ પણ વાંચો :-

ધુમાડાને કારણે આ શહેરની હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’, જાણો AQI કયા સ્તરે પહોંચ્યો

0

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં દિવાળીની સવારે વાયુની ગુણવત્તા વધારે ખરાબ રહી હતી. અહીં સવારે 9 વાગ્યે એર ક્વાલિટી ઇન્ડેક્સ (AQI) 330 રહ્યું હતું. સાંજે ફટાકડાને કારણે વાયુની ગુણવત્તા વધારે ખરાબ થવાની સંભાવના છે. ગુરુવારે રાત્રે ફટાકડા ફોડવાને કારણે શહેરમાં ધુમાડાના વાદળો ઘેરાયા છે. ફટાકડાના ધુમાડાને કારણે દિલ્હીની હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ શ્રેણીમાં પહોંચી ગઈ છે.

Delhi AQI - Delhi Pollution: दिल्ली-NCR में प्रदूषण से मामूली राहत, कई इलाकों में 300 से कम AQI, देखें लिस्ट - Delhi Pollution update AQI still in very poor category marginal improvement

ગુરુવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં દિલ્હીની હવાની ગુણવત્તા (AQI) 330 નોંધાઈ હતી. આ સમયગાળા દરમિયાન, આનંદ વિહાર સહિતના મુખ્ય વિસ્તારોમાં AQI ‘ગંભીર’ શ્રેણીમાં નોંધવામાં આવ્યો હતો. તે જ સમયે, દિલ્હીની હવામાં પીએમ 2.5ની સાંદ્રતા વધી ગઈ, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફનો સામનો કરવો પડ્યો. ફટાકડા ઉપરાંત પરાળ સળગાવવાથી અને વાહનોમાંથી નીકળતા ધુમાડાને કારણે પરિસ્થિતિ વધુ વણસી હતી.

દિલ્હી સિવાય જો આસપાસના વિસ્તારોની વાત કરવામાં આવે તો નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત દિલ્હીની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ અપેક્ષા કરતા સારી રહી. આ શહેરોમાં AQI ‘ખરાબ’ કેટેગરીમાં નોંધાયો હતો. જ્યારે ફરીદાબાદમાં AQI 181 નોંધાયું હતું. દિલ્હીમાં દિવાળી પર પાછલા વર્ષોના AQI વિશે વાત કરવામાં આવે તો, તે 2022માં 312, 2021માં 382, 2020માં 414, 2019માં 337, 2018માં 281, 2017માં 319 અને 2016માં 431 નોંધાયું હતું.

આ પણ વાંચો :-

ઝારખંડના બોકારોમાં ફટાકડાની 66 દુકાનો બળીને ખાખ

0

દિવાળીની ઉજવણી વચ્ચે ઝારખંડમાંથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. જેમાં બોકારોમાં માર્ગા પુલ પાસે ફટાકડાની દુકાનોમાં આગ લાગતા ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ છવાયો છે. ભયાનક આગે વિકરાળરૂપ ધારણ કરતા થોડી જ વારમાં 66 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, આગની ઘટના બાદ ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી.

ઝારખંડના બોકારો સ્ટીલ સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગરગા બ્રિજ પાસે ફટાકડાની દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. આગ એટલી ગંભીર હતી કે થોડી જ વારમાં 66 દુકાનો બળીને રાખ થઈ ગઈ હતી. જિલ્લા પ્રશાસને આ દુકાનદારોને અસ્થાયી ધોરણે ફટાકડાની દુકાનો ખોલવાની પરવાનગી આપી હતી. આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. દુકાનદારોએ દાવો કર્યો હતો કે આ ઘટનામાં તેમને મોટું નુકસાન થયું છે. તેમણે વહીવટીતંત્ર પાસેથી નુકસાન માટે વળતરની માંગ કરી હતી. ઘટના બાદ બોકારોના BJP ધારાસભ્ય બિરાંચી નારાયણ ઘટના સ્થળે પહોંચ્યા અને કહ્યું કે, જો જિલ્લા વહીવટીતંત્ર અને ફાયર વિભાગ સક્રિય હોત તો આવી ઘટના ન બની હોત.

દિલ્હીના દ્વારકાના છાવલા વિસ્તારમાં એક વ્યક્તિ બસમાં ફટાકડા લઈ જઈ રહ્યો હતો, ત્યારે તેમાં આગ લાગી અને તે અને તેની બાજુમાં બેઠેલા અન્ય મુસાફર દાઝી ગયા. ઘટનાની માહિતી મળતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તે વ્યક્તિ થોડી માત્રામાં ફટાકડા લઈને જઈ રહ્યો હતો, જેના કારણે બસમાં આગ લાગી હતી, જેના કારણે તેને અને તેની બાજુમાં બેઠેલા સહ-મુસાફરને ઈજા થઈ હતી.

આ પણ વાંચો :-