ભારત સરકારે આજે મંગળવારે વિકિપીડિયાને નોટિસ પાઠવી છે. આ મામલો ખોટી માહિતી આપવા અને પક્ષપાત સાથે સંબંધિત છે. આ નોટિસમાં છેલ્લા મહિનામાં તેમની સામે થયેલી ફરિયાદો અને પક્ષપાત જેવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે જણાવે છે કે, શા માટે વિકિપીડિયાને મધ્યસ્થને બદલે પ્રકાશક તરીકે ન ગણવું જોઈએ. થોડા દિવસો પહેલા દિલ્હી હાઈકોર્ટે પણ સમાચાર એજન્સી ANIના વિકિપીડિયા પેજને ખોટી રીતે એડિટ કરવા બદલ પ્લેટફોર્મને ઠપકો આપ્યો હતો. કોઈપણ વ્યક્તિ વિકિપીડિયા પર કોઈપણ વ્યક્તિ વિશેની માહિતીમાં ફેરફાર કરી શકે છે.
મળતી માહિતી અનુસાર, સરકારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે શા માટે વિકિપીડિયાને મધ્યસ્થીને બદલે પ્રકાશક તરીકે વર્ગીકૃત કરવામાં ન આવે? જો કે, હજુ સુધી આ બાબતે ન તો સરકાર તરફથી અને ન તો વિકિપીડિયા તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે. વિકિપીડિયા એક મફત ઓનલાઈન જ્ઞાનકોશ તરીકે ઓળખાય છે. તે સ્વયંસેવકોને મુદ્દાઓ અને જ્ઞાનના ક્ષેત્રો સહિત વિવિધ વિષયો પર પૃષ્ઠો બનાવવા અને સંપાદિત કરવાની મંજૂરી આપે છે.
નવેમ્બર 1ના રોજ યોજાયેલી સુનાવણીમાં, કોર્ટે વિકિપીડિયાના “મુક્ત જ્ઞાનકોશ” હોવાના દાવા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો અને ભાર મૂક્યો હતો કે વિકિપીડિયાએ, પ્રકાશકને બદલે “મધ્યસ્થી” તરીકે, વિનંતી પર જરૂરી માહિતી પ્રદાન કરવી જોઈએ. હકીકતમાં, વિકિપીડિયા કથિત પૂર્વગ્રહ અને ખોટી માહિતી માટે ટીકાનો સામનો કરી રહ્યું છે, ખાસ કરીને યુએસ પ્રમુખપદની ચૂંટણી દરમિયાન.
આ પણ વાંચો :-