Home Blog Page 604

સુરતમાં ફોર્ચ્યુન મોલના ત્રીજા માળે લાગી આગ, 2 મહિલાના મોત

સુરતમાં ફરી એક વખત આગની ઘટના બની છે અને આ ઘટનામાં બે લોકોના મોત થયાની જાણકારી સામે આવી રહી છે. સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં આગની ઘટના બની છે. હાલમાં ઘટના સ્થળે 12 જેટવી ફાયર ફાઈટરની ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં આ બિલ્ડીંગના ત્રીજા માળે કેટલાક લોકો ફસાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

આ ઘટના સુરતના સિટીલાઈટ વિસ્તારમાં આવેલા ફોર્ચ્યુન મોલમાં આગની ઘટના બની છે. હાલમાં ઘટના સ્થળે 10 જેટલી ફાયર ફાઈટરની ગાડીઓ પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં આ બિલ્ડીંગના ત્રીજા માળે કેટલાક લોકો ફસાયા હોવાની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. તે ઉપરાંત આ ઘટનામાં બે લોકોના મોત થયાની જાણકારી સામે આવી રહી છે. અને આ બંને મૃતદેહ મહિલાઓના સામે આવ્યા છે.

ઘટનાની જાણ થતાં પ્રત્યક્ષદર્શીઓએ ફાયર વિભાગ અને 108ની ટીમને ફોન કરીને જાણકારી આપી હતી. જે બાદ 108 અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા છે. હાલમાં ઘટનાસ્થળે 12 જેટલી ફાયર વિભાગની ગાડી આ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે.

ભાજપે મહારાષ્ટ્રમાંથી 40, ઝારખંડમાંથી 30 નેતાઓની પાર્ટીમાંથી કરી હકાલપટ્ટી

0

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપે બળવાખોરો સામે મોટી કાર્યવાહી કરી છે. પાર્ટીએ શિસ્તભંગના આરોપસર મહારાષ્ટ્રમાંથી 40 અને ઝારખંડમાંથી 30 નેતાઓની હકાલપટ્ટી કરી નાખી છે.

મહારાષ્ટ્રમાં આ તમામ નેતાઓ 37 વિધાનસભા મતવિસ્તારોમાં પાર્ટીને નુકસાન પહોંચાડી રહ્યા હતા. મહાયુતિએ તેનો મેનિફેસ્ટો જાહેર કર્યા બાદ આ કાર્યવાહી કરી છે. ભાજપમાં બળવાખોરો ઘણી બેઠકો પર પાર્ટી માટે મોટો પડકાર બની ગયા છે. ટિકિટ ન મળવાથી નારાજ બળવાખોર નેતાઓમાં બે પૂર્વ સાંસદો પણ સામેલ હતા. નંદુરબારથી હીના ગાવિત અને જલગાંવથી એ. ટી. પાટીલ પાર્ટી માટે મુશ્કેલી ઊભી કરી રહ્યા હતા. હીના ગાવિત 2014 અને 2019માં બે વખત નંદુરબારથી સાંસદ રહી ચૂકી છે.

Maharashtra Election: BJP releases third list of 25 candidates, two Congress turncoats get tickets - CNBC TV18

2024ની લોકસભા ચૂંટણીમાં તે કોંગ્રેસના ગોવાલ પાડવી સામે હારી ગયા હતા. આવી સ્થિતિમાં તે હવે ધારાસભ્ય બનવા માંગતા હતા. પરંતુ ટિકિટ ન મળતાં તે નારાજ થઈ ગઈ હતા. લોકસભા હાર્યા બાદ એ.ટી. પાટીલને પણ પાર્ટી તરફથી વિધાનસભામાં ટિકિટની આશા હતી, પરંતુ પાર્ટીએ બીજા કોઈને પોતાના ઉમેદવાર બનાવ્યા. અત્યાર સુધી ભાજપના બળવાખોરો રાજ્યમાં 30 સીટો પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

ઝારખંડમાં પણ ભાજપે પક્ષના ઉમેદવારો વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભરનાર 30 નેતાઓને પાર્ટીમાંથી કાઢી મૂક્યા છે. તેની જાણકારી પાર્ટીએ એક નિવેદન દ્વારા આપી. પાર્ટીએ જણાવ્યું કે તમામ બળવાખોર ભાજપ નેતાઓને છ વર્ષ માટે પાર્ટીથી કાઢી મૂકાયા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બાબુલાલ મરાંડીના આદેશ પર મહામંત્રી અને સાંસદ ડો.પ્રદીપ વર્માએ વિધાનસભા ચૂંટણીમાં અધિકૃત ઉમેદવારો વિરુદ્ધ ઉમેદવારી પત્ર ભરીને પાર્ટીની નીતિઓ વિરુદ્ધ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણી લડી રહેલા આવા 30 ભાજપના બળવાખોર નેતાઓને પાર્ટીથી છ વર્ષ માટે હાંકી કઢાયા છે. ઝારખંડની 81 સદસ્યીય વિધાનસભા માટે ચૂંટણી 13 અને 20 નવેમ્બરે બે તબક્કામાં થશે, જ્યારે મતગણતરી 23 નવેમ્બરે થશે.

આ પણ વાંચો :-

સલમાનખાનને લૉરેન્સ બિશ્નોઈના નામથી ફરી આવી ધમકી, પોલીસ ઍલર્ટ

0

બોલિવુડના અભિનેતા સલમાનખાને ધમકી મળવાનો સિલસિલો જારી રહ્યો છે. તેને વધુ એક ધમકી મળી છે. આ ધમકીમાં સલમાન ખાન પાસેથી રૂપિયા પાંચ કરોડની ખંડણી માગવામાં આવી છે. મુંબઈ પોલીસના અધિકારીઓના કહેવા મુજબ, ધમકીભર્યો મેસેજ મુંબઈ ટ્રાફિક પોલીસ હેલ્પલાઈન પર આવ્યો છે.

Salman Khan-Lawrence Bishnoi feud: How it started and where it stands right now | Hindi Movie News - Times of India

મુંબઈ પોલીસના એક અધિકારીએ આ અંગે વધુમાં જણાવ્યું કે, મેસેજ મોકલનારે દાવો કર્યો કે એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ છે. ધમકીથી ભરેલા મેસેજમાં કહેવામાં આવ્યું કે, જો સલમાન ખાને જીવતા રહેવું છે, તો તેણે અમારા(બિશ્નોઇ સમુદાય) મંદિરમાં જઈને માફી માંગવી જોઈએ, અથવા તો પાંચ કરોડ રૂપિયા આપવા જોઈએ. જો સલમાન ખાન આવું નહીં કરે તો તેને મારી નાંખીશું, અમારી ગેંગ હજુ પણ સક્રિય છે.

થોડા દિવસ પહેલા પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ કેસમાં પોલીસે નોઈડામાંથી એક વ્યક્તિની ધરપકડ કરી હતી. વરલી પોલીસે મુંબઈ પોલીસના ટ્રાફિક હેલ્પલાઈન નંબર પર બોલિવૂડના સુપરસ્ટાર પાસેથી રૂ. 2 કરોડની માંગણી કરતા અનેક વોટ્સએપ મેસેજ મોકલવા બદલ એક અજાણ્યા વ્યક્તિ સામે કેસ નોંધ્યો હતો.

આ વિવાદ 1998ના કાળિયારના શિકાર કેસથી સંબંધિત છે, જેમાં સલમાન ખાન પર કાળિયારના શિકારનો આરોપ લાગ્યો હતો. રાજસ્થાન હાઈકોર્ટે તેને દોષિત ઠેરવ્યો હતો અને પાંચ વર્ષની જેલની સજા ફટકારી હતી, જોકે બાદમાં સલમાનને જામીન મળી ગયા હતા. આ દરમિયાન સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈએ પણ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. જેને ધ્યાનમાં લઈને સલમાનને Y+ સિક્યુરિટી આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો :-

ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ સૌપ્રથમ પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

0

ડોનાલ્ડ ટ્રમ્પને ફરી એકવાર અમેરિકાના પ્રમુખ બનવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એલોન મસ્કે અભિનંદન પાઠવ્યા છે. પીએમએ કહ્યું કે હું મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતવા બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. ઉલ્લેખનીય છે કે, અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો જાદુ ફરી એકવાર કામ કરી ગયો છે. તેમણે આ ચૂંટણી જીતીને કમલા હેરિસને હરાવ્યા છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે હવે અમેરિકાની કમાન ડોનાલ્ડ ટ્રમ્પના હાથમાં રહેશે.

Image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન આપતા ‘X’ પર લખ્યું કે, ‘ચૂંટણીમાં ઐતિહાસિક જીત બદલ મારા મિત્રને હાર્દિક અભિનંદન. જેવી રીતે તમે તમારા અગાઉના કાર્યકાળની સફળતાઓને આગળ વધારી રહ્યા છો, હું ભારત-અમેરિકાના વ્યાપક વાશ્વિક અને વ્યુહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે અમારા સહયોગને સાથે મળી નવીનીકરણ કરવા માટે ઉત્સુક છું’

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ ઘણાં સારા મિત્રો છે. દુનિયાએ તેમની મિત્રતાની કેમેસ્ટ્રી ઘણી વખત જોઈ છે. પીએમ મોદી વર્ષ 2020માં યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં ટ્રમ્પના પ્રચાર માટે અમેરિકા ગયા હતા. આ દરમિયાન મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કરતા ટ્રમ્પને મત કરવાની અપીલ કરી હતી. જો કે, તે ચૂંટણીમાં ટ્રમ્પને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં પ્રમુખની ચૂંટણીના અત્યાર સુધીના પરિણામો અનુસાર કમલા હેરિસને 224 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે 267 ઈલેક્ટોરલ વોટ જીત્યા છે અને અન્ય ઘણા રાજ્યોમાં કમલા પર આગળ ચાલી રહ્યા છે. તેથી હવે એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હશે.

આ પણ વાંચો :-

અચાનક DCM સામે આવી જતાં અનિયંત્રિત બની રીક્ષા પલ્ટી, 10ના મોત, 5 ઘાયલ

0

હરદોઈ જિલ્લાના બિલગ્રામ કોતવાલી વિસ્તારમાં એક રીક્ષા કાબૂ બહાર ગઈ અને પલટી ગઈ. આ અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત થયા છે, જ્યારે પાંચ ગંભીર રીતે ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે રોશનપુર પાસે બિલ્હૌર-કટરા સ્ટેટ હાઈવે પર આ અકસ્માત થયો હતો. અહીં એકાએક ડીસીએમ દેખાતાં ટેમ્પો રીક્ષા કાબૂ બહાર ગઈ અને પલટી ગઈ.

માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી. પ્રાપ્ત માહિતી અનુસાર, રોશનપુર ગામ પાસે સામેથી આવી રહેલા ડીસીએમને કારણે ટેમ્પો કાબૂ બહાર ગયો હતો અને પલટી ગયો હતો. ટેમ્પોમાં મુસાફરી કરી રહેલા સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ત્રણના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મોત થયા હતા.

આ ઘટનામાં ટેમ્પોમાં સવાર પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોમાં પાંચ મહિલાઓ, બે છોકરીઓ, એક બાળક અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. ઘાયલો અને મૃતદેહોને સામુદાયિક આરોગ્ય કેન્દ્ર બિલગ્રામ મોકલવામાં આવ્યા છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ જિલ્લા મુખ્યાલયથી ઘટના સ્થળે રવાના થઈ ગયા છે. દરમિયાન ઘટના બાદ ડીસીએમનો ડ્રાઈવર અને હેલ્પર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસ મૃતકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ વાંચો :-

આજથી 15 મી સુધી વડતાલના સ્વામિ નારાયણ મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ

0

સુરત : 7 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી વડતાલ સ્વામિ નારાયણ મંદિરમાં દ્વિશતાબ્દી મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ મહોત્સવ દરમિયાન સવારે 8.30 થી 12 વાગ્યા સુધી કુંડળધામના સ્વામી જ્ઞાનજીવનદાસજીની શ્રીજી પ્રસાદી માહાત્મ્ય કથા અને સાંજે 3.30 થી 7.30 દરમિયાન સરધારધામના સ્વામી નિત્યસ્વરૂપદાસજીની શ્રીમદ સત્સંગિજીવન કથાનું પણ આયોજન કર્યું છે.

વડતાલના સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ 7 મીથી 15 મી નવેમ્બર દરમ્યાન વડતાલ ખાતે ઉજવવામાં આવશે. 7 મી ગુરૂવારે સવારે 8 કલાકે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી વિશાળ પોથીયાત્રા યોજાશે. જેમાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, ચેરમેન સહિત સંપ્રદાયના વડીલ સંતો-પાર્ષદો તેમજ હરિભક્તો મોટી સંખ્યામાં જોડાશે. આ પોથીયાત્રા કળશયાત્રા સવારે 10 કલાકે વડતાલ સભામંડપ ખાતે પધારશે. આ પ્રસંગે 200 ભુદેવો વિદ્યાર્થીઓ દ્વારા શંખનાદ કરવામાં આવશે. સવારે 11 કલાકે દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવનું ઉદ્ઘાટન થશે. સવારે 11:45 કલાકે ઠાકોરજી, પોથીજી, આચાર્યશ્રી તથા કથાના બંન્ને વક્તાઓનું યજમાન પરિવાર ધ્વારા પૂજન કરવામાં આવશે.

લક્ષ્મીનારાયણ દેવીના દ્વીશતાબ્દી મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેમાં 8 મીએ સવારે 08 કલાકે જનમંગલ અનુષ્ઠાન પ્રારંભ અને સાંજે 5:30 કલાકે ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ યોજાશે. 9 મીએ સવારે 5:30 કલાકે સર્વશાખા વેદ પારાયણનો પ્રારંભ નંદસંતોની ધર્મશાળા ખાતે થશે. બપોરે 12 થી 3 દરમ્યાન મહિલા મંચ યોજાશે. સાંજે 5 કલાકે શ્રી સુક્તમ (જપાત્મક) અનુષ્ઠાનની પૂર્ણાહુતિ મંદિર પરિસર ખાતે યોજાશે.

  • 10 મીએ સવારે 8 કલાકે સુક્તમ અનુષ્ઠાનહોમાત્મક યજ્ઞનો પ્રારંભ અને સવારે 10 કલાકે અલૌકિક અક્ષરભવન 108 કુમ્ભી શીલા પૂજન મંદિર પરિસર ખાતે થશે.
  • 11 મીએ સાંજે 4 કલાકે વડતાલ આગમન ઉત્સવ અને સાંજે 5:30 કલાકે જેતપુર શ્રીહરિ ગાદી પટ્ટાભિષેક મહોત્સવ પરિસર ખાતે રાખેલ છે.
  • 12 મીએ સવારે 7થી 10 દરમ્યાન અક્ષરમૂર્તિ શ્રી ગોપાળાનંદ સ્વામીના આસને સંત દીક્ષા. જ્યારે સવારે 9 થી 12 દરમ્યાન મંદિર પરિસરમાં સૂકામેવાનો અન્નકુટ ભરવામાં આવશે. બપોરે 3:30 થી 7:30 કલાક દરમિયાન મંદિર પરિસરમાં હાટડી ભરવામાં આવશે. સાંજે 4 કલાકે વડતાલ ગોમતીજી બેન્ડવાજા, ડી.જે.ના તાલે ગોમતીજી સુધી જળયાત્રા નીકળશે. સાંજે 4 કલાકે સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટ્યોત્સવ મહોત્સવ પરિસર ખાતે યોજાશે.
  • 13 મીએ સવારે 6 કલાકે શ્રી લક્ષ્મીનારાયણ દેવ સહિત મંદિરમાં બિરાજતા દેવોનો પાટોત્સવ અભિષેક યોજાશે. સવારે 10:30 કલાકે વંઢામાં નૂતન સંત નિવાસનું ઉદ્ઘાટન આચાર્ય મહારાજના હસ્તે કરવામાં આવશે. સવારે 10 કલાકે વડતાલ મંદિરમાં અન્નકુટ દર્શન, સાંજે 5:30 કલાકે વડતાલ પુષ્પદોલોત્સવ મહોત્સવ પરિસરમાં યોજાશે. સાંજે 7 કલાકે સર્વશાખા વેદ પારાયણ પુર્ણાહુતી નંદ સંતોની ધર્મશાળા  ખાતે યોજાશે.
  • 14 મીએ સાંજે 5:30 કલાકે વડતાલ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ભવ્યા તિ ભવ્ય રીતે મહોત્સવ પરિસર ઉજવાશે.
  • 15 મીએ બપોરે 12 કલાકે મહોત્સવની પૂર્ણાહુતિ થશે. અને સાંજે 6 કલાકે ભક્તિમાતાનો જન્મોત્સવ મંદિર પરિસરમાં ઉજવાશે.
આ પણ વાંચો :-

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત

0

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પની જીત થઇ છે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કમલા હેરિસ હારી ગયા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પણ ટ્રમ્પને જીત બદલ અભિનંદન આપ્યા છે. ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બનશે.

US Election 2024: ડોનાલ્ડ ટ્રમ્પ કે કમલા હેરિસ ? કોની જીત ભારતના હિતમાં રહેશે, જાણો - US Election 2024 donald Trump or kamala harris which candidate is better for india Shri Thanedar reacts

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સૌથી મહત્ત્વના ગણાતા સ્વિંગ સ્ટેટ્સમાં ડોનાલ્ડ ટ્રમ્પનો દબદબો જોવા મળ્યો છે. નોર્થ કેરોલિના બાદ ટ્રમ્પે જોર્જિયામાં બાજી મારી છે. આ સાથે જ આ રાજ્યના 16 ઇલેક્ટોરલ વોટ ડોનાલ્ડ ટ્રમ્પના ખાતામાં ગયા છે. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ 246 ઇલેક્ટોરલ કોલેજ વોટ સાથે બહુમતના આંકડા 270ની નજીક પહોંચી ગયા છે. કમલા હેરિસ 210 ઇલેક્ટોરલ મત મેળવી ચુક્યા છે.

અમેરિકામાં થઈ રહેલા વોટિંગમાં લોકો કમલા હેરિસ કે ડોનાલ્ડ ટ્રમ્પને સીધો મત આપી રહ્યા નથી. તેના બદલે તેઓ મતદારોને પસંદ કરી રહ્યા છે. આ મતદારો બાદમાં રાષ્ટ્રપતિની પસંદગી કરશે. અમેરિકાના 50 રાજ્યોમાંથી 538 મતદારો ચૂંટાયા છે. તેઓ ઇલેક્ટોરલ કૉલેજ બનાવે છે. જે ઉમેદવાર 270 કે તેથી વધુ કોલેજ મેળવે છે તે રાષ્ટ્રપતિ બને છે.

અમેરિકાના ઈતિહાસમાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ અત્યારસુધી બે વખત ટાઈ રહ્યા છે. જેમાં ઈ.સ. 1800માં કોઈને બહુમતી મળી ન હતી. બાદમાં લોઅર હાઉસે થોમ જેફરસનને રાષ્ટ્રપતિ બનાવ્યા હતા. બે વખત સ્પર્ધા ટાઈ થઈ છે. 1800માં કોઈને બહુમતી મળી ન હતી. ત્યારબાદ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે થોમસ જેફરસનને રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા હતાં. એ જ રીતે, 1824 માં, જ્હોન ક્વિન્સી એડમ્સ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

આ પણ વાંચો :-

શેરબજારમાં લાભ પાંચમ: સેન્સેક્સ 300 પોઇન્ટ વધ્યો, આઈટી શેરમાં તેજી

0

શેરબજારમાં લાભ પાંચમના દિવસે સેન્સેક્સ નિફ્ટી વધીને ખુલ્યા છે. સેન્સેક્સ પાછલા બંધ 79476 સામે આજે બુધવારે 295 પોઇન્ટના ઉંચા ગેપમાં 79771 ખુલ્યો હતો. આઈટી અને ઓટો શેરમાં મજબૂતીથી સેન્સેક્સ વધીને ઉપરમાં 79800ની સપાટી કુદાવી ગયો હતો. તો એનએસઇ નિફ્ટી 24213 પાછલા બંધ સામે ઉચા ગેપમાં આજે 24308 ખુલ્યો હતો. નિફ્ટી આઈટી 300 પોઇન્ટ વધીને ટ્રેડ કરી રહ્યો છે.

Multibagger Stock: 2 रुपये वाला शेयर का अब बड़ा नाम, 1 लाख को बनाया 12 करोड़, धांसू है कारोबार - Multibagger Stock Deepak Nitrite Share give Strong Return 1 lakhs investment turn

સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે ખૂલ્યા બાદ 638.71 પોઈન્ટ ઉછળી 80115ના સ્તરે પહોંચ્યો હતો. જે 11.04 વાગ્યે 469.98 પોઈન્ટના ઉછાળે 79945.41 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 13 શેર્સ ઘટાડા તરફી અને 17 શેર્સ સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. નિફ્ટી 50 139.65 પોઈન્ટ ઉછાળે 24352.95ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી50 ખાતે 30 શેર્સ ગ્રીન ઝોનમાં અને 20 શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે. BSE ખાતે ટ્રેડેડ 3839 સ્ક્રિપ્સ પૈકી 2693 શેર્સમાં સુધારે અને 998 શેર્સ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા છે. 185 શેર્સ વર્ષની નવી ટોચે, જ્યારે 309 શેર્સમાં અપર સર્કિટ વાગી છે. આ સિવાય 137 શેર્સમાં લોઅર સર્કિટ અને 11 શેર્સમાં વાર્ષિક તળિયું જોવા મળ્યું છે.

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત જીતને ધ્યાનમાં લેતાં ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં તોફાની તેજી આવી છે. બિટકોઈન લાંબા સમય બાદ 75000 ડોલરના લેવલે સ્પર્શ્યો છે. ટ્રમ્પની નીતિઓ ક્રિપ્ટો કરન્સી માર્કેટ માટે વધુ અનુકૂળ હોવાના અંદાજ સાથે ક્રિપ્ટો કરન્સીના રોકાણકારોએ ખરીદી વધારી છે. બિટકોઈન 11.42 વાગ્યે 9.02 ટકાના ઉછાળે 74737 ડોલરના લેવલે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે એલન મસ્કનો ડોઝકોઈન 2.79 ટકા ઉછાળે 0.207 ડોલરે ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :-

બદસુરતને ‘ખૂબસુરત’ બનાવનાર પાયાના અધિકારી અશ્વિન મહેતા ક્યારેય નહીં ભુલાય

0
  • રાજમાર્ગ, ઉધના રોડનું ઐતિહાસિક િડમોલિશન આજે પણ સેંકડો પરિવારોના મનમાં ખટકતુ હશે, દર પેઢી દરથી વસવાટ કરતા લોકોને શહેરના હિત માટે સમજાવવામાં અશ્વિન મહેતાની ભૂમિકા નિર્ણાયક રહી હતી અને લોકોએ હસતાં હસતાં િમલકતો ખાલી કરી દીધી હતી
  • ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન, મશીનથી શહેરના માર્ગોની સફાઈની કામગીરી અશ્વિન મહેતાના ફરજકાળ વખતે જ શરૂ થઈ હતી
  • સુરત મહાપાિલકાની આર્થિક કરોડરજ્જુ સમાન જકાત આવકમાં લૂંટ ચલાવતા માથાભારે જકાતચોરો સામે પણ માથે કફન બાંધીને અશ્વિન મહેતાએ જ બાથ ભીડી હતી અને અનેક વખત ગોળીઓનો પણ સામનો કર્યો હતો
  • પરંતુ અફસોસ… કોઈક અગમ્ય કારણોસર અશ્વિન મહેતાએ સુરત મહાપાિલકાની નોકરીમાંથી સમય પહેલા રાજીનામુ ધરી દીધું હતું! જીંદગીના પાછલા વર્ષોમાં િરલાયન્સ, કલ્પતરૂ અને મહિલા યુનિવર્સિટી વનિતા િવશ્રામમાં સેવા આપતા રહ્યા હતા
  • સુરતને દુનિયામાં બદનામ કરી ગયેલી પ્લેગની મહામારી, તાપીની ભીષણ રેલ, ભૂકંપ સહિતની હોનારતો વખતે ઘુંટણ સુધી પેન્ટ ચઢાવીને દોડતા અશ્વિન મહેતાને ઘણાંએ જોયા હશે

નૂતન વર્ષનાં પ્રારંભે સુરતે એક નખશિખ સજ્જન, પૂર્વ અધિકારી, બૌદ્ધિક આગેવાન તેમજ સુરતનાં વિકાસમાં, સુરતને માળખાગત સુવિધા આપવામાં અને ગંદા-ગોબરા સુરતને સ્વચ્છ કરી દેશ અને દુનિયાને સુરત બદલાઈ રહ્યું હોવાનો અહેસાસ કરાવનાર ‘કર્નલ’ના ઉપનામથી જાણીતા સુરત મહાનગરપાલિકાનાં પૂર્વ ડેપ્યુટી કમિશનર અશ્વિન મહેતાને ગુમાવ્યા હતા.

સદાય હસતો ચહેરો અને સુરતના વિકાસ માટે સુરતની માળખાગત સુવિધાઓમાં વધારો કરવા માટે સતત ચિંતન કરતા રહેતા અશ્વિન મહેતાએ તા.૪ નવેમ્બર ૨૦૨૪ની વહેલી સવારે અચાનક આ દુનિયાને અલવિદા કરીને અનંતની વાટ પકડી હતી. લોકો નૂતન વર્ષાભિનંદન કરી રહ્યા હતા, બીજી તરફ સુરતને નવી ‘સૂરત’ આપનાર અશ્વિન મહેતા કાળપથારીમાં પોઢી ગયા હતા.
મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ સાવ અચાનક આવીને ઊભું રહે ત્યારે કુદરતને પણ પૂછવાનું મન થઈ જાય કે તું આટલી હદે નિર્દય કેમ બની શકે?

અનાવિલ દેસાઈ સમાજમાંથી આવતા અશ્વિન મહેતા નખશિખ સુરતી હતા. તેમના રોમરોમમાં સુરતીપણું ધબકતું હતું. ગંદા-ગોબરા સુરતની વાત તેમના મનને કોરી ખાતી હતી, પરંતુ એકલા હાથે કામ કરવું અઘરું હતું. સુરત મહાનગરપાલિકામાં તેઓ ડેપ્યુટી કમિશનર હતા પરંતુ તે પૂર્વે સુરત ડેવલપમેન્ટ ઓથોરિટી ‘સુડા’માં મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા અને મામલતદાર તરીકેની નોકરી પડતી મૂકીને સુરત મહાનગરપાલિકામાં જોડાઈ ગયા હતા.

સુરતને બદનામ કરી ગયેલી ‘પ્લેગ’ની બીમારી બાદ સુરત શહેરમાં આવેલા આક્રમક બદલાવ વખતે અશ્વિન મહેતાને સુરતની સૂરત બદલવાની મનની ઇચ્છા પૂરી કરવાની તક મળી ગઈ હતી.
એક તરફ પ્લેગની મહામારી અને બીજી તરફ બદલાતી રાજકીય કરવટ; સુરતનો રાજમાર્ગ પહોળો કરવાની ઐતિહાસિક ડિમોલિશનની ઘટના આજે પણ લોકોને યાદ હશે. જે સ્થળે લોકોએ દર પેઢી દર પસાર કરી હોય, સૈકાઓથી વેપાર કરતા આવ્યા હોય, એ મિલકતો માત્ર રાજમાર્ગ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવે ત્યારે ભોગ બનેલા પરિવારોની હાલત કેવી થતી હશે? પરંતુ અશ્વિન મહેતાએ અનેક પરિવારોના દિલમાં શહેરના િહતની વાત ઉતારીને  એ પરિવારોને સમજાવ્યા હતા. પરિવારોની નજર સામે જ સેંકડો દુકાનો તોડી પાડવામાં આવી હતી અને રાજમાર્ગ લગભગ ડબલ કરી દેવાયો હતો. અલબત્ત આ બધી કામગીરી દરમિયાન અશ્વિન મહેતાને રાજકીય અને સામાજિક વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો.

રાજમાર્ગ બાદ ઉધના મેઈન રોડનું ડિમોલિશન પણ ઐતિહાસિક હતું. બલ્કે એમ કહી શકાય કે ગંદકી માટે બદનામ સુરતને આજે દેખાય છે એવું ખૂબસુરત બનાવવાની પહેલ અશ્વિન મહેતાએ કરી હતી. એવું ચોક્કસ કહી શકાય. અલબત્ત, તેમની ભૂમિકા હંમેશાં પડદા પાછળની રહી હતી.

સુરત મહાનગરપાલિકાની વહીવટી કામગીરીનું વિભાજન એટલે કે ‘ઝોન’ પ્રથાની શરૂઆત પણ અશ્વિન મહેતાના કાર્યકાળ દરમિયાન થઈ હતી અને ‘ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન’ની શરૂઆત પણ સદ્નસીબે અશ્વિન મહેતાની ફરજનો એક ભાગ રહ્યો હતો. તેઓએ ઉધના ઝોનનાં વડા તરીકે પણ ફરજ બજાવી હતી અને શહેરના માર્ગોની સફાઈ મશીન એટલે સ્વીપર મશીનથી કરવાનો સફળ પ્રયોગ કર્યો હતો.
આજે સોસિયો સર્કલ તરીકે પ્રચલિત ઉધના-મગદલ્લા માર્ગ ઉપરની વર્ષો જૂની ઝૂંપડપટ્ટી અને માર્ગો ઉપરનાં ગેરકાયદેસરનાં દબાણો દૂર કરીને માર્ગને ખુલ્લો કરવાનો યશ ચોક્કસ અશ્વિન મહેતાને આપી શકાય. કુદરતી હોનારત હોય કે બીમારીની મહામારી, અશ્વિન મહેતા હંમેશા આગલી હરોળના અધિકારી રહ્યા હતા.

સુરતની કાયાપલટ વખતે તેમણે મ્યુનિ.કમિ. એસ.આર. રાવ, જગદીશન, અલોરિયા, મહાપાત્ર, એમ.કે. દાસ, પંકજ જોષી, મહેન્દ્ર પટેલ સહિત અનેક સનદી અધિકારીઓ સાથે કામ કર્યું હતું. મહાપાલિકાની નોકરી છોડી દીધા પછી પણ તેમની કટોકટીના સમયે યાદ કરીને તેમની સેવાઓ લેવામાં આવી હતી. અશ્વિન મહેતાનું જીવન અને ફરજકાળ સાથે અનેક ઘટનાઓ વણાયેલા છે. સુરતની ઐતિહાસિક ધરોહર કાયમ યાદ રાખવા અશ્વિન મહેતાએ કરેલી કામગીરી સુરત શહેરના ઇતિહાસમાં લખાયેલી રહેશે.

સુરત મહાપાલિકાની આર્થિક કરોડરજ્જુ સમાન જકાત (ઓક્ટ્રોય)ની આવક વધારવા માટે તેમણે માથે કફન બાંધીને માફિયા જકાતચોરો સામે બાથ ભીડી હતી અને કેટલીક વખત ગોળીબારની ઘટનાઓમાંથી પણ પસાર થયા હતા. એક સમય એવો પણ હતો કે, માફિયા જકાતચોરો અશ્વિન મહેતાના લોહી માટે તરસ્યા બન્યા હતા, પરંતુ અશ્વિન મહેતાએ પણ મોતનો ભય રાખ્યા વગર જકાતચોરો સામે વળતી બાથ ભીડતા તેમને લોકો ‘કર્નલ’ તરીકે ઓળખતા થયા હતા.

જકાત નાબૂદ થઈ ગયાને દાયકાઓ પસાર થઈ ગયા, પરંતુ રીઢા જકાતચોરો આજે પણ અશ્વિન મહેતાના નામનો ખોફ અનુભવતા હશે.
સુરતની ઓળખ સમા ગોપીતળાવનું નવસર્જન પણ અશ્વિન મહેતાની ફરજનો જ એક ઝળહળતો ભાગ ગણી શકાય.

પરંતુ અફસોસ… હંમેશાં બનતું આવ્યું છે તેમ અશ્વિન મહેતાએ કોઈક અગમ્ય કારણોસર સુરત મહાનગરપાલિકાની નોકરીમાંથી નિવૃત્તિના સમય પહેલાં જ રાજીનામું આપીને સેવા મુક્ત થઈ ગયા હતા. નોકરી છોડવા પાછળના કારણોની િજંદગીના અંત સુધી કોઈને પણ ગંધ આવવા દીધી નહોતી. સુરત મહાનગરપાલિકા બાદ રિલાયન્સ અને ત્યારબાદ કલ્પતરૂ કંપનીમાં અને સુરતની જાણિતી મહિલા યુનિવર્સિટી વનિતા વિશ્રામમાં પણ ફરજ બજાવી હતી.

હંમેશા મુસ્કુરાતો ચહેરો અને મજાકિયા સ્વભાવના અશ્વિન મહેતા હવે સુરતના માર્ગો અને સુરતના સામાજિક પ્રસંગોમાં જોવા નહીં મળે, પરંતુ સુરત શહેરના માળખાગત વિકાસમાં તેમણે આપેલા યોગદાનની વાતો હંમેશા સંભળાતી રહેશે.
ગંદકીમાં સબડતું સુરત અને ‘સફાઈમાં દેશનું નંબર વન સ્વચ્છ સુરત’ના ઇતિહાસનો જ્યારે જ્યારે પણ ઉલ્લેખ કરવામાં આવશે ત્યારે ત્યારે અશ્વિન મહેતા ફરી ફરીને લોકોની નજર સામે તરવરી ઊઠશે.

આ પણ વાંચો :-

આગામી 25 નવેમ્બરથી સંસદનું શિયાળુ સત્ર શરૂ

0

18મી લોકસભાનું શિયાળુ સત્ર 25 નવેમ્બરથી શરૂ થવાનું છે. આ સત્ર 20 ડિસેમ્બર સુધી યોજાશે. 26 નવેમ્બરે બંધારણ દિવસના અવસર પર સંયુક્ત સેશન પણ યોજાશે. આ સેશન જુની સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજિત કરવામાં આવશે. બંધારણ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન બંધારણની 75મી વર્ષગાંઠના ભાગરૂપે કરવામાં આવશે.

સંસદનું શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે,2 ડિસેમ્બરે સર્વપક્ષીય બેઠક | Sandesh

સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજૂએ ટ્વિટ કરી આ અંગે જણાવ્યું હતું કે, ‘બંને સદનમાં શિયાળુ સત્ર 25 નવેમ્બરે શરૂ થશે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. 26 નવેમ્બરે બંધારણ દિવસ નિમિત્તે સેન્ટ્રલ હોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે.’

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પરિણામોના બે દિવસ બાદ શિયાળુ સત્ર શરૂ થશે. આ બંને રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન યોજાશે. જેના પરિણામ 23 નવેમ્બરે આવશે. આગામી શિયાળુ સત્રમાં સંસદમાં બે મહત્ત્વના સુધારા પર ચર્ચાઓ થઈ શકે છે. જેમાં એક વકફ બિલ, 2024 અને બીજું વન નેશન વન ઈલેક્શનનો મુદ્દો સમાવિષ્ટ થાય છે. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વકફ બિલના મહત્ત્વ પર ભાર મૂકતાં કહ્યું હતું કે, સંસદના આગામી સેશનમાં અમે આ મુદ્દે ઉકેલ લાવીશું.

આ પણ વાંચો :-