‘દરેક પ્રાઇવેટ પ્રોપર્ટી પર સરકાર કબજો ન કરી શકે’: સુપ્રીમ કોર્ટે

Share this story

સરકાર જાહેર હિતમાં કોઈની ખાનગી મિલકત હસ્તગત કરી શકે કે નહીં? આ સવાલના જવાબમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે મંગળવારે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે કહ્યું કે, તમામ ખાનગી મિલકતોને સાર્વજનિક હિત માટે જાહેર કરી શકાય નહીં. એટલે સરકાર દરેક મિલકત હસ્તગત કરી શકતી નથી. જો કે, તેને જાહેર હિતની બાબતોની સમીક્ષા કરવાનો અધિકાર છે અને આવી પરિસ્થિતિઓમાં તે જમીન પણ મેળવી શકે છે. કોર્ટે 1978ના એક નિર્ણયને પલટાવી દીધો જેમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર સમુદાયના હિતમાં કોઈપણ ખાનગી મિલકત હસ્તગત કરી શકે છે. બંધારણની કલમ 39(b)નું અવલોકન કરતાં સુપ્રીમ કોર્ટના 9 જજોની બેન્ચે આ મહત્ત્વનો નિર્ણય આપ્યો હતો.

In UP, judges can't write proper judgments!, supreme court of india, allahabad high court

સુપ્રીમ કોર્ટે પોતાના ઐતિહાસિક નિર્ણયમાં સ્પષ્ટ કર્યું કે, “સરકાર તમામ ખાનગી મિલકતો હસ્તગત કરી શકે નહીં.” CJI DY ચંદ્રચુડે 1978 પછીના ચુકાદાઓને ઉથલાવી દીધા છે જેમાં સમાજવાદી થીમ અપનાવવામાં આવી હતી અને કહ્યું હતું કે, સરકાર સામાન્ય ભલા માટે તમામ ખાનગી મિલકતો પર કબજો કરી શકે છે. CJI, સાત ન્યાયાધીશોની બહુમતીનો ચુકાદો લખતા, જણાવ્યું હતું કે, તમામ ખાનગી મિલકતો ભૌતિક સંસાધનો નથી અને તેથી સરકારો દ્વારા કબજે કરી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટના 9 જજોની બંધારણીય બેંચમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ ઋષિકેશ રોય, જસ્ટિસ બી.વી.નાગરત્ના, જસ્ટિસ સુધાંશુ ધુલિયા, જસ્ટિસ જે.બી.પારડીવાલા, જસ્ટિસ મનોજ મિશ્રા, જસ્ટિસ રાજેશ બિંદલ, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહનો સમાવેશ થાય છે. જેમણે આ ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો.

આ પણ વાંચો :-