Home Blog Page 502

છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં 25 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ

0

છત્તીસગઢમાં નક્સલવાદીઓને ખતમ કરવા અને રાજ્યને નક્સલોથી મુક્ત કરાવવા માટે સરકાર અને સેના લગાતાર પ્રયત્નો કરી રહી છે. ક્યાંક નક્સલો સામે ગોળીબારથી રહ્યો છે, તો ક્યાંક નક્સલીઓ આત્મસમર્પણ પણ કરી રહ્યાં છે. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં આજે 25 નક્સલીઓ આત્મસમર્પણ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પહેલા સેનાએ 26 નક્સલીઓને ઠાર કર્યાં હતાં.

છત્તીસગઢના વિકાસ સામે નક્સલવાદ ખૂબ મોટો પ્રશ્ન છે, સરકાર લગાતાર તેને ખતમ કરવા માટે પ્રયત્નો કરી રહી છે. આના માટે કેટલીક યોજનાઓ પણ બનાવી છે. 25 જેટલા નક્સલીઓ આત્મસમર્પણ કર્યું છે, આ મામલે વિગતો આપતા પોલીસ અધિકારીએ કહ્યું કે, પાંડુ કુંજમ, અયાતુ પુનેમ, કોસી તમો, લિંગેસ પદમ અને સોના કુંજમ પર બે-બે લાખનું ઇનામ રાખવામાં આવ્યું હતું. આ નક્સલીઓને ઝડપી પાડવા માટે સરકારે ઈનામની પણ જાહેરાત કરી હતી. રૂરામ માડવી પર સરકારે એક લાખનું ઈનામ રાખ્યું હતું. છત્તીસગઢ સરકારે છત્તીસગઢ નક્સલવાદી આત્મસમર્પણ/પીડિત રાહત અને પુનર્વાસ નીતિ-2025ને મંજૂરી આપી દીધી છે. આ યોજના પ્રમાણે આત્મસમર્પણ કરવા વાળા માઓવાદીઓને આર્થિક સહાય, પુનર્વાસ, શિક્ષા અને રોજગાર સાથે સુરક્ષા પણ આપવામાં આવશે.

પોલીસે અધિકારીએ આપેલી વિગતો પ્રમાણે ‘અયાતુ પુનેમ પ્રતિબંધિત માઓવાદી સંગઠનના આંધ્ર-ઓડિશા-બોર્ડર (AOB) વિભાગ હેઠળ પ્લાટૂન નંબર 1 ના સભ્ય તરીકે સક્રિય હતો, જ્યારે કોસી તમો પ્લાટૂન નંબર 10 ના પક્ષનો સભ્ય હતા. સોના નક્સલ સંગઠનની તેલંગાણા રાજ્ય સમિતિ હેઠળની પ્લાટૂન પાર્ટીનો સભ્ય હતો. માડવી જનતા સરકારના વડા હતી. જ્યારે લખમા કડાટી દંડકારણ્ય આદિવાસી કિસાન મજદૂર સંગઠન (KAMS) નો પ્રમુખ હતો. અન્ય નીચલા સ્તરના સભ્યો હતા.

શેરબજારમાં આજે સેન્સેક્સમાં 500 પોઈન્ટ અપ, નિફ્ટીએ પણ ભરી ઉડાન

શેરબજારમાં સળંગ બીજા સપ્તાહની શરૂઆત સકારાત્મક રહી છે. સેન્સેક્સ આજે 550.76 પોઈન્ટના ઉછાળે ખૂલ્યા બાદ 766.6 પોઈન્ટ સુધી ઉછળ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ખુલતાની સાથે જ 150 પોઈન્ટથી વધુ ઉછળ્યો. આ દરમિયાન, પાવરગ્રીડ, NTPC, RVNL અને IREDA ના શેરમાં ઝડપી ગતિએ સુધારો જોવા મળ્યો છે.

શેરબજાર ખુલતાની સાથે જ, BSE સેન્સેક્સ તેના અગાઉના બંધ 76,905.51 ની સરખામણીમાં મજબૂત તેજી સાથે 77,456.27 પર ખુલ્યો અને ટૂંક સમયમાં 77,498.29 પર પહોંચી ગયો. આ ઉપરાંત, NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 23,515.40 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 23,350.40 થી વધીને ખુલ્યો છે.

જો આપણે શેરબજારમાં ટ્રેડ થઈ રહેલા ટોચના 10 શેરો પર નજર કરીએ, તો લાર્જ કેપ કેટેગરીમાં પાવર ગ્રીડના શેર 2.49%, કોટક બેંકના શેર (2.30%) અને એક્સિસ બેંકના શેર (2%) ના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. તો, મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ કંપનીઓમાં, IGL શેર (3.46%), IREDA (3.29%), RVNL શેર (3%), મઝગાંવ ડોક શેર (2.60%) વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત, સ્મોલકેપ શેરોમાં, JNK ઇન્ડિયા શેર 10%, રેલટેલ શેર 8.83%, ઝેન્ટેક શેર 8.65% ના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોનું કમબેક થતાં જ સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજીને ટેકો મળ્યો છે. શુક્રવારે એફઆઈઆઈએ રૂ. 7470.36 કરોડનું રોકાણ નોંધાવ્યુ હતું. એફઆઈઆઈના કમબેક સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સુધર્યા છે. છેલ્લા બે ટ્રેડિંગ સેશન (ગુરૂવાર-શુક્રવાર)માં એફઆઈઆઈએ કુલ રૂ. 10709.5 કરોડની ખરીદી નોંધાવી છે.

અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન ક્રેન ધરાશાયી, 25 ટ્રેન કેન્સલ, જુઓ યાદી

0

અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નિર્માણકાર્ય દરમિયાન 23 માર્ચ રવિવારે મોડી રાત્રે વિશાળ ક્રેન તૂટી પડી હતી. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી જો કે ઓવરહેડ વાયર તૂટી જતા મુંબઈ અમદાવાદ વચ્ચે રેલવે વ્યવહાર ખોરવાયો હતો. અમદાવાદ વડોદરા મુંબઇ વચ્ચે દોડતી 25 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 11 ટ્રેનો રિશિડ્યુલ કે ડાયવર્ટ કરવાની ફરજ પડી છે.

અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક ટ્રેક નિર્માણની કામગીરી ચાલી રહી છે. 23 માર્ચ રવિવાર રાતે 11 વાગે આસપાસ બુલેટ ટ્રેનના ટ્રેક નિર્માણની કામગીરી દરમિયાન બે પિલ્લરને જોડતી વિશાળ ક્રેન અચાનક તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી. માહિતી મુજબ અમદાવાદના વટવામાં વાયડક્ટ બાંધકામ માટે ઉપયોગમાં લેવાતી સેગમેન્ટલ લોન્ચિંગ ગેન્ટ્રી માંથી એક કોંક્રિટ ગર્ડર લોન્ચિંગની કામગીરી પતાવ્યા બાદ પાછી ખેંચી રહી હતી ત્યારે અચાનક ક્રેન તૂટી પડી હતી.

આજે આ ટ્રેન કેન્સલ

  • વટવા-વડોદરા મેમુ
  • અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર
  • મુંબઈ-અમદાવાદ ડબલ ડેકર
  • વડોદરા-વટવા સંકલ્પ ફાસ્ટ
  • વટવા-વડોદરા સંકલ્પ ફાસ્ટ
  • અમદાવાદ-એકતાનગર
  • આણંદ-વટવા મેમુ
  • વડોદરા-વટવા
  • વલસાડ-અમદાવાદ ગુજરાત ક્વીન
  • મણિનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
  • મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ
  • વડોદરા-વટવા એક્સપ્રેસ
  • અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન
  • અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ગુજરાત એક્સપ્રેસ
  • જામનગર-વડોદરા ઈન્ટરસિટી એક્સપ્રેસ
  • વલસાડ-વડનગર
  • વડનગર-વલસાડ
  • વટવા-આણંદ મેમુ
  • વડોદરા જંક્શન-વટવા મેમુ
  • વટવા-વડોદરા જંક્શન મેમુ
  • અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ
  • મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ
  • બુલેટી ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી જતાં રેલવે લાઇનનો ઓવર હેડ વાયર તૂટી ગયો છે. આ કારણે મોટી સંખ્યામાં ટ્રેનનો વ્યવહાર ખોરવાયો છે. કેટલીક ટ્રેનો રૂટ બદલાયો છે તો કેટલીક ટ્રેનનો સમય બદલાયો છે. આ માટે રેલવેએ હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યાં છે.

છ હેલ્પલાઈન નંબર રેલવેએ કર્યા જાહેર

  • અમદાવાદનો હેલ્પલાઈન નંબર 079-22113977 નંબર જાહેર
  • સાબરમતીનો હેલ્પલાઈન નંબર 7043028680 નંબર જાહેર
  • વિરમગામનો હેલ્પલાઈન નંબર 7043028564 નંબર જાહેર
  • મહેસાણાનો હેલ્પલાઈન નંબર 02762- 241501 નંબર જાહેર
  • ગાંધીધામનો હેલ્પલાઈન નંબર 9408708535 નંબર જાહેર
  • પાલનપુરનો હેલ્પલાઈન નંબર 02742- 251775 નંબર જાહેર

ક્રેન અકસ્માતને કારણે ડાઇવર્ટ કરાયેલી ટ્રેનો

  • ટ્રેન નંબર 12010 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ વડોદરા સ્ટેશનથી ઉપડશે
  • 23.03.2024ની ટ્રેન નંબર 12478 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-જામનગર એક્સપ્રેસ રતલામ-ચિત્તોડગઢ-બેડાચ-ઉદયપુર સિટી-હિંમતનગર-અમદાવાદ-વિરમગામ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
  • 23.03.2024ની ટ્રેન નંબર 11090 પુણે-ભગત કી કોઠી એક્સપ્રેસ વડોદરા-રતલામ-ચંદેરિયા-અજમેર-મારવાડ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
  • 23.03.2024ની ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદ-અસારવા-હિંમતનગર-ઉદયપુર-રતલામ થઈને ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે
    24.03.2024ની ટ્રેન નંબર 09417 અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ અમદાવાદ-અસારવા-હિંમતનગર-ઉદયપુર-રતલામ થઈને દોડશે.

અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની આ દૂર્ઘટનાથી ટ્રેન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ઓવરહેટ વાયર તૂટી જવાના કારણે અમદાવાદ વડોદરા મુંબઇ વચ્ચે દોડતી 25 ટ્રેનો રદ કરવામાં આવી હતી. ઉપરાંત 5 ટ્રેનનો સમય બદલાયો છે અને 6 ટ્રેનો ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. આ દૂર્ઘટના લીધે રેલેવ વિભાગ દ્વારા વડોદરાથી અમદાવાદ આવતી 10 ટ્રેનો રાત્રે જ તાત્કાલિક વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવામાં આવી હતી. તો જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનો પણ કેન્સલ કરવી પડી છે.

૨૩ માર્ચ, ૨૦૨૫ / હૃદમાં અસંતોષ રહે, નોકરી-ધંધામાં પ્રગ‌તિ ખર્ચનું પ્રમાણ ઓછું, આ જાતકોને રવિવારના દિવસે થશે ધનપ્રાપ્તિ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષઃ-

આવકનું પાસું જળવાય. હયાત રોકાણોમાંથી આવક આવતી અનુભવાય. નવા રોકાણોનું આયોજન યથાર્થ રીતે કરી શકાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય છે. આદ્યાત્મિકતાનું પ્રમાણ વધે. ચર્મરોગોથી સાવધાની રાખવી.

વૃષભઃ-

ધારેલી આવક અટકતી જણાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. દામ્પત્યક્ષેત્રે આનંદનો અનુભવ થાય. પરિવારના સભ્યોને માનસિક ચિંતા રહે. મિત્રોનો સાથ સહકાર મળતાં કાર્યો પૂરા થતા જણાય.‌

મિથુનઃ-

ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. નવા નાણાંકીય રોકાણોનું આયોજન ફાયદાકારક નીવડે નોકરી કે ધંધાકીયક્ષેત્રેમાં મહેનત વધારે કરવી પડે. પત્નિ સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહે. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

કર્કઃ-

આવક અંગે મધ્યમ દિવસ છે. પરિવારમાં શાંતિ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. મિત્ર વર્તુળમાં વધારો થાય. અધૂરા રહેલા કાર્યો પૂર્ણ થતા જણાય. તાવ, શરદી, ખાંસીથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય છે.‌

સિંહઃ-

સંતાન તરફથી સારા સમાચાર મળે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. સફેદ વસ્તુ, કાપડ, કરીયાણાના ધંધામાં લાભ મળતો જણાય. આરોગ્ય સારૂં રહેશે. નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો જરૂરી.

કન્યાઃ-

ગઇકાલની જેમ આજે પણ નોકરીમાં બઢતી, બદલી અને ધંધાકીયક્ષેત્રે સફળતાના યોગ બને છે. આવકનું પ્રમાણ પણ જળવાશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખની તકલીફ અને માથાના દુઃખાવાથી સાવધાની જરૂરી.

તુલાઃ-

આવકનું પ્રમાણ જળવાતા, માનસિક આનંદ વધે. કુટુંબના સભ્યો સાથે સારો સમય પસાર થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને.

વૃ‌શ્ચિકઃ-

ગઇકાલની જેમ આજે પણ આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં આનંદ વધતો જણાય. બેંક બેલેન્સમાં વધારો થાય. સંતાનમાં ગુસ્સાનું પ્રમાણ વધે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય સારૂં રહે.

ધનઃ-

આત્મબળમાં વધારો થાય. માનસિક સ્થિરતા જલવાય. સંગીતનો શોખ રહે. પેટ્રોલ, દૂધ, રબ્બર, રેડીયો, ટી.બી. જેવા ક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિને વિશેષ લાભ મળે. પીઠનો દુઃખાવો તથા મૂત્રાશય સંબંધી રોગોથી સાચવવું.

મકરઃ-

આવશ્યક કાર્યો પુરા કરી શકાશે. આવક સામાન્ય રહેશે પણ વખતસર નાણાંની સગવડ થઇ જશે. દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. વાયુનું પ્રમાણ વધે. સાંધાના દુઃખાવા તથા ગેસ ટ્રબલ અને ખાંસીથી પરેશાની રહે.

કુંભઃ-

શેરબજાર સ્ત્રી શણગાર, ટ્રાવેલીંગ જેવા ક્ષેત્રમાં લાભ, આવકનું પ્રમાણ વધતુ જણાય. સંતાન તરફની ચિંતા રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. જુના મિત્રોને મળવાનું શક્ય બને. તેમનો સાથસહકાર મળતો જણાય.

મીનઃ-

આત્મવિશ્વાસ જળવાય. આવકનું પાસુ મજબુત થતું જણાય. માતાનું સ્વાસ્થ્ય જળવાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. સામાજીક કાર્યોમાં સમય પસાર થાય. આંખ, હાડકા અને કરોડરજ્જુના દુઃખાવાની સમસ્યા રહે.

સુરતમાં તોડબાજ કોર્પોરેટર રાજેશ મોરડીયા પર પોલીસની કસોટી

0

સુરતમાં તોડબાજો પર પોલીસની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે RTI એક્ટિવિસ્ટ સામે કાર્યવાહી કરતી પોલીસની નજર હવે તોડબાજ કોર્પોરેટર પર પણ એટલી જ લાલ થતી જોવા મળી રહી છે. ત્યારે તોડબાજ કોર્પોરેટર રાજેશ મોરડીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે. મોટા વરાછામાં પતરાના ડોમ બનાવનાર પાસેથી કોર્પોરેટરને ખંડણી માંગવી ભારે પડી હતી. પોલીસે તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મોટા વરાછા ખાતે ગાર્ડન રેસીડેન્સીમાં રહેતા રોનક પટેલે શુક્રવારે રાજેશ મોરડીયા અને પંકજ પટેલ વિરૂદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં જણાવ્યું હતું કે વરાછા ભડીયાદરા ફાર્મની પાછળ રોનક પટેલ કામચલાઉ પતરાનો ડોમ બનાવવામાં આવ્યો હતો. ત્યારે રાજેશ મોરડીયા અને પંકજ પટેલ પટેલ તેમની પાસે આવ્યા હતા અને કહ્યું હતું કે હું કોર્પોરેટર છું. પાલિકાના અધિકારીઓને કહીને તમારું ટેમ્પરરી સ્ટ્રક્ચર તોડાવી નાખીશ, એમ કહીને 7 લાખની માંગણી કરી હતી. પરંતુ રૂપિયા આપવાની ના પાડતાં મારું ગળું દબાવ્યું હતું અને ચપ્પુ કાઢીને ડરાવી-ધમકાવીને 1 લાખ પડાવ્યા હતા. અન્ય એક ઘટનામાં કોર્પોરેટરે ફાર્મ માલિક પાસેથી રોડનું કામ અટકાવી દઈને 50 હજાર પડાવ્યા હતા.

કોર્પોરેટર રાજુ મોરડીયા દ્વારા અનેક લોકોને બ્લેક મેઈલ કરી રૂપિયા પડાવ્યા હોવાની આશંકા સાથે સુરત પોલીસે બનનારને પોલીસનો સંપર્ક કરવા જાહેરાત કરી હતી. તોડબાજો અને નકલી પત્રકારો બાદ હવે કોર્પોરેટર પણ ખંડણીના ગુનામાં પકડાઈ જતા ખંડણીખોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. બીજી તરફ રાજુ મોરડીયા સામે કાર્યવાહી થતાં આમ આદમી પાર્ટી દ્વારા તેમને પક્ષમાંથી 21 એપ્રિલ, 2023 ના રોજ પાર્ટીના દરેક હોદ્દા અને પ્રાથમિક સભ્યપદ પરથી તે સમયે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરેલા હતાં. રાજેશભાઈ મોરડીયા સાથે આમ આદમી પાર્ટીને કોઈ પણ પ્રકારનો સંબંધ નથી તેવું નિવેદન આપવામાં આવ્યું હતું.

અમેરિકામાં મહેસાણાના પિતા-પુત્રીને ગોળી મારીને હત્યા, આરોપીની ધરપકડ

અમેરિકામાં વધુ બે ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વર્જિનિયામાં મહેસાણાના પિતા અને પુત્રીની હત્યા કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ તપાસ હાથ ધરી હતી અને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

મળતી માહિતી પ્રમાણે, સ્ટોરમાં ઘૂસી આરોપીએ પિતા અને પુત્રી પર ગોળીબાર કર્યો હતો. જેમાં બંનેના મોત નીપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરી હતી. મૃતક પિતા-પુત્રી મહેસાણાના કનોડા ગામના મૂળ વતની હતા. પટેલ પરિવારની 24 વર્ષીય પુત્રી અને 56 વર્ષીય પિતાની હત્યા કરી હતી.

હત્યા કરનાર આરોપી જ્યોર્જ ફ્રેઝિયર ડેવોન વ્હાર્ટન હાલમાં જેલમાં કેદ છે. હજુ પણ હત્યા પાછળનું કારણ સામે આવ્યું નથી. બીજી તરફ સ્ટોરના માલિક પટેશ પટેલે જણાવ્યું હતું કે પિતા-પુત્રી બંને અમારા પરિવારના સદસ્યો હતા. મારા પિતરાઈ ભાઈની પત્ની અને તેના પિતા સવારે સ્ટોર પર કામ કરી રહ્યાં હતાં ત્યારે એક શખસ સ્ટોરમાં ઘૂસ્યો હતો અને અચાનક જ ગોળીબાર કર્યો હતો. મને ખબર નથી પડતી કે શું કરવું.

મૃતકના કાકા ચંદુભાઈએ જણાવ્યું હતું કે મારા ભાઇનું અવસાન ઘણા સમય પહેલાં થયું છે. મારો ભત્રીજો પ્રદીપ, તેની પત્ની અને પુત્રી સાતેક વર્ષ અગાઉ વિઝિટર વિઝા પર અમેરિકા ગયાં હતાં અને બાદમાં ત્યાંજ સ્થાયી થઇ ગયા હતા. અમને આ દુર્ઘટનાની જાણ મીડિયા થકી થઇ હતી. અમારી જોડે અમેરિકાનો કોઇ કોન્ટેક નહોતો, પણ પ્રદીપની બીજી દીકરી કેનેડા રહે છે, અમે તેનો કોન્ટેક કરતાં તેણે અમને માહિતી આપી કે મારા પપ્પાની સ્ટોરમાં ગોળી મારીને હત્યા થઇ છે, હું ત્યાં ગઇ છું. પ્રદીપને ગોળી મારતાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે એની દીકરીનું વેન્ટિલેટર પર સારવાર દરમિયાન મોત થયું છે

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હત્યા કરનાર અશ્વેત શખસની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાએ અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ભારે શોકની લાગણી ફેલાવી છે. પોલીસે હત્યાનાં કારણો અંગે તપાસ શરૂ કરી છે. સ્થાનિક પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે અને જલદી જ હત્યાનું કારણ સામે આવશે.

સુરતમાં રોગચાળાથી એક બાળક સહિત ત્રણ લોકોના મૃત્યુ, આરોગ્ય વિભાગ સતર્ક

સુરત શહેરમાં ગરમીમાં વધારો થવા સાથે રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં છેલ્લા 24 કલાકની અંદર એક બાળક સહીત ત્રણ લોકોના રોગચાળાથી મોત નિપજયા છે. શહેરમાં વધતા રોગચાળાના કારણે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. ઓપીડીમાં દર્દીઓની સંખ્યા અને દર્દીઓના મોતના કેસ વધતા આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે.

સુરત શહેરમાં અઠવા અને ભેસ્તાન વિસ્તારમાં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. અઠવા અને ભેસ્તાનમાં બે વૃદ્ધઓ રોગચાળામાં જીવ ગુમાવ્યો છે. જયારે ડિંડોલીમાં નવા ગામનું બાળક ઝાડા ઉલ્ટીમાં સપડાયું હતું. ઝાડા ઉલટીના કારણે બાળકની સ્થિતિ વધુ ગંભીર થતા માતાપિતા તાત્કાલિક બાળકને હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા જ તબિયત લથડતા મોત નીપજ્યું હતું. સુરતમાં છેલ્લા 24 કલાકની અંદર ત્રણ વર્ષના બાળક સહિત બે વૃદ્ધોના મોત થયા છે.

બેવડી ઋતુની બાળકોને અને વૃદ્ધોને સૌથી વધુ અસર દેખાઈ રહી છે. બેવડી ઋતુના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. સુરતમાં બે દિવસ અગાઉ જ એક બાળકીનું તાવ અને ઝાડા ઉલ્ટીના કારણે મોત નિપજયું હતું. ત્યારે રોગચારાએ માથું ઉચકાતા તંત્ર દોડતું થયું છે.

“મુસ્લિમોને ડરાવનારાને છોડીશું નહીં”, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીનું મોટું નિવેદન

0

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે પોતે આયોજિત ઈફ્તાર પાર્ટીમાં મુસ્લિમોને લઈને મોટું નિવેદન આપ્યું છે. અજિત પવારે કહ્યું છે કે ભારત વિવિધતામાં એકતાનું પ્રતિક છે. આપણે કોઈપણ વિભાજનકારી શક્તિઓની જાળમાં ન પડવું જોઈએ. આપણે હમણાં જ હોળી ઉજવી છે, ગુડી પડવો અને ઈદ આવવાની છે, આપણે આ બધા તહેવારો સાથે મળીને ઉજવવાના છે કારણ કે એકતા જ આપણી ખરી તાકાત છે.

NCP નેતા અજિત પવારે વધુમાં કહ્યું કે હું તમને ખાતરી આપું છું કે તમારા ભાઈ અજિત પવાર તમારી સાથે છે, જે કોઈ અમારા મુસ્લિમ ભાઈ-બહેનો પર આંખ બતાવશે, જો કોઈ બે જૂથો વચ્ચે લડાઈ કરીને શાંતિને ખલેલ પહોંચાડે છે અને કાયદો પોતાના હાથમાં લે છે, તો પછી તે કોઈ પણ હોય, તેને બક્ષવામાં આવશે નહીં, તેને માફ કરવામાં આવશે નહીં.

મહારાષ્ટ્રના ઉપ-મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો અજીત પવારે રમઝાન નિમિત્તે મુંબઈમાં મરીન લાઈન્સ ખાતે આયોજિત ઈફ્તાર પાર્ટી દરમિયાન કહ્યું કે ‘ભારત વિવિધતામાં એકતાનું સમર્થન કરે છે. આપણે કોઈપણ વિભાજનકારી શક્તિઓની વાતોમાં આવવું ના જોઈએ.’ વધુમાં કહ્યું કે, અમે હોળી બનાવી, ગુડી પડવો અને ઈદ આવી રહી છે. આ દરેક તહેવાર આપણને હળીમળીને રહેતા શિખવાડે છે. આપણે બધાએ આ તહેવાર સાથે મળીને મનાવવા જોઈએ, કારણ કે, તે આપણી અસલી તાકાત છે. હું તમને આશ્વાસ્ત કરું છે કે તમારો ભાઈ તમારી સાથે જ છે.

ઈફ્તાર પાર્ટી દરમિયાન અજીત પવારે ભારતની એક્તાની વાત કરી હતી અને જ પણ લોકોમાં ધર્મના નામે વિખવાદ પાડી રહ્યાં છે તેમને ચેવતણી આપી હતી. મુસ્લિમોના પવિત્ર માસ રમઝાન વિશે અજીત પવારે કહ્યું કે, રમઝાન માત્ર એક ધર્મ સુધી જ સિમિત નથી તે માનવતા, ત્યાગ અને આત્મ અનુશાસનનું પ્રતિક છે. આ મહિનો ગરીબ અને જરૂરિયામંદ લોકોની મદદ કરવા માટે પ્રેરણા આપે છે અને ના માત્ર શરીર પરંતુ આ મહિનામાં આત્માની પણ શુદ્ધી થાય છે.

હરિયાણામાં દુષ્યંત ચૌટાલાની પાર્ટીના નેતાની ગોળી મારીને હત્યા

0

હરિયાણાની જનનાયક જનતા પાર્ટી (JJP)ના નેતા રવિન્દર મિન્નાની શુક્રવારે મોડી સાંજે પાણીપતમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરે તેના પિતરાઈ ભાઈ અને અન્ય વ્યક્તિ સાથે જેજેપી નેતા પર પણ ગોળી મારી હતી. બંને ઘાયલ થયા હતા, જ્યારે જેજેપી નેતાનું મૃત્યુ થયું હતું. આરોપીઓને પકડવા માટે 5 ટીમો બનાવવામાં આવી છે. પાણીપત પોલીસે આ જાણકારી આપી છે.

આ ઘટના શુક્રવારે પાણીપતના વિકાસ નગર વિસ્તારમાં બની હતી, જ્યાં જેજેપી નેતા રવિન્દ્ર મિન્ના તેમના ઘરની નજીક હતા. ત્યારબાદ હુમલાખોરે અચાનક તેમના પર ગોળીબાર કર્યો. ગોળી વાગતાની સાથે જ રવીન્દ્ર લોહીલુહાણ થઈને નીચે પડી ગયો હતો, જ્યારે તેનો પિતરાઈ ભાઈ અને અન્ય એક વ્યક્તિને પણ ગોળીઓથી ઈજા થઈ હતી.

મૃતક રવિન્દ્ર મિન્ના મૂળ પાણીપત જિલ્લાના જગસી ગામનો રહેવાસી હતો અને હાલમાં શહેરના વિકાસ નગરમાં રહેતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરની ઓળખ તેના જ ગામનો રણબીર તરીકે થઈ છે, જે ઘટના બાદથી ફરાર છે. પોલીસ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને આરોપીઓની શોધ ચાલુ છે.

પોલીસે જણાવ્યું કે આ ઘટના શુક્રવારે પાણીપતના વિકાસ નગર વિસ્તારમાં બની હતી. જ્યાં JJP નેતા રવિન્દ્ર મિન્ના તેમના ઘરની નજીકમાં જ ઊભા હતા. ત્યારબાદ હુમલાખોરે તકનો લાભ લઇ તેમના પર ગોળીબાર કર્યો. ગોળી વાગતાં જેજેપી નેતા ઢળી પડ્યા. જ્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ સાથે પોલીસે જણાવ્યું કે આ ગોળીબારની ઘટનામાં તેમનો પિતરાઈ ભાઈ અને અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ થયા હતા.

‘કેસરી ચેપ્ટર 2’ – અક્ષય કુમારની પ્રભાવશાળી સિક્વલ, જાણો શું હશે ખાસ!

2019 માં રિલીઝ થયેલી અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ ‘કેસરી’ને દર્શકો તરફથી શાનદાર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ ભારતીય ઈતિહાસની એક વિસ્મયજનક ઘટનાને રજૂ કરતી હતી, જેમાં 1897માં 21 શીખ સૈનિકોએ 10,000 અફઘાન આક્રમણકારો સામે શૌર્યપૂર્વક લડત આપી હતી. હવે, આ હિટ ફિલ્મની સિક્વલ ‘કેસરી ચેપ્ટર 2’ની જાહેરાત થઈ છે, અને નિર્માતાઓએ તેનું પહેલું પ્રોમો રિલીઝ કર્યું છે, જેને જોતા જ ચાહકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે.

કેસરી ચેપ્ટર 2 પ્રોમો અક્ષય કુમારની દ્વારા રિલીઝ કરવામાં આવ્યો હતો. પ્રોમો રિલીઝ થવાની સાથે કેસરી ચેપ્ટર 2 ના ટીઝરની રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી. પ્રોમો વિશે વાત કરીએ તો, વીડિયોમાં લખ્યું છે કે તે હિંમત દર્શાવતી ક્રાંતિ છે. કેસરી પ્રકરણ 2. પ્રોમો શેર કરતી વખતે, અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું, ‘કેટલીક લડાઈઓ હથિયારોથી જીતી શકાતી નથી.

આ સાથે અક્ષય કુમારે જણાવ્યું કે કેસરી ચેપ્ટર 2 નું ટીઝર 24 માર્ચે રિલીઝ થશે. પ્રોમો જોઈને એવું લાગે છે કે કેસરી પ્રકરણ 2 જલિયાંવાલા બાગ હત્યાકાંડની અનકહી વાર્તા પર કેન્દ્રિત હશે. એવી અટકળો છે કે આ સિક્વલમાં 1919 ના હત્યાકાંડ પાછળના સત્યને ઉજાગર કરવા માટે બેરિસ્ટર સી. શંકરન નાયરની લડાઈ દર્શાવવામાં આવી શકે છે.

આવતી કાલ્પનિક ફિલ્મના પ્રોમો જોઈને એવી અટકળો કરવામાં આવી રહી છે કે ‘કેસરી ચેપ્ટર 2’માં 1919ના જલિયાંવાલા બાગ હત્યાકાંડની અનકહી વાર્તા રજૂ કરવામાં આવશે. આ ઘટનામાં, બ્રિટિશ સૈન્ય અધિકારી જનરલ ડાયર દ્વારા નિર્દોષ ભારતીયોને ગોળીબાર કરીને હત્યા કરવામાં આવી હતી. ફિલ્મના કથાનકમાં બેરિસ્ટર સી. શંકરન નાયરની લડતને પણ રજૂ કરી શકાય છે, જેમણે આ હત્યાકાંડ સામે અવાજ ઉઠાવ્યો હતો.