Home Blog Page 501

અમદાવાદ : પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર પૂર્વવત

0

ગત રવિવારે મોડી રાત્રે અમદાવાદના વટવામાં રોપડ ગામ પાસે બ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન રાતે 11 વાગ્યાની આસપાસ ક્રેન તૂટી ગઈ હતી. આ કેન તૂટતા રેલવે લાઈનનો ઓવરહેડ વાયર તૂટયો હતો, જેને લીધે અમદાવાદ-મુંબઈનો રેલવે વ્યવડાર ખોરવાયો હતો. આ પછી રેલવે વિભાગ દ્વારા રૂટ ફરી કાર્યરત કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેના 29 કલાક પછી રેલવે વ્યવહાર કાર્યરત કરાયો છે.

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, દુર્ઘટનાના 25 કલાક પછી મહાકાય સ્ટ્રક્ચર દૂર કરાયું છે. આજે વહેલી સવારે 4 વાગ્યે રેસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન પશ્ચિમ રેલવેના મેનેજર અને મુખ્ય એન્જિનિયર સ્થળ પર હાજર રહ્યા હતા. આમ CPRO સહિતના અધિકારીઓ દ્વારા આખી રાત કામગીરી કરવામાં આવી હતી.

મહત્ત્વનું છે કે, આ દુર્ઘટનાને લીધે ગઈકાલે 25થી વધુ ટ્રેન 25 ટ્રેન રદ કરવાની સાથે 11 ટ્રેન રીશેડ્યુલ અને ડાયવર્ટ કરવામાં આવી હતી. જેને લીધે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને સુરતના હજારો મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા હતા.

ન્યૂઝીલેન્ડમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 7ની તીવ્રતા, જાણો કેવી છે સ્થિતિ?

મંગળવારે (25 માર્ચ) ન્યૂઝીલેન્ડના રિવર્ટન કિનારે 7 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ દ્વારા આ ભૂકંપ વિશે માહિતી શેર કરી હતી. ભૂકંપ રિવર્ટનથી 159 કિલોમીટર પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ (WSW) દૂર અનુભવાયો હતો. તેનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટર (6.21 માઇલ) ની ઊંડાઈએ હતું.

ન્યૂઝીલેન્ડમાં 7 ની તીવ્રતાના ભૂકંપ પછી મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારો સુરક્ષિત છે. ન્યૂઝીલેન્ડની કટોકટી વ્યવસ્થાપન એજન્સી મૂલ્યાંકન કરી રહી છે કે શું ભૂકંપ સુનામીનો ખતરો ઉભો કરી શકે છે. એજન્સીએ કહ્યું છે કે જો સુનામીની સ્થિતિ સર્જાય તો દેશ સુધી પહોંચવામાં ઓછામાં ઓછો એક કલાક લાગશે.

ધરતીકંપ એ કુદરતી ઘટના છે જે પૃથ્વીની સપાટી પર થાય છે, મુખ્યત્વે પૃથ્વીની આંતરિક રચનામાં થતા તણાવ અને પ્રવૃત્તિઓને કારણે. ભારતમાં ભૂકંપનું મુખ્ય કારણ હિમાલય ક્ષેત્રમાં થતી ટેક્ટોનિક પ્રવૃત્તિઓ છે. અહીં તણાવ ભારતીય પ્લેટ અને યુરેશિયન પ્લેટ વચ્ચેની અથડામણને કારણે છે. આ જ કારણ છે કે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારત ભૂકંપ પ્રત્યે સંવેદનશીલ છે. મહત્વનું છે કે, ટેક્ટોનિક પ્લેટો વચ્ચે તેમની હિલચાલ, અથડામણ, ઉદય અને પતનને કારણે સતત તણાવ રહે છે. આનાથી ઉર્જા ઉત્પન્ન થાય છે, તેથી જો હળવા ભૂકંપ આવતા રહે, તો આ ઉર્જા મુક્ત થતી રહે છે અને મોટા ભૂકંપની શક્યતા રહે છે. જો આ પ્લેટો વચ્ચેનું તણાવ વધારે હોય, તો ઉર્જા દબાણ પણ વધે છે અને તે ઝડપથી એકસાથે બહાર આવવાનો પ્રયાસ કરે છે, જેના કારણે ક્યારેક ભયંકર ભૂકંપ આવવાની શક્યતા રહે છે.

કેટલું તીવ્ર, કેટલું જોખમી?

ભૂકંપ કેટલો ખતરનાક છે? તે રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. ભૂકંપમાં, રિક્ટર સ્કેલનો દરેક સ્કેલ અગાઉના સ્કેલ કરતા ૧૦ ગણો વધુ ખતરનાક હોય છે.

  • ૦ થી ૧.૯ ની તીવ્રતાવાળા ધરતીકંપ માત્ર સિસ્મોગ્રાફ દ્વારા શોધી શકાય છે.
  • જ્યારે ૨ થી ૨.૯ ની તીવ્રતાનો ભૂકંપ આવે છે, ત્યારે થોડું કંપન થાય છે.
  • જ્યારે૩ થી ૩.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ ટ્રક ત્યાંથી પસાર થઈ ગઈ હોય.
  • ૪ થી ૪.૯ની તીવ્રતાના ભૂકંપમાં વિન્ડો તૂટી શકે છે. દિવાલો પર લટકતી ફ્રેમ્સ પડી શકે છે.
  • ૫ થી ૫.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઘરનું ફર્નિચર હલી શકે છે.
  • ૬ થી ૬.૯ ની તીવ્રતાનો ધરતીકંપ ઇમારતોના પાયામાં તિરાડ પડી શકે છે, જેનાથી ઉપરના માળને નુકસાન થાય છે.
  • જ્યારે ૭ થી ૭.૯ની તીવ્રતાનો ભૂકંપ આવે છે ત્યારે ઇમારતો ધરાશાયી થાય છે.
  • ૮ થી ૮.૯ની તીવ્રતાના ભૂકંપમાં ઈમારતો તેમજ મોટા પુલ ધરાશાયી થઈ શકે છે.
  • ૯ કે તેથી વધુ તીવ્રતાનો ધરતીકંપ મોટાપાયે વિનાશનું કારણ બને છે. જો કોઈ ખેતરમાં ઊભું હોય, તો તે પૃથ્વીને ધ્રુજારી જોશે. જો સમુદ્ર નજીક છે, તો સુનામી આવી શકે છે.

૨૫ માર્ચ, ૨૦૨૫ / મંગળવારના દિવસે આ રાશિના જાતકોને આજનો દિવસ ખુલી શકે છે ભાગ્યના દરવાજા, થઈ શકે છે ધન લાભ, આવકના નવા સ્ત્રોત મળશે, જૂઓ આજનુ રાશિફળ

મેષઃ

આર્થિકક્ષેત્રે શુભ ફળ પ્રાપ્ત થતું જણાય છે. નોકરીમાં શાંતિ. હયાત ધંધામાંથી લાભ મેળવી શકાય તથા નવા ધંધાની શરૂઆતના યોગ બને છે. માતૃસુખ, પિતૃસુખ તથા વાહન સુખમાં વધારો થાય. ભાગ્યનો સાથ મળતો જણાય.

વૃષભઃ

દિવસની શરૂઆત સુંદર રીતે થાય. આવક જળવાય. કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. ભાગ્ય બળવાન બને છે. દામ્પત્યક્ષેત્રે આનંદ. ધાર્મિક ભાવના વધતી જણાય. જમણા હાથની કાળજી રાખવી જરૂરી.

મિથુનઃ

જીવનસાથી સાથે પ્રેમ જળવાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. આવક બાબતમાં સામાન્ય સ્થિતિ બની રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. સ્થાવર જંગમ મિલકતથી લાભ. પિતાની તબિયત સાચવવી.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંકીય પાસુ મજબૂત બને. પરિવારમાં આનંદ જળવાય. સ્થાવર ‌જંગમ મિલકતથી લાભ. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાય. મિત્રોનો સાથ સહકાર મળે. આરોગ્ય જ‍ળવાય.

સિંહઃ

સંતાનની પ્રગતિથી હર્ષ. વિદ્યાર્થી વર્ગને સફળતા. આદ્યાત્મિક બાબતોમાં રૂચિ વધે. સેવાકાર્યમાં સમય વ્યતીત થાય. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય. શરદી, ખાંસી, કફની સમસ્યાનો સામનો કરવો પડે.

કન્યાઃ

જીવનસાથી સાથે વાદ વિવાદ ટાળવો. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આપતું જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. એકાઉન્ટીંગ, બેંક, વીમા, એડવોકેટ જેવા વ્યવસાયમાં લાભ. માથાના દુઃખાવાથી પરેશાની રહે.

તુલાઃ

કરેલા રોકાણો ફળદાયી નીવડે. નવા રોકાણોનું યોગ્ય રીતે આયોજન કરી શકાય. પરિવારમાં પરસ્પર પ્રેમનું વાતાવરણ જળવાય. માતૃસુખ, વાહનસુખમાં વધારો થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

વ‌ૃશ્ચિકઃ

બેંક બેલેન્સ વધતું જણાય. પરિવારમાં મિશ્રફળ અનુભવાય. સંતાન અંગેની ચિંતા સતાવે. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. ભાગ્યનો સાથ મળતો જણાય. ચામડીના રોગોની કાળજી રાખવી.

ધનઃ

આવક બાબતમાં થોડો અસંતોષ રહે. સામાજીક કાર્યોમાં ખર્ચ થાય. અગત્યના કાર્યો મુલતવી રાખવા. દામ્પત્ય જીવનમાં આનંદ વર્તાય. ભાગ્યનો સાથ મળતો જણાય છે. આરોગ્ય જળવાય.

મકરઃ

વિચારશીલતા તથા નવું શીખવાની ભાવના વધતી જણાય. જ્યોતિષનો શોખ રહે. ડોકટર, શિક્ષણ, બાંધકામ તથા સરકારી ખાતામાં કામ કરતા વ્ય‌િક્ત‌ઓને વિશેષ લાભ. પિતા કે વડીલ સાથે મતભેદ ટાળવા.

કુંભઃ

ધંધામાં મોટું નાણાંકીય જોખમ લેવાથી દૂર રહેવું. નાણાં ઉછીના આપવા કે લેવા નહીં. અન્યથા નાણાં ફસાઇ જવાની શક્યતા છે. આવક જ‍ળવાય. મિત્રોથી લાભ. સંતાન સુખમાં વધારો થાય. શરદી, ખાંસીનો ઉપદ્રવ રહે.

મીનઃ

સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. આવક જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં આનંદ વર્તાય. રોકાણોમાંથી યોગ્ય આવક મળતી જણાય. મિત્રોથી લાભ, યશ-પ્રતિષ્ઠા વધે.આરોગ્ય જળવાય.

શિમલા જતી ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ટેકનિકલ ખામી સર્જાઈ, ડેપ્યુટી સીએમ અને ડીજીપી માંડ માંડ બચી ગયા

0

હિમાચલ પ્રદેશના ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી, ડીજીપી અતુલ વર્મા 44 મુસાફરો સાથે દિલ્હીથી શિમલા જઈ રહેલી ફ્લાઈટમાં લેન્ડિંગ દરમિયાન બ્રેકમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાના સમાચાર છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ શિમલા એરપોર્ટના સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ ફ્લાઈટના તમામ મુસાફરો સુરક્ષિત છે.

ANIના અહેવાલ અનુસાર દિલ્હીથી શિમલા જતી એલાયન્સ એરની ફ્લાઈટ નંબર 91821ના પાયલટે સોમવારે સવારે શિમલા એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન એરક્રાફ્ટની બ્રેકમાં ટેકનિકલ ખામી હોવાની જાણ કરી હતી. હિમાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી મુકેશ અગ્નિહોત્રી અને DGP ડૉ. અતુલ વર્મા સહિત તમામ 44 મુસાફરો સુરક્ષિત છે. વિમાનને તપાસ માટે નીચે ઉતારવામાં આવ્યું છે.

આ મુદ્દે હિમાચલના ડેપ્યુટી સીએમ મુકેશ અગ્નિહોત્રી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે. શિમલામાં મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે કહ્યું, “અમે આજે સવારની ફ્લાઈટ દ્વારા દિલ્હીથી શિમલા આવ્યા હતા. તેના લેન્ડિંગમાં ચોક્કસપણે કોઈ સમસ્યા હતી. શિમલાના એરપોર્ટ નાનું છે, આ વાતને નકારી શકાય નહીં.

અમેરિકામાં ગુજરાતી યુવક-યુવતી ક્રાઈમ કરતાં રંગેહાથ ઝડપાયા

અમેરિકામાં ક્રાઈમની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, અને તેમાં ભારતીય સમુદાયના કેટલાક લોકો પણ સંડોવાતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં, એક ગુજરાતી યુવક અને યુવતી યુએસમાં કથિત ઠગાઈ કરતાં રંગેહાથ ઝડપાયા છે. કન્ટકીમાં બનેલી આ ઘટનામાં મોન્ટિસેલો પોલીસ ડિપાર્ટમેન્ટે બે ભારતીય મૂળના શખ્સોને અરેસ્ટ કર્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી 37 વર્ષીય અમિત પટેલ અને 28 વર્ષની દિશા પટેલ જ્યોર્જિયાના ડાલ્ટનના રહેવાસી છે, જે કન્ટકીમાં કેશથી ભરેલું પાર્સલ કલેક્ટ કરવા માટે આવ્યા હતા. 19 માર્ચ, 2025ના રોજ, જયારે તેઓ કેશ સાથે ફરતા હતા ત્યારે મોન્ટિસેલો પોલીસે તેમના પર નજર રાખી હતી. બંને આરોપીઓ એક કારમાં સવાર હતા અને પોલીસે તેમને ઈલ્ક સ્ટ્રીટ નજીક રોકી લીધા હતા.

આ કેસમાં એક વૃદ્ધાની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી. વિક્ટિમનું કમ્પ્યુટર એકદમ બ્લોક થઈ ગયું હતું અને તેને એક પોપ-અપ મેસેજ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે “તમારું કમ્પ્યુટર હેક થઈ ગયું છે, તાત્કાલિક સંપર્ક કરો!” જયારે તેણે આ નંબર પર ફોન કર્યો, ત્યારે એક યુવક અને યુવતીએ પોતાને ફેડરલ ટ્રેડ કમિશન (FTC) ના અધિકારી તરીકે રજૂ કર્યા અને વૃદ્ધાને બલી બનાવ્યો.

ફ્રોડ કરનારા લોકોના જણાવ્યા અનુસાર વિક્ટિમે માર્ચ 14ના રોજ બેંકમાંથી 52 હજાર ડોલર વિડ્રો કર્યા હતા અને તેની સ્લીપ પણ ફેક FTC એજન્ટ્સની સાથે શેર કરી હતી, ત્યારબાદ વિક્ટિમને તમામ પૈસા જૂતાના બોક્સમાં ભરીને પોતાના ઘરની બહાર મૂકી દેવા માટે જણાવ્યું હતું. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર નક્કી કરેલા દિવસે અને સમયે વિક્ટિમના ઘર પાસે એક કાર આવી હતી જેની પાછળની સીટમાં તેમણે કેશથી ભરેલું બોક્સ મૂકી દીધું હતું.

વિક્ટિમ પાસેથી પહેલીવાર માર્ચ 17ના રોજ 32,000 ડોલર પડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ માર્ચ 19ના રોજ આ જ રીતે તેમની પાસેથી વધુ 50,000 ડોલર કલેક્ટ કરાયા હતા, બંને વાર પૈસા લેવા માટે અમિત પટેલ અને દિશા પટેલ જ વિક્ટિમના ઘરે ગયા હતા અને તેમની ગાડી પણ સેમ જ હતી. જોકે, બંને આરોપીએ બીજીવાર પૈસા કલેક્ટ કર્યા ત્યાં સુધીમાં પોલીસને તેમની કરતૂતની જાણ થઈ ચૂકી હતી અને માર્ચ 19ના રોજ તેઓ કેશથી ભરેલું બોક્સ લઈને નીકળ્યા તે જ વખતે પોલીસે પણ તેમનો પીછો શરૂ કર્યો હતો અને એક સ્પોટ પર તેમને અટકાવીને કારની તપાસ કરવામાં આવતા તેમાંથી કેશથી ભરેલું બોક્સ મળી આવ્યું હતું.

આવું કરતૂતોના કારણે ગુજરાતી સમુદાયની પ્રતિષ્ઠા દૂષિત થાય છે. અમેરિકામાં આવા કેસો વધતા જતાં ગૃહવિભાગ હવે ભારતીય લોકોને ગંભીરતાથી સ્કેન કરી રહ્યા છે. આવા બનાવો ભારતીય મૂળના લોકો માટે વિદેશમાં નકારાત્મક છાપ ઉભી કરે છે.

નાગપુર હિંસાનોમુખ્ય આરોપી ફહીમ ખાનના ઘર પર ચાલ્યું બુલડોઝર

0

મહારાષ્ટ્રના નાગપુરમાં ગત સોમવારે ઔરંગઝેબની કબરને હટાવવાને લઈને ફાટી નીકળેલી હિંસામાં માસ્ટરમાઇન્ડ ફહીમ શમીમ ખાનના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. તેના ઘરનો ગેરકાયદેસર ભાગ બુલડોઝર વડે તોડી પાડવામાં આવ્યો છે. આ ઘર 86.48 ચોરસ મીટરમાં બનેલ છે. ફહીમની મોમીનપુરા વિસ્તારમાં બુરખાની દુકાન છે.

નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું. સવારે બુલડોઝર સાથે પહોંચેલી ટીમે આ કાર્યવાહી હાથ ધરી, જે દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ફહીમ ખાન, જે વ્યવસાયે બુરખા વેચે છે, તેના પર આરોપ છે કે તેણે ઉશ્કેરણીજનક વીડિયો અને નિવેદનો ફેલાવીને લોકોને ભડકાવ્યા, જેના પરિણામે શહેરમાં હોબાળો મચી ગયો.

પોલીસના જણાવ્યા મુજબ, આ હિંસાનો મુખ્ય સૂત્રધાર ફહીમ ખાન નામનો વ્યક્તિ હતો, જેનું ઘર આજે, 24 માર્ચ 2025ના રોજ, નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યું. સવારે બુલડોઝર સાથે પહોંચેલી ટીમે આ કાર્યવાહી હાથ ધરી, જે દરમિયાન મોટી સંખ્યામાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. ફહીમ ખાન, જે વ્યવસાયે બુરખા વેચે છે, તેના પર આરોપ છે કે તેણે ઉશ્કેરણીજનક વીડિયો અને નિવેદનો ફેલાવીને લોકોને ભડકાવ્યા, જેના પરિણામે શહેરમાં હોબાળો મચી ગયો.

મળતી માહિતી મુજબ, મહાનગરપાલિકાએ તેમને જાતે જ ગેરકાયદે બાંધકામ દૂર કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો જે પૂર્ણ થઈ ગયો છે પરંતુ તેમણે બાંધકામ હટાવ્યું ન હતું. આ પછી હવે ઘર પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી રહી છે જ્યારે 17 માર્ચે રમખાણો બાદ શહેરમાં લાદવામાં આવેલ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે.

નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશન સંજય બાગ કોલોનીમાં ફહીમ ખાનનું બે માળનું મકાન છે, જેને આજે તોડી પાડવામાં આવ્યું છે. આ પહેલીવાર હશે જ્યારે NMCએ રમખાણોના આરોપીની મિલકત પર આવી કાર્યવાહી કરી અને ગેરકાયદે બાંધકામને બુલડોઝ ફેરવ્યું હોય.

મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો, કોમેડિયન કુણાલ કામરાની ટિપ્પણી પર બબાલ

0

રાજકીય બાબતો પર ટિપ્પણીઓ કરવા માટે જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા ફરી વિવાદમાં છે. એક શો દરમિયાન કુણાલ કામરા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર ટીપ્પણી કરી હતી, જેના કારણે શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા છે. મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં કુણાલ કામરાનો આ શો શૂટ કરવામાં આવ્યો હતો, રવિવારે શિવસેનાના કાર્યકરોએ હોટેલમાં તોડફોડ કરી હતી. ત્યાર બાદ શિવસેનાના નેતાઓએ ધમકીઓનો મારો ચલાવ્યો છે.

હેબિટેટ સ્ટેન્ડ-અપ કોમેડી સેટ પર તોડફોડ કરવા બદલ શિવસેના યુવા સેના (શિંદે જૂથ) ના મહાસચિવ રાહુલ કનાલ અને અન્ય 19 લોકો સામે FIR નોંધવામાં આવી હતી. આ કેસ બીએનએસ અને મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે.

શિવસેનાના કાર્યકરોએ કોમેડિયન કુણાલ કામરાની ધરપકડની માંગ કરી. જોકે, પોલીસે હજુ સુધી પુષ્ટિ કરી નથી કે કોમેડિયન વિરુદ્ધ સત્તાવાર એફઆઈઆર નોંધવામાં આવી છે કે નહીં. પોલીસે જણાવ્યું હતું કે શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. અહીં કામરાએ એક શોમાં એકનાથ શિંદેને ‘દેશદ્રોડી’ કડીને તેમની મજાક ઉડાવી હતી.

તોડફોડની ઘટના અને ધમકીઓ બાદ શિવસેના (UBT) ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે ‘X’ પર લખ્યું, “પ્રિય કુણાલ, હિંમત રાખજો. તમે જે માણસ અને ગેંગનો પર્દાફાશ કર્યો છે તે તમારી પાછળ પડશે, અને તેમના વેચાયેલા માણસો પણ. વોલ્ટેરે કહ્યું હતું ~ ‘હું તમારા વિચારો સાથે અસંમત હોઈ શકું છું, પરંતુ તમને બોલવાનો અધિકાર છે અને હું તેનો મૃત્યુ સુધી બચાવ કરીશ.’

કુણાલ કામરાએ તેમના શો દરમિયાન ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક સુધારેલા ગીતની મદદથી ડેપ્યુટી સીએમ શિંદેની મજાક ઉડાવી હતી. કામરાએ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X પર પણ આ વીડિયો ક્લિપ શેર કરી હતી. વાસ્તવમાં, કામરા 2022માં એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલા બળવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

ટ્રમ્પની ટીમમાં ભારતીય-અમેરિકન પ્રભાવ વધ્યો

અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ભારતીયો પ્રત્યે નફરત વધી છે. ઘણા ભારતીયોને હેટ ક્રાઈમનો શિકાર બનવું પડ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને FBIના ડિરેક્ટર બનાવાય ત્યારે પણ તેમની સામે ઘણા સવાલો ઉઠ્યા હતા. ત્યારે હવે વધુ એક ભારતીય-અમેરિકનને ટ્રમ્પ પોતાની ટીમમાં સમાવવાનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે. ભારતીય મૂળના હૈરી કુમારને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના નવા આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે નોમિનેટ કર્યા છે. જો તેમના નામને મંજૂરી મળી જશે તો ટ્રમ્પની ટીમમાં વધુ એક ભારતી-અમેરિકનને મહત્વનું પદ મળવાની શક્યતા છે.

અમેરિકાની સંસદ (કોંગ્રેસ)ની સત્તાવાર વેબસાઈટ મુજબ, તેમનું નોમિનેશન માર્ચ 10, 2025એ કરાયું હતું. કોંગ્રેસને ઘણી એપોઈન્ટમેન્ટ સોંપવામાં આવી છે અને તેમાં હૈરી કુમારનું નામ પણ સામેલ છે. હૈરી કુમારના નોમિનેશનને જો મંજૂરી મળી જશે તો તેઓ સૂજી ફેલિજનું સ્થાન લેશે અને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં દેશની અર્થવ્યવસ્થા, બિઝનેસ અને પ્રોફેશન્સના વિકાસ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરશે. તેઓ હાલમાં અમેરિકાના કોમર્સ મિનિસ્ટરના સીનિયર એડવાઈઝર તરીકે કામ કરી રહ્યા છે.

હૈરી કુમારે કેપિટલ હિલમાં રિપ્રેઝન્ટેટિવ રૅન્ડી વેબર માટે લેજિસ્લેટિવ કાઉન્સેલ તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે સેનેટર માર્કો રૂબિયાના પોલિસી એડવાઈઝર તરીકે પણ કામ કર્યું છે. એ ઉપરાંત, તેઓ લી-સાયકલ નામની કંપનીમાં ગવર્મેન્ટ રિલેશન ડિરેક્ટર તરીકે સેવા આપી ચુક્યા છે.

હૈરી કુમારના નોમિનેશન પર કોમર્સ, સાયન્સ અને ટ્રાન્સપોર્ટ મામલાની સેનેટ સમિતિ હાલમાં સમીક્ષા કરી રહી છે. તેમનું નામ સેનેટ એક્ઝિક્યુટિવ કેલેન્ડર પર દાખલ કરવામાં આવ્યું છે. જો તેમના નામને સંસદથી મંજૂરી મળશે, તો ટ્રમ્પની ટીમમાં વધુ એક ભારતીય મૂળના નેતા મહત્વનું પદ સંભાળશે.

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન શરૂ

0

જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લાના હીરાનગર વિસ્તારમાં રવિવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ વિસ્તારમાં આતંકવાદીઓની હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન આતંકવાદીઓએ સેનાના જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો. જે પછી એન્કાઉન્ટર શરૂ થયું. સુરક્ષા દળોએ આ વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો છે.

આ કામગીરીમાં ભારતીય સેના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, સીઆરપીએફ, બીએસએફના સૈનિકો સામેલ છે. જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીજીપી અને તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. સેનાએ આ ઓપરેશનને સાનિયાલ નામ આપ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન જ્યારે સેનાના જવાનો આતંકવાદીઓની નજીક પહોંચ્યા ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. જે બાદ સુરક્ષા દળોએ પણ વળતો જવાબ આપ્યો. આ ઓપરેશન દરમિયાન એક બાળકી પણ ઘાયલ થઈ હોવાનું જાણવા મળ્યું છે અને તેને હીરાનગરના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે એક મહિલા તેના પતિ સાથે સરહદ નજીકના વિસ્તારોમાં લાકડાં એકઠા કરવા ગઈ હતી. આ સમય દરમિયાન તેમને આતંકવાદીઓએ બંધક બનાવ્યા હતા. જોકે, કોઈક રીતે મહિલા આતંકવાદીઓના ચુંગાલમાંથી છટકી જાય છે. આ પછી તક જોઈને પતિ પણ ત્યાંથી ભાગી ગયો અને બંનેએ પોલીસને આતંકવાદીઓ વિશે જાણ કરી. આ પછી સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું.

જમ્મુમાં છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદીઓની અથડામણની ઘટનાઓ સતત વધી રહી છે. 17 માર્ચ 2025એ કુપવાડા જિલ્લામાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક પાકિસ્તાની આતંકવાદી ઠાર મરાયો હતો. હાલમાં જ કઠુઆ જિલ્લામાં આતંકવાદીઓએ ત્રણ નિર્દોષ નાગરિકોની હત્યા કરી હતી. જેમાંથી એક 14 વર્ષનો યુવક પણ હતો.

રાજકોટમાં વેફર નમકીન બનાવતી કંપનીમાં આગ, 6 કિમી સુધી ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યાં

0

રાજકોટની વેફર-નમકીન બનાવતી KBZ કંપનીમાં આગ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. આગ ઓલવવા માટે સતત એક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઇ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. પરંતુ આગ વિકરાળ હોવાથી લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાખ થઇ ગયો છે.

સવારે 9 વાગ્યે લાગેલી આગ હજુ પણ બેકાબુ છે. જેમાં ખાદ્યતેલનો જથ્થો હોવાના કારણે આગ વધુ પ્રસરી છે. KBZ કંપની આગ મામલે લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. તેમાં કંપનીમાં લાગેલ આગને લઈ સવાલો ઉઠ્યા છે. તેમાં આગ લાગી કે લગાડવામાં આવી ? કંપની નુકસાનીમાં ચાલતી હોવાની વાત વહેતી થઈ છે. તેથી આગ પાછળ મોટા સવાલો ઉઠી રહ્યા છે. વાસ્તવમાં રાજકોટમાં નમકીનની કંપનીમાં કોઈ કારણોસર આગ લાગી હતી.

પ્રાથમિક વિગતો મુજબ આગ એટલી વિકરાળ છે કે, તેને કાબુમાં લેવા માટે ફાયર વિભાગની 4 ગાડી ઘટનાસ્થળે દોડી આવી છે. આજે સવારે 9 વાગ્યા આસપાસ લાગેલ આગ હજી સુધી કાબુમાં આવી નથી. આ તરફ નમકીનની કંપનીમાં લાગેલ ભીષણ આગને લઈ 5 કિમી સુધી ધુમાડાના ગોટેગોટા દેખાયા હતા.

રાજકોટના નાકરાવાડી વિસ્તારમાં કંપનીમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે. માહિતી પ્રમાણે તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગી હતી. વેફર, નમકીન બનાવતી કંપનીમાં આજે સવારે આગ લાગ્યા બાદ જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ તરફ આગ લાગ્યાની માહિતી મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં હજુ સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી તથા ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો સતત શરૂ રખાયો છે.