Home Blog Page 482

૧૧ એપ્રિલ, ૨૦૨૫ / આ રાશિના જાતકોને આજે સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે, આર્થિક સ્થિતિમાં સુધારો થશે સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખો. જાણો આજનુ રાશિ ભવિષ્ય

મેષઃ

માનસિક ઉગ્રતા રહે. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ-શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદાકારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભઃ

માનસિક સ્વચ્છતા જળવાય. આવકમાં વધારો થાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુનઃ

આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદાકારક સાબિત થાય. ટેલિફોન, મોબાઈલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.

કર્કઃ

માનસિક આનંદ જળવાય. નાણાંની આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારું રહેશે.

સિંહઃ

સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબુત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ-સહકાર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યાઃ

વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય નાણાંકીય બાબતોમાં ગણતરીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલાઃ

ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઈસ્ક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચિકઃ

મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થેની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધનઃ

દિવસ દરમ્યાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકરઃ

માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા માટે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભઃ

આર્થિક પાસુ મજબુત બનતું જણાય. ભાઈ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીનઃ

આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારું રહેશે.

સવારના આળસનું કારણ માત્ર ઊંઘ નહીં, જાણી શું છે કારણ અને ઉપાય

0

કહેવાય છે કે આળસ માણસનો સૌથી મોટો દુશ્મન છે. આ આળસ કેટલાક લોકોને સવારે ઊઠે ત્યારથી લઈને રાત્રે સૂઈ જાય ત્યાં સુધી છોડતી નથી. તેઓ વિલંબ કરવાની એવી આદત કેળવે છે કે કોઈ પણ કામ સમયસર પૂરું થતું નથી.

આળસ પોતે એક ગંભીર સમસ્યા છે. આળસ માત્ર આપણી ઉત્પાદકતામાં ઘટાડો કરે છે એવું નથી પરંતુ તે આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ઊંડી અસર કરે છે. આળસ કોઈપણ કામને બોજારૂપ બનાવી શકે છે. આ એક એવી આદત છે જે કરેલા કામને બગાડી શકે છે.

ઘણીવાર આપણે માનીએ છીએ કે જો આપણે આખી રાત સૂઈશું તો સવારે તાજગી અનુભવીશું, પરંતુ ઘણી વખત આ ખરેખર શરીરમાં જરૂરી વિટામિન અને ખનિજોની ઉણપને કારણે થાય છે. વિટામિન અને ખનિજો આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેમની ઉણપ ઊંઘની ગુણવત્તાને અસર કરી શકે છે. શરીરને સ્વસ્થ અને સક્રિય રાખવા માટે યોગ્ય માત્રામાં વિટામિનનું સેવન ખૂબ જ મહત્વપૂર્ણ છે. વધુ પડતી ઊંઘ આપણા શરીરમાં કેટલાક વિટામિન્સની ઉણપને કારણે પણ હોઈ શકે છે. કયા વિટામિનની ઉણપ આનું કારણ બને છે. તે જાણવું જરૂરી છે.

વિટામિન ડીની ઉણપ
શરીરમાં વિટામિન ડીની ઉણપ થાક અને આળસનું મુખ્ય કારણ હોઈ શકે છે. હાડકાની મજબૂતાઈ, સ્નાયુઓની મજબૂતાઈ અને ઉર્જા સ્તર જાળવવા માટે વિટામિન ડી જરૂરી છે. તેની ઉણપને કારણે શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસનું સંતુલન ખોરવાઈ જાય છે, જેના કારણે વ્યક્તિ નબળાઈ અનુભવવા લાગે છે. સવારે ઉઠ્યા પછી પણ થાક લાગવો. સતત ઊંઘ આવતી રહેવી, સાંધા અને સ્નાયુઓમાં દુખાવો તે વિટામિન ડીની ઉણપના લક્ષણો છે.

વિટામિન B12 ની ઉણપની અસરો
જો શરીરમાં વિટામિન B12 ની ઉણપ હોય, તો તેની નર્વસ સિસ્ટમ અને ઉર્જા સ્તર પર નકારાત્મક અસર પડે છે. આ વિટામિન લાલ રક્તકણોના નિર્માણમાં અને ચેતાતંત્રની કામગીરી જાળવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. નબળાઈ અને સુસ્તી. ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી. હંમેશા આળસ અનુભવવી તે વિટામિન B12ના લક્ષણો છે.

આળસ શું છે? આમાં વ્યક્તિ પોતાના કામ પ્રત્યે ઉદાસીન રહે છે. તે પોતાની જવાબદારીઓથી બચવાનો પ્રયત્ન કરે છે. આળસને કારણે વ્યક્તિ કામ કરવાને બદલે તેનાથી બચવા માટે નવાં નવાં બહાનાં શોધે છે. મૂળભૂત દૈનિક જરૂરિયાતોનું કામ પણ બાકી રહે છે અને ધીમે ધીમે કામનો ઢગલો જામે છે.

આળસ શા માટે થાય છે? આના ઘણાં કારણો હોઈ શકે છે. કારણો વ્યક્તિએ વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે. ઘણી વખત, થાક અથવા પ્રેરણાના અભાવને કારણે, વ્યક્તિને કામ કરવાનું મન થતું નથી અને આ આળસનું સ્વરૂપ લે છે. સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યાને લીધે એવું પણ થઈ શકે છે કે વ્યક્તિમાં કામ કરવાની ઉર્જા અને ઉત્સાહ ન અનુભવાય. કેટલીકવાર આ આળસુ સ્વભાવને કારણે થાય છે.

વડોદરામાં GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સર્ચ ઓપરેશન ચાલુ, બોમ્બ સ્કવોડ પહોંચી

વડોદરાના જવાહરનગર પોલીસ હદ વિસ્તારમાં આવેલ ધનોરા ગામ પાસે આવેલ GIPCL કંપનીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેલનેને લઈ દોડધામ મચી ગઈ હતી. આ અંગેની જાણ વડોદરા શહેર પોલીસને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ તપાસ એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ત્રણ કલાક સુધી સર્ચ કર્યું હતું. કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા પોલીસ અને કર્મચારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ મેઈલ મોકલનારની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ કંપનીમાં 40 કર્મચારીઓ ફરજ બજાવે છે. ત્યારે આ ઘટનાને લઇ કંપનીના એમડીને ધમકી ભર્યા મેઈલ બાદ તેઓએ પોલીસને જાણ કરી હતી અને તત્કાલિક પોલીસે કંપનીને સર્ચ કરવાની કામગીરી હાથ ધરી હતી.મેઈલ અંગે પોલીસને જાણ કરાતા બીડીડીએસ સહિતની ટીમો કંપની પર પહોંચી હતી અને સર્ચ હાથ ધર્યું હતું. જો કે સુરક્ષા એજન્સીઓ દ્વારા ત્રણ કલાકના સર્ચ બાદ કોઈ પણ વાંધાજનક વસ્તુ મળી આવી નથી જેથી પોલીસ અને કંપનીના કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો છે.

આ અંગે કંપનીના સિક્યુરિટી હેડ દ્વારા જવાહનગર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તેના આધારે તપાસ કરવામાં આવશે કે આ મેઇલ ક્યાંથી આવ્યો છે. આ ફેંક ઇમેઇલ ને લઈ પોલીસે તેના આઈ પી એડ્રેસ અંતર્ગત વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શું જણાવ્યું પોલીસે
આ અંગે ડીસીપી જે સી કોઠિયાએ જણાવ્યું હતું કે જે મેઇલ મળ્યો છે તે જી આઈ પી સી એલ ના એમડીને મળ્યો છે. મેલની અંદર બોમ્બ મૂક્યો હોવાની માહિતી દર્શાવવામાં આવી છે. આ અંગેની પોલીસની જાણ થતાં એસઓજી, બીડીડીએસની ટીમ, લોકલ ટીમ, ડીસીપી ક્રાઈમ, એસઓજી ટીમ સહિતની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી. આ મેઇલ ક્યાંથી આવ્યો છે તે શોધવાનું કામ ચાલી રહ્યું છે.

ACBની ટીમે અમદાવાદના બે અધિકારીઓને લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

ગુજરાત એન્ટિ કરપ્શન બ્યુરો દ્વારા છટકું ગોઠવી લાંચિયા આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત ડીન ગિરીશ પરમારને લાંચ લેતા રંગહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદીના તરફેણમાં કામગીરી કરવા માટે ફરિયાદી અને તેમના ડૉક્ટર મિત્ર પાસે 30 લાખ રૂપિયાની મસમોટી લાંચ માંગી હતી. ત્યારે ફરિયાદએ એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરી હતી અને આરોપીને 15 લાખની રકમ એડવાન્સ પેટે સ્વીકારતા ઝડપી પાડ્યા હતા.

આરોપીઓની ઓળખ પ્રાથમિક અને વિભાગીય તપાસ માટે અધિક સચિવ, મેડિકલ એજ્યુકેશન સર્વિસ, મેડિકલ એજ્યુકેશન અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી (GMERS) દિનેશ બી પરમાર અને અમદાવાદમાં સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડીન તરીકે નિવૃત્ત થયેલા ડૉ. ગિરીશ જેઠાલાલ પરમાર તરીકે થઈ છે.

આરોગ્ય વિભાગ દ્વારા બંને ડોકટર સામે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ અધિકારીએ આ ખાતાકીય તપાસ ઓકટોબર-2024માં પૂર્ણ કરી પોતાનો અહેવાલ જાન્યુઆરી-2025માં જમા કરાવ્યો હતો.

આ સમયગાળા દરમ્યાન ગિરીશભાઇ જેઠાલાલ પરમાર જે સરકારી ડેન્ટલ કોલેજ, અસારવા અમદાવાદ ખાતેના નિવૃત્ત ડીન હતા. તેમણે ફરિયાદીનો સંપર્ક કરીને ફરિયાદી તથા તેમના સાથી ડોકટર બન્ને વિરૂદ્ધની પ્રાથમિક તપાસનાં કામે તરફેણમાં કાર્યવાહી કરાવવા માટે દીનેશભાઇ પરમાર, અધીક સચીવ (તપાસ), વર્ગ-1 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સાથે મીટિંગ કરવા બોલાવ્યા હતા.

જેથી ફરિયાદી અને તેમના સાથી ડોકટર મિત્ર ગાંધીનગર ખાતે જઇને ગિરીશ પરમાર અને દિનેશ પરમારને રૂબરૂમાં મળી વાતચીત કરી હતી. આ દરમિયાન બન્ને આરોપીઓએ તેમની પાસેથી રૂ. 30,00,000/- ની લાંચની માંગણી કરી હતી. જેમાં તે પૈકી રૂ.15,00,000/- એડવાન્સ અને બાકીના ફરિયાદીનું કામ થઇ ગયા પછી આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.

જ્યારે ગિરીશ પરમારે ફરિયાદીને લાંચની રકમનો પહેલો હપ્તો ચૂકવવા માટે ફોન કર્યો ત્યારે ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો. પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. બારોટ અને એ.કે. ચૌહાણની આગેવાની હેઠળની ટીમે છટકું ગોઠવ્યું. ફરિયાદી સાથે આ બાબતે “હેતુપૂર્ણ વાતચીત” કર્યા બાદ ગિરીશ પરમારની ધરપકડ કરવામાં આવી હતી અને લાંચની રકમ સ્વીકારતા પકડાઈ ગયા હતા.

તહવ્વુર રાણાને લઈને ફ્લાઈટ અમેરિકાથી રવાના, દિલ્હી એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત

મુંબઈના આતંકી હુમલાનો આરોપી તહવ્વુર રાણા અમેરિકાથી ભારત આવી ચૂક્યો છે. દિલ્હીના પાલમ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. થર્ડ બટાલિયન ટીમ તૈનાત છે. એરપોર્ટની અંદર ઝામરવાળી ગાડી તેમજ એમ્બ્યુલન્સ મોકલી છે. એરપોર્ટ તેમજ NIAની ઓફિસની આજુબાજુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. મોદી સરકાર આતંકીને વિદેશી લાવવામાં સફળ રહી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આતંકીને જેલ લઈ જવામાં આવશે.

તહવ્વુર રાણાને નવી દિલ્હીની એનઆઇએ કોર્ટમાં રજૂ કરી ક્સ્ટડી મેળવવામાં આવશે. એ પછી મુંબઇની ક્રાઇમ બ્રાંચ દ્વારા તેનો કબજો મેળવવામાં આવશે. યુએસ કોર્ટની ભલામણ અનુસાર દિલ્હી અને મુંબઇમાં ભારે સુરક્ષા ધરાવતી જેલની બે કોટડીઓ રાણા માટે તૈયાર કરી દેવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, તહવ્વુર રાણા આજે બપોરે દિલ્હી પહોંચશે અને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA) દ્વારા તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. NIA અને રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ(RAW)ની સંયુક્ત ટીમ તેને ભારત લાવી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તેમને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સત્તાવાર રીતે જાણ કરવામાં આવી નથી કે તેને મુંબઈમાં ક્યારે ટ્રાન્સફર કરવામાં આવશે.

વિપક્ષના નેતાઓએ પણ મોદી સરકારના વખાણ કર્યા:
ભારત સરકાર આને એક મોટી સફળતા માની રહી છે, એવામાં વિપક્ષના કેટલાક નેતાઓ પણ આ મામલે કેન્દ્રની પ્રશંસા કરી રહ્યા છે. શરદ પવારની પાર્ટી NCP-SP ના નેતા માજિદ મેનને કહ્યું કે આ મોદી સરકાર માટે એક સિદ્ધિ છે. અમેરિકાએ આ બાબતમાં ઘણો સમય લીધો છે. તેનું પ્રત્યાર્પણ વહેલું થઈ જવું જોઈતું હતું. આ બાબત સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે.

‘શરબત જેહાદ’ કહીને બાબા રામદેવ વિવાદ છેડયો

0

બાબા રામદેવ ફરી એકવાર વિવાદોમાં ફસાયા છે. બાબા રામદેવનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે, બાબા રામદેવ પતંજલિની પ્રોડક્ટ્સનો પ્રચાર કરતા ‘શરબત જેહાદ’ શબ્દનો ઉપયોગ કરે છે, લોકો આ બાબા રામદેવની ટીકા કરી રહ્યા છે. આ વાયરલ વીડિયોમાં રામદેવ દાવો કરે છે કે શરબત વેચતી અન્ય કંપનીઓની કમાણીનો એક ભાગ મસ્જિદો અને મદરેસા બનાવવા માટે વાપરવામાં આવે છે.

પતંજલિ પ્રોડક્ટ્સના હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોના કેપ્શનમાં હિન્દીમાં લખવામાં આવ્યું છે, “શરબત જેહાદના નામે વેચાતા ટોયલેટ ક્લીનર્સ અને ઠંડા પીણાંના ઝેરથી તમારા પરિવાર અને માસૂમ બાળકોને બચાવો. ફક્ત પતંજલિ શરબત અને જ્યુસ ઘરે લાવો.”

આ વીડિયોમાં બાબા રામદેવ સોફ્ટ ડ્રિંકસની ટીકા કરતા જોવા મળે છે. તેમનું કહેવું છે કે તે ડ્રિક્સ ટોઇલેટ ક્લીનર જેવું છે, જે ઉનાળામાં તરસ છીપાવવાના નામે પીવામાં આવે છે. રામદેવ આ સોફ્ટ ડ્રિક્સને ભારતીયોના સ્વાસ્થ્ય પર હુમલો કહે છે અને તેમની તુલના ઝેર સાથે કરે છે. વીડિયોમાં બાબા રામદેવ કહે છે કે ઉનાળામાં તરસ છીપાવવાના નામે લોકો ઠંડા પીણા પીવે છે જે ખરેખર ટોઇલેટ ક્લીનર છે. એક તરફ ટોઇલેટ ક્લીનર જેવા ઝેરનો હુમલો છે અને બીજી તરફ શરબત વેચતી એક કંપની છે જે તેમાંથી કમાયેલા પૈસાનો ઉપયોગ મસ્જિદો અને મદરેસા બનાવવા માટે કરે છે. આ સારું છે, આ તેમનો ધર્મ છે.

બાબા રામદેવે વધુમાં દાવો કર્યો કે દેખીતી રીતે જો તમે તે કંપનીનું શરબત પીઓ છો તો તે મસ્જિદો અને મદરેસાઓ માટે ભંડોળ એકત્ર કરવામાં મદદ કરે છે. તેમણે દાવો કર્યો કે જો તમે પતંજલિ શરબત પસંદ કરો છો તો તે ગુરુકુળ, આચાર્યકુળ, પતંજલિ યુનિવર્સિટીઓ અને ભારતીય શિક્ષણ બોર્ડને મદદ કરે છે.

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, 24 કલાકમાં ગરમી ભુક્કા બોલાવશે

ગુજરાતમાં આકાશમાંથી ભારે તાપ વરસી રહ્યો છે ત્યારે હજી પણ આવી સ્થિતિ યથાવત રહેશે. હવામાન વિભાગે આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ જ ફેરફાર ન થવાની શક્યતા સેવી છે. જોકે, ત્યારબાદ મહત્તમ તાપમાનમાંથી 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો થવાની શક્યતાઓ સેવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગે સૌરાષ્ટ્રના રાજકોટ, ભાવનગર, પોરબંદર, મોરબી તેમજ કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હીટવેવની આગાહી કરી છે. તેમજ મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને દક્ષિણ ગુજરાતના સુરતમાં પણ યલો એલર્ટ જાહેર કર્યું છે.

હિટવેવનું રેડ એલર્ટ
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. વિભાગે 10-11 એપ્રિલે હિટવેવના કારણે કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.આ ઉપરાંત મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હિટવેવનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સાથે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાં તીવ્ર ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે.

મુંબઈના 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડને આજે ભારત લાવવામાં આવશે

0

મુંબઈના 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકી તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવી રહ્યો છે, તેની ફ્લાઈટ અમેરિકાથી રવાના થઈ ગઈ છે અને તે આજે ભારત પહોંચશે. આતંકી હુમલામાં સામેલ અમેરિકન નાગરિક પણ ડેવિડ કોલમેન હેડલી ઉર્ફે દાઉદ ગિલાનીનો સહયોગી છે. તેના પ્રત્યાર્પણ માટે દેશની અનેક એજન્સીઓના અધિકારીઓ અમેરિકા પહોંચી ગયા છે.

ભારત સરકારે તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ માટે યુએસ કોર્ટમાં લાંબી લડાઈ લડી હતી, જ્યારે આતંકવાદી રાણાએ પ્રત્યાર્પણ ટાળવા માટે તમામ યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો પરંતુ તેની એક પણ યુક્તિ કામ કરી શકી નહોતી. રાણા અમેરિકાથી ભારત આવ્યા બાદ તેને દિલ્હીની તિહાર જેલમાં ગુપ્ત એગ સેલમાં રાખવામાં આવી શકે છે.

26/11 ના મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર હુસૈન રાણા, જેને અમેરિકાથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યો છે, તેને આજે અમેરિકાથી એક ખાસ વિમાન દ્વારા ભારત લાવવામાં આવી રહ્યો છે. તે ગુરુવારે બપોરે દિલ્હી પહોંચશે, જ્યાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા તેની ઔપચારિક ધરપકડ કરવામાં આવશે. આ પછી, તેને રાજધાનીની તિહાર જેલમાં રાખવામાં આવશે, જ્યાં તેની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ પહેલા, રાણાને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં NIA આરોપીની કસ્ટડીની માંગ કરશે.

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અનુસાર રાણાને મુંબઈ લાવીને પૂછપરછ અથવા કોઈ સ્થાનિક મામલે કસ્ટડીમાં લેવામાં આવશે કે નહીં તે હજુ નક્કી નથી. મુંબઈ પોલીસના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હજુ સુધી તહવ્વુર રાણાની મુંબઈ ટ્રાન્સફરને લઈને કોઈ સત્તાવાર જાણકારી નથી મળી. જણાવી દઈએ કે, તહવ્વુર રાણા એક પાકિસ્તાની-કેનેડાનો નાગરિક છે, જેને અમેરિકામાં લશ્કર-એ-તૈયબાને સહયોગ આપવા અને મુંબઈ હુમલાનું કાવતરૂ સામેલ થવાના આરોપમાં ગુનેગાર સાબિત કરવામાં આવ્યા હતાં. 2008 ના આ હુમલામાં 174થી વધારે લોકોના મોત થઈ ગયા છે.

સુરતમાં 118 રત્નકલાકાર પર ઝેરી પાણીની અસર, 2 લોકોની હાલત ગંભીર

સુરતમાં રત્નકલાકોરોની સ્થિતિ અત્યારે કથળી ગઈ છે. એકબાજુ મંદી ચાલી રહી છે અને બીજી બાજુ મોંઘવારીનો માર પડી રહ્યો છે. અત્યારે સુરતમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં 118 જેટલા રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

મળતી જાણકારી પ્રમાણે સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા જેમ્સ નામના કારખાનામાં આ સમગ્ર ઘટના બની છે. અહીં કારખાનામાં કામ કરતા 118 રત્નકલાકારોની તબિયત અચાનક લથડી જવાથી તેમને સત્વરે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જો હોસ્પિટલમાં સારવાર આપ્યાં બાદ તમામની હાલત અત્યારે સારી હોવાથી પરિવારજનો રાહતનો શ્વાસ લીધો છે. જો કે, બે લોકોની હાલત અત્યારે ગંભીર હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે

આ સમગ્ર મામલે રાજ્ય સરકારને આજે રિપોર્ટ સોંપી દેવામાં આવશે તેમજ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અજાણ્યા વ્યક્તિએ પાણીમાં ઝેરી દવા નાખી હતી અને પાણીના ફિલ્ટર પ્લાન્ટમાં સેલ્ફોસ દવા નાખી હોવાની વાત સામે આવી છે,તો મહત્વની વાત તો એ છે કે,પાણીની ટાંકી માટે આ પાવડર વપરાતો નથી તો ઝેરી પાવડર કેમ પાણીની ટાંકીમાં નંખાયો તેને લઈ સવાલ ઉભા થયા છે.

અનાજમાં નાખવાની દવા પાણીમાં ભેળવી દીધી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં તમામ અસરગ્રસ્ત રત્નકલાકારોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પણ 2 રત્ન કલાકારો ગંભીર હોવાની જાણકારી મળી રહી છે.

આ કેસમાં પોલીસે જણાવ્યું કે, કપોદ્રામાં મિનેનિયમ કોમ્પલેક્સમાં આવેલી અનોપ જેમ્સ નામની કંપનીમાં સવારે એક ઘટના બની જેમાં પાણીની ટાંકીમાં કોઇ અસમાજિક તત્વએ સેલ્ફોસની દવા અંદર નાખી દીધી હતી. આ મામલે કારીગરોએ માલિકને જાણ કરી હતી ત્યારે તેમણે તાત્કાલિક સાવચેતીના ભાગ રૂપે તમામને હોસ્પિટલ મોકલ્યા હતા. આ મામલે કોઇ જાનહાનિ થઈ નથી’. ઘટનાની તપાસ કરવા માટે પોલીસે ફોરેન્સિકની ટીમ બોલાવી છે અને સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહ્યા છીએ. આરોપી સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવામાં આવશે.

ગરમીમાં હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનનો વધી શકે છે ખતરો, જાણો

ઉનાળાની ઋતુ લોકોને ખૂબ પરેશાન કરે છે. આ મોસમમાં ગરમ પવનો લોકો પર કહેર બને છે. વધુ ગરમી અને ભેજને કારણે અનેક ગંભીર રોગોનો ખતરો વધી જાય છે. યુનિસેફના જણાવ્યા અનુસાર શિશુઓ, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધોને ગરમીના હવામાનની સૌથી વધુ અસર થાય છે. જો ગરમીને રોકવામાં ન આવે તો આ ઋતુમાં હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

વધુ પડતી ગરમીમાં શરીરનું તાપમાન વધવા લાગે છે, શરીરમાં પાણીની કમી, માથાનો દુખાવો, ચક્કર આવવા, બેભાન થવું અને ગરમ અને શુષ્ક ત્વચા જેવી સમસ્યાઓ થાય છે. લાંબા સમય સુધી ગરમીમાં રહેવાને કારણે કે વધુ પડતી શારીરિક મજૂરી કરવાને કારણે સમસ્યાઓ વધવા લાગે છે.

વધુ પડતી ગરમીને કારણે શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે જેમ કે વધુ પડતો થાક લાગવો, સ્નાયુઓમાં ખેંચાણ, વધુ પડતો પરસેવો થવો, ઊલટી થવી, ચક્કર આવવા અને નબળાઇ આવવી. આ ઋતુમાં પરસેવો વધુ પડતો હોય છે, તરસ વધારે હોય છે, પાણીની કમીના કારણે પેશાબનો રંગ કાળો થવા લાગે છે.

ઉનાળામાં પાણીની કમી થવા લાગે છે, જે આપણા સ્નાયુઓને અસર કરે છે. શરીરમાં ગરમીના કારણે એેંજાઇમની એક્ટિવિટી વધી જાય છે, જેના કારણે માંસપેશીઓમાં રહેલ ગ્લાયકોજેન બર્ન થવા લાગે છે. માંસપેશીઓમાં શુગર ઘટવાથી, વધુ પડતો પરસેવો થવાને કારણે શરીરમાં ડિહાઇડ્રેશન વધવા લાગે છે. આ સમસ્યાઓ દરેક ઉંમરના લોકોને થઈ શકે છે, પરંતુ બાળકો અને વૃદ્ધોને વિશેષ કાળજી લેવાની જરૂર છે. બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ વધુ નબળી હોય છે, જેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.