Friday, Apr 25, 2025

ગરમીમાં હીટ સ્ટ્રોક અને ડિહાઇડ્રેશનનો વધી શકે છે ખતરો, જાણો

2 Min Read

ઉનાળાની ઋતુ લોકોને ખૂબ પરેશાન કરે છે. આ મોસમમાં ગરમ પવનો લોકો પર કહેર બને છે. વધુ ગરમી અને ભેજને કારણે અનેક ગંભીર રોગોનો ખતરો વધી જાય છે. યુનિસેફના જણાવ્યા અનુસાર શિશુઓ, બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વૃદ્ધોને ગરમીના હવામાનની સૌથી વધુ અસર થાય છે. જો ગરમીને રોકવામાં ન આવે તો આ ઋતુમાં હીટ સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.

વધુ પડતી ગરમીમાં શરીરનું તાપમાન વધવા લાગે છે, શરીરમાં પાણીની કમી, માથાનો દુખાવો, ચક્કર આવવા, બેભાન થવું અને ગરમ અને શુષ્ક ત્વચા જેવી સમસ્યાઓ થાય છે. લાંબા સમય સુધી ગરમીમાં રહેવાને કારણે કે વધુ પડતી શારીરિક મજૂરી કરવાને કારણે સમસ્યાઓ વધવા લાગે છે.

વધુ પડતી ગરમીને કારણે શરીરમાં કેટલાક લક્ષણો દેખાવા લાગે છે જેમ કે વધુ પડતો થાક લાગવો, સ્નાયુઓમાં ખેંચાણ, વધુ પડતો પરસેવો થવો, ઊલટી થવી, ચક્કર આવવા અને નબળાઇ આવવી. આ ઋતુમાં પરસેવો વધુ પડતો હોય છે, તરસ વધારે હોય છે, પાણીની કમીના કારણે પેશાબનો રંગ કાળો થવા લાગે છે.

ઉનાળામાં પાણીની કમી થવા લાગે છે, જે આપણા સ્નાયુઓને અસર કરે છે. શરીરમાં ગરમીના કારણે એેંજાઇમની એક્ટિવિટી વધી જાય છે, જેના કારણે માંસપેશીઓમાં રહેલ ગ્લાયકોજેન બર્ન થવા લાગે છે. માંસપેશીઓમાં શુગર ઘટવાથી, વધુ પડતો પરસેવો થવાને કારણે શરીરમાં ડિહાઇડ્રેશન વધવા લાગે છે. આ સમસ્યાઓ દરેક ઉંમરના લોકોને થઈ શકે છે, પરંતુ બાળકો અને વૃદ્ધોને વિશેષ કાળજી લેવાની જરૂર છે. બાળકો અને વૃદ્ધોની રોગપ્રતિકારક શક્તિ વધુ નબળી હોય છે, જેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

Share This Article