Home Blog Page 1401

છેક ગોવા ધક્કો ન ખાતા, ગુજરાતના આ દરિયા કાંઠે ગેલ કરતી ડોલ્ફિનનો VIDEO વાયરલ

0

VIDEO of a dolphin

  • ગુજરાત માહિતી ખાતા દ્વારા એક વીડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં ઓખાનાં દરિાયમાં હિલ્લોળા લેતી ડોલ્ફિન જોવા મળી રહી છે. આ વીડીયો થોડી જ કલાકોમાં ઘણો વાયરલ થયો છે.

ગુજરાત

આપણું ગુજરાત ઘણાં ફરવાલાયક સ્થળો (Places to visit) માટે જાણીતું છે અને ખાસ કરીને ગુજરાતમાં ચારધામ નું એક ધામ દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) પણ આવેલ છે. લોકો દૂર દૂરથી આપણા ગુજરાતના (Gujarat) દ્વારકાના બેઠેલ જગતના તાત એવા દ્વારકાધીશના દર્શન કરવા આવે છે. એવામાં દ્વારકા પણ પર્યટકનું પસંદીતા સ્થળ બની રહ્યું છે. દ્વારકાની આસપાસ ઘણાં ફરવાલાયક સ્થળો છે જેમાંથી એક છે ઓખા પાસે આવેલ બેટ દ્વારકા (Bat Dwarka). બેટ દ્વારકા એક ટાપુ છે જ્યાં પંહોચવા માટે લોકોએ બોટમાં બેસીને જવું પડે છે અને તેની એક અલગ જ મજા છે.

હાલ બેટ દ્વારકા ત્યાં ફરવા આવેલ પર્યટકોનું પસંદીતા સ્થળ બની રહ્યું છે. કારણકે ત્યાં મંદિરની સાથે સાથે કુદરતની પણ મજા લોકો સારી રીતે માણી શકે છે. ત્યાં આવેલ દરિયો અને દરિયાઈ જીવ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હાલ જ ગુજરાત માહિતી ખાતા દ્વારા એક વીડીયો શેર કરવામાં આવ્યો છે જેમાં ઓખાનાં દરિાયમાં હિલ્લોળા લેતી ડોલ્ફિન જોવા મળી રહી છે. આ વીડીયો થોડી જ કલાકોમાં ઘણો વાયરલ થયો છે અને લોકો આ વીડીયોને ઘણો પસંદ કરી રહ્યાં છે. જો કે ઓખાના મધદરિયે આવા નજારા ઘણી વખત જોવા મળ્યાં છે. અવારનવાર ઓખાના આ દરિયે ડોલ્ફિન જોવા મળે છે. લાગે છે ડોલ્ફિન જેવાં ઘણાં બીજા દરિયાઈ જીવને ઓખાનો દરિયા કિનારા પરનું વાતાવરણ માફક આવી રહ્યું છે.

લોકો ડોલ્ફિનને દરિયામાં રમતા જોવા માટે ઘણાં પૈસા ખર્ચીને બીજા દેશોમાં જતા હોય છે એવામાં આપણા ગુજરાતના દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ઓખાના દરિયા કિનારા પાસે વારંવાર ડોલ્ફિન જોવા મળે છે. આ વાયરલ વીડીયો બેટ દ્વારકા પાસે આવેલ હનુમાન દાંડીથી એક કિલોમીટ દૂર એક ટાપુ પરનો છે જ્યાં સમુદ્રમાં ડોલ્ફિન મજાથી હિલ્લોળા લેતી નજર આવી હતી.

ડોલ્ફિન વિશે તમને થોડું જણાવી દઈએ કે ડોલ્ફિનને એકલું રહેવું પસંદ નથી એ હંમેશા સમૂહમાં રહે છે અને એ સમૂહમાં કુલ 10 થી 12 ડોલ્ફિન હોય છે. ડોલ્ફિન 10-15  મિનિટ સુધી જ પાણીની અંદર રહે છે પણ પાણીની અંદર શ્વાસ લઇ શકતી નથી એટલા માટે જ તેને સતત પાણીની બહાર આવીને શ્વાસ લેવો પડે છે.

આ પણ વાંચો –

લગ્ને લગ્ને કુંવારો : 32 વર્ષની વયે એક-બે નહીં 12 લગ્નો કર્યા, પત્નીઓ પાસે કરાવતો હતો ગંદુ કામ

Bachelor of marriage

  • તેણે 12 લગ્નો કર્યા હતા અને એક પત્નીને બીજી પત્નીની ખબર ન પડે તેવી વ્યવસ્થા પણ કરી હતી.

બિહાર

32 વર્ષની વયે 12 વખત લગ્ન ! વાંચીને અશક્ય લાગે ને? પણ આ હકીકત છે. બિહારના (bihar)એક શખ્સે આવું કૃત્ય કર્યું છે. તેણે 32 વર્ષની વયે એક બે નહીં પણ 12 લગ્નો (Marriage) કર્યા છે અને આજે પણ તે પોતાની જાતને કુંવારો (Bachelor) ગણાવે છે ! આ કિસ્સો બિહારના કિશનગંજ પૂર્ણિયાનો (Kishanganj Purnia) છે. જ્યાં શમશાદ ઉર્ફે મુન્નવર નામના શખ્સે અનેક લગ્નો કર્યા હતા અને હજુ પણ પોતાને કુંવારો હોવાનું જણાવી વધુ એક લગ્ન કરવાની ફિરાકમાં હતો. જોકે, પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ તેણે કરેલા કુકર્મો પરથી પડદો ઉઠ્યો છે.

સગીરાને ફસાવી અપહરણ કર્યું :

શમશાદ હવસખોર હોવાનું બહાર આવ્યું છે. તેણે 12 લગ્નો કર્યા હતા અને એક પત્નીને બીજી પત્નીની ખબર ન પડે તેવી વ્યવસ્થા પણ કરી હતી. 12-12 લગ્નો કરીને પણ હવસ શાંત ન થતા તેણે સગીર બાળાને નિશાન બનાવી હતી અને લગ્ન કરવાના ઇરાદે તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા પૂર્ણિયા જિલ્લાના અનગઢ પોલીસ સ્ટેશનની પોલીસ દ્વારા આ બાબતે તપાસ શરૂ થઈ હતી. તપાસમાં ખબર પડી કે, આરોપી કોચાધામન પોલીસ સ્ટેશન વિસ્તારના અનારકલીનો રહેવાસી છે. આ કેસમાં કિશનગંજ પોલીસની મદદ પણ લેવામાં આવી હતી.

યૂપી લઈ જઈ દેહવ્યાપાર માટે વેચી દેતો :

આ દરમિયાન તેની ધરપકડ થતા પોલીસ સમક્ષ તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ બાબતે એસડીપીઓ અનવર જાવેદે જણાવ્યું હતું કે, શમશાદ આશિક મિજાજનો છે અને તે સરળતાથી યુવતીઓને પોતાની જાળમાં ફસાવી દે છે. ત્યારબાદ લગ્ન કરીને અંતે તેમને યૂપી લઈ જતો હતો અને દેહવ્યાપાર માટે વેચી દેતો હતો. આ રીતે દરેક પત્નીનો સોદો કર્યા બાદ તે અલગ-અલગ વિસ્તારોમાં નવી પત્ની શોધતો હતો.

સાઇકો ટાઇપનો માણસ છે શમશાદ : પોલીસ

આ કેસમાં આરોપીને જેલ હવાલે કરી દેવાયો છે અને આટઆટલા લગ્ન કર્યા હોવાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે. આ કેસ અંગે અનગઢના એસએચઓ પૃથ્વી પાસવાને જણાવ્યું કે, 27 નવેમ્બર 2015ના રોજ અનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક યુવતી ગુમ થઇ હતી. સગીરાના પિતાએ અપહરણનો કેસ નોંધાવ્યો હતો. જેમાં તેણે મહંમદ શમશાદ પર તેની સગીર પુત્રીનું અપહરણ કરી લગ્ન કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં તે ત્યારથી ફરાર હતો, પરંતુ બહાદુરગંજ પોલીસની મદદથી અનગઢ પોલીસે કિશનગંજ જિલ્લામાંથી તેની ધરપકડ કરી હતી.

અનગઢ પોલીસ સ્ટેશનના એસઆઈ શંકર સુમને જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં છ મહિલાઓ સાથે લગ્ન કર્યા હોવાની સાબિતી મળી છે. એક મહિલા અનંતનાગ પોલીસ સ્ટેશન વિસ્તારની અને પાંચ કિશનગંજ જિલ્લાની છે. પોલીસના જણાવ્યા અનુસાર 32 વર્ષીય શમશાદ સાઇકો ટાઇપનો માણસ છે. તે યુવતીઓને પ્રેમમાં ફસાવી લગ્ન કરતો હતો.

આ પણ વાંચો –

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ , જાણો શું છે મામલો 

 નવી દિલ્હી

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના (Congress President Sonia Gandhi) અંગત સચિવ પીપી માધવન (Personal Secretary PP Madhavan) પર 26 વર્ષીય મહિલાએ દુષ્કર્મનો (Mischief) આરોપ લગાવ્યો છે. પોલીસે મહિલાની ફરિયાદ પર 25 જૂને કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. ઉત્તર નગર પોલીસ સ્ટેશનમાં (Uttar Nagar Police Station) મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ છે કે માધવને નોકરી અને લગ્નની લાલચ આપી હતી. હાલ પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. પીડિતાના જણાવ્યા અનુસાર 21 જાન્યુઆરી 2022એ આરોપીએ પીડિતાને ઈન્ટરવ્યુ માટે સુંદર નગર સ્થિત એક મકાનમાં બોલાવી. આરોપ છે કે પીડિતાની સાથે ઘણીવાર દુષ્કર્મ કરવામાં આવ્યુ.

કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સચિવ પીપી માધવન સામે દુષ્કર્મનો આરોપ લગાવનારી પીડિતાએ કહ્યુ છે કે આરોપીએ તેનાથી સત્ય છુપાવ્યુ. માધવનના ફોન કોલથી જ તેને તે પરિણીત હોવાની જાણકારી મળી. પીપી માધવને પહેલા પોતાને છુટાછેટા લીધા હોવાનું જ્ણાવ્યું હતું.

તપાસ દરમિયાન પીડિતાએ પોલીસને આપવામાં આવેલા નિવેદનમાં જણાવ્યુ છે કે પીપી માધવને તેની સાથે લગ્ન કરવાનુ વચન આપ્યું હતું.  તેમણે પોતે છુટાછેટા લીધેલા હોવાનું જ્ણાવ્યું હતું. એક દિવસ પીપી માધવન પીડિતા સાથે ફોન પર વાત કરી રહ્યા હતા તો અચાનક તેમણે કહ્યુ કે તેમની પત્નીને પીડિતા વિશે જાણ થઈ ગઈ છે. પત્નીથી આ વાત છુપાવવા માટે તેઓ હવે ફોનમાં તેનુ નામ બદલીને લખશે, જેથી તેમના આ સંબંધનો ખુલાસો પત્નીની સામે ના થાય. જોકે આ ઘટના બાદથી પીડિતાએ માધવનનો વિરોધ કરવાનુ શરૂ કરી દીધું હતું.

લગ્નનું કહેતા ધમકી આપી :

પીડિતાને જ્યારે માધવન પરિણીત હોવાની જાણ થઈ તો તે પરેશાન થઈ ગઈ. બાદમાં તેણે નક્કી કર્યુ કે માધવને તેને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુ છે તો તે લગ્ન કરવા દબાણ કરશે. પીડિતાએ લગ્ન કરવા દબાણ કર્યુ અને ફોન પર વાત કરવાનુ અને મેસેજ કરવાનુ બંધ કરી દીધુ તો માધવન ગુસ્સે થઈ ગયા. પીડિતાનો આરોપ છે કે બાદમાં ગુસ્સામાં માધવને એક શખ્સને પીડિતાના ઘરે મોકલ્યો અને તેને ધમકી આપી કે જો તે વાત નહીં કરે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. પીડિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવતા એ પણ કહ્યુ કે માધવને તેને એક નેતા સાથે સંબંધ બનાવવાનુ પણ કહ્યુ હતુ, જેની તેણે ના પાડી હતી.

પીડિતાનુ કહેવુ છે કે તે ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં સવારે 10 વાગે ફરિયાદ કરવા પહોંચી. આખો દિવસ અધિકારીઓની અવર જવર રહી. મોડી રાતે તેમની ફરિયાદ નોંધવામાં આવી. પીડિતાના જણાવ્યા અનુસાર તેને રાતે 3.30 વાગ્યા સુધી સ્ટેશનમાં રોકવામાં આવી.

મારા વિરુદ્ધ આરોપ પાયાવિહોણા – માધવન :

માધવને પોતાની ઉપર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે રાજકીય બદલાના કારણે તેમની છબીને ખરાબ કરવા માટે તેમની પર આરોપ લગાવાયા છે. અમુક મીડિયા રિપોર્ટના માધ્યમથી તેમને જાણ થઈ છે કે ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ યૌન શોષણનો કેસ નોંધાયો છે. તેઓ 25 જૂને ઉત્તમ નગર પોલીસ સ્ટેશનમાં રજૂ થયા હતા અને ઘટનાનુ સ્પષ્ટીકરણ આપ્યુ હતુ. જે બાદ તેમને જવા માટે કહેવામાં આવ્યુ હતુ. મારી પાસે પૂરતા પુરાવા છે કે મારા વિરુદ્ધ કેસ રાજકીય બદલાના કારણે નોંધવામાં આવ્યો છે. આ મને બદનામ કરવાનુ ષડયંત્ર છે.

આ પણ વાંચો –

રોહિતને T20ની કેપ્ટનશીપમાંથી મળી શકે છે રજા ! આ ખેલાડી બનશે ટીમ ઈન્ડિયાનો નવો કેપ્ટન !

0

Rohit can get leave

  • રોહિત શર્મા ટીમ ઈન્ડિયા : ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન રોહિત શર્મા પર કામનો બોજ ઘટાડવાની યોજના બનાવી રહી છે. તેને T20 ક્રિકેટની કેપ્ટનશીપથી હટાવી શકાય છે.:

નવી દિલ્હી

રોહિત શર્મા (Rohit Sharma) હાલ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન (Captain of Team India) છે. વિરાટ કોહલીની જગ્યાએ તેને ટીમની કમાન સોંપવામાં આવી હતી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માને ટૂંક સમયમાં T20 ક્રિકેટની કેપ્ટન્સીથી હટાવી શકાય છે. પસંદગીકારોએ નવા કેપ્ટન માટે એક ખેલાડીની પણ પસંદગી કરી છે.

રોહિતને T20ની કેપ્ટનશીપથી હટાવી દેવામાં આવશે :

હાલમાં જ ભારતના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે કહ્યું હતું કે રોહિત શર્માને ટી20 ટીમની કેપ્ટન્સીમાંથી આરામ આપવામાં આવી શકે છે. પસંદગીકારોએ તેની વાત સાંભળી છે. રોહિતના વર્કલોડને ઘટાડવા માટે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર આ મોટો નિર્ણય લઈ શકે છે. રોહિત શર્મા હાલ ઈંગ્લેન્ડના પ્રવાસ પર છે, પરંતુ કોરોનાના કારણે તે પ્રવાસની પ્રથમ મેચ રમી શકશે કે કેમ, તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી.

આ ખેલાડી નવો કેપ્ટન બની શકે છે :

ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ હાર્દિક પંડ્યાને T20 ક્રિકેટનો કેપ્ટન બનાવવાનું મન બનાવી લીધું છે. હાર્દિક પંડ્યા હાલમાં આયર્લેન્ડ પ્રવાસ પર ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. પસંદગી સમિતિના એક સભ્યએ ઈનસાઈડસ્પોર્ટને જણાવ્યું, “અમે રોહિત શર્માને બદલવાની કોઈ ઉતાવળમાં નથી. પરંતુ તેની સાથે સાથે તેના વર્કલોડને મેનેજ કરવું મહત્વપૂર્ણ છે. તેથી જ હાર્દિક અમારી યોજનામાં છે કારણ કે ભવિષ્યમાં ઘણા ટૂંકા પ્રવાસો હશે અને તે અત્યારે ટેસ્ટ પ્લાનમાં નથી.

સેહવાગે આપ્યું મોટું નિવેદન : 

સેહવાગે ભારત-ઈંગ્લેન્ડ શ્રેણીના સત્તાવાર પ્રસારણકર્તા સોની સ્પોર્ટ્સ દ્વારા આયોજિત એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “T20માં નવા કેપ્ટન સાથે, રોહિત બ્રેક લઈ શકશે અને ટેસ્ટ અને ODI માટે ફ્રેશ થઈ શકશે. આનાથી તે વર્કલોડને મેનેજ કરી શકશે અને માનસિક થાકનો વધુ સારી રીતે સામનો કરી શકશે. ખાસ કરીને તેની ઉંમરને ધ્યાનમાં રાખીને.

આ પણ વાંચો –

રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ઘેટાં બકરાની જેમ ભરેલા 46 લોકોના મૃતદેહ મળી આવતા મચ્યો હડકંપ

The bodies of 46 people packed

  • અમેરિકાના ટેક્સાસના સૈન એન્ટોનિયોમાં મૃતદેહ ભરેલો એક ટ્રક મળ્યો છે. આ ટ્રેક્ટર-ટ્રેલરમાં ઓછામાં ઓછા 46 લોકોના મૃતદેહ મળ્યા છે. આ ઘટના પર પોલીસે હજુ કોઈ ટિપ્પણી કરી નથી.

અમેરિકા

એક ટ્રકમાંથી 46 લોકોના મૃતદેહ મળી આવતા અમેરિકા (America)માં ખળભળાટ મચી ગયો છે. આ તમામ સ્થળાંતરિત લોકો જણાવવામાં આવી રહ્યા છે. ઘટના અમેરિકાના ટેક્સાસ (Texas) શહેરની છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રકની અંદરથી 46 લોકોના મૃતદેહ (Corpses) મળી આવ્યા હતા જ્યારે અન્ય 16 લોકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ટ્રેક્ટર-ટ્રેલર ટેક્સાસના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત સાન એન્ટોનિયોના નિર્જન (The desolation of San Antonio) રસ્તા પરથી મળી આવ્યું હતું.

એવું માનવામાં આવે છે કે આ લોકો મેક્સિકોની બાજુથી અમેરિકામાં ઘૂસ્યા હતા. સરહદ પારના આવા પ્રયાસોમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે, પરંતુ આવો કિસ્સો ક્યારેય સામે આવ્યો નથી. તે ટ્રક અંગે કોઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ટ્રકનો ગેટ થોડો ખુલ્લો હતો. તેમાંથી એક મૃતદેહ ટ્રેલરની બહાર પડેલો હતો.

હોસ્પિટલમાં દાખલ 16 લોકોમાં 12 પુખ્ત વયના અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. દર્દીઓના શરીર જાણે ગરમીથી સળગી રહ્યા હતા અને તેમના શરીરમાં પાણીની કમી સ્પષ્ટ દેખાતી હતી. હાલ ત્રણ લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે આ માનવ તસ્કરીનો મામલો છે કે નહીં.

પરંતુ સૈન એન્ટોનિયોની પોલીસે હજુ તેના પર કોઈ ટિપ્પણી કરી નથી. KSAT ના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલી તસવીરોમાં પોલીસની ગાડીઓ અને એન્બ્યુલન્સ એક મોટા ટ્રકની ચારેતરફ દેખાઈ રહી છે. આ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાનો મામલો માનવામાં આવી રહ્યો છે, કારણ કે આ ટ્રક મળ્યો છે તે અમેરિકા અને મેક્સિકો સરહદ 250 કિલોમીટર છે.

સિટી કાઉન્સિલના પ્રમુખ એડ્રિયાના રોચા ગાર્સિયા પ્રમાણે ટ્રકમાં મૃત મળેલા લોકો પ્રવાસી છે. તેમણે જણાવ્યું કે સૈન એન્ટોનિયો પોલીસ પ્રમુખે તેમને આ વાતની જાણકારી આપી છે. સીએનએન પ્રમાણે રોચા ગાર્સિયા સૈન એન્ટોનિયાના ડિસ્ટ્રિક્ટ-4નું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે સોમવારે રાત્રે જણાવ્યું કે 16 અન્ય લોકોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. ત્રણ પ્રવાસીઓને મેથોડિસ્ટ મેટ્રોપોલિયન હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેની સ્થિતિ સ્થિર છે.

આ પણ વાંચો –

 

 

 સોરી ઘણા સમયથી ડિપ્રેશનમાં છું…નહીં જીવી શકું, 17 વર્ષની સગીરાએ સુસાઇડ નોટ લખીને કર્યો આપઘાત

0

Sorry I have been depressed

  • રાજકોટમાં “ઘણા સમયથી ડિપ્રેશનમાં છું” કહીને એક 17 વર્ષની સગીરાએ ગળાફાંસો ખાઇને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.

રાજકોટમાં (Rajkot) 17 વર્ષીય આયુષી રાવલ નામની સગીરાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરનારી સગીરાના માતા-પિતાના છૂટાછેડા થઇ ગયા છે અને સગીરા પિતા (Sagira’s father) સાથે રહીને અભ્યાસ કરતી હતી. આત્મહત્યા કર્યા પહેલાં સગીરાએ સ્યુસાઇડ નોટ (Suicide note) લખી હતી. જેમાં ડિપ્રેશનમાં આવીને પગલું ભર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્યુસાઇડ નોટમાં સગીરાએ લખ્યું કે, “ઘણા સમયથી ડિપ્રેશનમાં છું, કોઇનો કંઇ વાક નથી, સોરી હું જીવી નહીં શકું.”

બીજી બાજુ શહેરના ગુલાબનગરમાં એક યુવાને આપઘાત કર્યો :

બીજી બાજુ શહેરના કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા ગુલાબનગરમાં રહેતા રાહુલ ઉમેશભાઇ ચૌહાણ નામના 18 વર્ષના એક યુવાને પણ ગત રાત્રિએ પોતાના ઘરે પંખામાં સાડી બાંધીને ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જો કે, પરિવારજનોને ખ્યાલ આવતા 108ને બોલાવાઇ પરંતુ રાહુલને સારવાર મળે એ પહેલા જ ફરજ પરના સ્ટાફે રાહુલનું મોત નિપજ્યાંનું જાહેર કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી.

રાહુલને સારવાર મળે એ પહેલા જ ફરજ પરના સ્ટાફે રાહુલને મૃતક જાહેર કર્યો :

પોલીસ તપાસમાં મૂળ ઉત્તરપ્રદેશનો રાહુલ બે ભાઇઓમાં સૌથી નાનો હતો. તે ભાઇ અને માતા સાથે ઘર નજીક કરિયાણાની દુકાને બેસીને વેપાર કરતો હતો. ગઇકાલે મોટો ભાઇ દીપક ઘરે આવ્યો હતો અને રાહુલને બોલાવવા જતા તેના રૂમનો દરવાજો બંધ મળી આવ્યો. આથી દરવાજો ખટખટાવવા છતાં રાહુલે દરવાજો નહીં ખોલતા અંતે તેના ભાઇએ દરવાજો તોડી નાંખ્યો.

આથી, રૂમમાં રાહુલને લટકતી હાલતમાં જોતા જ 108 ને પરિવારે જાણ કરી. પરંતુ રાહુલને સારવાર મળે એ પહેલા જ ફરજ પરના સ્ટાફે રાહુલનું મોત નિપજ્યાંનું જાહેર કર્યું. જો કે, રાહુલના આપઘાત પાછળના કારણથી પરિવારજનો અજાણ હોવાનું પોલીસને જણાવ્યું છે. આથી, પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે.

આ પણ વાંચો –

નેપાળના કાઠમાંડુમાં પાણીપુરીના વેચાણ પર રોક, આ બીમારીના કારણે સ્વાસ્થ્ય મંત્રાલય સતર્ક

0

Ban on sale of Panipuri in Kathmandu

  • નેપાળના કાઠમાંડૂમાં હાલ ઘણી નવી બીમારીઓ દસ્તક આપી રહી છે. બીમારીને જોતા વિસ્તારમાં પાણીપુરીના વેચાણ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

નેપાળ

નગર પોલીસ પ્રમુખ સીતારામ હચેથુએ જણાવ્યા અનુસાર, શહેરમાં ભીડ-ભાડ વાળા વિસ્તાર અને કોરિડોરમાં ક્ષેત્રમાં પાણીપુરીના વેચાણ પર રોક લગાવવા માટે આંતરિક તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઘાટીમાં કોલેરાનો ખતરો વધી રહ્યો છે.

સાત કેસ સામે આવ્યા :

સ્વાસ્થ્ય અને જનસંખ્યા મંત્રાલયના જણાવ્યા અનુસાર, કાઠમંડૂમાં વધુ સાત લોકો કોલેરા સંક્રમિત હોવાની સાથે અત્યાર સુધી કોલેરાના રોગિઓની કુલ સંખ્યા 12 સુધી પહોંચી ગઈ છે. મહામારી વિજ્ઞાન અને રોગ નિયંત્રણ વિભાગના નિર્દેશક ચુમાનલાલ દાસના જણાવ્યા અનુસાર, કાઠમાંડૂ મહાનગરમાં કોલેરાના પાંચ કેસની ઓળખ કરવામાં આવી છે અને ચંદ્રગિરી નગર પાલિકા અને બુધનિલકાંઠા નગર પાલિકામાં એક એક કેસ આવ્યા છે.

સંક્રમિતોની સારવાર ટેકૂ સ્થિત સુકરરાજ ટ્રોપિકલ એન્ડ ઈન્ફેક્શિય ડિઝીઝ હોસ્પિટલમાં ચાલી રહ્યું છે. તે પહેલા રાજધાનીના અલગ અલગ વિસ્તારમાં કોલેરાના પાંચ કેસ મળ્યા હતા. સંક્રમિતોમાં બેને પહેલા જ હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે.

આ પણ વાંચો –

 

ગુજરાતમાં જન્મેલ બિઝનેસ ટાયકૂન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન, 50 દેશોમાં ફેલાયેલો છે કારોબાર

Gujarat-born business tycoon

  • શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેઓ આયરલેંડના સૌથી ધનિક વ્યક્તિ હતા.

આયરલેંડ

શાપૂરજી પાલોનજી ગ્રુપના (Shapoorji Palonji Group) ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું (Palonji Mistry) 93 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપના ચેરમેન પાલોનજી મિસ્ત્રીનું 93 વર્ષની ઉંમરે નિધન થયું છે. શાપૂરજી પાલોનજી ગ્રુપનો બિઝનેસ એન્જીનિયરીંગ, કંસ્ટ્રક્શન, (Engineering, Construction,) ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, વોટર એનર્જી એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં ફેલાયેલો છે. આ ગ્રુપમાં લગભગ 50 હજાર લોકો કામ કરે છે. કંપનીનો બિઝનેસ લગભગ 50 જેટલા દેશોમાં ફેલાયેલો છે. તેમના દિકરા સાઈરસ મિસ્ત્રી (Cyrus Mistry) એક સમયે ટાટા સંસના ચેરમેન હતા, જો કે, વિવાદ બાદ તેમને રાજીનામું આપવું પડ્યું હતું.

શાપૂરજી પાલોનજી ગ્રુપ દેશની ઐતિહાસિક કંપની છે. આ ગ્રુપ છેલ્લા 150 વર્ષોથી કામ કરી રહી છે. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મ ભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા હતા. આ દેશનો ત્રીજા નંબરનો સૌથી મોટા સિવિલિયન એવોર્ડ છે.

ગુજરાતમાં જન્મ બોમ્બેમાં નિધન :

પાલોનજી મિસ્ત્રીના બે દિકરા છે, જેમનું નામ શાપૂરજી મિસ્ત્રી અને સાઈરસ મિસ્ત્રી છે. શાપૂરજી મિસ્ત્રી હાલના સમયમાં એસપી ગ્રુપના ચેરમેન છે. તેમના નાના દિકરા સાઈરસ મિસ્ત્રી વર્ષ 2012-2016ની વચ્ચે ટાટા સંસના ચેરમેન હતા. વિવાદ થતાં તેમને બોર્ડમાં કાઢી નાખવામાં આવ્યા હતા. પાલોનજી મિસ્ત્રીને વર્ષ 2016માં પદ્મ ભૂષણ સન્માન મળ્યું હતું. તેમનો જન્મ ગુજરાતમાં પારસી ફેમિલીમાં થયો હતો. અને તેમનું નિધન મુંબઈમાં થયું છે.

આયરલેંડના સૌથી અમીર વ્યક્તિ :

પાલોનજી મિસ્ત્રીનો જન્મ વર્ષ 1929માં થયો હતો. તે સૌથી અમીર આયરિશ હતા. એક રિપોર્ટ અનુસાર જેમની કુલ સંપત્તિ 28.9 બિલિયન ડોલર છે અને તે દુનિયાના 41માં સૌથી અમીર વ્યક્તિ છે. તે આયરલેન્ડના સૌથી અમીર વ્યક્તિ હતા.

ટાટા સન્સની 18.37 ટકા ભાગીદારી :

શાપૂરજી પાલોનજી ગ્રુપ પાસે ટાટા સન્સની મોટી જવાબદારી છે. SP ગ્રુપ પાસે ટાટા સંસમાં 108.37 ટકા ભાગીદારી છે. તેમણે સાઈરસ મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન પણ બનાવ્યા હતા, પણ બાદમાં તેમને હટાવી દેવામાં આવ્યા હતા. આ મામલો કોર્ટમાં જઈને સેટલ થયો હતો. ત્યાર બાદ પોતાની ભાગીદારી વેચવા માગતા હતા. આ મામલે બે કોર્પોરેટ ગ્રુપ આમને સામને આવી ગયા છે.

આ પણ વાંચો –

  • ગુજરાત બન્યુ હુક્કાબાર… અમદાવાદના ભરચક વિસ્તારમાં કિશોરોએ જાહેરમાં હુક્કો પીધો

 

ગુજરાત બન્યુ હુક્કાબાર… અમદાવાદના ભરચક વિસ્તારમાં કિશોરોએ જાહેરમાં હુક્કો પીધો

0

Gujarat has become a hookah bar

  • રવિવારની રજામાં જ્યારે આખા ગાર્ડનમાં ભીડ હતી, ત્યાં કેટલાક કિશોરો જાહેરમાં જ  હુક્કા પીતા હતા. કેટલાક જાગૃત નાગરિકોએ કિશોરોના આ પ્રવૃત્તિ કરતા અટકાવ્યા હતા

અમદાવાદ

ગુજરાતનું (Gujarat) યુવાધન બરબાદીના રવાડે ચઢી રહ્યું  છે. યુવાધન નશાના (Youth intoxication) ધુમાડામાં વહી રહ્યા છે. જો સમયસર લગામ લગાવવામાં નહિ આવે તો ગુજરાતનુ ભવિષ્ય બરબાદ થઈ જશે. અત્યાર સુધી અમદાવાદના કેટલાક કેફેની બહાર ડ્રગ્સ (Drugs) વેચાતુ હતું. ત્યારે હવે તો અમદાવાદમાં (Ahmedabad) જાહેરમાં હુક્કો પીવાનો (Drinking hookah) ટ્રેન્ડ શરૂ થયો છે. અમદાવાદના એક ગાર્ડનમાં જાહેરમાં હુક્કા પીવાતો હોવાનો વીડિયો સામે આવ્યો છે. માંડ 14-15 વર્ષના કિશોરો મણિનગર જેવા ભરચક વિસ્તારના એક ગાર્ડનમાં હુક્કો પીતા પકડાયા હતા. એક જાગૃત મહિલાએ તેનો વીડિયો બનાવીને શેર કર્યો છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારના ઇસનપુર આવકાર હોલ પાસે એક ગાર્ડન આવેલું છે. રવિવારની રજામાં જ્યારે આખા ગાર્ડનમાં ભીડ હતી, ત્યાં કેટલાક કિશોરો જાહેરમાં જ  હુક્કા પીતા હતા. કેટલાક જાગૃત નાગરિકોએ કિશોરોના આ પ્રવૃત્તિ કરતા અટકાવ્યા હતા. ગાર્ડનમા આવતા અન્ય બાળકો પર તેની વિપરીત અસર પડે તેથી જાગૃત નાગરિકોએ તેમને અટકાવ્યા હતા. ત્યારે કિશોરો ત્યાંથી જતા રહ્યા હતા. જોકે, આ કિશોરોમાં કોઈ પ્રકારના ગભરાટ કે સંકોચ દેખાયો ન હતો. લોકોના વઢવા પર તેઓ હુક્કો પીતા પીતા જ ત્યાંથી નીકળી ગયા હતા.

જે મહિલાએ આ વીડિયો બનાવ્યો તેણે કહ્યુ કે, હુ દર રવિવારે મારા સંતાનોને લઈને અહી આવુ છું. અહી સ્મોકિંગ તો આસપાસ થતુ જ હોય છે. પહેલીવાર મેં અહી યુવકોને હુક્કો પીતા જોયા હતા. મેં તેમને ટોક્યા હતા. આ રવિવારે ફરીથી આવુ બન્યુ છે. આ વખતે મેં તેમનો વીડિયો ઉતાર્યો હતો. અમે ગાર્ડનમાં સંતાનોને રમાડવા માટે લઈ આવીએ છીએ ત્યારે તેઓ આવુ જુએ તો તેમના માનસ પર ખોટી અસર પડે. નાના બાળકો આ વિશે સવાલ પૂછે કે આ યુવકો શુ કરતા હતા, તો અમે શુ જવાબ આપવો.

એક જાગૃત યુવકે કહ્યુ કે, ગાર્ડનમાં છોકરાઓ રમી રહ્યા હતા, ત્યારે કેટલાક કિશોરો દ્વારા હુક્કો પીવાયો હતો. રવિવાર હોવાથી ગાર્ડનમાં ભીડ હતી, ત્યારે જ વચ્ચે આ કિશોરો હુક્કો પીતા હતા. લોકોના ટોકવા બાદ કિશોરો હુક્કો લઈને ભાગી ગયા હતા.

સમગ્ર મામલે ઈસનપુર પોલીસની બેદરકારી સામે આવી છે. જાહેરમાં આ રીતે હુક્કો પીવાય ત્યારે પોલીસ શુ કરતી હતી, આ વીડિયોને લઈને પોલીસ શુ કાર્યવાહી કરશે તે જોવુ રહ્યું.

આ પણ વાંચો –

 

સુપ્રીમની રાહતથી શિવસેનાના બળવાખોરો ગેલમાં, હવે ફ્લોર ટેસ્ટની માગણીનો તખ્તો

0

Shiv Sena rebels in Gail

  • ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માગતી ઉદ્ધવ સરકારના હાથ સુપ્રીમમા હેઠા પડયા, ફ્લોર ટેસ્ટ માટે સ્ટે પણ ના મળ્યો .

મુંબઈ

શિવસેનાના (Shiv Sena) બળવાખોર ધારાસભ્યોને (Rebel legislators) આજે એક મોટી કાનૂની રાહત  રુપે તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવાની ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) સરકારની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે (Supreme Court) બ્રેક લગાવી દીધી છે. ડેપ્યુટી સ્પીકર (Deputy Speaker) દ્વારા બળવાખોરોને તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક કેમ ના ઠેરવવા તેની નોટિસનો જવાબ આપવાની મુદ્દત આજે સાંજે પૂર્ણ થતી હતી તે હવે સુપ્રીમ કોર્ટે ૧૧ જુલાઈ સુધી લંબાવી આપી છે.

સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ યોજવા પર પણ સ્ટે આપવાની માગણી કરતાં બળવાખોરોનું હવેનું પગલું રાજ્યપાલને ઉદ્ધવ સરકાર લઘુમતીમાં આવી ગઈ છે તેની રજૂઆત કરી ફ્લોર ટેસ્ટની માગણી કરવાનું રહેશે. ભાજપ પણ પોતાની સાથે ૧૭૦ ધારાસભ્યોના ટેકો હોવાના દાવા સાથે ફ્લોર ટેસ્ટની માગણી કરી શકે છે. બીજી તરફ શિવસેનાએ બળવાખોરો પર આક્રમણના ભાગરુપે બળવાખોર મંત્રીઓના ખાતાં આંચકી લીધાં છે. દરમિયાન, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને સમન્સ પાઠવવામાં આવ્યા છે પરંતુ રાઉતે હાજર થવાનો ઈનકાર કરી દીધો છે.

બળવાખોરો પક્ષની મીટિંગમા નહીં આવ્યા હોવાથી તેમને ધારાસભ્યપદેથી ગેરલાયક ઠેરવવામાં આવે તેવી માગણી શિવસેનાના નવા દંડક તરફથી ડેપ્યુટી સ્પીકરને કરવામાં આવી હતી. તેના સંદર્ભમાં ડેપ્યુટી સ્પીકરે બંડખોર ધારાસભ્યોને નોટિસ ફટકારી સોમવાર સાંજ સુધીમાં જવાબ આપવા જણાવ્યું હતું.

જોકે,ડેપ્યુટી સ્પીકરને તેમની કાર્યવાહીમાં આગળ વધતા અટકાવવા શિંદે જૂથે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી. બળવાખોરોને બહુ મોટી રાહત રુપે જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જે. બી. પારડીવાલાની બેન્ચે ડેપ્યુટી સ્પીકરની ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની કાર્યવાહીને તા. ૧૧ જુલાઈ સુધી સ્થગિત કરી દીધી હતી. રાજ્ય સરકારે ફ્લોર ટેસ્ટ પર સ્ટેની માગણી કરી હતી પરંતુ તે પણ ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે આવી કોઈ કાર્યવાહીમાં કશું ગેરકાયદેસર થયું છે તેમ જણાય તો ત્યારે કોર્ટનો સંપર્ક સાધી શકાય છે.  સાથે સાથે સુપ્રીમ કોર્ટે બંડખોર ધારાસભ્યોના જીવન, મુક્તિ અને મિલ્કતોના સંરક્ષણનો પણ આદેશ આપ્યો હતો.

સુપ્રીમના આ ચુકાદાથી બળવાખોરો ગેલમાં આવી ગયા હતા. બળવાખોરોના નેતા એકનાથ શિંદેએ આ નિર્ણયથી બાળા સાહેબ ઠાકરેના વિચારોની જીત થઈ હોવાનું જણાવ્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર હવે હાલ ધારાસભ્ય પદ બચી ગયું હોવાથી હવે પછીનાં પગલાં તરીકે બળવાખોરો રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને રાજ્ય સરકાર લઘુમતીમાં આવી ગઈ હોવાની જાણ કરશે. ધારાસભ્યોએ ગુવાહાટીની હોટલમાં એક ઠરાવ કરી મહા વિકાસ આઘાડી સરકારને ટેકો પાછો ખેંચવાનું ઔપચારિક એલાન કર્યું હતું. આ ઠરાવની રાજ્યપાલને જાણ કરવાની સાથે ફ્લોર ટેસ્ટની માગણી કરાશે. બીજી તરફ, ભાજપ પણ ઉદ્ધવ સરકાર લઘુમતીમાં છે અને પોતાને શિવસેનાના બળવાખોરો સહિત ૧૭૦ ધારાસભ્યોનો ટેકો છે તેમ જણાવી ફ્લોર ટેસ્ટની માગણી કરશે. સુપ્રીમે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપ્યો નથી અને આવા સ્ટે માટે હુકમ કરાવનું રાજ્યપાલની સત્તા હેઠળ હોવાથી રાજ્યપાલ વહેલી તકે તે દિશામાં નિર્ણય લઈ શકે છે.

સુપ્રીમના ચુકાદાને પગલે ભાજપ દ્વારા માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે કોર કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. જોકે, આ બેઠક બાદ  ભાજપના નેતા સુધીર મુનગંટીવારે દાવો કર્યો હતો કે ભાજપ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં જ છે અને શિંદે તરફથી સમર્થન અંગે કોઈ પત્ર ભાજપને મળ્યો નથી.

આ વૈધાનિક લડાઈ વચ્ચે ઉદ્ધવ સરકારે બળવાખોર મંત્રીઓના ખાતાં આંચકી લીધાં હતાં અને તે બાકીના પ્રધાનો વચ્ચે વહેંચી દીધા હતાં. ઉદ્ધવ સરકારમાં હવે શિવસેના વતી ઉદ્ધવ પોતે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે, અનિલ પરબ અને વયોવૃદ્ધ નેતા સુભાષ દેસાઈ એમ ચાર જ પ્રધાનો રહ્યા છે. તેમાંથી માત્ર આદિત્ય જ વિધાનસભ્ય છે જ્યારે બાકીના ત્રણેય વિધાન પરિષદના સભ્ય છે.

અન્ય એક ઘટનાક્રમ રુપે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પત્રાચાલ કૌભાંડ બાબતે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતને સમન્સ મોકલાયા હતા. જોકે, રાઉતે આ બધું રાજકીય કાવતરું છે અને પોતે અલીબાગમાં એક કાર્યક્રમમાં જવાના હોવાથી હાજર નહી રહે એમ સાફ સાફ જણાવી દીધું હતું.

રાજ્યમાં ઝડપભેર સર્જાઈ રહેલી રાજકીય ઘટનાઓ વચ્ચે શિવસેનાના કાર્યકરો અને બળવાખોર સમર્થકો વચ્ચે ઘર્ષણના બનાવો પણ વધી રહ્યા છે. કોલ્હાપુરમાં બળવાખોર મંત્રી પાટિલ યાદ્રવરકર અને શિવસેનાના સમર્થકો વચ્ચે ઘર્ષણ સર્જાતાં પોલીસે તેમને છૂટા પાડવા લાઠીચાર્જ કરવો પડયો હતો. થાણે સહિતના વિસ્તારોમાં પણ બળવાખોરોના સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન કરાયું હતું.

આ પણ વાંચો –