Home Blog Page 1398

કચ્છમાં બકરીને આવે છે માતાજી, કહે છે કેવો રહેશે આ વર્ષે વરસાદ

0

Mataji comes to Kutch

  • નખત્રાણા તાલુકામાં આવેલા ભડલી ગામના સિદ્ધદાદા ગરીબનાથના સ્થાનકે વરસાદ કેવો રહેશે તેની માહિતી એક બકરી આપે છે. લોકોની આસ્થા સાથે જોડાયેલ આ પરંપરા વર્ષોથી યોજાતી રહે છે. જેમાં ગામના ક્ષત્રીય પરિવારના ઘરેથી એક જ વંશની બકરીની જેઠ વદ અમાસની વાર્ષિક તિથી પ્રસંગે આયોજીત ધાર્મિક પ્રસંગે પતરી વિધિ યોજાય છે. પુજા આરતી કરાયા બાદ પુજારી બકરીના ધુણવાની રાહ જોવે છે. બકરી ધુણે ત્યાર બાદ તેઓ તેના પર હાથ રાખીને આગાહી કરે છે.

નખત્રાણા (Nakhtrana) તાલુકામાં આવેલા ભડલી ગામના સિદ્ધદાદા ગરીબનાથના (Siddhadada Garibnath) સ્થાનકે વરસાદ કેવો રહેશે તેની માહિતી એક બકરી આપે છે. લોકોની આસ્થા સાથે જોડાયેલ આ પરંપરા વર્ષોથી યોજાતી રહે છે. જેમાં ગામના ક્ષત્રીય પરિવારના (Kshatriya family) ઘરેથી એક જ વંશની બકરીની જેઠ વદ અમાસની વાર્ષિક તિથી પ્રસંગે આયોજીત ધાર્મિક પ્રસંગે પતરી વિધિ યોજાય છે. પુજા આરતી કરાયા બાદ પુજારી બકરીના ધુણવાની રાહ જોવે છે. બકરી ધુણે ત્યાર બાદ તેઓ તેના પર હાથ રાખીને આગાહી કરે છે.

નખત્રાણાના ભડલી ગામે આવેલા સિદ્ધયોગી દાદા ધોરમનાથજીના શિષ્ય સિદ્ધદાદા ગરીબનાથજીની સમાધિ આવેલી છે. અહીં પ્રતિવર્ષ અમાસના દિવસે ધાર્મિક પ્રસંગે આયોજીત થાય છે. તેમાં આસપાસના સાત ગામ પાંખી પાડી સવારથઈ સાંજ સુધી મેળા સ્વરૂપે જોડાય છે. દરમિયાન સાંજે 5 વાગ્યે મંદિરમાં આરતી થાય છે. જ્યા સંકુલ અંદર હકડેઠઠ ભાવિકો હાજર રહે છે.

આ દરમિયાન ક્ષત્રિય સમાજનાં દરેક ઘરના લોકો હાજર રહે છે. એક જ પરિવાર વંશથી બકરી સંકુલમાં જન સમુહની વચ્ચે ઉભી રહે છે. આરતી પુર્ણ થયા બાદ ઘુણીને પતરી આપે છે. જેના બાદ પુજારી બકરીના શરીર પર હાથ રાખી મળેલા સંકેત અનુસાર વરસાદની ભવિષ્યવાણી ભાખે છે.

આ પણ વાંચો –

મારુતિની આ ગાડી માર્કેટમાં પડાવશે બૂમ ! શાનદાર સનરૂફ અને ગજબની સુવિધાઓ

Maruti’s car will hit the

  • આ વર્ષની મોસ્ટ અવેટેડ મારુતિની નવી બ્રેઝા કાર બની ગઈ છે. આ વખતે કંપનીની આ કોમ્પેક્ટ એસયુવીમાં ઘણું બધું નવું છે. ઘણા યુનિક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. મારુતિની આ પહેલી કાર છે જેમાં સનરૂફની સુવિધા મળી છે. કંપનીએ આ નવી બ્રેઝામાં બ્લેક કલરનું ઈલેક્ટ્રિક સનરૂપ આપેલું છે.

આજના આધુનિક યુગમાં એકથી એક ચડિયાતી કાર માર્કેટમાં આવી રહી છે. જેમાં હવે મારુતિ સુઝુકી (Maruti Suzuki) ઈન્ડિયાની લોકપ્રિય એસયુવી બ્રેઝાનું (SUV Breza) ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી લોકો આ કારની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. ત્યારે આવો જાણીએ નવી બ્રેઝામાં શું ખાસ છે અને તેની કિંમત કેટલી છે

માર્કેટમાં આગ લગાવવા આવી આ નવી કાર :

આ વર્ષની મોસ્ટ અવેટેડ મારુતિની નવી બ્રેઝા કાર બની ગઈ છે. આ વખતે કંપનીની આ કોમ્પેક્ટ એસયુવીમાં ઘણું બધું નવું છે. ઘણા યુનિક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. મારુતિની આ પહેલી  કાર છે જેમાં સનરૂફની સુવિધા મળી છે. કંપનીએ આ નવી બ્રેઝામાં બ્લેક કલરનું ઈલેક્ટ્રિક સનરૂપ આપેલું છે.

સ્માર્ટ હાઇબ્રિડનો છે ખાસ ઓપ્શન :

મારૂતિએ વિરાટ શબ્દ હટાવી માત્ર બ્રેઝા નામથી જ આ કારને લોન્ચ કરી છે.મારુતિએ આ કારને વર્ષ 2016માં પહેલીવાર લોન્ચ કરી હતી. ત્યારે માત્ર ડિઝલ એન્જિનનો જ ઓપ્શન તેમા મળતો હતો. ત્યારે બાદ કંપનીએ તેને પેટ્રોલ વર્ઝનમાં અપગ્રેડ કર્યું હતું. ત્યારે હવે નવી બ્રેઝા પેટ્રોલ મોડલમાં રજૂ કરવામાં આવી છે જેમાં સ્માર્ટ હાઈબ્રિડ ટેક્નોલોજીનો વિકલ્પ પણ મળશે.

હાથી કરતા પણ વધુ છે તાકાત :

નવી બ્રેઝા 1.5-લિટર ડ્યુઅલ જેટ કે-સિરીઝ પેટ્રોલ એન્જિન સાથે માર્કેટમાં એન્ટ્રી કરી છે. આ એન્જિન કંપનીએ નવી Ertiga અને XL6માં આપ્યું છે. જે 101 BHP મેક્સ પાવર અને 137 NM પીક ટોર્ક મળે છે. નવી બ્રેઝામાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળે છે. એટલું જ નહીં ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં પેડલ શિફ્ટરની સુવિધા પણ મળે છે.

મારુતિની કોઈ કારમાં નથી આવી સુવિધા :

મારુતિની તમામ કારમાંથી પ્રથમ વખત બ્લેક કલરમાં ઈલેક્ટ્રિક સનરૂફની સુવિધા મળી છે. હાલમાં જ લોન્ચ થયેલી બલેનો ફેસલિફ્ટમાંથી ઘણી સુવિધા બ્રેઝામાં અપગ્રેડ કરાઈ છે. 9-ઇંચની ફ્લોટિંગ સ્માર્ટપ્લે પ્રો+ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, હેડ અપ ડિસ્પ્લે અને 360-ડિગ્રી વ્યૂ કેમેરાની સુવિધાનો સમાવેશ થાય છે. આ સિવાય આ કારમાં એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે જેવા ફીચર્સ સાથે આવશે.

ફિચર્સ કારને બનાવે છે ખાસ :

બ્રેઝા કારમાં સરાઉન્ડ સાઉન્ડ સેન્સ ઓડિયો ટેક્નોલોજી સાથે કેબિનમાં એમ્બિયન્સ મૂડ લાઇટિંગ, વાયરલેસ ચાર્જિંગની સુવિધાઓ પણ મળે છે. નવ રંગમાં તૈયાર થયેલી આ કારમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ વોઈસ કંટ્રોલનું કામ કરશે. પર્લ આર્ક્ટિક વ્હાઇટ, સ્પ્લેન્ડિડ સિલ્વર, મેગ્મા ગ્રે, સિઝલિંગ રેડ, બ્રેવ ખાખી અને એક્સ્યુબરન્ટ બ્લુ જેવા રંગોમાં આ કાર મળશે. તો બ્રેઝા કારના તેના LXi, VXi, ZXi અને ZXi Plus વર્ઝન પણ ભવિષ્યમાં આવશે.

સલામતીમાં નંબર-1 છે બ્રેઝા :

ચાલક અને કારમાં બેઠેલા વ્યક્તિઓની સલામતીનું કંપનીએ નવી બ્રેઝામાં ઝીણવટ પૂર્વક ધ્યાન રાખ્યું છે. હિલ હોલ્ડ આસિસ્ટ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, એબીએસ, રિયર પાર્કિંગ કેમેરા, સેન્સર્સ, 6 એરબેગ્સના વિકલ્પ સાથે સ્પીડ મોનિટર જેવી લગભગ 40 કનેક્ટેડ કારમાં સુવિધા આપવામાં આવી છે. જેથી કારમાં બેઠેલા લોકોની સુરક્ષા પર કોઈ સવાલ નહીં થાય.

એવરેજમાં પણ છે આ નવી કાર :

નવી બ્રેઝામાં ડ્યુઅલ જેટ અને ડ્યુઅલ વીવીટી ટેક્નોલોજી છે. જેના કારણે નવી બ્રેઝા કાર એક લીટર પેટ્રોલમાં 20.15 કિલો મીટર ચાલશે. જે ખુબ જ સારી એવરજ ગણી શકાય છે.

આ પણ વાંચો –

૧ જુલાઈનાં રોજ આ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, આ વાતનું ધ્યાન રાખશો તો થઇ જશો માલામાલ

This zodiac sign Gujarat Guardian

મેષઃ- આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ- આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસ ભર્યુ વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પ‌િત્ન સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ- આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિકક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવ‌ાહિક જીવનમાં આનંદ આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ- બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ- નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીનાક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ- આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ- કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીયક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ- જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનો નો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ- માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીયક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ- જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ- બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ, બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો, યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ- શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકાશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો –

દીપિકા-રણવીર બન્યા સૌથી પાવરફુલ કપલ, સાથે કમાણી કરવામાં સૌથી આગળ, લિસ્ટમાં બોલિવૂડના વધુ કપલ

Deepika-Ranveer become

  • આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરે ખુશખબર આવ્યા બાદ લોકો દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને પૂછી રહ્યા છે કે તેઓ ત્રણ વર્ષથી શું કરી રહ્યા છે. હવે દીપિકા-રણવીરના ફેન્સ માટે એક સારા સમાચાર છે. બંને એશિયાના સૌથી પાવરફુલ કપલની યાદીમાં સામેલ થયા છે. સાથે મળીને તેઓ ઘણી કમાણી કરી રહ્યા છે.

જ્યારે બે ધનિક અને પ્રખ્યાત સ્ટાર લગ્ન કરે છે ત્યારે શું થાય છે ? પૈસાની દુનિયામાં તેમને પાવર કપલ (Power couple) કહેવામાં આવે છે. મોટી કંપનીઓ તેમની બ્રાન્ડને સમર્થન આપવા માટે જાહેરાતોમાં તેમને સાથે લે છે અને કપલ એકસાથે પૈસા કમાય છે. બંનેની આ કમાણી સંયુક્ત નેટવર્થ કહેવાય છે. દુનિયાભરમાં એવા પાવર કપલ્સ છે, જેમની સંપત્તિ કુબેરના ખજાના (Kuber’s treasures) જેવી છે. બોલિવૂડમાં આવા પાવર કપલ્સ છે. તાજેતરમાં એશિયાના પાવર કપલ્સની યાદીમાં બોલિવૂડના કપલ્સને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

ચીનની સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટે 2022માં એશિયા મહાદ્વીપના પાવર કપલ્સની યાદી તૈયાર કરી છે, જેમાં ચાહકોના ફેવરિટ ‘દીપ-વીર’ ચોથા નંબર પર છે. પ્રથમ ત્રણ સ્થાન હોંગકોંગના અભિનેતા ટોની લેઉંગ અને કરીના લ્યુ, દક્ષિણ કોરિયાના સુપરસ્ટાર રેન અને કિમ તાઈ હી અને સિંગાપોરના ફેન વોંગ અને ક્રિસ્ટોફર લી પાસે છે. દીપિકા-રણવીર પહેલા બોલિવૂડની કોઈ જોડી આ લિસ્ટમાં સ્થાન મેળવી શકી નથી.

દીપિકા-રણવીરની નેટવર્થ :

આ રિપોર્ટ અનુસાર, 2018માં લગ્ન કરનાર દીપિકા અને રણવીર માત્ર પોતપોતાની ફિલ્મો અને અલગ-અલગ જાહેરાતોથી જ કમાતા નથી, તેઓ એકસાથે ઘણી કમાણી પણ કરે છે. 2022 માં, બંનેની સંયુક્ત કિંમત 1237 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું છે. તે જ સમયે, આ બંનેની સંપત્તિ અલગ-અલગ છે. જ્યારે દીપિકાની કુલ સંપત્તિ 313 કરોડ રૂપિયા છે, જ્યારે રણવીરની કુલ સંપત્તિ 445 કરોડ રૂપિયા છે. અગાઉ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બ્રાન્ડ્સના અભ્યાસમાં દીપિકા-રણવીરને બોલિવૂડનું સૌથી પાવરફુલ કપલ ગણાવ્યું હતું. તેઓ લોકો પર સૌથી વધુ અસર કરે છે.

બીજા કાપલો પણ જોડાણા આ યાદીમાં :

સાથે કમાણી કરનારાઓમાં બોલિવૂડના અન્ય ફેમસ કપલ્સ પણ છે. જેમાં શાહરૂખ ખાન-ગૌરી ખાન, સોનમ કપૂર આહુજા-આનંદ આહુજા, અક્ષય-ખન્ના ટ્વિંકલ ખન્ના, આદિત્ય ચોપરા-રાની મુખર્જી અને ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે. ટોટલ કમ્બાઈન્ડ વેલ્થમાં શાહરૂખ અને ગૌરી સૌથી આગળ છે. તેમની કુલ સંપત્તિ 7304 કરોડ રૂપિયા છે. જ્યારે એકલા શાહરૂખની કુલ સંપત્તિ 5983 કરોડ રૂપિયા અને ગૌરીની એકલી 1725 કરોડ રૂપિયા છે. જ્યારે ગૌરીનો પોતાનો ડિઝાઇનિંગ સ્ટુડિયો છે, ગૌરી ખાન ડિઝાઇન્સ, શાહરૂખ રેડ ચિલીઝ સ્ટુડિયોનો માલિક છે.

પતિ આગળ, પત્ની પાછળ :

અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિંકલની સંયુક્ત નેટવર્થ, એક સમયે ફોર્બ્સ મેગેઝિનમાં સામેલ કરવામાં આવી હતી, જે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદી બનાવે છે, તે 3159 કરોડ રૂપિયા છે. અક્ષય વર્ષમાં ચાર-પાંચ ફિલ્મો કરે છે અને ટ્વિંકલ લેખક છે. અક્ષયની કુલ સંપત્તિ 3136 કરોડ રૂપિયા છે અને ટ્વિંકલની સંપત્તિ 235 કરોડ રૂપિયા છે. આદિત્ય ચોપરા અને રાની મુખર્જીની સંયુક્ત સંપત્તિ 6762 કરોડ રૂપિયા હોઈ શકે છે, પરંતુ કુલ નેટવર્થમાં ઘણો તફાવત છે. જ્યારે આદિત્ય ચોપરાની કુલ સંપત્તિ 6978 કરોડ રૂપિયા છે, જ્યારે રાનીની કુલ સંપત્તિ માત્ર 94 કરોડ રૂપિયા છે.

સોનમ કપૂર આહુજા અને આનંદ આહુજાની નેટવર્થમાં સમાન તફાવત છે. જ્યારે સોનમની કુલ સંપત્તિ 109 કરોડ રૂપિયા છે, જ્યારે આનંદ આહુજાની કુલ સંપત્તિ 5096 કરોડ રૂપિયા છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની કમાણીમાં પણ મોટો તફાવત છે. બંનેની સંયુક્ત સંપત્તિ 1337 કરોડ રૂપિયા હોઈ શકે છે, પરંતુ અનુષ્કાની કુલ સંપત્તિ 392 કરોડ રૂપિયા અને વિરાટની કુલ સંપત્તિ 1091 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચો –

ભારતીય ચાહકો માટે સારા સમાચાર, ફિટ થઈને ટીમ ઈન્ડિયામાં પરત ફરવા તૈયાર આ ઘાતક ખેલાડીઓ

0

Good news for Indian fans

  •  ભારતીય ટીમના એક સ્ટાર બેટ્સમેનને તેની સફળ સારવાર મળી છે. આ ક્રિકેટર ફિટ થયા બાદ મેદાનમાં પરત ફરવા માટે તૈયાર છે.

ભારતીય ટીમે (Indian team) 1 જુલાઈથી ઈંગ્લેન્ડ (England) સામે ટેસ્ટ મેચ રમવાની છે, પરંતુ આ મેચ પહેલા જ રોહિત શર્મા (Rohit Sharma) કોવિડ પોઝિટિવ હોવાના કારણે બહાર થઈ ગયો હતો. તેની જગ્યાએ જસપ્રીત બુમરાહને (Jaspreet Bumrah) કેપ્ટન બનાવવામાં આવ્યો છે. હવે ભારતીય ટીમ માટે મોટા સમાચાર આવ્યા છે. ટીમ ઈન્ડિયાનો એક સ્ટાર ક્રિકેટર મેદાનમાં આવવા માટે ઉત્સુક છે.

આ ક્રિકેટરે કરાવી સારવાર :

ભારતીય ટીમનો સ્ટાર ઓપનર કેએલ રાહુલ ઈજાના કારણે ઈંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. હવે તેના ચાહકોને ઘણી ખુશી મળી છે. કેએલ રાહુલે તેની સફળ સારવાર કરાવી લીધી છે. તેણે પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે ટ્વિટર પર લખ્યું કે બધાને નમસ્કાર, છેલ્લા કેટલાક અઠવાડિયા મુશ્કેલ રહ્યા, પરંતુ સર્જરી સફળ રહી. હું સારું કરી રહ્યો છું. તમારી પ્રાર્થના બદલ આભાર. ફરી મળ્યા.

દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર હતો :

કેએલ રાહુલ પણ દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાંથી બહાર થઈ ગયો હતો. રાહુલે ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચો પોતાના દમ પર જીતી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાહુલ ત્રણેય ફોર્મેટમાં ભારત માટે મહત્વની કડી તરીકે ઉભરી આવ્યો છે. રાહુલની ક્લાસિક બેટિંગના દરેક લોકો દિવાના છે. રાહુલે ભારત માટે 43 ટેસ્ટ, 42 ODI અને 56 T20 મેચ રમી છે. તે IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન છે.

ટીમ ઈન્ડિયા શ્રેણીમાં આગળ છે :

વર્ષ 2020-21માં ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમી હતી. ટીમ ઈન્ડિયાએ વિરાટ કોહલીની કપ્તાનીમાં 2 ટેસ્ટ સિરીઝ જીતીને સિરીઝમાં લીડ મેળવી હતી, પરંતુ કોરોના મહામારીને કારણે એક ટેસ્ટ મેચ થઈ શકી નથી, જેનું આયોજન હવે કરવામાં આવી રહ્યું છે. ભારત પાસે ઘણા મેચ વિનર ખેલાડીઓ છે, જે તેમને ટેસ્ટ મેચ જીતી શકે છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા :

જસપ્રીત બુમરાહ (કેપ્ટન), શુભમન ગિલ, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હનુમા વિહારી, ચેતેશ્વર પૂજારા, ઋષભ પંત (વિકેટકેટર), કેએસ ભરત (વિકેટ), રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ. , ઉમેશ યાદવ ,  કૃષ્ણ.

આ પણ વાંચો –

 

1 જુલાઇથી મોદી સરકાર આ વસ્તુઓ પર લગાવી રહી છે બેન, જાણો કોને લાગશે જોરદાર ઝટકો

0

The Modi government has

  • 1 જુલાઇથી સમગ્ર દેશમાં આ વસ્તુઓના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single use plastic) પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1 જુલાઇથી સમગ્ર દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓના ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. 1 જુલાઇથી આ નિર્ણય લાગુ થાય બાદ કંપનીઓ પ્લાસ્ટિક સ્ટ્રોની (Plastic straw) સાથે પોતાની પ્રોડક્ટ નહી વહેંચી શકે.

1 જુલાઇથી મોદી સરકાર દ્વારા મોટો બદલાવ :

સરકારે આ પ્લાસ્ટિક પર પ્રતિબંધ એટલે લગાવ્યો કે, આ પ્રકારના પ્લાસ્ટિકનો એક્વાર  ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દેવામાં આવે છે. જોકે મોટાભાગના પ્લાસ્ટિકને સળગાવી દેવામાં આવે છે કે પછી જમીનની નીચે દાટી દેવામાં આવે છે. જેને કારણે પર્યાવરણને લાંબા સમય સુધી નુકશાન પહોંચે છે. મહત્વનું છે કે, જો પર્યાવરણને નુકશાન થાય તો મનુષ્યને પણ નુકશાન થાય જ. જેને લઈ આ નુકશાન ન થાય તે માટે સરકારે આ મોટો નિર્ણય લીધો છે.

સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ :

1 જુલાઇથી આ નિર્ણય લાગુ થાય બાદ કંપનીઓ પ્લાસ્ટિક સ્ટ્રોની સાથે પોતાની પ્રોડક્ટ નહી વહેંચી શકે. એવી ઘણી કંપનીઓ છે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધની વિરુદ્ધ છે. નોંધનિય છે કે, વિશ્વભરમાં કાગળના સ્ટ્રોની અછત છે. આ માટે મોટી સંખ્યામાં કાગળોની જરૂર પડશે. સરકારના આ નિર્ણયથી સોફ્ટ ડ્રિંક અને ડેરી પ્રોડક્ટ બનાવતી અને વેચાણ કરતી કંપનીઓ ને મોટો ઝટકો પડયો છે.

અમૂલે પ્લાસ્ટિક સ્ટ્રો મામલે સરકારને લખ્યો હતો પત્ર  :

દેશના સૌથી મોટા ડેરી સમૂહ અમૂલે પ્લાસ્ટિક સ્ટ્રોના ઉપયોગ મામલે અગાઉ સરકારને પત્ર લખ્યો હતો. જેમાં પ્લાસ્ટિક સ્ટ્રો ઉપર લાગનારા પ્રતિબંધને ટાળવા માંગ કરી હતી. આ તરફ સરકારે સીધી રીતે કંપનીઓને વૈકલ્પિક સ્ટ્રો માટે કહી દીધું છે. આ તરફ પારલે એગ્રો, ડાબર અને મધર ડેરી જેવી ડેરી સામગ્રી બનાવવા વાળી કંપનીઓ પેપર સ્ટ્રો મામલે કવાયત હાથ ધરી દીધી છે .

1 જુલાઇથી શુ શુ બેન થશે ? 

  • આઇસક્રીમ સ્ટિક
  • થરમૉકૉલ પ્લેટ, કપ, ગ્લાસ, ચમચી
  • સ્ટ્રો
  • સ્ટિટર
  • ઈયર બડ
  • કેન્ડી
  • પ્લાસ્ટિકની સળીવાળા ફુગ્ગા
  • પ્લાસ્ટિકના વાસણો
  • સીગરેટના પેકેટ

આ પણ વાંચો –

 

આજે ગુજરાતનાં આ વિસ્તારોમાં તાંડવ મચાવશે મેઘરાજા,વલસાડ-ભાવનગર જળબંબોળ, જાણો ક્યાં કેવો વરસાદ

0

Megharaja, Valsad-Bhavnagar waterlogging

  • ગુજરાતમાં આગામી ચાર દિવસોમાં વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગની આગાહી, છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વલસાડમાં સવા 6 ઇંચ વરસાદ

ગુજરાતમાં ઠેકઠેકાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે ઘણા ખરા વિસ્તારોમાં હજી વરસાદની રાહ જોવાઇ રહી છે તેવામાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી ચાર દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજની વાત કરીએ તો  સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત  નવસારી, વલસાડ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

1થી 3 જુલાઇમાં ક્યાં પડશે વરસાદ ?

હવામાન વિભાગ દ્વારા પહેલી જુલાઇએ નવસારી, વલસાડ અને દિવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 જુલાઇના રોજ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઇએ દાહોદ, મહીસાગર, છોટાઉદેપરુમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 3 જુલાઇએ બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી. આ ઉપરાંત  મહેસાણા, સાબરકાંઠા, કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ ?

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો  રાજ્યના 41 તાલુકામાં સૌથી વધુ વરસાદ  વલસાડમાં સવા 6 ઈંચ નોંધાયો. જ્યારે  પારડીમાં 3.5 ઈંચ, મહુવામાં સવા 2 ઈંચ ગારિયાધારમાં 2 ઈંચ, વાપીમાં પોણા 2 ઈંચ, હાંસોટમાં 1.5 ઈંચ, હાલોલમાં 1.5 ઈંચ વરસાદ, માંગરોળમાં સવા ઈંચ, ધરમપુરમાં 1 ઈંચ  વરસાદ જ્યારે ઓલપાડમાં 1 ઈંચ, કપરાડામાં 1 ઈંચ વરસાદ નોંધાયો.

4 દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શક્યતા :

આ ઉપરાંત દમણનો દરિયો પણ તોફાની બનતા તંત્ર દ્વારા દરિયાકિનારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા તંત્ર દ્વારા માછીમારોને આદેશ જારી કરવામાં આવ્યા હતા અને પર્યટકોને પણ દરિયા કિનારા નજીક જવા પર મનાઇ ફરમાંવી દેવામાં આવી હતી. હજુ આગામી 4 દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે.આથી મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી હતી.

અમરેલી-જાફરાબાદના દરિયામાં કરંટ :

અમરેલી જિલ્લાના જાફરબાદના દરિયામાં 10થી 12 ફૂટના મોજા ઉછળ્યા હતા. જાફરાબાદના લાઈટ હાઉસ પાસે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. નોંધનિય છે કે, દરિયામાં તાઉતે વાવાઝોડા બાદ ફરી વાર કરંટ જોવા મળ્યો હતો. ભારે પવનના કારણે દરિયામાં તોફાની મોજાઓ ઉછળ્યા હતા.

આ પણ વાંચો –

 

મિત્ર સાથે કઢંગી હાલતમાં પત્નીને જોઈ જતા ખેલાયો ખુની ખેલ, મિત્રના હાથે મળ્યું મિત્રને મોત

A murderous game

  • પોતે જે યુવતીને પ્રેમ કરતો હોય તેમજ જેની સાથે લગ્ન કર્યા હોય તેજ યુવતી પોતાના જ મિત્ર સાથે અનૈતિક સંબંધ ધરાવતી હોય જેના કારણે હુસેને પોતાના જ મિત્રની હત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજકોટ (Rajkot) શહેરમાં એક ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોતાની પત્નીને પોતાના જ મિત્ર સાથે જોઈ જતા ઉશ્કેરાયેલા પતિએ પોતાના મિત્ર અને પત્નીના પ્રેમીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલાની જાણ પોલીસને થતાં તાત્કાલિક અસરથી ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) એસ.ઓ.જી તેમજ યુનિવર્સિટી પોલીસનો (University Police) કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. સમગ્ર મામલે પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી છે.

રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાણાવટી ચોક પાસે મંગળવારના રોજ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જંકશન વિસ્તારમાં રહેતા અખ્તર નામના શખ્સની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. હત્યા કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં પરંતુ અખ્તરના જ મિત્ર હુસૈને કરી હોવાનું સામે આવ્યું છે.

 રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નાણાવટી ચોક પાસે મંગળવારના રોજ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. જંકશન વિસ્તારમાં રહેતા અખ્તર નામના શખ્સની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. હત્યા કોઈ અજાણ્યા વ્યક્તિએ નહીં પરંતુ અખ્તરના જ મિત્ર હુસૈને કરી હોવાનું સામે આવ્યું છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અખ્તર અને નેન્સી જ્યારે એકાંત માણી રહ્યા હતા. ત્યારે નેન્સીનો પતિ અને અખ્તરનો મિત્ર હુસેન ત્યાં જઈ ચડ્યા હતા. પોતાની પત્નીને પોતાના જ મિત્ર સાથે જોઈ જતા હુસેન રોષે ભરાયો હતો. જેના કારણે તેણે પોતાની પાસે રહેલ તિક્ષ્ણ હથિયારના ત્રણ જેટલા ઘા પોતાના જ મિત્રોને ઝીંકી દીધા હતા. અખ્તર ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે તે પૂર્વે જ રસ્તામાં તેણે દમ તોડી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

સમગ્ર મામલે પોલીસ દ્વારા હત્યારાની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપીએ અન્ય કોઇ કારણોસર પોતાના જ મિત્રની હત્યા કરી છે કે કેમ તે પોલીસ પૂછપરછ બાદ જ સામે આવશે. જાણવા મળતી માહિતી મુજબ હત્યા કરનાર હુસેને નેન્સી સાથે પ્રેમલગ્ન કર્યા હતા.

આ પણ વાંચો –

આ દેશમાં ગર્ભપાત પર કોર્ટના નિર્ણયથી હંગામો, મહિલાઓએ સેક્સ હડતાળની કરી જાહેરાત

The court’s decision

  • અમેરિકની સુપ્રીમ કોર્ટ પોતાના નિર્ણયમાં ગર્ભપાતને કાયદેસર રીતે માન્યતા આપનારા 50 વર્ષ જૂના નિર્ણયને બદલી નાખતાં અમેરીકામાં મહિલાઓ અલગ-અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે

અમેરિકા

અમેરિકામાં (America) છેલ્લા કેટલાક દિવસોથી સુપ્રીમ કોર્ટ સતત ચર્ચામાં છે. પહેલા સુપ્રીમ કોર્ટે બંદૂકો સંબંધી ન્યૂયોર્કના (New York) કાયદાને રદ્દ કરીને હેડલાઇન્સ બનાવી, તો એક દિવસ પછી જ કોર્ટે, ગર્ભપાતના બંધારણીય અધિકારને સમાપ્ત કરી દીધા. તેના નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં ગર્ભપાતને (Abortion) કાયદેસર રીતે માન્યતા આપનારા 50 વર્ષ જૂના નિર્ણયને બદલી નાંખ્યો. કોર્ટના આ નિર્ણય પછીથી જ અમેરિકાના અલગ-અલગ શહેરોમાં વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. મહિલાઓ (Women) કોર્ટના આ નિર્ણયનો વિરોધ કરી રહી છે.

મહિલાઓ દ્વારા અલગ-અલગ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજ બાબતે મહિલાઓએ #SexStrike નામથી એક અભિયાન શરૂ કર્યું. જેમાં અલગ-અલગ મહિલાઓએ રોડથી લઈને સોશિયલ મીડિયા સુધી માંગ મૂકી છે કે સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને પાછો ખેંચી લેવો જોઈએ. વિરોધમાં ઘણી મહિલાઓ કહી રહી છે કે, જો નિર્ણય પાછો નહીં લેવામાં આવશે તો તેઓ પુરુષો સાથે સેક્સ નહીં કરે. આ સિવાય #Abstinence નામથી પણ એક અભિયાન ચાલી રહ્યું છે. જેમાં પણ મહિલાઓ આ વિશે જ અવાજ ઉઠાવી રહી છે.

એનીબ્લડરોઝ નામની મહિલાએ ટ્વીટ કર્યું કે, જો મને મારા શરીર પર કોઈ અધિકાર નથી, તો પુરુષોને પણ તેના પર કોઈ અધિકાર નથી. એલીએ ટ્વિટર પર લખ્યું, મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આખી દુનિયામાં મહિલાઓ સેક્સ સ્ટ્રાઈક પર જતી રહે. હવે ઘણું થઈ ગયું છે, આપણે પુરુષને સ્ત્રી સાથે બળાત્કાર કરતા સંપૂર્ણપણે રોકવા માટે કોઈ રસ્તો કેમ નથી શોધ્યો.

24 વર્ષની બ્રાયના કેમ્પબેલે લખ્યું – જો તમે એક પુરુષ છો, અને મારા અધિકારો માટે રસ્તા પર નથી ઉતરતા, તો તમે મારી સાથે શારીરિક સબંધ રાખવા માટે લાયક નથી. 22 વર્ષની ઈવેન્ટ કોઓર્ડિનેટર કેરોલિન હીલીએ કહ્યું, શું પુરુષો માટે મહિલાઓના અધિકારો કરતાં વધુ મહત્ત્વપૂર્ણ સેક્સ છે. એક અન્ય મહિલાએ કહ્યું કે, અમે અનિચ્છનીય ગર્ભાવસ્થાનું જોખમ નથી ઉઠાવી શકતા. એટલા માટે હવે અમે કોઈ પણ પુરુષ સાથે સેક્સ સબંધ નહિ રાખીએ, પછી ભલે તે અમારો પતિ પણ કેમ નહીં હોય.

આ પણ વાંચો –

 

UAE બાદ આ મુસ્લિમ દેશમાં બનશે સ્વામિનારાયણ મંદિર, વર્ષ 1997માં પ્રમુખ સ્વામી મહારાજનું કરાયું હતું સ્વાગત

Swaminarayan temple to be

  • આ વર્ષે 1 ફેબ્રુઆરીએ PM મોદીની બહેરીનની મુલાકાત દરમિયાન બહેરીને આ મંદિરના નિર્માણ માટે જમીન ભેટમાં આપવાની જાહેરાત કરી હતી.

બહેરીન

બહેરીને ભૂતકાળમાં ભારતમાં (India) પયગંબર મોહમ્મદને (Prophet Muhammad) લઈને ચાલી રહેલા વિવાદ સામે વાંધો ઉઠાવ્યો હશે, પરંતુ એવું લાગે છે કે આ વિવાદની ભારત અને બહેરીનના સંબંધો પર કોઈ અસર થઈ નથી. કારણ કે બહેરીનમાં (Bahrain) પ્રસ્તાવિત હિન્દુ મંદિરનું (Hindu temple) નિર્માણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે.આ પ્રોજેક્ટના પ્રતિનિધિઓએ બેઠક દરમિયાન તેને આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં બહેરીનમાં ભારતીય રાજદૂત પીયૂષ શ્રીવાસ્તવ પણ હાજર હતા.

PM મોદીના બહેરીનના પ્રવાસ દરમિયાન મંદિરના નિર્માણ માટે કરાઈ હતી જાહેરાત :

ઉલ્લેખનીય છે કે, બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન પ્રિન્સ સલમાન બિન હમદ અલ ખલીફા, મંગળવારે સ્વામી બ્રહ્મવિહારીદાસ અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ દરમિયાન બહેરીનમાં બનનારા સ્વામિનારાયણ હિન્દુ મંદિરના નિર્માણ અંગે ચર્ચા થઈ હતી. મહત્વનું છે કે, આ વર્ષે 1 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બહેરીનની મુલાકાત દરમિયાન બહેરીને આ મંદિરના નિર્માણ માટે જમીન ભેટમાં આપવાની જાહેરાત કરી હતી.

UAE પછી, બહેરીન મધ્ય પૂર્વનો બીજો દેશ હશે, જ્યાં ભવ્ય હિન્દુ મંદિર હશે :

આ સાથે, UAE પછી, બહેરીન મધ્ય પૂર્વનો બીજો દેશ હશે, જ્યાં ભવ્ય હિન્દુ મંદિર હશે. અબુ ધાબીના હિંદુ મંદિરના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી અને સ્વામિનારાયણ સંસ્થાનું પ્રતિનિધિમંડળ મનામાના શાહી મહેલમાં ક્રાઉન પોલીસને મળ્યા હતા. મધ્ય પૂર્વમાં બહેરીન બીજો દેશ છે જ્યાં BAPS સ્વામિનારાયણ સંસ્થા પરંપરાગત હિન્દુ મંદિરનું નિર્માણ કરશે. બહેરીનની સરકારે મંદિરના નિર્માણ માટે જમીન દાનમાં આપી છે.

બ્રહ્મવિહારી સ્વામીએ ક્રાઉન પ્રિન્સને જમીન મેળવવા બદલ તેમનો આભાર માન્યો :

બ્રહ્મવિહારી સ્વામીએ ક્રાઉન પ્રિન્સ પાસેથી મંદિરના નિર્માણ માટે જમીન મેળવવા બદલ તેમનો આભાર માન્યો હતો. તેમણે PM મોદીનો એક સંદેશ પણ આપ્યો જેમાં વડાપ્રધાન મોદીએ આ ઐતિહાસિક ક્ષણનું સ્વાગત કર્યું છે. સ્વામીએ કહ્યું કે જમીનના રૂપમાં આ ઐતિહાસિક ભેટ મેળવવા માટે અમે બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને ભારતના વડાપ્રધાનના આભારી છીએ. આ બંને દેશો વચ્ચેના ઉષ્માભર્યા સંબંધો દર્શાવે છે.

બેઠક બાદ સ્વામી બ્રહ્મવિહારીએ જણાવ્યું હતું કે બહેરીનમાં નિર્માણ થનાર આ મંદિર તમામ ધર્મના લોકોનું સ્વાગત કરશે જેઓ ભારતીય પરંપરાઓને જાણવા અને સમજવા માંગે છે. અને વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે સ્થાન ધરાવે છે. તેમણે આ મંદિરને સાકાર કરવા બદલ બહેરીનના ક્રાઉન પ્રિન્સ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો.

આ પણ વાંચો –