Home Blog Page 1393

મેદાન પર વિરાટ અને બેયરસ્ટો વચ્ચે કેમ થઈ હતી લડાઈ ? સામાન્ય બાબતને લઈને રોષ જોવા મળ્યો હતો

0

Why was there a fight

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચના ત્રીજા દિવસે સુપરસ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને જોની બેરસ્ટો વચ્ચે બોલાચાલી થઈ હતી. હવે બેયરસ્ટોએ પોતે ખુલાસો કર્યો છે કે આવું કેમ થયું.

ભારત અને ઈંગ્લેન્ડ (India and England) વચ્ચેની ટેસ્ટ મેચ ખૂબ જ રોમાંચક અંદાજમાં રમાઈ રહી છે. ભારતીય ટીમે શરૂઆતના ત્રણ દિવસ ખૂબ જ સારી રમત બતાવી હતી. મેચના ત્રીજા દિવસે વિરાટ કોહલી (Virat Kohli) અને ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેરસ્ટો (Johnny Bairstow) વચ્ચે શબ્દયુદ્ધ થયું હતું, જેનો ખુલાસો હવે થયો છે. કોહલી હંમેશા તેની આક્રમકતા માટે જાણીતો છે.

લાઈવની શાબ્દિક લડાઈ થઈ હતી :

જ્યારે ઈંગ્લેન્ડ તરફથી જોની બેરસ્ટો માત્ર 13 રન બનાવીને રમી રહ્યો હતો. ત્યારબાદ વિરાટ કોહલીએ સ્લેજિંગ કર્યું, જેનાથી તેનું ધ્યાન ભટકશે અને ભારતીય ટીમને સફળતા મળશે, જેનો જોની બેરસ્ટોએ તેને જવાબ આપ્યો, જે પછી વિરાટ કોહલીને સ્ટમ્પ માઈક પર કહેતા સાંભળવામાં આવ્યા, ‘મને ન કહો કે શું કરવું, તમારું મોં બંધ કરો અને બેટ કરો. આ પછી અમ્પાયરે હસ્તક્ષેપ કર્યો.

કોહલીએ શાનદાર કેચ લીધો હતો :

મોહમ્મદ શમીના બોલ પર વિરાટ કોહલીએ સ્લિપમાં જોની બેરસ્ટોનો શાનદાર કેચ લીધો હતો. બેયરસ્ટોએ શાનદાર ઇનિંગ રમી અને 106 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. કેચ પકડ્યા બાદ વિરાટ કોહલીએ ટોણો મારવાની કોઈ તક છોડી ન હતી, ત્યારબાદ તેણે જોની બેયરસ્ટોને ફ્લાઈંગ કિસ આપી હતી. મેદાન પર બંને ખેલાડીઓ વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

મેદાનમાં કેમ થઈ હતી બબાલ ?

મેચ બાદ જોની બેયરસ્ટોએ ખુલાસો કર્યો છે કે તેણે કોહલીને ડિનર માટે આમંત્રણ આપ્યું ન હતું. આમ તો મેદાનમાં ચર્ચા થતી હતી, પરંતુ હવે અમારી વચ્ચે બધુ બરાબર છે. અમે બંને છેલ્લા 10 વર્ષથી એકબીજા સામે રમીએ છીએ. અમે ટૂંક સમયમાં સાથે ડિનર કરતા જોવા મળશે. આ વિશે ચિંતા કરવાની કંઈ નથી.

આ પણ વાંચો –

ગુજરાતની બસને મહારાષ્ટ્રમાં અકસ્માત, એક પથ્થરને કારણે બચ્યા 28નાં જીવ !

0

Gujarat bus accident

  • ચરણમાળ ઘાટ ખાતે સાપોલીયા વળાંકમાં બસની એક્સલ તૂટી ગયા બાદ બસની બ્રેક ફેઇલ થઈ હતી. જે બાદમાં ત્યારબાદ બસ પથ્થરો પર ચડી ગઈ હતી અને ખીણના કિનારે લટકી ગઈ હતી.

ગુજરાત અને મહારાષ્ટ્રની (Gujarat and Maharashtra) સરહદને અડીને આવેલા મહારાષ્ટ્રના નવાપુરથી 20 કિલોમીટર અંતર પર આવેલા ચરણમાળ ઘાટ (Charanmal Ghat) પર માલેગાંવ-સુરત ગુજરાત (Malegaon-Surat ST Bus) રાજ્યની બસ જી.જે.18 ઝેડ 5650 ચરણમાળ ઘાટમાં સવારે 10થી 10:30ની વચ્ચે નીચે ઉતરી ગઈ હતી. આ બસમાં 28 મુસાફરો સવાર હતા. બસના ડ્રાઈવર લક્ષ્મણસિંહ બલવત રાણાવત અને ઈજાગ્રસ્ત હાલતમાં કંડક્ટર વિલાસ ભાઈજીભાઈ વસાવાને એમ્બ્યુલન્સ મારફતે નવાપુર (Navapur) સબ-ડિસ્ટ્રીક્ટ હૉસ્પિટલમાં (Sub-District Hospital) દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતના પગલે સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તમામ લોકોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ ઘાટ ઉપર પહેલી વખત અકસ્માતની ઘટના નથી. ભૂતકાળમાં પણ અનેક વખત બસના અકસ્માત થઈ ચૂક્યા છે. બે દિવસમાં અકસ્માતની આ બીજી ઘટના છે. બે દિવસ પહેલા આ જગ્યાએ ઘાટમાં પેટ્રોલ અને ડીઝલનું ટેન્કર અથડાયું હતું.

મળતી માહિતી પ્રમાણે ચરણમાળ ઘાટ ખાતે સાપોલીયા વળાંકમાં બસની એક્સલ તૂટી ગયા બાદ બસની બ્રેક ફેઇલ થઈ હતી. જે બાદમાં ત્યારબાદ બસ પથ્થરો પર ચડી ગઈ હતી અને ખીણના કિનારે લટકી ગઈ હતી. અકસ્માત બાદ બસમાં સવાર તમામ લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જો કે બસ લટકી રહેતા લોકોએ હાશકારો પણ અનુભવ્યો હતો.

 બસ લટકી ગયા બાદ ગામના લોકો તેમજ આસપાસના લોકોએ એક્ઝિટ બારીમાંથી મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યા હતા. અકસ્માતને પગલે ઈજાગ્રસ્ત થયેલા લોકોને એમ્બ્યુલન્સની મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી સુરત આવતી એસટી બસને સોમવારે સવારે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના ચરણમાળ ઘાટ ખાતે બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે સાપોલીયા વળાંક દરમિયાન બસની એક્સેલ તૂટી ગઈ હતી. આ દરમિયાન બસની બ્રેક પણ ફેલ થઈ ગઈ હતી. બસ ખીણમાં પડી જ જવાની હતી પરંતુ એક પથ્થરને કારણે અટકી ગઈ હતી. બનાવ બાદ ગામના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બસ લટકી ગયા બાદ ગામના લોકો તેમજ આસપાસના લોકોએ એક્ઝિટ બારીમાંથી મુસાફરોને હેમખેમ બહાર કાઢ્યા હતા. અકસ્માતને પગલે ઈજાગ્રસ્ત થયેલા લોકોને એમ્બ્યુલન્સની મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો –

ગુજરાત પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ભારે મોટી ચૂક : હેલિકોપ્ટર પાસે બલૂન ઊડાડાયાં

0

Big mistake in PM Modi

  • પંજાબમાં ફ્લાયઓવર પર સુરક્ષામાં છબરડા પછી બીજી ઘટના. એસપીજી સહિત કેન્દ્ર-રાજ્યની એજન્સીઓએ તપાસ ચાલુ કરી. બલૂન છોડનારા કોંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Prime Minister Narendra Modi) સુરક્ષામાં કે બહુ મોટી ચૂક રુપે આજે તેમનાં હેલિકોપ્ટર (Helicopter) પાસે કાળાં બલૂન (Black balloon) ઊડાડાયાં હતાં. આ કૃત્યથી કોઈપણ દુર્ઘટના સર્જાઈ શકે તેમ હતી. વડાપ્રધાનના હેલિકોપ્ટર નજીક બલૂન દેખાતાં સુરક્ષા એજન્સીઓ (Security agency) હાંફળીફાંફળી બની ગઈ હતી. આ બલૂન ઊડાડનારા કોંગ્રેસના (Congress) ચાર કાર્યકરોની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

વડાપ્રધાન મોદીનું હેલિકોપ્ટર ગણ્ણવરમ એરપોર્ટ પરથી રવાના થયું તે જ વખતે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શનના ભાગ રુપે કાળા રંગના બલૂન છોડયાં હતાં. આ બલૂન વડાપ્રધાનના હેલિકોપ્ટરની નજીક પહોંચ્યાં હતાં. એક સ્થળે બંધાઈ રહેલી ઈમારતની છત પર કોંગ્રેસના કાર્યકરો બલૂન છોડી રહ્યા છે અને મોદી ગો બેકના નારા પોકારી રહ્યા છે તેવો વીડિયો પણ વાયરલ થયો હતો.

જો કે બલૂન જોઈને સુરક્ષા એજન્સીઓ તરત સતર્ક થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસે કોંગ્રેસના ચાર કાર્યકરોની ધરપકડ કરી લીધીહ તી. ક્રિષ્ણા જિલ્લાના એસપી સિદ્ધાર્થ કૌશલના જણાવ્યા અનુસાર આ પ્રકરણમાં કોંગ્રેસના વધારે કાર્યકરોની ધરપકડ થઈ શકે છે. ઝડપાયેલા ચારેયને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં ભાગ લેવા માટે વિજયવાડા આવ્યા હતા. તેમણે રાત્રિ રોકાણ હૈદરાબાદમાં કર્યું હતું. તેઆ આંધ્રમાં અલ્લુરી સિતારામ રાજુની ૧૨૫મી બર્થ એનિવર્સરીની ઉજવણીમાં ભાગ લેવા માટે  વિજયવાડા પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ પ્લેકાર્ડ સાથે તેમની સામે દેખાવો યોજ્યા હતા.

જોકે, કાર્યકરોએ વિરોધ દેખાડવા માટે કાળા રંગના બલૂન પણ છોડતાં તેમની સુરક્ષા વ્યવસ્થામાં બહુ મોટી ખામીનો પર્દાફાશ થયો હતો. પીએમની મુલાકાતનાં સ્થળ આસપાસ કડક બંદોબસ્ત હોય છે. સમગ્ર વિસ્તાર સેનિટાઈઝ કરવામાં આવે છે. ખાસ કરીને વિરોધ દેખાવો વગેરે જેવી શક્યતાઓના સંદર્ભમાં આગોતરાં અટકાયતી પગલાં ભરવામાં આવે છે. આમ છતાં કોંગ્રેસના કાર્યકરો છેક એરપોર્ટ પાસે કેવી રીતે પહોંચી ગયા અને ત્યાં સુધી તેઓ બલૂન લઈ જઈને કેવી રીતે છોડી શક્યા અને તેમની હિલચાલ પર કોઈ સુરક્ષા એજન્સીનું ધ્યાન પણ કેમ ના ગયું વગેરે અનેક સવાલો ઊભા થતાં  કેન્દ્રીય અને રાજ્યની એજન્સીઓએ તપાસ શરુ કરી છે.

વડાપ્રધાનની સુરક્ષાનો હવાલો સંભાળતાં સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ સહિતની એજન્સીઓએ આ સમગ્ર પ્રકરણમાં તપાસ ચાલુ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે ગયા જાન્યુઆરી માસમાં વડાપ્રધાન મોદીની પંજાબની મુલાકાત વખતે પણ આ રીતે તેમની સુરક્ષા વ્યવસ્થામાં ચૂક થઈ હતી. ત્યારે ફિરોઝપુરમાં હુસૈનીવાલા ખાતે તેમનો કાફલો એક ફ્લાયઓવર પર દેખાવોને કારણે અટવાઈ ગયો હતો. તે પછી વડાપ્રધાનની સુરક્ષા અંગે ભારે ચર્ચા છેડાઈ હતી.

આ પણ વાંચો –

બાલટાલ અને પહલગામમાં યાત્રા પર હંગામી રોક, ખરાબ હવામાનના કારણે યાત્રીઓને રોક્યા

0

Temporary ban on travel

  • જમ્મુ અને કાશ્મીર સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન પર હંગામી ધોરણ રોક લગાવી દેવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાં (Amarnath Cave) બાબા બર્ફાનીના દર્શન પર હંગામી ધોરણ રોક લગાવી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ખરાબ હવામાનના કારણે આ રોક લગાવામાં આવી છે. પ્રશાસને જણાવ્યું છે કે, ખરાબ હવામાનના (Bad weather) કારણએ બાલટાલ અને પહલગામમાં (Pahalgam) હંગામી ધોરણે યાત્રા પર રોક લગાવામાં આવી છે. કહેવાયુ છે કે, હવામાન સાફ થયા બાદ જવાની મંજૂરી આપવામાં આવશે. કશ્મીર ઘાટીમાં આગામી 24થી 36 કલાક સુધી વરસાદનું એલર્ટ છે. ઘાટીમાં મોડી રાતે ભારે વરસાદ પડ્યો હતો.

આપને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથ યાત્રા 2022ના પ્રથમ ચાર દિવસમાં કુલ 40,233 યાત્રીઓએ પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા હતા. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 30 જૂનને યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં કુલ 40,223 તીર્થયાત્રીઓએ ગુફા મંદિરના દર્શન કર્યા છે.

6300 યાત્રીઓનો છઠ્ઠો જથ્થો રવાના થયો :

આ અગાઉ કડક સુરક્ષાની વચ્ચે 6300થી વધારે યાત્રીઓનો છઠ્ઠો જથ્થો દક્ષિણ કશ્મીરમાં 3880 મીટર ઉંચાઈ પર આવેલા પવિત્ર અમરનાથ ગુફા દર્શન માટે મંગળવારે રવાના થયો હતો. અધિકારીઓએ આ પ્રકારની જાણકારી આપી છે. સુરક્ષામાં કેન્દ્રીય ફોર્સના કુલ 239 વાહનોમાં કુલ 6351 તીર્થયાત્રી અહીં ભગવતી નગર યાત્રી નિવાસીથી રવાના થયા હતા. તેમાં 4864 પુરુષો, 1284 મહિલાઓ, 56 બાળકો, 127 સાધુ, 19 સાધવીઓ અને એક ટ્રાંસજેંડર છે.

આ પણ વાંચો –

જાણિતી એમ્બેસેડર કાર બનાવનાર કંપની હવે બનાવશે ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર !

Well known Ambassador

  • થોડા સમયમાં ઇલેક્ટ્રિક વાહનોમાં ઉછાળો આવ્યો છે. ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ પણ વધી રહ્યું છે. ઘણા લોકો તેને ખરીદવાનું વિચારી રહ્યા છે. તેને જોતાં બજારમાં ઘણી નવી વિનિર્માતા કંપનીઓ આવી છે, ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહન બનાવી રહી છે.

થોડા સમયમાં ઇલેક્ટ્રિક વાહનોમાં (Electric vehicles) ઉછાળો આવ્યો છે. ટુ વ્હીલર (Two wheeler) ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ પણ વધી રહ્યું છે. ઘણા લોકો તેને ખરીદવાનું વિચારી રહ્યા છે. તેને જોતાં બજારમાં ઘણી નવી વિનિર્માતા કંપનીઓ આવી છે, ટુ વ્હીલર ઇલેક્ટ્રિક વાહન બનાવી રહી છે. એટલું જ નહી હવે પોતાના જમાનાની જાણિતી ગાડી એમ્બેસેડરની વિનિર્માત કંપની હિંદુસ્તાન મોટર્સ પણ આગામી વર્ષે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર (Electric two wheeler) રજૂ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એક યૂરોપીય ભાગીદાર સાથે સંયુક્ત ઉદ્યમમાં ઇલેક્ટ્રિ ટુ વ્હીલર વાહનને બજારમાં ઉતારવાની વિચાર કરી રહી છે. તેમણે કહ્યું કે કંપની આગામી સમયમાં ઇલેક્ટ્રિક ફોર વ્હીલર પણ બનાવી શકે છે.

હિંદુસ્તાન મોટર્સના નિર્દેશક ઉત્તમ બોસના અનુસાર બંને કંપનીઓની નાણાકીય તપાસ જુલાઇમાં શરૂ થશે. જેમાં બે મહિના લાગશે. ત્યારબાદ સંયુક્ત સાહસના ટેક્નોલોજી પાસાઓ પર વિચાર કરવામાં આવશે. તેમાં વધુ એક મહિનો લાગશે. તેમણે કહ્યું કે ‘ત્યારબાદ જ રોકાણના માળખા વિશે નિર્ણય લેવામાં આવશે અને નવી કંપનીની રચના કરવામાં આવશે. આ કવાયત 15 ફેબ્રુઆરી સુધી પુરી થવાની આશા છે.

બોસે કહ્યું કે નવા એકમની રચના બાદ પ્રોજેક્ટના પાયલોટ ટેસ્ટને શરૂ કરવા માટે બે-ત્રણ મહિનાની જરૂર પડશે. આ સાથે જ તેમણે એ પણ કહ્યું કે અંતિમ ઉત્પાદ આગામી નાણાકીય વર્ષના અંત સુધી રજૂ કરવાની સંભાવના છે. તેમણે કહ્યું કે ”ટુ વ્હીલર પ્રોજેક્ટ પુરો થયાના બે વર્ષ બાદ, ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનના નિર્માણ વિશે નિર્ણય લેવામાં આવશે.

એક સમય હતો જ્યારે હિંદુસ્તાન મોટર્સની એમ્બેસેડર કારનો પોતાનો જલવો હતો. તાકતવર અને જાણિતા લોકો એમ્બેસેડર કરા જ ચલાવતા હતા પરંતુ વર્ષ 2014 માં તેનું પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે લગભગ 8 વર્ષ બાદ હિંદુસ્તાન મોટર્સ ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બજારમાં ઉતારવા પર વિચાર કરી રહી છે. આ પોતાના ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બજારમાં લાવે છે તો લોકોની તેના સાથે જોડાયેલી યાદો ફરી એકવાર તાજા થઇ જશે.

આ પણ વાંચો –

 

સિદ્ધુ મુસેવાલા કેસમાં મોટી સફળતા, સિંગરને પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારનાર શૂટરની ધરપકડ

Big success in Sidhu Musewala

  • દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાને ગોળી મારનાર શૂટર અંકિત સિરસાની ધરપકડ કરી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. શૂટર સાથે તેનો વધુ એક સાથી પોલીસના હાથે ઝડપાયો છે.

દિલ્હી પોલીસને (Delhi Police) સિદ્ધુ મુસેવાલાના હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે શૂટઆઉટમાં સામેલ અંકિત અને તેના સાથી સચિન ભિવાનીની (Sachin Bhiwani) ધરપકડ કરી છે. આ બંને લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) અને ગોલ્ડી બરારની (Goldie Barar) ગેંગમાં કામ કરતા હતા. પોલીસે તેમની પાસેથી પંજાબ પોલીસના ત્રણ યુનિફોર્મ અને એક 9mm ની પિસ્તોલ, એક .3mm ની પિસ્તોલ અને ડોંગલ સાથે બે મોબાઈલ સેટ જપ્ત કર્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અંકિત સિરસાએ નજીકથી સિદ્ધુ મુસેવાલા પર ગોળી ચલાવી હતી. પ્રિયવ્રત ફૌજીની સાથે અંકિત ગાડીમાં જ હાજર હતો. શરૂઆતમાં અંકિત અને ફૌજી બંને એક સાથે ભાગ્યા હતા. પ્રિયવ્રતની પોલીસે પહેલા જ ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય આરોપી સચિન ભિવાની સિદ્ધુ મુસેવાલા મામલે ચાર શૂટરોને આશ્રય આપવા માટે જવાબદાર હતો. પોલીસે જણાવ્યું કે સચિન ભિવાની રાજસ્થાનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું સંપૂર્ણ કામ સંભળાતો હતો.

પોલીસે આ બંનેની 3 જુલાઈ રાતે 11 વાગીને 5 મિનીટ પર કાશ્મીરી ગેટ પાસેના મહાત્મા ગાંધી માર્ગ પરથી ધરપકડ કરી. તેમની પાસે સેડો પિસ્તોલ ઉપરાંત પંજાબ પોલીસના ત્રણ યુનિફોર્મ પણ મળી આવ્યા છે. ત્યારે પોલીસે આ મર્ડર કેસમાં સામેલ ડઝનબંધ આરોપીઓને અત્યાર સુધી કસ્ટડીમાં લીધા છે. ત્યારે ગોળી મારનાર શૂટર્સની ધરપકડ ચાલુ છે. સૂત્રોનું કહેવું છે કે તમામ શૂટર્સ લોરેન્સ બિશ્નોઈના નજીક છે. તેમની ધરપકડ માટે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પોલીસના દરોડા ચાલુ છે.

જોકે, થોડા દિવસ પહેલા જ મુસેવાલા મર્ડર કેસને લઇને હરિયાણાના ફતેહાબાદમાં પંજાબ પોલીસે દરોડો પાડ્યો, જ્યાં અન્ય એક શકમંદ દેવેન્દ્ર ઉર્ફે કાલા પકડાયો હતો. તેના પર હત્યાકાંડના બે શકમંદોને આશ્રય આપવાનો આરોપ છે. મદદગારોની પૂછપરછના આધાર પર પોલીસ ગોળી મારનાર શૂટર્સના પુરાવા શોધી રહી છે.

આ પણ વાંચો –

 

ખાડામાં પડેલા વૃદ્ધનો જીવ બચાવવા દેવદૂત બન્યો પોલીસકર્મી, જીવની બાજી લગાવીને બચાવી લીધો, VIDEO જોઈને કરશો સેલ્યુટ

0

Policeman became an angel

  • ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં બરહન પોલીસનો માનવતાવાદી ચહેરો સોશિયલ મીડિયામાં છવાયો છે. એક વૃદ્ધ ફસાયો હતો. જેનો જીવ બચાવવા માટે કોન્સ્ટેબલ સંદેશ કુમારે તેના જીવની બાજી લગાવી દીધી.

કોન્સ્ટેબલ (Constable) વર્દી ઉતારીને વૃદ્ધને બચાવવા માટે કૂદી પડ્યો. પોલીસ કર્મીઓએ (Police personnel) એકબીજાનો હાથ પકડીને ચેન બનાવી. વૃદ્ધને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો. ઘટનાસ્થળે પોલીસકર્મીઓને શુભેચ્છા આપવામાં આવી. આ ઘટના શુક્રવારની છે. પોલીસને સૂચના મળી કે રેલવે સ્ટેશનના (Railway station) પ્લેટફોર્મની પાસે એક વૃદ્ધ ખાડામાં પડી ગયો છે. તે ખાડાની બહાર નિકળી શકતો નથી. કોઈ તેની મદદ કરી રહ્યું નથી.

એસઓ શેર સિંહ સુચના મળતા પોલીસ ફોર્સની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ફાયર બ્રિગેડને સુચના આપવામાં આવી. એસઓ શેર સિંહે જણાવ્યું કે ફાયર બ્રિગેડને આવવામાં થોડો સમય વધારે થતો તો વૃદ્ધ ગળે સુધી ડૂબી ગયો હોત. થોડુ મોડુ થયુ હોત તો તેનો જીવ ગયો હોત. આ જોઇને કોન્સ્ટેબલ સંદેશ કુમારે પોતાના કમર પર દોરડુ બાંધ્યુ અને તે ખાડામાં ઉતર્યો.

પોલીસનો રેસ્ક્યુ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ :

પોલીસકર્મીઓએ એકબીજાનો હાથ પકડીને ચેન બનાવી. કારણકે તેના સાથી અને વૃદ્ધ બંનેને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી શકે. આશરે 15 મિનિટના રેસ્ક્યુ ઓપરેશન બાદ વૃદ્ધને ઘરની બહાર કાઢવામાં આવ્યો. વૃદ્ધે પોતાનુ નામ બૃજેશ સિંહ જણાવ્યું અને તે 54 વર્ષનો છે. તાજગંજના મોહલ્લા ગુમ્મટનો રહેવાસી છે. તેને તાત્કાલિક ઉપચાર માટે પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર મોકલવામાં આવ્યો. પોલીસના રેસ્ક્યુ ઑપરેશનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ પણ વાંચો –

ગ્રાન્ટેડ શાળાઓનો સમય બદલાયો, શિક્ષણ વિભાગનાં પરિપત્રને લઈને સંચાલકોમા રોષ, 7620 સ્કૂલોને થશે સીધી અસર

0

Time of Granted Schools Changed

  • શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં સવાર પાળીનો સમય બદલતા શાળા સંચાલકોમાં રોષ, સવારને બદલે બપોરે 11થી 5 કરાયો સમય.

શિક્ષણ વિભાગ (Department of Education) દ્વારા ગ્રાન્ટેડ સ્કૂલોને (Granted schools) સવાર પાળીમાં ન ચલાવવાનો આદેશ કરાતા શિક્ષણવિભાગ અને શાળા સંચાલકો સામસામે આવી ગયા છે. શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર (Circular declared) કરાયો છે કે સવારની પાળીની શાળા બપોરે 11થી 5 ચલાવવામાં આવે. આ પરિપત્રને લઇને વાલીઓ- વિદ્યાર્થી તથા શાળા સંચાલકોમાં (School administrators) રોષની લાગણી જોવા મળી રહી છે.

 ગ્રાન્ટેડ શાળાઓનો સમયમાં ફેરફાર :

રાજ્યના શિક્ષણ વિભાગે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય બદલતા વિવાદ સર્જાયો છે. શાળાઓના સમયમાં ફેરફાર કરતાં સંચાલકો રોષે ભરાયા છે. શિક્ષણ વિભાગના આ પરિપત્રથી રાજ્યની 7620 સ્કૂલોને અસર થશે. તો બીજી તરફ આ પરિપત્રને લઇને વિદ્યાર્થી અને વાલીઓ પણ વિરોધ કરી રહ્યા છે.

સવારની પાળીને બદલે સમય 11થી 5 :

મહત્વનું છે કે  27 કલાકનું શિક્ષણકાર્ય પૂર્ણ કરવા સ્કૂલનો સમય 11થી 5 કરાયો છે. જે ગ્રાન્ટેડ શાળામાં સવારની પાળી ચાલતી હોય તેનો સમય બદલીને 11થી 5 કરવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો છે.  જે શાળામાં પાળી પધ્ધતિ અમલમાં નથી તે શાળાઓને સવારની પાળીમાં ચલાવી શકાશે નહીં. જે શાળાઓમાં પ્રથમિક વિભાગ અને માધ્યમિક વિભાગ બંને હોય તો પ્રાથમિક વિભાગનો સમય સવારનો અને માધ્યમિક વિભાગનો સમય બપોરનો રાખવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશને પગલે શાળા સંચાલકોનું કહેવુ છે કે ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ કેમ સ્કુલની સમય મર્યાદા રાખવામાં આવી છે.

આ પણ વાંચો –

 WhatsAppમાં આવી રહ્યું છે આ જબરદસ્ત ફીચર, જાણો વિગત

This tremendous feature

WhatsApp સતત અપડેટ થઈ રહ્યું છે. થોડા થોડા દિવસોમાં અવનવા ફીચર અપડેટ (Feature update) થઈ રહ્યા છે ત્યારે મેટા-માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsApp હવે એક મોટી સુવિધા પર કામ કરી રહી છે. WhatsApp એક એવા ફીચર પર કામ કરી રહ્યું છે જેના પછી તમે વિડીયો કૉલ (Video call) દરમિયાન પણ તમારો ચહેરો નહીં બતાવી શકો. નવા ફીચરના આવ્યા પછી તમે વોટ્સએપ વિડીયો કોલમાં તમારી જગ્યાએ તમારા પોતાના અવતારનો ઉપયોગ કરી શકશો.

ગ્રુપમાંથી લેફ્ટ થયાની નોટિફિકેશન નહીં મળે :
Apple પાસે મેમોજી છે અને તે જ રીતે WhatsApp અવતાર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યું છે. નવા અપડેટ સાથે, તમે વિડીયો કૉલ દરમિયાન કોઈપણ સમયે તમારો અવતાર બદલી શકશો. WhatsApp તેના iOS માટે અન્ય ફીચર પર કામ કરી રહ્યું છે, જેના પછી iPhone યુઝર્સ ગુપ્ત રીતે ગ્રુપ છોડી શકશે. હાલમાં, બધા સભ્યોને ગ્રુપ છોડવા અંગેની નોટિફિકેશન મળે છે, જે નવી અપડેટ પછી નહીં મળે. કોઈને પન જાણ થયા વગર ગ્રુપમાંથી લેફ્ટ થઈ શકશો.
વોટ્સએપના ફીચરને ટ્રેક કરતી WABetaInfoએ વોટ્સએપના નવા ફીચર વિશે માહિતી આપી છે. નવા અપડેટ બાદ યુઝરને વિડીયો કોલ દરમિયાન અવતાર પર સ્વિચ કરવાનો વિકલ્પ જોવા મળશે. અવતાર બનાવવા માટે અવતાર એડિટર પણ ઉપલબ્ધ હશે. WABetaInfo એ નવા ફીચરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. એન્ડ્રોઇડના બીટા વર્ઝન પર નવા ફીચરનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં જો તમે બીટા યુઝર છો, તો તમે આ સુવિધાનો અનુભવ કરી શકો છો.
વોટ્સએપ અન્ય નવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના પછી તમે ગ્રુપ કોલમાં પણ મેમ્બરને મ્યૂટ કરી શકશો. આનો ફાયદો એ છે કે જો કોઈ ગ્રુપ કોલ દરમિયાન પોતાનું માઈક બંધ કરવાનું ભૂલી જાય તો એડમિન મેમ્બરને મ્યૂટ કરી શકશે. ઝૂમ અને માઈક્રોસોફ્ટ ટીમ્સ જેવી વિડીયો કોલિંગ એપમાં આવી સુવિધાઓ પહેલેથી જ છે.
આ પણ વાંચો –

05 જુલાઈ 2022, આજનું રાશિફળ : શંકર ભગવાનની કૃપાથી આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા

05 July 2022, Horoscope Gujarat Guardian

મેષ :
આજે ધર્મ અને આસ્થાને બળ મળશે. કરિયર બિઝનેસમાં શુભતાનો સંચાર થશે. જમીન સંબંધિત કોઈ લાભદાયી સોદો થઈ શકે છે. આયોજનબદ્ધ કાર્ય તમને સફળતાના શિખરે લઈ જઈ શકે છે. તમારી કેટલીક જટિલ બાબતો ઉકેલાઈ જશે. કરિયર માટે આ સારો સમય છે. યાત્રા તમારા માટે ફાયદાકારક બની શકે છે. જૂના રૂપિયા વસૂલ થશે.

વૃષભ :
આજે તમારો દિવસ સામાન્ય રહેશે. કાર્યમાં પ્રગતિ શક્ય બનશે. સંકલ્પની ભાવના પ્રબળ રહેશે. પરિવારમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. નોકરી સંબંધિત કોઈ સારા સમાચાર તમને મળી શકે છે. પ્રમોશન પણ કરવામાં આવી રહ્યા છે. આજે તમારો આત્મવિશ્વાસ વધશે.

મિથુન :
આજે તમને માતા-પિતા તરફથી કેટલીક સારી સલાહ મળશે, જેનાથી તમને ફાયદો થશે. સમયનો સદુપયોગ કરો. કલાના કાર્યોમાં રસ વધશે. વેપાર-ધંધામાં તકો મળશે. નફો થવાની સંભાવના છે. નવી ઓફર મળશે. લગ્ન કરવા યોગ્ય લોકો માટે સમય શુભ છે.

કર્ક :
આજે તમે તમારી જાતને કોઈ વાત પર હસતા જોશો. તમને કોઈ ધાર્મિક વિધિમાં ભાગ લેવાની તક મળશે. વ્યવસાયિક યાત્રા લાભદાયી રહેશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળશે.

સિંહ :
રોકાણ કરવા માટે આજે યોગ્ય સમય છે. પતિ-પત્ની વચ્ચે સુમેળ રહેશે. દિવસની શરૂઆત વ્યસ્તતાથી ભરેલી રહેશે. વેપારમાં નવી યોજનાઓ શરૂ થશે. ઉતાવળ હાનિકારક રહેશે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવી શકે છે. ધાર્મિક રુચિ વધશે. વેપારમાં બેદરકારી થઈ શકે છે.

કન્યા :
આજે તમારી સામે પ્રેમ પ્રસ્તાવ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. જો તમને તક મળે, તો થોડો સમય એકલા રહેવાનો પ્રયાસ કરો. આજે વેપાર અને નોકરીમાં લાભ થશે અને વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓનો સહયોગ ચાલુ રહેશે. તમારા માટે આર્થિક લાભનો દિવસ રહેશે.

તુલા :
આજે તમને એકાગ્રતાની કમી અનુભવી શકો છો. તમને સુંદર વસ્ત્રો અને ભોજનની તક મળી શકે છે. આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી રહેશે. તમે તમારા જીવનસાથી અને પરિવાર સાથે સુખ અને શાંતિમાં સમય પસાર કરી શકશો. આજે કોઈની સાથે સંબંધ તોડશો નહીં.

વૃશ્ચિક :
આજે તમારે ઘણી બાબતોની જવાબદારી સંભાળવી પડી શકે છે અને તેમની ચિંતા પણ કરવી પડી શકે છે. પરિવારના સભ્યોની મદદથી કોઈ યોજના બનાવી શકાય છે, જેના કારણે દરેક વ્યક્તિને આનંદ મળશે. જમીન-મકાનનો પ્રશ્ન હલ થશે.

ધનુ :
આજે તમને માતા-પિતાનો સંપૂર્ણ સહયોગ અને આશીર્વાદ મળશે. પૈસા સંબંધિત સમસ્યાઓ હલ થવા લાગશે, તેમ છતાં તમારે પૈસા ખર્ચ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. જે લોકો બાંધકામ અથવા જમીનના વ્યવસાય સાથે જોડાયેલા છે, તો તેમને ખૂબ પૈસા મળશે.

મકર :
આજે તમારી યાત્રા ફળદાયી સાબિત થશે. પ્રાઈવેટ નોકરી કરનારાઓને સિનિયર્સ તરફથી પૂરો સહયોગ મળશે. તમારે આધ્યાત્મિકતા સાથે જોડાયેલી વસ્તુઓ શીખવાનો પણ પ્રયાસ કરવો પડશે. જેના દ્વારા તમે માનસિક શાંતિ મેળવી શકો છો.

કુંભ :
અચાનક જવાબદારી તમારી યોજનાઓમાં અવરોધ લાવી શકે છે. નોકરીના ક્ષેત્રમાં અસ્થિરતાના કારણે મન પરેશાન રહી શકે છે. અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે, તેથી તમારી વાણી પર નિયંત્રણ રાખો. તમારામાંથી કેટલાક માટે આજનો દિવસ ખૂબ જ વિવાદાસ્પદ હોઈ શકે છે.

મીન :
આજે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. યોગ્ય નિર્ણય લઈ શકશો. સંબંધો અને કામ વચ્ચે સુમેળ રહેશે. આર્થિક રીતે તમે મજબૂત રહેશો. તમારા આહારનું વિશેષ ધ્યાન રાખો. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ટાળો, અનિદ્રાની ફરિયાદ થઈ શકે છે. વિદેશ સંબંધિત કામમાં તમને સફળતા મળશે.

આ પણ વાંચો –