Home Blog Page 1378

ટીમ ઈન્ડિયાના આ બેટ્સમેનને તમે નહીં જોયો હોય બોલિંગ કરતા, જુઓ તેનો બોલિંગ કરતો વિડીયો

0

If you haven’t seen this batsman

  • ટીમ ઈન્ડિયાનો એક એવો ખેલાડી કે જેને તમે હંમેશા બેટિંગ કરતા જોયો હશે, પરંતુ તાજેતરમાં તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમા તે બોલિંગ કરતો પણ જોવા મળી રહ્યો છે.
ટીમ ઈન્ડિયાનો (Team India) એક એવો ખેલાડી કે જેને તમે હંમેશા બેટિંગ (Batting) કરતા જોયો હશે, પરંતુ તાજેતરમાં તેનો એક વિડીયો સામે આવ્યો છે જેમા તે બોલિંગ (Bowling) કરતો પણ જોવા મળી રહ્યો છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ ટેસ્ટ ટીમ ઈન્ડિયાના સૌથી ભરોસેમંદ ગણાતા અને આજની ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમની (Indian Test cricket team) દિવાલ કહેવાતા ચેતેશ્વર પુજારાની (Cheteshwar Pujara). જીહા, પુજારા બેટિંગની સાથે બોવિંગ પણ જાણે છે.
હંમેશા શાંત અને પૂરુ ફોકસ પોતાની રમતમાં રાખનારા ચેતેશ્વર પુજારાને તમે કદાચ ક્યારેય બોલિંગ કરતા જોયો નહીં હોય. પરંતુ તે બોલિંગ કરવાનું જાણે છે. ચેતેશ્વર પુજારા એક લેગ સ્પિનર ​​છે અને તે બેટિંગની સાથે બોલિંગ પણ કરી શકે છે. જોકે, તેને બોલિંગ કરવાની વધુ તક નથી મળતી, પરંતુ કેટલાક પ્રસંગોએ તેણે બોલિંગ કરી છે, જોકે તેઓ તેટલા સફળ થયા નથી જેટલા બેટિંગમાં થયા છે. ચેતેશ્વરનો બોલિંગ કરતો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ચેતેશ્વર પુજારા હાલમાં કાઉન્ટી ક્રિકેટમાં રમી રહ્યો છે, જ્યાં તે બોલિંગ કરતો જોવા મળ્યો હતો. જો કે ચેતેશ્વર પુજારાએ એક જ ઓવર કરી હતી, પરંતુ તેની લેગ સ્પિન કળા ઘણા લોકોએ જોઈ. તેણે ભારતીય ક્રિકેટ ટીમ માટે એક ઓવર પણ કરી છે. તે સમયે પણ તેણે માત્ર એક જ મેચમાં માત્ર એક જ ઓવર નાખી હતી. કદાચ એવું બન્યું હશે કે બોલરનો એન્ડ બદલવા માટે તેને બોલિંગ કરાવવામાં આવી હોય.

જુઓ સંપુર્ણ વિડિયો :- મોંઘવારી અને GST સામે સંસદમાં વિપક્ષનો હોબાળો, મહિલા સાંસદો રહી આગળ 

હાલમાં, કાઉન્ટી ચેમ્પિયનશિપમાં, ચેતેશ્વર પુજારાએ સસેક્સ તરફથી લેસ્ટરશાયર સામે બોલિંગ કરી. ચેતેશ્વર પુજારાએ એક ઓવર કરી, જેમાં કુલ 8 રન ખર્ચાયા અને તેને કોઈ સફળતા મળી ન હતી. તેની બોલિંગમાં બેટ્સમેન બિટ પણ નહોતો થઇ રહ્યો કારણે બોલ વધુ સ્પિન નહોતો થઇ રહ્યો. લાંબા સમય પછી બોલિંગ કરવું એ અઘરું કામ છે અને ટર્ન મેળવવો એ એક મોટું કામ છે.

આ પણ વાંચો –

આ મૃતદેહ કોનો ? પોલીસને માત્ર ધડ જ મળ્યું, મૃતકનું માથુ કે હાથપગ ન મળતા રહસ્ય ઘેરાયું !

Whose body is this

  • પ્રાથમિક તપાસમાં યુવકની હત્યા કરાઈ મૃતદેહ નાખી દેવામાં આવ્યો હોવાનું પોલીસ માની રહી છે ત્યારે સવાલ એ છે કે, આ મૃતદેહ કોનો છે? હત્યા ક્યાં થઈ ? અને હત્યારા કોણ ?

શહેરના વાસણા પોલીસ સ્ટેશનની (Vasana Police Station) નજીક આવેલા સોરાઈ નગરમાં હત્યા કરેલો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહનું (dead body) માત્ર ધડ જ પોલીસને મળી આવ્યુ છે. મૃતકનું માથુ કે હાથપગ ન મળી આવતા પોલીસે મૃતકની શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં (Preliminary investigation) યુવકની હત્યા કરાઈ મૃતદેહ નાખી દેવામાં આવ્યો હોવાનું પોલીસ માની રહી છે ત્યારે સવાલ એ છે કે, આ મૃતદેહ કોનો છે ? હત્યા ક્યાં થઈ ? અને હત્યારા કોણ ?

આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈ નગરમા યુવકની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. હત્યા પણ એવી કે મૃતક નુ માત્ર ધડ જ મળી આવ્યુ હતુ. ના તો મૃતકનું માથુ મળ્યુ કે, ના તો તેના હાથ પગ, અને તેથી જ પોલીસે આ અંગે હત્યા ની આશંકા એ તપાસ હાથ ધરી છે. સાથે જ મૃતકની ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી છે. મૃતદેહની તપાસ બાદ પોલીસ એ નિષ્કર્ષ પર પહોંચી છે કે, યુવકની હત્યા કરી મૃતદેહ નિકાલ કરવા માટે નાખી દેવામા આવ્યો હોઈ શકે છે.

સોરાઈ નગરમાં કચરાની ડમ્પીંગ સાઈડ પાસેથી આ મૃતદેહ મળી આવ્યો છે. જોકે માત્ર મૃતદેહનો ધડ જ મળી આવતા મૃતક યુવક કોણ છે તેની શોધખોળ હાથ ધરી છે. સાથે જ હત્યા 3 દિવસ પહેલા થઈ હોવાનું પોલીસ માની રહી છે. જેથી અઠવાડિયામાં ગુમ થયેલા યુવકો ની માહિતી મેળવી મૃતક કોણ છે તે અંગે તપાસ શરૂ કરી છે. સાથે યુવકની ઓળખ માટે પોલીસ દ્વારા તેના ડીએનએ ની પણ તપાસ કરવામા આવશે.

જુઓ સંપુર્ણ વિડિયો :- મોંઘવારી અને GST સામે સંસદમાં વિપક્ષનો હોબાળો, મહિલા સાંસદો રહી આગળ 

મૃતદેહની તપાસ કરતા FSLનું કહેવુ છે કે, હત્યા 35 કલાકથી વધુ સમય પહેલા હોવાની સંભાવના છે, અને મૃતદેહ વાસણા ખાતે નાંખી દેવામા આવ્યો છે. ત્યારે હવે વાસણા પોલીસે તપાસમા લાગી છે કે મૃતક કોણ છે? હત્યા ક્યાં થઇ હોઈ શકે અને હત્યારા કોણ. જોકે સ્થાનિક પોલીસ અને ઝોન 7 LCB ટીમ પણ આ તપાસમાં જોતરાઈ મૃતકની ઓળખ કરી રહી છે.

આ પણ વાંચો –

હવે બ્રિટિશ પીએમની રેસમાં માત્ર બે નામ, પાંચમાં રાઉન્ડમાં પણ ટોપ પર રહ્યાં ઋષિ સુનક

Now only two names

  • 137 મતની સાથે પાંચમાં રાઉન્ડમાં પણ ભારતીય મૂળના ઋષિ સુનક ટોપ પર રહ્યાં છે. તેમનો મુકાબલો લિઝ ટ્રસ સાથે થશે.

બ્રિટિશ પ્રધાનમંત્રીની (British Prime Minister) રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનક (Sage Sunak of Indian origin) પાંચમાં રાઉન્ડમાં ટોપ પર રહ્યાં છે. તેમને 137 મત મળ્યા છે. પાંચમાં રાઉન્ડના વોટિંગની સાથે કારોબાર મંત્રી પેની મોર્ડોટ (Penny Mordot) પીએમની રેસમાંથી બહાર થઈ ગયા છે. તેમને 105 મત મળ્યા છે. હવે સુનકનો મુકાબલો વિદેશ મંત્રી લિઝ ટ્રસ (Foreign Minister Liz Truss) સામે થશે. તેને પાંચમાં રાઉન્ડમાં 113 મત મળ્યા છે.

ઋષિ સુનકને તમામ પાંચ રાઉન્ડમાં સૌથી વધુ મત મળ્યા છે. તેમને ચોથા રાઉન્ડના વોટિંગમાં 118 મત મળ્યા હતા. તો સોમવારે ત્રીજા રાઉન્ડના વોટિંગમાં 115 મત મળ્યા હતા. બીજા રાઉન્ડના વોટિંગમાં 101 અને પ્રથમ રાઉન્ડમાં 88 મત મળ્યા હતા.

તો લિઝ ટ્રસને ચોથા રાઉન્ડમાં 86, ત્રીજામાં 71, બીજામાં 64 અને પ્રથમ રાઉન્ડમાં 50 મત મળ્યા હતા. પેની મોર્ડોટને ચોથા રાઉન્ડમાં 92, ત્રીજામાં 82, બીજામાં 83 અને પ્રથમ રાઉન્ડમાં 67 મત મળ્યા હતા.

સુનક અને ટ્રસ વચ્ચે ડિબેટ :

સુનલ અને ટ્રસ હવે બીબીસી પર સોમવારે થનારી લાઇવ ટીવી ડિબેટમાં પોતાની પ્રથમ આમને-સામનેની ટક્કર માટે તૈયાર છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- મોંઘવારી અને GST સામે સંસદમાં વિપક્ષનો હોબાળો, મહિલા સાંસદો રહી આગળ 

ત્યારબાદ હવે ધ્યાન ટોરી પાર્ટીના સભ્ય આધારને પક્ષમાં કરવા પર હશે. અનુમાન અનુસાર આ સભ્યોની સંખ્યા લગભગ 160,000 છે, જે આ બે ઉમેદવારોમાંથી કોઈ એકના પક્ષમાં મતદાન કરશે. ઓગસ્ટના અંતમાં તે મતની ગણતરી કરવામાં આવશે અને 5 સપ્ટેમ્બર સુધી વિજેતાની જાહેરાત થશે.

નોંધનીય છે કે થોડા દિવસ પહેલા સર્વોચ્ચ મંત્રીઓએ પ્રધાનમંત્રી બોરિસ જોનસનથી નારાજગી વ્યક્ત કરતા કેબિનેટમાંથી રાજીનામુ આપ્યું હતું. તેમાં સુનક પણ સામેલ હતા. ત્યારબાદ બોરિસ જોનસને પ્રધાનમંત્રીનું પદ છોડ્વુ પડ્યું હતું.

આ પણ વાંચો –

 

તંત્રએ તો તૈયારી કરી લીધી છે ! હવે તમે કરી લેજો…ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, રેડ એલર્ટ જાહેર

0

The system has already prepared

  • આગામી તા.૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે તા. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આપત્તિ વ્યવસ્થાપન મંત્રી (Minister of Disaster Management) રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ SEOC, ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, રાજ્યમાં અનેક વિસ્તારોમાં હાલ ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી મુજબ આગામી સમયમાં ભારે વરસાદ પડવાની સંભાવના ધરાવતા જિલ્લા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની (Bhupendrabhai Patel) સૂચના અનુસાર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ માટે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત કલેક્ટરો અને વહીવટી તંત્રને સજ્જ રહેવા જણાવાયું છે.

રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે, આગામી તા.૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે તા. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેમજ ઉદભવનારી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.

જુઓ સંપુર્ણ વિડિયો :-  મોંઘવારી અને GST સામે સંસદમાં વિપક્ષનો હોબાળો, મહિલા સાંસદો રહી આગળ

રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ઉકાઈ ડેમની વિગતો આપતા કહ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા વધુ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી તબક્કાવાર બે લાખ કયુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે પરંતુ આ પરિસ્થિતિમાં સુરતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ ૫૬ ટકા જળરાશીનો સંગ્રહ થયો છે જે સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. સૌરાષ્ટ્રમાં ખોડિયાર, હિરણ અને આંબાજળ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે, હાલ કચ્છ, ડાંગ, વલસાડ અને પંચમહાલમાં ૧-૧ નેશનલ હાઈવે પર અગવડના કારણે વાહન વ્યવહારની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્યમાં કુલ ૧૪,૬૪૧ પૈકી માત્ર ૫૫ નાના રૂટ પર બસ વ્યવહાર બંધ છે.

આ પણ વાંચો –

 

૨૧ જુલાઈ ગુરુવારના રોજ આ રાશિના લોકોને મળશે ખુશીના સમાચાર- જાણો શું કહે છે તમારું રાશિફળ

Thursday, July 21 Gujarat Guardian

મેષઃ
શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જળવાય. છતાં સ્વભાવમાં થોડી ઉગ્રતા વર્તાય. બહેનોએ પતિના ગુસ્સાનો સામનો કરવો પડે. માતાનું આરોગ્ય સાચવવું. જમીન મિલકતના વ્યવહારોમાં સાવધાની જરૂરી.

વૃષભઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. પરિવારમાં ચિંતાનું વાતાવરણ રહે. કાર્ય સફળતા દૂર ભાગતી જણાય. સંતાનની પ્રગતિ સંભવે. માતા સાથે મતભેદની શક્યતા. માતાની તબિયત સાચવવી.

મિથુનઃ
મનોબળ મજબૂત બને. થોડું અક્કડ વલણ રહેવા પામે. ધારેલી આવક આવવામાં મુશ્કેલી પડે. કાર્યક્ષેત્રે ધંધામાં સફળતા મળતી જણાય. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. સ્વાસ્થ્ય સારું રહેશે. સોબતનું ધ્યાન રાખવું.

કર્કઃ
મગજના રોગોથી સાચવવું. માથાના દુઃખાવાને નજરઅંદાજ ન કરવો. વિશ્વાસઘાત થવાના યોગ છે. આવક વધતી જણાય. શેરબજારના રોકાણોમાં લાભ. દામ્પત્ય જીવનમાં ઉદાસીનતા વર્તાય. સંતાનો તરફથી આનંદ.

સિંહઃ
સફળતા માટે નકારાત્મક વિચારો ઉપર કાબુ જરૂરી. નાણાંકીય બાબતોમાં ફાયદો. પરિવારમાં આનંદ. મોજશોખમાં ખર્ચ વધે. શરદી-ખાંસી વધે. થાક લાગે. ભાગ્ય બળવાન. મિત્રોનો સહકાર મળે.

જુઓ સંપુર્ણ વિડિયો :- મોંઘવારી અને GST સામે સંસદમાં વિપક્ષનો હોબાળો, મહિલા સાંસદો રહી આગળ 

કન્યાઃ
કરેલા કાર્ય સફળ થતા જણાય. જીવનમાં સરળતા વર્તાય. આંખની કાળજી જરૂરી. પડવા-વાગવા અકસ્માતથી સાચવવું. સંતાનો સંબંધી પ્રશ્નો ઉકેલાય. ભાગ્યનો સાથ મળે. નાના યાત્રા-પ્રવાસનું આયોજન થાય.

તુલાઃ
આવકનું પ્રમાણ જળવાય. પરિવારના સભ્યોની ચિંતા રહે. જીવનસાથીની તબિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. દામ્પત્ય જીવનમાં માનસિક પરિતાપ વધતો જણાય. ધાર્મિક પ્રસંગનું આયોજન શક્ય બને. આરોગ્ય જળવાશે.

વૃશ્ચિકઃ
માનસિક પરિતાપ-ચિંતા રહે. આવકનું પ્રમાણ ઘટે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય અંગે પણ સાવધાની જરૂરી. નસીબનો સાથ મળતો જણાતો નથી. મુસાફરી દરમ્યાન સાચવવાની સલાહ છે.

ધનઃ
માનસિક અશાંતિ વધે. આવક જળવાય. સંતાન અંગેના પ્રશ્નો ઉદ્‍ભવતા જણાય. સંતાનોનું આરોગ્ય કથળે. પત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. નોકરી-ધંધામાં સારૂ. યશ, પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

મકરઃ
વિચારોમાં સ્થિરતા વધે. માન-સન્માન વધતા જણાય. આર્થિક બાબતો અંગે સાનુકુળતા જણાય. પરોપકાર કરવામાં ખોટો ખર્ચ ટાળવો. માતાની તબિયત સાચવવી. નવા રોકાણો મુલતવી રાખવા. ડાબી છાતીની કાળજી રાખવી જરૂરી છે.

કુંભઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ઈચ્છાશક્તિ દૃઢ બનતી જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. એમની તબિયતની કાળજી જરૂરી. જમણા હાથની કાળજી રાખવી. માતૃસુખ-વાહન સુખમાં વધારો.

મીનઃ
આવકમાં ઘટાડો થતો જણાય. નાના ભાઈ-બહેનોની ચિંતા સતાવે છતાં પણ માનસિક સ્થિરતા બરકરાર રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યનો સાથ મળે. નોકરી, ધંધામાં સામાન્ય.

આ પણ વાંચો –

સ્ટોક્સે 31 વર્ષની ઉંમરે શા માટે ODIમાંથી નિવૃત્તિ લેવી પડી ? આ ચોંકાવનારું કારણ સામે આવ્યું

0

Why Stokes had to retire

  • ઈંગ્લેન્ડના ધમાકેદાર બેટ્સમેન બેન સ્ટોક્સે 31 વર્ષની નાની વયે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જેના વિશે હવે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. બેન સ્ટોક્સે 2011માં આયર્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી અને 105 ODIમાં 38.98ની એવરેજથી 2924 રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડના (England) ધમાકેદાર બેટ્સમેન બેન સ્ટોક્સે (Batsman Ben Stokes) 31 વર્ષની નાની વયે ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, જેના વિશે હવે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન નાસીર હુસૈનનું (Former captain Naseer Hussain) માનવું છે કે ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સની ODI ક્રિકેટમાંથી નિવૃત્તિનું મુખ્ય કારણ શારીરિક થાક છે, કારણ કે ખૂબ જ બધા ફોર્મેટ ક્રિકેટ રમાઈ રહ્યું છે. 31 વર્ષીય સ્ટોક્સે આ સોમવારે જાહેરાત કરી હતી કે તે મંગળવારે ડરહામના ચેસ્ટર-લે-સ્ટ્રીટમાં તેના હોમ ગ્રાઉન્ડ પર દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની મેચ બાદ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે.

સ્ટોક્સે 31 વર્ષની ઉંમરે શા માટે ODIમાંથી નિવૃત્તિ લેવી પડી ?

બેન સ્ટોક્સે 2011માં આયર્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી અને 105 ODIમાં 38.98ની એવરેજથી 2924 રન બનાવ્યા હતા, જેમાં ત્રણ સદી અને 21 અડધી સદીનો સમાવેશ થાય છે. 42.39ની એવરેજથી 74 વિકેટ લીધી છે. તેણે ગત ઉનાળામાં પાકિસ્તાન સામે 3-0થી સિરીઝ જીતવા દરમિયાન ટીમનું નેતૃત્વ કર્યું હતું.

આ ચોંકાવનારું કારણ સામે આવ્યું :

ઓલરાઉન્ડર માત્ર પાંચ રન બનાવી શક્યો હતો અને મંગળવારે દક્ષિણ આફ્રિકા સામેની વિદાય વનડેમાં ઈંગ્લેન્ડની 62 રનથી હારમાં એક વિકેટ પણ લઈ શક્યો ન હતો. હુસૈને કહ્યું કે સ્ટોક્સનો 50 ઓવરમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય મુખ્યત્વે શારીરિક થાક છે. વિશ્વભરના ક્રિકેટરો માટે વર્કલોડ મેનેજમેન્ટ એક મુખ્ય મુદ્દો બની ગયો છે અને સ્ટોક્સે ટેસ્ટ ટીમને સતત ચાર જીત અપાવી હોવા છતાં તે પરેશાન દેખાય છે.

હુસૈને જણાવ્યું હતું કે T20 ક્રિકેટના આકર્ષક સ્વભાવ અને ટેસ્ટ ક્રિકેટના આકર્ષણને જોતાં, ખેલાડીઓ માત્ર બે ફોર્મેટમાં રમવા માંગે છે, તેમણે ઉમેર્યું હતું કે સ્ટોક્સનો વનડેને છોડવાનો નિર્ણય ક્રિકેટ પ્રશાસકો માટે સારો હોવો જોઈએ.

આ પણ વાંચો –

વર્ષે 18 લાખનો પગાર મેળવતા ક્લાસ-2 અધિકારીએ કઢાવ્યું ગરીબોને અપાતું આયુષ્માન કાર્ડ ! મફત સારવારનો લાભ પણ લીધો !

A Class-2 officer earning a salary

  • જાણકાર સૂત્રોનું માનીએ તો હિતેન્દ્ર ઝાંખરીયાનો પગાર અંદાજિત માસિક દોઢ લાખ છે. એટલે કે વાર્ષિક રૂપિયા 18 લાખ રૂપિયા સરકાર પાસેથી પગારના નામે હિતેન્દ્ર ઝાંખરીયા મેળવે છે.

રાજકોટમાં એક સામાજિક કાર્યકરે નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની (Superintendent of Nursing) પોલ ખોલતી અરજી શહેર પોલીસ કમિશનરને કરી છે. અરજીમાં આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે લાખો રૂપિયાનો પગાર લેતા નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડ (Ayushman Card) ઢાવી તબીબી સારવાર મેળવવામાં આવી છે. જે બાબતના પ્રૂફ સાથે કિશન રાઠોડ (Kishan Rathod) નામના વ્યક્તિએ પોલીસ કમિશનર (Rajkot police commissioner)ને ગુનો નોંધવા બાબતે અરજી કરી છે. જાણકાર સૂત્રોનું માનીએ તો હિતેન્દ્ર ઝાંખરીયાનો પગાર અંદાજિત માસિક દોઢ લાખ છે. એટલે કે વાર્ષિક રૂપિયા 18 લાખ રૂપિયા સરકાર પાસેથી પગારના નામે હિતેન્દ્ર ઝાંખરીયા મેળવે છે.

સમગ્ર મામલે વાતચીતમાં રાજ્ય સરકારના વર્ગ બેના અધિકારી હિતેન્દ્ર ઝાંખરીયા (Hitendra Zankharia)એ જણાવ્યું હતું કે, “કાર્ડ કઢાવવા માટે મેં કોઈ પણ જાતના બોગસ દસ્તાવેજ ઊભા નથી કર્યા. કિશન રાઠોડ તેનો પૂર્વ કર્મચારી છે, તેના તરફથી જે કોઈ પણ આક્ષેપ લગાવવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે. આરોગ્ય મિત્ર દ્વારા કોરોનાકાળ દરમિયાન જ્યારે આ યોજના અંતર્ગત કોરોના વોરિયર્સની આવક મર્યાદા ધ્યાને રાખ્યા વગર કાર્ડ આપવામાં આવી રહ્યું હતું, ત્યારે મેં આ કાર્ડ કઢાવ્યું છે.”

હિતેન્દ્ર ઝાંખરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, “જે તે સમયે કાર્ડ કઢાવવા માટે મેં મારું આધાર કાર્ડ આપ્યું હતું. આધાર કાર્ડમાં મારું પાન કાર્ડ પણ લિંક કરવામાં આવેલું છે. કાર્ડ અંતર્ગત મેં એક વખત મારા પત્નીની MIR સહિતની ટ્રીટમેન્ટ કરાવી છે.”

આ કેસમાં સમગ્ર મામલે દોષનો ટોપલો જે વિભાગ દ્વારા કાર્ડ કાઢી આપવામાં આવ્યું છે તેમની ઉપર ઢોળતા હિતેન્દ્ર જાખરીયા નજરે પડ્યા હતા. જોકે, સૂત્રોનું માનીએ તો આ પ્રકારના કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજમાં આવકનો દાખલો મૂકવો ફરજિયાત છે. ત્યારે આગળ પોલીસ તપાસમાં સમગ્ર મામલે શું તથ્ય સામે આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે.

જાણકાર સૂત્રોનું માનીએ તો હિતેન્દ્ર ઝાંખરીયાનો પગાર અંદાજિત માસિક દોઢ લાખ છે. એટલે કે વાર્ષિક રૂપિયા 18 લાખ રૂપિયા સરકાર પાસેથી પગારના નામે હિતેન્દ્ર ઝાંખરીયા મેળવે છે. તેમ છતાં જે યોજના સરકારે ગરીબ વર્ગ તેમજ મધ્યમવર્ગીઓ માટે અમલી બનાવી છે, તે યોજનાઓનો લાભ આ સરકારી બાબુ પોતાના પરિવારજનો માટે મેળવતા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો –

 ગુજરાતમાં આ તારીખની વચ્ચે આ જિલ્લાઓમાં પડશે અત્યંત ભારે વરસાદ, હવામાન વિભાગની આગાહી

0

Between this date in Gujarat

  •  22 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી, સુરત અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

છેલ્લા દિવસોમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ (Gujarat rainfall) વરસ્યો છે. હાલ પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે (Meteorological department) રાજ્યમાં આગામી 22થી 24 તારીખ સુધી ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી (Gujarat heavy rain forecast) આપી છે. અમદાવાદ (Ahmedabad) શહેરમાં પણ આગામી દિવસોમાં હળવાથી લઈને ભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે (20 જુલાઈ) અને આવતીકાલે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે. બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદની પ્રવૃત્તિ વધશે.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, “ગુજરાતમાં આગામી બે દિવસ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છમાં છૂટો છવાયો વરસાદ પડશે. બે દિવસ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. 21મી જુલાઈથી વરસાદની પ્રવૃત્તિ વધશે. 22મી તારીખે ગુજરાત રિઝન અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અત્યંત ભારે વરસાદ પડી શકે છે. 24મી તારીખે પણ આખા ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ રહેશે. આ દરમિયાન સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. 24 તારીખે કચ્છમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે.”

22 જુલાઈ : આ દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી, સુરત અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

23 જુલાઈ : આ દિવસે કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યના ૩૦ જળાશયો ૧૦૦ ટકાથી વધુ પાણી રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદને પરિણામે રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં તા. ૨૦ જુલાઈ-૨૦૨૨ સુધીમાં ૫૬.૫૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૧,૮૪,૬૧૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫.૨૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં અહેવાલો મુજબ રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૧૯,૮૩૯ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૫૭.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.રાજ્યમાં ૩૦ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

આ પણ વાંચો –

 

ગુજરાતમાં પણ હરિયાણાવાળી, ટ્રેલરે કોન્સ્ટેબલને કચડ્યો, પોલીસકર્મીનું મોત

0

Haryanawali also in Gujarat, constable crushed by trailer, policeman killed

  • દેશમાં પોલીસકર્મીઓને કચડી નાખવાની ત્રીજી ઘટના સામે આવી છે. તાજેતરમાં હરિયાણા, ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પોલીસકર્મી પર વાહન ચલાવી કચડી નાખવામાં આવ્યો છે. જે પ્રકારે હરિયાણામાં ડીસીપીને જે પ્રમાણે કચડી નાખવામાં આવ્યા હતા તે પ્રમાણેની ઘટના ગુજરાતના બોરસદમાંથી સામે આવી છે.

દેશમાં પોલીસકર્મીઓને (policeman) કચડી નાખવાની ત્રીજી ઘટના સામે આવી છે. તાજેતરમાં હરિયાણા (Haryana), ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પોલીસકર્મી (A policeman in Gujarat) પર વાહન ચલાવી કચડી નાખવામાં આવ્યો છે. જે પ્રકારે હરિયાણામાં ડીસીપીને જે પ્રમાણે કચડી નાખવામાં આવ્યા હતા તે પ્રમાણેની ઘટના ગુજરાતના બોરસદમાંથી સામે આવી છે. આ પ્રકારની ઘટના જોતાં લાગી રહ્યું છે કે ગુજરાતમાં ટ્રક ચાલકો (Truck drivers) બેખૌફ બની ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આણંદના બોરસદમાં હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રેલરને રોકવા જતાં પોલીસકર્મી પર ટ્રેલર ફેરવી કચડી નાખવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીનું મોત નિપજ્યું હતું.

રાંચીમાં મહિલા પોલીસકર્મીની હત્યા :

ઝારખંડના પાટનગર રાંચીમાં એક મહિલા પોલીસકર્મીની ગાડીથી કચડીને હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટના રાંચીના તુપુદાના પોલીસ મથક હદના હુલહૂંડુની છે. જે સમયે આ ઘટના ઘટી ત્યારે મહિલા સબ ઈન્સ્પેક્ટર સંધ્યા ટોપનો વાહન ચેકિંગ કરી રહી હતી. અચાનક ત્યારે જ અપરાધીઓએ તેમને પિકઅપ વેનથી કચડી નાખ્યા. જેમાં તેમનું મોત નિપજ્યું હતું.

સંધ્યા ટોપનો 2018 બેચના અધિકારી હતા. આ ઘટના આજે વહેલી સવારે 3 વાગ્યાની આસપાસની છે. એસઆઈની હત્યાની સૂચના મળ્યા બાદ પોલીસ મથક પ્રભારી સહિત અનેક પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા. ઘટનાને અંજામ આપ્યા બાદ અપરાધી વાહન લઈને ફરાર થઈ ગયા. જો કે આરોપી હાલ પોલીસની પકડમાં આવી ગયો છે. પોલીસ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ફંફોળી રહી છે. ઘટનાની જાણકારી આપતા રાંચીના એસએસપીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરી લેવાઈ છે અને વાહન પણ જપ્ત કરાયું છે.

મેવાતમાં DSP ને માફિયાએ ડમ્પરથી કચડી નાખ્યા :

હરિયાણાના મેવાતમાં ખનન માફિયાઓએ એક ડીએસપીની હત્યા કરી નાખી છે. ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ગેરકાયદેસર ખનન કાર્યવાહી દરમિયાન માફિયાઓએ ડમ્પર ડેપ્યુટી એસપી પર ચડાવી દીધુ હતું. આ ઘટના બાદ ડ્રાઈવર ટ્રક લઈને ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ બિશ્નોઈ ખનન માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે ગયા હતા. આ દરમિયાન ડેપ્યુટી એસપી ઉપર ડમ્પર ચડાવી દીધુ અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. નૂંહના તવાડુના ડેપ્યુટી એસપી પદ પર સુરેન્દ્ર સિંહ તૈનાત હતા. એવું કહેવાય છે કે સુરેન્દ્ર સિંહે પથ્થર ભરેલા એક ડમ્પરને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે જ ડ્રાઈવરે ડમ્પર તેમના પર ચડાવી દીધુ. અત્રે જણાવવાનું કે ડેપ્યુટી એસપી સુરેન્દ્ર સિંહ આ વર્ષે રિટાયર થવાના હતા. પચગાંવના પહાડી વિસ્તારમાં ડેપ્યુટી એસપીનો મૃતદેહ મળ્યો છે.

આ પણ વાંચો –

 

‘ડોન કા ઇન્તેજાર…’ જાણો કોણ છે કુખ્યાત ગેંગસ્ટર ? જેની ગુજરાત ATS એ કરી ધરપકડ

0

Know who is the notorious gangster of

  • ગુજરાત ATS ની ટીમને માહિતી મળી હતી કે, રાજસ્થાનનો ગેંગસ્ટર અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આવનાર છે. જે બાતમીના આધારે ગુજરાત ATS ની ટીમે છટકું ગોઠવી રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અરવિંદસિંહ શેતાનસિંહ બિકાને ઝડપી લીધો હતો.

ભારતના ગુજરાત, રાજસ્થાન, કેરળ સહિતના અનેક રાજ્યોમાં હત્યા, લૂંટ, ધાડ, ખંડણી સહિત અનેક ગુનાઓ આચરેલ રાજસ્થાનના ગેંગસ્ટરની (Gangsters of Rajasthan) ગુજરાત ATS એ ધરપકડ કરી. કોણ છે આ ગેંગ અને આ ગેંગસ્ટર? શું છે ગેંગસ્ટરની ક્રાઇમ કુંડળી? આવો જોઈએ અહેવાલમાં…

ગુજરાત ATS ની ટીમને માહિતી મળી હતી કે, રાજસ્થાનનો ગેંગસ્ટર અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં આવનાર છે. જે બાતમીના આધારે ગુજરાત ATS ની ટીમે છટકું ગોઠવી રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અરવિંદસિંહ શેતાનસિંહ બિકાને ઝડપી લીધો હતો. ગેંગસ્ટર અરવિંદસિંહ બીકા કઈક કરે એ પહેલા જ ગુજરાત ATS ની ટીમે ઘૂંટણિયે પાડી દીધો હતો.

રાજસ્થાનનો આ કુખ્યાત ગુનેગાર એક નહિ બે નહિ પરંતુ 35 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો છે. જેમાં મુખ્ય હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ધાડ, ચોરી, ખંડણી, જેલ તોડીને ભાગી જવું, પોલીસ જાપ્તામાંથી ફરાર થવું, પોલીસ જાપ્તા પર ફાયરિંગ કરવું, પોલીસ જાપ્તા પર ફાયરિંગ કરી પોતાના સાગરીતને ભગાવવા જેવા 35 ગંભીર ગુનાઓ આચરેલ છે.

ગુજરાત ATS ની ટીમે આ ગેંગસ્ટરને ઝડપ્યો ત્યારે ઘાતક હથિયારો પણ મળી આવ્યા હતા. જેમાં બે પિસ્તોલ, એક દેશી તમંચો અને પાંચ જીવતા કારતૂસ મળી આવતા ATS એ અરવિંદસિંહ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

જાણો ગેંગસ્ટર અરવિંદસિંહ બિકાની ક્રાઈમ કુંડળી :

1 – વર્ષ 2016 માં રાજસ્થાનમાં પોલીસ પર ફાયરિંગ કરી પોતાના સાગરીતને ભગાડ્યો હતો.
2 – રાજસ્થાનના સિરોહીના શિવગંજ વિસ્તારમાં યુવક પર ફાયરિંગ કર્યું હતું.
3 – 2016 માં અમદાવાદના કાલુપુરમાં આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી લુંટ ચલાવી હતી.
4 – 2017 માં બનાસકાંઠાના ધાનેરામાં બેંક લૂંટ કરી હતી.
5 – 2017 માં ડીસા જેલ તોડી ફરાર થયો હતો.
6 – 2018 માં પ્રાંતિજમાં તમાચો બતાવી લૂંટ ચલાવી.
8 – 2018 માં પાટણમાં ચાણસ્મામાં આંગડિયા પેઢીમાં કર્મીને હથિયાર બતાવી લૂંટ ચલાવી.
8 – બનાસકાંઠામાં પેટ્રોલ પંપ પર લૂંટ ચલાવી હતી.
9 – બનાસકાંઠામાં દૂધ મંડળીમાં કર્મી પાસેથી 18 લાખની લૂંટ ચલાવી હતી.

ઝડપાયેલ ગેંગસ્ટર પોતાની ગેંગમાં ૨૦ જેટલા સક્રિય સાગરીતો રાખે છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં આ ગેંગસ્ટરનું શું કામ આવવાનું થયું ? કોને મળવાનો હતો ? અમદાવાદમાં કોના સંપર્કમાં છે? આ તમામ સવાલોના જવાબ ગુજરાત ATS શોધી રહી છે.

આ પણ વાંચો –