Home Blog Page 1370

દેશનાં પાંચ અદભૂત ફરવાનાં સ્થળો જ્યાં રહેવા જમવાની અફલાતૂન સુવિધા છે સાવ મફત

0

Five amazing places

  • ચાલો જાણીએ કે ભારતના ક્યા ખૂણે કઈ જગ્યા પર તમે ફ્રીમાં રહી શકો છો.

ટ્રીપ પ્લાન (Trip Plan) કરતા સમયે લોકોને હંમેશા મોટી ટેન્શન હોય છે કે ખર્ચો કેટલો થશે. જે લોકો બજેટ ટ્રાવેલિંગ કરે છે એ લોકો આવી સમસ્યાઓનો સામનો વધુ કરે છે. બજેટ ટ્રાવેલિંગ (Budget Traveling) કરતા લોકોને ખ્યાલ હશે કે સૌથી વધુ ખર્ચો એમને રહેવા માટે થાય છે. એટલા માટે ઘણા લોકો લાંબી ટ્રીપ કરવામાં થોડો સમય લગાવી પૈસા જોડીને ફરવા જાય છે. પણ આજે અમે તમને થોડી એવી જગ્યા જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ફરવા જાઓ તો રહેવા ના ખર્ચની ચિંતા નથી. આજે અમે તમને ભારતની એ જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે ફ્રી માં રહી શકો છો.

ભારતમાં ઘણી એવી ધર્મશાળા અને આશ્રમ છે જ્યાં તમારે રોકવવા માટે પૈસા નથી ચુકવવા પડતા. ચાલો જાણીએ કે ભારતના ક્યા ખૂણે કઈ જગ્યા પર તમે ફ્રીમાં રહી શકો છો.

ઈશા ફાઉન્ડેશન – સદ્દગુરુ :

ઈશા ફાઉન્ડેશન કોયંબટુર થી લગભગ ૪૦ કિલોમીટર દુર આવેલ છે. તે સદ્દગુરુનું એક ધાર્મિક કેન્દ્ર છે જ્યાં આદિયોગી શિવની ખુબ જ સુંદર અને મોટી પ્રતિમા આવેલ છે. ત્યાં યોગ સેન્ટર, પર્યાવરણ અને સામાજિક કાર્યોના ક્ષેત્રમાં કામ કરે છે. હો તમે પણ ઈચ્છો ત્યાં તમારો સહોગ આપી શકો છો. આ જગ્યા પર તમે ફ્રીમાં રહી શકો છો.

મણીકરણ સાહિબ ગુરુદ્વારા – હિમાચલ પ્રદેશ :

જો તમે હિમાચલ પ્રદેશ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો મણીકરણ સાહિબ ગુરુદ્વારામાં તમે ફ્રી માં રહી શકો છો. ત્યાં તમને પાર્કિંગ અને ખાવાની સુવિધા પણ મળે છે. મણીકરણ સાહિબ ગુરુદ્વારા પાર્વતી નદી પાસે સ્થિત છે.

આનંદાશ્રમ – કેરળ :

કેરળના સુંદર પહાડો અને હરિયાળી વચ્ચે આનંદાશ્રમમાં રહેવું એક અલગ જ અનુભૂતિ કરાવે છે. તમે એ આશ્રમમાં ફ્રીમાં રહી શકો છો. ત્યાં તમને ત્રણ વખત ખાવાનું પણ મળે છે જેને સાત્વિક રીતે તૈયાર કરવામાં આવે છે.

ગીતા ભવન ઋષિકેશ :

પવિત્ર ગંગા નદીના તટ પાસે સ્થિત ગીતા ભવનમાં યાત્રીઓ ફ્રી માં રહી શકે છે. સાથે જ ત્યાં ફ્રી માં ખાવાનું પણ મળે છે. આ આશ્રમમાં લગભગ 1000 રૂમ છે.

ગોવિંદ ઘાટ ગુરુદ્વારા – ઉતરાખંડ :

ગોવિંદઘાટ ગુરુદ્વારા ઉતરાખંડના ચમોલી જીલ્લામાં અલકનંદા નદી પાસે સ્થિત છે. ત્યાં આવનાર ટુરિસ્ટ, ટ્રેકર્સ અને શ્રધ્ધાળુઓ ત્યાં ફ્રીમાં રહી શકે છે.

ન્યિંગમાપા મઠ – હિમાચલ પ્રદેશ :

ન્યિંગમાપા મઠ હિમાચલ શહેરના રેવલ્સર ગામ પાસે સ્થિત છે. ત્યાં એ માથમાં રહેવાનું ભાડું લગભગ 200-300 રૂપિયા છે.

તિબ્બતી બોદ્ધિસ્ટ મઠ – સારનાથ :

ઉતર પ્રદેશ સ્થિત એક ઐતિહાસિક મઠમાં એક રાત રોકાવવાનું ભાડું ફક્ત ૫૦ રૂપિયા છે. ત્યાં બુદ્ધ ભગવાનની એક મોતીબ પ્રતિમા આવેલ છે.

આ પણ વાંચો –

26 જુલાઈ 2022 રાશિફળ : ગણેશજીની અસીમ કૃપાથી આ 3 રાશિના જાતકોને દરેક કાર્યમાં મળશે સફળતા

26 July 2022 Horoscope Gujarat Guardian

મેષ :
માનસિક ઉગ્રતા રહે, આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સુખ શાંતિનું પ્રમાણ વધતું જણાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. નવા રોકાણો ફાયદા કારક સાબિત થાય. આદ્યાત્મિકતા વધતી જણાય. આરોગ્ય જળવાય.

વૃષભ :
માનસિક સ્વાસ્થતા જળવાય. આવકમાં વધારો થાય. નાનાભાઇ બહેન સાથે પ્રેમ ભાવ વધે. પરિવારમાં આનંદ. ભાગ્યનો સાથ મળતો જણાય. નોકરીમાં શાંતિ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે.

‌મિથુન :
આત્મવિશ્વાસ વધવાને કારણે તમામ ક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્વભાવમાં ગુસ્સો અને આનંદનું મિશ્રણ જોવા મળે. નાણાંકીય વ્યવહારો ફાયદા કારક સાબિત થાય. ટેલીફોન, મોબાઇલ, કોમ્પ્યુટર ક્ષેત્રથી વિશેષ લાભ.
કર્ક :
માનસિક આનંદ જળવાય. નાણાંની  આવક ઘટે. આકસ્મિક ખર્ચનો સામનો કરવો પડે. કુટુંબમાં સ્નેહનું વાતાવરણ રહે. શેરબજારથી લાભ. રોકાણો દ્વારા ફાયદો થતો જણાય. ભાગ્યનો સાથ મળે. આરોગ્ય સારૂં રહેશે.

સિંહ :
સત્ય બોલવાને કારણે અપ્રિય થવાય. સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક પાસુ મજબૂત બને. પરિવારના સભ્યો વચ્ચે લાગણીનું પ્રમાણ વધે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. માફકસરનો ખર્ચ રહે.

કન્યા :
વાણી ઉપરનો કાબુ વધે. સ્વાર્થવૃત્તિ વધતી જણાય. નાણાંકીય બાબતોમાં ગણત્રીપૂર્વક આયોજન કરી શકાય. માતાની તબિયત સાચવવી. ટ્રાવેલીંગ, વીમો, હોટલના કામકાજમાં સફળતા મળે. માથાનો દુઃખાવો અનુભવાય.

તુલા :
ભાગ્યનો સાથ મળતાં કાર્યક્ષેત્રે, સફળતા મળતી જણાય. પરિણામે આવક વધતાં આનંદનો અનુભવ થાય. ધાર્મિક યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. ઠંડાપીણા, આઇસક્રીમ, સ્ત્રી શણગારના ધંધામાં લાભ મળતો જણાય.

વૃશ્ચ‌િ‍ક :
મોજશોખમાં ખર્ચ વધવાની શક્યતા છે. વ્યસનમાં ફસાવાય નહીં તેનું ધ્યાન રાખવું. આવક બાબતે જૈસે થે ની સ્થિતિ અનુભવાય. સંતાન સાથે મતભેદ ટાળવા. સ્નાયુઓ તથા જ્ઞાનતંતુના રોગોથી સાચવવું.

ધન :
દિવસ દરમ્યાન ઉશ્કેરાટ વધે તથા માનસિક અસ્થિરતા અનુભવાય. આવક જળવાશે. મશીનરી, એસ્ટેટ, વિજળીના સામાન, સંદેશ વ્યવહારને લગતા ધંધામાં વધુ લાભ. ખભાનો દુઃખાવો તથા તાવનો ઉપદ્રવ રહે.

મકર :
માનસિક સ્વસ્થતા તથા આત્મવિશ્વાસ ઘટે. ખર્ચનું પ્રમાણ વધે. માતૃપક્ષ તરફથી લાભ. ભાગ્યનો સાથ મળતો જણાતો નથી. સફળતા મળે સંઘર્ષ વધુ કરવો પડે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાશે. માથાનો દુઃખાવો રહે.

કુંભ :
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. ભાઇ-બહેન સાથે ગુસ્સાનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનોની પ્રગતિથી આનંદ. વિદ્યાર્થીમિત્રોને સફળતા. ખોટી સોબતથી સાવધાની જરૂરી.

મીન :
આત્મવિશ્વાસ વધતો જણાય. પોતે સાચા અને બીજા ખોટા એવી ભાવના પેદા થાય. પરિવારના સભ્યો સાથે લાગણીનું પ્રમાણ વધે. માતૃસુખ વધે. સ્ત્રી વર્ગ તરફથી લાભ. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

આ પણ વાંચો –

સવારે નાસ્તામાં બ્રેડ ખાવાની આદત હોય તો આ જાણી લેજો, નહીં તો ડોક્ટર પણ અધ્ધર કરી દેશે હાથ

If you have a habit of eating

  • ઘણાં લોકોને સવારે નાસ્તામાં બ્રેડ ખાવાની આદત હોય છે. શું તમે પણ સવારે નાસ્તામાં બ્રેડ ખાવાનું પસંદ કરો છો? જો તમારો જવાબ હાં છે તો તમારે આ સમાચાર તમારા માટે ખુબ જ મહત્ત્વના છે. એકવાર બધુ કામ છોડીને તમારે આ આર્ટિકલ વાંચવાની જરૂર છે…

મોટાભાગના લોકોને સવારના નાસ્તામાં બ્રેડ ખાવાની (Eat bread) ટેવ હોય છે. પરંતુ સવારનો નાસ્તો હેલ્ધી હોવો પણ જરૂરી છે. સેન્ડવિચ, બ્રેડ-બટર, બ્રેડ-જામ જેવો નાસ્તો સ્વાસ્થ્ય (Health) માટે નુકસાનકારક છે. કારણ કે બ્રેડમાં ગ્લૂટનની માત્રા વધારે હોય છે. આ ગ્લૂટન સ્વાસ્થ્ય માટે ખરાબ છે.

બ્રેડ જેમને ખૂબ ભાવતી હોય તેના માટે જાણવું પણ જરૂરી છે કે કેવી બ્રેડ ખાવી અને બ્રેડ ખાવાથી શું નુકસાન થઈ શકે છે.  બ્રેડ મેંદો, મીઠું, ઓટ્સ, દૂધ, ઈસ્ટ વગેરેથી બનાવવામાં આવે છે. તેનો સ્વાદ વધારવા માટે તેમાં અન્ય વસ્તુઓ પણ ઉમેરવામાં આવે છે. બજારમાં વાઈટ, બ્રાઉન, મલ્ટીગ્રેન જેવી વિવિધ પ્રકારની બ્રેડ મળે છે.

1- મીઠાનું પ્રમાણ વધુ :
બ્રેડમાં મીઠાનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેનાથી શરીરમાં સોડિયમના સંતુલન પર અસર પડે છે. તમે ઘરે બ્રેડ બનાવી શકો છો તેનાથી મીઠાનું પ્રમાણ સંતુલિત રહેશે.

2- વજન વધશે :
બ્રેડ નિયમિત રીતે ખાવાથી બચવું જોઈએ. કારણ કે તેમાં નમક, ખાંડ અને પ્રીઝરવેટીવ હોય છે જે વજન વધારી શકે છે.

3- બ્રેડ ગ્લૂટનથી ભરપૂર :
ગ્લૂટન એવો પદાર્થ છે જે ખાદ્ય પદાર્થને ચીકણા બનાવે છે. જે લોકોને બીપી હોય છે તેમણે આવા ખોરાકથી દૂર રહેવું જોઈએ. બ્રેડમાં કાર્બોહાઈડ્રેટ પણ હોય છે. વાઈટ બ્રેડ ખાવાથી ડાયાબિટીસ પણ વધી શકે છે.

4- સફેદ બ્રેડ :
વાઈટ બ્રેડ મેંદામાંથી બને છે. વાઈટ બ્રેડમાં વધારે ફેટ હોય છે. જો તમે વધારે પ્રમાણમાં ખાશો તો તમારું વજન વધશે તે ચોક્કસ છે. તેમાં વધારે માત્રામાં કાર્બોહાઈડ્રેડ, સોડિયમ અને ગ્લૂટેન હોય છે જેનાથી શરીરમાં કેટલીય બિમારીઓ આવી શકે છે. તેને ખાધા બાદ બ્લડ સુગર લેવલ ઝડપથી વધે છે અને થોડા સમય બાદ એકદમ નીચે આવી જાય છે. જેથી બોડીમાં એનર્જી લેવલ ઘટી જાય છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ, ધજા ચઢાવવા ગયેલા શ્રદ્ધાળુઓની વચ્ચે ઘૂસ્યા બે આખલા. અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત.

આ બ્રેડ બને ત્યારે લોટમાંથી ફાઈબર અને અન્ય પોષક તત્વ ખતમ થઈ જાય છે. તેમાં માત્ર સ્ટાર્ચ વધે છે એટલે કે વાઈટ બ્રેડ ખાવાથી પોષણ મળતું નથી. વાઈટ બ્રેડ ખાતા હોય તો તેની સાથે ફ્રૂટ, સલાડ કે ઈંડા ખાવા જોઈએ. જેથી નાસ્તામાં પોષણનું પ્રમાણ જળવાઈ રહે.

5- હોલવ્હીટ બ્રેડ :
આ બ્રેડ ઘઉંના લોટમાંથી બને છે. તેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. તેની એક સ્લાઈસમાં 2-3 ગ્રામ ફાઈબર હોય છે. તે પાચન અને પોષણ બરાબર માત્રામાં પૂરું પાડે છે. જો કે બ્રેડ ખરીદતી વખતે તેની એક્સપાઈરી ડેટ પણ જાણવી જરૂરી છે.

આ પણ વાંચો –

આફ્રિકામાં બે ગુજરાતી ભાઈઓ પર હુમલો, નીગ્રો લૂંટારુઓએ એક ભાઈને ગોળીથી વીંધી નાંખ્યો

Attack on two Gujarati brothers in Africa

  • મોટી સંખ્યામાં ગુજરાતી યુવાનો રોજગારી માટે આફ્રિકાના દેશોમાં સ્થાયી થયા છે. પરંતું લૂંટના ઇરાદે ભારતીય યુવાનો સમયાંતરે સ્થાનિકો ટોળકીઓનો શિકાર બને છે, વધુ એક યુવકનું હુમલામાં મોત.

ભરૂચ (Bharuch) જિલ્લાના બે સાગા ભાઈઓ ઉપર દક્ષિણ આફ્રિકાના (South Africa) ઝામ્બિયામાં (Zambia) ફાયરિંગની ઘટના સામે આવી છે. ગોળીબારમાં બે પૈકી એક યુવાનનું મોત નિપજ્યું છે. હુમલાનો ભોગ બનેલા બે ભાઈઓ ભરૂચના ટંકારીયા (Tankaria) ગામના વતની છે. ગત રાતે બનેલી ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હુમલો લૂંટના ઇરાદે કરાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

જોકે હુમલાની ઘટનાના અહેવાલો બાદ ભરૂચ જિલ્લાના ટંકારિયામાં રહેતા યુવાનોના પરિવારમાં ગમગીની ફેલાઈ છે. ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં યુવાનો આફ્રિકાના દેશોમાં રોજગારી માટે વસ્યા છે, જેમના પરિવારો પણ પોતાના સ્વજનોની સુરક્ષાને લઈ ચિંતામાં મૂકાયા છે.

ઘટનાની મળતી માહિતી મુજબ, આફ્રિકાના ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમીના અંતરે કાબવે ટાઉન આવેલું છે. ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા રોજગાર અર્થે કાબવેમાં જઈને વસ્યા છે. બંને યુવાનો ટાઉનમાં ગ્રોસરી શોપ ચલાવતા હતા. બંને યુવાનો રાતે ઘરે સુતા હતા ત્યારે નીગ્રો લૂંટારુઓ તેમના ઘરમાં ઘુસ્યા હતા. રાતે 3 થી 4 ના અરસામાં લૂંટારુઓની હલચલને કારણે ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા જાગી જતા તે તપાસ માટે  ઉઠ્યો હતો. અચાનક લૂંટારુઓની સામે આવી જતા ગભરાયેલા લૂંટારુએ સીધી ફાયરિંગ કરી દીધું હતું.

જુઓ સંપુર્ણ વિડિયો :- યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ, ધજા ચઢાવવા ગયેલા શ્રદ્ધાળુઓની વચ્ચે ઘૂસ્યા બે આખલા. અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત. 

ઘટનામાં ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા ત્યાં જ ઢળી પડ્યો હતો. ત્યારે ગોળીનો અવાજ સાંભળીને અજમદ સફાળો જાગી ગયો હતો. તે તરત ઉઠ્યો હતો, તેણએ આવીને જોયુ તો ભાઈ નીચે જમીન પર પડ્યો હતો. તે તરત ભાઈની મદદે દોડતો આવ્યો, તો તેને પણ ગોળી મારવામાં આવી હતી. અજમદના હાથના ભાગે વાગતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ, ધજા ચઢાવવા ગયેલા શ્રદ્ધાળુઓની વચ્ચે ઘૂસ્યા બે આખલા.અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત. 

બે સગા ભાઈઓ ઉપર ગોળીબારની ઘટના અને એકનું મોત નિજપતા કાબવેમાં રહેતા ગુજરાતીઓ કરકરિયા બંધુઓ પાસે દોડી ગયા હતા. ઇમરાન ઈબ્રાહીમ કરકરિયાની અંતિમવિધિ કાબવેમાં જ કરવામાં આવશે. તો આ ઘટનાથી ભરૂચના ટંકારીયા ગામે કરકરિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બે સાગા ભાઈઓ ઉપર હુમલો અને એકના મોતના પગલે નિવૃત્ત એસટી કર્મચારી પિતા ઈબ્રાહીમ કરકરિયા અને તેમનો પરિવાર શોકમગ્ન બન્યો છે.

ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં ગુજરાતી યુવાનો રોજગારી માટે આફ્રિકાના દેશોમાં સ્થાયી થયા છે. પરંતું લૂંટના ઇરાદે ભારતીય યુવાનો સમયાંતરે સ્થાનિકો ટોળકીઓનો શિકાર બને છે. ત્યારે સ્વજનોની ચિંતાને લઈ ગુજરાતમાં રહેતા પરિવારો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

આ પણ વાંચો –

 

ફરી એકવાર આ તારીખે ગુજરાત આવશે કેજરીવાલ – જનતાને આપી શકે છે વધુ એક ગેરંટી !

0

Once again, Kejriwal will come to Gujarat

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક દેખાતાં તમામ રાજકીય પાર્ટીના નેતાઓના આટાફેરા વધી ગયાં છે. ત્યારે 21 તારીખે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાની ફ્રી વીજળીની જાહેરાત કરી છે ત્યારે ફરી  એક વખત ગુજરાતની મુલાકાતે આવશે.

રાજ્યમાં આગામી સમયમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections) યોજાવા જઈ રહી છે. તેમ-તેમ તમામ રાજકીય પક્ષો પોતપોતાની રીતે ચૂંટણીની તડામાડ તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે આ દરમિયાન ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મોંઘવારી મુદ્દે આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ ભાજપ (BJP)ને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે તાજેતરમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

તેમણે ફ્રી વીજળી સહિતના વચનો આપ્યા હતા. ત્યારે હવે ફરી એક વખત તેવો ૨૬ જુલાઈએ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપી શકે છે.

ગુજરાતને વધુ એક ગેરંટી આપશે કેજરીવાલ :

દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી એક વાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ૨૬ જુલાઈના રોજ અરવિંદ કેજરીવાલ સોમનાથની મુલાકાત લેશે અને જયા અરવિંદ કેજરીવાલ દાદા સોમનાથના પૂજા-અર્ચના કરી દર્શનનો લાભ લેશે. ત્યાર પછી સોમનાથમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભાને સંબોધશે. આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇને ગુજરાતની જનતાને વધુ એક ગેરંટી આપશે.

કેજરીવાલે ફ્રી વીજળીની કરી હતી જાહેરાત :

અરવિંદ કેજરીવાલે કહ્યું, હું ગુજરાતમાં પ્રથમ ગેરંટી તરીકે મફત વીજળીનું વચન આપું છું. કેજરીવાલે કહ્યું, ભાજપે કહ્યું હતું કે, 15 લાખ આપશે. પછી કહ્યું કે તે ચૂંટણીનો ખેલ છે. તેઓ કહે છે, પરંતુ અમે ગેરંટી આપીએ છીએ. જો અમે કામ નહીં કરીએ, તો આગલી વખતે મત આપશો નહીં.

કેજરીવાલે કહ્યું, અમે દિલ્હી અને પંજાબમાં વીજળીને લઈને ત્રણ કામ કર્યા. ગુજરાતમાં પણ આવું જ કરશે. કેજરીવાલે કહ્યું હતું કે,  સરકાર બન્યાના ત્રણ મહિના પછી દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી મળશે અને 24 કલાક વીજળી મળશે અને મફતમાં વીજળી મળશે. પાવર કટ થશે નહીં. 31 ડિસેમ્બર, 2021 સુધીના જૂના ઘરેલું બિલ માફ કરવામાં આવશે.

આ પણ વાંચો –

 

પુત્રીના ગેરકાયદે બારથી દસ જ કિમી દુર સ્મૃતિ ઈરાનીનુ વૈભવી મકાન પણ છે, કોંગ્રેસનો વધુ એક સ્ફોટક આરોપ

0

Smriti Irani’s luxury house

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગોવામાં બાર ચલાવવા માટે ગેરકાયદેસર રીતે લાઈસન્સ લેવાનો આરોપ મુકયા બાદ કોંગ્રેસે નવો આક્ષેપ કર્યો છે.

કોંગ્રેસનો દાવો છે કે, સ્મૃતિ ઈરાનીની (Smriti Irani) પુત્રી જે બાર ચલાવે છે તેનાથી દસ જ કિલોમીટર દુર સ્મૃતિ ઈરાનીના નામે એક આલીશાન મકાન (A magnificent building) છે.આ દાવાના સમર્થનમાં કોંગ્રેસે બે તસવીરો શેર કરી છે. જેમાં એક મકાન પર જુબિન ઈરાની (Jubin Irani) નામ વાંચી શકાય છે.બીજી તસવીરમાં 65 લાખ રુપિયા લખવામાં આવ્યા છે.

કોંગ્રેસે વધુ એક દાવો કરતા કહ્યુ છે કે, સ્મૃતિ ઈરાનીની પુત્રીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલિટ કરી નાંખ્યુ છે. આ એકાઉન્ટ પર ગોવાના બારની ઘણી તસવીરો હતી.

જોકે સ્મૃતિ ઈરાની પહેલા જ આરોપોને ફગાવી ચુકયા છે અને કહી ચુકયા છે કે કોંગ્રેસ જે સિલી સોલ્સ નામના બાર કમ કેફેની વાત કરે છે તેની મારી પુત્રી માલિક પણ નથી અને સંચાલક પણ નથી.હું આ આક્ષેપ બદલ કોંગ્રેસ પ્રવક્તાઓને કોર્ટમાં ઘસડી જવાની છું.

આજે કોંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રેમ શુક્લા દ્વારા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી પર અભદ્ર ટિપ્પણી એક ટીવી ચેનલની ડિબેટમાં કરવામાં આવી હતી.

આ પણ વાંચો –

વડોદરાની વિશ્વવિખ્યાત યુનિ. બની દારૂ પીવાનો અડ્ડો, વિદ્યાર્થીઓ માણી રહ્યા હતા મહેફિલ

The world famous University

  • વડોદરામાં આવેલી એમ એસ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત છે. આ યુનિવર્સિટીમાં ફરી એકવાર શર્મસાર કિસ્સો સામે આવ્યો છે. આ યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલમાં દારૂની મહેફીલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા છે.

ગુજરાતમાં દારૂબંધીના (Prohibition of alcohol) દાવો ફરી એકવાર પોકળ સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ (Contamination of drugs) દિવસેને દિવસે વધી રહ્યું છે જેને પગલે યુવાનોને આ દૂષણથી બચાવવા સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ યુવાનો દારુની લત મુકી રહ્યા નથી. આવું અમે નથી કહી રહ્યા.. પરંતુ વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં (MS University) બનેલી ઘટના ચાડી ખાઈ રહી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં એવું લાગે છે કે અંદરખાને જ નહીં, છૂટથી ગમે ત્યાં જેટલો જોઈએ તેટલો દારુ મળે છે અને પીવાય પણ છે.

વડોદરા MSU ની હોસ્ટેલમાં શું બની હતી ઘટના ?

વડોદરામાં આવેલી એમ એસ યુનિવર્સિટી વિશ્વવિખ્યાત છે. આ યુનિવર્સિટીમાં ફરી એકવાર શર્મસાર કિસ્સો સામે આવ્યો છે. આ યુનિવર્સિટીની બોઇઝ હોસ્ટેલમાં દારૂની મહેફીલ માણતા વિદ્યાર્થીઓ ઝડપાયા છે, જેણા કારણે શિક્ષણ જગતને આંચકો લાગ્યો છે. એલ.બી.એસ બોયઝ હોસ્ટેલમાં રૂમ નંબર 14માં બે વિદ્યાર્થીઓ દારૂની મહેફીલ માની રહ્યા હતા. ત્યારે બાતમીના આધારે યુનિ. વિજિલન્સ ટીમે ગઈકાલે રાત્રે 1 વાગે રૂમમાં રેડ પાડી હતી. જેમાં બોઇઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા છે. જેને લઇને પોલીસે આ બન્ને વિદ્યાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ, ધજા ચઢાવવા ગયેલા શ્રદ્ધાળુઓની વચ્ચે ઘૂસ્યા બે આખલા. અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત. 

બન્ને વિદ્યાર્થીઓને પોલીસે અટકાયત કરી :

પોલીસ દ્વારા તપાસ કરતા આ રૂમ નંબરમાં આદર્શસિંગ અને વિજય મેરોઠા નામના બે વિદ્યાર્થીઓ દારૂના નશામાં ચુર હાલતમાં જોવા મળ્યા હતા. પછી પોલીસ દ્વારા બન્ને વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમના વિરૂધ્ધ પ્રોહિબીશન હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે રેડ પાડી ત્યારે બન્ને વિદ્યાર્થીઓ ચાલી શકે તેવી હાલતમાં પણ ન હતા.

બાતમીના આધારે વિજિલન્સની ટીમે રેડ પાડી :

વડોદરામાં આવેલી એમ એસ યુનિવર્સિટીમાં LLB માં લો અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ દારૂ પીતા રંગેહાથ ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. યુનિ. વિજિલન્સની ટીમ બંને વિદ્યાથીઓને સયાજીગંજ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસે બંને વિદ્યાર્થીઓ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી અટકાયત પણ કરી છે. હવે આ ઘટનાના પગલા સમગ્ર વડોદરા શહેરમાં પડ્યો છે. યુનિ.માં વિદ્યાર્થીઓ દારૂ લઈને કેવી રીતે આવ્યા તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે. યુનિ. સિક્યોરિટી કે હોસ્ટેલના વોર્ડન શું કરે છે તે પણ સવાલ લોકોના મનમાં ફરી રહ્યો છે.

આ ઘટનાને પગલે સરકાર અને વડોદરા પોલીસના દારૂબંધીનો ચુસ્ત અમલ થતો હોવાનો દાવો પોકળ સાબિત થયો છે.

આ પણ વાંચો –

પુણે નજીક તાલીમાર્થી વિમાન ખેતરમાં ક્રેશ થયું, 22 વર્ષની મહિલા પાયલટ ઈજાગ્રસ્ત 

0

Trainee plane crashes

  • પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કડબનવાડી ગામમાં સવારે 11.30 વાગ્યે એક તાલીમાર્થી વિમાન ખેતરમાં ક્રેશ થયું, 22 વર્ષની મહિલા પાયલટ ઘાયલ.

ભારતીય વાયુસેનાનું (Indian Air Force) એક ટ્રેનર એરક્રાફ્ટ મહારાષ્ટ્રના (Aircraft Maharashtra) પુણે જિલ્લાના ઈન્દાપુર તાલુકાના કદબનબારી ખાતે ક્રેશ થયું છે. આ અકસ્માતમાં મહિલા પાઈલટને (A female pilot) સામાન્ય ઈજા થઈ હતી. પ્રાથમિક તપાસમાં ટેકનિકલ ખામીના (Technical fault) કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માત બાદ મહિલા પાયલોટને સ્થાનિક લોકોની મદદથી સારવાર આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મહિલા પાઈલટને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

ટ્રેનર એરક્રાફ્ટ વિમાને બારામતીથી ઉડાન ભરી હતી :

આ વિમાને આજે સવારે બારામતીથી ઉડાન ભરી હતી. આ દરમ્યાન વિમાન ઈન્દાપુર તાલુકાના કડબનવાડી વિસ્તારમાં પહોંચતાની સાથે જ ક્રેશ થઈ ગયું હતું. પ્લેન ક્રેશ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જોકે મળતી માહિતી મુજબ, પ્લેન કોઈ ટેકનિકલ ખામીના કારણે ક્રેશ થયું છે.

જુઓ સંપુર્ણ વિડિયો :- યાત્રાધામ દ્વારકામાં આખલાઓનું યુદ્ધ, ધજા ચઢાવવા ગયેલા શ્રદ્ધાળુઓની વચ્ચે ઘૂસ્યા બે આખલા. અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત.

સદનસીબે પ્લેનમાં બેઠેલી મહિલા પાયલટનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનામાં પ્લેનને ઘણું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક યુવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે પાયલટને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

બારામતીમાં પાયલોટને ટ્રેનિંગ અપાય છે  :

બારામતીમાં કાર્વર એવિએશન દ્વારા પાઈલટોને એરક્રાફ્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે. આજે સવારે એક ટ્રેઇની પાઇલટે બારામતીથી ઉડાન ભરી હતી, જેની ડ્રાઇવર મહિલા પાઇલટ હતો. વિમાન ઈન્દાપુર તાલુકાના કડબનવાડી વિસ્તારમાં લેન્ડ થયું હતું, પરંતુ કોઈ કારણસર પ્લેન અચાનક જમીનમાં અથડાયું હતું.

આ પણ વાંચો –

કેટરીના કેફ અને વિકી કૌશલને મળી જાનથી મારી નાખવાની ધમકી, પોલીસે FIR નોંધી શરૂ કરી તપાસ

Katrina Kaif and Vicky Kaushal

  • કેટરિના કૈફ અને વિકી કૌશલને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિકીએ આ અંગે પોલીસમાં FIR નોંધાવી છે.

બોલિવૂડ એક્ટર (Bollywood actor) વિકી કૌશલ (Vicky Kaushal) અને તેની પત્ની અને અભિનેત્રી કેટરીના કૈફને (Katrina Kaif) જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે વિકી કૌશલે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમાચાર આવી રહ્યા છે કે આદિત્ય રાજપૂત (Aditya Rajput) નામનો વ્યક્તિ લાંબા સમયથી કેટરીનાને સોશિયલ મીડિયા (Social media) પર સ્ટોક કરી રહ્યો હતો અને વિકી કૌશલે તે વ્યક્તિને સમજાવવાની કોશિશ કરી હતી, તેમ છતાં તે આવું કરતો રહ્યો અને અંતે વિકી કૌશલને આ પગલું ભરવાની ફરજ પડી છે.

વિકીએ આ અંગે સાંતા ક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિનું નામ સોશિયલ મીડિયા પર છે, પરંતુ તે તેનું અસલી નામ છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આથી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આ કેસ નોંધ્યો છે.ઉલ્લેખનીય છે કે, પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદથી સતત સેલિબ્રિટીઓને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે તમારી હાલત પણ મુસેવાલા જેવી કરી દેવાશે .ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી.

મહત્વનું છે કે, મુસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર ગોલ્ડી બ્રારે લીધી હતી અને સલમાનના કેસમાં પણ મુંબઈ પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી અને તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી હતી, પરંતુ તેણે સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, બાદમાં સત્ય બહાર આવ્યું કે ધમકી કોણે આપી હતી.

ઉલ્લેખની છે કે, કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને એક વર્ષ પણ થયું નથી. હાલમાં જ કેટરીનાએ લગ્ન પછી તેનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો, જ્યાં વિકી કૌશલનો ભાઈ સની કૌશલ અને કેટરીનાના કેટલાક મિત્રો હાજર હતા. તેના જન્મદિવસની ઉજવણીની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી.

આ પણ વાંચો –

ગુજરાતમાં વરસાદની સુનામી આવી, આગામી 48 કલાક ચેતીને રહેજો, આજથી વરસાદનું જોર વધશે

0

Tsunami of rain occurred in Gujarat

  • આગામી 48 કલાક ચેતીને રહેજો, રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે.3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી.

રાજ્યભરમાં વરસાદી માહોલ (Rainy weather) જામ્યો છે. ગુજરાતમાં જે રીતે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે, તે જોતા આસપાસ નદીઓ વહેતી હોય તેવુ જ લાગે છે. ગુજરાતમાં વરસાદની સુનામી (Tsunami of rain) આવી છે એવો માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 229 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. હજુ પણ 2 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લાં 24 કલાકમાં સૌથી વધુ વાપીમાં 7 ઇંચ મેઘ મહેર થઈ છે. આજે 16 જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.

નર્મદા ડેમની સપાટી વધી :

ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં 1.75 મીટરનો વધારો થયો છે. હાલ નર્મદા ડેમની જળસપાટી 125.79 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ 2 લાખ 92 હજાર ક્યુસેક પાણીની આવક છે. RBPH અને CHPHના તમામ પાવર હાઉસના યુનિટ શરૂ કરાયા છે. મધ્ય પ્રદેશના ઈન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના પણ તમામ દરવાજા ખોલી દેવાયા છે.

ગરવો ગિરનાર સોળે કળાએ ખીલ્યો :

રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ગરવો ગિરનાર સોળે કળા ખીલ્યો. આરાધના અને આસ્થાનું કેન્દ્ર ગણાતો ગરવો ગઢ ગિરનાર વાદળો વચ્ચે વિહરતો જોવા મળ્યો છે. તો ગીર સોમનાથમાં વરસાદ થતા જમજીર ધોધ જીવંત થયો છે. જમજીર ધોધના આહલાદક દ્રશ્યો સામે આવતા મોટીસંખ્યામાં પર્યટકો પણ ઉમટ્યા છે. આ તરફ અરવલ્લીના ભિલોડામાં આવેલો સુનસર ધોધ પણ જીવંત થતાં નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે. ધરતીમાતા મંદિર પાસે આવેલો સુનસર ધોધ વહેતો થતા પ્રવાસીઓ ઉમટ્યા છે અને પ્રવાસી ધોધમાં નહાવાની મજા માણી રહ્યા છે.

48 કલાક ભારે વરસાદની આગાહી  :

હવામાન વિભાગે એલર્ટ કરી દીધા છે કે, રાજ્યમાં આજથી વરસાદનું જોર વધશે. 3 દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.

  • પાટણ, મેહસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી
  • જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી
  • દ્વારકા, મોરબી, પોરબંદર, આણંદ, વલસાડ અને અમદાવાદમાં વરસાદની આગાહી

હવામાન ખાતાના અપડેટ અનુસાર, 26 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં સીઝનનો 60 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો –