Katrina Kaif and Vicky Kaushal
- કેટરિના કૈફ અને વિકી કૌશલને સોશિયલ મીડિયા દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિકીએ આ અંગે પોલીસમાં FIR નોંધાવી છે.
બોલિવૂડ એક્ટર (Bollywood actor) વિકી કૌશલ (Vicky Kaushal) અને તેની પત્ની અને અભિનેત્રી કેટરીના કૈફને (Katrina Kaif) જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ મામલે વિકી કૌશલે અજાણ્યા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સમાચાર આવી રહ્યા છે કે આદિત્ય રાજપૂત (Aditya Rajput) નામનો વ્યક્તિ લાંબા સમયથી કેટરીનાને સોશિયલ મીડિયા (Social media) પર સ્ટોક કરી રહ્યો હતો અને વિકી કૌશલે તે વ્યક્તિને સમજાવવાની કોશિશ કરી હતી, તેમ છતાં તે આવું કરતો રહ્યો અને અંતે વિકી કૌશલને આ પગલું ભરવાની ફરજ પડી છે.
વિકીએ આ અંગે સાંતા ક્રૂઝ પોલીસ સ્ટેશનમાં નોંધાવી FIR
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વ્યક્તિનું નામ સોશિયલ મીડિયા પર છે, પરંતુ તે તેનું અસલી નામ છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. આથી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આ કેસ નોંધ્યો છે.ઉલ્લેખનીય છે કે, પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદથી સતત સેલિબ્રિટીઓને મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે તમારી હાલત પણ મુસેવાલા જેવી કરી દેવાશે .ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી.
મહત્વનું છે કે, મુસેવાલાની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટર ગોલ્ડી બ્રારે લીધી હતી અને સલમાનના કેસમાં પણ મુંબઈ પોલીસની ટીમ દિલ્હી પહોંચી હતી અને તિહાર જેલમાં બંધ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરી હતી, પરંતુ તેણે સલમાનને મારી નાખવાની ધમકી આપી હતી. જોકે, બાદમાં સત્ય બહાર આવ્યું કે ધમકી કોણે આપી હતી.
ઉલ્લેખની છે કે, કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને એક વર્ષ પણ થયું નથી. હાલમાં જ કેટરીનાએ લગ્ન પછી તેનો પહેલો જન્મદિવસ ઉજવ્યો હતો, જ્યાં વિકી કૌશલનો ભાઈ સની કૌશલ અને કેટરીનાના કેટલાક મિત્રો હાજર હતા. તેના જન્મદિવસની ઉજવણીની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી.
આ પણ વાંચો –