Home Blog Page 1364

ગુજરાતમાં નહી રહે પીવાના પાણીની સમસ્યા ! જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

0

There will be no problem

  • ગુજરાતમાં આ વખતે ઉનાળો કપરો નહી રહે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે કારણ કે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

આ વખતે ગુજરાતમાં વરસાદી માહોલ (Rainy weather) જામ્યો છે.  દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત મેઘો ધોધમાર વરસ્યો છે. નાના મોટા જળાશયો તથા ચેકડેમો (checkdemo) પણ વરસાદી પાણીછી છલોછલ થઇ ગયા છે. નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. જે જોતા કહી શકાય કે આગામી સમયમાં એટલેકે ઉનાળામાં પીવાના પાણીની કોઇ અછત સર્જાશે નહી. તો બીજી તરફ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ (Narmada Dam) પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં :

આ વખતે મેઘરાજા મહેરબાન થતા ગુજરાતની ધરતીની તરસ છીપાવનાર નર્મદા ડેમમાં ભરપૂર પાણીની આવક થવા પામી છે.પરિણામે હાલ ડેમની જળસપાટી 132.17 મીટરે પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક સપાટી 138.68 મીટર છે. એટલે કે ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 6.51 મીટરની જ દૂરી છે. એક જ દિવસમાં નર્મદા ડેમની સપાટી 42 સેન્ટિમીટર વધી જેને કારણે રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસ ચાલુ કરાયા છે. મહત્વનું છે કે   આ પહેલા 2020માં નર્મદા ડેમ સંપૂર્ણ  ભરાયો હતો જ્યારે ગત વર્ષે ડેમની સપાટી 135 મીટરે પહોંચી હતી.

રાજ્યના 34 ડેમ 100 ટકા ભરાયા :

ગુજરાતમાં આજે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યાર સુધી રાજ્યમાં સિઝનનો 70 ટકા વરસાદ નોંધાયો. રાજ્યના 206માંથી 34 ડેમ ઓવરફ્લો થયા. આ ડેમો છલોછલ એટલે કે 100 ટકા ભરાયા છે.  સૌરાષ્ટ્રના 13, કચ્છના 13, દક્ષિણ ગુજરાતના 7 જ્યારે મધ્ય ગુજરાતનો એક ડેમ ઓવરફ્લો થયો.

આ પણ વાંચો :-

 

પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા આજથી તલાટીઓ અચોક્કસ મુદ્દતની હડતાલ પર

0

Unresolved pending issues

  • તલાટી મહામંડળ દ્વારા હડતાલથી રાજ્યભરની પંચાયત સેવાઓની કામગીરી ખોરવાશે.

તલાટીઓ (Gujarat Talati) દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં અચોક્કસ મુદતની ચીમકી આપવામાં આવી હતી.  રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા તે સમયે પ્રશ્નોના નિકાલની બાંહેધરી આપવામા આવી હતી.  જેથી ‘અચ્છે દિન’ની આશામાં તલાટી મહામંડળે જેતે સમયે હડતાલ મોકુફ (Strike suspended) રાખી હતી.  આ વાતને આજે નવ મહિના જેટલો સમય થઇ ચૂક્યો  હોવા છતાં પણ તેમના પ્રશ્નો ઠેરના ઠેર રહ્યા છે. જેના પડતર પ્રશ્નો મુદ્દે આજથી તલાટી મંડળે લડી લેવાનો નિર્ણય કર્યો છે. આજથી તેઓ હડતાળ ઉપર છે. તલાટી મહામંડળ દ્વારા તલાટીઓની હડતાલથી રાજ્યભરની પંચાયત સેવાઓની કામગીરી ખોરવાશે.

તલાટીઓના પ્રશ્નો નીચે પ્રમાણે છે :

મુખ્ય પાંચ પ્રશ્ને લડત ચલાવી રહ્યા છે. આ મામલે અનેક વખત સરકારમાં રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ પ્રશ્નનો નિવેડો આવ્યો નથી. જેના કારણે સમગ્ર રાજ્યના તલાટીઓમાં નારાજગી છે. પડતર પ્રશ્નનો નિવેડો નહિ આવતા તલાટી મહામંડળ દ્વારા તલાટીઓની હડતાલથી રાજ્યભરની પંચાયત સેવાઓની કામગીરી ખોરવાશે.

૧- સન ૨૦૦૪-૦૫ ભરતીના તલાટી કમ મંત્રીની પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી સળંગ કરવા

૨- સર્કલ ઇન્સપેક્ટર- વર્ગ-૩ની જગ્યાઓની વિસ્તરણ અધિકારી પંચાયત, વર્ગમાં અપડેટ કરવામાં આવતા ૨૦૧૬ ત્યારબાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતિય ઉચ્ચત્તર પગાર ધોરણ મંજુર કરવા બાબત તથા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ લેવા માટે પરિક્ષા રદ્દ કરવા બાબત.

૩-રેવન્યુ (મહેસુલી) તલાટીને પંચાયત લતાટી મંત્રીમાં મર્જ કરવા બાબત અથવા તો જોબચાર્ટ અલગ કરવા.

૪- ૧ જાન્યુઆરી ૨૦૧૬ બાદ મળવા પાત્ર પ્રથમ દ્વિતિય પગાર ધોરણ પરિક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખથી મંજુર કરવા બાબત.

૫- પંચાયત વિભાગ સિવાયની અન્ય વિભાગની વધારાની કામગીરી તલાટીમંત્રીને નહિ સોંપવા અંગે અને વધારાનું ખાસ ભથ્થુ આપવા બાબત.

રાજ્ય તલાટી મહામંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે ૨ ઓગષ્ટથી સમગ્ર રાજ્યના તલાટીઓને કરવાનો નિર્ણય લેવાયો છે કે, ડિઝાસ્ટર અને હર ઘર તિરંગા જેવા રાષ્ટ્રિય પર્વની કામગીરી કરવામાં આવશે. પરંતુ તે સિવાયની ૨૨ જેટલી કામગીરીઓ ઠપ થઇ જશે.

ઉલ્લેખનીય છેકે, તલાટીઓની હડતાલથી આવકના દાખલા, ક્રિમિલેયર સર્ટિફિકેટ, જન્મમરણ નોંધણી પ્રમાણપત્ર, સહિત વિવિધ ૨૨ કામગીરીઓ ઠપ થઇ જશે. કોવિડને લગતી ઇમરજન્સી કામગીરી પણ આ સમયગાળા દરમિયાન તલાટીઓ દુર રહેશે.

આ પણ વાંચો :

કાબુલના આ ઘરમાં અમેરિકાએ કર્યો અલ ઝવાહિરીનો અંત ! સામે આવ્યો આ વીડિયો

America ended Al Zawahiri

  • અલ ઝવાહિરીનો જન્મ 19 જૂન 1957 ના રોજ મિશ્રના એક પરિવારમાં થયો હતો. સર્જન અલ ઝવાહિરી અરબી અને ફ્રેંચ ભાષા જાણતો હતો. ઝવાહિરીએ ઇજિપ્તિયન ઇસ્લામિક જિહાદ એટલે કે EIJ ની રચના કરી હતી. 1970 ના દાયકામાં ઇજિપ્તમાં સેક્યુલર શાસનનો વિરોધ કરવા માટે એક ઉગ્રવાદી સંગઠન હતું.

અમેરિકાએ આતંકવાદી સંગઠન (terrorist organization) અલ કાયદાના મુખિયા ઝવાહિરીને (Zawahiri) ઠાર માર્યાનો દાવો કર્યો છે. અમેરિકી અધિકારીઓના અનુસાર ઝવાહિરી અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં 31 જુલાઇના રોજ ડ્રોન સ્ટ્રાઇકમાં (Drone strike) મોતને ભેટ્યો હતો. રાત્રે લગભગ 10 વાગે આ હુમલો થયો હતો. અલ ઝવાહિરીને મોતને ઘાટ ઉતારવો અમેરિકા માટે મોટી સફળતા છે.

આ દરમિયાન સોશિયલ મીડિયા પર ઝવાહિરીના ઘરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝવાહિરી હુમલાના સમયે તેના ઘરમાં હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઝવાહિરી આ ઘરમાં રહેતો હતો. કાબુલના શેરપુર વિસ્તારમાં સ્થિત આ ઘર ઝવાહિરીનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિસ્તાર ગાઢ વસ્તીવાળો છે. ઘરણામાં ઘણા માળ છે.

કોણ હતો અલ ઝવાહિરી?

અલ ઝવાહિરીનો જન્મ 19 જૂન 1957 ના રોજ મિશ્રના એક પરિવારમાં થયો હતો. સર્જન અલ ઝવાહિરી અરબી અને ફ્રેંચ ભાષા જાણતો હતો. ઝવાહિરીએ ઇજિપ્તિયન ઇસ્લામિક જિહાદ એટલે કે EIJ ની રચના કરી હતી. 1970 ના દાયકામાં ઇજિપ્તમાં સેક્યુલર શાસનનો વિરોધ કરવા માટે એક ઉગ્રવાદી સંગઠન હતું. ઝવાહિરી અહીંયા ઇસ્લામિક હુકૂમત કાયમ રાખવા માંગતો હતો.

અલ ઝવાહિરીની ઓસામા બિન લાદેન સાથે મુલાકાત સાઉદી અરબમાં થઇ હતી. લાદેન 1985 માં અલ કાયદાને પ્રોત્સાહન આપવા માટેપાકિસ્તાના પેશાવરમાં ગયો હતો. આ દરમિયાન અલ ઝવાહિરી પણ પેશાવરમાં જ હતો અહીંથી બંને આતંકવાદીઓ વચ્ચે સંબંધ મજબૂત થવા લાગ્યા.

ઇજિપ્તના ડોક્ટર અને સર્જન અલ ઝવાહિરીએ અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2011 ના હુમલામાં ચાર વિમાનોને હાઇજેક કરવામાં મદદ કરી હતી. તેમાંથી 2 વિમાન વર્લ્ડ ટ્રેંડ સેન્ટરના બંને ટાવર્સ સાથે ટકરાવવામાં આવ્યા હતા. ત્રીજું વિમાન અમેરિકી રક્ષા મંત્રાલય પેંટાગન સાથે ટકરાયું હતું. ચોથું વિમાન શેંકવિલેમાં એક ખેતરમાં ક્રેશ થયું હતું. આતંકવાદની આ સૌથી મોટી ઘટનામાં ત્રણ હજાર લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો –

શિવસેના નેતા સંજય રાઉતને ચાર દિવસની જેલ, કોર્ટે 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલ્યાં

0

Shiv Sena leader Sanjay Raut

  • શિવસેના નેતા સંજય રાઉતને એક મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ કોર્ટે સંજય રાઉતને 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપ્યો છે.

મુંબઈના (Mumbai) પાત્ર ચોલ જમીન કૌભાંડમાં (Chola land scam) શિવસેના નેતાને કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મુંબઈ કોર્ટે ઈડીની વિનંતીને આધારે શિવસેના નેતા સંજય રાઉતને (Leader Sanjay Raut) 4 ઓગસ્ટ સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ આપ્યો છે.

8 દિવસની કસ્ટડીની ઈડીની માગ ફગાવી કોર્ટે :

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મની લોન્ડરિંગ કેસમાં આજે સંજય રાઉતને મુંબઇની પીએમએલએ કોર્ટમાં રજૂ કર્યાં હતા અને તેમની 8 દિવસની કસ્ટડી માગી હતી. જોકે કોર્ટે તેમની આઠ દિવસની કસ્ટડીની ઈડીની માગ ફગાવી દઈને ફક્ત ચાર દિવસની કસ્ટડી મંજૂર કરી હતી.

સંજય રાઉત પર પાત્રા ચાલી કૌભાંડમાં સંડોવણીનો આરોપ  :

શિવસેના સાંસદ સંજય રાઉત પર પાત્રા ચાલી કૌભાંડ કેસમાં કથિત અનિયમિતતાનો આરોપ લાગ્યો છે. સંજય રાઉતના રિમાન્ડ પર કોર્ટમાં લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. રાઉત અને ઇડીના વકીલોએ કોર્ટ સમક્ષ પોતાની દલીલો રજૂ કરી હતી. જેના પગલે કોર્ટે રાઉતને 4 ઓગસ્ટ સુધી ઇડીના રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.

સંજય રાઉતના પરિવારને 1.6 કરોડનો ફાયદો :

કોર્ટમાં સુનાવણી દરમિયાન  તપાસ એજન્સી ઈડીએ સંજય રાઉત પર પુરાવા સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવ્યો છે.ઈડીએ કોર્ટમાં કહ્યું કે સંજય રાઉતના પરિવારને 1 કરોડ 6 લાખનો ફાયદો થયો. ઇડીએ કહ્યું કે સંજય રાઉતને પૂછપરછ માટે ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તેઓ જાણી જોઇને હાજર થયા ન હતા.

કોર્ટમાં સુનાવણી દરમિયાન ઈડીએ કહ્યું કે ફ્લેટના પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હેમંત પાટીલે બે અલગ અલગ નિવેદન આપ્યા હતા. ઇડીએ કહ્યું કે સંજય રાઉત અને તેના પરિવારને સીધો ફાયદો થયો છે. રાઉત પરિવારે મની લોન્ડરિંગ કર્યું છે.

આ પણ વાંચો :

 

મસાનો અકસીર ઈલાજ, લસણ સાથે કરો આ બે વસ્તુ મિક્સ, મસા થઇ જશે ગાયબ

A quick cure for wart

  • મસા રાખવાથી ત્વચાના સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર થતી નથી, પરંતુ ઘણી વખત આના કારણે ચહેરાની સુંદરતા બગડી શકે છે, જો કે આ સમસ્યાને ઘરેલું ઉપચારથી પણ દૂર કરી શકાય છે.

આજે સુંદર દેખાવું કોને પસંદ નથી. આપણે ઘણીવાર આપણા ચહેરાની સુંદરતા (beauty of face) વધારવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ જો ચહેરા પર મસા નીકળે તો તેના કારણે ચહેરાની સુંદરતા પર તેની ખરાબ અસર પડે છે. સામાન્ય રીતે ત્વચામાં મેલાનિન (Melanin) હોવાને કારણે ચહેરા પર મોટા મસા નીકળે છે.

તેથી ઘણા લોકોને જન્મ સમયથી જ આ સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમે આ સમસ્યાનો ઉકેલ લાવવા માંગતા હોવ તો આ માટે તમે ઘરમાં વપરાતા લસણનો ઉપયોગ કરી શકો છો, જો કે તેમાં તમારે કેટલીક વસ્તુઓ પણ મિક્સ કરવી પડશે, તો જ તમને લાભ મળશે.

લસણની મદદથી ગાયબ થઈ જશે મસા :

લસણનો ઉપયોગ કરીને તમે ચહેરા અને ગરદન પર રહેલ મસાને દૂર કરી શકો છો. આ માટે લસણની છાલ ઉતારીને ત્રણ-ચાર કળીઓ અલગ કરી લો. પછી આ કળીઓને છરીની મદદથી નાના-નાના ટુકડામાં કાપી લો અને પછી તેને મસા પર મૂકો અને પાટો ચોંટાડો. તેને લગભગ 5 થી 6 કલાક સુધી આ રીતે રહેવા દો અને છેલ્લે સ્વચ્છ પાણીથી ફેસને ધોઈ લ્યો. જો રેગ્યુલર આ રીત અપનાવશે તો થોડા જ દિવસોમાં મસા ગાયબ થઈ જશે.

લસણ સાથે મિક્સ કરો આ 2 વસ્તુઓ :

1. લસણ અને ડુંગળી :

ચહેરા પરથી મસા દૂર કરવા માટે ડુંગળીને લસણ સાથે મિક્સ કરી શકાય છે. પહેલા બંનેને સારી રીતે ગ્રાઇન્ડ કરો અને પછી રસ નિચોવો. હવે તેને કોટનની મદદથી મસા પર લગાવીને લગભગ 20થી 30 મિનિટ રહેવા દો. છેલ્લે સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.

2. લસણ અને એરંડા ઓઈલ :

લસણ અને એરંડાનું તેલ સામાન્ય રીતે વાળના વિકાસ અને વાળને મજબૂત કરવા માટે એરંડા તેલનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો તમે તેનો ઉપયોગ લસણ સાથે કરશો તો હઠીલા મસા પણ અદૃશ્ય થઈ જશે. આ માટે લસણની 2થી 3 કળીઓ લો અને તેમાં એરંડા તેલના થોડા ટીપા મિક્સ કરો. રાત્રે સૂતી વખતે અસરગ્રસ્ત વિસ્તારોમાં લગાવો અને સવારે પાણીથી ધોઈ નાખો.

આ પણ વાંચો :

2 ઓગસ્ટ 2022, રાશિફળ : આ 6 રાશિના લોકોને ગણેશજીની કૃપાથી પ્રાપ્ત થશે અણધારી સફળતા – લખો “ગણપતિ બાપા મોરિયા”

2 August 2022, Horoscope Gujarat Guuardian

મેષ :
આવક ઓછી થવાના કારણે માનસિક અસ્વસ્થતા જણાય. ઉપરાંત તબિયત પણ થોડી અસ્વસ્થ રહે. શરદી-ખાંસી થાક લાગવાની તકલીફો સહન કરવી પડે. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. માન સન્માનમાં વધારો થાય.

વૃષભ :
આદ્યાત્મિકતામાં વધારો થતો જણાય. સિધ્ધાંતવાદી વલણ રહે. સંતાનો તરફથી વિશેષ આનંદ મળતો જણાય. સંતાનની પ્રગતિથી દીલ હરખાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્ય સારૂં છે. ધંધાકીયક્ષેત્રે સફળતા મળતી જણાય.

મિથુન :
વાહનસુખ મકાન-મિલકતના સુખમાં વૃધ્ધિ થાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતાની તબિયતમાં સુધારો જણાય. માતૃપક્ષ તરફથી લાભ મળતો જણાય. ધંધામાં પરિસ્થિતિ સુધરતાં આવકમાં વૃધ્ધિ થાય. ભાગ્ય સારંુ રહે.

કર્ક :
આજે શરૂ કરવામાં આવેલા તમામ કાર્યો સફળ થતાં જણાય.  પરિવારમાં આનંદ-ઉત્સાહમાં વધારો થાય. શુભ પ્રસંગનું આયોજન થાય. આરોગ્ય સંબંધી થોડી ચિંતા રહે. હિત સત્રુઓથી સાવધ રહેવું.

સિંહ :
આનંદ, ઉત્સાહ, ઉમંગમાં વધારો થાય. કાર્યમાં સફળતા મળતી જણાય. નવા કપડાંની ખરીદી શક્ય બને. દામ્પત્ય જીવનમાં મધુરતા જણાય. પ્રેમી પાત્રનું મિલન શક્ય બને. આરોગ્ય સારૂં જળવાય.

કન્યા :
માનસિક આનંદ વધતો જણાય. ખર્ચમાં અણધાર્યો વધારો થાય. ઉષ્ણવાતની શરદીનો પ્રકોપ રહે. સુકી ખાંસી, માથાનો દુઃખાવો, માઇગ્રેન થી પરેશાની વધે. માતાની તબિયતની કાળજી રાખવી. અગત્યના રોકાણો મુલતવી રાખવા.

તુલા :
સંઘર્ષથી સફળતા મળતી જણાય. આવક અંગે અસંતોષ રહે, ઉપરાંત ખર્ચમાં વધારો થતો જણાય. માતૃપશ્ન તરફી ચિંતા રહે. પરિવારમાં ઉચાટ ભર્યું વાતાવરણ રહે. સ્વાસ્થ્ય અંગેની સુખાકારી જળવાય.

વૃશ્ચિક :
આજે આપના મિત્રોને કારણે આપને આનંદનો અનુભવ થશે. મિત્રોનો સાથ મળતો જણાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. પરિવારમાં સુખ-શાંતિ સમૃધ્ધિ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવી શકાય.

ધન :
નોકરી ધંધામાં સફળતા. નવી નોકરી મળવાના યોગ બને છે. ધંધામાં સફળતા-યશ મળતો જણાય. આવક જાવકનું પલ્લુ સરભર થતું જણાય. સાસરા પક્ષ તરફથી લાભ. આરોગ્ય સારૂ રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકર :
આજે ભાગ્ય બળવાન છે. ઓછી મહેનતે કાર્યમાં સફળતા મળે. યાત્રા-પ્રવાસનું આયોજન શક્ય બને. પરિવારમાં મનમેળ રહે. નવા કાર્યો હાથ પર લઇ શકાય. જુની ઉઘરાણી છુટી થતી જણાય. પરિણામે નાણાંમાં વૃ‌િધ્ધ‌ થાય.

કુંભ :
દિવસ દરમ્યાન માનસિક પરિતાપ રહે. નકારાત્મક વિચારો મન ઉપર હાવી થતા જણાય.અને પરિણામે જેવા વિચારો તેવું ફળ પ્રાપ્ત થાય. આથી હકારાત્મક વિચારો કરવાની સલાહ છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

મીન :
શેખચલ્લી જેવા વિચારો ટાળવા. મીઠાઇ-ઠંડાપીણાનો શોખ વધતો જણાય. વાણિજ્ય, દુર સંચાર, જળ આધારિત કાર્યો તથા સુગંધીત દ્રવ્યો, ચાંદી, રબ્બરના વેપાર વાળાને લાભ. પત્નિ સાથે પ્રેમ જળવાશે. આરોગ્ય સારૂ રહેશે.

આ પણ વાંચો :

 

વારંવાર સ્માર્ટફોન જોવાની આદત બની શકે છે જોખમી, શરીરને થાય છે આવું નુકસાન

The habit of looking at the smartphone

  • સ્માર્ટફોનના વધુ પડતાં ઉપયોગ બાબતે થયેલા અભ્યાસ મુજબ વારંવાર ફોન જોવાની આદત વ્યક્તિની ઉંમર ઓછી કરી શકે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે વારંવાર સ્માર્ટફોન જોવાની આદતને કારણે સ્ટ્રેસ ઊભો થઈ શકે છે.

સ્માર્ટફોન હવે મોટાભાગના લોકોના જીવનનો ભાગ બની ગયા છે. સ્માર્ટફોનના કારણે સરળતાથી કોમ્યુનિકેશન થવા સાથે મનોરંજન, ગેમિંગ અને ઓફિસને લગતા કામ (Use of smartphone) પણ કરી શકાય છે. પણ તેની કેટલીક આડઅસરો (Side effects of smartphone) પણ છે. મોબાઇલ ફોન પર વધુ સમય વિતાવવો સ્વાસ્થ્ય માટે કેટલો હાનિકારક (Health problems caused by smartphone) હોઈ શકે છે. તેની મગજ પર એટલી ખરાબ અસર પડે છે અને સ્માર્ટફોનથી ઘણી શારીરિક અને માનસિક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. લાંબા સમય સુધી ફોન પર રહેતા દરેક લોકોના શરીર પર ખરાબ અસર કરી શકે છે.

માનસિક તણાવ ઊભો થઈ શકે :

સ્માર્ટફોનના વધુ પડતાં ઉપયોગ બાબતે થયેલા અભ્યાસ મુજબ વારંવાર ફોન જોવાની આદત વ્યક્તિની ઉંમર ઓછી કરી શકે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે વારંવાર સ્માર્ટફોન જોવાની આદતને કારણે સ્ટ્રેસ ઊભો થઈ શકે છે. ફોનમાં સૌથી વધુ સ્ટ્રેસ મેસેજના કારણે હોય છે. સરેરાશ દર 36 સેકન્ડે લોકોના સ્માર્ટફોન પર કોઈને કોઈ મેસેજની નોટિફિકેશન આવે છે. આ કારણે સ્ટ્રેસ વધી જાય છે.

શુગર લેવલ વધારે છે :

ડોક્ટરોનું કહેવું છે કે તણાવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઘણા કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે, વ્યક્તિ તણાવમાં હોય ત્યારે શરીર કોર્ટિસોલ હોર્મોનનો સ્ત્રાવ કરે છે. આ હોર્મોનથી મનુષ્યનું હૃદય ઝડપથી પમ્પ કરવા લાગે છે અને તે શરીરમાં શુગરનું સ્તર વધારે છે.

સ્માર્ટફોનની આદત છોડવાની ટિપ્સ :

● રાત્રે સૂતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો

● જેમ બને તેમ તમારો ફોન તમારાથી દૂર રાખો

● સવારે ઊઠીને તરત જ ફોન ન ચલાવો, કસરત કરો

● જમતી વખતે ફોનને ડાઇનિંગ ટેબલથી દૂર રાખો

● તમારા ફોનની નોટિફિકેશન બંધ કરી દો

● ફોનનું કઈ કામ ન હોય તો કારણ વગર ફોનને ટચ ન કરો

● ઘરે હોવ ત્યારે પરિવારના સભ્યો સાથે શક્ય તેટલો વધુ સમય પસાર કરો

● અઠવાડિયામાં એક વાર ફોન ફાસ્ટિંગ કરો. એટલે કે તે દિવસે મોબાઈલ બંધ કરી દો.

આ પણ વાંચો –

 

 

સલમાન ખાનને મળેલી હત્યાની ધમકીને પગલે તેને ગન રાખવાની મંજૂરી મુંબઈ પોલીસે આપી

0

Mumbai police allowed Salman

  • બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે ભાઈજાનને ગન લાઈસન્સ જારી કરી દીધું છે. અભિનેતાને આત્મરક્ષા માટે આ લાઈસન્સ જારી થયું છે.

બોલિવૂડ એક્ટર (Bollywood actor) સલમાન ખાનને (Salman Khan) ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે ભાઈજાનને ગન લાઈસન્સ (Gun license) જારી કરી દીધું છે. અભિનેતાને આત્મરક્ષા માટે આ લાઈસન્સ જારી થયું છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને (Salim Khan) થોડા દિવસ પહેલા ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ બધું ત્યારે થયું જ્યારે પંજાબ મૂસેવાલા હત્યાકાંડને (Moosewala Massacr) અંજામ આપવામાં આવ્યો છે.

આ હત્યાકાંડમાં લોરેન્સ બિશ્રોઈ ગેંગનું નામ આવ્યું હતું. લોરેન્સ બિશ્રોઈ અત્યારે જેલમાં બંધ છે, પરંતુ તેને હરણ શિકારનો મામલો સામે આવ્યા પછી સલમાન ખાનને ધમકી આપી હતી. આ બધાની વચ્ચે ભાઈજાને થોડા દિવસ પહેલા ગન લાઈસન્સ માટે અરજી કરી હતી, જેને હવે મુંબઈ પોલીસે સ્વીકારતા આગળ કાર્યવાહી કરી દીધી છે. જોકે, એક સંસ્થાએ સલમાનનાં ગુનાહિત ભૂતકાળ ને જોતાં તેને લાયસન્સ આપવાનો વિરોધ કર્યો હતો.

સલમાન મુંબઈ પોલીસ કમિશ્નરને મળ્યો હતો :

ભાઈજાન પોતાની સુરક્ષાને કારણે ઘણો જ ચિંતિત છે. સલમાન ખાન મુંબઈ પોલીસ કમિશ્નર વિવેક ફનસાલકરને મળ્યો હતો. સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ધમકી આપી હતી. ત્યારબાદ સલમાન ખાને પોલીસમાં એક અરજી કરી હતી. આ અરજીમાં સલમાને હથિયારના લાઇસન્સની ડિમાન્ડ કરી હતી. તેણે કહ્યું હતું કે તે પોતાની સુરક્ષા માટે હથિયારનું લાઇસન્સ લેવા માગે છે. માનવામાં આવે છે કે સલમાને આ અંગે મુંબઈ પોલીસ કમિશ્નર સાથે વાત કરી હશે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન હવે બુલેટપ્રૂફ લેન્ડ ક્રૂઝરમાં મુસાફરી કરશે. આ સાથે જ તેણે પોતાની કારના તમામ કાચ બુલેટપ્રૂફ કરાવ્યા છે. જોકે  લેન્ડ ક્રૂઝરનું આ નવું મોડલ નથી.

10 સ્પેશિયલ ફોર્સ ઓફિસર સિક્યોરિટી કરે છે :

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સલમાનને જ્યારથી લોરેન્સ બિશ્નોઇ ગેંગે જાનથી મારી નાખવાની ધમકી આપી છે, ત્યારથી તે જાહેરમાં તથા પબ્લિકની વચ્ચે જવાનું ટાળે છે. રિપોર્ટ્સ પ્રમાણે, સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટ આગળ 10 સ્પેશિયલ ફોર્સના અધિકારી દિવસ-રાત સિક્યોરિટી કરે છે. આ ઉપરાંત તેના ઘરની આસપાસ 15 CCTV લગાવવામાં આવ્યા છે. સ્પેશિયલ ફોર્સના કેટલાંક ઓફિસર સલમાન ખાન સાથે સેટ પર પણ હાજર હોય છે.

આ પણ વાંચો :-

આવું સાહસ તો સુરતીઓ જ કરી શકે : ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંખી બનાવે છે જ્વેલરી

0

Such an adventure can only

  • માતૃત્વની ભાવનાને વર્ષો સુધી અનુભવવા માટે તેમજ નાની-નાની ક્ષણોને સાચવીને રાખવા માટે હાલ મહિલાઓ બ્રેસ્ટ મિલ્ક તેમજ ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંથી અલગ અલગ જવેલરી બનાવડાવી રહી છે.

સુરતમાં (Surat) હવે અનોખા પ્રકારની DNA અને બ્રેસ્ટ મિલ્ક જ્વેલરીનો (Breast milk jewelry) ટ્રેન્ડ વધી રહ્યો છે. મહિલાઓ ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંથી જ્વેલરી બનાવડાવી રહી છે. 18 થી 22 કેરેટ સોનામાં પેન્ડન્ટ, બ્રેસલેટ, વીંટી જેવી જ્વેલરી બનાવડાવવામાં આવી રહી છે. આ સાથે જ બ્રેસ્ટ મિલ્કને પણ વર્ષો સુધી સાચવવા માટે અને યાદી રૂપે રાખવા માટે ખાસ જ્વેલરી (Jewelry) બનાવવામાં આવી રહી છે.

આ જ્વેલરી માટે હવે ઓનલાઈન પણ ઓર્ડર લેવામાં આવી રહ્યા છે. આ જ્વેલરીને સોના સિવાય ઈમિટેશનમાં પણ બનાવવામાં આવે છે. તેને જે ધાતુમાં બનાવવામાં આવે તેના પ્રમાણે ભાવ રહે છે. આ સાહસ સુરતની એક યુવતી અદિતિનું છે. જે યુનિક જવેલરી બનાવે છે. જે જવેલરીને લઈને હવે લોકો ઓનલાઈન ઓર્ડર આપી રહ્યા છે.

માતૃત્વની ભાવનાને વર્ષો સુધી અનુભવવા માટે તેમજ નાની-નાની ક્ષણોને સાચવીને રાખવા માટે હાલ મહિલાઓ બ્રેસ્ટ મિલ્ક તેમજ ગર્ભનાળ, બાળકના વાળ, નખમાંથી અલગ અલગ જવેલરી બનાવડાવી રહી છે. ૧૮ થી ૨૨ કેરેટ ગોલ્ડમાં પેન્ડન્ટ, બ્રેસ્લેટ, વીંટી વગેરે જેવી જવેલરી કરાવી રહી છે. જ્વેલરી ડિઝાઈન કરનાર ડો.અદિતિ કહે છે કે, ખાસ કરીને પ્રેગ્નન્સી થી લઈને બાળકનો જન્મ ત્યાં સુધીના વિવિધ ક્ષણો માતા પિતા ફોટો કે વીડિયો થકી કેપ્ચર કરતા હોય છે અને બાળકના જન્મ બાદ પણ તેમની સાથે જોડાયેલી નાની નાની વસ્તુઓને સાચવતા પણ હોય છે.

આ વચ્ચે નવજાત બાળક માટે જરૂરી અને માતૃત્વનો અભિન્ન ભાગ એવા બ્રેસ્ટ મિલ્કનો ઉપયોગ કરીને જ્વેલરી બનાવવામાં આવી રહી છે. બ્રેસ્ટ મિલ્ક અને બાળકના વાળ, નખ, ફિંગર પ્રિન્ટ, હેન્ડ પ્રિન્ટ, ફુટ પ્રિન્ટ, ગર્ભનાળ વગેરેનો ઉપયોગ કરીને પેન્ડન્ટ, બ્રેસલેટ, વીંટી જેવી અલગ અલગ જ્વેલરી બનાવડાવે છે. માતા પિતા તેમના નવા જીવનના વિવિધ પળોને સાચવીને રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

તેઓ કહે છે કે, બ્રેસ્ટ મિલ્ક અને DNA જ્વેલરીએ કસ્ટમાઇઝ્ડ જવેલરી છે. જેમાં બ્રેસ્ટ મિલ્કને સૌ – પ્રથમ પાવડર ફોર્મમાં રૂપાંતરિત કરી તેમાં કેમિકલ નાંખીને સોલીડ ફોર્મ બનાવી તૈયાર કરવામાં આવે છે. માતા બાળકને સ્તનપાન અમુક સમય સુધી જ કરાવી શકે છે જેને લઈને આજના સમયમા માતાઓ આ પ્રકારે જવેલરી બનાવડાવીને માતૃત્વની ઉજવણી વર્ષો સુધી કરવા માંગે કરે છે.

આ પ્રકારની જ્વેલરી પેઢી દર પેઢી સચવાઈને રહી શકે એમ છે જેને લઇને મહિલાઓ તેને બનાવડાવી રહી છે. તેને ઇમિટેશન જવેલરીમાં પણ બનાવી શકાય છે. તે રૂ.૩૦૦૦ થી શરૂ કરીને સોનાની જવેલરી માટે જેટલા ગ્રામ સોનુ વપરાય તે અનુસાર તેની કિંમત રહે છે. હાલ તો 3 હજારથી લઈ 1 લાખ સુધીની જવેલરી બનાવી રહી છે, જેનો ઓનલાઈન પર ધૂમ ઓર્ડર મળી રહ્યા છે.

આજ રીતે સુરતના વર્ષા પટેલના પુત્ર અને તેનો પરિવાર વિદેશમાં રહે છે. વિદેશમાં રહેતો પૌત્ર એક વર્ષનો થશે, દાદી તરીકે પૌત્રની યાદગીરી પોતાની પાસે રહે તે માટે તેમને પણ યુનિક જવેલરી બનાવડાવી હતી. જેને ધ્યાનમાં રાખીને તેમને પોતાની વહુનું બ્રેસ્ટ દૂધ અને પૌત્રના વાળ મંગાવ્યા હતા. જે બંનોમાંથી સોનાની વીંટી અને પેંડલ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવશે.

આ પણ વાંચો :-

 

ગૌતમ અદાણીના એક પગલાથી મુકેશ અંબાણી મુંઝવણમાં, પછી લીધો આ નિર્ણય

0

A move by Gautam Adani made

  • મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જૂનમાં વિદેશી ટેલિકોમ્યુનિકેશન કંપની ખરીદવાનું વિચારી રહી હતી જ્યારે તેને ખબર પડી કે ગૌતમ અદાણી ભારતમાં 5G સ્પેક્ટ્રમની હરાજી માટે બિડ કરવાની યોજના બનાવી રહ્યા છે.

થોડા મહિના પહેલા જ ગૌતમ અદાણીએ (Gautam Adani) બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણી (Mukesh Ambani) પાસેથી ભારતના તેમજ એશિયાના સૌથી ધનિક વ્યક્તિનો તાજ છીનવી લીધો છે. ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે (Adani Group) તાજેતરમાં સિમેન્ટ બિઝનેસમાં (Cement business) પણ પ્રવેશ કર્યો છે. વધુમાં, આ પછી કંપનીએ પ્રથમ વખત ટેલિકોમ સેક્ટરમાં એન્ટ્રી મારવાની જાહેરાત કરી. કંપનીએ હાઈ-સ્પીડ 5G સ્પેક્ટ્રમની (5G spectrum) હરાજીમાં બિડ કરી છે.

આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક સમયથી અદાણી ગ્રુપે ભારે હલચલ મચાવી છે. આવી સ્થિતિમાં, એક અહેવાલ અનુસાર, અદાણી દ્વારા ટેલિકોમ સેક્ટરને લઈને કરવામાં આવેલી જાહેરાત પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સામે મૂંઝવણ ઊભી થઈ છે.

જૂનમાં અબજોપતિ મુકેશ અંબાણી અને તેમના સાથીદારો અચાનક મૂંઝવણમાં હતા કારણ કે તેઓ ડીલમેકિંગ માટે રિલાયન્સ સામ્રાજ્યને વધુ ક્યાં વિસ્તારવા તે અંગે ચર્ચા કરી રહ્યા હતા.

તેના એક અહેવાલમાં બ્લૂમબર્ગે આ બાબતની જાણકારી ધરાવતા કેટલાક સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જૂનમાં વિદેશી ટેલિકોમ્યુનિકેશન કંપની ખરીદવાનું વિચારી રહી હતી, જ્યારે તેને ખબર પડી કે ગૌતમ અદાણી ભારતમાં 5G લોન્ચ કરવા સક્ષમ નથી. સ્પેક્ટ્રમની હરાજીમાં બિડ કરવા.

અંબાણી કેમ્પ હાઈ એલર્ટ પર :

રસપ્રદ વાત એ છે કે જ્યારે અંબાણીની રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડ દેશના મોબાઈલ નેટવર્ક માર્કેટમાં સૌથી મોટો હિસ્સો ધરાવે છે, ત્યારે અદાણી ગ્રુપ હજુ પણ ટેલિકોમ સેક્ટરમાં નથી. તેમની પાસે વાયરલેસ ટેલિકોમ્યુનિકેશન સેવાઓ પ્રદાન કરવા માટેનું લાઇસન્સ પણ નથી. આ કેસની નજીકના લોકોએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અદાણી તેના નવા લક્ષ્યને અંબાણીની મહત્વાકાંક્ષાની નજીક મૂકી રહ્યો છે તે વિચારે અંબાણી કેમ્પને હાઈ એલર્ટ પર આવવાની ફરજ પડી હતી.

કેટલાક સહાયકોએ અંબાણીને સલાહ આપી હતી કે તેણે વિદેશી બજારો તરફ લક્ષ્ય રાખવું જોઈએ અને ભારતીય બજારોની બહાર વિસ્તરણ કરવું જોઈએ. તે જ સમયે, અન્ય સાથીઓએ કહ્યું કે તેઓએ હોમ ગ્રાઉન્ડ પર ઉભા થતા પડકારો માટે ભંડોળ બચાવવું જોઈએ.

ત્યારબાદ અંબાણીએ આ નિર્ણય લીધો હતો :

આખરે મુકેશ અંબાણીએ કોઈ પણ વિદેશી કંપનીમાં નાણાનું રોકાણ ન કરવાનો નિર્ણય લીધો સૂત્રોએ જણાવ્યું, કારણ કે તેમને લાગ્યું કે જો અદાણી તરફથી તેમને કોઈ પડકાર આવે તો આવી પરિસ્થિતિ માટે તેમની નાણાકીય ક્ષમતાઓ તૈયાર હોવી જોઈએ. આ ડરને પાયાવિહોણો અથવા અતિશયોક્તિ તરીકે નકારી શકાય નહીં, કારણ કે બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના ડેટા અનુસાર અદાણીની નેટવર્થ આ વર્ષે વિશ્વની અન્ય વ્યક્તિત્વ કરતાં વધુ વધી છે.

દેશના બે સૌથી ધનાઢ્ય બિઝનેસ ટાયકૂન્સ છેલ્લા બે દાયકાથી અલગ-અલગ ટર્ફ પર રમી રહ્યા છે.પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેઓ એક સેક્ટરમાં સાથે હશે. જ્યારે એકસાથે એકબીજા માટે પડકારો ઉભા કરશે.

આ પણ વાંચો :-