Mumbai police allowed Salman
- બોલિવૂડ એક્ટર સલમાન ખાનને ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે ભાઈજાનને ગન લાઈસન્સ જારી કરી દીધું છે. અભિનેતાને આત્મરક્ષા માટે આ લાઈસન્સ જારી થયું છે.
બોલિવૂડ એક્ટર (Bollywood actor) સલમાન ખાનને (Salman Khan) ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે ભાઈજાનને ગન લાઈસન્સ (Gun license) જારી કરી દીધું છે. અભિનેતાને આત્મરક્ષા માટે આ લાઈસન્સ જારી થયું છે. ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને (Salim Khan) થોડા દિવસ પહેલા ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ બધું ત્યારે થયું જ્યારે પંજાબ મૂસેવાલા હત્યાકાંડને (Moosewala Massacr) અંજામ આપવામાં આવ્યો છે.
આ હત્યાકાંડમાં લોરેન્સ બિશ્રોઈ ગેંગનું નામ આવ્યું હતું. લોરેન્સ બિશ્રોઈ અત્યારે જેલમાં બંધ છે, પરંતુ તેને હરણ શિકારનો મામલો સામે આવ્યા પછી સલમાન ખાનને ધમકી આપી હતી. આ બધાની વચ્ચે ભાઈજાને થોડા દિવસ પહેલા ગન લાઈસન્સ માટે અરજી કરી હતી, જેને હવે મુંબઈ પોલીસે સ્વીકારતા આગળ કાર્યવાહી કરી દીધી છે. જોકે, એક સંસ્થાએ સલમાનનાં ગુનાહિત ભૂતકાળ ને જોતાં તેને લાયસન્સ આપવાનો વિરોધ કર્યો હતો.
સલમાન મુંબઈ પોલીસ કમિશ્નરને મળ્યો હતો :
ભાઈજાન પોતાની સુરક્ષાને કારણે ઘણો જ ચિંતિત છે. સલમાન ખાન મુંબઈ પોલીસ કમિશ્નર વિવેક ફનસાલકરને મળ્યો હતો. સલમાન ખાનને ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ધમકી આપી હતી. ત્યારબાદ સલમાન ખાને પોલીસમાં એક અરજી કરી હતી. આ અરજીમાં સલમાને હથિયારના લાઇસન્સની ડિમાન્ડ કરી હતી. તેણે કહ્યું હતું કે તે પોતાની સુરક્ષા માટે હથિયારનું લાઇસન્સ લેવા માગે છે. માનવામાં આવે છે કે સલમાને આ અંગે મુંબઈ પોલીસ કમિશ્નર સાથે વાત કરી હશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સલમાન હવે બુલેટપ્રૂફ લેન્ડ ક્રૂઝરમાં મુસાફરી કરશે. આ સાથે જ તેણે પોતાની કારના તમામ કાચ બુલેટપ્રૂફ કરાવ્યા છે. જોકે લેન્ડ ક્રૂઝરનું આ નવું મોડલ નથી.
10 સ્પેશિયલ ફોર્સ ઓફિસર સિક્યોરિટી કરે છે :
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, સલમાનને જ્યારથી લોરેન્સ બિશ્નોઇ ગેંગે જાનથી મારી નાખવાની ધમકી આપી છે, ત્યારથી તે જાહેરમાં તથા પબ્લિકની વચ્ચે જવાનું ટાળે છે. રિપોર્ટ્સ પ્રમાણે, સલમાનના ગેલેક્સી અપાર્ટમેન્ટ આગળ 10 સ્પેશિયલ ફોર્સના અધિકારી દિવસ-રાત સિક્યોરિટી કરે છે. આ ઉપરાંત તેના ઘરની આસપાસ 15 CCTV લગાવવામાં આવ્યા છે. સ્પેશિયલ ફોર્સના કેટલાંક ઓફિસર સલમાન ખાન સાથે સેટ પર પણ હાજર હોય છે.
આ પણ વાંચો :-