Politics heated up by the statement
- નરેન્દ્ર મોદી- વિજય રૂપાણી જે પશ્ચિમ બેઠકથી ચૂંટણી જીતી ચૂક્યા છે ત્યાં પાટીદાર ઉમેદવારને ટિકિટ મળે તેવા પ્રયત્નો કરીશું : જયરામ પટેલ
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો (Assembly elections) સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે, તેમ તેમ સામાજિક સંસ્થાઓ પણ સક્રિય થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં સામાજિક પ્રતિનિધિત્વના (Social representation) આધારે ટિકિટ આપવાની માગ ઉઠી છે. ઉમિયાધામ સિદસરના (Umiyadham Sidsar) પ્રમુખ જયરામ પટેલએ (Jairam Patel) પત્રકાર પરિષદ જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે તેવા અમે પ્રયાસ કરીશું.
ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે એક પત્રકાર પરિષદમાં મોટો દાવો કર્યો છે. જયરામ પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં 50 બેઠકો પર પાટીદાર ઉમેદવારોનો ટિકિટ મળે તેવા અમે પ્રયાસ કરીશું. જોકે તેમના આ દાવામાં સૌથી મહત્વનો મુદ્દો રાજકોટ પશ્ચિમ બેઠકોનો રહ્યો હતો. જયરામ પટેલે કહ્યું કે, રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ મળવી જોઈએ. આ બેઠકના રાજકીય દબદબાની વાત કરીએ તો, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠકથી ધારાસભ્ય છે.
નરેન્દ્ર મોદી-વિજય રૂપાણી રાજકોટ પશ્ચિમથી ચૂંટણી જીતી ચૂક્યા છે :
રાજકોટ પશ્ચિમ બેઠક પર પાટીદાર ઉમેદવારને ટિકિટ મળે તેવી વાત ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે કરી છે. જોકે આ બેઠકના રાજકીય દબદબાની વાત કરીએ તો, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ બેઠકથી ધારાસભ્ય છે. અત્યાર સુધી આ બેઠક પર બ્રાહ્મણ, લોહાણા, વણિક અને કારડીયા ઉમેદવારોનો ટિકિટ મળતી આવી છે. તેમજ ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને વિજય રૂપાણી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.
લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર : જયરામ પટેલ
ઉમિયાધામ સિદસરના પ્રમુખ જયરામ પટેલે પત્રકાર પરિષદમાં આગામી ચૂંટણી મુદ્દે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગત ચૂંટણીમાં પાટીદાર સમાજમાં 50 ટિકિટની માંગ કરી હતી, જેમાંથી શાસક પક્ષે 50 ટિકિટ આપી હતી.
જયરામ પટેલે ઉમેર્યું હતું કે, આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે. તેમણે કહ્યું કે, 25 સીટ એવી છે જેમાં અમારી નિર્ણાયક ભૂમિકા રહે છે. આ સાથે રાજકોટ પશ્ચિમ બેઠક પાટીદાર ઉમેદવારને મળે તેવા પ્રયત્નો કરીશુ તેવુ પણ જણાવ્યું હતું.
આ પણ વાંચો :-