અડધી રાત્રે 3 સગી બહેનોએ ઝાડ પર લટકતી હતી, આખું ગામ શોકમાં ગરકાવ

Share this story

In the middle of the night

  •  મધ્યપ્રદેશના ખંડવામાં ત્રણ બહેનોએ એક સાથે આત્મહત્યા કરી. પરિવારજનોનું કહેવું છે કે યુવતીઓ જાતે જ બજારમાંથી દોરડું લાવી હતી.

મધ્યપ્રદેશ (Madhya pradesh)ના ખંડવા (Khandva) માં ત્રણ સગી બહેનોએ ફાંસી લગાવી આત્મહત્યા (Mass suicide sister) કરી લીધી. જાવર પોલીસ સ્ટેશન વિસ્તારના કોટાઘાટ ગામમાં રહેતી ત્રણેય બહેનોના નામ સોનુ, સાવિત્રી અને લલિતા જણાવવામાં આવી રહ્યા છે. ઘટના અંગે જાવર પોલીસ સ્ટેશનના પ્રભારી શિવ રામ જાટે જણાવ્યું કે,રાત્રે ડાયલ 100ને માહિતી મળી હતી કે એક જ પરિવારની સગી બહેનોએ કોટાઘાટ ગામમાં એક ઝાડ પર ફાંસી લગાવી લીધી છે.

ઘટનાની જાણ થતાં જ જાવર પોલીસ સ્ટેશનની પોલીસ સાથે પીપલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યાં સુધીમાં પરિવારજનોએ ત્રણેય બહેનોના મૃતદેહને ઝાડ પરથી બહાર નીચે ઉતાર્યા હતા. જે બાદ પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.

પોલીસે તાપસ આદરી :

પરિવારના સભ્યોએ જણાવ્યું કે તેમનો આઠ ભાઈ-બહેનનો સંપૂર્ણ પરિવાર છે. બે બહેનો પરણેલી હતી. મૃતક ત્રણ બહેનોમાં સોનુ સૌથી મોટી હતી અને તે પણ મોટરસાઇકલ ચલાવતી હતી. મંગળવારે ત્રણેય બહેનો મોટરસાઈકલ પર બજારમાં ગઈ હતી અને બજારમાંથી નવો દોરી પણ ખરીધી હતી. જ્યારે પરિવારના સભ્યોએ આનું કારણ પૂછ્યું તો તેઓએ કારણ આપવાની ના પાડી. રાત્રે જમ્યા બાદ તમામ બહેનો સુઈ ગયા હતા.

પરંતુ રાત્રે ત્રણેય બહેનો પલંગ પર ન દેખાતા તેણીની માતાએ તેઓને શોધવા નીકળી તો ત્રણેય બહેનો ઘરના પાછળના ભાગે આવેલા લીમડાના ઝાડ પર લટકતી જોવા મળી હતી. આ પછી પરિવારના સભ્યો અવાજ કરવા લાગ્યા. ત્યાર પછી ગામ લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા અને ત્યારબાદ પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી. ઘટના બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. ત્રણેય બહેનોના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને અંતિમ સંસ્કાર માટે મૃતદેહ સ્વજનોને સોંપવામાં આવ્યા હતા. હાલમાં જાવર પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :-