અમદાવાદમાં દારૂની હેરાફેરીનો નવો કીમિયો, રસગુલ્લાના બોક્ષમાં દારૂ

Share this story

The new alchemy of liquor

  • તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે રસગુલ્લાના ડબ્બા હતા અને જે તપાસ કરતા 15 નંગ મળી આવેલ અને તેની તપાસ કરતા 45 હજારથી વધુનો દારૂ મળી આવ્યો હતો.

અમદાવાદ (Ahmedabad) માં બોટાદના કેમિકલ (Botad ChemicalKand) કાંડ બાદ દારૂની હેરાફેરી અને દારૂના વેચાણ કરતા લોકો સામે કડક કાર્યવાહીના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેવામાં અમદાવાદમાં એક નવી મોડસ ઓપરેન્ડીથી દારૂનું વેચાણ (Sale of liquor) કરતા હોવાનુ સામે આવ્યું છે. મહત્વનું છે કે દારૂની સાથે એક કિશોરને પકડી પાડવામાં આવ્યો છે પરંતુ તેની પાછળ કોઈ અન્ય વ્યક્તિ સામેલ હોવાનુ સામે આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે કાગડાપીઠ પોલીસને માહિતી મળી હતી કે, ગીતામંદિર પાસે આવેલ વાસુદેવ ધનજીની ચાલીમાં રેહતા સાહિલ વાઘેલા જે દારૂ મંગાવીને કાંકરિયા રોડ પર આવેલ કર્ણમુક્તેશ્વર એપાર્ટમેન્ટમાં રાખેલ છે અને જે માહિતીના આધારે તપાસ કરતા ત્યાંથી દારૂ અને બિયરની બોટલો મળી આવેલ અને સાથે એક કિશોર જે કાયદાના સંઘર્ષમાં આવી ગયો હતો.

તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે રસગુલ્લાના ડબ્બા હતા અને જે તપાસ કરતા 15 નંગ મળી આવેલ અને તેની તપાસ કરતા 45 હજારથી વધુનો દારૂ મળી આવ્યો હતો. સાથોસાથ પોલીસ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સામે ગુનો દાખલ કરેલ છે અને આ લોકો સાથે અન્ય કોણ સામેલ છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

મહત્વની વાત એ છે કે જે રીતે બોટાદમાં કેમિકલ કાંડ બન્યું છે તેને લઈ રાજ્યમાં પોલીસ દ્વારા અલગ-અલગ જગ્યા એ ડ્રોન અને અન્ય રીતે પકડવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જેમાં અનેક લોકોને પકડવામાં પણ આવ્યા છે ત્યારે હાલ પણ દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :