Home Blog Page 1359

ગુજરાતમાં શું દૂધની મોટી અછત વર્તાશે ? ‘લમ્પી’ કાબૂમાં નહીં આવ્યો તો કદી ના ભાળ્યા હોય તેવા દિવસો આવશે !

0

Will there be a big shortage

  • સુરેન્દ્રનગર સહિત ગુજરાત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લંપી વાઇરસના કહેરના પગલે રાજ્યભરમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. સુરેન્દ્રનગરની સુર સાગર ડેરીમાં તો 20% દૂધ ઉત્પાદન ઘટ્યું છે. જિલ્લામાં લંપી વાઇરસના પગલે પશુઓના ટપોટપ મોત નિપજી રહ્યા છે.

રાજ્યભરમાં લમ્પી વાઈરસ (Lumpy virus) કાળો કહેર વરસાવી રહ્યો છે. ગુજરાતના અનેક ગામડામાં હજારો પશુઓના મોત થયા છે, જેના કારણે માથું ફાટી જાય તેવી દુર્ગંધ મારી રહી છે. સુરેન્દ્રનગરના (Surendranagar) લમ્પી વાઇરસના કહેરના પગલે સુર સાગર ડેરીમાં 20% દૂધ ઉત્પાદન ઘટ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાત ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં લંપી વાઇરસના કહેરના પગલે રાજ્યભરમાં દૂધનું ઉત્પાદન ઘટ્યું છે. સુરેન્દ્રનગરની સુર સાગર ડેરીમાં તો 20% દૂધ ઉત્પાદન ઘટ્યું છે. જિલ્લામાં લંપી વાઇરસના પગલે પશુઓના ટપોટપ મોત નિપજી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લંપી વાઇરસથી પીડિત 1200 પશુઓની સારવાર કરવા માટે માત્ર એક પશુ એમ્બ્યુલન્સ છે.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

અહીં ડોક્ટરી સ્ટાફનો પણ અભાવ હોવાનું જણાઈ રહ્યું છે. જેના કારણે જિલ્લામાં લમ્પીના કહેરથી ટપોટપ પશુઓના મોત નિપજી રહ્યા છે. મૃતક પશુઓનું સર્વે હાથ ધરી અને સરકાર સહાય ચૂકવે તેવી જિલ્લાના પશુપાલકો માંગ કરી રહ્યા છે. અને જો સહાય નહિ ચૂકવાઈ તો માલધારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ગાયના મોત પર રાજકારણ :

સમગ્ર કચ્છમાં જ્યારે ગાયોમાં લમ્પી રોગનો હાહાકાર મચેલો છે. હજારો ગાયોના મોત થયા છે. ખુદ મંત્રી અને મુખ્યમંત્રી પણ દોડી અને સમીક્ષા કરવી પડી છે. એ સમયે પણ હજારોના મોતનો આંક સામે ફક્ત 1200 મોત થયા હોવાના સરકારી આંકડાઓ જાહેર થયેલા છે.

તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા જે માલધારીઓના ગાયોના મોત થયા છે તેની સહાય મળે એ માટે ફોર્મ પણ ભરવામાં આવી રહ્યા છે. હજારોની સંખ્યામાં ગૌમાતાઓ મોતને ભેટી હોવાના આક્ષેપ પણ કોંગ્રેસ પ્રદેશ મંત્રીએ કર્યો છે. આમ ગાયોના મોતમાં પણ રાજકારણ રમાઈ રહ્યું છે.

લમ્પી વાયરસ સમગ્ર ગુજરાતમાં પશુઓમાં ધીમે ધીમે પ્રસરી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ લંપી વાયરસ ધીમે ધીમે પગ પેસરો કરી રહ્યો છે. અમરેલીના લીલીયા તાલુકામાં 16 જેટલા ગામોમાં લમ્પી વાયરસના લક્ષણો પશુઓમાં જોવા મળી રહ્યા છે, ત્યારે તંત્ર પણ આ બાબતે જરૂરી પગલાં લઇ રહ્યા છે અને લમ્પી ગ્રસ્ત વિસ્તારની અંદર પશુઓને ઝડપથી લમ્પી વાયરસની વેક્સિન મળી રહે તેવું આયોજન કર્યું છે.

અમરેલી જિલ્લામાં પૂરતા પ્રમાણમાં લમ્પી વાયરસની વેક્સિન નો જથ્થો છે. લીલીયા તાલુકામાં 125 જેટલા mp વાયરસના કેસો જોવા મળી રહ્યા હતા. જેમાંથી સાત પશુઓના મોત થયા હતા. પરંતુ સમયસર પશુઓને વેક્સિન મળી જતા હાલ મોટાભાગના પશુઓ લમ્પી વાયરસથી રિકવર થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

 

આ ખેલાડી T20 વર્લ્ડ કપમાં રવિન્દ્ર જાડેજાનું સ્થાન છીનવી લેશે ! રોહિત-દ્રવિડ પણ આ ખેલાડીને પસંદ કરે છે 

0

This player will take Ravindra Jadeja

  • ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ત્રીજી T20 મેચની પ્લેઈંગ ઈલેવનમાંથી રવિન્દ્ર જાડેજાને બહારનો રસ્તો બતાવ્યો હતો. આવી સ્થિતિમાં ટી-20 વર્લ્ડ કપમાં રવિન્દ્ર જાડેજાનું સ્થાન કોઈ સ્ટાર ખેલાડી લઈ શકે છે.

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) સફેદ બોલ ક્રિકેટમાં મોટો માસ્ટર છે. તે બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગના ત્રણેય વિભાગોમાં ટીમમાં ફિટ છે પરંતુ તેમ છતાં કેપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) તેને ત્રીજી T20 મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. રવિન્દ્ર જાડેજાના સ્થાને ડેશિંગ ખેલાડીને તક આપવામાં આવી હતી. આ ખેલાડીની રમતથી દરેક લોકો પ્રભાવિત છે. આવી સ્થિતિમાં આ ખેલાડી ટી-20 વર્લ્ડ કપમાં પણ રવિન્દ્ર જાડેજાનું સ્થાન છીનવી શકે છે. આવો જાણીએ આ ખેલાડી વિશે.

આ ખેલાડી સ્થાન લઈ શકે છે :

દીપક હુડ્ડા ભારતીય ટીમમાં રવિન્દ્ર જાડેજાની જેમ બોલિંગ અને બેટિંગ કરવા માટે હાજર છે. દીપક ચંદ બોલમાં જ મેચનો કોર્સ બદલવામાં નિષ્ણાત ખેલાડી છે. તે કોઈપણ બોલિંગ આક્રમણને તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. દીપક ઇનિંગ્સની શરૂઆતમાં બેટિંગ કરી રહ્યો છે. એકવાર તે ક્રીઝ પર સેટ થઈ જાય પછી તે લાંબી ઇનિંગ્સ રમે છે. ખાસ વાત એ છે કે તે કોઈપણ બેટિંગ ઓર્ડર પર બેટિંગ કરી શકે છે.

આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન કરી હતી કમાલ :

આયર્લેન્ડ પ્રવાસમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં દીપક હુડ્ડાએ શાનદાર રમત બતાવી હતી. આ પ્રવાસમાં તેણે તોફાની સદી ફટકારી હતી. જે પછી તે બધાની નજરમાં આવી ગયો. દીપકે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધીમાં કુલ 7 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે અને આ દરમિયાન તેણે 71.67ની એવરેજથી 215 રન બનાવ્યા છે.

T20 વર્લ્ડ કપમાં રમવાના મોટા દાવેદાર :

દીપક હુડ્ડા T20 વર્લ્ડ કપમાં રમવાનો મોટો દાવેદાર બની ગયો છે. તેની ચપળતા મેદાન પર જોઈને બંધાઈ જાય છે. કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પણ તેને પસંદ કરે છે. હુડ્ડાએ IPL 2022માં પોતાની રમતથી બધાનું દિલ જીતી લીધું હતું. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ માટે ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

આ પણ વાંચો :-

કોમનવેલ્થમાં પહોંચ્યો વડોદરાનો યશ, નાની ઉંમરે વિશ્વ કક્ષાના અનોખા રમતોત્સવમાં અગત્યની જવાબદારી

0

Vadodara’s success

  • વડોદરાનો યશ જયેશ ભાલાવાળા અત્યારે ઉપરોક્ત ગેમ્સના સ્થળે ખેલાડી તરીકે નહિ પણ એક ઉભરતી રમતના ટીમ પ્રબંધક તરીકે ઉપસ્થિત છે અને વડોદરા તથા ગુજરાતનું ગૌરવ વધારી રહ્યો છે.

ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં (Birmingham) હાલમાં કોમનવેલ્થ ગેમ્સનો મહા રમોત્સવ ચાલી રહ્યો છે. હાલમાં એની અને ભારતીય ખેલાડીઓના તેમાં ઉજળા દેખાવની ચર્ચા ચાલી રહી છે. ટેબલ ટેનિસની (Table tennis) પુરુષ ટીમના વિજયમાં ગુજરાતના હરમીત દેસાઈનો (Harmeet Desai) સિંહ ફાળો રાજ્યને ગૌરવ અપાવી રહ્યો છે. જો કે વડોદરાનો યશ જયેશ ભાલાવાળા અત્યારે ઉપરોક્ત ગેમ્સના સ્થળે ખેલાડી તરીકે નહિ પણ એક ઉભરતી રમતના ટીમ પ્રબંધક તરીકે ઉપસ્થિત છે અને વડોદરા તથા ગુજરાતનું ગૌરવ વધારી રહ્યો છે.

કોમનવેલ્થ ગેમ્સની મેદાની રમતોની ખૂબ ચર્ચા થઈ રહી છે પરંતુ તેની સાથે ત્યાં કોમનવેલ્થ ઈ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ છે જેની ભાગ્યે જ કોઈને ખબર છે. ઈ સ્પોર્ટ્સ એટલે મેદાની નહિ પણ ઇલેક્ટ્રોનિક્સ એટલે કે વિજાણુ જ્ઞાન આધારિત પ્લેટફોર્મ પર રમાતી રમત. જે બુદ્ધિની સાથે ચતુરાઈ અને ચપળતાની કસોટી કરે છે.

આ અનોખી ચેમ્પિયનશિપમાં ભાગ લેવા વિવિધ દેશના ફેડરેશનો એ તેમની ટીમો મોકલી છે. જેમાં ઈ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયાની બે ટીમો હેઠળ ૧૦ ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે. યશ આ ટીમો સાથે મેનેજર કમ કોચ તરીકે જોડાયો છે.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન એ ગ્લોબલ ઈ સ્પોર્ટ્સ ફેડરેશન સાથે એક્સપ્લોરેટરી પાર્ટનરશીપ કરી છે જેના હેઠળ આ ચેમ્પિયનશીપ યોજાઈ છે. તેનો આશય આ પ્રકારના મેગા સ્પોર્ટ્સ આયોજનોમાં eSports ના સમાવેશની શક્યતાઓ ચકાસવાનો છે. યશ આમ તો બેડમિંટનનો ખેલાડી છે અને એન્જિનિયર થયાં પછી એણે સ્પોર્ટ્સમાં એમ.બી.એ. કર્યું છે. હાલમાં તે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની નવી દિલ્હી કચેરીમાં વહીવટી પદ પર કાર્યરત છે.

સ્પોર્ટ્સ તેના રસનો વિષય છે અને આ ટેકનોલોજીના યુગની રમતોના વાતાવરણ નિર્માણમાં તે ખૂબ રસ લઈ રહ્યો છે.તે ઈ સ્પોર્ટ્સ એસોસીએશન ઓફ ગુજરાતનો સેક્રેટરી છે અને ઈ સ્પોર્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલો હોવાથી તેને ઉપરોક્ત ચેમ્પિયનશિપની સ્પર્ધક બે ભારતીય ટીમો રોકેટલીગ ગેમ પ્લે અને ડોટાના પ્રબંધકની જવાબદારી સોંપવામાં આવી છે. યશ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના યશસ્વી બેડ મિંટન કોચ જયેશ ભાળાવાલાના સુપુત્ર છે.

આ પણ વાંચો :-

‘સેના’ કોની ? શિંદે અને ઠાકરે વચ્ચે ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, ઠાકરેને રાહત 

0

Whose ‘army’

  • શિવસેનાનો ‘સેનાપતિ’ કોણ ? શિંદે અને ઠાકરે વચ્ચે ખેંચતાણ વચ્ચે સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, કહ્યું …..

એકનાથ શિંદે (Eknath Shinde) અને ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) જૂથના વિભાજન પછી શિવસેનાના (Shiv Sena) નિયંત્રણને લઈને બંને પક્ષો વચ્ચે કાનૂની લડાઈ ચાલી રહી છે. આ દરમ્યાન સુપ્રીમ કોર્ટે (Supreme Court) ગુરુવારે સુનાવણી કરતાં ઉદ્ધવ જૂથને રાહત આપી છે. કોર્ટે ચૂંટણી પંચને શિંદે જૂથની અરજી પર હાલમાં કોઈ નિર્ણય ન લેવા જણાવ્યું હતું. હવે આ મામલે આગામી સુનાવણી સોમવારે થશે.

ઉદ્ધવ જૂથને મોટી રાહત :

અગાઉ બુધવારે પણ સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી જ્યાં બંને પક્ષોએ પોત-પોતાની વાત કરી હતી. આ મામલો 5 જજની બેંચને સોંપવા અંગે નિર્ણય લેવામાં આવશે. બંને પક્ષોની લેખિત દલીલો ચકાસવામાં આવશે. સુનાવણી દરમ્યાન શિંદે કેમ્પના વકીલ હરીશ સાલ્વેએ તેમના વતી પ્રસ્તાવિત સુનાવણીના મુદ્દાઓ રજૂ કર્યા. સાલ્વેએ અયોગ્યતા અંગે સ્પીકરની સત્તા અને પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવી તે અંગેની બાબતો ક્રમિક રીતે રજૂ કરી.

CJIએ શું પૂછ્યું ? 

CJI એ પૂછ્યું કે, શું એક વખત ચૂંટાયેલા ધારાસભ્ય પર પાર્ટીનું નિયંત્રણ નથી હોતું. તેઓ પક્ષના ધારાસભ્ય પક્ષની શિસ્ત માટે જ જવાબદાર છે. આ તરફ જવાબમાં શિંદે જૂથના વકીલ સાલ્વેએ કહ્યું ક,  જ્યાં સુધી ધારાસભ્ય પદ પર છે ત્યાં સુધી તેઓ ગૃહની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે હકદાર છે. જો તે પક્ષ વિરુદ્ધ મત આપે તો પણ તે મત માન્ય ગણાશે. સાલ્વેએ કહ્યું કે, હું એમ નથી કહેતો કે પાર્ટી પર નિયંત્રણ નથી.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

હું કહું છું કે અમે પાર્ટી છોડી નથી. તેમણે પાર્ટીની અંદર જ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે જૂથના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ મામલાને બંધારણીય બેંચમાં ન મોકલો. અમે (હું અને સિંઘવી) અમારી દલીલ 2 કલાકમાં પૂરી કરી શકીએ છીએ.

સિબ્બલે શિંદે જૂથના દાવા પર સવાલો ઉઠાવ્યા :

સિબ્બલે પ્રશ્ન કર્યો કે, જેઓ અયોગ્ય છે તેઓ ચૂંટણી પંચમાં વાસ્તવિક પક્ષ હોવાનો દાવો કેવી રીતે કરી શકે ? તેના જવાબમાં ચૂંટણી પંચના વકીલ અરવિંદ દાતારે કહ્યું હતું કે, મૂળ પક્ષકાર હોવાનો અમારો કોઈ દાવો હોય તો અમે તેના પર નિર્ણય લેવા કાયદાકીય રીતે બંધાયેલા છીએ. વિધાનસભામાંથી ગેરલાયક ઠરાવવો એ એક અલગ મુદ્દો છે.

અમે અમારી સમક્ષ મૂકવામાં આવેલા તથ્યોના આધારે નિર્ણયો લઈએ છીએ. ચૂંટણી પંચમાં બંને પક્ષોની એફિડેવિટ રજૂ કરવાની તારીખ 8 ઓગસ્ટ છે. જો કોઈ પક્ષ તેમને નિર્ણય મુલતવી રાખવા વિનંતી કરે તો તેમણે તેના પર વિચાર કરવો જોઈએ. અમે આ મામલાને બંધારણીય બેંચમાં મોકલવા પર વિચાર કરીશું.

આ પણ વાંચો :-

ભ્રષ્ટાચારી ક્લાર્ક…ઘરમાંથી 85 લાખ રોકડ મળી, કરોડોની સંપત્તિના દસ્તાવેજ મળ્યા

0

Corrupt clerk

  • દરોડાની કાર્યવાહીમાં સંપત્તિનો ખુલાસો થતા ભ્રષ્ટાચારી ક્લાર્ક એ હદે ગભરાઈ ગયો કે તેણે બાથરૂમમાં જઈને બાથરૂમ ક્લિનર પી લીધું. અફડાતફડીમાં તેને તરત હમીદીયા હોસ્પિટલ ખસેડાયો. હાલ તે સારવાર હેઠળ છે.

મધ્ય પ્રદેશના (Madhya Pradesh) ભોપાલમાં બુધવારે રાજ્યની આર્થિક અપરાધ શાખા (EOW) ની ટીમે ચિકિત્સા શિક્ષણ વિભાગના (Department of Medical Education) એક ક્લાર્કના ત્યાં રેડ મારી. દરોડા દરમિયાન ટીમને જે મળ્યું તે જાણીને દંગ રહી જશો. ઘરમાં એક કે બે નહીં પરંતુ 85 લાખ રૂપિયા કેશ મળી આવી. આ ઉપરાંત ક્લાર્કના ઘરમાંથી 4 કરોડ રૂપિયાની પ્રોપર્ટીના કાગળો (Property papers) પણ મળ્યા છે. ક્લાર્કના ઘરની બહાર 3 ચાર પૈડાવાળી ગાડીઓ અને લાખોની જ્વેલરી પણ મળી છે.

ક્લાર્કના ઘરે પહોંચી EOW ની ટીમ :

અત્રે જણાવવાનું કે આ ભ્રષ્ટાચારી વ્યક્તિ હીરો કેસવાની ચિકિત્સા શિક્ષણ વિભાગમાં ક્લાર્કના પદે કાર્યરત હતો. બુધવારે સવારે 6 વાગે આ ભ્રષ્ટાચારી બાબુના બેરાગઢ સ્થિત આલીશાન મકાન પર અચાનક ટીમ પહોંચી ગઈ. જઈને જોયું તો બધા દંગ રહી ગયા. ટીમે ઘરમાં ઘૂસીને એક એક ચીજ ફંફોળવાની શરૂ કરી દીધી. પછી તો એક પછી એક નોટોના બંડલ સામે આવવા લાગ્યા. બંડલો ગણ્યા તો 85 લાખ કેશ મળી.

કરોડોની પ્રોપર્ટીના દસ્તાવેજ :

એટલું જ નહીં આ ક્લાર્ક હીરો કેસવાનીના ઘરમાંથી 4 કરોડની પ્રોપર્ટીના દસ્તાવેજ પણ મળ્યા. જેમાં બેરાગઢમાં આલીશાન ઘર, પ્લોટ અને જમીનના દસ્તાવેજ સામેલ હતા.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

આ સાથે જ લાખોની જ્વેલરી પણ મળી. એકલા બેરાગઢનું જે મકાન છે તે જ દોઢ કરોડનું કહેવાઈ રહ્યું છે. ટીમને તપાસમાં જાણવા મળ્યું કે હીરો કેસવાનીએ મોટાભાગની સંપત્તિ પત્નીના નામે ખરીદી હતી.

ડરના કારણે પી લીધું બાથરૂમ ક્લીનર :

દરોડાની કાર્યવાહીમાં સંપત્તિનો ખુલાસો થતા ભ્રષ્ટાચારી ક્લાર્કએ હદે ગભરાઈ ગયો કે તેણે બાથરૂમમાં જઈને બાથરૂમ ક્લિનર પી લીધુ. અફડાતફડીમાં તેને તરત હમીદીયા હોસ્પિટલ ખસેડાયો. હાલ તે સારવાર હેઠળ છે.

4 હજાર રૂપિયાના પગારથી શરૂ કરી નોકરી :

હીરો કેસવાની જ્યારે નોકરીએ જોડાયો ત્યારે તેનો પગાર મહિને 4 હજાર રૂપિયા હતો. આજની તારીખમાં તેનો પગાર લગભગ 50 હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે. આમ છતાં હીરો કેસવાની કરોડોની સંપત્તિનો માલિક બની બેઠો છે.

સસ્પેન્ડ કરાયો :

કરોડના કૌભાંડ બાદ ચિકિત્સા શિક્ષણ વિભાગે ક્લાર્ક હીરો કેસવાનીને સસ્પેન્ડ કરી દીધો છે. હીરો કેસવાનીને સાગર મેડિકલ કોલેજમાં અટેચ કરાયો. ચિકિત્સા શિક્ષણ સંચાલનાલયે પણ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. સંચાલનાલયે ક્લાર્ક હીરો કેસવાની વિરુદ્ધ ખાતાકીય તપાસ પણ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો :-

Tiranga Bike Rallyમાં જોડાયેલા સાંસદ મનોજ તિવારીએ કરી મોટી ભૂલ, 41 હજાર રૂપિયાનું ચલણ કપાયું

0

MP Manoj Tiwari involved in Tiranga

  • લાલ કિલ્લાથી નીકળેલી તિરંગા બાઈક રેલીમાં બાઈક ચલાવવી ભાજપના સાંસદ મનોજ તિવારીને  ભારે પડી. સાંસદ મનોજ તિવારીએ પોતાની ભૂલ બદલ ટ્વિટર પર માફી પણ માંગી અને કહ્યું કે તેઓ દિલ્હી ટ્રાફિકપોલીસની ઓફિસમાં જઈને ચલણ ભરશે. ત્યારબાદ તેઓ ટ્રાફિક પોલીસની ઓફિસે પહોંચ્યા. જ્યાં તેમણે 41 હજાર રૂપિયાનું ચલણ જમા કરાવ્યું.

લાલ કિલ્લાથી (Red Fort) નીકળેલી તિરંગા બાઈક રેલીમાં (Tricolor Bike Rally) બાઈક ચલાવવી ભાજપના સાંસદ મનોજ તિવારીને  ભારે પડી. વાત જાણે એમ છે કે તેઓ હેલમેટ વગર બાઈક ચલાવી રહ્યા હતા. કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને દિલ્હી ટ્રાફિક પોલીસને (Delhi Traffic Police) મોકલી દીધો. ફરિયાદ મળતા ટ્રાફિક પોલીસે ઘટનાની તપાસ કરી તો સાચી ઠરી. ત્યારબાદ ટ્રાફિક પોલીસે સાંસદ મનોજ તિવારી (MP Manoj Tiwari) પર 41 હજાર રૂપિયાનું ચલણ ઠોકી દીધુ.

દિલ્હી ટ્રાફિક પોલીસના જણાવ્યાં મુજબ તિરંગા બાઈક રેલીમાં સામેલ થયેલા સાંસદ મનોજ તિવારી જ્યારે મોટરસાઈકલ ચલાવી રહ્યા હતા ત્યારે તેમણે હેલમેટ પહેરી નહતી. તે બાઈક પર ન તો પોલ્યુશન સર્ટિફિકેટ હતું કે ન તો હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ હતી. ઘટના સમયે મનોજ તિવારી પાસે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ ન હતું. આ બધી ખામીઓના આધારે ટ્રાફિક પોલીસે સાંસદનું 21 હજારનું ચલણ કાપ્યું. આ સાથે જ બાઈકના મૂળ માલિક ઉપર પણ 20 હજાર રૂપિયાનું ચલણ ઠોકીને તે પણ મનોજ તિવારીને જ પકડાવી દીધુ. આમ તિરંગા રેલીમાં સામેલ થવા બદલ સાંસદને કુલ 41 હજાર રૂપિયાનું ચલણ લાગ્યું.

બુધવારે નીકળી હતી તિરંગા બાઈક રેલી :

અત્રે જણાવવાનું કે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થવાના અવસરે મોદી સરકારે ગત વર્ષથી આઝાદી કા અમૃત મહોત્સવ શરૂ કર્યો હતો. જે હેઠળ આ વખતે 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરમાં તિરંગો ફરકાવવાનો છે. આ અંગે જાગૃતતા વધારવા માટે સાંસદોએ બુધવારે દિલ્હીમાં તિરંગા બાઈક રેલી કાઢી.

જુઓ વિડીયો : CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે સુરતથી ‘હર ઘર તિરંગા યાત્રા’ની શરૂઆત

આ રેલીને ઉપરાષ્ટ્રપતિ એમ વેકૈયા નાયડુએ લીલી ઝંડી દેખાડીને રવાના કરી હતી. રેલીમાં અનેક મંત્રીઓ, સાંસદો અને વિધાયકોએ ભાગ લીધો. આ રેલીમાં એક બુલેટ પર સાંસદ મનોજ તિવારી પણ સામેલ થયા હતા.

હેલમેટ વગર કરી બુલેટની સવારી :

રેલી બાદ તેમણે ટ્વિટર પર ફોટા અને વીડિયો નાખીને ફેન્સેને આ રેલી વિશે જણાવ્યું. તેમાં હેલમેટ વગર બુલેટ ચલાવતા જોઈને અનેક લોકોએ તેમને ટ્રોલ કર્યા અને દિલ્હી પોલીસ પાસે કાર્યવાહીની માંગણી કરી હતી.

સાંસદે આપ્યું નિવેદન :

ટ્રોલ થયા બાદ સાંસદ મનોજ તિવારીએ પોતાની ભૂલ બદલ ટ્વિટર પર માફી પણ માંગી અને કહ્યું કે તેઓ દિલ્હી ટ્રાફિકપોલીસની ઓફિસમાં જઈને ચલણ ભરશે. ત્યારબાદ તેઓ ટ્રાફિક પોલીસની ઓફિસે પહોંચ્યા. જ્યાં તેમણે 41 હજાર રૂપિયાનું ચલણ જમા કરાવ્યું. મનોજ તિવારીએ પોતાના ફેન્સને અપીલ કરી છે કે આ પ્રકારની ભૂલ તેઓ ક્યારેય ન દોહરાવે અને હંમેશા હેલમેટ પહેરીને જ બાઈક ચલાવે.

આ પણ વાંચો :-

કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન : સુરેન્દ્રનગરના મેથાણ ગામે એક સાથે પાંચ જિંદગીઓ ડૂબી

0

The atmosphere is gloomy with tragic cries

  • સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવડીમાં બપોરના સમયે તળાવડીમાં એક સાથે પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા.

સુરેન્દ્રનગરના (Surendranagar) મેથાણ ગામે આવેલા તળાવમાં મોટી દુર્ઘટના બની છે. જેમાં ચાર બાળકી સહિત પાંચ બાળકો ડૂબી જતાં તેમના કરૂણ મોત નિપજ્યા હતા. બાળકોના મૃતદેહોને (dead bodies) તળાવમાંથી બહાર કાઢી ધાગધ્રા (DHAGADRA) સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. આ ગોઝારી ઘટનામાં એક સાથે પર-પ્રાંતીય 5 બાળકોના મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

ધ્રાંગધ્રા ધારાસભ્ય પુરસોત્તમ સાબરીયા પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. DYSP સહિતનો કાફલો પણ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. રાજકોટ પી.એમ માટે બાળકોના મૃતદેહોને ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામ નજીક તળાવડીમાં આજે બપોરના સમયે તળાવડીમાં એક સાથે પાંચ બાળકો ન્હાવા પડ્યા હતા. ત્યારબાદ તમામ બાળકો ગુમ થયા હતા. પરંતું એક બાળકીના પિતા તળાવ આસપાસ તપાસ કરતા એક બાળકનો મૃતદેહ પાણીમાં દેખાયો હતો.

ત્યાર બાદ તળાવમાં વધુ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેથી એક એક કરીને પાંચ પર પ્રાંતિય બાળકોની લાશો મળી આવી હતી. આ ગોઝારી ઘટનામાં મૃત્યુ પામનારમાં ચાર દીકરી અને એક દીકરાનો સમાવેશ છે.

આ ઘટનાને પગલે સ્થાનિકો લોકોએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરી હતી, જેથી પોલીસે ફાયર અને તરવૈયાની ટીમની મદદથી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. તળાવમાંથી લોકોએ પાંચેય બાળકોની લાશોને એક પછી એક બહાર કાઢતા ગરીબ પરિવારજનોમાં આક્રંદ છવાયું હતું.

મૃતકોના નામ :

– પ્રિયંકા પારસીંગભાઈ (ઉ.વ.5)
– દિનકી પારસીંગભાઈ ( ઉ.વ.7)
– અલ્કેશ પારસીંગભાઈ (ઉ.વ.10)
– લક્ષ્મી પ્રતાપભાઈ (ઉ.વ.9)
– સંજલા પ્રતાપભાઈ (ઉ.વ.7)

આ પણ વાંચો :-

23 ઇંચના બાઇસેપ, બોડી બનાવવામાં થઈ એવી હાલત, જન્મદિવસ પર થયું નિધન

23 inch biceps

  • ટિક ટોક પર પોતાને સક્રિય રાખનાર બોડી બિલ્ડર વાલ્દિર સેગાતોનું મોત તેના જન્મદિવસ પર થઈ ગયું. તેણે ઘણા ઇન્જેક્શન લઈ રાખ્યા હતા.

બોડી બનાવવી (Building a body), બાઇસેપ્સ-ટ્રાઇસેપ્સ વધારવા આજકાલ ભારતના દરેક યુવકનું સપનું બની ગયું છે. જિમમાં પરસેવો વહાવી મહેનત કરી બોડી બનાવવામાં લાંબો સમય લાગે છે અને તેમ છતાં પિક્સરના હીરોની જેમ બોડી બની શકતી નથી. ત્યારબાદ ઘણા લોકો પોતાની બોડીના મસલ્સ (Muscles of the body) વધારવા માટે ઇન્જેક્શન (injection) લગાવે છે. જે શરીર માટે ખુબ ખતરનાક હોય છે. અહીં લોકો પોતાનો જીવ પણ ગુમાવી દે છે. આવો એક કેસ બ્રાઝીલમાં સામે આવ્યો છે.

23 ઇંચવાળા બાઇસેપ્સ ધરાવતા બોડી બિલ્ડરનું મોત :

55 વર્ષના એક ટિક ટોકરનું મોત તેના જન્મદિવસ પર થઈ ગયું. વર્ષોથી તે બોડી બનાવવા જીવલેણ ઇન્જેક્શન લઈ રહ્યો હતો. તેવામાં આ ખતરનાક ઇન્જેક્શનની મદદથી તેણે 23 ઇંચના બાઇસેપ્સ પણ બનાવી લીધા હતા. તે વ્યક્તિ ટિકટોક પર એટલો ફેમસ હતો કે તેના મિલિયસન્સમાં ફોલોઅર્સ હતા. તેને 6 વર્ષ પહેલા ચેતવણી આપવામાં આવી હતી કે તે આવા ખતરનાક સ્ટેરોયડ કે ઇન્જેક્શનનો ઉપયોગ ન કરે. તેની નર્વ સિસ્ટમ પણ ખરાબ થઈ ચુકી હતી.

કઈ રીતે થયું બોડી બિલ્ડરનું મોત ?

લોકલ મીડિયાના સમાચાર પ્રમાણે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હતી. ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેનું મોત થઈ ગયું.

રસપ્રદ છે બોડી બિલ્ડરની કહાની :

તમને જણાવી દઈએ કે બ્રાઝીલના વાલ્દિર સેગાતોના ડોક્ટરોએ તેને છ વર્ષ પહેલા ચેતવણી આપી હતી કે બોડી બનાવવામાં તે ઇન્જેક્શનનો ઉપયોગ ન કરે. પરંતુ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા તેની બોડીની પ્રશંસા કરવામાં આવતી હતી. ત્યારબાદ તેણે તેના બાઇસેપ્સ વધારવાનું નક્કી કર્યું હતું.

જન્મદિવસ પર થયું મોત :

ટિક ટોક પર પોતાના સક્રિય રાખનાર વાલ્દિર સેગાતોનું મોત તેના જન્મદિવસ પર થયું છે. મોત પહેલા વાલ્દિર ખુબ પરેશાન થયો. વાલ્દિર સવારે છ વાગે ઘરમાં ફરી રહ્યો હતો. ત્યારબાદ નજીકના રૂમમાં ગયો અને મદદ માંગી. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું નિધન થઈ ગયું.

આ પણ વાંચો :-

વડોદરાના સ્પામાંથી ઝડપાયો થાઇલેન્ડની ટ્રાન્સજેન્ડર, જાણો કેવી રીતે ફૂટ્યો સમગ્ર ઘટનાનો ભાંડો

Transgender from Thailand

  • અલકાપુરી વિસ્તારના કોમ્પલેક્ષના ત્રીજા માળે ચાલતા સી સોલ્ટ નામના સ્પામાં ભારતના વિઝા પુરા થઈ ગયા હોવા છતાં પણ રહીને એક કિન્નર કામ કરી રહ્યો છે.

વડોદરામાંથી (Vadodara) સ્પામાં કામ કરતો મૂળ થાઈલેન્ડનો (Thailand) અને વગર વિઝાએ ભારતમાં રહેતો કિન્નર ઝડપાયો છે, વડોદરાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ (Anti-Human Trafficking) પોલીસને બાતમી મળી હતી કે શહેરના અલકાપુરી (Alkapuri) વિસ્તારના કોમ્પલેક્ષના ત્રીજા માળે ચાલતા સી સોલ્ટ નામના સ્પામાં ભારતના વિઝા પુરા થઈ ગયા હોવા છતાં પણ રહીને એક કિન્નર કામ કરી રહ્યો છે.

આ સમગ્ર બાતમીના આધારે વડોદરા હ્યુમન ટ્રાફિકની ટીમ સાથે સયાજીન પોલીસની શી ટીમ સાથે રહીને અલકાપુરી સ્થિત સ્પામાં દરોડા કર્યા હતા. જે દરમિયાન આ કિન્નરના ડોક્યુમેન્ટસ તપાસતા તે પોતે મૂળ થાઈલેન્ડનો રહેવાસી હોવાનું જણાયું હતું. એક દિવસ પહેલા જ ભોપાલથી વડોદરા આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.

મહત્વનું છે કે, છેલ્લા એક વર્ષથી ચાલતું વડોદરા શહેરના અલકાપુરી સ્થિત આસપાસ સેન્ટરમાં કોઈ દેહવેપાર જેવી ગેર પ્રવૃત્તિઓ તો નથી ચાલતી ને આ દિશામાં પણ પોલીસે પૂછપરછ કરી હતી. પરંતુ આવી કોઈ બાબત સામે નહીં આવતા પોલીસે વિદેશી કિન્નર શ્રી કન્યા, સ્પાના માલીક સમીર જોષી અને મેનેજર ઓમી બહાદુર સુબા મુળ નેપાળને રેહવાસી વિરુદ્ધ ધી ફોરેનર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

કેટલાક વર્ષોથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ધમધમતાને સ્પાના નામે ચાલતા દેહ વેપારના કીસ્સા વારંવાર પ્રકાશમાં આવે છે, ત્યારે વડોદરામાં પણ  આ પ્રકારના સ્પામાં ખાસ તપાસ એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં દરોડા કરી અને દેહવેપાર ચાલતા હોવાના ખુલાસા થયા છે. ત્યારે આ જ પ્રકારની એક બાતમીના આધારે વધુ એક વખત વડોદરાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ ની બાતમીના આધારે શહેરના સ્પા સેન્ટરમાં દરોડા કરવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારનો દેહ વેપાર ચાલતું નહીં હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે વગર વિઝાએ ભારતમાં રહી અને સ્પામાં કામ કરતાં કિન્નર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સ્ટેટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, એસઓજી અને સ્થાનિક પોલીસ તપાસનો તજવી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો :-