Home Blog Page 1352

આણંદ : કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત

0

Anand: Accident between car

  • રક્ષાબંધનના દિવસે આણંદના સોજીત્રા નજીક કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો, 6માંથી 3 મૃતક તો એક જ પરિવારના હોવાનું સામે આવી રહ્યું છે.

આણંદ જિલ્લાના સોજીત્રા (sojitra)માં એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. આ ત્રિપલ અકસ્માત (Tripal Accident)માં 6 લોકોના કમકમાટીભર્યા મોત (6 people died) થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સોજીત્રા પાસે કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સોજીત્રાના જ 4 વ્યક્તિના મોત નિપજ્તાં ભારે ગમગીની છવાઇ છે. ખાસ કરીને 3 મૃતક તો એક જ પરિવારના હોવાનું સામે આવી રહ્યું છે.

રક્ષાબંધનના દિવસે આણંદના સોજીત્રા નજીક કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના દ્રશ્યો જ કંપાવી દે તેવા છે. અકસ્માતના પગલે આસપાસના ગામના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

જોકે, અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે તે પહેલાં જ ઘટનાસ્થળે છ લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. જે બાદ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સોજીત્રા ખસેડ્યા હતા. આ ઉપરાંત અકસ્માતમાં ઘાયલ લોકોને સારવર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

યાસીનભાઈ મોહમદભાઈ વોહરા, જાનવી વિપુલભાઈ મિસ્ત્રી, વીણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, બોરીયાવીના યોગેશભાઈ રાજુભાઇ, તેમજ અન્ય એક વ્યક્તિ મળી કુલ 6 વ્યક્તિના મોત થયા છે.

આ સમગ્ર ઘટના અંગે ખંભાતના ડિવાયએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, સાંજે 6.30થી 7 કલાક દરમિયાન અકસ્માત સર્જાયો હતો. કિયા કાર, બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 6 લોકોનાં મોત થયા છે. જેમાં રીક્ષાચાલક, રીક્ષામાં સવાર ત્રણ પેસેન્જર્સ અને બાઇક પર સવાર બે લોકો સહિત કુલ છ લોકોના મોત થયા છે.

અકસ્માત કિયા ગાડી દ્વારા સર્જાયો છે. આરોપીની વધુ પૂછપરછ કરતાં ખ્યાલ આવશે કે શું ઘટના બની હતી. અત્યારે આરોપી આણંદ હોસ્પિટલમાં છે. કાર કેતન નામના વ્યક્તિના નામે હોવાનું સામે આવ્યું છે અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ડ્રાઇવર નશાની હાલતમાં હતો કે કેમ તે રિપોર્ટ પરથી ખ્યાલ આવશે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ, 12 ઓગસ્ટ 2022 : શિરડી સાંઈબાબાની કૃપાવર્ષાથી આ રાશીના લોકોને મળશે સફળતાના માર્ગ

Today’s Horoscope, August 12, 2022 Gujarat Guardian

મેષઃ

આવકનું પ્રમાણ જળવાય. નાના ભાઇ બહેનો તરફથી સારા સમાચાર મળે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારમાં શાંતિ, નોકરીમાં બઢતી, પ્રગતિ સંભવે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. મિત્રવર્ગ તરફથી સાથ-સહકાર મળે.

વૃષભઃ

દિવસ દરમ્યાન મોજશોખનું વાતાવરણ રહે. પરિવારના સભ્યોની પ્રગતિ થતી જણાય. દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો રહે. બપોર બાદ ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન સાથે ઉગ્રતા ટાળવી.

મિથુનઃ

સ્વભાવમાં ઉગ્રતા રહે. બપોર સુધી દિવસ શાંતિથી પસાર કરવો. બપોર બાદ ભાગ્યનો સાથ મળે. આવક આવતી જણાય. નાના યાત્રા પ્રવાસના યોગ બને છે. ધાર્મિક કાર્યમાં સહભાગી થવાય.

કર્કઃ

બપોર સુધી આવક જળવાય. જીવનસાથી સાથે આનંદ. બપોર બાદ ઉદાસીનતા નો અનુભવ થાય. આવકનું પ્રમાણ ઘટતું જણાય. શરદી-ખાંસી થી પરેશાની થાય. અગત્યના કાર્યો ટાળવા.

સિંહઃ

પારિવારિક ક્ષેત્રે આનંદ જળવાય. કાર્યમાં સફળતા મળતી અનુભવાય. બપોર પછી આવક અંગે સારો દિવસ છે. બપોર સુધી વિચારોમાં નકારાત્મકતા રહે. તથા આરોગ્ય કથળે. દામ્પત્ય ક્ષેત્રે આનંદનો અનુભવ થાય.

કન્યાઃ

સ્વભાવમાં સરળતા વર્તાય. નાણાંનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. સંતાન સુખમાં વધારો થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર પછી આરોગ્ય સાચવવું. પ્રવાસ યોગ બને છે. ભાગ્યનો સાથ મળે.

તુલાઃ ‌

આરામ કરવાની ઇચ્છા થાય. નાણાંકીય ફાયદો મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતા-પિતાનું સ્વાસ્થ્ય જળવાય. સ્થાવર જંગમ મિલકત માટે બપોર સુધી સારૂં.

વૃશ્ચિકઃ

આનંદ ઉત્સાહમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત થતું જણાય. પારિવારિક સુખમાં વધારો થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. બપોર બાદ સ્થાવર જંગમ મિલકતના કાર્ય અંગે શુભ સમય છે. આરોગ્ય જળવાય.

ધનઃ

સેવાકીય ક્ષેત્રે પ્રવૃત્ત થવાથી માન-સન્માનમાં વધારો થાય. મનનું ઉચ્ચકોટિનું વલણ પેદા થાય. આવકનું પ્રમાણ જળવાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ મેળવવો શક્ય બને.

મકરઃ

ખેડૂતોને લાભ. ખોળ-કપાસીયાથી ફાયદો. બાગ બગીચાની શોભા શોભા વધે. ધન પ્રાપ્તિ થાય.સત્તા, હોદ્દો, માન, સન્માન વધતા જણાય. સંતાન સાથે લાગણીશીલતા વધે. હાડકાના દુઃખાવાથી સાચવવું જરૂરી.

કુંભઃ

બપોર સુધી દરેક ક્ષેત્રે સામાન્ય દિવસ. બપોર બાદ આનંદ ઉત્સાહ વધે. જમીન-મિલકત તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. સ્ત્રીવર્ગ સાથે લહેણું વધે. નોકરી-ધંધામાં સારા સમાચાર મળે. જીવનસાથી સાથે આનંદ.

મીનઃ

બપોર સુધી આવક જળવાય. બપોર બાદ આવક અટકતી જણાય. ખર્ચ વધે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમની ભાવના વધે. નોકરી ધંધામાં પ્રગતિ થતી જણાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. બપોર બાદ સાવધાની જરૂરી.

આ પણ વાંચો :-

Drugsના ઓવરડોઝના લીધે યુવકનું મોત, અંતિમ વીડિયોમાં કરી સ્ફોટક કબૂલાત

Death of a young man due to

  • ગુજરાતમાં બોટાદ અને બરવાળામાં લઠ્ઠાકાંડ બાદ હવે વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝથી યુવાનના થયેલા શંકાસ્પદ મોતે ચકચાર જગાવી મુકી છે. ત્યારે હવે વડોદરાનો યુવક ડ્રગ્સનો ઓવરડોઝ લેતા પહેલા ડ્રગ્સ ડિલર સમક્ષ વીડિયોમાં પોતે જાતે ડ્રગ્સનો ઓવર ડોઝ લેતો હોવાની કબૂલાત કરતો વીડિયો સામે આવ્યો છે.

તાજેતરમાં ગુજરાતના બરવાળા અને બોટાદમાં (Barwala and Botad) સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 40થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતા. હજુ સુધી એ ઘટનાના પડઘા શાંત થયા નથી. ત્યારે સંસ્કારી નગરી વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝના લીધે યુવક શંકાસ્પદ મોતે (Youth suspicious death) ખળભળાટ મચાવી દીધો છે. જોકે હવે ડ્રગ્સનો ઓવર ડોઝ (Overdose of drugs) લેતાં પહેલાં મૃતકે પોતે અંતિમ વિડીયોમાં સ્ફોટક કબૂલાત કરી છે. સમગ્ર ઘટનનાને પગલે ક્રાઇમને તપાસ સોંપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના સમા વિસ્તારમાં રહેતા યુવક વિવેક કરણનું ડ્રગ્સના ઓવરડોઝના લીધે શંકાસ્પદ મોત નિપજ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મૃતકે અંતિમ વીડિયો શૂટ કરીને સ્ફોટક કબૂલાત કરી છે. જેમાં મૃતક વિવેક કરણનું ડ્રગ્સ ડીલરે કબુલનામુ રેકોર્ડિંગ કર્યું હોવાનું બહાર આવ્યું છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

ગુજરાતમાં બોટાદ અને બરવાળામાં લઠ્ઠાકાંડ બાદ હવે વડોદરામાં ડ્રગ્સના ઓવરડોઝથી યુવાનના થયેલા શંકાસ્પદ મોતે ચકચાર જગાવી મુકી છે. ત્યારે હવે વડોદરાનો યુવક ડ્રગ્સનો ઓવરડોઝ લેતા પહેલા ડ્રગ્સ ડિલર સમક્ષ વીડિયોમાં પોતે જાતે ડ્રગ્સનો ઓવર ડોઝ લેતો હોવાની કબૂલાત કરતો વીડિયો સામે આવ્યો છે.

અંતિમ વીડિયોમાં વિવેક કહી રહ્યો છે કે હા ભાઈ મેં અપને હિસાબ સે પી રહા હું, મુજે કોઈ પિલા નહી રહા હૈ.. મેં ખુદ માલ ઔર સીરીંઝ લેકે આયા હું. તો બીજી તરફ પોલીસે બલજીત, નેહા અને કૈલાસ ઉર્ફે પરિન ભંડારીનું નિવેદન નોંધ્યું હતું.

કોમનવેલ્થ ગેમમાં શાનદાર પ્રદર્શન કરી દેશ માટે મેડલ જીતનાર ખેલાડીઓનું વતન પરત ફરતાંની સાથે જ કરાયું જોરદાર સ્વાગત ..

પરિન ભંડારીએ વિવેક પાસે કબુલાવી વિડિયો બનાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મૃતક વિવેક કરણ પીને આવ્યો હોવાથી ફ્લેટ પર રોકાવાની અમે ના પાડી હોવાછતાં પણ રોકાયો હતો, જેથી અમે પોતાની સેફટી માટે વિડિયો બનાવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ડ્રગ્સ ડીલર બલજીત રાવતના મકાનમાં નેહા અને પરિન ભંડારી સપ્લાયનું કામ કરતા હોવાની ચર્ચા છે. બલજીત રાવત પોતાના ડિફેન્સ કોલોનીના ઘરમાં લાંબા સમયથી ડ્રગ વેચવાનો ધંધો કરતો હતો, જેમાં નેહા અને પરીન ભંડારી પણ હતાં. તેઓ ડિલિવરીનું કામ પણ કરતા હતા. સમા પોલીસને ચોપડે દ્રગ્સ નેટવર્ક ચલાવતા હોવાના મામલે બલજીત રાવત, નેહા અને પરીન ભંડારી સામે ગુના નોંધાયા છે.

આ પણ વાંચો :-

ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર ગણાતા આ સ્થળે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી, આરામ માટે નવાબોની હતી પહેલી પસંદ

0

Considered as the mini Kashmir

  • બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને લઇને બનાસકાંઠાની નદીઓમાં નવા નીરની આવક થઇ છે. બનાસકાંઠામાં સતત ચાર દિવસથી અવિરત વરસાદને લઈ નદીઓ અને ચેકડેમ છલકાયા છે. મીની કાશમીર ગણાતા બાલારામ મહાદેવના મંદિર નજીક નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.

રાજ્યમાં આ વખતે મનમૂકીને વરસાદ (Random rain) ખાબક્યો છે. ગુજરાતમાં સિઝનનો 80 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યના 33 જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. ત્યારે ઠેર-ઠેર નદી-નાળા, ચેકડેમો અને ધોધ છલકાયા છે. ત્યારે રાજસ્થાન (Rajasthan) અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાલનપુર નજીક આવેલી બાલારામ નદી (Balaram River) ફરી જીવંત બની છે. બે વર્ષ બાદ યાત્રાધામ બાલારામ મહાદેવના બાલારામ નદીમાં નવા નીરની આવક થઇ છે. નદીઓમાં પાણી આવતા પ્રકૃતિ પણ સોળે કલાએ ખીલી ઉઠી છે.

બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને લઇને બનાસકાંઠાની નદીઓમાં નવા નીરની આવક થઇ છે. બનાસકાંઠામાં સતત ચાર દિવસથી અવિરત વરસાદને લઈ નદીઓ અને ચેકડેમ છલકાયા છે. મીની કાશમીર ગણાતા બાલારામ મહાદેવના મંદિર નજીક નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. જેને પગલે પર્યટકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પર્યટકો સંખ્યામાં વધારો થયો છે.

અત્યારે તેની આજુ-બાજુ ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે. નજીકમાં આવેલા ધારમાતા પાસેથી પણ આ બાલારામ નદીનું પાણી બાલારામ મહાદેવના મંદિર પાસે આવે છે. શ્રાવણ માસમાં બાલારામમાં શિવભક્તો અને પ્રવાસીઓ મોટાભાગે પિકનિક મનાવવા આવતા હોય છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

કુદરતના સાંનિધ્યમાં આવેલું આ ભક્તિસ્થળ મનને શાંતિનો અનુભવ કરાવે છે. જ્યાં જુઓ ત્યાં હરિયાળા વૃક્ષોની ચાદર વચ્ચે બાલારામમાં આહલાદક અનુભવ થાય છે.

બાલારામમાં આવેલું છે મહાભારત કાળનું 500 વર્ષ જૂનું શિવમંદિર :

બનાસકાંઠાના પાલનપુરથી 12 કિલોમીટર દૂર બાલારામ મહાદેવનું પવિત્ર મંદિર આવેલું છે. મહાભારત કાળના 5000 વર્ષ જૂના શિવ મંદિર કહેવાય છે. એવું કહેવાય છે કે પાંડવો પણ આ સ્થળે આવ્યા હતા અને અહીં થોડો સમય રોકાયા છે. આ મંદિર તેના સુંદર સ્થાન માટે જાણીતું છે, તે લીલાછમ હરિયાળીથી ઘેરાયેલા છે અને તેની બાજુ વહેતી નાની નદી છે. કુલ શાંતિ અને શાંતિની લાગણી તે પિકનિક સ્થળ માટે આદર્શ સ્થળ બનાવે છે.

આરામ માટે અહીં આવતા હતા નવાબો :

એવું માનવામાં આવે છે કે પાલનપુર અથવા બનાસકાંઠાના પ્રદેશ પર રાજ કરનારા લોહાની નવાબ, તેમના મનપસંદ આરામ સ્થળ તરીકે બલરામ પેલેસનો ઉપયોગ કર્યો હતો. ઐતિહાસિક અહેવાલો દાવો કરે છે કે બાલારામ પેલેસ પાલનપુરના 29 મા દાયકામાં, 1922 અને 1936 ની વચ્ચે બંધાવવમા આવ્યો હતો.

આ ભવ્ય મહેલની અંદરનું સ્થાપત્ય નિયો-ક્લાસિકલ અને બરોક શૈલીનાં સ્થાપત્યથી પ્રેરિત છે. આ મહેલનું બાંધકામમાં કુલ 542 ચોરસ મીટરમાં કરવામાં આવ્યું છે. આ ભવ્ય મહેલની આસપાસ લીલાછમ જંગલો અને બગીચા છે.

આ પણ વાંચો :-

પોલીસકર્મીઓ માટે મોટા સમાચાર, 15 ઓગસ્ટ પહેલાં ગ્રેડ પે મુદ્દે ગુજરાત સરકાર કરી શકે છે મોટી જાહેરાત

0

Big news for policemen

  • 15 ઓગસ્ટ પહેલાં પોલીસકર્મીઓના ગ્રેડ પે મુદ્દે ગુજરાત સરકાર મોટી જાહેરાત કરી શકે છે.

પોલીસ ગ્રેડ પેને લઇને ગુજરાતના પોલીસકર્મીઓ (A policeman from Gujarat) માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. કારણ કે રાજ્ય (Gujarat) સરકાર 15 ઓગસ્ટ પહેલા પોલીસકર્મીઓને મોટી ભેટ આપી શકે છે. સરકાર પોલીસ ગ્રેડ પે મુદ્દે મહત્વની જાહેરાત કરી શકે છે.

વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાઇ છે :

જણાવી દઇએ કે, વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાઇ છે. પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકારનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. આથી, પોલીસ ગ્રેડ પે બાબતે ખુદ મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે, પોલીસ ગ્રેડ પેની દરખાસ્ત મંજૂર કરી દેવાઇ છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ! 58 કરોડ તો ખાલી રોકડા

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ‘ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે’ :

ઉલ્લેખનીય છે કે, પોલીસ ગ્રેડ પેને લઇને થોડાક દિવસો અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘પોલીસ ગ્રેડ પે બાબતે વિચારણા ચાલુ છે. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.’

ગ્રેડ પે અમારો અધિકાર થકી સોશિયલ મીડિયામાં આંદોલન કર્યુ હતું :

ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 2200 ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે. જેમાં વધારો કરી એએસઆઈને 2400, કોન્સ્ટેબલને 2800 મળે તો કોન્સ્ટેબલને 33 હજાર પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને 3600  ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં હતી.

આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી અને ગ્રેડ પે અમારો અધિકાર તેવી પોસ્ટ માંરફતે સોશિયલ મીડિયાના માધ્યમ થકી આંદોલન પણ છેડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :- 

Gujarat Monsoon : ઉકાઇ ડેમના 12 દરવાજા ખોલ્યા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર

0

Gujarat Monsoon

  • દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં ડેમ પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજામાંથી 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. જેમાં ડેમમાંથી હાલ 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતની (South Gujarat) જીવાદોરી સમાન ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં ડેમ પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજામાંથી 12 દરવાજા ખોલી તાપી નદીમાં (Tapi River) પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. જેમાં ડેમમાંથી હાલ 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જ્યારે હાલ ડેમના ઉપરવાસમાંથી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે. ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ ડેમ સપાટી 334.71 છે જ્યારે ડેમનું રૂલ લેવલ 335 છે. રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-ર૦૭ જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા રપ,ર૬૬ MCM છે તેની સામે અત્યાર સુધીમાં ૧૭,૩૯પ MCM પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે ૬૯ ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે.

પાણીનો આ આવરો પાછલા ૧૩ વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.૧૦મી ઓગસ્ટ કરતાં ર૧ ટકા વધારે છે. રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરતાં જણાવવામાં આવ્યું કે, કચ્છ પ્રદેશમાં ર૦ મધ્યમ અને ૧૭૦ નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ ૭૦ ટકા પાણી છે.

સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં તા.૧૦મી ઓગસ્ટ-ર૦રર ની સ્થિતીએ ૬૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૪ ટકા, મધ્યમ ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪ ટકા તેમજ ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ૩૧ ટકા પાણી છે. સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના જે ર૦૬ જળાશયો છે તેમાંથી ૧૦૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૬૯, ૮૦ થી ૯૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૧ર, ૭૦ થી ૮૦ ટકા સુધીના ૧૦ તેમજ પ૦ થી ૭૦ ટકા સુધીના ૩પ અને પ૦ ટકા સુધીના ૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

રાજ્યના જે ૭૩ જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના ૬ર જળાશયોમાં આગામી ઓગસ્ટ-ર૦ર૩ સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં સરેરાશ ૮૦ ટકા વરસાદ તા.૧૦ ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે. એટલું જ નહિ, રાજ્યના ૩૩ જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે.

આ પણ વાંચો :-

ગાંભોઇમાં જમીન દાટેલી બાળકીનું મોત, રક્ષાબંધને જ બાળકીએ લીધા અંતિમ શ્વાસ

0

Death of a girl who was buried

  • નવજાત બાળકીની હિંમતનગર સિવિલમા સારવાર ચાલી રહી હતી પરંતુ આજે 8 દિવસ બાદ વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.

થોડા દિવસો અગાઉ હિંમતનગરના (Himmatnagar) ગાંભોઇમાં ચકચારી ઘટનાને રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. ગાંભોઈમાં (Gambhoi) જીઇબી પાસે ખેતરમાં નવજાત બાળકી દાટેલી મળી આવી હતી અને તેના પગ હલતા હોવાથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા GEBના કર્મચારીઓએ ખેતરમાં પહોંચી બાળકીને બહાર કાઢી હતી.

108 એમ્બ્યુલન્સની મારફતે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. નવજાત બાળકીની હિંમતનગર સિવિલમા સારવાર ચાલી રહી હતી પરંતુ આજે 8 દિવસ બાદ વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.

છેલ્લા કેટલાક દિવસથી બાળકીની સારવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. તે સમય પહેલાં લગભગ સાત મહિનામાં પેદા થઇ હતી તેથી તેનું વજન ફક્ત 1 કિલો હતું. તેની ગર્ભનાળ જોડાયેલી હતી. તે લગભગ ત્રણ કલાક સુધી દફન રહી હતી.

રૂ.390 કરોડનો ખજાનો: ઘરમાં રૂપિયાનો પહાડ! 58 કરોડ તો ખાલી રોકડા

સારવાર શરુ કર્યા બાદ તેની તબિયત બગડી હતી. પરંતુ ત્યારબાદ નવજાત બાળકીની તબિયતમાં સુધારો થયો છે, પરંતુ તે વેન્ટીલેટર પર હતી. અને ચેપનું પ્રમાણ અને કમળાની અસર પણ ઓછી થઇ હતી. જોકે આજે વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે.

શું હતી ઘટના ?

હિંમતનગરના ગાંભોઈમાં હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલન ચલન જોવા મળ્યું હતું. ત્યારબાદ તેણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારબાદ ખેતરમાં ખોડો ખોદતા જમીનમાંથી જીવિત નવજાત બાળકી મળી આવી હતી. જીવિત નવજાત શિશુને 108 મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. આ ઘટનાની જાણ થતાં ગાંભોઇ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ખેતરમાં પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હોસ્પિટલમાં નવજાત બાળકીને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું. બીજી બાજુ બાળકીના બચાવ કાર્યમાં 108ના ડ્રાઈવરના અર્થાંગ પ્રયાસો કરી બાળકીનો જીવ બચાવ્યો હતો. પોલીસે બાળકીના માતા પિતાની ભિલોડાના નંદાસણ ગામથી તેમની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો :-

63 વર્ષની દાદીએ ફિટનેસ મામલે છોકરીઓને આપી ટકર, દીકરી સાથે ફોટા જોઈને લોકો મૂંઝવણમાં

63-year-old grandmother gave

  • ઓસ્ટ્રેલિયાના રહેવાસી લેસ્લી મેક્સવેલ 63 વર્ષની છે. તે દાદી પણ બની ગઈ છે પણ તેને જોઈને તમે તેની અસલી ઉંમરનો અંદાજો લગાવી શકતા નથી.

કહેવાય છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે પરંતુ જેમ જેમ વ્યક્તિ મોટી થાય છે તેમ તેમ તેનું શરીર ઓછું સક્રિય થતું જાય છે. લોકો નાની ઉંમરે જેટલી મહેનત કરતા હતા તેટલી મહેનત (hard work) કરી શકતા નથી. આવી સ્થિતિમાં તેમના ચહેરા પરથી પણ વૃદ્ધાવસ્થા દેખાવા લાગે છે.

પરંતુ એક મહિલા 63 વર્ષની (63 વર્ષની મહિલા ફિટ બોડી) હોવા છતાં યુવાન દેખાય છે અને તેનો તમામ શ્રેય તેની ફિટનેસ રૂટીનને જાય છે. આ જ કારણ છે કે જ્યારે લોકો તેને તેની વૃદ્ધ સ્ત્રી સાથે દીકરી સમજીને જુએ છે ત્યારે તેઓ મૂંઝાઈ જાય છે કે કોણ માતા અને કોણ દીકરી !

મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ બિઝનેસમેનના ઠેકાણા પર ITની રેડ: 58 કરોડ રૂપિયા રોકડા, 32 કિલો સોનું સહિત કુલ 390 કરોડની સંપત્તિ જપ્ત

ઓસ્ટ્રેલિયાના રહેવાસી લેસ્લી મેક્સવેલ (ઓસ્ટ્રેલિયન મહિલા દીકરી કરતાં નાની દેખાય છે) 63 વર્ષની છે. તે દાદી પણ બની ગઈ છે (દાદી જીમમાં જવાથી જુવાન દેખાય છે) પણ તેને જોઈને તમે તેની અસલી ઉંમરનો અંદાજો લગાવી શકતા નથી. દેખાવમાં તે 40 વર્ષથી વધુ જૂની દેખાતી નથી.

જ્યારે પણ તે તેના પુત્ર અથવા પુત્રી સાથે ફોટો પોસ્ટ કરે છે, ત્યારે લોકો વિચારે છે કે તે તેમની બહેન છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પાર્ટીનો ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે તેના બાળકો સાથે જોવા મળી રહી છે. આ ફોટોમાં તેણે બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે.

દીકરી સાથેનો ફોટો જોઈને લોકો મૂંઝાઈ ગયા :

આ ફોટો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી અને પોતાના ફીડબેક આપ્યા અને તેમના વખાણ કર્યા. એક વ્યક્તિએ કહ્યું કે તે માતા નહીં પણ મોટી બહેન જેવી લાગે છે. જ્યારે એકે આશ્ચર્યમાં પૂછ્યું કે ડાબી બાજુની સ્ત્રી માતા છે કે જમણી બાજુની છે. એકે તો તેને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી પણ કહી. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે જે તેની સુંદરતાના શોખીન છે.

આ પણ વાંચો :-

11 ઓગસ્ટ 2022 આજનું રાશિફળ : આ 5 રાશિના જાતકોને વિષ્ણુ ભગવાનની અસીમ કૃપાથી તમામ દુ:ખ થશે દુર

11 August 2022 Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભઃ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્થાસ્થ્ય સારૂં રહેતું અનુભવાય.

મિથુનઃ
દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાનાભાઇ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ, જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહઃ
દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં આવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણી શીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યાઃ
પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય.આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલાઃ
આનંદ ઉત્સાહમાં વૃધ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ ના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન સન્માન માં વૃધ્ધિ થાય.

વૃશ્ચિકઃ
મોજ શોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંતનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

ધનઃ
આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકરઃ
ગુરુ ચંદ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી. દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભઃ
મન અશાંત રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં. અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીનઃ
મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉઘરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન, મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી : આગામી 3 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા

0

Forecast of heavy rains in Gujarat

  • ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં હજુ વરસાદી માહોલ યથાવત રીતે જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 3 દિવસ હજુ ભારે વરસાદ પડશે. રાજ્યમાં આજે દ.ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં (Saurashtra) અતિભારે વરસાદ વરસી શકે છે. તો બીજી બાજુ દીવ, કચ્છ અને દાદરાનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

આવતીકાલે કયા-કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ :

જ્યારે આવતી કાલે રાજ્યમાં દ.ગુજરાત અને ઉ.ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 12 ઓગસ્ટના રોજ રાજ્યમાં બનાસકાંઠા, વલસાડ અને દમણમાં સારા એવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આજે રાજ્યના 161 તાલુકામાં વરસાદ ખાબક્યો :

નોંધનીય છે કે, રાજ્યમાં આજે 161 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 3.5 ઈંચ વરસાદ થયો છે, જ્યારે વિજાપુર, સંતરામપુર અને કોડીનારમાં 2.5 ઈંચ થયો છે. સાથે સૂત્રાપાડા તથા મોડાસામાં સવા 2 ઈંચ અને કડાણા, વડાલી, જાલોદ, વડિયા, રાણાવાવ, ધાનેરા અને લોધિકામાં 2-2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત વેરાવળ અને પોશીનામાં પોણા 2 ઈંચ વરસાદ તથા ચૂડા અને મેઘરજમાં 1.5 ઈંચ વરસાદ થયો છે.

આ પણ વાંચો :-