Home Blog Page 1352

ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર ગણાતા આ સ્થળે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી, આરામ માટે નવાબોની હતી પહેલી પસંદ

0

Considered as the mini Kashmir

  • બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને લઇને બનાસકાંઠાની નદીઓમાં નવા નીરની આવક થઇ છે. બનાસકાંઠામાં સતત ચાર દિવસથી અવિરત વરસાદને લઈ નદીઓ અને ચેકડેમ છલકાયા છે. મીની કાશમીર ગણાતા બાલારામ મહાદેવના મંદિર નજીક નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે.

રાજ્યમાં આ વખતે મનમૂકીને વરસાદ (Random rain) ખાબક્યો છે. ગુજરાતમાં સિઝનનો 80 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. રાજ્યના 33 જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે. ત્યારે ઠેર-ઠેર નદી-નાળા, ચેકડેમો અને ધોધ છલકાયા છે. ત્યારે રાજસ્થાન (Rajasthan) અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાલનપુર નજીક આવેલી બાલારામ નદી (Balaram River) ફરી જીવંત બની છે. બે વર્ષ બાદ યાત્રાધામ બાલારામ મહાદેવના બાલારામ નદીમાં નવા નીરની આવક થઇ છે. નદીઓમાં પાણી આવતા પ્રકૃતિ પણ સોળે કલાએ ખીલી ઉઠી છે.

બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને લઇને બનાસકાંઠાની નદીઓમાં નવા નીરની આવક થઇ છે. બનાસકાંઠામાં સતત ચાર દિવસથી અવિરત વરસાદને લઈ નદીઓ અને ચેકડેમ છલકાયા છે. મીની કાશમીર ગણાતા બાલારામ મહાદેવના મંદિર નજીક નદીમાં નીર આવતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. જેને પગલે પર્યટકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને પર્યટકો સંખ્યામાં વધારો થયો છે.

અત્યારે તેની આજુ-બાજુ ચારે તરફ હરિયાળી જોવા મળી રહી છે. નજીકમાં આવેલા ધારમાતા પાસેથી પણ આ બાલારામ નદીનું પાણી બાલારામ મહાદેવના મંદિર પાસે આવે છે. શ્રાવણ માસમાં બાલારામમાં શિવભક્તો અને પ્રવાસીઓ મોટાભાગે પિકનિક મનાવવા આવતા હોય છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

કુદરતના સાંનિધ્યમાં આવેલું આ ભક્તિસ્થળ મનને શાંતિનો અનુભવ કરાવે છે. જ્યાં જુઓ ત્યાં હરિયાળા વૃક્ષોની ચાદર વચ્ચે બાલારામમાં આહલાદક અનુભવ થાય છે.

બાલારામમાં આવેલું છે મહાભારત કાળનું 500 વર્ષ જૂનું શિવમંદિર :

બનાસકાંઠાના પાલનપુરથી 12 કિલોમીટર દૂર બાલારામ મહાદેવનું પવિત્ર મંદિર આવેલું છે. મહાભારત કાળના 5000 વર્ષ જૂના શિવ મંદિર કહેવાય છે. એવું કહેવાય છે કે પાંડવો પણ આ સ્થળે આવ્યા હતા અને અહીં થોડો સમય રોકાયા છે. આ મંદિર તેના સુંદર સ્થાન માટે જાણીતું છે, તે લીલાછમ હરિયાળીથી ઘેરાયેલા છે અને તેની બાજુ વહેતી નાની નદી છે. કુલ શાંતિ અને શાંતિની લાગણી તે પિકનિક સ્થળ માટે આદર્શ સ્થળ બનાવે છે.

આરામ માટે અહીં આવતા હતા નવાબો :

એવું માનવામાં આવે છે કે પાલનપુર અથવા બનાસકાંઠાના પ્રદેશ પર રાજ કરનારા લોહાની નવાબ, તેમના મનપસંદ આરામ સ્થળ તરીકે બલરામ પેલેસનો ઉપયોગ કર્યો હતો. ઐતિહાસિક અહેવાલો દાવો કરે છે કે બાલારામ પેલેસ પાલનપુરના 29 મા દાયકામાં, 1922 અને 1936 ની વચ્ચે બંધાવવમા આવ્યો હતો.

આ ભવ્ય મહેલની અંદરનું સ્થાપત્ય નિયો-ક્લાસિકલ અને બરોક શૈલીનાં સ્થાપત્યથી પ્રેરિત છે. આ મહેલનું બાંધકામમાં કુલ 542 ચોરસ મીટરમાં કરવામાં આવ્યું છે. આ ભવ્ય મહેલની આસપાસ લીલાછમ જંગલો અને બગીચા છે.

આ પણ વાંચો :-

પોલીસકર્મીઓ માટે મોટા સમાચાર, 15 ઓગસ્ટ પહેલાં ગ્રેડ પે મુદ્દે ગુજરાત સરકાર કરી શકે છે મોટી જાહેરાત

0

Big news for policemen

  • 15 ઓગસ્ટ પહેલાં પોલીસકર્મીઓના ગ્રેડ પે મુદ્દે ગુજરાત સરકાર મોટી જાહેરાત કરી શકે છે.

પોલીસ ગ્રેડ પેને લઇને ગુજરાતના પોલીસકર્મીઓ (A policeman from Gujarat) માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. કારણ કે રાજ્ય (Gujarat) સરકાર 15 ઓગસ્ટ પહેલા પોલીસકર્મીઓને મોટી ભેટ આપી શકે છે. સરકાર પોલીસ ગ્રેડ પે મુદ્દે મહત્વની જાહેરાત કરી શકે છે.

વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાઇ છે :

જણાવી દઇએ કે, વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાઇ છે. પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકારનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. આથી, પોલીસ ગ્રેડ પે બાબતે ખુદ મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે, પોલીસ ગ્રેડ પેની દરખાસ્ત મંજૂર કરી દેવાઇ છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ! 58 કરોડ તો ખાલી રોકડા

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ‘ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે’ :

ઉલ્લેખનીય છે કે, પોલીસ ગ્રેડ પેને લઇને થોડાક દિવસો અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘પોલીસ ગ્રેડ પે બાબતે વિચારણા ચાલુ છે. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.’

ગ્રેડ પે અમારો અધિકાર થકી સોશિયલ મીડિયામાં આંદોલન કર્યુ હતું :

ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 2200 ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે. જેમાં વધારો કરી એએસઆઈને 2400, કોન્સ્ટેબલને 2800 મળે તો કોન્સ્ટેબલને 33 હજાર પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને 3600  ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં હતી.

આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી અને ગ્રેડ પે અમારો અધિકાર તેવી પોસ્ટ માંરફતે સોશિયલ મીડિયાના માધ્યમ થકી આંદોલન પણ છેડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :- 

Gujarat Monsoon : ઉકાઇ ડેમના 12 દરવાજા ખોલ્યા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર

0

Gujarat Monsoon

  • દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં ડેમ પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજામાંથી 12 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. જેમાં ડેમમાંથી હાલ 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

દક્ષિણ ગુજરાતની (South Gujarat) જીવાદોરી સમાન ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતાં ડેમ પ્રશાસન દ્વારા ડેમના 22 દરવાજામાંથી 12 દરવાજા ખોલી તાપી નદીમાં (Tapi River) પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. જેમાં ડેમમાંથી હાલ 12 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જ્યારે હાલ ડેમના ઉપરવાસમાંથી 1 લાખ 30 હજાર ક્યુસેક પાણી આવી રહ્યું છે. ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હાલ ડેમ સપાટી 334.71 છે જ્યારે ડેમનું રૂલ લેવલ 335 છે. રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

રૂ.390 કરોડનો ખજાનો : ઘરમાં રૂપિયાનો પહાડ ! 58 કરોડ તો ખાલી રોકડા

રાજ્યમાં સરદાર સરોવર પરિયોજના સહિત કુલ-ર૦૭ જળાશયોની કુલ જળસંગ્રહ ક્ષમતા રપ,ર૬૬ MCM છે તેની સામે અત્યાર સુધીમાં ૧૭,૩૯પ MCM પાણી જળાશયોમાં આવ્યું છે એટલે કે ૬૯ ટકા જેટલું પાણી આ જળાશયોમાં છે.

પાણીનો આ આવરો પાછલા ૧૩ વર્ષોમાં સૌથી વધુ અને ગયા વર્ષની તા.૧૦મી ઓગસ્ટ કરતાં ર૧ ટકા વધારે છે. રાજ્યના જળાશયોની વિસ્તાર પ્રમાણે સમીક્ષા કરતાં જણાવવામાં આવ્યું કે, કચ્છ પ્રદેશમાં ર૦ મધ્યમ અને ૧૭૦ નાની સિંચાઇ યોજનાઓના જે જળાશયો છે તેમાં સરેરાશ ૭૦ ટકા પાણી છે.

સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં તા.૧૦મી ઓગસ્ટ-ર૦રર ની સ્થિતીએ ૬૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭૪ ટકા, મધ્યમ ગુજરાતના ૧૭ જળાશયોમાં ૪૪ ટકા તેમજ ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ૩૧ ટકા પાણી છે. સરદાર સરોવર પ્રોજેક્ટ સિવાયના જે ર૦૬ જળાશયો છે તેમાંથી ૧૦૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૬૯, ૮૦ થી ૯૦ ટકા ભરાઇ ગયા હોય તેવા ૧ર, ૭૦ થી ૮૦ ટકા સુધીના ૧૦ તેમજ પ૦ થી ૭૦ ટકા સુધીના ૩પ અને પ૦ ટકા સુધીના ૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.

રાજ્યના જે ૭૩ જળાશયોમાંથી પીવા માટે પાણી લેવામાં આવે છે તે પૈકીના ૬ર જળાશયોમાં આગામી ઓગસ્ટ-ર૦ર૩ સુધી ચાલે તેટલો પર્યાપ્ત પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં સરેરાશ ૮૦ ટકા વરસાદ તા.૧૦ ઓગસ્ટ સુધીમાં વરસ્યો છે. એટલું જ નહિ, રાજ્યના ૩૩ જિલ્લાના બધા જ તાલુકાઓમાં ૧રપ મિ.મી કરતાં વધુ વરસાદ વરસી ગયો છે.

આ પણ વાંચો :-

ગાંભોઇમાં જમીન દાટેલી બાળકીનું મોત, રક્ષાબંધને જ બાળકીએ લીધા અંતિમ શ્વાસ

0

Death of a girl who was buried

  • નવજાત બાળકીની હિંમતનગર સિવિલમા સારવાર ચાલી રહી હતી પરંતુ આજે 8 દિવસ બાદ વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.

થોડા દિવસો અગાઉ હિંમતનગરના (Himmatnagar) ગાંભોઇમાં ચકચારી ઘટનાને રાજ્યમાં હાહાકાર મચાવી દીધો હતો. ગાંભોઈમાં (Gambhoi) જીઇબી પાસે ખેતરમાં નવજાત બાળકી દાટેલી મળી આવી હતી અને તેના પગ હલતા હોવાથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા GEBના કર્મચારીઓએ ખેતરમાં પહોંચી બાળકીને બહાર કાઢી હતી.

108 એમ્બ્યુલન્સની મારફતે બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી. નવજાત બાળકીની હિંમતનગર સિવિલમા સારવાર ચાલી રહી હતી પરંતુ આજે 8 દિવસ બાદ વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બાળકીએ અંતિમ શ્વાસ લીધા હતા.

છેલ્લા કેટલાક દિવસથી બાળકીની સારવાર હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી. તે સમય પહેલાં લગભગ સાત મહિનામાં પેદા થઇ હતી તેથી તેનું વજન ફક્ત 1 કિલો હતું. તેની ગર્ભનાળ જોડાયેલી હતી. તે લગભગ ત્રણ કલાક સુધી દફન રહી હતી.

રૂ.390 કરોડનો ખજાનો: ઘરમાં રૂપિયાનો પહાડ! 58 કરોડ તો ખાલી રોકડા

સારવાર શરુ કર્યા બાદ તેની તબિયત બગડી હતી. પરંતુ ત્યારબાદ નવજાત બાળકીની તબિયતમાં સુધારો થયો છે, પરંતુ તે વેન્ટીલેટર પર હતી. અને ચેપનું પ્રમાણ અને કમળાની અસર પણ ઓછી થઇ હતી. જોકે આજે વહેલી સવારે બાળકીનું મોત નિપજ્યું છે.

શું હતી ઘટના ?

હિંમતનગરના ગાંભોઈમાં હિતેન્દ્રસિંહના ખેતરમાં ખેત મજૂર મહિલાને માટીમાં કાંઈક હલન ચલન જોવા મળ્યું હતું. ત્યારબાદ તેણે બુમાબુમ કરતા આજુબાજુના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ત્યારબાદ ખેતરમાં ખોડો ખોદતા જમીનમાંથી જીવિત નવજાત બાળકી મળી આવી હતી. જીવિત નવજાત શિશુને 108 મારફતે હિંમતનગર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયું હતું. આ ઘટનાની જાણ થતાં ગાંભોઇ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે ખેતરમાં પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

હોસ્પિટલમાં નવજાત બાળકીને BVM દ્વારા કૃત્રિમ શ્વાસ આપી નવજીવન આપવામાં આવ્યું હતું. બીજી બાજુ બાળકીના બચાવ કાર્યમાં 108ના ડ્રાઈવરના અર્થાંગ પ્રયાસો કરી બાળકીનો જીવ બચાવ્યો હતો. પોલીસે બાળકીના માતા પિતાની ભિલોડાના નંદાસણ ગામથી તેમની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો :-

63 વર્ષની દાદીએ ફિટનેસ મામલે છોકરીઓને આપી ટકર, દીકરી સાથે ફોટા જોઈને લોકો મૂંઝવણમાં

63-year-old grandmother gave

  • ઓસ્ટ્રેલિયાના રહેવાસી લેસ્લી મેક્સવેલ 63 વર્ષની છે. તે દાદી પણ બની ગઈ છે પણ તેને જોઈને તમે તેની અસલી ઉંમરનો અંદાજો લગાવી શકતા નથી.

કહેવાય છે કે ઉંમર માત્ર એક સંખ્યા છે પરંતુ જેમ જેમ વ્યક્તિ મોટી થાય છે તેમ તેમ તેનું શરીર ઓછું સક્રિય થતું જાય છે. લોકો નાની ઉંમરે જેટલી મહેનત કરતા હતા તેટલી મહેનત (hard work) કરી શકતા નથી. આવી સ્થિતિમાં તેમના ચહેરા પરથી પણ વૃદ્ધાવસ્થા દેખાવા લાગે છે.

પરંતુ એક મહિલા 63 વર્ષની (63 વર્ષની મહિલા ફિટ બોડી) હોવા છતાં યુવાન દેખાય છે અને તેનો તમામ શ્રેય તેની ફિટનેસ રૂટીનને જાય છે. આ જ કારણ છે કે જ્યારે લોકો તેને તેની વૃદ્ધ સ્ત્રી સાથે દીકરી સમજીને જુએ છે ત્યારે તેઓ મૂંઝાઈ જાય છે કે કોણ માતા અને કોણ દીકરી !

મહારાષ્ટ્રના જાલનામાં સ્ટીલ બિઝનેસમેનના ઠેકાણા પર ITની રેડ: 58 કરોડ રૂપિયા રોકડા, 32 કિલો સોનું સહિત કુલ 390 કરોડની સંપત્તિ જપ્ત

ઓસ્ટ્રેલિયાના રહેવાસી લેસ્લી મેક્સવેલ (ઓસ્ટ્રેલિયન મહિલા દીકરી કરતાં નાની દેખાય છે) 63 વર્ષની છે. તે દાદી પણ બની ગઈ છે (દાદી જીમમાં જવાથી જુવાન દેખાય છે) પણ તેને જોઈને તમે તેની અસલી ઉંમરનો અંદાજો લગાવી શકતા નથી. દેખાવમાં તે 40 વર્ષથી વધુ જૂની દેખાતી નથી.

જ્યારે પણ તે તેના પુત્ર અથવા પુત્રી સાથે ફોટો પોસ્ટ કરે છે, ત્યારે લોકો વિચારે છે કે તે તેમની બહેન છે. હાલમાં જ તેણે ઈન્સ્ટાગ્રામ પર એક પાર્ટીનો ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તે તેના બાળકો સાથે જોવા મળી રહી છે. આ ફોટોમાં તેણે બ્લેક શોર્ટ ડ્રેસ પહેર્યો છે.

દીકરી સાથેનો ફોટો જોઈને લોકો મૂંઝાઈ ગયા :

આ ફોટો પર ઘણા લોકોએ કોમેન્ટ કરી અને પોતાના ફીડબેક આપ્યા અને તેમના વખાણ કર્યા. એક વ્યક્તિએ કહ્યું કે તે માતા નહીં પણ મોટી બહેન જેવી લાગે છે. જ્યારે એકે આશ્ચર્યમાં પૂછ્યું કે ડાબી બાજુની સ્ત્રી માતા છે કે જમણી બાજુની છે. એકે તો તેને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી પણ કહી. ઈન્સ્ટાગ્રામ પર તેના 1 લાખથી વધુ ફોલોઅર્સ છે જે તેની સુંદરતાના શોખીન છે.

આ પણ વાંચો :-

11 ઓગસ્ટ 2022 આજનું રાશિફળ : આ 5 રાશિના જાતકોને વિષ્ણુ ભગવાનની અસીમ કૃપાથી તમામ દુ:ખ થશે દુર

11 August 2022 Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
આત્મવિશ્વાસમાં વધારો થતાં યોગ્ય નિર્ણયો લઇ શકાય. શુક્રને કારણે આવકમાં વધારો થતો જણાય. પરિવારમાં પરસ્પર મનદુઃખ ન થાય એનું ધ્યાન રાખવું. ધંધામાં પ્રગતિ થતી જણાય. મિત્રોનો સાથ મળતાં આનંદ વધે.

વૃષભઃ
ભાગ્યનો સાથ મળતા કાર્યક્ષેત્રે સફળતા મળે પરિણામે માનસિક આનંદનો અનુભવ થાય. ધાર્મિક કાર્યનું આયોજન શક્ય બને. નવા રોકાણો કરી શકાય. માતા-પિતા સાથે મતભેદ સંભવે. સ્થાસ્થ્ય સારૂં રહેતું અનુભવાય.

મિથુનઃ
દિવસ દરમ્યાન ગુસ્સો વધે. આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાનાભાઇ બહેનની તબિયત સાચવવી. વાણી ઉપર કાબુ રાખવો જરૂરી છે. અગત્યના કાર્યો ટાળવા. ફેફસાના રોગોથી કાળજી રાખવી. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

કર્કઃ
નિરાશાવાદી વિચારધારા તથા ડરપોક સ્વભાવ છોડી મન સ્થિર કરવું. આંખની તકલીફોની કાળજી રાખવી. ખનીજ, કોલસો, રસાયણ, જેવા ધંધાર્થી માટે શુભ ફળ મળે. સાંસારિક જીવનમાં મધુરતાનો અનુભવ થાય.

સિંહઃ
દિવસ દરમ્યાન નકારાત્મક વિચારો સતાવે. ધારેલી આવક મેળવવામાં આવરોધ ઉભા થાય. પરિવારમાં લાગણી શીલતા વધે. કાપડના તથા સ્ત્રીઓને લગતી વસ્તુઓના ધંધામાં ફાયદો થતો જણાય. તબિયતનું ધ્યાન રાખવું હિતાવહ છે.

કન્યાઃ
પુત્ર-પૌત્રાદી તરફથી સ્નેહ વધતો જણાય. લક્ષ્મીની યોગ્ય હેરફેર શક્ય બને. મિત્રો તરફથી લાભ મળવાની તકો ઉજળી થતી જણાય.આવકનું પ્રમાણ જળવાય. વધારે કામ કરવાને કારણે થાકનો અનુભવ થાય.

તુલાઃ
આનંદ ઉત્સાહમાં વૃધ્ધિ થાય. કરેલા રોકાણો નફાકારક સાબિત થાય. નોકરીમાં બઢતી અને ધંધામાં પ્રગતિ ના યોગ બને છે. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. સંતાન સાથે મતભેદ ટાળવા. માન સન્માન માં વૃધ્ધિ થાય.

વૃશ્ચિકઃ
મોજ શોખમાં ખર્ચ વધે. બચત ઓછી થતી જણાય. નાના ભાઇ બહેનોની તબિયતની કાળજી જરૂરી. ગળાના રોગથી સાચવવું. કુટુંબ શાંતિ અને સંતનું વાતાવરણ રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. આરોગ્ય સારૂં રહેશે.

ધનઃ
આવક વધતા માનસિક ચિંતા ઓછી થતી જણાય. છતાં અકારણ અજંપો રહે. પરિવારના તમામ સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી સભ્યોનો સાથ સહકાર મળતો જણાય. પિતા તરફથી આર્થિક લાભ મળવાના યોગ છે. સંતાન સંબંધી ચિંતા સતાવે. ભાગ્યનો સાથ મળતો અનુભવાય.

મકરઃ
ગુરુ ચંદ્રને કારણે આનંદમાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. કાર્ય સફળતા મળતી જણાય. પાન, સોપારી. દૂધ, ખેડૂત, માછીમારી જેવા ધંધામાં વધુ પ્રગતિ થતી જણાય.

કુંભઃ
મન અશાંત રહે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આવક અંગે અસંતોષ વધતો જણાય. નાણાં ઉછીના લેવા કે આપવા નહીં. અન્યથા નાણાં ફસાઇ જવાના યોગ બને છે. જમણી આંખની તથા મગજના રોગોથી સાવચેત રહેવું.

મીનઃ
મિત્રો થકી આવકનો લાભ મળતો જણાય છે. જુની ઉઘરાણી છુટી થાય. પરિવારમાં તથા કાર્યક્ષેત્રે સ્ત્રીવર્ગ તરફથી સહકાર મળતો જણાય. જમીન, મકાન, દલાલીના ધંધામાં વિશેષ લાભ. સંતાનની પ્રગતિ અનુભવાય. આરોગ્યનું ધ્યાન રાખવું.

આ પણ વાંચો :-

ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી : આગામી 3 દિવસ રાજ્યના આ વિસ્તારોમાં ધડબડાટી બોલાવશે મેઘરાજા

0

Forecast of heavy rains in Gujarat

  • ગુજરાતના કેટલાંક જિલ્લાઓમાં હજુ વરસાદી માહોલ યથાવત રીતે જોવા મળી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે (Meteorological department) આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 3 દિવસ હજુ ભારે વરસાદ પડશે. રાજ્યમાં આજે દ.ગુજરાત, ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં (Saurashtra) અતિભારે વરસાદ વરસી શકે છે. તો બીજી બાજુ દીવ, કચ્છ અને દાદરાનગરમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

આવતીકાલે કયા-કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ :

જ્યારે આવતી કાલે રાજ્યમાં દ.ગુજરાત અને ઉ.ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. જ્યારે 12 ઓગસ્ટના રોજ રાજ્યમાં બનાસકાંઠા, વલસાડ અને દમણમાં સારા એવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આજે રાજ્યના 161 તાલુકામાં વરસાદ ખાબક્યો :

નોંધનીય છે કે, રાજ્યમાં આજે 161 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પોરબંદરમાં 3.5 ઈંચ વરસાદ થયો છે, જ્યારે વિજાપુર, સંતરામપુર અને કોડીનારમાં 2.5 ઈંચ થયો છે. સાથે સૂત્રાપાડા તથા મોડાસામાં સવા 2 ઈંચ અને કડાણા, વડાલી, જાલોદ, વડિયા, રાણાવાવ, ધાનેરા અને લોધિકામાં 2-2 ઈંચ વરસાદ થયો છે. ઉપરાંત વેરાવળ અને પોશીનામાં પોણા 2 ઈંચ વરસાદ તથા ચૂડા અને મેઘરજમાં 1.5 ઈંચ વરસાદ થયો છે.

આ પણ વાંચો :-

વિશ્વના સૌથી ઘાતક બોલરે અચાનક નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું ! ક્રિકેટ જગતમાં ભારે હોબાળો

0

The world’s deadliest bowler suddenly

  • ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા તેના કરારમાંથી મુક્ત કરવામાં આવ્યો છે જેથી તે તેના પરિવાર સાથે વધુ સમય વિતાવી શકે. બોલ્ટના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હોબાળો મચી ગયો હતો.

ન્યૂઝીલેન્ડના (New Zealand) ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને (Trent Bolt) ન્યૂઝીલેન્ડ ક્રિકેટ દ્વારા તેના કરારમાંથી મુક્ત કરવામાં આવ્યો છે જેથી તે તેના પરિવાર સાથે વધુ સમય વિતાવી શકે. બોલ્ટના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં (International cricket) ખળભળાટ મચી ગયો છે. તમને જણાવી દઈએ કે બોલ્ટ વિશ્વના સર્વશ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. આવી સ્થિતિમાં તેના નિર્ણયને કારણે દુનિયાને લાગી રહ્યું છે કે તેણે હવે સંન્યાસ લેવાનું મન બનાવી લીધું છે.

બોલ્ટે એક મોટો નિર્ણય લીધો :

બોલ્ટ, જેણે ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં 317 અને વનડેમાં 169 વિકેટ લીધી છે, તે ટિમ સાઉથી સાથે ન્યૂઝીલેન્ડ માટે નવો બોલ સંભાળે છે. પ્રથમ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ત્યારપછીના બે ODI વર્લ્ડ કપમાં ફાઈનલમાં ટાઈટલ જીતવા માટે ન્યૂઝીલેન્ડની ટીમની સફરમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં જ તેણે રાષ્ટ્રીય ક્રિકેટ અધિકારીઓ સાથે વાત કરી હતી કે ઘરમાં નાના બાળકો હોવાને કારણે તેમને વિદેશ પ્રવાસ પર જવામાં મુશ્કેલી પડી રહી છે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટનું સન્માન :

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના ચીફ એક્ઝિક્યુટિવ ડેવિડ વ્હાઇટે બુધવારે કહ્યું, ‘અમે ટ્રેન્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. તેણે પ્રામાણિકપણે દલીલ કરી. ફુલ ટાઈમ કોન્ટ્રાક્ટેડ ખેલાડીને ગુમાવવાનું અમને દુખ છે પરંતુ અમારી શુભેચ્છાઓ તેની સાથે છે. તે હજુ પણ પસંદગી માટે ઉપલબ્ધ રહેશે પરંતુ કરાર કરાયેલા ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

બોલ્ટે આપ્યું મોટું નિવેદન :

આ નિર્ણય પર ટ્રેન્ટ બોલ્ટે કહ્યું, ‘સાચું કહું તો મારા માટે આ નિર્ણય ઘણો મુશ્કેલ હતો. આ નિર્ણય પર મારું સમર્થન કરવા બદલ ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો આભાર. દેશ માટે રમવું હંમેશા મારું સપનું હતું. 12 વર્ષ સુધી દેશ માટે રમ્યાનો ગર્વ છે. મારો આ નિર્ણય સંપૂર્ણપણે પત્ની ગર્ટ અને મારા ત્રણ બાળકો માટે હતો. પરિવાર હંમેશા મારા માટે પ્રેરણારૂપ રહ્યો છે. ક્રિકેટ પછી તેને પ્રાથમિકતા આપવી મને ખૂબ સારું લાગે છે.

આ પણ વાંચો :-

 બિહારના CMના શપથ લીધા બાદ નીતિશ કુમારે PM પદને લઈને કર્યું મોટું એલાન, જાણો શું કહ્યું

After taking oath as Bihar

  • બિહારમાં મહાગઠબંધનના સીએમ પદના શપથ લીધા બાદ તરત નીતિશ કુમાર રાજકીય વિરોધીઓ પણ તૂટી પડ્યાં હતા અને શબ્દબાણ ચલાવ્યાં હતા.

બિહારના (Bihar) મુખ્યમંત્રી બનતાની સાથે જ નીતિશ કુમારે (Nitish Kumar) પીએમ મોદીને લઈને એવું મોટું નિવેદન આપ્યું છે. નીતિશ કુમારે કહ્યું કે જે લોકો 2014માં સત્તામાં આવ્યાં હતા શું તેઓ 2024માં ફરી વાર વિજયી બનશે. તેમણે કહ્યું કે 2024માં તમામ વિપક્ષ એકજૂટ થઈને ચૂંટણી લડે તેવી મારી ઈચ્છા છે.

2024માં પીએમ પદનો ઉમેદવાર નથી- નીતિશ કુમાર 

નીતિશે પીએમ પદની દાવેદારીને લઈને પણ એક મોટું નિવેદન આપ્યું હતું. નીતિશ કુમારે કહ્યું કે હું પીએમ પદનો ઉમેદવાર નથી.

રાજકીય હરીફો હવે 2024ની ચિંતા કરે :

નીતિશ કુમારે કહ્યું કે તેઓ 2014માં સત્તાએ આવ્યાં હતા પરંતુ તેમણે હવે 2024ની ચિંતા કરવી જોઈએ. તેમણે કહ્યું કે બિહારની નવી સરકારે એકદમ સારી રીતે ચાલશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.

8મી વાર મુખ્યમંત્રી બન્યા નીતિશ કુમાર :

ઉલ્લેખનીય છે કે નીતિશ કુમારે 8મી વાર બિહારના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ વખતે તેમણે ભાજપને પડતો મૂકીને આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી છે.

સપા અધ્યક્ષ અખિલેશ યાદવે નીતિશને આપ્યાં અભિનંદન :

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે નીતિશ કુમાર અને તેમના ડેપ્યુટી તેજસ્વી યાદવને અભિનંદન પાઠવ્યાં હતા.

આ પણ વાંચો :-

કેરળમાં વરસાદના કારણે પાણી ભરાતા એક વ્યક્તિએ પ્રશાસનનું ધ્યાન દોરવા અનોખો વિરોધ કર્યો

0

A person who was flooded

  •  ધારાસભ્યની કાર આ રસ્તા પરથી પસાર થઈ ત્યારે આ વ્યક્તિએ યોગ કરવાનું શરૂ કરી દીધું હતું.

કેરળમાં (Kerala) એક વ્યક્તિએ અનોખો વિરોધ કરીને રસ્તાઓમાં પડેલા ખાડાઓ તરફ પ્રશાસનનું ધ્યાન દોર્યું હતું. હકીકતમાં વરસાદના (The rain) કારણે રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાયા હતા. આવી સ્થિતિમાં એક વ્યક્તિએ રસ્તા પરના ગંદા પાણીના (Dirty water) ખાડામાં સ્નાન કરીને સમસ્યા તરફ સૌનું ધ્યાન દોર્યું હતું.

વીડિયોમાં આ વ્યક્તિ ગંદા પાણીમાં સ્નાન કરતો જોવા મળે છે. આટલું જ નહીં, વ્યક્તિએ પોતાની સાથે ડોલ, મગ, સાબુ અને સ્નાન કર્યા બાદ શરીર લુછવા માટે ટુવાલ પણ રાખ્યો હતો. આ દરમિયાન રસ્તા પરથી આવતા-જતાં લોકો તેને જોતા જ રહી ગયા હતા. ખાસ વાત એ છે કે, આ પ્રદર્શન ધારાસભ્યની સામે થયું છે.

કોમનવેલ્થ ગેમમાં શાનદાર પ્રદર્શન કરી દેશ માટે મેડલ જીતનાર ખેલાડીઓનું વતન પરત ફરતાંની સાથે જ કરાયું જોરદાર સ્વાગત ..

હકીકતમાં રસ્તાના ખાડામાં ભરેલા પાણીથી જ્યારે આ વ્યક્તિ સ્નાન કરી રહ્યો હતો ત્યારે વિસ્તારના ધારાસભ્ય ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જ્યારે ધારાસભ્યની કાર આ રસ્તા પરથી પસાર થઈ ત્યારે આ વ્યક્તિએ યોગ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ઘટના મલપ્પુરમ વિસ્તારની છે.

ધારાસભ્ય પોતાની કારમાંથી નીચે ઉતર્યા અને આસપાસમાં હાજર લોકો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન આ વ્યક્તિ યોગ કરતો જોવા મળ્યો હતો. આ વ્યક્તિના અનોખા વિરોધનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકોને આ વ્યક્તિનો અનોખો વિરોધ એકદમ યોગ્ય લાગ્યો છે.

મલપ્પુરમ વિસ્તારના રસ્તાઓ ખૂબ જ ખરાબ છે અને વરસાદ બાદ રસ્તાઓની હાલત ખરાબ થઈ જાય છે પરંતુ વહીવટી તંત્ર દ્વારા કંઈ કરવામાં આવતું નથી. આવી સ્થિતિમાં ખાડાઓમાં ભરાયેલા પાણીમાં સ્નાન દ્વારા આ સમસ્યા તરફ પ્રશાસનનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-