Home Blog Page 1335

અરે બાપ રે ! ઈંગ્લેન્ડમાં રહેતા પરિવારના 8 પ્લોટ સુરતના ઠગોએ બારોબાર વેચી માર્યા

Oh my God ! 8 plots of a family

  • ઈંગલેન્ડમાં રહેતા પરિવારના 8 પ્લોટને સુરતના ઠગોએ બારોબાર વેચી દીધા, કેવી રીતે વેચ્યા તે જાણીને તમને વિશ્વાસ નહિ થાય.

ઈંગ્લેન્ડ (England) ખાતે વર્ષોથી સ્થાયી થયેલા વ્યક્તિના પાલીગામના પ્લોટના (Plots of Paligam) ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કરી બીજાને પધરાવીને છેતરપીંડી (Fraud) આચરનાર ટોળકીના ત્રણ સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

સુરત શહેર ગુજરાતનું ઝડપથી વિકસતુ શહેર છે. સુરત શહેરના વિકાસની સાથે સાથે તેનો જમીન વિસ્તાર પણ વધતો જઈ રહ્યો છે. જેથી જમીનની કિમંતીમાં પણ ખુબ વધારો થતો રહે છે. જેથી આ જમીન પર નજર બગાડીને ખોટી રીતે વેચાણ કરનારા પણ વધતા જતા રહ્યાં છે. સુરત શહેરમાં આવી જમીનના માલિકોની જાણ બહાર બારોબાર જમીન વેચાણ થતા હોવાના કિસ્સાઓ સતત વધી રહ્યાં છે. આવો જ એક કિસ્સો ઈંગ્લેન્ડમાં સ્થાયી થયેલા સુરતી સાથે થયો.

સચીન જીઆઈડીસીના પાલી ગામ ખાતે આવેલ બ્લોક નંબર 41 ના પ્લોટ નં 313 થી 320 સુધીના કુલ આઠ પ્લોટ આવેલા છે. જેમના માલિકો માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ તથા તેમના પત્ની ચન્દ્રકલાબેન ચૌહાણ તથા જગદીશભાઇ બેચરભાઇ રાજપુત વર્ષ 1989 માં ઈંગ્લેન્ડ સ્થાયી થયા હતા. તેમના આ પ્લોટની ખુટતી સ્ટેમ્પ ડ્યુટીના કારણે તેમની જમીનના અસલ દસ્તાવેજો બહુમાળી ખાતે સબ રજિસ્ટ્રાર કચેરીમાં જમા હતા.

આ અંગેની માહિતી આરોપીઓએ કોઇક રીતે મેળવી લીધી હતી. તેમણે અસલ દસ્તાવેજો સબ રજીસ્ટારની કચેરીમાંથી છોડાવી લીધા. ત્યાર બાદ આરોપીઓએ દસ્તાવેજોમાં જણાવેલ અસલ માલિકોના નામ સાથે મળતા આવતા બીજા અન્ય ત્રાહિત વ્યકિતઓ સાથે મળી હિતેશ માણેકલાલ ચૌહાણના નામનો ખોટો વ્યકિત ઉભો કરાયો હતો.

ચોરોએ નાળામાંથી સુરંગ બનાવીને જ્વેલરીની દુકાનમાં લૂંટ ચલાવી હતી. ચોરો લાખો રૂપિયાના દાગીના લઈને નાસી ગયા જુઓ વીડિયો…

તેણે માણેકલાલ ભગવાનદાસ ચૌહાણ તથા ચન્દ્રકલાબેન પોતાના સગા માતાપિતા થતા હોવાનું અને તેઓએ જમીન માટે પાવર ઓફ એટર્ની આપેલ હોવાનું જણાવ્યું હતું. ખોટા પાવર ઓફ એટર્ની વર્ષ 2006 માં ઉભા કરાયા હતા. તે પાવરોનો આધાર લઈ સબ રજીસ્ટારની ઓફિસમાં રૂબરૂ જઈને પોતે જ માલિક હોવાનું જણાવ્યું હુતં. તેના દસ્તાવેજ બનાવી લીધા હતા. ત્યાર બાદ જગદીશ બેચરભાઇ રાજપૂત નામનો ખોટો વ્યકિત પણ ઉભો કરાયો.

જેથી પાલી ગામના પ્લોટ નં- 316 થી 320 ની પોતાની માલિકીના હોવાનું જણાવી હતી. જે ખોટી વ્યક્તિએ પણ સબ રજીસ્ટાર રૂબરૂ પોતે માલિક હોવાનું જણાવી તેના વેચાણ દસ્તાવેજ વર્ષ 2016 ના વર્ષમાં બનાવી આપ્યા હતા. આમ આ આઠેય પ્લોટના વેચાણ દસ્તાવેજ કરી આપી ઠગ ટોળકીએ તેને વેચી નાંખ્યા હતા.

તેના રૂપિયા આ ટોળકીએ મેળવી લઇ છેતરપીંડી કરી હતી. આ મામલાની જાણ મૂળ માલિકને થતા તેમણે ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે આર્થિક ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 3 આરોપોઓની ધરપકડ કરાઈ છે.

ધરપકડ કરાયેલ આરોપીઓ :

  • મુકેશ રતીલાલ રામગોંઠે
  • અશોકકુમાર કનૈયાલાલ ભાટીયા
  • ચેતન ધીરૂભાઇ ધીમ્મર.

આ સમગ્ર કેસમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરી તમામના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

હાર્ટ એટેક નહીં બળપૂર્વક ડ્રગ્સ આપવાને કારણે થયું સોનાલીનું મોત, પોલીસે ખોલ્યા રાઝ

Sonali’s death was due

  • સોનાલી ફોગાટનું મંગળવારે ગોવામાં નિધન થયું હતું. પોલીસનો દાવો છે કે તેને બળપૂર્વક ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.

હરિયાણાની (Haryana) ભાજપ નેતા અને ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના (Sonali Phogat) પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે તેને બળજબરી પૂર્વક ડ્રગ્સ (Forced drugs) આપવામાં આવ્યું હતું. સોનાલી ફોગાટના મોતને લઈને પોલીસે તેના બે સહયોગીઓ વિરુદ્ધ હત્યાનો કેસ દાખલ કર્યો છે.

તેના પરિવારજનો પહેલા દિવસથી હત્યાની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે. મંગળવારે સોનાલી ફોગાટ ગોવામાં મૃત મળી હતી. ત્યારે કહેવામાં આવ્યું કે હાર્ટ એટેકને કારણે તેનું નિધન થયું છે.

ગોવા પોલીસના આઈજીપી ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યુ કે અમે સીસીટીવી ફુટેજ રિકવર કર્યાં છે, જેમાં સુધીર સાંગવાન અને સુખવિંદર, સોનાલીની સાથે પાર્ટી કરતા જોવા મળી રહ્યાં છે. સોનાલીને બળપૂર્વક ડ્રગ્સ આપવામાં આવ્યું છે. સુખવિંદરે તે વાતને માની છે કે સોનાલીને લિક્વિડના રૂપમાં ડ્રગ્સ આપવામાં આવ્યું હતું.

આરોપી ટોયલેટમાં સોનાલી ફોગાટને લઈને ગયા હતાં, બે કલાક સુધી ત્યાં રહ્યાં. અંગર શું કર્યું તે અંગે પૂછવામાં આવતા બંને આરોપીએ કંઈ જવાબ આપ્યો નહીં. અમે આગળની જાણકારી મેળવવા બંનેની પૂછપરછ કરી રહ્યાં છીએ.

શું બોલી ગોવા પોલીસ ?

પોલીસ અધિકારીએ કહ્યુ કે જે રીતે પરિવારજનો આરોપ લગાવી રહ્યાં હતા તેના પૂરાવા મળ્યા નથી. મુંબઈથી પણ કેટલાક લોકો સોનાલીને મળવા આવવાના હતા. કોઈ ઈજા નહોતી જેના કારણે ડોક્ટરોએ તેના મોતનું કારણ હાર્ટ એટેક જણાવ્યું હતું.

સીસીટીવીમાં જોવા મળ્યું કે ઘણા લોકો પાર્ટીમાં આવ્યા હતા. ક્યું ડ્રગ્સ આપવામાં આવ્યું તેના વિશે હજુ માહિતી મળી નથી. બોટલ ક્યાં ફેંકવામાં આવી તે સંદર્ભની તપાસ ચાલી રહી છે.

ક્લબથી હોટલ એક ટેક્સીવાળો લઈને ગયો :

તેમણે કહ્યું કે સોનાલીને ક્લબથી હોટલ એક ટેક્સીવાળો ગઈ ગયો હતો. ગોવા પોલીસે તે ટેક્સી ડ્રાઇવરને પૂછપરછ માટે બોલાવ્યો છે. જેથી તે જાણી શકાય કે તે સમયે સોનાલીની શું સ્થિતિ હતી. ઓમવીર સિંહ બિશ્નોઈએ કહ્યુ કે સુખવિંદર અને સુધીરની સામે જ્યારે તે રાખવામાં આવ્યું તો તેણે સ્વીકાર્યું કે તેણે ઇરાદાપૂર્વક પીડિતાને અપ્રિય રસાયણ મિક્સ કરીને આપ્યું. તે પીધા બાદ પીડિતા બેભાન થઈ ગઈ હતી.

બંને આરોપીની ધરપકડ :

પોલીસ અધિકારીએ કહ્યું કે અમે બંને આરોપીઓની આઈપીસીની કલમ 302 અને 34 હેઠળ ધરપકડ કરી છે. વીડિયોથી જાણવા મળ્યું કે એક કથિત આરોપી પીડિતોને કંઈક પીવળાવી રહ્યો હતો. નોંધનીય છે કે સોનાલી ફોગાટના મોત બાદ તેના પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો હતો અને સીબીઆઈ તપાસની માંગ કરી હતી. હરિયાણા સરકાર પણ સીબીઆઈ તપાસ કરાવવા માટે તૈયાર થઈ ગઈ છે.

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યુ કે, પરિવારની લેખિત માંગ આવતા સીબીઆઈ તપાસની ભલામણ કેન્દ્ર સરકારને મોકલી આપવામાં આવશે. આજે સોનાલી ફોગાટનાઅંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે, જ્યાં તેની પુત્રી યોશધરાએ તેને મુખાગ્નિ આપી હતી.

આ પણ વાંચો :-

જાહેરાતનો અમલ ક્યારે ? પોલીસકર્મીઓના પગાર વધારા પર ‘પેકેજ’ છતાં ચાલુ મહિને ન થયો જીઆર, નારાજગી વધી

0

When will the advertisement

  • ગુજરાત સરકારે પોલીસકર્મીઓના પગાર વધારાનો જીઆર ન કરતા પોલીસકર્મીઓને ચાલુ મહિને પગાર વધારાનો લાભ નહીં મળે જેથી પોલીસકર્મીઓમાં નારાજગી જોવા મળી છે.

ગુજરાત પોલીસના (Gujarat Police) ગ્રેડ પે આંદોલનને લઇને ગુજરાતના પોલીસકર્મીઓ માટે રાજ્ય સરકારે (State Govt) મહત્વની જાહેરાત કરી હતી. જેમાં સરકારે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIના પગારમાં રૂ. 3થી 5 હજારનો પગાર વધારો કર્યો હતો. એ માટે સરકારે રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું હતું. જોકે સરકારે પગાર વધારાની (Salary increase) જાહેરાત કર્યા બાદ પણ પોલીસકર્મીઓને ચાલુ મહિને પગાર વધારાનો લાભ નહીં મળે.

પગાર વધારાને લઇને નાણાં વિભાગને હજુ સુધી જીઆર નથી મળ્યો :

ગુજરાત સરકારે પોલીસકર્મીઓના પગાર વધારાની તો જાહેરાત કરી દીધી છે પરંતુ હજુ સુધી પગારવધારાનો જીઆર ન કરતા પોલીસકર્મીઓને ચાલુ મહિને પગાર વધારાનો લાભ નહીં મળે. આથી પોલીસકર્મીઓમાં નારાજગી જોવા મળી રહી છે. તમને જણાવી દઇએ કે પગાર વધારાને લઇને નાણાં વિભાગને હજુ સુધી જીઆર નથી મળ્યો.

ઉલ્લેખનીય છે કે, પોલીસકર્મીઓની માંગને લઈને થોડાક દિવસો અગાઉ એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં CM અને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક યોજવામાં આવી હતી. જેમાં યોગ્ય ચર્ચા વિચારણા કરી ગુજરાતના પોલીસ કર્મચારીઓના પગારમાં વધારો કરાયો હતો. એ માટે રાજ્ય સરકારે રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું હતું.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ – 27 ઓગસ્ટ 2022, આ નસીબદાર રાશિઓને કરોડોપતિ બનાવશે લક્ષ્મીજી

Today’s Horoscope – 27 August 2022 Gujarat Guardian

મેષઃ
સ્વભાવમાં શાંતિનો અનુભવ થાય. આર્થિક બાબતો અંગે સામાન્ય. નાના-ભાઇ બહેનોના સ્વભાવમાં ઉગ્રતા વર્તાય. પરિવારમાં શાંતિ. સંતાનોની તબિયત સંબંધી ચિંતા રહે. એમની આંખ સાચવવાની સલાહ છે. આપનું આરોગ્ય જળવાશે.

વૃષભઃ
આવક વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થાય. માતૃસુખ સારૂ મળશે. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નવું વાહન ખરીદવાનો યોગ બને છે. વાહનમાંથી ભાડાની આવક પેદા કરી શકાય. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય.

મિથુનઃ
સ્વભાવમાં જીદ્દી પણું વધતુ જણાય. આવક સંબંધી સમસ્યા હળવી થતી જણાય. કુટુંબમાં પરસ્પર સંપનું વાતાવરણ રહે. નાની મુસાફરીના યોગ બને છે. જીવનસાથી સાથે મનદુઃખના પ્રસંગ ઉદભવે. આરોગ્ય સારૂં રહેશે.

કર્કઃ
આનંદ ઉત્સાહ ભર્યો દિવસ. આવકનું પ્રમાણ વધે. અચાનક ધનલાભના યોગ છે. પરિવારમાં વાદ-વિવાદ વધતા જણાય. દગા-ફટકાથી સાચવવું આરોગ્યની ચિંતા રહે. મિત્રો તરફથી લાભ મળતો જણાશે.

સિંહઃ
પૂર્વ જન્મોના કર્મ અનુસાર કલ્યાણકારી ફળ મળશે. સ્વમાની, અધિકારની લાલસા વધતી જણાશે. સાથેસાથે રંગીન તત્વ અને શારિરીક કલાનો સુમેળ સર્જાતો જણાશે. વેપાર, શેર, સ્ટોક એથીચેન્જ તથા કેમીસ્ટના ધંધાવાળા માટે શુભ.

કન્યાઃ
વિદેશથી સારા સમાચાર મળે. એક્ષપોર્ટ-ઇમ્પોર્ટના ધંધામાં લાભ. સાહિત્યમાં રસ વધે. નવા મિત્રો બનતા જણાય. માતૃસુખ તથા સ્થાવર જંગમ મિલકત અંગે સામાન્ય દિવસ. ચામડીના રોગોની કાળજી રાખવી.

તુલાઃ
પરોપકારની ભાવના વધે. સ્વભાવમાં લાગણી શીલતા વિશેષ રહે. આવકમાં વધારો થતા આનંદ ઉત્સાહ વધે. પરિવારના સભ્યોની થોડી ચિંતા સતાવે. મિત્રો તરફથી સહકાર મળતો જણાય. આરોગ્ય જળવાય.

વૃશ્ચિકઃ
દામ્પત્ય સુખમાં ઉણપ આવે. પત્નિ સાથે ગુસ્સાના પ્રસંગ બને. નોકરી-ધંધામાં પ્રગતિ થતી જણાય. નવા રોકાણો યોગ્ય રીતે થાય. જૂના રોકાણોમાંથી સામાન્ય ફાયદો થતો જણાય. આરોગ્ય સારૂ રહે.

ધનઃ
આજે આપનું ભાગ્ય બળવાન છે. દરેક કાર્યમાં ભાગ્યનો સાથ મળે. પિતા તરફથી લાભ. ધાર્મિક યાત્રાનું આયોજન શક્ચ બને. છતાં થોડો અસંતોષ વર્તાય. કાર્યમાં સફળતા મળે. આરોગ્ય સારૂ રહેશે.

મકરઃ
આવકમાં ઘટાડો થતો જણાય. પરિવારના સ્ત્રીવર્ગને તકલીફનો અનુભવ કરવો પડે. આથી માનસિક શાંતિ હણાતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. પડવા-વાગવાથી સાચવવું. નોકરી-ધંધા માટે સામાન્ય દિવસ છે.

કુંભઃ
આવકના નવા નવા સ્ત્રોતો ખુલતા જણાય. કરેલા રોકાણોમાંથી સારી આવક આવતી જણાય. શેરબજારમાંથી પણ લાભ થવાના યોગ બને છે. સંતાનને ગરમીનો ઉપદ્રવ રહે. આરોગ્ય સારૂ રહેશે. સામાન્ય શરદી-કફ રહેતા જણાય.

મીનઃ
સેવા દ્વારા સાચા આનંદનો અનુભવ કરી શકશો. સંતાનથી આનંદ રહેશે. નવી વિદ્યા પ્રાપ્‍ત કરવાના યોગ બને છે. વિદ્યાર્થીમિત્રો માટે ખુબ સરસ દિવસ જમણાહાથની કાળજી રાખવી. નોકરી-ધંધામાં મિશ્રફળનો અનુભવ થશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં એકતરફી પ્રેમમાં બે કિશોરીની હત્યા ; વલસાડમાં 12માની વિદ્યાર્થિનીની હત્યા થઈ

Two teenage girls killed in one-sided

  • છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં એકતરફી પ્રેમમાં હત્યા કરવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે ગઈકાલે વલસાડમાં 15 વર્ષીય કિશોરીની હત્યા કરવામાં આવી છે તો દસ દિવસ પહેલાં માતરમાં પણ આધેડે ભરબજારે કિશોરીનું ગળું કાપી હત્યા કરી હતી.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એકતરફી પ્રેમીના (One sided lover) ત્રાસના બનાવો વધ્યા છે. બેખોફ થઈને ફરતા આવારા તત્ત્વોને પોલીસનો ડર જ લાગતો નથી તે રીતે જાહેરમાં હત્યા કરતા પણ અચકાતા નથી. મહત્વનું છે કે, દસ દિવસ પહેલાં ખેડાના માતરમાં (Kheda) ભરબજાર વચ્ચે સરાજાહેર આધેડે કિશોરીનું ગળું કાપીને હત્યા કરી હતી.

તો ગઈકાલે વલસાડના ઉમરગામ તાલુકાના દહાડ ગામે ત્રણ આરોપીઓએ ભેગા થઈ ટ્યુશન જતી કિશોરીને પતાવી દીધી હતી. હાલ આ મામલે પોલીસ તપાસ ચાલુ છે. બપોરે 11 વાગ્યે પોલીસ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી વધુ જાણકારી પણ આપવાની છે. ઉલ્લેખનીય છે કે બંને હત્યા કેસમાં એકતરફી પ્રેમ જવાબદાર છે.

ઉમરગામના દહાડમાં કિશોરીની હત્યા કરાઈ :

25 ઓગસ્ટે ઉમરગામના દહાડ ગામે એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસ માટે જઈ રહી હતી ત્યારે ત્રણ યુવકે તેને ઘેરી લીધી હતી. ત્યારબાદ એકાંતનો લાભ લઈ આરોપીઓએ કિશોરીના ગળે છરીના 8 ઘા મારી ક્રૂર હત્યા કરી હતી. પોલીસે આ મામલે 2 આરોપીની ધરપડક કરી છે અને 1 આરોપી ફરાર છે. હાલ પોલીસે નજીકના સીસીટીવી મારફતે આગળની તપાસ હાથ ધરી છે.

બહેનનો પીછો કરી હેરાન કરતા હતા : મૃતકનો ભાઈ

મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, ‘મારી બહેન ટ્યુશન ક્લાસથી છૂટીને બહેનપણીને મૂકવા ગઈ હતી. ત્યારથી પાછી ફરી રહી હતી ત્યારે ત્રણ આરોપીઓએ તેને ચાર રસ્તે રોકી હતી અને તેનું ગળું કાપી હત્યા કરી ફરાર થઈ ગયા હતા. તે વારંવાર આ બાબતે ફરિયાદ કરતી હતી કે આરોપીઓ તેને હેરાન-પરેશાન કરતા હતા.

ચોરોએ નાળામાંથી સુરંગ બનાવીને જ્વેલરીની દુકાનમાં લૂંટ ચલાવી હતી. ચોરો લાખો રૂપિયાના દાગીના લઈને નાસી ગયા જુઓ વીડિયો…

તેનો પીછો કરતા હતા. મેં અને મારા પપ્પાએ એકાદ વાર તેને માર પણ માર્યો હતો પરંતુ છતાં તે સુધર્યો નહોતો.’ તો વધુ એક મૃતકના સ્વજન જણાવે છે કે, આરોપી પહેલાં પણ ચોરીના ગુનામાં પકડાયેલો છે.

આ પણ વાંચો :-

બોલિવુડના જાણીતા સિંગર વિરૂદ્ધ ફરિયાદ, ફ્લેટ પર બોલાવી દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ

Complaint against famous

  • બોલિવુડના જાણિતા સિંગર-કંપોઝર રાહુલ જૈન વિરૂદ્ધ સોમવારે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.

મુંબઇ (Mumbai) સ્થિત પોતાના ફ્લેટમાં એક 30 વર્ષીય મહિલા કૉસ્ટ્યૂમ સ્ટાઇલિસ્ટનો (Costume Stylist) કથિત રીતે દુષ્કર્મ કરવાના આરોપમાં સિંગર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એક પોલીસ અધિકારીએ (police officer) આ માહિતી આવી છે. ત્યારે ખુદ પર લાગેલા દુષ્કર્મના આરોપોને સિંગરે ફરજી અને નિરાધાર ગણાવ્યા છે.

ફ્રીલાન્સ કૉસ્ટ્યૂમ સ્ટાઇલિસ્ટ છે મહિલા :

ઓશિવરા પોલીસ સ્ટેશનમાં દાખલ નિવેદનમાં ફરિયાદકર્તાએ કહ્યું કે, રાહુલ જૈને ઇસ્ટાગ્રામ પર તેનાથી સંપર્ક કર્યું અને તેમના કામના વખાણ કર્યા. એક પોલીસ અધિકારીએ દાખલ ફરિયાદનો હવાલો આપતા કહ્યું કે, સિંગરે મહિલાને અંધેરીમાં પોતાના ફ્લેટમાં વિઝિટ કરવા કહ્યું અને સાથે જ આ આશ્વાસન આપ્યું કે તેઓ મહિલાને પોતાના પર્સનલ કૉસ્ટ્યૂમ સ્ટાઇલિસ્ટ નિયુક્ત કરશે.

અધિકારીએ જણાવ્યું કે મહિલા 11 ઓગસ્ટે સિંગરના ફ્લેટ પર વિઝિટ કરવા ગઇ હતી. ત્યાં સિંગરે મહિલાને પોતાનો સામાન બતાવવાના બહાને તેના બેડરૂમમાં આવવા કહ્યું અને તેનો દુષ્કર્મ કર્યું. પોલીસના અનુસાર, મહિલા ફ્રીલાન્સ કૉસ્ટ્યૂમ સ્ટાઇલિસ્ટના રૂપમાં કામ કરે છે.

મારપીટનો પણ લગાવ્યો આરોપ :

મહિલાએ કહ્યું કે, જ્યારે તેનો વિરોધ કર્યો તો રાહુલ જૈને તેની સાથે મારામારી કરી. સાથે જ તેમણે પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્ન કર્યો. પોલીસે રાહુલ જૈન વિરૂદ્ધ કલમ 376, 323 અને 506 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ નથી થઇ.

સિંગરે કહ્યું- હું નથી ઓખળતો :

ખુદ પર લાગેલા આરોપો મુદ્દે રાહુલ જૈને કહ્યું કે, પહેલા પણ એક મહિલાએ મારા પર આ રીતે આરોપ લગાવ્યા હતા, પરંતુ મને ન્યાય મળ્યો. આ મહિલા તે મહિલાથી જોડાયેલી હોઇ શકે છે.

આ પણ વાંચો :-

સુઝુકીએ ભારતમાં પૂર્ણ કર્યા 40 વર્ષ, ઉજવણીના ભાગરૂપે ગુજરાતને મળશે નવી ભેટ

0

As Suzuki completes 40 years

  • મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (Maruti Suzuki India Ltd) ભારતમાં તેના 40 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે અને તેની ઉજવણી કરવાની તૈયારીઓ કંપનીએ શરૂ કરી દીધી છે.

જાપાની દિગ્ગજ ઓટો કંપની સુઝુકી મોટર કોર્પોરેશન (Suzuki Motor Corporation)ની પેટાકંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયા લિમિટેડ (Maruti Suzuki India Ltd) ભારતમાં તેના 40 વર્ષ પૂર્ણ કરી ચૂકી છે અને તેની ઉજવણી કરવાની તૈયારીઓ કંપનીએ શરૂ કરી દીધી છે. આ સપ્તાહના અંતમાં ગાંધીનગરમાં મહાત્માં મંદિર ખાતે ઉજવણી (Celebration of 40 year in india) કરવામાં આવશે.

પીએમ મોદી કરશે બે પ્લાન્ટનો શિલાન્યાસ :

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં કંપનીના બે મોટા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. જેમાં હરિયાણાના સોનીપતમાં સુઝુકી મોટર કોર્પોરેશન દ્વરા પેસેન્જર વ્હિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ (Passenger vehicle Manufacturing Plant) અને ગુજરાતના હંસલપુરમાં તેનો બેટરી પ્લાન્ટ (Battery Plant in Hansalpur) સામેલ છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ગુજરાતના હંસલપુર ખાતે આ બીજો બેટરી પ્લાન કંપની શરૂ કરવા જઇ રહી છે.

7300 કરોડ રૂપિયાનું કરશે રોકાણ :

આ પ્લાન્ટ જાપાની ઓટોમોબાઇલ જાયન્ટ પાસેથી અહીં રૂ.7300 કરોડનું રોકાણ આકર્ષિત કરશે. આ પ્લાન્ટ વર્ષ 2026 સુધીમાં કાર્યરત થઇ જશે. ઔદ્યોગિક સુત્રો અનુસાર, આ વર્ષની શરૂઆતમાં નવી દિલ્હીમાં આયોજીત જાપાન-ભારત આર્થિક મંચમાં એસએમસીએ બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનો અને BEV બેટરીના સ્થાનિક ઉત્પાદન માટે રૂ. 10,440 કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

3200 લોકોને આપે છે રોજગાર :

કંપનીનું મિશન નાની કાર સાથે કાર્બન ન્યૂટ્રાલિટી હાંસલ કરવાનું છે. કંપનીનો એક બેટરી પ્લાન્ટ અગાઉથી જ કાર્યરત છે અને ટૂંક સમયમાં જ બીજો પ્લાન્ટ શરૂ થશે. ગુજરાતમાં પેસેન્જર વ્હિકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ, જે લગભગ 3200 લોકોને રોજગારી આપે છે તેણે તાજેતરમાં જ આ પ્લાન્ટમાંથી 20 લાખમી કાર લોન્ચ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, કંપની હંસલપુરમાં બીઇવીનું ઉત્પાદન શરૂ કરવાની અને તેને 2025 સુધીમાં કમિશન કરવાની યોજના ધરાવે છે. એસએમસીએ વાર્ષિક 7.5 લાખ યુનિટની ક્ષમતા સાથે તેનો કાર ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાતમાં અંદાજિત રૂ.12,680 કરોડનું રોકાણ કર્યુ છે. કંપની હંસલપુર પ્લાન્ટમાં બલેનો, સ્વિફ્ટ અને સ્વિફ્ટ ડિઝાયરનું ઉત્પાદન કરે છે.

આ પણ વાંચો :-

અલગ થયા સારા તેંડુલકર અને ક્રિકેટર શુભમન ગિલ ? સોશિયલ મીડિયા યૂઝર્સ પૂછે છે – શું…………

0

Sara Tendulkar and cricketer Shubman Gill

  • સારા તેંડુલકર અને ઈન્ડિયન ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન શુભમન ગિલ અલગ થઈ ગયા છે. બન્નેના વચ્ચે બ્રેકઅપ થઈ ગયાની ખબર આવી રહી છે.

શુભમન ગિલ (Shubman Gill) અને સારા તેંડુલકરે (Sara Tendulkar) એકબીજાને ઇંસ્ટાગ્રામ ઉપર અનફોલો કરી દીધુ છે. આ ઉપરથી લોકો અંદાજો લગાવી રહ્યા છે કે બન્ને વચ્ચે બ્રેકઅપ (Break up) થઈ ગયુ છે. જોકે સારા શુભમનની બહેનને હજુ પણ ફોલો કરી રહી છે.

ઘણા વર્ષોથી અફેરની ચર્ચા ચાલી રહી હતી :

શુભમન ગિલ અને સારા તેંડુલકરના ડેટિંગના સમાચાર ઘણા વર્ષોથી આવી રહ્યા હતા. બન્નેએ કોઈ દિવસ ડેટિંગની ખબરને કન્ફર્મ કર્યુ નથી. પરંતુ બન્ને એકબીજાના ફોટોઝ ઉપર કમેન્ટ કરતા નજરે આવતા હતા. આટલું જ નહિ, શુભમને જ્યારે પણ ક્રિકેટ ફીલ્ડ ઉપર અથવા તો લાઈફમાં કંઈક કર્યુ હોય, તો સારા તેને એપ્રિશિએટ કરતી હતી. આના કારણે બન્ને લોકો હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનતા હતા.

IPLમાં પહેલી વખત કર્યુ હતું નોટિસ :

બન્નેને પહેલી વખત વર્ષ 2019માં IPL દરમિયાન નોટિસ કરવામાં આવ્યા હતા. ત્યારે શુભમન કોલકતા નાઈટ રાઈડર્સ તરફથી રમતો હતો. IPL પછી શુભમને રેંજ રોવર ખરીદી હતી, જે તેણે સોશિયલ મીડિયો ઉપર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. ત્યારે તે પોસ્ટ ઉપર સારાએ હાર્ટ ઇમોજી સાથે કમેન્ટ કરીને તેને વધાવ્યો હતો. આ પછી જ બન્ને વચ્ચે અફેરની ખબરો સામે આવી હતી.

ઝિમ્બાબ્વે ટૂર પછી સોશિયલ મીડિયામાં થયા હતા ટ્રેન્ડ :

હાલમાં જ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે ટૂર પર ગઈ હતી. જ્યાં ટીમ ઈન્ડિયાએ 3-0થી મેચ જીતી લીધી હતી. આ ટૂરમાં શુભમને શાનદાર પરફોર્મંસ આપ્યુ હતું. આ સિરીઝમાં તેણે પોતાના વન-ડે કરિયરની પ્રથમ સદી પટકારી હતી. તેને પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બનાવવામાં આવ્યો હતો.

આ પછી બન્નેના અફેરની ખબરો આવી હતી અને બન્ને ટ્રેંડ થવા લાગ્યા હતા. જોકે આ વચ્ચે હવે જાણવા મળી રહ્યુ છે કે બન્નેએ એકબીજાને ઇંસ્ટાગ્રામ ઉપર અનફોલો કરી દીધું છે.

આ પણ વાંચો :-

સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયના નિર્માણ માટે સી. આર પાટીલે માત્ર 10 મિનિટની અંદર જ કર્યું કરોડોનું ફંડ ભેગું 

0

C. for construction of central office

  • ભાજપના મધ્યસ્થ કાર્યાલયના નિર્માણ માટે 6 ભાજપી આગેવાનોએ જ 6 કરોડનું ફંડ આપી દીધું.

સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયના (Central office of BJP) નવીનીકરણ માટે સુરત જિલ્લા ભાજપે પ્રદેશ ભાજપ પ્રમુખની અધ્યક્ષતામાં ગઈ કાલે ખાતમુહૂર્તનો (Khatmuhurta) કાર્યક્રમ યોજ્યો હતો. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સુરત જિલ્લાનું કમલમના નિર્માણ માટે જિલ્લા ભાજપના નેતાઓ પાસે પ્રદેશ પ્રમુખે ગણતરીની મિનિટોમાં ભાજપના પદાધિકારીઓ (office bearer) પાસે કરોડો રૂપિયાના દાનની રકમ લખાવતા કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી.

ચોરોએ નાળામાંથી સુરંગ બનાવીને જ્વેલરીની દુકાનમાં લૂંટ ચલાવી હતી. ચોરો લાખો રૂપિયાના દાગીના લઈને નાસી ગયા ! જુઓ વીડિયો…

વિવિધ નેતાઓએ કરોડો રૂપિયાનું યોગદાન આપ્યું :

બારડોલી મીંઢોળા નદી કિનારે 24,000 સ્ક્વેર ફૂટની જગ્યામાં નિર્માણ થનાર તમામ સુવિધાઓથી સજ્જ સુરત જિલ્લા કમલમમાં જિલ્લાના વિવિધ સેલના પ્રમુખોની ચેમ્બર જિલ્લાના ધારાસભ્યોની અલગ ઓફિસો, સાથેજ મહિલા મોરચાની ઓફિસ તેમજ કોન્ફરન્સ હોલ સાથેની તમામ સુવિધાઓથી સજ્જ બે માળના કાર્યાલયના નિર્માણ ખર્ચ પણ કરોડો રૂપિયાનો થનાર હોય. જેથી સી.આર.એ નિર્માણ ખર્ચના સહયોગ પેટે સહાયની અપીલ કરતા વિવિધ નેતાઓએ કરોડો રૂપિયાનું યોગદાન આપ્યું હતું.

કોણે કેટલો ફાળો આપ્યો ?

સુમુલ ડેરીના પ્રમુખ માનસિંગભાઈ પટેલ 1.01 કરોડ, સુમુલ ડેરી માજી પ્રમુખ રાજુભાઇ પાઠકે 1 કરોડ, રાજ્યના મંત્રી મુકેશભાઇ પટેલ 1 કરોડ, માજી કેબિનેટ મંત્રી ગણપતભાઇ વસાવાએ 1 કરોડ, ધારાસભ્ય ઇશ્વરભાઇ પરમાર 1 કરોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ 1 કરોડ, સુરત ડિસ્ટ્રીક બેન્ક ચેરમેન નરેશભાઇ પટેલ 1 કરોડ, APMC સુરત 50 લાખ તેમજ અન્ય ધારાસભ્યો અને આગેવાનોએ ફાળાની નોંધણી કરાવી હતી.

આ પણ વાંચો :-

ગુલામ નબી હવે કોંગ્રેસમાંથી ‘આઝાદ’ : રાજીનામામાં સોનિયાને લખ્યું- રાહુલને ઉપાધ્યક્ષ બનાવવાથી કોંગ્રેસ બરબાદ થઈ ગઈ

0

Ghulam Nabi now ‘free’ from Congress

સીનિયર નેતા ગુલામ નબી આઝાદે (Ghulam Nabi Azade) કોંગ્રેસના દરેક પદ પરથી રાજીનામું આપી દીધું છે. ગુલામ નબી આઝાદે પાર્ટીના પ્રાથમિક સભ્યપદ (Primary membership) પરથી લઈને તમામ પદ પર રાજીનામું આપી દીધું છે. માનવામાં આવે છે કે ગુલામ નબી આઝાદ ઘણાં સમયથી પાર્ટીથી નારાજ હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આઝાદે સોનિયા ગાંધીને (Sonia Gandhi) 5 પેજનું રાજીનામું મોકલ્યું છે.

સોનિયા ગાંધીને મોકલવામાં આવેલા રાજીનામામાં ગુલામ નબી આઝાદે લખ્યું છે, ખૂબ અફસોસ અને લાગણી સાથે મેં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સાથેનો મારો અડધી સદીનો સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે. ગુલામ નબી આઝાદે કહ્યું છે, ભારત જોડો યાત્રાની જગ્યાએ કોંગ્રેસ જોડો યાત્રા કાઢવાની જરૂર છે.

ઓહ નો ! જમીનમાંથી પાણીની સાથે નીકળી રહી છે આગ, જબરદસ્ત છે આ વીડિયો | Gujarat Guardian

કોંગ્રેસે દસ દિવસ પહેલાં જ પાર્ટીના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદને પ્રદેશ કેમ્પેન કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા. જોકે આઝાદે અધ્યક્ષ બન્યાના 2 કલાક પછીથી રાજીનામું આપ્યું છે. જોકે ત્યારે પણ રાજીનામું આપવાના કારણ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નહતો.

સૂત્રોના જણાવ્યા મુજબ, ગુલામ નબી આઝાદની નારાજગી એ બાબતે છે કે તેમની ભલામણોની અવગણના કરવામાં આવી રહી છે, એને પગલે તેમણે નવી જવાબદારી લેવાનો ઈનકાર કર્યો છે. જોકે કોંગ્રેસનું કહેવું છે કે આઝાદે ખરાબ સ્વાસ્થ્યને કારણે કેમ્પેન સમિતિના અધ્યક્ષનું પદ સંભાળવાનો ઈનકાર કર્યો છે.

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાની પ્રશંસા PM મોદી પણ કરી ચૂક્યા છે. આ પ્રસંગ હતો ફેબ્રુઆરી 2021માં ગુલામ નબી આઝાદની રાજ્યસભામાંથી વિદાયનો. ત્યારે PM મોદીએ ગુલામ નબી સાથે પોતાની દોસ્તીનો ઉલ્લેખ કર્યો અને કાશ્મીરમાં થયેલી એક આતંકી ઘટનાની કહાની સંભળાવી હતી.

આ પણ વાંચો :-