Home Blog Page 1325

રાજ્ય સરકારનું વધુ એક મોટું પગલું, બોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે ગુજરાત બનશે સૌથી મોટુ હબ

0

Another big step by the state government

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. 10 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027’ જાહેર કરશે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી પણ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે અભિનેતા અજય દેવગણ ઉપસ્થિત રહેશે.

ગુજરાત ‘પોલિસી ડ્રિવન સ્ટેટ’ (Policy Driven State) તરીકે દેશભરમાં મોડલ સ્ટેટ (Model State) સાબિત થયું છે. છેલ્લા 20 વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પુરું પાડવા માટે વિવિધ પોલિસીઓ જાહેર કરવામાં આવી છે. આ દિશામાં વિકાસયાત્રા આગળ ધપાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ (Bhupendrabhai) પટેલ તા. 10 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027’ જાહેર કરશે.

આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી પણ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે અભિનેતા અજય દેવગણ ઉપસ્થિત રહેશે.

તાજેતરમાં, રાજ્યના પ્રવાસન વિભાગે ફિલ્મ ઉદ્યોગ જગતમાં ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે તેમજ સ્થાનિક ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે નવી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027’ ઘડી છે. આ માટે ફિલ્મ અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ મુખ્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ પોલિસીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે.

આ પોલિસીનો હેતુ ફિલ્મ શૂટિંગ માટે ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે, જે રાજ્યમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન-સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પ્રવાસનને ઉદ્યોગનો દરજ્જો આપી વર્ષ 2015 માં સૌ પ્રથમવાર પ્રવાસન પોલિસીની જાહેરાત કરી હતી, ત્યારબાદ હોમ સ્ટે પોલિસી અને હેરિટેજ પોલિસી પણ રાજ્ય સરકારે જાહેર કરી છે.

ગુજરાતમાં પર્વતમાળાથી માંડીને દરિયાકિનારા સુધીના આકર્ષક સ્થળો, ધોળાવીરા જેવા ઐતિહાસિક સ્થળોથી લઇને મોર્ડન ગિફ્ટ સિટી, હેરિટેજ બિલ્ડીંગોથી લઇને આધુનિક બસ સ્ટેશન્સ અને બંદરો તેમજ કચ્છના સફેદ રણથી લઇને ગીરના જંગલો અને કેટલાંય અન્ય પ્રવાસન આકર્ષણો રહેલાં છે.

આ બધાં પ્રવાસન આકર્ષણો તમામ મુલાકાતીઓને અનન્ય અને યાદગાર પ્રવાસનો અનુભવ પ્રદાન કરે છે, જે ફિલ્મ શૂટિંગ પ્રવાસન દ્રષ્ટિકોણથી ગુજરાતને સૌથી વધુ ઇચ્છનીય સ્થળ બનાવવામાં મદદરૂપ છે.

રાજ્યની સૌપ્રથમ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-2027’ એ ફિલ્મો દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના પ્રવાસન સ્થળોને એક્સપ્લોર કરવા માટે ફિલ્મ નિર્માતાઓને આકર્ષવા તરફ રાજ્ય દ્વારા લેવાયેલું એક મુખ્ય પગલું છે. આ યોજના સિનેમેટિક પ્રવૃત્તિઓ માટે આકર્ષક પ્રોત્સાહનો આપે છે જે સિનેમેટિક ટુરિઝમમાં રોજગારીની નવી તકો ઊભી કરશે. આ પોલિસી રાજ્યની જનતા માટે આર્થિક તકો ઉભી કરવામાં અને પ્રાદેશિક, બોલીવુડ, હોલીવુડ, ટીવી અને ઓટીટી ઉદ્યોગ સહિતના ફિલ્મ નિર્માતાઓ માટે ગુજરાતને પસંદગીનું પ્રવાસન સ્થળ બનાવવામાં યોગદાન આપશે.

ગુજરાત હંમેશા ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મ મેકર્સની પ્રાયોરિટી લિસ્ટમાં રહ્યું છે. પ્રવાસન સ્થળોનું વૈવિધ્ય, ઉચ્ચ સ્તરનીઆવાસીય અને અન્ય સુવિધાઓ, સુવિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બહેતર કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટેશન સાથે સરકારનો સહયોગ એગુજરાતને શૂટિંગ હબ તરીકે પસંદ કરવા માટેના મુખ્ય કારણો છે. ‘રામલીલા’, ‘કાઈપો છે’, ‘પીકુ’, ‘ડી-ડે’, ‘2 સ્ટેટ્સ’, ‘મોહેંજો દરો’ અને ‘લગાન’થી માંડીને ઓસ્કાર-નોમિનેટેડ ફિલ્મો સહિત ઘણી જાણીતી અને મોટા બજેટની ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું હતું.

ગુજરાતના પ્રવાસન વિભાગે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ અને ડિજિટાઈઝેશન માટે વિવિધ પહેલો હાથ ધરી છે, જેમ કે હેરિટેજ પ્રોપર્ટીના વિકાસ અને પ્રવાસનના સર્વાંગી વિકાસમાં ખાનગી રોકાણોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વાર હેરિટેજ પ્રવાસન નીતિ 2020-25 અને નવી પ્રવાસન નીતિ 2021-25 ની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે હવે તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન વેબ પોર્ટલ દ્વારા ડિજીટાઇઝ કરવામાં આવી છે, જેના કારણે માનવ હસ્તક્ષેપ ઓછો થઈ ગયો છે. આ નીતિઓનો ઉદ્દેશવિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને અનન્ય પ્રવાસન અનુભવ પ્રદાન કરવાનો છે.

આ સૂચિત યોજના રાજ્યમાં હાથ ધરાયેલા નીચે મુજબના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે :

1)    ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ :

a.    ફિલ્મ સિટી
b.    ફિલ્મ અને ટીવી સ્ટુડિયો
c.    ફિલ્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ
d.    પોસ્ટપ્રોડક્શન સુવિધાઓ

2)  ફિલ્મ મેકિંગ પ્રોજેક્ટ્સ :

a.    ફિલ્મ શૂટિંગ
b.    ટીવી અને વેબ સીરીઝ
c.    ડોક્યુમેન્ટરી
d.    બ્રાન્ડ એફિલિયેશન

3)  બિગ બજેટ મુવીઝ અને મેગા ફિલ્મ ઇવેન્ટ્સ :

a.    બિગ બજેટ મુવીઝ
b.    રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મેગા ફિલ્મ અને મ્યૂઝિક ઇવેન્ટ્સ અને ફિલ્મ એવોર્ડ્સ

રાજ્યમાં ફિલ્મ મેકર્સને આવકારવા માટે આ પોલિસી ફિલ્મ મેકર્સને વિવિધ સુવિધાઓ આપવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે, જેમકે, રાજ્યમાં સર્વિસ પ્રોવાઇડરોનું લિસ્ટિંગ કરવું, TCGL (ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ.)ની હોટલોમાં રહેવા માટે ડિસ્કાઉન્ટ ઓફર કરવું અને અન્ય એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ પ્રદાન કરવો વગેરે.

એકોમોડેશન (આવાસની સુવિધા) બુકિંગ માટે સહયોગ :

TCGLની પ્રોપ્ટીઓમાં રહેવા માટે ડિસ્કાઉન્ટ
ફિલ્મના નિર્માણ માટે સિક્યોરિટી પ્રદાન કરવી
આંતરરાષ્ટ્રીય ફિલ્મમેકર્સ સાથે લાયાઝનિંગ
જાણીતા ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પ્રોવાઇડરો સાથે જોડાણ
રાજ્યના સપ્લાયર્સ અને સર્વિસ પ્રોવાઇડરોનું લિસ્ટિંગ
ફીડબેક સિસ્ટમ મારફતે સતત એન્ગેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત

આ પણ વાંચો :-

10 સપ્ટેમ્બર શનિવારના રોજ આ રાશિના જાતકોને આજે કામકાજમાં સફળતા મળશે

On Saturday, September 10, the natives

મેષઃ
આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. પરિવારમાં પરસ્પર પ્રેમ વધે. કાર્યમાં સફળતા મળતી જણાય. સાસરાપક્ષ તરફથી લાભ મળવાના યોગ છે. નોકરી-ધંધામાં પ્રગતિ. જુની ઉઘરાણી છુટી થતી જણાય.

વૃષભઃ
આર્થિક ઉપાર્જન શક્ય બને. પરિવારમાં મનમેળ વધતો જણાય. અધૂરા કાર્યો પૂર્ણ કરી શકો. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળતી જણાય. વાણિજ્ય ક્ષેત્રે અભ્યાસ કરતા સંતાનોને સફળતા મળે. ભાગ્ય બળવાન છે.

મિથુનઃ
વકતૃત્વ શક્તિથી કાર્ય સફળતા વધતી જણાય. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ મળતો જણાય. આરોગ્ય જળવાય. સંતાનની ચિંતા રહે. દામ્પત્ય જીવનમાં આનંદ જળવાય.

કર્કઃ
સફળતાનો આધાર આપની મહેનત ઉપર રહેશે. વાણી વિલાસ સાચવીને કરવો. પિતૃપક્ષ તરફથી લાભ. પરિવારમાં એકરાગીતા જળવાય. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય. નવા રોકાણો યથાર્થ રીતે કરી શકાય.

સિંહઃ
નકારાત્મક વિચારો ઉપર કાબુ રાખવો. આવકનું પ્રમાણ જળ‍વાશે. નોકરીમાં શાંતિ રહે. ધંધાકીય ક્ષેત્રે લાભ. કાપડ, સ્ત્રી શણગાર, કોસ્મેટીક્સના ધંધામાં લાભ. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય. આરોગ્ય જળવાય.

કન્યાઃ
મનોબળ મજબૂત રહે. શક્તિ અને સ્ફૂર્તિનો અનુભવ થાય. આર્થિક બાબતે શુભ ફળ મળે. પરિવારમાં ઉગ્રતાભર્યું વાતાવરણ રહે. જમીન-મકાન અંગેના કામમાં સાવધાની જરૂરી. સંતાન અંગેના પ્રશ્નો હલ થતા જણાય.

તુલાઃ
વારેવારે ખોટું લાગે એવા પ્રસંગો આકાર લેતા જણાય. આવકનું પાસુ મજબૂત બનતું જણાય. પરિવારમાં આનંદ, કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા આર્થિક રોકાણો મુલતવી રાખવા.

વૃશ્ચિકઃ
આર્થિક ક્ષેત્રે લાભ મળતો જણાય. નાના ભાઈ-બહેન સાથે પ્રેમ જળવાય. પરિવારમાં વિખવાદ ટાળવો. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. માતૃપક્ષ તરફથી લાભ. ટ્રાવેલીંગના ધંધામાં વિશેષ સફળતા. ગળાના રોગોન કાળજી રાખવી.

ધનઃ
માનસિસક પ્રસન્‍નતા વધે. પરોપકારની ભાવના પેદા થાય. કાર્યક્ષેત્ર સફળતા. રોકાણોમાંથી આવક મળતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ થાય. દામ્પત્ય જીવનમાં સ્નેહનું પ્રમાણ વધે. ભાગ્યનો સાથ મળતો જણાય.

મકરઃ
માનસિક અસ્વસ્થતા રહે. આવકનું પ્રમાણ વધે. કરેલા કાર્યોમાં સફળતા મળતી જણાય. પરિવારમાં અસંતોષનું પ્રમાણ વધે. સંતાનના પ્રશ્નો ઉકેલાતા જણાય. આંખની કાળજી રાખવી. મિત્રોથી લાભ મળતો જણાય.

કુંભઃ
દિવસ દરમિયાન મન આનંદમાં રહે. જુના શિક્ષકોને મળવાનો યોગ બને છે. બપોર બાદ આવકનું પ્રમાણ વધતું જણાય. અનાજ, એડમીનીસ્ટ્રેશન, સોની કામ તથા સરકારી કામમાં સંકળાયેલ વ્યક્તિઓને વિશેષ ફાયદો. ઉલટી-ઉબકાની સમસ્યા રહે.

મીનઃ
ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. આવક જળવાય તથા બપોર બાદ વધતી જણાય. નવા રોકાણોનું આયોજન સફળતાપૂર્વક કરી શકાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ. જીવનસાથી સાથે મતભેદ નિવારવા. આરોગ્ય સારું રહેશે.

09 સપ્ટેમ્બર 2022 રાશિભવિષ્ય  : જાણો 12 રાશિઓ માટે આજનો દિવસ કેવો રહેશે?

09 September 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આજે‌ દિવસ દરમિયાન માનસિક સ્વસ્થતા જળવાશે. આવકની પરિસ્થિતિ સુધરતી જણાશે. પરિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પત્ની સાથે પ્રેમપૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગતી થતી જણાય.

વૃષભઃ
આજનો દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જૂના મિત્રોની મુલાકાત શક્ય બને.

મિથુનઃ
આજે પણ આર્થિક ઉપાર્જન વધતું જણાય. પરિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગતિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્કઃ
આર્થિક દૃષ્ટિએ દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પરિવારના સભ્યો સાથે આનંદ-ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદાકારક પુરવાર થાય. જૂના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહઃ
સ્વભાવમાં ઉગ્રતા રહે. આર્થિક લાભ મળતો જણાય. પરિવારના તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. તબિયત સંબંધી થોડી ચિંતા રહે.

કન્યાઃ
આવકમાં પ્ર‌ગતિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણપત્ર કરતી વખતે સાવચેતી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલાઃ
પરોપકાર, હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર વાણી રહે. અણુ-ઉર્જા સંશોધન, ઇલેક્ટ્રોનિક્સ, બુકસેલરના ધંધામાં વધારે પ્રગતિ થાય. માતા તથા પત્ની સાથે મતભેદ થવાની શક્યતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃશ્ચિકઃ
આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવનસાથી સાથે ઉગ્રતા વાદ-વિવાદ ટાળવાની સલાહ છે.

ધનઃ
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આર્થિક રીતે આવક વધતાં માનસિક અશાંતી ઓછી થતી જણાય. મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જૂની ઓળખાણ તાજી થતી જણાય.

મકરઃ
આર્થિક પાસુ મજબૂત થતુ જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પરિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શક્યતાઓ છે. માતૃપક્ષ તરફથી આનંદના સમાચાર મળે. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિનો અનુભવ થાય.

કુંભઃ
ભાગ્ય બળવાાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય, પરિણામે દિવસ દરમિયાન પ્રસન્‍નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પરિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીનઃ
આજે આવક ઘટતી જણાય. માનસિક પરિતાપ-ચિંતા સતાવે. પરિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ચિંતા તથા ધંધામાં પણ ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

મોબાઈલને બાજુમાં લઈને સૂતા લોકો કરી રહ્યા છે બહુ મોટી ભૂલ, સાઈડ ઈફેક્ટ જાણીને આંખો પહોળી થઈ જશે

People sleeping with their mobiles

  • મોબાઈલ માથાની નજીક રાખવો ઘાતક સાબિત થઈ શકે છે. તેનાથી નિકળતા રેડિએશનના કારણે લાંબા સમય સુધી સેલ ફોનને માથાની નજીક રાખવાથી ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

આપણામાંથી ઘણા લોકો એવા છે જેમને સુતી વખતે પણ મોબાઈલ ફોનને (Mobile phone) દૂર રાખવાનું પસંદ નથી. લોકો મોબાઈલને કાં તો તકિયાની નીચે અથવા પલંગની નજીક રાખે છે. આવું કરવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે. જેમાંથી સૌથી સામાન્ય કારણ ઈન્ટરનેટ બ્રાઉઝ (Browse the Internet) કરતી વખતે સુઈ જવું છે.

પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું તમારૂ સ્વાસ્થ્યને બગાડવાનું કામ કરી રહ્યું છે. પ્યુ રિસર્ચ સેન્ટર અનુસાર, 65% પુખ્ત વયના લોકો અને 90% કિશોરો તેમના ફોન ચાલુ રાખીને સુવે છે.

સવારે થાક અને ખરાબ મૂડનું કારણ છે સ્માર્ટફોન :

પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું તમારા માટે કેટલું નુકસાનકારક સાબિત થઈ શકે છે. જો તમે થાકેલા અને ખરાબ મૂડમાં જાગી જાઓ છો, તો તેની પાછળનું કારણ તમારો સ્માર્ટફોન છે.

તમે સાંભળ્યું જ હશે કે સૂતા પહેલા બ્લુ-લાઇટ સ્ક્રીનનો ઉપયોગ કરવાથી તમારી ઊંઘમાં ખરાબ થઈ શકે છે. પરંતુ તેમાં બીજુ પણ ઘણુ બધુ છે. ચાલો જાણીએ કે તમારો ફોન કેવી રીતે સાયલન્ટ કિલર બનીને તમારું સ્વાસ્થ્ય બગાડવાનું કામ કરી રહ્યો છે.

ફોન સાથે રાખીને સુવુ બની શકે ખતરનાક  :

મોબાઈલ ફોન હાનિકારક રેડિયેશન ફેંકે છે. જે તમારા મગજને નુકસાન પહોંચાડે છે. જેના કારણે તમે માથાનો દુખાવો, મસલ્સમાં દુખાવો અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અનુભવ કરી શકો છો.

ફોન રેડિએશનના આ છે નુકસાન :

મોબાઇલ ફોનનું રેડિયેશન ઇરેક્ટાઇલ ડિસફંક્શન સાથે જોડાયેલું છે. આ ઉપરાંત, તમારા સેલ ફોનમાંથી નીકળતો વાદળી પ્રકાશ ઉંઘ ઉત્પન્ન કરતા હોર્મોનના ઉત્પાદનને પણ અસર કરી શકે છે, જેને મેલાટોનિન તરીકે પણ ઓળખવામાં આવે છે. તે  બોડી ક્લોકને પણ નુકસાન કરે છે. જેના કારણે સુવામાં મુશ્કેલી પડી શકે છે.

દિલ્હીમાં એક વ્યક્તિ રાષ્ટ્રધ્વજ સાથે પોતાનું સ્કૂટર સાફ કરતો કેમેરામાં કેદ થયો | Gujarat Guardian

શું કહે છે WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ફોનથી નિકળતા આરએપ રેડિએશનને ગ્લિયોમા, એક પ્રકારના મગરના કેન્સરને વધારતા જોખમના આધાર પર મનુષ્યો માટે કાર્સિનોજેનિકના રૂપમાં વર્ગીકૃત કર્યું છે.

સુતી વખતે કેટલો દૂર હોવો જોઈએ ફોન ? 

જેમ જેમ તમે ફોનને દૂર કરો છો રેડિયો ફ્રિકવન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડની તાકાત જે ફોન સાથે જોડાયેલી છે તે ઘણી ઓછી થઈ જાય છે. કોઈ ચોક્કસ અંતરનું સ્કેલ આપવામાં આવ્યું નથી, પરંતુ ગંભીર પરિણામો ટાળવા માટે તેને ઓછામાં ઓછા ત્રણ ફૂટ રાખવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો :-

ઉર્વશીએ પાકિસ્તાની ખેલાડી સાથેનો રોમેટિક વીડિયો કર્યો શેર, ઈન્ડિયન ફેન્સ તો બરોબરના ભડક્યાં

Urvashi shared a romantic video

  • ઉર્વશી રૌતેલા અને પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહનો એડિટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેનાં ચાલતા ઉર્વશી ટ્રોલ પણ થઈ રહી છે.

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા (Urvashi Rautela) ગત અમુક દિવસોથી સતત ચર્ચાઓમાં રહેલી છે. આવામાં એકવાર ફરી ઉર્વશી ચર્ચામાં આવી ગઈ છે અને આ વખતે કારણ પાકિસ્તાની ક્રિકેટર (Pakistani cricketer) નસીમ શાહ (Naseem Shah) છે.

ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (Instagram story) પર એક રોમેન્ટિક એડિટેડ વીડિયો શેર કર્યો હતો. જેમાંઆ તે પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે જોવા મળી રહી હતી અને આ કારણે તે ટ્રોલ થઈ રાઈ છે.

શું છે ઉર્વશીનો વીડિયો ?

ઉર્વશીએ જે વીડિયો પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો, તે કોઇ સોશિયલ મીડિયા યુઝરે બનાવ્યો હતો. આ વીડિયો એડિટેડ હતો, જેમાં આપહેલા જ્યાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ જોવા મળે છે તો પછી ઉર્વશીનાં અમુક કેન્ડીડ સ્માઇલ કરતાં સિન્સ પણ છે.

Trolled! Urvashi Rautela shares 'romantic' edited reel with Pakistani  cricketer Naseem Shah, netizens say 'Aaj pata chala hamare Naseem ko kiski  nazar lagi hai' | Hindi Movie News - Bollywood - Times of India

વીડિયોને એ પ્રકારે એડિટ કરવામાં આવ્યો છે કે લાગી રહ્યું છે કે ઉર્વશી અને નસીમ એકબીજાને જોઈને  સ્માઇલ આપી રહ્યા છે. જ્યારે વીડિયો સાથે બેકગ્રાઉન્ડમાં કોઈ તુજકો નાં મુજસે ચૂરા લે સોંગ વાગી રહ્યું છે.

ટ્રોલ થઈ રહી છે ઉર્વશી રૌતેલા

સોશિયલ મીડિયા પર જેવી આ રિલ શેર કરવામાં આવી, ત્યાર બાદથી જ ઉર્વશી ટ્રોલ થવા લાગી છે. ઉર્વશી રૌતેલાની તસવીરો અને વિડિયોઝ વાયરલ થવા લાગ્યા છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં સીટ બેલ્ટ વિના જતાં લોકોની કારને પોલીસે ઊભી તો રાખી પણ દંડ ન લીધો, 3 દિવસ ચાલશે મેગાડ્રાઈવ

0

Police stopped people’s cars without seat belts

  • આજથી અમદાવાદમાં ટ્રાફિક પોલીસે સીટ બેલ્ટની મેગા ડ્રાઈવ શરૂ કરી છે. ટ્રાફિક પોલીસ દ્વારા ત્રણ દિવસ સુધી લોકોને સીટ બેલ્ટ પહેરવા સમજાવવામાં આવશે.

કેન્દ્ર સરકારે મંગળવારના રોજ કારમાં બેઠેલ દરેક વ્યક્તિ માટે સીટ બેલ્ટ (Seat belt) બાંધવો ફરજિયાત કરી દીધો છે. જો કોઇ સીટ બેલ્ટ વિના પકડાશે તો તુરંત તેનું ચલણ કપાશે (Currency will be deducted). એટલે કે તેને દંડ ભરવો પડશે.

ત્યારે હવે અમદાવાદમાં પણ આજથી 3 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સીટ બેલ્ટ ડ્રાઇવ શરૂ થઈ છે. પોલીસ દ્વારા લોકોની કારને રોકીને સીટ બેલ્ટ પહેરવા સમજાવવામાં આવી રહ્યા છે. આ ડ્રાઈવ ત્રણ દિવસ સુધી ચાલશે.

લોકોમાં જાગૃતિ આવે તે મુખ્ય હેતુ :

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ આ સીટ બેલ્ટ ડ્રાઈવમાં કારમાં પાછલી સીટમાં બેઠલા લોકોને સીટ બેલ્ટ બાંધવા માટે જાગૃત કરી રહ્યા છે. આ ડ્રાઈવનો હેતું કારમાં સવાર તમામ લોકોમાં સીટ બેલ્ટ પહેરવાને લઈને જાગૃતિ આવે તે માટેનો છે. અમદાવાદ પોલીસની આ કામગીરીને શહેરીજનોએ બિરદાવી છે.

હવેથી કારમાં બેઠેલા તમામ લોકોએ સીટ બેલ્ટ પહેરવો ફરજિયાત :

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ મંગળવારના રોજ મીડિયા ઇવેન્ટને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ‘હવેથી કારમાં બેઠેલા તમામ લોકોએ સીટ બેલ્ટ ફરજિયાત પહેરવો પડશે. સાયરસ મિસ્ત્રીના મોત બાદ કેન્દ્ર સરકારે બેકસીટ યાત્રીઓની સુરક્ષા માટે મોટો નિર્ણય લીધો હતો.

દિલ્હીમાં એક વ્યક્તિ રાષ્ટ્રધ્વજ સાથે પોતાનું સ્કૂટર સાફ કરતો કેમેરામાં કેદ થયો | Gujarat Guardian

એટલે કે હવેથી કારમાં પાછળની સીટ માટે પણ સીટ બેલ્ટ જરૂરી છે. મીડિયા કાર્યક્રમને સંબોધિત કરતા તેઓએ કહ્યું હતું કે, “એક કાર અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીના મોતના કારણે અમે આ નિર્ણય લીધો છે કે વાહનોમાં પાછળની સીટ માટે પણ સીટ બેલ્ટ બીપ સિસ્ટમ હશે.’

વધુમાં નીતિન ગડકરીએ જણાવ્યું કે, ‘સરકાર વ્હિકલ નિર્માતાઓ માટે પાછળની સીટો માટે પણ સીટ બેલ્ટ એલાર્મ સિસ્ટમ મૂકવી ફરજિયાત બનાવવાની યોજના બનાવી રહી છે. હાલમાં તમામ વાહન ઉત્પાદકો માટે માત્ર આગળની સીટના મુસાફરો માટે જ સીટ બેલ્ટ રિમાઇન્ડર આપવાનું ફરજિયાત છે.’

આ મુદ્દે નીતિન ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ નિયમનો ભંગ કરનારાઓ અને આ નિયમનો ભંગ કરનારાઓને દંડની સજા કરવામાં આવશે. સીટ બેલ્ટ ન હોવા બદલ ચલણ (શિક્ષાત્મક દંડ) ને મંજૂરી આપવામાં આવશે. આ આદેશનો અમલ 3 દિવસની અંદર કરાવવામાં આવશે.

આ પણ વાંચો :-

AAPના વધુ એક ઉમેદવાર વિવાદમાં, વેજલપુરના ઉમેદવારની હુક્કા-દારૂ પાર્ટીની તસવીરો વાઈરલ

0

In yet another AAP candidate controversy

  • AAPના ઉમેદવારનો દારૂ-હુક્કા પાર્ટીના ફોટો અને વીડિયો હાલમાં સામે આવ્યા છે.

આમ આદમી પાર્ટીએ (Aam Aadmi Party) ગઈકાલે જ વિધાનસભાની ચૂંટણી (Assembly elections) માટે પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. નવા ‘મૂરતિયા’ઓની યાદી જાહેર કર્યાના 24 કલાકમાં જ વેજલપુર બેઠકના ઉમેદવાર કલ્પેશ પટેલ (Kalpesh Patel) વિવાદોમાં સપડાયા છે. AAPના ઉમેદવારનો દારૂ-હુક્કા પાર્ટીના ફોટો અને વીડિયો હાલમાં સામે આવ્યા છે.

કલ્પેશ પટેલની દારૂ પાર્ટીની તસવીરો સામે આવી :

ગુજરાત ભાજપના સ્ટેટ-મીડિયા કો-હેડ ઝુબિન આસરાએ AAPના ઉમેદવાર કલ્પેશ પટેલના કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તેઓ દારૂ અને હુક્કાની મહેફિલ માણતા સાથે જોવા મળી રહ્યા છે. આ સાથે ઝુબિન આસરાએ ટ્વીટમાં લખ્યું છે કે, ગાંધીના ગુજરાતમાં એક વધુ દારૂડિયાને ટિકિટ.

દિલ્હીમાં એક વ્યક્તિ રાષ્ટ્રધ્વજ સાથે પોતાનું સ્કૂટર સાફ કરતો કેમેરામાં કેદ થયો | Gujarat Guardian

આ સાથે જ તેમણે ઈસુદાન ગઢવીનો પણ ઉલ્લેખ કરી તેમના પર પ્રહાર કર્યા છે અને અરવિંદ કેજરીવાલને સવાલ પૂછ્યો છે કે ગાંધીના ગુજરાતમાંથી દારૂ પરથી પ્રતિબંધ હટાવવો છે કે શું ?

ગઈકાલે જ AAPએ 10 ઉમેદવારો જાહેર કર્યા હતા :

નોંધનીય છે કે, ગઈકાલે જ આમ આદમી પાર્ટીએ નવા 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં વેજલપુર બેઠક પરથી કલ્પેશ પટેલને ટિકિટ આપવામાં આવી છે. કલ્પેશ પટેલ એક જાણીતા બિઝનેસમેન છે. ગણેશ હાઉસિંગ નામના પ્રોજેક્ટના નામથી અમદાવાદમાં તેઓ જાણીતા છે.

કલ્પેશ પટેલ કોંગ્રેસમાંથી AAPમાં આવ્યા હતા :

જણાવી દઈએ કે કલ્પેશ પટેલ પહેલા કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા. જોકે બાદમાં તેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો અને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. એવામાં આ ફોટો તેમના કોંગ્રેસના જ કોઈ જૂના સાથી દ્વારા વાઈરલ કરાયા હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં દારૂની રેલમછેલ નહીં, આખો દરિયો જ છે, બૂટલેગરોએ માત્ર 8 માસમાં અધધ કરોડનો દારૂ ઘૂસાડ્યો !

0

In Gujarat, there is no railway

  • રાજ્યમાં દારૂ બંધીની અમલવારી માટે બોર્ડર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને શામળાજી પોલીસ ને છેલ્લા એક અઠવાડિયામાં મોટા પ્રોહિબિષણના કેસ નોંધાયા છે.

રાજસ્થાન-ગુજરાતની (Rajasthan-Gujarat) બોર્ડર પર આવેલા અરવલ્લી (Aravalli) જિલ્લાના શામળાજી પોલીસ મથકમાં છેલ્લા એક અઠવાડિયામાં એક કરોડ ઉપરાંતનો દારૂનો મુદ્દામાલ ઝડપાયો છે. તહેવારો પહેલા ગુજરાતમાં દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો (Bootleggers) બેતાબ બન્યાં છે. પોલીસે 20 લાખ ઉપરના દારૂ મામલે મની લોન્ડ્રિંગ (Money laundering) અંતર્ગત કાર્યવાહી કરવા પણ નિર્દેશ આપ્યા છે.

રાજ્યમાં દારૂ બંધીની અમલવારી માટે બોર્ડર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેને લઇને શામળાજી પોલીસ ને છેલ્લા એક અઠવાડિયામાં મોટા પ્રોહિબિષણના કેસ નોંધાયા છે. જેમાં ત્રણ વાહનોમાંથી પોલીસે અધધધ કહી શકાય એટલી 1655 પેટી દારૂની મળી આવી છે. પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે.

દિલ્હીમાં એક વ્યક્તિ રાષ્ટ્રધ્વજ સાથે પોતાનું સ્કૂટર સાફ કરતો કેમેરામાં કેદ થયો | Gujarat Guardian

ગત 31 ઓગસ્ટ તેમજ 03 અને 04 સપ્ટેમ્બરના રોજ શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પાસે વાહન તપાસ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ અગાઉ પકડતા દારૂ નાની ગાડીઓમાં હેરાફેરી થતી હતી. પણ અચાનક બૂટલેગરો દ્વારા તહેવારો પહેલા ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે મરણિયા બન્યા છે. ગુજરાતમાં રાજકોટ, વડોદરા સુધી દારૂ પહોંચાડવાના બુટેલગરોના મનસૂબા પર અરવલ્લી પોલીસે પાણી ફેરવી દીધું છે.

વાત કરીએ ગુન્હાની તો 31 ઓગસ્ટના રોજ ઝડપાયેલ ટ્રકમાં 470 પેટી દારૂનો 33 લાખનો કુલ 41 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો. ત્યારે 03 સપ્ટેમ્બરના રોજ પોલીસે 15.41 લાખની 430 પેટી દારૂ સહિત કુલ 23.43 લાખનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.

બીજી તરફ ગત 04 સપ્ટેમ્બરના રોજ પોલીસને ચોંકાવનારો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં પોલીસે ટ્રક માંથી 38 લાખ કિંમતની 755 પેટી સાથે 48 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પોલીસે ત્રણેય ગુનામાં ત્રણ આરોપીઓને ઝડપ્યા છે. અને અન્ય ત્રણ વોન્ટેડને પકડવા કાર્યવાહી હાથ ધરી છે. અચાનક બુટેલગરોની ગતિવિધિ દારૂ લાવવામાં તેજ બનવાની સાથે પોલીસ એલર્ટ બની છે.

ગત વર્ષે એક વર્ષમાં 10 કરોડનો દારૂ પોલીસે પકડ્યો હતો, ત્યારે ચાલુ વર્ષે માત્ર 8 મહિનામાં 6 કરોડનો દારૂ પોલીસ જપ્ત કરી ચૂકી છે. એસપી સંજય ખરાત દ્વારા દારૂની હેરાફેરી કરતા મોટા બુટલેગરોને નામ લિસ્ટેડ કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે.

ત્યારે પોલીસે 20 લાખ ઉપરના દારૂ મામલે મની લોન્ડ્રિંગ અંતર્ગત કાર્યવાહી કરવા પણ નિર્દેશ આપ્યા છે. ગુજરાતમાં દારૂ કોને ક્યાં મંગાવ્યો તે દિશામાં કાર્યવાહી હાથ ધરાઇ છે.

આ પણ વાંચો :-

ઘરમાંથી મળી જૂની નોટ, વેચી તો જૂની નોટના સ્વરુપમાં લાગ્યો જેકપોટ 

Old notes found in the house

  • વૃદ્ધ દંપતીની જૂની નોટના સ્વરુપમાં જેકપોટ લાગ્યો. 58 વર્ષથી સહજીવન જીવતું દંપતી ક્રુઝ પર લગ્નતિથિ મનાવવા માટે જશે 

યુકેમાં (UK) વૃદ્ધ દંપતીને તેમના પોતાના ઘરના અંદરથી સો વર્ષ જૂની બ્રિટિશ ચલણી (British currency) નોટ મળી હતી. આ નોટોનું વેચાણ ૪૭ લાખથી પણ વધારે રુપિયામાં થયું. આ નોટોની નીલામી (Auction) પછી જે કિંમત જાહેર થઈ તે સાંભળી દંપતી પણ આશ્ચર્ય પામ્યું.

દંપતીને મળેલી આ નવ નોટ ૧૯૧૬થી ૧૯૧૮ની વચ્ચેની હતી. આ નોટ અત્યંત દુર્લભ ગણાવવામાં આવી રહી છે. આ જ કારણે નીલામી સમયે તેની કિંમત હતપ્રભ કરી રહેનારી હતી. વૃદ્ધ દંપતી વિક અને જેનેટ બ્રિટનમાં બ્રિસ્ટલ ખાતે રહે છે. વિક વ્યવસાયે બિલ્ડર રહી ચૂક્યા છે અને જેનેટ ટેકનિશિયન રહી ચૂકી છે.

નીલામી પછી તેમને જ્યારે નોટોની કુલ કિંમત બતાવવામાં આવી ત્યારે તેમને વિશ્વાસ ન થયો. આ દરમિયાન વૃદ્ધ દંપતીની પૌત્રી ડેનિયલ સ્મિથ પણ હાજર હતી. કિંમત અંગે ખબર પડતા ત્રણેય આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા.

વિકને ૧૦૦ વર્ષ જૂની નોટ તેમના ૩૦ વર્ષ જૂના ઘરનું રિપેરિંગ કામ કરાવતી વખતે મળી હતી. દંપતી ૫૮ વર્ષથી એકબીજાની જોડે રહે છે. તેમણે જણાવ્યું હતું કે તેઓએ ક્યારેય સ્વપ્નામાં પણ વિચાર્યુ ન હતું કે આ નોટ આટલી કિંમતી હશે. તેમને આ જૂની નોટોની બહુ-બહુ તો ત્રણ લાખ રુપિયાની રકમ મળવાની આશા હતી. આટલી રકમ વડે બંનેએ ક્રુઝ પર ડાયમંડ વેડિંગ એનિવર્સરી અંગે વિચાર્યુ હતુ.

દિલ્હીમાં એક વ્યક્તિ રાષ્ટ્રધ્વજ સાથે પોતાનું સ્કૂટર સાફ કરતો કેમેરામાં કેદ થયો | Gujarat Guardian

તેમણે આશા કરતાં વધારે રકમ મળી હતી. વિક તાજેતરમાં જ પરદાદા અને જેનેટ પરદાદી બન્યા છે. તે લાંબા સમયથી પોતાની એનિવર્સરીને યાદગાર બનાવવા આયોજન કરી રહ્યા હતા. પહેલી નોટ સાત લાખ રુપિયામાં વેચાઈ હતી. ત્રણ નોટ પાંચ પાઉન્ડની હતી તે ૧૪.૭૩ લાખ રુપિયાની કિંમતમાં વેચાઈ હતી.

હવે જે શખ્સે આ નોટ ખરીદ્યા તે ઇન્ટરનેશનલ બેન્ક નોટ્સ સોસાયટીનો પ્રેસિડેન્ટ્સ છે. આ બધી નવ નોટોની કુલ કિંમત ૪૭,૪૨, ૨૭૧ રુપિયા મળી. આટલી જંગી રકમ મળ્યા પછી દંપતીનું આયોજન છે કે તે ક્રુઝ પર જશે અને કેટલીક રકમ પોતાના આગામી જીવન માટે બચાવી રાખશે.

આ પણ વાંચો :-

ત્રિશુળીયા ઘાટ પર થંભી જાય છે પગપાળા જતા માઇભક્તોના પગ, વ્યું પોઇન્ટ બન્યો આકર્ષણનું કેન્દ્ર

0

Feet of devotees stop at Trishulia Ghat

  • અંબાજી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને કોઇ તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે રૂ. ૧૨૦ કરોડના ખર્ચથી તૈયાર થયેલ દાંતા- અંબાજી ફોરલેન રસ્તાથી પદયાત્રિકોની સુવિધામાં વધારો થયો છે. 

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે તા. 5 મી સપ્ટેમ્બરથી 10 મી સપ્ટેમ્બર સુધી યોજાનાર ભાદરવી પૂનમના (Bhadravi Poonam) મહામેળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે માઇભક્તોમાં અંબાજી પગપાળા ચાલીને જવાનો અનેરો ઉત્સાહ અને થનગનાટ છે.

ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાલીને જવાનો મહિમા હોવાથી આ વિસ્તારના રસ્તાઓ ખુબ સારા હોવા જરૂરી છે. રસ્તાઓ સ્થળને જ નહીં પરંતુ માણસોને પણ એકબીજાથી જોડે છે. અંબાજી પદયાત્રા કરીને આવતા માઇભક્તોને કોઇ તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે રૂ. ૧૨૦ કરોડના ખર્ચથી તૈયાર થયેલ દાંતા- અંબાજી ફોરલેન રસ્તાથી પદયાત્રિકોની સુવિધામાં વધારો થયો છે.

યાત્રાધામ અંબાજીને જોડતા દાંતાથી અંબાજી સુધીના ૨૨ કિ.મી.નો રસ્તો ફોરલેન બનતા યાત્રિકોને મેળા દરમ્યાન મોટી સહુલીયત મળશે. અગાઉ અંબાજી આવતા ખાનગી વાહનો દાંતાથી રોકી દેવામામાં આવતા હતા. જે હવે અંબાજીથી ૩ કિલોમીટર પહેલાંના ગેટ પાસે ન્યુ કોલેજ સુધી વાહનો લઇને જઇ શકાશે.

અંબાજી રસ્તા પર ત્રિશુળીયા ઘાટ ઉપર બનાવાયેલ સેલ્ફી પોઇન્ટ અને વ્યું પોઇન્ટ પદયાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં પહોંચતાં જ પદયાત્રીઓ પગ થંભી જાય છે. કારણ કે અહીંથી સુંદર નજારો જોવા મળે છે.

ત્રિશુળીયા ઘાટ ખાતે સુંદર વ્યું પોઇન્ટની સુવિધાથી આ જગ્યાએ પરિવાર સાથે બાળકો, યુવાનો અને વડીલો, સોળે કળાએ ખીલેલા લીલાછમ્મ ડુંગરાઓની વચ્ચે અંબાજી જતા-આવતા સમયે રોકાઇને હરીયાળીને માણી શકે છે તેમજ ફોટોગ્રાફીનો આનંદ માણી શકે છે.

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ મેળાને ધ્યાનમાં રાખી ડાબી બાજુ તરફનો રસ્તો પદયાત્રિકો માટે જ્યારે જમણી બાજુ તરફના રસ્તા પર વાહનોની અવરજવર ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

અત્રે ઉલ્લખનીય છે કે, સમગ્ર દેશ અને દુનિયાભરના શ્રધ્ધાળુઓ અંબાજી આવી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજીમાં દેશ- વિદેશથી આવતા યાત્રાળુંઓની સુવિધાઓમાં વધારો કરવા રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ત્રણ વર્ષ અગાઉ આ રસ્તો મંજુર કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં એક વ્યક્તિ રાષ્ટ્રધ્વજ સાથે પોતાનું સ્કૂટર સાફ કરતો કેમેરામાં કેદ થયો | Gujarat Guardian

અમદાવાદથી અંબાજી, ડીસા- પાલનપુર થી અંબાજી, હિંમતનગરથી અંબાજી અને ઉત્તર ગુજરાતમાં અંબાજીને જોડતા રસ્તાઓને ચારમાર્ગીય બનાવવામાં આવ્યાં છે. પર્વતવાળા અને ડુંગરીયાળ વિસ્તારમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખુબ ઝડપથી રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના સક્રિય પ્રયાસોથી યાત્રાધામ અંબાજી પ્રવાસન ધામ તરીકે વિકસી રહ્યું છે. અંબાજીમાં હરવા- ફરવા સહિત પ્રવાસનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દાંતાથી અંબાજી રોડ પર ભૂતકાળમાં ત્રિશુળીયા ઘાટ ખાતે અવાર- નવાર અકસ્માતો થતાં હતા હવે આ રસ્તો ફોરલેન બનવાથી અકસ્માતોને પણ નિવારી શકાય છે સાથે યાત્રાળુઓની સુરક્ષામાં વધારો થયો છે.

આ પણ વાંચો :-