Home Blog Page 1264

દિલ્લીનો શ્વાસ રૂંધાયો ! શાળાઓ “લોક”, વાહનો માટે ઓડ-ઈવનની તૈયારી, ઝેરી હવાના એટેક બાદ પ્રતિબંધો લાગુ

0

Delhi breathless! Schools  locked

  • દિલ્હીમાં પ્રદૂષણના વધતાં સ્તરની વચ્ચે સરકારે લગાવ્યા પ્રતિબંધો, સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી.

દિલ્હીમાં (Delhi) શાળાઓને પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ સાથે જ વાહનો માટે પણ ઓડ ઈવનની (Odd Even) પદ્ધતિ અમલમાં આવી શકે છે.

દિવાળી પછીથી સતત પ્રદૂષણ સામે લડી રહેલા દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારમાં શ્વાસ લેવો દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યો છે. ત્યાંનું પ્રદૂષણનું સ્તર ‘ગંભીર’ શ્રેણીમાં પહોચી ગયું છે અને આ પોલ્યુશનનો કિસ્સો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોચી ગયો છે. દિલ્હી-NCR માં આ પ્રદૂષણ ઘટાડવાની માંગ વાળી એક અરજી દાખલ કરવામાં આવી છે અને આ અરજી પર 10 નવેમ્બર પર સુનાવણી થશે.

દિલ્હી-NCR માં વધતાં પ્રદૂષણ વિશે વાત કરતાં CM કેજરીવાલ બોલ્યા હતા કે, ‘પંજાબમાં પરાલી સળગાવવામાં આવી રહી છે તો અમે અને અમારી સરકાર જવાબદાર છે. અમે પરાલી માટે ઘણા પ્રયાસ કર્યા છે અને આશા છે કે આગામી વર્ષ સુધીમાં આ ઘટનાઓમાં ઘટાડો આવશે.’

શુક્રવારે દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક બની ગયું છે અને ધુમ્મસની ગાઢ ચાદરને કારણે એવું લાગી રહ્યું છે કે જાણે આખું દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. જણાવી દઈએ કે પ્રદૂષણનો સૌથી મોટો પુરાવો ગણાતા AQIનું સ્તર દિલ્હીના ઘણા વિસ્તારોમાં 750ને પણ પાર કરીને 800ની આસપાસ પહોંચી ગયું છે. આ સાથે જ પ્રદૂષણનો સામનો કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP 4 લાગુ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

મોરબી હોનારતનું 5 દિવસે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ, રાહત કમિશનરે કરી જાહેરાત, ગોઝારી ઘટનામાં 136 લોકોના થયા મોત

0

Morbi disaster rescue operation completed

  • મોરબી ઝુલતા પુલની દુર્ધટનાને પગલે ચાલતું રેસ્કયૂ ઓપરેશન આજે 5માં દિવસે પૂર્ણ થયું છે.

મોરબીમાં (Morbi) ઝૂલતા પુલની (suspension bridge) દુર્ઘટનાના 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે. આ અંગે રાહત કમિશનરે (Relief Commissioner) રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ (Rescue operation complete) થયું હોવાનું જાહેર કર્યું છે. મચ્છુ નદીમાં (Machhu river) વિવિધ તપાસ ટીમોએ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં NDRF, SDRF, નેવી આર્મી સહિતની ટીમો કામે લાગી હતી. આ દુર્ઘટનામાં 136 લોકોએ  ગુમાવ્યા જીવ હોવાનું સામે આવ્યું છે.

જેને લઈને રાહત કમિશનરે આજે મોરબીની મુલાકાત લિધી હતી જ્યાં તમામ અધિકારીઓ અને કલેક્ટર સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ કરવા નિર્ણય લીધો હતો.આ દરમિયાન બચાવ કાર્યમાં સહયોગ આપનારા તમામ તેમજ પત્રકારોનો કલેક્ટરે આભાર માન્યો હતો.

મોરબી દુર્ઘટનામાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા :

આપને જણાવી દઈએ કે મોરબીમાં ઝુલતો પુલ તુટી પડવાની દુર્ઘટના ઘટી હતી. જેમાં અત્યાર સુધી 136 લોકોના મૃતદેહ મળ્યા છે. ત્યારે રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા NDRFના અધિકારીએ જણાવ્યું કે આખી રાત રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે.

6 બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 4 બોટને રિઝર્વમાં રખાઇ હતી. ત્યારબાદ આજે 5માં દિવસે મહામહેનતે રેસ્કયૂ ઓપરેશન પૂર્ણ થયું છે.

આ પણ વાંચો :-

 

 

નેતાઓ  રહેજો સાવધાન ! ગુજરાતમાં ચૂંટણી ટાણે જ ‘ઠગ્સ ઓફ પોલિટિક્સ’, રાહુલ ગાંધીનો PA બોલું છું કહી ટિકિટના નામે કોંગી નેતાઓ…..

0

Leaders be careful! Congolese leaders

  • ગુજરાતમાં વડોદરા કોંગ્રેસના બે નેતાઓ સાથે ટિકિટના નામે છેતરપિંડીનો પ્રયાસ. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરાઈ.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે એકવાર ફરી સાયબર ઠગો (Cyber fraud) સક્રિય થયા છે. ત્યારે વડોદરામાં કોંગ્રેસના બે નેતાઓને એક ઠગે મેસેજ તેમજ વોટસએપ કોલ મારફતે રાહુલ ગાંધીનો (Rahul Gandhi) PA બોલું છું કહીને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. તમારે વિધાનસભાની ટિકિટ (Assembly ticket) જોઈતી હોય તો પૈસા આપવા પડશે કહીને છેતરપિંડી (Fraud) આચર્યાનો પ્રયાસ કરાયો.

બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી :

પ્રદેશ કોંગ્રેસનાં વડોદરાનાં 2 નેતાઓને ઠગવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં સત્યજીત ગાયકવાડ બાદ હવે ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને પણ ફેક કોલ કરી નાણાં માંગવામાં આવ્યા. રાહુલ ગાંધીનાં PA કનિષ્ક સિંહનાં નામે કોંગ્રેસ નેતાઓ પાસે નાણાંની માંગણી કરવામાં આવતા કોંગ્રેસનાં બંને નેતાઓએ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે.

સત્યજીત ગાયકવાડ વાઘોડિયા અને ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ રાવપુરા બેઠકના છે દાવેદાર :

ચૂંટણીમાં ટિકિટ અપાવવાનાં નામે લાખો રૂપિયાની ઠગ લોકો માંગણી કરી રહ્યાં છે. વડોદરાની વાઘોડિયા અને રાવપુરા બેઠક પર ટિકિટ અપાવવાનાં નામે ઠગાઈનો પ્રયાસ આચરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વાઘોડિયા બેઠક પર સત્યજીત ગાયકવાડ અને રાવપુરા બેઠક પર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ દાવેદાર છે. ચંદ્રકાન્ત શ્રીવાસ્તવએ કોંગ્રેસનાં વોર્ડ નં. 16ના કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા છે.

સત્યજિત ગાયકવાડને પણ ફોન આવ્યો હતો :

બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ તેમજ ગુજરાત વિધાનસભાની વાઘોડિયા બેઠકના કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યજિતસિંહ ગાયકવાડ સાથે પણ આ જ નંબર પરથી ફોન અને મેસેજ આવ્યા હતા. જેથી આ અંગે બંનેની સંયુક્ત ફરિયાદ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

આ પણ વાંચો :-

Bharat Jodo Yatra દરમિયાન પોથરાજૂ કેમ બન્યા રાહુલ ગાંધી ? પોતાને માર્યા કોરડા

0

Why Pothraju became Rahul Gandhi

  • તેલંગાણામાં પોતાની માર્ચના નવા દિવસે યાત્રા સંગારેડ્ડી જિલ્લામાં પ્રવેશ કરી ગઇ. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી (ટીપીસીસી) ના પ્રમુખ એ.રેવંત રેડ્ડી, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા મલ્લૂ ભટ્ટી વિક્રમાર્ક, સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડી અને ઘણા અન્ય નેતા અને પાર્ટીના ઘણા કાર્યકર્તા યાત્રામાં ભાગ લઇ રહ્યા હતા.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Congress leader Rahul Gandhi) ગુરૂવારે તેલંગાણાના સંગારેડ્ડી (Sangareddy of Telangana) જિલ્લામાં ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) દરમિયાન પોતાને ચાબૂક મારવાની પ્રથામાં ભાગ લીધો અને પોથરાજૂની ભૂમિકા ભજવી. તેલંગાણાના (Telangana) પારંપારિક તહેવાર બોનાલૂમાં પાર્ટીના ધારાસભ્ય જગ્ગા રેડ્ડી (MLA Jagga Reddy) સાથે ભાગ લેતાં રાહુલ ગાંધી પોતાને ચાબૂક માર્યા.

પોથરાજૂ તેલંગાણામાં કાઢવામાં આવતી વાર્ષિક બોનાલૂ જુલુસમાં એક પાત્ર છે. તેમણે ‘મહાકાલી’ દેવીના વિભિન્ના રૂપોની સાત બહેનોનો ભાઇ ગણવામાં આવે છે. જુલુસનું નેતૃત્વ કરતાં પોથરાજૂ એક ચાબુક લઇને ચાલે છે અને ઢોલની થાપના અવાજની સાથે પોતાને ચાબુક વડે કોરડા મારે છે.

પોતાની યાત્રા દરમિયાન કોંગ્રેસ સાંસદે સ્થાનિક લોકોની સાથે વાતચીત કરી. સ્થાનિક સાંસ્કૃતિક કલાકારોની સાથે ડાન્સ કર્યો અને બાળકો સાથે રમત પણ રમી. પૂર્વ નૌસેના અધ્યક્ષ એડમિરલ રામદાસ અને તેમની પત્ની અને સામાજિક કાર્યકર્તા લલિતા રામદાસ પણ યાત્રામાં જોડાયા હતા.

તેલંગાણામાં પોતાની માર્ચના નવા દિવસે યાત્રા સંગારેડ્ડી જિલ્લામાં પ્રવેશ કરી ગઇ. તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ કમિટી (ટીપીસીસી) ના પ્રમુખ એ. રેવંત રેડ્ડી, કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા મલ્લૂ ભટ્ટી વિક્રમાર્ક, સાંસદ ઉત્તમ કુમાર રેડ્ડી અને ઘણા અન્ય નેતા અને પાર્ટીના ઘણા કાર્યકર્તા યાત્રામાં ભાગ લઇ રહ્યા હતા.

તેલંગાણામાં પગપાળા માર્ચ 7 નવેમ્બર સુધી ચાલશે અને 4 નવેમ્બરના રોજ એક દિવસનો બ્રેક હશે. આ રાજ્યની 19 વિધાનસભા અને સાત સંસદીય ક્ષેત્રોમાં કુલ 375 કિલોમીટરનું અંતર પુરૂ કરશે. યાત્રા તેલંગાણાથી સાત નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષો ચૂંટણીપંચના નિયમોના બંધનમાં, જાણો આચારસંહિતા વિશે બધુ જ

0

As elections in Gujarat are announced

  • લાંબા સમયથી રાજ્યમાં સૌનુ ધ્યાન ખેંચી રહેલી ગુજરાત વિધાનસભા ચુંટણીની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને રાજ્યમાં આચારસંહિતા અમલી બની છે.

ગઈ કાલે ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી 1 અને 5 ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે યોજાશે.

આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી 8 ડિસેમ્બરે થશે. આ સાથે જ ગુજરાતમાં આચારસંહિતાનો (Code of Conduct) અમલ શરુ થઇ ગયો છે. જેને લઇને હવે તમામ સરકારી કાર્યક્રમોનો અંત આવી જશે અને સરકારી તંત્ર (Government system) પુરી રીતે ચૂંટણી ફરજ પર લાગી જશે.

શું હોય છે આચારસંહિતા નિયમો :

ઉલ્લેખનીય છે કે આચારસંહિતા લાગુ થતાંની સાથે જ મુખ્યમંત્રી કે કોઈ મંત્રી સરકારી જાહેરાત કરી શકતા નથી. એટલે કે હવે સરકારી જાહેરાત પર ગુજરાતમાં રોક લગી જશે. વધુમાં ચુંટણી માટેની ઝુંબેશ પણ અટકશે. એટલુ જ નહિ કોઈ પણ પક્ષો તેના પ્રચાર માટે બેનર કે પોસ્ટર મૂકી શકશે નહિ. આ નિયમનું ઉલ્લંઘન બદલ જેલ અથવા દંડ થઇ શકે છે.

આચારસંહિતાને પગલે તંત્ર હરકતમાં :

ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં આચારસંહિતા લાગૂ થઇ ગઈ છે. જેને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. આજે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, નવસારી સરકાર દ્વારા લાગેલા વિવિધ પોસ્ટરો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં કોર્પોરેશનનાં સેક્રેટરી દ્વારા વિવિધ કમિટીનાં ચેરમેન સહિત તમામ પદાધિકારીઓની ગાડી જમાં કરવા આદેશ કરાયો છે.

 

 

 

આ પણ વાંચો :-

WhatsAppએ લોન્ચ કર્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર, યુઝર્સ જાણીને થઈ જશે ખુશખુશાલ

WhatsApp has launched the coolest feature

  • વોટસએપ યુઝર્સ માટે સતત નવા ફીચર્સ જાહેર કરે છે. તેણે હવે એક નવું ફીચર કમ્યુનિટીઝ બહાર પાડયું છે. આની મદદથી યુઝર્સ ગ્રુપમાં સબગ્રુપ બનાવી શકે છે.

ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગે (Facebook founder Mark Zuckerberg) વોટસએપ (WhatsApp) પર કોમ્યુનિટી ફીચરના રોલઆઉટની જાહેરાત કરી છે. આ સુવિધા આજથી વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવી છે. જો કે દરેકને આ સુવિધા મેળવવામાં થોડો સમય લાગી શકે છે.

કંપનીએ આ વર્ષની શરૂઆતમાં વોટસએપના કોમ્યુનિટી ફીચર વિશે જાહેરાત કરી હતી. કંપની અનેક ઝોનમાં તેનું ટેસ્ટિંગ કરી રહી હતી. આ ફીચરથી યુઝર્સ ગ્રુપમાં કનેક્ટ થઈ શકશે. આ એક જૂથની અંદરનું જૂથ છે. એટલે કે, ગ્રૂપમાં તમે સબ-ગ્રુપ બનાવીને પસંદ કરેલા લોકોને સંદેશ મોકલી શકો છો.

વોટસએપ કોમ્યુનિટી ફીચર સાથે કંપની પાડોશ, શાળા અને કાર્યસ્થળના માતાપિતાને લક્ષ્ય બનાવશે. વપરાશકર્તાઓ મોટા જૂથમાં પણ એકથી વધુ જૂથોમાં જોડાઈ શકશે. કંપની આ માટે 50 થી વધુ સંસ્થાઓ સાથે 15 દેશોમાં કામ કરી રહી છે.

વપરાશકર્તાઓ કેવી રીતે તેનો ઉપયોગ કરશો?

આ સુવિધાનો ઉપયોગ કરવા માટે, વપરાશકર્તાઓ Android મોબાઇલમાં ચેટની ટોચ પર કોમ્યુનિટી ટેબ પર ક્લિક કરી શકે છે જ્યારે iOSમાં નીચે. ત્યાંથી વપરાશકર્તાઓ નવા જૂથ અથવા અગાઉ ઉમેરાયેલા જૂથમાંથી સમુદાયની શરૂઆત કરી શકે છે.

યુઝર્સ હાઈ-લેવલ સિક્યોરીટી અને પ્રાઈવસી મળશે

વપરાશકર્તામાં યુઝર સહેલાઈથી ગ્રુપમાં સ્વીચ કરી શકે છે. એડમિન જરુરી જાણકારી વપરાશકર્તાનાં તમામ સભ્યોને મોકલી શકે છે. કંપનીએ દાવો કર્યો છે કે યુઝર્સ હાઈ-લેવલ સિક્યોરીટી અને પ્રાઈવસી મળશે. આ ફીચરથી યુઝરને અલગ-અલગ ગ્રુપ બનાવવાની કોઈ જરુર નહીં રહે અને કોઈપણ એક મેસેજ અલગ-અલગ ગ્રુપમાં મોકલવાનો જરુર નહી રહે. કંપનીઁએ જણાવ્યું કે આ એન્ડ ટુ એન્ડ એન્સક્રિપ્શનનો ઉપયોગ કરી શકશો. જેથી યૂઝર્સને ડેટાનો ઉપોયગ પણ નહીં કરે શકે.

હવે યુઝર્સ 32 લોકો સાથે વિડિયો કોલમાં જોડાઈ શકે  છે. એ સિવાય ગ્રુપમાં 512 મેમ્બરોની જગ્યાએ 1024 કરી દીધા છે. વોટસએપ ગ્રપમાં ઈન ચેટ પોલ પણ આયોજીત કરી શકાય છે. આ જૂથના સભ્યો કોઈપણ મુદ્દા પર પોતાના મત આપી શકે છે.

આ પણ વાંચો :-

04 નવેમ્બર 2022 રાશિફળ : રામદેવપીરની કૃપાથી આ રાશિના જાતકોને પારિવારિક જીવન રહેશે સુખી

04 November 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
સ્વભાવ જીદ્દી થતો જણાય. આર્થિક ઉપાર્જન શક્ય બને. કૌટુંબિક ક્ષેત્રે સંવાદિતા જળવાય. કાર્યક્ષેત્રે સફળતાનો અનુભવ થાય. સંતાન તરફથી શુભ સમાચાર મળે. આરોગ્ય જળવાય. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને.

વૃષભઃ
દિવસ દરમિયાન આનંદ વર્તાય. નોકરી-ધંધામાં પ્રગતિનો અનુભવ થાય. યશ-પ્રતિષ્ઠામાં વધારો થાય. નવું જાણવના યોગ બને. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. યાત્રા પ્રવાસ દરમિયાન સાચવવું.

મિથુનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય, નાણાંકીય વ્યવહારોમાં સફળતા મળે. માતા-પિતાનું સ્વાસ્થ્ય જળવાય. હયાત રોકાણો ફળદાયી નીવડે. જીવનસાથી સાથે આનંદ. ભાગ્યનો સુંદર સાથ મળતો જણાય. નાના યાત્રા-પ્રવાસ સંભ‍વે.

કર્કઃ
નિર્ણય લેવમાં અસમર્થતા જણાય. ધારેલી આવક અટકતી જણાય. પરિવારમાં શાંતિ જળવાય. જીવનસાથીની તબિયત નરમ-ગરમ રહે. મિત્રોથી લાભ. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. અગત્યના નિર્ણયો મુલતવી રાખવા.

સિંહઃ
આનંદથી દિવસ વ્યતિત થાય. જીવનસાથી સાથે આનંદની ક્ષણો માણી શકાય. બંનેનું આરોગ્ય જળવાય. આવકનું પ્રમાણ જળવાય. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. નસીબનો સાથ મળે. પાણીથી સાચવવું.

કન્યાઃ
સ્વભાવમાં સરળતા અનુભવાય. પરંતુ બીજા તેનો ગેરલાભ ન ઉઠાવે એ સાચવવું. આર્થિક દૃષ્ટિએ ફાયદો. કાર્ય સફળતા મળતી જણાય. સંતાન સંબંધી સમસ્યાઓ હળવી થતી જણાય. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.

તુલાઃ
દિવસ દરમિયાન આળસનો અનુભવ થાય. આર્થિક રીતે સામાન્ય દિવસ. પરિવારમાં મનમેળ જળવાય. હૃદયમાં થોડો અજંપો વર્તાય. સંતાન સુખ સારું, સ્વાસ્થ્ય સારું, ધાર્મિક ભાવના વધે.

વૃશ્ચિકઃ
સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની જરૂરી. પરિવરમાં મતભેદ ટાળવ જરૂરી બનશે. હયાત રોકાણોમાંથી લાભ મળતો જણાય. જીવનસાથી સાથે આનંદનો અનુભવ થાય.

ધનઃ
નકારાત્મક વિચારો હાવી થતા જણાય. આર્થિક બાબતો માટે શુભ દિવસ. માતા સાથે મતભેદની શક્યતા છે. સંતાનો તરફથી શાંતિનો અનુભવ થાય. આરોગ્ય જળવાય. દામ્પત્ય ક્ષેત્રે સંતોષ.

મકરઃ
આત્મવિશ્વાસ જળવાય. આર્થિક મોરચે સફળતાનો અનુભવ થાય. કાર્યક્ષેત્રે સંઘર્ષ અનુુભવાય. અગત્યના કાર્યો ટાળવા. સ્થાવર-જંગમ મિલકતથી લાભ. ભાગ્યનો સથ મળે છે. આંખની કાળજી રાખવી.

કુંભઃ
સ્વભાવમાં આનંદ વર્તાય. આર્થિક પાસુ મજબૂત બને. સાથે સાથે ખર્ચનું પ્રમાણ પણ વધે. ભાગ્યમાં વૃદ્ધિ થાય. નોકરી-ધંધામાં પ્રગતિ અનુભવાય. ખાવા-પીવામાં સંયમ રાખવો હિતાવહ.

મીનઃ
ઉદારદીલ અને દાન કરવાની ભાવના પેદા થાય, ખર્ચનું પ્રમાણ વધે. સંતાનોની પ્રગતિના સાક્ષી બની શકય. વિદ્યાર્થીમિત્રોને સફળતા. કોઈને નાણાં ઉછીના આપવા નહીં. આરોગ્ય જળવાય.

આ પણ વાંચો :-

TMKOC : ‘તારક મહેતા…’ શોની આ અભિનેત્રીના બોલ્ડ લૂકવાળા PHOTOS વાયરલ

TMKOC: PHOTOS of this actress with a bold

  • પલક સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો અવારનવાર શેર કરતી રહે છે. પલક હાલ ગોવામાં છે અને ત્યાં રજાઓ ગાળી રહી છે. અહીંથી તેણે કેટલીક બોલ્ટ અને હોટ તસવીરો શેર કરી.

મનોરંજન જગતમાં ધૂમ મચાવનારા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (Tarak Mehta Ka Ulta Chashma) લગભગ તરીકે પાત્રો લોકોના મનમાં વસેલા છે. આ શો છેલ્લા 14 વર્ષથી લોકોનું ભરપૂર મનોરંજન (Entertainment) કરી રહ્યો છે. લોકો શોની સાથે સાથે તેના પાત્રોને પણ ખુબ પસંદ કરે છે.

આ શોમાં ટપુ સેનાનું પણ એક અનેરું લોકોને આકર્ષણ છે. જેમાંની એક છે ભીડે માસ્ટરની પુત્રી સોનુ. આમ તો આ પાત્ર અનેક અભિનેત્રીઓ દ્વારા ભજવાયું છે પણ હાલ આ સોનુના પાત્રમાં છેલ્લા કેટલાક સમયથી પલક સિધવાની જોવા મળી રહી છે. લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે.

પલકનો ગ્લેમરસ લૂક :

પલક સોશિયલ મીડિયા પર પોતાના ફોટા અને વીડિયો અવારનવાર શેર કરતી રહે છે. હાલમાં પલક વેકેશન પર ગઈ અને ત્યાંથી કેટલીક તસવીરો તેણે શેર કરી. જેણે ચાહકોના મન જીતી લીધા. પલક હાલ ગોવામાં છે અને ત્યાં રજાઓ ગાળી રહી છે. અહીંથી તેણે કેટલીક બોલ્ટ અને હોટ તસવીરો શેર કરી.

પલકે સોશિયલ મીડિયા પર પોતાની આ તસવીરો શેર કરી છે અને તેમાં તે અલગ અલગ પોઝ આપતી પણ જોવા મળી રહી છે. પલકે આ ફોટોશૂટ દરમિયાન સફેદ રંગનું  ક્રોપ ટોપ પહેર્યું છે. પલકે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે. તેની આ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે.

આ પણ વાંચો :-

ભાવિકોની ભીડ અને ધસારો જોતા નિયત સમય પહેલા જ લીલી પરિક્રમા શરૂ, જાણો કેવી છે સુરક્ષા વ્યવસ્થા ?

0

Seeing the crowd and rush of pilgrims

  • ગીરનાર ની લીલી પરિક્રમા કોરોના બાદ પ્રથમ વખત તમામ છુટછાટ સાથે યોજાઈ રહી છે, અને પરીક્રમામાં 15 લાખ ભાવિકોનો અંદાજ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.

ગીરનાર લીલી પરિક્રમા (Girnar Green Circle) જય ગિરનારીના નાદ સાથે એક દિવસ અગાઉ ભાવિકોની ભીડ જોઈને પ્રારંભ થઇ ચૂક્યો છે. વહીવટી તંત્રની (Administrative system) અનેક નવી સુવિધા સાથે ભાવિકોને 36 કિ.મી.ના રૂટ ઉપર જવા દેવાની છુટ આપતા ગીરનારની (Girnar) લીલી પરિક્રમાનો માહોલ જામ્યો છે.

ગીરનારની લીલી પરિક્રમા કોરોના બાદ પ્રથમ વખત તમામ છુટછાટ સાથે યોજાઈ રહી છે, અને પરીક્રમામાં 15 લાખ ભાવિકોનો અંદાજ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. પ્રથમ વખત ગીરનારની લીલી પરિક્રમામાં પોલીસ તંત્ર દ્વારા ડ્રોન કેમેરા સાથે બોડી વોર્ન કેમેરા અને નેત્રમના સીસીટીવી કેમેરાથી યાત્રિકોની સુખાકારીનું ધ્યાન રાખવામાં આવશે. પોલીસની 40 રાવટી સાથે વન વિભાગ સતત પેટ્રોલિંગ કરશે.

ગીરનારની લીલી પરીક્રમાનો નિયત સમય પહેલા પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે પરીક્રમાના રૂટ પર અન્નક્ષેત્રો સજ્જ થઈ ચુક્યા છે. અને ઠેર ઠેર રૂટ પર ભોજન સાથે ભક્તિ અને ભજનનો આનંદ જોવા મળી રહ્યો છે અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પ્રથમ વખત લીલી પરિક્રમામા જુનાગઢ જિલ્લા સહીત અનેક જિલ્લામાંથી ટોઈલેટ બ્લોકનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે લાઈટ, પાણી અને આરોગ્ય સહીતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

આ પણ વાંચો :-

તૈયારીઓ શરૂ કરી દો : જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા તારીખ જાહેર, જાણો ક્યારે લેવાશે Exam

0

Start Preparation: Junior Clerk and Talati Cum Minister

  • સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યા બાદ હવે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા તારીખ જાહેર.

ગુજરાતમાં (Gujarat) ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકાર (State Govt) હાલ અનેક જાહેરાત કરી રહી છે. આજે સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યા બાદ હવે જુનિયર ક્લાર્ક (Junior Clerk) અને તલાટી કમ મંત્રીની (Talati cum Minister) ભરતી પરીક્ષા તારીખ જાહેર કરી દીધી છે.

Image

મહત્વનું છે કે જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા 8 જાન્યુઆરીના રોજ યોજાશે. તો તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા  આગામી 29 જાન્યુઆરીના રોજ યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી છે.

હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યો :

વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ વેતન મળશે તો જીઆરડી જવાનોને પ્રતિદિન 200 ના બદલે 300 રૂ વેતન મળશે.

CM દ્વારા હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનને લઈ જાહેરાત કરાઇ છે. જે મુજબ હવે હોમગાર્ડ જવાનોને 300ના બદલે પ્રતિદિન 450 રૂ. વેતન મળશે. આ સાથે જીઆરડી જવાનોને પ્રતિદિન 200ના બદલે 300 રૂ. વેતન મળશે.  જોકે મહત્વનું છે કે આ વધારો 1 નવેમ્બર 2022થી ગણાશે.

આ પણ વાંચો :-