Home Blog Page 1255

એક સમયે પ્રિયંકાના પતિ સાથે લગ્ન કરવા ઇચ્છતી હતી આ એક્ટ્રેસ, બ્રેકઅપ બાદ થઇ ગયા હતા કંઇક આવા હાલ

This actress once wanted to marry Priyanka

  • પ્રિયંકા ચોપડા પહેલા નિક ઓલિવિયા કુલ્પો સાથે રીલેશનશીપમાં હતો. ત્યારે હવે ઓલિવિયા કુલ્પો બ્રેકઅપ બાદની પરિસ્થિતિ વર્ણવી રહી છે.

બોલીવુડ (Bollywood) કલાકાર પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને હોલીવુડનાં મશહૂર સિંગર નિક જોનાસ (Singer Nick Jonas) તેમના લગ્નનો આનંદ માણી રહ્યા છે. બંને સ્ટાર કલાકારોએ લગ્ન કરી લીધા છે. ત્યારે હાલમાં જ બંને માતા-પિતા બન્યા છે અને એક દિકરીનો જન્મ થયો છે. દર્શકોને બંનેની જોડી ખૂબ જ ગમી છે.

પરંતુ પ્રિયંકા અને નિકને પહેલા પણ અન્ય વ્યક્તિઓ સાથે સબંધ હતા. નિકને પ્રિયંકા સાથે લગ્ન પહેલા ઘણી બધી કલાકારો સાથે સબંધ હતો અને તેની પહેલાની ગર્લફ્રેન્ડનું એક નિવેદન હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.

પ્રિયંકા પહેલા નિક અમેરિકન મોડલ અને એક્ટ્રેસ ઓલિવિયા કુલ્પો સાથે રિલેશનશિપમાં હતો. રિપોર્ટ્સ અનુસાર બંનેનો સંબંધ વર્ષ 2013માં શરૂ થયો હતો અને વર્ષ 2015 સુધી ચાલ્યો હતો. જ્યારે બંને અચાનક અલગ થઈ ગયા ત્યારે ચાહકોને આશ્ચર્ય થયું હતું. હવે લાંબા સમય બાદ ઓલિવિયાએ નિક જોનાસથી અલગ થવાની વાત કરી છે.

ઓલિવિયા નિક સાથે લગ્ન કરવાનું વિચારતી હતી :

રિયાલિટી સિરીઝ ‘ધ કલ્પો સિસ્ટર્સ’ના પ્રીમિયર દરમિયાન ઓલિવિયાએ નિક સાથેના તેના બ્રેકઅપ વિશે ઘણી વાતો શેર કરી હતી. આ રિયાલિટી શો દ્વારા ચાહકોને કુલ્પો વિશે ઘણું જાણવા મળશે. આ શો દરમિયાન ઓલિવિયાએ કહ્યું કે રિલેશનશિપ દરમિયાન તે વિચારતી હતી કે તે નિક સાથે લગ્ન કરી લે.

“હું નિકના પ્રેમમાં પડી હતી”

ઓલિવિયાએ અચકાતા કહ્યું, “મેં નિકને ડેટ કર્યો હતો અને તે મારા માટે ખૂબ જ મહત્વ ધરાવતો હતો. હું તેની સાથે લોસ એન્જલસ ગઈ હતી. મારી પાસે કોઈ ઓળખાણ ન હતી, પૈસા ન હતા અને હું પ્રેમમાં પડી ગઈ હતી. તે બધું અદ્ભુત હતું, તે હવે નથી, પરંતુ જ્યારે તેણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો છે ત્યારે અત્યારે મારી કોઈ ઓળખાણ જ રહી નથી.

આ પણ વાંચો :-

જેલમાંથી છૂટી ગયા રાજીવ ગાંધીના હત્યારા, સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું…

0

Rajiv Gandhi’s killer released from jail

  • સુપ્રિમ કોર્ટે રાજીવ ગાંધીના હત્યાના મામલામાં જેલમાં બંધ તમામ 6 દોષિતોને છોડવાનો આદેશ કર્યો છે. કોર્ટેએ સ્પષ્ટ કહ્યું છે કે આ દોષિતો પર અન્ય કોઈ ગુનો નહી હોય તો તેઓને છોડી દેવામાં આવે.

સુપ્રિમ કોર્ટે (Supreme Court) રાજીવ ગાંધીના (Rajiv Gandhi) હત્યાના મામલામાં જેલમાં બંધ તમામ 6 દોષિતોને છોડવાનો આદેશ કર્યો છે. કોર્ટેએ સ્પષ્ટ કહ્યું છે કે આ દોષિતો પર અન્ય કોઈ ગુનો નહી હોય તો તેઓને છોડી દેવામાં આવે.

સુપ્રિમ કોર્ટે તેના નિર્ણયમાં કહ્યું કે છેલ્લા ઘણા સમયથી રાજ્યપાલે કોઈ નિર્ણય નથી લીધો જેથી અમે નિર્ણય લઈ રહ્યા છીએ. અદાલતે જણાવ્યું હતું કે આ કિસ્સામાં દોષિત જાહેર કરાયેલ પેરારિવલનને (Pararivalan) છોડી મુકવાનો આદેશ બાકીના દોષિતો પર પણ લાગુ પડશે. પરંતુ એ પહેલા સુપ્રિમ કોર્ટે આ વર્ષે મે મહિનામાં પેરારિવલનનો છોડવાનો આદેશ કર્યો છે.

આ ગુનેગારોને છોડી મુકાશે :

રાજીવ ગાંધી હત્યા કાંડમાં નલિની, નવિચંદ્રન, મુરૂગન, જયકુમાર અને રોબર્ટ પોયસને છોડી મુકવાના આદેશ આપવામાં આવ્યો છે અને પેરારિવલન પહેલેથી જ આ કેસમાં છોડી મુકવામાં આવ્યા છે.

31 વર્ષ પહેલા થઈ હતી રાજીવ ગાંધીની હત્યા :

21 મે 1991ના રોજ એક ચૂંટણી રેલી દરમિયાન તમિલનાડુમાં આત્મઘાતી હુમલામાં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તેને એક મહિલાએ માળા પહેરાવી હતી, ત્યારબાદ વિસ્ફોટ થયો હતો. જે વિસ્ફોટમાં 18 લોકોના મોત થયા હતા. આ કેસમાં કુલ 41 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમાંથી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે અને ત્રણ નાસી છૂટ્યા હતા.

જ્યારે બાકીના 26 પકડાયા હતા. તેમાં શ્રીલંકાના અને ભારતીય નાગરિકો હતા. ફરાર આરોપીઓમાં પ્રભાકરન, પોટ્ટુ ઓમ્માન અને અકિલાનો સમાવેશ થાય છે. આરોપીઓ સામે ટાડા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સાત વર્ષની કાનૂની કાર્યવાહી બાદ 28 જાન્યુઆરી 1998ના રોજ ટાડા કોર્ટે હજાર પાનાનો ચુકાદો આપ્યો હતો. જેમાં તમામ 26 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી.

19 દોષિતોને પહેલા જ છોડી મુકવામાં આવ્યા છે :

આ નિર્ણય ટાડા કોર્ટ દ્વારા લેવામાં આવ્યો છે. એટલે તો આ નિર્ણયને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એક વર્ષ બાદ સુપ્રિમ કોર્ટને ત્રણ જજની બેંચ દ્વારા આ નિર્ણયને બદલી દેવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે 26 થી 19 દોષીઓને છોડી દીધા હતા. માત્ર 7 દોષિતોની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી હતી. ત્યારપછી તે સજાને બદલીને ઉંમર કેદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :-

 

ડેન્ગ્યુ અને કોરોનાના આ લક્ષણો છે એક જેવા, જાણો તમે કઈ રીતે કરી શકો બન્ને વચ્ચે અંતર

These symptoms of dengue and corona

  • હાલ કોરોનાના ખતરાની સાથે ડેન્ગ્યુનો હાહાકાર પણ છે. કોવિડ અને ડેન્ગ્યુના મોટાભાગના લક્ષણ એક જેવા પણ છે જેના કારણે બીમારીને ઓળખવી મુશ્કેલ થઈ જાય છે.

આ સમયે કોરોના વાયરસ, ડેન્ગ્યુ (Dengue) અને વાયુ પ્રદુષણે એકસાથે આપણા બધાના સ્વાસ્થ્ય (Health) માટે ઘાતક સ્થિતિ સર્જી છે. ખાસ કરીને દિલ્હી (Delhi) અને આસપાસના વિસ્તારોમાં, જ્યાં હવાની ગુણવત્તા ખૂબ જ નબળી છે અને નવેમ્બરમાં ડેન્ગ્યુના 295 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુ અને કોવિડના ઘણા લક્ષણો સમાન છે. જેમ કે તાવ, શરદી, માથાનો દુખાવો (Headache) અને શરીરમાં દુખાવો. તો આ બન્ને વચ્ચેનો તફાવત કેવી રીતે સમજી શકાય ?

ડેન્ગ્યુના ચેતાવણીના સંકેત :

  • અમેરિકાન સીડીસી અનુસાર, ડેન્ગ્યુના લક્ષણ :
  • સતત ઉલ્ટી થવી
  • મ્યુકોસલ બ્લીડિંગ
  • શ્વાસ લેવામાં મુશ્કેલી
  • થાક કે બેચેની
  • લિવરનો આકાર વધવો

કોવિડ-19ના લક્ષણ :

  • શ્વાસ લેવામાં તકલીફ
  • સતત છાતીમાં દુખાવો
  • કન્ફ્યુઝન થવું
  • જાગવામાં મુશ્કેલી
  • હોઠ કે ચહેરાનું બ્લૂ પડવું

આ લિસ્ટ ઉપરાંત પણ કોવિડ-19ના ઘણા લક્ષણ હોય છે. કોરોના દરેક વ્યક્તિને અલગ પ્રકારે સંક્રમિત કરે છે.

કોવિડ અને ડેન્ગ્યુમાં સંક્રમણના લક્ષણ કેટલા દિવસમાં જોવા મળે છે ? 

ડેન્ગ્યુથી સંક્રમિત થવા પછી 3થી 10 દિવસોમાં દર્દીને લક્ષણ જોવા મળી શકે છે. ત્યાં જ કોવિડના મામલામાં 14 દિવસ સુધી લાગે છે. સામાન્ય રીતે સંક્રમણના લપેટામાં આવ્યા બાદ લક્ષણ 4થી 5 દિવસમાં જોવા મળે છે.

કોવિડ-19નો તાવ ડેન્ગ્યુથી કઈ રીતે છે અલગ

આ બન્ને સંક્રમણોમાં તાવ અલગ પ્રકારનો આવે છે. કોવિડમાં સામાન્ય રીતે તાવ હલકો અથવા તેનાથી થોડો વધારે હોય છે. જેને ડોક્ટરની બનાવેલી દવાઓ, હેલ્ધી ડાયેટ અને હાઈડ્રેશનથી ઘર પર જ મેનેજ કરી શકાય છે. ત્યાં જ ડેન્ગ્યુના મામલામાં તાવ ખૂબ જ વધારે આવે છે. જેના માટે તરત મેડિકલ હેલ્પની જરૂર પડે છે. આ ઉપરાંત ડેન્ગ્યુમાં તાવ સતત રહે છે. જ્યારે કોવિડમાં આવતો જતો રહે છે.

આ પણ વાંચો :-

ભાવના બાલકૃષ્ણન T20 WC માં જલવો પાથરી રહી છે આ ભારતીય એન્કર, સિંગિંગ-ડાન્સિંગમાં પણ લાજવાબ

0

Bhavna Balakrishnan makes a splash in T20 WC

  • ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) માં ખેલાડીઓની સાથે સાથે ફીમેલ એન્કર્સ પણ ખૂબ ચર્ચામાં છે. ટી20 વર્લ્ડકપ 2022  માં કેટલાક નવા એન્કરોની લાઇન-અપ જોવા મળી છે જે ફેન્સના મનોરંજન અને અપડેટનું ધ્યાન રાખે છે. આ લિસ્ટમાં ભારતની ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) નું નામ પણ સામેલ છે, જે ફેન્સની વચ્ચે ખૂબ છવાયેલી છે.

ટી20 વર્લ્ડકપ 2022 (T20 WC 2022) માં ખેલાડીઓની સાથે સાથે ફીમેલ એન્કર્સ (Female Anchors) પણ ખૂબ ચર્ચામાં છે. ટી20 વર્લ્ડકપ 2022  માં કેટલાક નવા એન્કરોની લાઈન-અપ જોવા મળી છે જે ફેન્સના મનોરંજન અને અપડેટનું ધ્યાન રાખે છે. આ લિસ્ટમાં ભારતની ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) નું નામ પણ સામેલ છે. જે ફેન્સની વચ્ચે ખૂબ છવાયેલી છે.

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) ચેન્નઇની રહેવાસી છે. ટી20 વર્લ્ડકપ 2022 માં તે એન્કર તરીકે ફેન્સની વચ્ચે ખૂબ ચર્ચા મેળવી રહી છે.

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) એ એક કમેંટટરના રૂપમાં ઓળખ બનાવ્યા બાદ એન્કરીંગની દુનિયામાં પગ મુક્યો. તે ટીવીમાં એન્કરીંગ કરવા ઉપરાંત એક પ્લેબેક સિંગર અને ડાન્સર પણ છે.

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) એ ગ્રેટ લેક્સ ઈસ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ચેન્નઇથી એમબીએ કર્યું છે. 2017માં ભાવના એક ટીવી પ્રેજેંટના રૂપમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક થઈ અને આઇપીએલ અને પ્રો કબડ્ડી લીગની મેજબાની કરી.

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના સાડા છ લાખથી વધુ ફોલોવર્સ છે. તમને જણાવી દઈએ કે 36 વર્ષની ભાવના પરણિત છે.

ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) ભારતની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ પત્રકારોમાંથી છે. ભાવના બાલાકૃષ્ણન (Bhavna Balakrishnan) ની ઓળખ વીજે ભાવનાના નામથી વધુ છે. તે કેરિયરની શરૂઆતમાં ચેન્નઇ લાઇવ રેડિયોમાં જોકીના રૂપમાં પણ કામ કરી ચૂકી છે.

આ પણ વાંચો :-

 

ગુજરાતની આ બેઠક પર જંગ બની રોચક : બે સગા ભાઈઓ સામસામે જયારે એક ગુજરાત સરકારમાં રહી ચૂક્યા છે મંત્રી

0

A war has become interesting on this seat of

  • ભારતીય જનતા પાર્ટીએ અંકલેશ્વરથી પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલને ટિકિટ આપી છે. જ્યારે આ બેઠક પર જ કોંગ્રેસે ઇશ્વરસિંહ પટેલના સગા ભાઈ વિજયસિંહને મેદાનમાં ઉતારતા અંકલેશ્વર બેઠક પર જંગ રોચક બની છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આંગળીના વેઢે ગણી શકાય એટલા જ દિવસો બાકી છે. ત્યારે ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. મતદારને આકર્ષવા માટે અવનવા પેતરા અજમાવી રહ્યા છે. ગઈકાલે ભારતીય જનતા પાર્ટી દ્વારા એકસાથે 160 ઉમેદવારોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે.

પાર્ટીએ અંકલેશ્વરથી (Ankleshwar) પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલને (Former Minister Ishwar Singh Patel) ટિકિટ આપી છે. જ્યારે આ બેઠક પર જ કોંગ્રેસે (Congress) ઇશ્વરસિંહ પટેલના સગા ભાઈ વિજયસિંહને (વિજયસિંહ) મેદાનમાં ઉતારતા અંકલેશ્વર બેઠક પર જંગ રોચક બની છે. આ ચૂંટણીમાં ભરૂચની (Bharuch) અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે મુકાબલો જોવા મળશે.

અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે જોવા મળશે મુકાબલો :

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ બાદ ભાજપે ગતરોજ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ભાજપે અંકલેશ્વર બેઠક પરથી ઈશ્વરસિંહ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. અંકલેશ્વર હાંસોટ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર તરીકે ઈશ્વરસિંહ પટેલને પાંચમી વખત રિપીટ કરવામા આવ્યા છે.

ઈશ્વરસિંહ પટેલ ગુજરાત સરકારમાં સહકાર અને વાહનવ્યવહાર મંત્રી રહી ચૂક્યા છે. તો કોંગ્રેસે પણ ઈશ્વરસિંહ પટેલના સગાભાઈ વિજયસિંહ પટેલને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે અંકલેશ્વર બેઠક પર બે સગા ભાઈ વચ્ચે મુકાબલો જોવા મળશે.

છેલ્લી 4 ટર્મથી ઈશ્વર પટેલ ધારાસભ્ય :

ગત વિધાનસભાની ચૂંટણીમાં અંકલેશ્વર વિધાનસભા બેઠક પરથી ભાજપના ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલનો વિજય થયો અને કોંગ્રેસના અનિલકુમાર છીતુભાઈ ભગતની હાર થઈ હતી.

આ પણ વાંચો :-

રિયલ એસ્ટેટમાં ધમાલ મચાવશે મુકેશ અંબાણી ! અહીં બનશે વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી

0

Mukesh Ambani will create a stir in real estate

  • રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ તરફથી નિવેદન જાહેર કરવામાં આવ્યું કે તેની સંપૂર્ણ માલિકીવાળી એકમ મોડલ ઇકોનોમિક ટાઉનશિપ લિમિટેડ (MET City) ગુરૂગ્રામ પાસે એક વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી ડેવલોપ કરી રહી છે.

રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ની એક સહયોગી ગુરૂગ્રામથી (Gurugram) અડીને આવેલા વિસ્તારમાં સ્માર્ટ સિટી ડેવલોપ કરી રહી છે. તેમાં જાપાની કંપનીઓ (Japanese company) પણ સામેલ રહેશે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ તરફથી નિવેદન જાહેર કરી કહેવામાં આવ્યું છે કે તેની માલિકીવાળી મોડલ ઇકોનોમિક ટાઉનશિપ લિમિટેડ  (Model Economic Township Ltd.) (MET City) ગુરૂગ્રામ પાસે એક વર્લ્ડ ક્લાસ સ્માર્ટ સિટી ડેવલોપ કરી રહી છે.

જાપાનની ચાર દિગ્ગજ કંપનીઓ હાજર :

આરઆઇએલએ જણાવ્યું કે તેને ‘મેટ સિટી‘નું નામ આપવામાં આવ્યું છે. કંપનીના અનુસાર આ સ્માર્ટ સિટી એક એકિકૃત ઔદ્યોગિક શહેર હશે જેમાં જાપાનની ચાર દિગ્ગજ કંપનીઓ હાજર હશે. તેમાંથી એક જાપાની કંપની નિહોન કોડેને પોતાના ફાળવેલ પ્લોટ પર તાજેતરમાં ભૂમિપૂજન સમારોહ કર્યો છે. નિહોન ઉપરાંત મેટ સિટીમાં પેનાસોનિક, ડેંસો અને ટી-સુઝુકી પણ હાજર રહેશે.

8,000 એકરથી વધુ ક્ષેત્રમાં થઇ રહ્યો છે વિકાસ :

મેટ સિટીના મુખ્ય કાર્યકારી અધિકારી એસવી ગોયલે કહ્યું કે આ ઉત્તર ભારતની સૌથી ઝડપથી વધતી સ્માર્ટ સિટી છે. તેમાં 400થી વધુ ઔદ્યોગિક ગ્રાહકો સાથે વિશ્વસ્તરીય માળખું હશે. તેનો વિકાસ ગુરૂગ્રામથી અડીને આવેલા ઝઝરમાં 8,000 એકરથી વધુ ક્ષેત્રમાં કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં ગયેલા MLAનો પબ્લિકે ઊધડો લીધો, કહ્યું- 5 વર્ષમાં ક્યારેય દેખાયા નથી

0

The MLA who went for election campaign in Ahmedabad

  • ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. જોકે ઘણી જગ્યાએ ધારાસભ્યો માત્ર મત માગવા આવે ત્યારે જ દેખાતા હોવાથી સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. આ વચ્ચે અમદાવાદમાં પણ કોંગ્રેસના ધારાસભ્યને આવો જ કડવો અનુભવ થયો છે.

દાણીલિમડાના ધારાસભ્ય પોતાના મત વિસ્તારમાં પહોંચ્યા હતા :

કોંગ્રેસના (Congress) દાણીલીમડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમાર (MLA Shailesh Parmar) પોતાના મત ક્ષેત્રમાં મત માગવા માટે પહોંચ્યા હતા. આ માટે દાણીલીમડા કોંગ્રેસના કાર્યકર્તાનું (Congress Worker) સંમેલન યોજ્યું હતું. જેમાં સ્થાનિક લોકોએ જ ધારાસભ્યનો જાહેરમાં વિરોધ કર્યો હતો. સાથે જ આક્ષેપ કર્યો હતો કે ધારાસભ્ય છેલ્લા પાંચ વર્ષમાં દેખાયા જ નથી.

સ્થાનિકે સ્ટેજ પર જ ધારાસભ્યને કર્યા સવાલ :

સ્ટેજ પર જ એક સ્થાનિક વ્યક્તિ ધારાસભ્ય સામે ઊભા રહીને સવાલ પૂછે છે કે, 5 વર્ષ થઈ ગયા શૈલેષ ભાઈ, ક્યારેય કોઈ રાઉન્ડ લીધો હોય અથવા પ્રજાની વચ્ચે આવ્યા હોય આવું કંઈ કામ કર્યું હોય તો હું શૈલેષભાઈને સવાલ કરું છું. ઘણા લોકોને ખોટું લાગશે કે રીઝવાનભાઈ સ્ટેજ પર આવીને આવું કેમ બોલી રહ્યા છે.મેં પાંચ વર્ષ પહેલા પણ શૈલેષભાઈનો વિરોધ કર્યો હતો. પરંતુ તેમણે વચન આપ્યા હતા. તેમાંથી એકપણ વાયદો પૂરો કર્યો નથી.

ઉલ્લેખનીય છે કે નેતાજી ચૂંટણી ટાણે તો પ્રજાને જાત જાતના વચનો અને વાયદાઓ કરતા હોય છે, ક્યારેક મતદારોના ઘરે જઈને જમશે. ક્યારેક તેમના હાથે પાણી પીશે. પરંતુ ચૂંટણી પૂરી થતા જ જાણે તેમની ગરજ પૂરી થઈ ગઈ હોય તેમ પછી મોઢું બતાવવા પણ ફરકતા નથી. ત્યારે હવે લોકો પણ નેતાઓને સવાલ પૂછતા થયા હોય તેમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-

AAPના CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી આ બેઠક પરથી લડી શકે છે ચૂંટણી, ભાજપનાં ઉમેદવારો વચ્ચે થશે કાંટે કી ટક્કર

0

AAP’s CM candidate Yesudan Gadhvi may

  • આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી પદ માટે જાહેર કરેલા CM પદના ઉમેદવાર ઈસુદાન ગઢવી દ્રારકાથી ચૂંટણી લડશે એવાં સમાચાર સામે આવી રહ્યાં છે.

વિધાનસભા ચૂંટણીને લઇ ગુજરાતના રાજકારણને લઇ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા CM ઉમેદવાર ઈસુદાન ગઢવી (Isudan gadhvi) દ્રારકાથી ચૂંટણી લડશે. મહત્વનું છે કે તેઓને આમ આદમી પાર્ટીએ ગુજરાત AAPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) ગુજરાતના CM પદના ચહેરા પર અંતિમ મહોર મારી છે.

AAPના સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો :

તમને જણાવી દઇએ કે AAP દ્વારા ઈસુદાન માટે દ્વારકા અને ખંભાળિયા બેઠક પર સર્વે કરાયો છે. આ સર્વેમાં ઈસુદાન ગઢવીની તરફેણમાં દ્વારકાના સમીકરણો જોવા મળી રહ્યાં છે. આ દ્વારકા બેઠક પરથી ભાજપે પબુભા માણેકને ઉતાર્યા છે.

જ્યારે કોંગ્રેસ મુળુ કંડોરિયાને ટિકિટ આપી શકે છે. ત્યારે એમ કહી શકાય કે દ્રારકા બેઠક પર આ વર્ષે કાંટે કી ટક્કર થઇ શકે છે. જો કે દ્વારકા વિધાનસભા પર કોંગ્રેસ હજુ વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં જોવા મળી રહ્યું છે.

આ પણ વાંચો :-

Currency Note : શું તમારી પાસે પણ છે 2000 રૂપિયાની નોટ ? RBI એ આપી મહત્વની જાણકારી. ખાસ જાણો

0

Currency Note: Do you also have a 2000 rupee note

  • 2000 રૂપિયાની નોટ અંગે મોટી જાણકારી સામે આવી રહી છે. 6 વર્ષ પહેલા થયેલી નોટબંધી બાદ દેશભરમાં ઘણું બદલાઈ ગયું છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે 2000 રૂપિયાની નોટને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે.

2000 રૂપિયાની નોટ અંગે મોટી જાણકારી સામે આવી રહી છે. 6 વર્ષ પહેલા થયેલી નોટબંધી (Demonetization) બાદ દેશભરમાં ઘણું બદલાઈ ગયું છે. દેશભરમાં ડિજિટલ પેમેન્ટ (Digital Payment) ઝડપથી વધી રહ્યું છે. આ બધા વચ્ચે 2000 રૂપિયાની નોટને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે કે માર્કેટમાં આ નોટ ખુબ ઓછી જોવા મળી રહી છે જેને લઈને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India) તરફથી મહત્વની જાણકારી આપવામાં આવી છે.

અત્રે જણાવવાનું કે છેલ્લા 3 વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ  છાપવામાં આવી નથી. આવામાં આ નોટ સર્ક્યુલેશનમાં નહિવત છે. આરટીઆઈ મુજબ વર્ષ 2019-20, 2020-21, 2021-22 દરમિયાન 2000 રૂપિયાની કોઈ પણ નવી નોટ છાપવામાં આવી નથી.

આરબીઆઈ બહાર પાડે છે નોટ :

રિઝર્વ  બેંક તરફથી હાલ બજારમાં 2 રૂપિયા, 5 રૂપિયા, 10, 20, 50, 100, 200, 500 અને 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવેલી છે. પીએમ મોદીએ 8 નવેમ્બેર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ ચલણમાંથી રદ કરી હતી. ત્યરાબાદ 2000 રૂપિયાની અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડવામાં આવી હતી.

નવી નોટો બહાર પાડવાનો હેતુ એ હતો કે જલદી દેશભરમાં નવી નોટ ફેલાવવામાં આવે. પરંતુ હવે હાલના સમયમાં માર્કેટમાં 2000 રૂપિયાની નોટ ખુબ ઓછી જોવા મળી રહી છે. આરબીઆઈ તરફથી મળેલી જાણકારી મુજબ 31 માર્ચ 2022 સુધીમાં દેશભરમાં સર્ક્યુલેશનમાં 2000 રૂપિયાની નોટોની ભાગીદારી ફક્ત 13.8 ટકા રહી ગઈ છે.

આ પણ વાંચો :-

વિસનગર સીટ પર જામશે ત્રિપાંખિયો જંગ, વિપુલ ચૌધરી આપમાં જોડાશે, ઋષિકેશ પટેલ સામે ટકરાશે

0

Tripankhio Jung to contest Visnagar seat

  • મહેસાણાના રાજકારણમાં મોટી હલચલ થશે. અર્બુદા સેનાના વિપુલ ચૌધરી આપમાં જોડાશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) રાજ્યમાં જોરદાર પ્રચાર પ્રસાર કરી રહી છે. છેલ્લા ઘણા સમયથી દૂધસાગર ડેરી સાગર દાણ કૌભાંડ (Dudhsagar Dairy Sagar Dan Scam) મામલે વિપુલ ચૌધરી (Vipul Chaudhary) કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે. ત્યારે એક મોટા સમાચાર મળી રહ્યા છે. આગામી 15 તારીખે અર્બુદા સેનાનું (Arbuda Army) ચરાડા ગામ ખાતે મહા સંમેલન યોજાવાનું છે.

જેમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાશે. આગામી 15 નવેમ્બરના રોજ અર્બુદા સેના ના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. આપમાં જોડાયા બાદ તેઓ વિસનગરમાં ચૂંટણી લડી શકે છે. જો આવું થયુ તો તેઓ ઋષિકેષ પટેલની સામે ટકરાશે.

મહેસાણા જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઇ ચૌધરીએ મહત્વનું નિવેદન આપ્યું કે આગામી 15 નવેમ્બરના રોજ અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાશે. 15 તારીખે ગાંધીનગરના ચરાડામાં અર્બુદા સેનાનું મહાસંમેલન યોજાનાર છે. આ સંમેલનમાં અર્બુદા સેના પોતાનું રાજકીય સ્ટેન્ડ નક્કી કરશે.

ઋષિકેશ પટેલને ટિકિટ આપતા વિપુલ ચૌધરી આપમાં જોડાઈ વિસનગરથી ચૂંટણી લડશે તેવુ અર્બુદા સેના દ્વારા જાહેરાત કરાશે. આમ વિસનગર સીટ પર ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ રમાશે. વિસનગરમાં ઋષિકેશ પટેલ સામે વિપુલ ચૌધરી ટકરાશે.

જેલમાંથી વિપુલ ચૌધરી ચૂંટણી લડશે :

અર્બુદા સેનાના મહેસાણા જિલ્લા મહામંત્રી રાજુભાઈ ચૌધરીએ જણાવ્યું કે સરકારે અમારી માંગણી સ્વીકારી નથી. અમારા નેતાને જેલમાં મોકલ્યા, ભલે જેલવાસ પણ વિસનગરમાં ઋષિકેશ પટેલ સામે ચૂંટણી લડશે. અર્બુદા સેનાના કાર્યકર્તાઓએ અપીલ કરી કે તેઓ આપમાંથી ચૂંટણી લડશે. આગામી 15 તારીખે મોટું સ્નેહમિલન થશે.

જેમાં વિપુલ ચૌધરીને સમર્થન અપાશે. ઉલ્લેખનીય છે કે ભારતના ઈતિહાસમાં અનેક એવા ઉદાહરણો છે કે અનેક નેતાઓ જેલમાંથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા પણ હતા. આવીતકાલે વિપુલ ચૌધરીની કોર્ટમાં મુદત છે. તેથી જામીન મળે તેવી આશા અર્બુદા સેનાના કાર્યકર્તાઓ વ્યક્ત કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને જ્યારે અર્બુદા સેના અને વિપુલ ચૌધરી વિશે પુછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે વિપુલ ચૌધરી ઉત્તર ગુજરાતમાં એક પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. તેઓએ પશુપાલકો માટે ઘણા સારા કામ કર્યા છે એટલે સ્વાભાવિક છે કે વિપુલ ચૌધરી જેવા વ્યક્તિને ચૂંટણી લડવા માટે ટિકીટ આપવી જોઈએ. ગોપાલ ઇટાલિયાએ પણ અર્બુદા સેના અને વિપુલ ચૌધરીને આમ આદમી પાર્ટીમાં આવકારવા તૈયાર હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો :-