Home Blog Page 1244

22 નવેમ્બર 2022 રાશિફળ : દેવાધિદેવ મહાદેવની કૃપાથી આ 6 રાશિના જાતકોના લોકોને ભાગ્ય આપશે સાથ

22 November 2022 Horoscope Gujarat Guardian

મેષ
આજે ‌દિવસ દરમ્યાન માન‌સિક સ્વસ્થતા જળવાશે. આવકની પ‌રિ‌સ્થિ‌તિ સુધરતી જણાશે. પ‌રિવારમાં પણ આત્મીયતા વધે. કાર્ય સફળતા મળતી જણાય. પ‌ત્નિ સાથે પ્રેમ પૂર્ણ વ્યવહાર રહેશે. ધંધામાં પ્રગ‌તિ થતી જણાય.

વૃષભ
આજનો ‌દિવસ સંતોષથી પસાર કરવો. આવકમાં ઘટાડો થતો જણાય. આરોગ્ય કથળતું જણાય. પાણીથી થતા રોગોથી સાચવવું. ભાગ્યનો સાથ મળતો જણાય. ધંધાકીય સફળતા મળતી જણાય. જુના ‌મિત્રોની મુલાકાત શકય બને.

મિથુન
આજે પણ આ‌‌ર્થિક ઉપાર્જન વધતું જણાય. પ‌રિવારમાં આનંદ ઉત્સાહનું વાતાવરણ રહે. રોકાણોનું વળતર મળતું જણાય. સંતાનની પ્રગ‌તિ થતી જણાય. નવું જાણવાનો યોગ બને છે. ભાગ્યનો સાથ મળે. સ્વાસ્થ્ય જળવાય.

કર્ક
આ‌‌ર્થિક દૃ‌ષ્ટિ એ ‌દિવસ સારો છે. લક્ષ્મીની કૃપા અનુભવાય. પ‌રિવારના સભ્યો સાથે આનંદ ઉત્સાહ રહે. નવા રોકાણો ફાયદા કારક પુરવાર થાય. જુના રોકાણોથી લાભ મળતો જણાય. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સિંહ
સ્વભાવમાં ઉગ્રતા રહે. આ‌‌ર્થિક લાભ મળતો જણાય. પ‌રિવાર ના તમામ સભ્યોની પ્રગ‌તિથી આનંદ થાય. યોગ્ય કાર્ય કરવાની વ્યવસ્થા સરળ બને. કાર્ય સફળતા અનુભવાય. ત‌બિયત સંબંધી થોડી ‌ચિંતા રહે.

કન્યા
આવકમાં વધારો થતાં મન પ્રફુલ્લીત રહે. નાના ભાઈ બહેનોની પ્રગ‌તિથી આનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણ ટાળવા. સરકારી લખાણ પત્ર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી. આરોગ્ય જળવાશે. ધંધાકીય ક્ષેત્રે સફળતા.

તુલા
પરોપકાર, ‌હિંમત, ગૂઢ માનસ તથા છટાદાર રહે. અણુ ઉર્જા સંશોધન, ઇલેક્ટ્રો‌નિકસ, બુક સેલરના ધંધામાં વધારે પ્રગ‌તિ થાય. માતા તથા પ‌ત્નિ સાથે મતભેદ થવાની શકયતા છે. આજે ભાગ્યનો સાથ મળતો નથી આથી મહેનત વધારે કરવી પડશે.

વૃ‌શ્ચિક
આવકમાં ઘટાડો થતો જણાય. અગત્યના રોકાણો ટાળવા. સંઘર્ષ બાદ થોડી સફળતા મળતી જણાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી છે. સ્નાયુનો દુઃખાવો રહે. જીવન સાથી સાથે ઉગતા વાદ ‌વિવાદ ટાળવાની સલાહ છે.

ધન
ધંધામાં સફળતા મળતી જણાય. નવો ધંધો શરૂ કરી શકાય. આ‌‌ર્થિક રીતે આવક વધતાં માન‌સિક અશાં‌તિ ઓછી થતી જણાય. ‌મિત્રો તરફથી લાભ મળે. આરોગ્ય સાચવવું. શરદી-કફનો ઉપદ્રવ રહે. જુની ઓળખાણ તાજી થતી જણાય.

મકર
આ‌‌ર્થિક પાસુ મજબુત થતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા હાંસલ થાય. પ‌રિવારમાં આનંદનું વાતાવરણ પેદા થતું જણાય. નવા રોકાણો ફળદાયી નીવડવાની શકયતાઓ છે. માતૃ પક્ષ તરફથી આનંદના સમાચાર મળો ધંધાકીય ક્ષેત્રે પ્રગ‌તિનો અનુભવ થાય.

કુંભ
ભાગ્ય બળવાન બને છે. ભાગ્યના જોરે આવક મેળવી શકાય. પ‌રિણામે ‌દિવસ દર‌મિયાન પ્રસન્નતા રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. પ‌રિવારમાં પ્રેમ જળવાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે. નોકરી-ધંધામાં લાભ મળતો જણાય.

મીન
આજે આવક ઘટતી જણાય. માન‌સિક પ‌રિતાપ-‌ચિંતા સતાવે. પ‌રિવારના સભ્યો વચ્ચે ગુસ્સાનું પ્રમાણ વધતું જણાય. નોકરીમાં ‌ચિતા. તથા ધંધામાં પણ ‌ચિંતાનું વાતાવરણ રહે. આરોગ્ય જાળવવું. માથાનો દુઃખાવો રહે. આંખની કાળજી રાખવી.

આ પણ વાંચો :-

સારા અલી ખાને વરૂણ ધવન સાથે શેર કરી દીધો એવો ફોટો, ઈન્ટરનેટ પર મચી ગઈ ધમાલ

The photo that Sara Ali Khan shared

  • વરૂણ ધવન અને સારા અલી ખાન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 માટે ગોવા પહોંચી ગયા છે. સારાએ વરૂણ સાથે પોતાનો એક એવો ફોટો શેર કર્યો છે. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

બોલીવુડ અભિનેતા વરૂણ ધવન (Actor Varun Dhawan) આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ ભેડિયા (Bhediya) ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે ક્રિતી સેનન (Kriti Sanon) સાથે જોવા મળશે. પરંતુ આ વચ્ચે વરૂણ ધવન ફિલ્મના પ્રમોશનથી (Promotion of the film) બ્રેક લઈને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 માટે ગોવા પહોંચી ગયો છે. તેણે સોશિયલ મીડિયા પર સારા અલી ખાન (Sara Ali Khan) સાથે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે. જે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

બંનેએ બીચ પર ક્લિક કરી સેલ્ફી :

વરૂણ ધવને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરને શેર કરી છે. જેમાં તે સારા અલી ખાન સાથે ગોવાના બીચ પર સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. ફોટોમાં સારા અલી ખાન રેડ કલરની બિકિનીમાં છે. તો વરૂણ ધવન શર્ટલેસ જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં બંને સિતારાની બોન્ડિંગ જોવા મળી રહી છે. વરૂણે આ તસવીરને શેર કરતા લખ્યું, iffi2022. સારાએ પણ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વરૂણની સાથે ફોટો પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે- Sea You.

ફેસ્ટિવલમાં પરફોર્મ કરશે સારા અને વરૂણ :

ગોવામાં આજે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 શરૂ થયો છે. જેમાં આ વર્ષે ભારતીય સિનેમાના 100 વર્ષ થવાના જશ્નની ઉજવણી કરવામાં આવશે. આ ફેસ્ટિવલમાં સારા અને વરૂણ ધવન પરફોર્મ કરશે. તો આર્યન, મૃણાલ ઠાકુર અને ઘણા અન્ય સિતારાઓ પણ પરફોર્મ કરવાના છે.

આ પણ વાંચો :-

QR Code સ્કેન કરતી વખતે રહો એલર્ટ, એક ભૂલથી ખાલી થઈ જશે એકાઉન્ટ, જાણો શું છે કૌભાંડ

0

Be alert while scanning QR Code

  • તાજેતરના સમયમાં લોકો હવે QR Code સ્કેન કરીને નાના મોટો પેમેન્ટ કરી રહ્યાં છે ત્યારે હવે લોકોએ આવું કરતી વખતે સાવધાની રાખવી પડશે નહીંતર ખજાનો ખાલી થતા વાર નહીં લાગે.

ઓનલાઈન કૌભાંડો (Online scams) ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. આ કારણે લોકોને હંમેશા સાવધાન રહેવાનું કહેવામાં આવે છે. ક્યૂઆર કોડનું (QR code) કૌભાંડ પણ ચાલી રહ્યું છે. આ સાથે જ તમે QR કોડ સ્કેન કરતા જ તમારા પૈસા સ્કેમર્સના અકાઉન્ટ સુધી પહોંચી જશે. ભૂતકાળમાં ઘણી સુરક્ષા સંશોધન કંપનીઓએ આ વિશે અહેવાલ આપ્યો છે.

QR કોડ સ્કેમ નવું નથી. ઘણી વખત લોકો OLX પર આ કૌભાંડનો ભોગ બને છે. તાજેતરના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે એક મહિલાએ OLX કેટલીક વસ્તુઓ વેચવા મૂકી હતી ત્યારે તેની સાથે ઠગાઈ થઈ હતી અને તેના ઘણા પૈસા કપાઈ ગયા હતા. સ્કેમર મહિલાએ કહેલી પ્રાઈસે વસ્તુઓ ખરીદવા તૈયાર થયો હતો.

ત્યારબાદ તેણે મહિલાને વોટ્સએપ પર ક્યૂઆર કોડ મોકલ્યો હતો. સ્કેમરે દાવો કર્યો હતો કે તે મહિલાને ચૂકવણી કરવા માંગતો હતો. ફોનપે અથવા જીપેમાંથી કોડ સ્કેન કરતા મહિલાના ખાતામાં ઝાઝા પૈસા કપાયા હતા.

ક્યૂઆર કોડ સ્કેન કરતી રાખો સાવધાની  :

આ કામ થતાં જ મહિલાના ખાતામાંથી પૈસા કપાઈ ગયા હતા. જેની જાણ સાયબર ક્રાઈમમાં થઇ હતી. આ સિવાય ક્યૂઆર કોડને લઈને વધુ એક કૌભાંડ કરવામાં આવે છે. જ્યાં સ્કેમર્સ પેટ્રોલ પંપ અથવા દુકાન જેવા જાહેર સ્થળે ક્યુઆર કોડને તેમના ક્યૂઆર કોડથી બદલી નાખે છે.

આ પણ વાંચો :-

સાવધાન ! શું તમે પણ લેપટોપને ખોળામાં રાખીને કામ કરો છો ? આવી બીમારીઓથી ઘેરાઈ શકે છે શરીર

Caution! Do you also work with a laptop on your lap

  • આજે તમને જણાવશું કે લેપટોપને ખોળામાં રાખીને કામ કરતી વખતે તમને કઈ-કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

કોરોનાકાળ (Corona period) પછી પછી દેશમાં ઘરેથી કામ કરવાનું એટલે કે વર્ક ફ્રોમ હોમનું (Work from home) કલ્ચર વધ્યું છે. જો કે  આ વર્ક કલ્ચરે લોકોને અનેક સુવિધાઓ આપી છે પણ બીજી તરફ તેના કારણે મોટાભાગના લોકો સ્વાસ્થ્યને (Health) લગતી અનેક સમસ્યાઓની ઝપેટમાં આવી ગયા છે.

વર્ક ફ્રોમ હોમના કારણે લોકોને ઘણીવાર લેપટોપ (Laptop) પર લાંબા સમય સુધી બેસીને કામ કરવું પડે છે. અને વધુ પડતાં લોકો લેપટોપને ખોળામાં લઈને પણ કામ કરવા લાગે છે. જો કે આમ કરવાથી લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી રહી છે.

જણાવી દઈએ કે લેપટોપમાંથી નીકળતી ગરમી આપણી ત્વચા અને આંતરિક પેશીઓને નુકસાન પહોંચાડે છે. જેના કારણે શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે. આજે તમને જણાવશું કે લેપટોપને ખોળામાં રાખીને કામ કરતી વખતે તમને કઈ-કઈ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

પુરુષોમાં ઈનફર્ટિલિટીનું જોખમ વધે :

સ્ત્રીઓ કરતાં પુરુષો લેપટોપની ગરમીથી વધુ પ્રભાવિત થાય છે. ખરેખર સ્ત્રીઓનું ગર્ભાશય શરીરની અંદર હોય છે અને પુરુષોમાં અંડકોષ શરીરના બહારના ભાગમાં હોય છે અને લેપટોપમાંથી નીકળતી ગરમીનું કિરણો વધુ નજીક રહે છે અને વધારે તાપમાનના કારણે પુરૂષોના શુક્રાણુઓની ગુણવત્તા નબળી પડવા લાગે છે. આ કારણે તેના કારણે પ્રજનન ક્ષમતામાં સમસ્યા આવી શકે છે. એટલા માટે ખાસ કરીને પુરુષોએ લેપટોપનો ઉપયોગ ખોળામાં રાખીને ન કરવો જોઈએ.

રેડિયેશન ફેલાય છે :

જો તમે તમારા ખોળામાં લેપટોપ રાખીને કામ કરો છો તો તમને ગંભીર માથાનો દુખાવો પણ થઈ શકે છે. લેપટોપમાંથી નીકળતી ગરમી ઓછી ફ્રિકવન્સી રેડિયેશનનું ઉત્સર્જન કરે છે અને તે બ્લૂટૂથ કનેક્શન દ્વારા જ બહાર આવે છે જે તમને બીમાર બનાવી શકે છે.

આ પણ વાંચો :-

જે ખેલાડીની ધોનીની ટીમમાંથી થઈ હતી હકાલપટ્ટી, તેણે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ : 277 રનની ઝંઝાવાતી બેટિંગ 

0

The player who was kicked out

  • જગદીશન અત્યાર સુધી ચેન્નાઈ માટે કંઈ ખાસ કરી શક્યો ન હોવાથી તેને મિની ઓક્શન પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી જગદીશને હવે વિજય હજારે ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો.

IPL 2023 માટે તમામ ટીમોએ તેમના રિટેન કરેલા અને છોડેલા ખેલાડીઓની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન ચેન્નાઈની ટીમે (Chennai team) પોતાની ટીમના કેટલાક ખેલાડીઓને પણ બહાર કર્યા છે. જેમાં વિકેટ કીપર બેટસમેન એન જગદીશનનું (N Jagdeesan) નામ સામેલ છે.

જગદીશન અત્યાર સુધી ચેન્નાઈ માટે કંઈ ખાસ કરી શક્યો નથી. તેથી જ તેને મિની ઓક્શન (Mini Auction) પહેલા રિલીઝ કરવામાં આવ્યો હતો પરંતુ તે પછી જગદીશને હવે વિજય હજારે ટ્રોફીમાં (Vijay Hazare Trophy) ઈતિહાસ રચ્યો છે અને લાગે છે કે ચેન્નાઈની ટીમે તેને રિલીઝ કરીને ભૂલ કરી છે.

જગદીશને વિજય હજારે ટ્રોફી 2022ની છ ઇનિંગ્સમાં 799 રન બનાવ્યા છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. આ દરમિયાન તેણે સતત પાંચ ઇનિંગ્સમાં સદી ફટકારી અને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો. આ ટુર્નામેન્ટમાં તેની સરેરાશ 159.80 છે અને તેનો સ્ટ્રાઈક રેટ 125.82 છે. જગદીશને અરુણાચલ પ્રદેશ સામે 141 બોલમાં 277 રન બનાવ્યા હતા.

તેની શાનદાર ઇનિંગના કારણે તમિલનાડુએ આ મેચમાં બે વિકેટ ગુમાવીને 506 રન બનાવ્યા હતા. લિસ્ટ A ક્રિકેટમાં 500થી વધુ રન બનાવનાર તમિલનાડુ પ્રથમ ટીમ છે. જગદીશન સિવાય સાઈ સુદર્શને પણ આ મેચમાં 154 રનની ઈનિંગ રમી હતી.

મહત્વનું છે કે વિજય હજારે ટ્રોફીમાં તેની પાંચમી સદી સાથે જગદીશન લિસ્ટ A ક્રિકેટમાં સતત સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. તેણે શ્રીલંકાના દિગ્ગજ ખેલાડી કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડ્યો છે. સંગાકારાએ 2014-15ના વર્લ્ડ કપમાં સતત ચાર સદી ફટકારી હતી.

તેના સિવાય ભારતના દેવદત્ત પડિકલે 2020-21 વિજય હજારે ટ્રોફીમાં સતત ચાર સદી ફટકારી હતી. તે જ સમયે દક્ષિણ આફ્રિકાના એલ્વિરો પીટરસને પણ 2015-16 મોમેન્ટમ ODI કપમાં સતત ચાર ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. જો કે જગદીશન સતત પાંચ ઇનિંગ્સમાં સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટસમેન છે.

વિજય હજારે ટ્રોફીમાં આ સિઝનમાં જગદીશનનું પ્રદર્શન :

  • પ્રથમ મેચઃ બિહાર સામે છ બોલમાં પાંચ રન બનાવ્યા
  • બીજી મેચ: આંધ્રપ્રદેશ સામે 112 બોલમાં અણનમ 114 રન બનાવ્યા. 12 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.
  • ત્રીજી મેચ: છત્તીસગઢ સામે 113 બોલમાં 107 રન બનાવ્યા. 10 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.
  • ચોથી મેચ: ગોવા સામે 140 બોલમાં 168 રન બનાવ્યા. 15 ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા.
  • પાંચમી મેચઃ હરિયાણા સામે 123 બોલમાં 128 રન બનાવ્યા. છ ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા.
  • છઠ્ઠી મેચઃ અરુણાચલ પ્રદેશ સામે 141 બોલમાં 277 રન બનાવ્યા. 25 ચોગ્ગા અને 15 છગ્ગા ફટકાર્યા.

લિસ્ટ A ક્રિકેટમાં સૌથી વધુ ભાગીદારી :

એન જગદીશન અને સાઈ સુદર્શને લિસ્ટ Aમાં સૌથી વધુ ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો. બંનેએ પ્રથમ વિકેટ માટે 416 રનની ભાગીદારી કરી હતી. લિસ્ટ A ક્રિકેટમાં કોઈપણ વિકેટ માટે આ સૌથી મોટી ભાગીદારી છે. આ પહેલા ગેલ અને સેમ્યુઅલ્સે 372 રનની ભાગીદારી કરી હતી.

આ પણ વાંચો :-

‘કોંગ્રેસવાળા કહે છે કે, મોદીને એની ઔકાત બતાવી દઈશું, અહંકાર જુઓ’, – નરેન્દ્ર મોદી

0

Congressmen say that we will show Modi

  • ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં PM મોદીનો આજે ત્રીજો દિવસ છે. આજે તેઓ સુરેન્દ્રનગરમાં જનસભાને સંબોધવા પહોંચ્યા હતા.

જ્યાં તેમણે પહેલા તો નર્મદા યોજનાનો (Narmada Scheme) વિરોધ કરનારા મેધા પાટકરના બહાને રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા. સાથે જ તેમણે ફરીથી પોતાના માટે ભૂતકાળમાં કહેવાયેલા શબ્દોનો ઉલ્લેખ કર્યો હતો.

PMએ ભૂતકાળના શબ્દોને ફરીથી જાહેર મંચ પર યાદ કર્યા :

PMએ કહ્યું કે વિકાસના મુદ્દે વાત થવી જોઈએ. પરંતુ કોંગ્રેસવાળાને ડર છે. એટલે હવે વિકાસના મુદ્દાની ચર્ચા નથી કરતા. કોંગ્રેસવાળા કહે છે કે મોદીને એની ઔકાત બતાવી દઈશું. અહંકાર જુઓ. અરે મા-બાપ, તમે બધા રાજપરિવારો છો. હું તો એક સામાન્ય પરિવારનું સંતાન છું. મારી કોઈ ઔકાત નથી.

હું તો સેવક છું, સેવાદાર છું. એની ઔકાત હોતી હશે. તમે તો મને નીચ પણ કહ્યો, નીચી જાતિનો કહ્યો, મને મોતનો સૌદાગર કહ્યો. કેટલું કેટલું કીધું. હવે તમે ઔકાત બતાવવા નીકળ્યા છો. અમારી કોઈ ઔકાત નથી. મહેરબાની કરીને વિકાસના મુદ્દાની ચર્ચા કરો. ગુજરાતના વિકાસની વાત કરો. આ ઔકાત બતાવવાના ખેલ રહેવા દો ભાઈ.

દરેક બુથ પર 100 ટકા મતદાન કરવા કહ્યું :

ગુજરાત એકવાર ચીલો ચાતરે એટલે આખો દેશ પાછળ ચાલવાનો છે. હજુ મારે ઘણું બધું કરવું છે, રોળા અટકાવનારો એકને પણ ના લાવતા. ઘણી વખતે ભૂલ રહી ગઈ છે. એમણે શું ભલું કર્યું બોલો. આ વખતે આપણા જિલ્લામાં કમળ સિવાક કંઈ નહીં.

આ ચૂંટણીમાં મારી બીજી એક ઈચ્છા છે પૂરી કરશો? દરેક પોલિંગ બૂથમાં આપણે પહેલા કરતા વધારે મતદાન કરાવવું છે. 100 ટકા મતદાનના લક્ષ્યાંક સાથે જનારા લોકો હાથ ઊભો કરો. આ વખતે સુરેન્દ્રનગરના પોલિંગ બુથમાં એકપણ બુથ પાછલ ન રહી જાય. હજુ મારું એક અંગત કામ છે.

લોકોને ખાસ કામ સોંપ્યું :

સુરેન્દ્રનગર જિલ્લો અને હું જુદા નથી. તમારું સુરેન્દ્ર અને આ નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર. આ ત્રિવેણી સંગમ છે આપણો. હવે હું દિલ્હી વધારે રહું છું. મારો સમય ત્યાં વધારે આપવો પડે. જ્યારે બધાને ઘરે જાઓ ત્યારે બધાને કહેજો કે નરેન્દ્રભાઈ આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે.

ઘરે ઘરે મારા પ્રણામ પહોંચાડજો. મતદેવાતઓને મળવા જાવ ત્યારે મત આવનારા દેવતા, ઈશ્વરનું રૂપ છે, આ તીર્થયાત્રા છે અને મતદારની તીર્થયાત્રા કરતા હોય ત્યારે મારા પણ પ્રણામ કહેજો.

આ પણ વાંચો :-

કોઈના બાપથી ડરતા નહીં, ભાજપના ઉમેદવારે આવું કહ્યું અને પછી…! Video Viral

0

Not afraid of one’s father

  • હીરા સોલંકીએ તેમના કાર્યકર્તાઓને ધાક ધમકી આપતા લોકોને ખુલ્લી ચેતવણી આપી. હીરા સોલંકીએ કાર્યકર્તાઓને કહ્યું કે કોઈના બાપથી ડરતા નહીં. અહીં હીરાલાલ સોલંકી બેઠા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓને પગલે હવે એકદમ માહોલ ગરમાઈ ગયો છે. રાજકીય પક્ષો (Political parties) અને નેતાઓ દ્વારા આક્ષેપ અને પ્રતિઆક્ષેપનો દૌર શરૂ થઈ ગયો છે. ત્યારે ક્યારેક નેતાઓની જીભ લપસતી હોય છે તો ક્યારેક નેતાઓ તાનમાં આવીને પણ જાણી જોઈને ચર્ચામાં રહેવા માટે વિવાદિત નિવેદનો આપતા હોય છે.

કંઈક આવું જ ભાજપના નેતા હીરા સોલંકીએ (Heera Solanki) પણ કર્યું હોવાનું સામે આવ્યું. હીરા સોલંકીએ તેમના કાર્યકર્તાઓને ધાક ધમકી (Awe threat) આપતા લોકોને ખુલ્લી ચેતવણી આપી. હીરા સોલંકીએ કાર્યકર્તાઓને કહ્યું કે કોઈના બાપથી ડરતા નહીં. અહીં હીરાલાલ સોલંકી બેઠા છે.

ભાજપના દબંગ ધારાસભ્ય હીરા સોલંકીએ વિરોધીઓ પર નિશાન સાધતા કાંઈક એવું નિવેદન આપ્યું જેનાથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. અમરેલી- રાજુલા (Amreli- Rajula) વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હીરા સોલંકીએ તેમના કાર્યકર્તાઓને ધાક ધમકી આપતા લોકોને ખુલ્લી ચેતવણી આપી.

હીરા સોલંકીએ કાર્યકર્તાઓને કહ્યું કે કોઈના બાપથી ડરતા નહીં. અહીં હીરાલાલ સોલંકી બેઠા છે. હીરા સોલંકીના આ નિવેદનનો વીડિયો વાયરલ (Viral Video) થયો અને બસ રાજનીતિના ગલિયારાઓમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ.

વાત એવી છે કે ભાજપના કાર્યકર્તાઓને કેટલાક લોકોએ ધમકી આપી હશે. અને આ વાતની ખબર તેમના નેતા અને પૂર્વ સંસદીય સચિન હીરા સોલંકીને પડી. બસ પછી તો હીરા સોલંકીએ કહ્યું કે,” કોઈના બાપથી ડરતા નહીં અહીં હીરાલાલ સોલંકી બેઠા છે. ધાક ધમકી આપવા માટે જે લોકો અહીંયા નિકળ્યા છે તે લોકોના ડબ્બા હુ ગુલ કરી કાઢવાનો છું. જે લોકો માહોલ ડહોળવા નિકળ્યા છે તેનું ધ્યાન રાખજો. આપણે ખૂબ સારા મતોથી જીતવા જઈ રહ્યા છે.”

કોણ છે હીરા સોલંકી?

હીરા સોલંકી ભાજપના પૂર્વ ધારાસભ્ય છે. સાથે જ તેઓ પૂર્વ મંત્રી પરષોત્તમ સોલંકીના ભાઈ છે. પરષોત્તમ સોલંકી અને હીરા સોલંકી કોળી સમાજના પ્રભાવશાળી નેતાઓ છે. સૌરાષ્ટ્ર પર સોલંકી ભાઈઓની પકડ છે. અને હીરા સોલંકી દબંગ નેતા તરીકે જાણીતા છે. આ વખતે ભાજપે તેમને અમરેલી-રાજુલા વિધાનસભા બેઠકથી ટિકિટ આપી છે.

આ પણ વાંચો :-

10 કલાક સેલ્યુલર જેલમાં વિતાવી આવો…: સાવરકર મામલે ગૃહમંત્રી શાહે રાહુલ ગાંધીને આપ્યો જવાબ

0

Spend 10 hours in a cellular jail

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મીડિયા સાથે ગુજરાતની ચૂંટણી, પક્ષની વિચારધારા, સમાન નાગરિક સંહિતા અને સાવરકર મામલા પર ખુલીને વાત કરી હતી.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે એવામાં રાજ્યના પૂર્વ સીએમ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પણ પોતાની પૂરી તાકાત લગાવીને પ્રચાર કરી રહ્યા છે. આ સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ (Chief Ministers) પણ જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.

એવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Union Home Minister Amit Shah) મીડિયા સાથે ગુજરાતની ચૂંટણી, પક્ષની વિચારધારા, સમાન નાગરિક સંહિતા અને સાવરકર પર ખુલીને વાત કરી હતી. વાતચીત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત ચૂંટણી વિશે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખશે અને વધુમાં વધુ બેઠકો અને મતોથી જીતીને રેકોર્ડ સર્જશે.

આ સાથે જ એમને રાહુલે વીર સાવરકરની દેશભક્તિ પર ઉઠાવેલા સવાલો પર પણ વાત કરી હતી અને આ સાથે જ અમિત શાહે ગુજરાત સરકારની રચના થતાં જ યુનિફોર્મ સિવિલ કોડ લાવવાની વાત કરી છે.

ભાજપ આ વખતે તમામ રેકોર્ડ તોડશે – શાહ

એક મીડિયાના ઈન્ટરવ્યુમાં ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીતની આગાહી કરી હતી અને કહ્યું હતું કે ‘ભારતીય જનતા પાર્ટી આ વખતે તમામ રેકોર્ડ તોડી નાખશે. ભાજપ વધુમાં વધુ બેઠકો અને મતોથી જીતીને રેકોર્ડ સર્જશે.’

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે ‘આ વખતે ભાજપ બે રેકોર્ડ તોડશે. એક તો મહત્તમ બેઠકોનો રેકોર્ડ અને બીજો વોટ ટકાવારીના રેકોર્ડને પણ તોડશે. આ સાથે જ ભાજપ ગુજરાતમાં જંગી બહુમતી સાથે સરકાર બનાવશે.’

આ પણ વાંચો :-

મુકેશ અંબાણી બન્યાં નાના, ઈશા અંબાણીએ આપ્યો જોડિયા બાળકોને જન્મ

0

Mukesh Ambani became younger

  • મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. તેમના ઘરે એક પુત્ર અને પુત્રીનો જન્મ થયો છે.

દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની (Mukesh Ambani) પુત્રી ઈશા અંબાણીના ઘરે જોડિયા બાળકોનો જન્મ થયો છે. અંબાણી પરિવાર અને પીરામલ પરિવાર (Piramal family) દ્વારા જારી કરવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું છે કે ઈશા અંબાણીએ (Isha Ambani) 19 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. જેમાં એક પુત્ર અને એક પુત્રી છે.

મીડિયા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે ઈશા અને આનંદ પીરામલને જોડિયા બાળકો છે અને માતા ઈશાની સાથે તેમના બંને બાળકો પણ સ્વસ્થ છે. પુત્રનું નામ કૃષ્ણા અને પુત્રીનું નામ આદિયા જણાવવામાં આવ્યું છે અને બંને સ્વસ્થ છે.

તેમ સંયુક્ત મીડિયા નિવેદનમાં જણાવાયું હતું :

મુકેશ અને નીતા અંબાણીની સાથે ઈશા અંબાણીના પતિ આનંદ પીરામલના માતા-પિતા અજય અને સ્વાતિ પીરામલ દ્વારા જારી કરાયેલ સંયુક્ત મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ જોડિયા બાળકોના આગમનની જાહેરાત કરતા અત્યંત ખુશ છે અને તેઓ બધા ખૂબ જ ખુશ છે. આશીર્વાદ અને શ્રેષ્ઠતાની રાહ જોઈ રહ્યા છીએ. ઈચ્છાઓ આ તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે.

ઈશા અને આનંદ પીરામલના લગ્ન વર્ષ 2018માં થયા હતા :

વર્ષ 2018 માં ઈશા અંબાણીએ હેલ્થકેર બિઝનેસ ગ્રુપ પીરામલના માલિક અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા. તેમના લગ્ન દેશના સૌથી મોંઘા લગ્નોની યાદીમાં સામેલ છે. જેમાં દેશ, બોલિવૂડ અને દુનિયાભરની અનેક પ્રતિષ્ઠિત હસ્તીઓ સામેલ થઈ હતી.

ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ડિરેક્ટર છે :

મુકેશ અંબાણીની એકમાત્ર દીકરી ઈશા અંબાણીને તાજેતરમાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ડિરેક્ટર બનાવવામાં આવી છે. મુકેશ અંબાણીના ત્રણ સંતાનોમાં ઈશા અંબાણી સૌથી મોટી છે. તેણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તે જ સમયે તેણે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાથી બિઝનેસમાં MBA નો અભ્યાસ કર્યો છે.

આ પણ વાંચો :-

‘ગુજરાતમાં પાટીદારો આ વખતે ભાજપની સાથે છે’, Hardik Patelએ કારણ આપીને શું કહ્યું…

0

‘Patidars in Gujarat are with BJP this time

  • ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં વિરમગામથી ભાજપે આ વખતે હાર્દિક પટેલને ટિકિટ આપી છે. હાર્દિક વિરમગામનો ગઢ જીતવા માટે પૂરજોશમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે.

એક ઈન્ટરવ્યૂમાં હાર્દિક પટેલે (Hardik Patel) આ વખતની ચૂંટણી વિશે જણાવ્યું હતું કે, 2017માં ચૂંટણીમાં સ્થિતિ અલગ હતી અને મુદ્દા અલગ હતા. પરંતુ હવે પાટીદારો એક છે. તે PM મોદી સાથે ઊભા છે.

2017ની ચૂંટણીનો મુદ્દો અલગ હતો :

એક ન્યૂઝ એજન્સી આપેલા ઈન્ટરવ્યૂમાં હાર્દિકે કહ્યું કે પાટીદાર એક છે. તેમણે PM મોદીને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. 2017ની ચૂંટણીમાં મુદ્દો અલગ હતો. 10 ટકા EWS ક્વોટાથી ગુજરાતમાં પટેલો સહિત અન્ય વર્ગોથી ગરીબો અને વંચિતો માટે આરક્ષણનો લાભ વધાર્યો છે. આ વખતે પટેલો ભાજપને પ્રચંડ બહુમત મળે તે નક્કી કરશે.

EWSથી ભાજપને ફાયદો થશે :

હાર્દિકે કહ્યું કે EWSથી ભાજપને ખૂબ ફાયદો થશે. પાછલી વખતે પાટીદાર આંદોલનથી લગભગ 20 સીટો પર પ્રત્યક્ષ રીતે અસર કરી હતી અને ઘણી અન્ય સીટો પર અપ્રત્યક્ષ અસર થઈ હતી. પરંતુ હવે માત્ર પટેલ જ નહીં અન્ય ઘણા સમાજને પણ અનામતનો લાભ મળશે.

કેજરીવાલ વિશે શું કહ્યું?

AAPને લઈને સવાલ પૂછતા હાર્દિક પટેલે કહ્યું કે તે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીને ભાજપ માટે કોઈ ખાસ પડકાર તરીકે નથી જોતા. કોંગ્રેસ જ પ્રતિદ્વંદ્વી છે. જોકે ચૂંટણીમાં તે ઘણા અંતરથી બીજા નંબર પર રહેશે. તેમણે કહ્યું કે AAP ચૂંટણી લડવા માટે આઝાદ છે. પરંતુ ભગવાન વિષ્ણુ અને મહેશ પર તેમના નેતાઓની ટિપ્પણીઓએ ગુજરાતના લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

આ પણ વાંચો :-