Home Blog Page 1225

કૌન બનેગા કરોડપતિમાં અમદાવાદના ટાબરિયાએ જીત્યા 25 લાખ

0

Tabria from Ahmedabad won 25 lakhs in Kaun Banega Crorepati

  • અમદાવાદના 9 વર્ષના આર્ય શાહે કૌન બનેગા કરોડપતિના જુનિયર કિડસ સ્પેશિયલ એપિસોડમાં 25 લાખ રૂપિયા જીત્યા.

બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો (Amitabh Bachchan) કૌન બનેગા કરોડપતિનો જુનિયર કિડસ સ્પેશિયલ એપિસોડ (Junior Kids Special Episode) ચાલી રહ્યો છે. ત્યારે આ હોટ સીટ પર બેસવા માટે અનેક લોકો આતુર હોય છે. પરંતુ કેટલાક લકી લોકો જ ત્યાં સુધી પહોંચી શકે છે. આવામાં અમદાવાદના (Ahmedabad) 9 વર્ષના ટેણિયાંએ કેબીસીની હોટ સીટ પર પહોંચીને 25 લાખ રૂપિયા જીત્યા છે.

અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર પહોંચનાર લકી ગુજ્જુ બોય એટલે 9 વર્ષનો આર્ય શાહ. વૈષ્ણોદેવી સર્કલ પાસે રહેતા ગૌતમભાઈ શાહ અને નેહાબેન શાહનો પુત્ર આર્ય શાહ ધોરણ-4 માં અભ્યાસ કરે છે. આર્ય શાહે ભણવામાં પહેલેથી જ હોશિયાર છે. તેને પુસ્તકો વાંચવાનો શોખ છે.

તેથી તેણે કેબીસીના જુનિયર કિડસ સ્પેશિયલ એપિસોડમાં જવાનો નિર્ણય કર્યો હતો અને તેના માતાપિતાએ તેને સાખ આપ્યો. આર્યએ એપ્શિકેશન દ્વારા પૂછાયેલા પ્રશ્નોનો સાચો જવાબ આપ્યો હતો. જેમાં પાસ થતા તેનો મુંબઈ જવાનો રસ્તો ખૂલ્યો હતો. મુંબઈમાં પણ થયેલા વીડિયો ઈન્ટરવ્યૂમાં આર્ય શાહ ક્લિયર થઈ ગયો હતો. જેના બાદ તેનો પર્સનલ ઈન્ટરવ્યૂ થયો હતો. આ બાદ તેનો KBC માં ઓફિશિયલ પ્રવેશ થયો હતો.

KBC સ્ટેજ પર દરેક કન્ટેસ્ટંટને 9 સ્પર્ધકો સાથે કોમ્પિટિશન હોય છે. જેમાંથી પાર થઈને તે બિગબી સામે હોટ સીટ પર પહોંચ્યો હતો. ફાસ્ટર ફિંગર ફર્સ્ટમાં આર્યએ શરૂઆતના 2 પ્રશ્નોના ઝડપથી જવાબ આપ્યા હતા. ત્રીજા પ્રશ્નનો જવાબ પહેલા ના આપ્યો. પરંતુ સારી સ્પીડને કારણે તે હોટ સીટ સુધી પહોંચવામાં સફળ રહ્યો. તેના નામની જાહેરાત થતા જ તેના માતાપિતા ખુશ થઈ ગયા હતા.

તમામ સવાલોનો જવાબ આપીને આર્ય 50 લાખના પ્રશ્ન સુધી પહોચ્યો હતો. આર્યએ 1.20 લાખ, 12.50 લાખ અને 3.20 લાખના પ્રશ્ન માટે પણ આર્યએ લાઈફ લાઈન વાપરી હતી. 50 લાખના પ્રશ્ન પર શોમાંથી ક્વિટ કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં જ આર્ય શાહનો એપિસોડ સોની ટીવી પર પબ્લિશ થયો છે.

ત્યારે દીકરાની સફળતાથી તેના માતાપિતા ખુશ છે. તેમના દીકરાએ 15 દિવસ મહેનત કરી હતી, અને તે આખરે ફળી છે. કેબીસી માટે મહેનત દરમિયાન આર્યને ચિકનગુનિયા પણ થયો હતો છતા તે હિંમત હાર્યો ન હતો. પૂરતા કોન્ફિડન્સથી કેબીસીમાં રમવા પહોંચ્યો હતો.

આ પણ વાંચો :-

વખણાતું ઉંબાડિયું ખાતાની સાથે જ આંગળા ચાટતા રહી જશો, શિયાળાની ફેવરિટ વાનગી તૈયાર કરવાની જાણી લો નૈસર્ગિક રીત

0

You’ll be left licking your fingers

  • શિયાળાની શરૂ થતા જ રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં શિયાળુ વાનગીઓની પાર્ટીઓ જામે છે. ક્યાંકની પોંન્ક પાર્ટી તો ક્યાંક ઓળા રોટલાની પાર્ટી તો ક્યાંક ટોઠાની પાર્ટી તો ક્યાંક ઊંધિયા પાર્ટી પણ થતી હોય છે.

શિયાળાની (Winter) સીઝન શરૂ થતા જ રાજ્યભરમાં વિવિધ વિસ્તારોમાં શિયાળુ વાનગીઓની પાર્ટીઓ જામે છે. ક્યાંક ની પોંન્ક પાર્ટી તો ક્યાંક ઓળા રોટલાની પાર્ટી તો ક્યાંક ટોઠા ની પાર્ટી તો ક્યાંક ઊંધિયા પાર્ટી પણ થતી હોય છે. ત્યારે વલસાડ (Valsad) જિલ્લામાં પણ શિયાળામાં ચટાકેદાર આરોગ્યવર્ધક ઉઁબાડિયા (Umbadia) નામની વાનગીની ભારે બોલ બાલા છે. કંદમૂળ  અને લીલી પાપડીને માટલામાં ભર્યાં બાદ ભઠામાં બાફીને અનોખી રીતે બનાવવામાં આવતું ઉઁબાડીયુ એક વાર ચાખી લો. તો એનો સ્વાદ ક્યારેય ભુલાશે નહિ.

ઊંબાડિયાનો સ્વાદ માણ્યાવગર નહી રહી શકે :

હાલ શિયાળો ચાલી રહ્યો છે. ત્યારે તમે જો અહીં કોઈ હાઈવે પરથી પસાર થતા હશો તો તમને ક્યાંકને ક્યાંક ઊંબાડિયું લખેલા સાઈન બોર્ડ જોવા મળી જશે. જો આ બોર્ડ કોઈ સ્વાદરસિકોના ધ્યાનમાં આવી જાય તો પછી તે વ્યક્તિ ત્યાંથી ઊંબાડિયાનો સ્વાદ માણ્યાવગર નહી રહી શકે. આમ તો વલસાડ જિલ્લો જગવિખ્યાત વલસાડી આફૂસ કેરી માટે દુનિયાભરમાં જાણીતો છે.

પરંતુ શિયાળામાં વલસાડ જિલ્લામાં તમતમતા અને ચટાકેદાર ઉઁબાડીયાની બોલ બાલા રહે છે. ઊંબાડિયું વલસાડ જિલ્લામાં શિયાળાની સૌથી ફેવરેટ વાનગી છે. વલસાડની આ સ્પેશિયલ વાનગી શક્કરીયા, રતાળુ, બટેટા, અને લીલી પાપડીમાંથી બને છે.

હેલ્થી એવા ઊંબાડિયાનો સ્વાદ માણવો એક લહાવો છે :

આ રીતે પ્યોર નૈસર્ગિક અને હેલ્થી એવા ઊંબાડિયાનો સ્વાદ માણવો એક લહાવો છે. ઉંબાડીયાની બોલબાલા એટલી છે કે નાનાથી લઈ ને મોટા લોકોને શિયાળામાં ઊંબાડિયાના સ્વાદનું ઘેલું લાગે છે. ઉંબાડીયાના સ્વાદનું ઘેલુ માત્ર વલસાડ જિલ્લાના લોકો ને જ નહી પરંતુ વલસાડ જિલ્લામાંથી પસાર થતા મુંબઈના કે અમદાવાદના વલસાડથી પસાર થતા લોકો પણ હાઇવે પરના ઊંબાડિયાના સ્ટોલ પર સ્વાદ માણવાનું ચૂકતા નથી.

સ્થાનિક લોકો માટે પણ રોજગારીના દ્વાર ખૂલ્યા છે :

ઊંબાડિયાનો ચટાકેદાર સ્વાદતો સ્વાદ રસિકોને  ઘેલુ લગાવે છે. આ ચટાકેદાર ઊંબાડિયા એક કિલો ના અઢીસો રૂપિયા થી લઈ 300 રૂપિયા ના ભાવ થી મળે  છે. જોકે તેમ છતાં લોકો મોંઘા ભાવના ઊંબાડિયાનો સ્વાદ માણવાનું ચૂકતા નથી, જેના કારણે સ્થાનિક લોકો માટે પણ રોજગારીના દ્વાર ખૂલ્યા છે.

જંક ફૂડ જમાનામાં ફેટી અને ઓઈલી ખાણાની સામે ઊંબાડિયા સ્વસ્થ વર્ધક અને સ્વાદિષ્ટ છે. ત્યારે વલસાડના ગ્રામીણ લોકોને લોકોને ઘર બેઠા જ નવી રોજગારી આપતું આ હેલ્થી ફૂડે આ ગ્રામીણ આદિવાસી લોકો માટે નવી રોજગારીનો માર્ગ પણ ખોલ્યો છે.

આ પણ વાંચો :-

દેવાયત ખવડ “રાણા”નો મામલો છેક દિલ્લી સુધી પહોંચ્યો, જુઓ મયુરસિંહ રાણાના પરિવારે કરી માંગ

0

The case of Devayat Khawad “Rana” reached

  • પીડિત મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોંચાડતા લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે.

રાજકોટમાં (Rajkot) પોતાના સાથીદાર સાથે મયુરસિંહ રાણા (Mayursingh Rana) પર હુમલો કર્યા બાદ દેવાયત ખવડ છેલ્લા કેટલાંય દિવસોથી ફરાર છે. ત્યારે હવે મયુરસિંહ રાણાના પરિવારે હુમલા અંગેની વાત છેક PMO સુધી પહોંચાડી છે. PMO સુધી મયુરસિંહ રાણાના પરિવારે આ ઘટના અંગેની રજૂઆત કરી તટસ્થ તપાસની માંગ કરી છે.

તમને જણાવી દઈએ કે થોડાક દિવસો અગાઉ રાજકોટમાં દેવાયત ખવડે પોતાના સાથીદાર મિત્ર સાથે જાહેરમાં એક વ્યક્તિ પર હુમલો કર્યો હતો. જ્યાર બાદથી તે અને પોતાનો સાથી મિત્ર પોલીસ પક્કડથી સતત દૂર છે. ગઈકાલે આ અંગે ક્ષત્રિય સમાજે પણ આ અંગે પોલીસમાં રજૂઆત કરી હતી.

દેવાયત ખવડે કરેલી આગોતરા જામીન અરજીની સુનાવણી ગઈકાલે ટળી ગઈ :

વધુમાં તમને જણાવી દઈએ કે, લોકસાહિત્યકાર દેવાયત ખવડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. દેવાયત ખવડે ધરપકડથી બચવા માટે આગોતરા જામીનની અરજી કરી હતી. દેવાયત ખવડે કરેલી આગોતરા જામીનની અરજીની સુનાવણી ગઈકાલે ટળી ગઈ હતી. ત્યારે હવે રાજકોટ કોર્ટમાં આગામી 17 ડિસેમ્બરે દેવાયત ખવડની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

ધરપકડ નહીં થાય તો સત્યાગ્રહ પર ઉતરીશું : ક્ષત્રિય સમાજના આગેવાન

પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન આપવા પહોંચેલા ક્ષત્રિય સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલો થયાના 8 દિવસ થયા હોવા છતાં હજુ પણ દેવાયત ખવડ અને  તેના સાથીદારોની ધરપકડ કરવામાં આવી નથી. આજે અમે બીજી વખત આવેદન આપવા માટે પહોંચ્યા છીએ. જો હવે દેવાયત ખવડની ધરપકડ નહીં થાય તો અમે કમિશનર કચેરીએ સત્યાગ્રહ પર ઉતરીશું.

આ પણ વાંચો :-

નવા વર્ષની શરૂઆતમાં કેન્દ્ર સરકાર ખેડૂતોને આપશે મોટી ભેટ : બેંક એકાઉન્ટમાં સરકાર જમા કરાવશે આટલાં હજાર !

0

At the beginning of the new year

  • પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. જોકે આ વખતે 13મો હપ્તો …..

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana) 13મો હપ્તો નવા વર્ષની ભેટ તરીકે જાન્યુઆરીની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. બે હજાર રૂપિયાની આ રકમ ખેડૂતોના ખાતામાં દર ચાર મહિનામાં ત્રણ હપ્તામાં મોકલવામાં આવે છે.

જોકે 13માં હપ્તા પહેલા પીએમ કિસાન યોજનાની યાદીમાંથી મોટી સંખ્યામાં લોકોના નામ હટાવી શકાય છે. જમીનના રેકોર્ડ અને ઈ-કેવાયસીની ચકાસણી ન થવાને કારણે ઘણા લોકો પીએમ કિસાન યોજનાની રકમથી વંચિત રહી શકે છે.

જણાવી દઈએ કે 12મા હપ્તા દરમિયાન પણ મોટી સંખ્યામાં લોકોને લાભાર્થીની યાદીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. એકલા ઉત્તર પ્રદેશના લગભગ 21 લાખ લોકોને આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા હતા. અન્ય રાજ્યોમાં પણ મોટી સંખ્યામાં લોકોને આ યોજનાથી દૂર રાખવામાં આવ્યા હતા.

13મો હપ્તો મેળવવા માટે PM કિસાન યોજનાની વેબસાઇટની મુલાકાત લઈને શક્ય તેટલી વહેલી તકે ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો. જે ખેડૂતો આવું નહીં કરે તેમના ખાતામાં આ યોજનાની રકમ મોકલવામાં આવશે નહીં.

લાભાર્થીની યાદીમાં તમારું નામ કેવી રીતે જોઈ શકો ? 

જો તમે PM કિસાન યોજનાના લાભાર્થીઓની યાદીમાં તમારું નામ જોવા માંગો છો. તો તમે સત્તાવાર વેબસાઇટ પર જઈને લાભાર્થીની યાદીમાં તમારું નામ જોઈ શકો છો. આ માટે તમારે અધિકૃત વેબસાઈટ પર જઈને ફાર્મર્સ કોર્નરની મુલાકાત લેવી પડશે. અહીં તમે લાભાર્થી સ્ટેટસ પર જઈને તમારું નામ ચકાસી શકો છો. આ સાથે કોઈપણ પ્રકારની સમસ્યા પર હેલ્પલાઈન નંબર- 155261 અથવા 1800115526 (ટોલ ફ્રી) અથવા 011-23381092 પર સંપર્ક કરો.

આ પણ વાંચો :-

 

 શું તમારે લાઈટ બિલ હજારોમાં આવે છે ? તો કરી નાખો આ બે કામ; અડધાથી ઓછું આવશે બિલ

Does your light bill run into the thousands

  • જો આપણે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખીએ તો વિજળીનું બિલ અડધાથી ઓછું આવશે. આવો આજે અમે તમને જણાવીએ કે વિજળીનું બિલ ઓછું કરવાના સરળ ઉપાય…

શિયાળામાં વિજળીની (Electricity) સૌથી વધુ ખપત થાય છે. વધુ વિજળીનું બિલ આવવાના ડરથી લોકો વિજળીનો વપરાશ ઓછો કરવા લાગે છે. ઘણીવાર આપણે અજાણતાં એવી વસ્તુઓ કરીએ છીએ. જેના લીધે વિજળીનો કારણ વિના વધુ ઉપયોગ થાય છે. જો આપણે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખીએ તો બિલ અડધાથી ઓછું થઇ જશે.

વિજળીનું બિલ વધવાનો અર્થ છે કે બજેટ ખોરવાઈ જવું. જો તમે પણ વધુ વિજળીના બિલની કંટાળી ગયા છો તો ઘરમાં કેટલાક ફેરફાર તમને ફાયદો પહોંચાડશે. વિજળીનું બિલ ઓછું કરવા માટે તમારે કેટલાક ડિવાઈસ બદલવા પડશે.

LED Bulb નો કરો ઉપયોગ :

તમારા ઘરમાં જો જૂના બલ્બ છે તો તેને તાત્કાલિક દૂર કરો. જૂના બલ્બ વિજળીનો વધુ વપરાશ કરે છે. આ બલ્બની જગ્યાએ તમારે LED બલ્બનો ઉપયોગ કરી શકે છે. તેનાથી વિજળીની ઓછી ખપત થાય છે અને વધુ બિલ પણ નહી આવે.

હીટરથી બચો :

જો તમારા ઘરમાં વધુ કેપેસિટીવાળા હીટર લાગે છે તો તેને તાત્કાલિક હટાવી દો. હાઈ કેપેસિટીવાળા હીટર વધુ વિજળીની ખપત કરે છે. હીટરની જગ્યાએ તમે બ્લોઅરનો ઉપયોગ કરી શકો છો કારણ કે આ હીટરના મુકાબલે વિજળીની ઓછી ખપત કરે છે.

આ પણ વાંચો :-

આરોગ્યકર્મીઓને આપે પ્રોત્સાહન રકમ સરકારી તિજોરીમાં પાછી જમા કરાવવા ફરમાન

0

Order to deposit the incentive amount

  • અગાઉ રાજ્ય સરકારે આરોગ્યકર્મીઓને 4 હજારનું પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો હતો. જેથી નવેમ્બર-ડિસેમ્બરમાં 4 હજાર ચૂકવાયા હતા. પરંતુ સરકારે નિર્ણય પાછો ખેંચતા ચૂકવેલા રૂપિયા રિકવર કરવા પરિપત્ર જાહેર કર્યો છે.

આરોગ્યકર્મીને (Healthcare Worker) સર્વેલન્સ પ્રોત્સાહન આપવાનો મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે. કર્મીઓને પ્રોત્સાહન આપવાના નિર્ણયને સરકારો પાછો ખેચ્યો છે. એટલે કે સરકારે યુ ટર્ન લેતા આરોગ્ય કર્મચારીઓને 2 મહિના સુધી મળેલી ચાર-ચાર હજાર રૂપિયાની પ્રોત્સાહન રકમ સરકારી તિજોરીમાં પાછી જમા કરાવવાનું ફરમાન કાઢ્યું છે. એટલું જ નહીં ફિક્સ પે (Fixed Pay) મેળવતા હંગામી કર્મચારીઓ. આ રકમ માટે અપાત્ર હોવાનું ઠરાવીને આરોગ્ય વિભાગે રિકવરી શરૂ કરી છે.

મહત્વનું છે કે, અગાઉ રાજ્ય સરકારે આરોગ્યકર્મીઓને 4 હજારનું પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો હતો. જેથી નવેમ્બર-ડિસેમ્બરમાં 4 હજાર ચૂકવાયા હતા. પરંતુ સરકારે નિર્ણય પાછો ખેંચતા ચૂકવેલા રૂપિયા રિકવર કરવા પરિપત્ર જાહેર કર્યો છે. અમરેલી જિલ્લા પંચાયતે પરિપત્ર કર્યો છે.

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પંચાયત સેવા હસ્તકના પર્પજ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કર મલ્ટી પર્પજ સુપરવાઇઝર ફિમેલ હેલ્થ સુપરવાઈઝર વર્ગ ત્રણ સંવર્ગના કર્મચારીઓ ગ્રેડ સુધારવાની માંગણી અન્વયે હડતાલ પર ઉતરેલા હતા. સરકાર દ્વારા ઉપરોક્ત ઠરાવથી ગ્રામ્ય સ્તરે તેઓની સઘન સર્વેન્સની કામગીરી ધ્યાને લઈ ફરજના ભાગરૂપે પ્રતિમાસ 4000 રૂપિયા ઉચ્ચક રકમ સર્વેલેન્સ પ્રોત્સાહન તરીકે આપવાનું ઠરાવેલ હતું.

ફિક્સ પે મેળવતા હંગામી કર્મચારીઓને ઉપરોક્ત સર્વેન્સ પ્રોત્સાહન રકમ આપવાની પાત્રતાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. હાલ ફિક્સ પે કર્મચારીઓને અન્ય કોઈ ઠરાવ ન થાય ત્યાં સુધી સર્વેન્સ પ્રોત્સાહન આપી ન શકાય તેવું સ્પષ્ટ થાય છે. નવેમ્બર 2022 પેડ ઇન ડિસેમ્બર 2022 ના પેબીલે તમામ ફિક્સ પે મેળવતા કર્મચારીઓને સર્વેન્સ પ્રોત્સાહન આવકારેલા છે. જેની રિકવરી આપની કક્ષાએથી સત્વરે ઘટી કાર્યવાહી કરી અત્રેની કચેરીને જાણ કરવા સૂચના આપવામાં આવેલ છે.

આ પણ વાંચો :-

ગુજરાતમાં ભાજપની ઐતિહાસિક જીત માટે વડાપ્રધાન મોદીએ સી.આર. પાટીલને ‘યશ’ આપીને નવા વમળો પેદાં કર્યાં

  • ચૂંટણી સમયે સી.આર. પાટીલનાં નેતૃત્ત્વ અંગે ભાજપમાં અંદર અને બહાર અનેક અનુમાન ફરતા થયા હતા. પરંતુ મોદીએ કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડના અનુમાનોનાં પરપોટા ફોડી નાંખ્યા.
  • પ્રદેશ અધ્યક્ષ તરીકેની સી.આર. પાટીલની કામગીરી અકળાવનારી રહી છે અને તેમના વિશ્વાસપાત્ર લોકોનું વર્તુળ નાનું પણ થઈ ગયું છે, પરંતુ તેમની ભાજપને વધુ મજબૂત બનાવવાની કામગીરીનો ઈન્કાર થઈ શકે તેમ નથી.
  • વિધાનસભાની નવ પેટા ચૂંટણી, છ મહાનગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયતો આ તમામ ચૂંટણીઓનું સી.આર. પાટીલે જાતે નેતૃત્ત્વ કરીને ભાજપને ઝળહળતો વિજય અપાવવા ઉપરાંત ભાજપની બેઠકોમાં વધારો કર્યો હતો.
  • વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બાજી હાથમાં લીધી હતી અને ઐતિહાસિક વિજય પણ હાંસલ કર્યો. પરંતુ સી.આર. પાટીલનો પહેલેથી જ ૧૫૦થી વધુ બેઠકો મેળવવાનો લક્ષ્યાંક હતો જ.

ગુજરાત વિધાનસભાની (Gujarat Election 2022) ચૂંટણી દરમિયાન અનેક ‘પરચા’ જોવા મળ્યા લોકો અને રાજકીય પંડીતો એવું માનતા હતા કે આ વખત ભાજપને બહુમતિ મેળવતા હાંફી જવાશે. કેટલાકે તો ‘હંગ’ વિધાનસભાની આગાહી કરી હતી પરંતુ ભાજપના ચાણકય અમિત શાહ (Amit Shah) અને વડાપ્રધાન મોદીએ (Prime Minister Modi) તમામના રાજકીય ગણિતો ખોટા પાડીને ૧૫૬ બેઠકો કબજે કરીને દુનિયાભરના રાજકીય નિષ્ણાંતોની આંખો પહોળી કરી દીધી હતી. હજુ પણ ઘણા લોકોના દિમાગમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ગણિત બેસતું નહીં હોય, સ્વાભાવિક છે કે પાછલી ત્રણ ચૂંટણીઓમાં ભાજપના ‘ગ્રાફ’માં સતત ઘટાડો થયો છે અને આ વખતે પણ બેઠકો ઘટવાનો ચોક્કસ અંદાજ હતો પરંતુ વડાપ્રધાન મોદી અને ચાણકય અમિત શાહે કરેલી કરામતને પગલે લોકો ગણતા રહ્યા અને ભાજપે ૧૫૬ બેઠકો ઉપર કબજો જમાવી દીધો !

ખરેખર તો ભાજપની જીત પાછળના કારણોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો જ સત્ય જાણી શકાય પરંતુ પરિણામોનો આઘાત થોડા દિવસોમાં ભુલાઈ જશે. આ તરફ ભૂપેન્દ્ર પટેલની સરકારે વિધિવત કામકાજ શરૂ કરી દીધું છે. ગાંધીનગરના સચિવાલયમાં મોડીરાત સુધી દિવાબત્તી સળગતા થઈ ગયા છે.

વળી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો પણ વડાપ્રધાને મોદીએ પ્રારંભ કરાવ્યો હોવાથી આગામી એક માસ સુધી અમદાવાદ દેશ, વિદેશના લાખો શ્રદ્ધાળુઓથી ઉભરાતુ રહેશે. અમદાવાદને જોડતા માર્ગો ઉપર વાહનોની હારમાળા શરૂ થઈ ગઈ છે. ટ્રેન અને વિમાનનું બુકિંગ મળવાનું બંધ થઈ ગયું છે. અને મહોત્સવ એક માસ એટલે કે ૧૫મી જાન્યુઆરી સુધી ચાલનાર હોવાથી થોડા દિવસોમાં ગુજરાતની ચૂંટણીની ગડમથલ ભુલાઈ જશે.

ખેર, આ બધાની વચ્ચે વડાપ્રધાન મોદીએ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ગુજરાતમાં ભાજપના અતિ ભવ્ય અને ઐતિહાસિક વિજય માટે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલને હકદાર ગણાવીને ભાજપમાં આશ્ચર્ય રેલાવ્યું છે. વડાપ્રધાન મોદીએ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની ભરપેટ સરાહના કરી હતી. સી.આર. પાટીલની પેજ પ્રમુખથી શરૂ કરીને ભાજપને ભવ્ય જીત અપાવવાની વ્યુહ રચનાથી વડાપ્રધાન મોદી પ્રભાવિત થઈ ગયા હતા તથા સી.આર. પાટીલની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પીઠ થપથપાવી હતી. આ ઘટનાને પગલે ભાજપના જ કેટલાક લોકોને આંચકો લાગ્યો હશે પરંતુ વડાપ્રધાન મોદીએ સી.આર. પાટીલની કાર્યક્ષમતા માટે પ્રમાણપત્ર આપી દીધું હોવાથી ચર્ચા કરવાને કોઇ જ અવકાશ નહોતો.

આમ તો સી.આર. પાટીલની ગુજરાત ભાજપના અધ્યક્ષપદે નિમણૂંક કરવામાં આવી તે દિવસથી જ ભાજપની છાવણીમાં ગમો, અણગમો અને નાફરમા અને નારાજગી જેવી ઘટનાઓ આકાર પામી રહી હતી. સૌ પ્રથમ તો તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમની ટીમને સી.આર. પાટીલ સામે વાંધો પડ્યો હતો. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી હતી. બીજી તરફ ભાજપમાં આંતરિક દાવાનળ ભડકે બળતો હતો આ સમયે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય નેતૃત્વએ રાતો રાત આખી સરકાર બદલી નાંખી હતી અને ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ નવી સરકારની રચના કરી હતી. રાતોરાત સરકાર બદલવાનો નિર્ણય આસાન નહોતો પરંતુ વડાપ્રધાન મોદી પક્ષમાં ‘અશિસ્ત’ને કોઇ કાળે સાંખી લેવા માંગતા નહોતા. માત્રને માત્ર ગેરશિસ્તને ડામવા માટે સરકાર બદલી નાંખવાનો નિર્ણય કરાયો હશે એવું ચોક્કસ માની શકાય. મોદી માટે સી.આર. પાટીલ કરતા પક્ષની શિસ્ત વધુ મહત્વની હતી. વળી સી.આર. પાટીલની નિમણૂંક કેન્દ્રીય નેતાગીરીએ કરી હોવાથી કોઇનો પણ વિરોધ કઇ રીતે સાંખી શકાય આમ પણ નરેન્દ્ર મોદીનો આખો રાજકીય ઈતિહાસ જોવામાં આવે તો તેઓ ક્યારેય પણ કોઇના તાબે થયા નથી.

ગુજરાતની ચૂંટણીઓની જાહેરાત અને ઉમેદવારની પસંદગી પ્રક્રિયા પૂર્વે ભાજપમાં ઘણા આંતરિક વિવાદ ચાલ્યા હતા. આ બધાની વચ્ચે આશ્ચર્યજનક રીતે સી.આર. પાટીલના અધ્યક્ષપદ ઉપર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાની ચર્ચા વહેતી થઈ હતી અને નજર સામેની ઘટનાઓ જોતા આ ચર્ચાને માનવા માટે પણ કારણો મળતા હતા.

ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા વખતે લગભગ સમગ્ર નેતૃત્વ અમિત શાહે હાથમાં લઇ લીધું હતું. બલ્કે એમ કહી શકાય કે સમગ્ર ચૂંટણીનો દોર વડાપ્રધાન મોદી અને અમિત શાહે હાથમાં લઈ લીધો હતો. આ તરફ સી.આર. પાટીલની હાજરી જાહેરસભાઓમાં મર્યાદિત થઈ જવાથી લોકોએ એક વાત સ્વીકારી લીધી હતી કે હવે સી.આર. પાટીલ અધ્યક્ષપદે લાંબો સમય રહેશે નહીં. પરંતુ નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટરી બોર્ડમાં ગુજરાતની ચૂંટણીના ભવ્ય પરિણામો માટેનો ‘યશ’ સી.આર. પાટીલને આપીને ઘણા બધા સમીકરણો ખોટા પાડ્યા હતા. એક વાત ચોક્કસ છે કે નરેન્દ્ર મોદી સામાન્ય સંજોગોમાં કોઇના વખાણ કરે એવા નથી. કોઇ વ્યક્તિ માટે તેઓ એક એક શબ્દ તોળી તોળીને બોલતા હોય છે. મતલબ કે સી.આર. પાટીલની પીઠ થપથપાવીને નરેન્દ્ર મોદીએ સી.આર. પાટીલના નેતૃત્વને નવી ઉચાઇ આપી હતી.

અલબત સી.આર.પાટીલની મોદી પ્રત્યેની વફાદારીની સામે શંકા કરી શકાય તેવો એક પણ દાખલો આપી શકાય તેમ નથી. સી.આર. પાટીલે નરેન્દ્ર મોદીના નેતૃત્વનો સ્વીકાર કર્યા પછીના વિતેલા વર્ષો દરમિયાન પક્ષમાં કે સરકારમાં સ્થાન મળ્યું હોય કે ના મળ્યું હોય તો પણ કદાપી નારાજગી કે બળવો કરવાનું વિચાર્યું પણ નહીં હોય. ગત ૨૦૦૭ની અત્યંત રસાકસી ભરી ચૂંટણી વખતે પણ તેઓ અડીખમ બનીને નરેન્દ્ર મોદીની પડખે ઊભા રહ્યા હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદી વારાણસીથી ચૂંટણી લડ્યા ત્યારે પણ આખી બાગડોર સી.આર.પાટીલે સંભાળી હતી. વડાપ્રધાન મોદીનો પડછાયો બનીને રહેવા છતા તેમણે મંત્રીપદ કે પક્ષમાં કોઇ ચાવીરૂપ હોદ્દાની માંગણી કરી નહોતી. ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ તેમને અચાનક બનાવી દેવાયા હતા.

એટલું ચોક્કસ કહી શકાય કે સી.આર. પાટીલની કાર્ય પદ્ધતિ લોકોને અનુકુળ આવે તેવી નથી. પહેલા તો એ કોઇની પુરી વાત ધ્યાનથી સાંભળતા નથી અને રજુઆતો સાંભળે તો પણ ‘ડાયરા’ કરીને સાંભળતા હોવાથી અનેક લોકો પોતાની વાત અસરકારક રજૂ કરી શકતા નથી. પરિણામે રજુઆતકર્તાને વ્યાજબી ન્યાય મળતો નથી.
ખેર, સી.આર. પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા પછી ભાજપે એક પણ બેઠક ગુમાવી નથી. કોરોના જેવી ભયાનક મહામારી અને સરકાર સામે લોકોની નારાજગી છતાં ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપને ૧૦૦ ટકા જીત અપાવી હતી. વિધાનસભાની નવ બેઠકોની પેટાચૂંટણી, છ મહાનગરપાલિકાઓ, ૩૧ જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં ભાજપની તમામ બેઠકો જાળવી રાખવા ઉપરાંત ભાજપની બેઠકોમાં વધારો કર્યો હતો. અને ભાજપના સફળ સુકાની પુરવાર થયા હતા.

આટલી ઝળહળતી સફળતા પછી સી.આર. પાટીલની અવગણના કરવાનું કઈ રીતે શકય બની શકે. અલબત પક્ષમાં થોડા ઘણા લોકોને સી.આર. પાટીલ સામે નારાજગી હશે જ પરંતુ રાજકીય જીવનમાં આવા વાંધા લઇને ચાલનારા ક્યારેય પણ સફળ પુરવાર થતા નથી.

અત્રે એક વાતની ચોક્કસ નોંધ લઇ શકાય કે ૧૯૮૯માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈએ સી.આર. પાટીલને ભાજપનો ભગવો ખેસ પહેરાવ્યો હતો. વિતેલા દાયકાઓ દરમિયાન અનેક ચઢાવ ઉતાર આવ્યા. ભાજપે વિપક્ષની પણ લાંબી ભૂમિકા ભજવી તેમ છતાં સી.આર.પાટીલે પક્ષ બદલવાનો વિચાર સુદ્ધાં કર્યો નહોતો. આજ પર્યંત તેમણે ભાજપ અને ભાજપના નેતૃત્વ પ્રત્યેની વફાદારી અનિમેષ જાળવી રાખી છે.

સુરત શહેર ભાજપ અને સી.આર. પાટીલના નજીકના મિત્ર વર્તુળોમાં તેમની સામે નારાજગી પહેલા પણ હતી અને હાલમાં પણ છે. પરંતુ પહેલા ફરક એટલો હતો કે તેઓ વિરોધી વિચારધારાના મિત્રો સાથે પણ બેસી શકતા હતા. તેમની વાત સાંભળી શકતા હતા પરંતુ આજે એવું રહ્યું નથી કારણ કે સી.આર. પાટીલના રાજકીય, સામાજિક ઉદયમાં ઘણા નજીકના લોકોનો પણ હંમેશા સહયોગ રહ્યો છે. આ સહયોગની અવગણના કરવાનું પગલું સી.આર. પાટીલના નેતૃત્વને વામન બનાવી રહ્યું છે. કાશ, સી.આર.પાટીલ સ્વભાવમાં થોડું પરિવર્તન લાવી શકશે તો માત્ર રાજકીય જ નહીં સામાજિક સહિત સર્વાંગી ક્ષેત્રે તેમની પ્રતિષ્‍ઠાની ઊંચાઈ આકાશને આંબતી હશે.

વડાપ્રધાન મોદીએ બરાબર અણીના સમયે જ સી.આર.પાટીલને ચૂંટણીના વિજયનો ‘યશ’ આપીને તેમના રાજકીય કદમાં વધારો કર્યો છે. સી.આર. પાટીલ પાસે હજુ લાંબો ભવિષ્યકાળ છે. અને નજીકના વર્ષોમાં ભાજપનો સુર્ય હજુ મધ્યાહન તરફ ગ‌િત કરી રહ્યો હોવાથી સી.આર. પાટીલને કેન્દ્રીય નેતૃત્વમાં સ્થાન મળવવાની અનેક તકો હાથમાં છે.

આ પણ વાંચો :-

હવામાન વિભાગની આગાહી ! દરિયો તોફાની થવાના એંધાણ, અનેક જગ્યાએ અપાયું એલર્ટ

0

Weather forecast! Due to stormy sea

  • જો કે દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. પરંતુ દરિયા કિનારા વિસ્તારો માટે હવામાન વિભાગે એક એલર્ટ આપ્યું છે. માછીમારો માટે સિગ્નલ આપવામાં આવ્યું છે.

ગુજરાતમાં ભરશિયાળે ચોમાસાની (Monsoon) સીઝન જેવો માહોલ જામ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગે અન્ય એક આગાહી કરી છે. હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે આજે પણ વરસાદની આગાહી કરાઈ છે. 24 કલાક માટે વરસાદની આગાહી કરાઇ કરાઈ છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત અને સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, જૂનાગઢ (Junagadh), અમરેલી, ભાવનગરમાં વરસાદી આગાહી કરાઈ છે.

પરંતુ દક્ષિણ ગુજરાતમાં લાઈટ રેઈનની આગાહી કરાઈ છે. અમદાવાદમાં વરસાદ નહિ પડે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દીધી છે. માછીમારી કરવા ગયેલા માછીમારોને પરત ફરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.

જો કે દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. પરંતુ દરિયા કિનારા વિસ્તારો માટે હવામાન વિભાગે એક એલર્ટ આપ્યું છે. માછીમારો માટે સિગ્નલ આપવામાં આવ્યું છે. હાલ ગુજરાત માટે કોઈ વોર્નિંગ નથી.

પરંતુ કોસ્ટલ એરિયા માટે વોર્નિંગ અપાઈ છે. હાલમાં રાજ્યમાં 20 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. 2 દિવસ બાદ 4 ડિગ્રી તાપમાન ઘટતા ઠંડી વધશે. બીજી બાજુ નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી જ્યારે અમદાવાદ 21 ડિગ્રી અને ગાંધીનગર 20 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય :

ગુજરાતના કેટલાક જિલ્લામાં માવઠું થઈ શકે છે. અરબી સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય છે, જેના લીધે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. પૂર્વ મધ્ય, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય છે. જેના પગલે રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. બીજી બાજુ હવામાન વિભાગની સિસ્ટમ મોનિટરીંગ કરી રહી છે. લો પ્રેશર સક્રિય થતાં બે દિવસ બાદ વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે. સાથે જ પવનના કારણે ઠંડીનો અહેસાસ થશે.

આ પણ વાંચો :-

અરે બાપ રે ! અહીં લોકો વાળ કાપવાના આપે છે 5000 રૂપિયા, જાણો દુનિયાના સૌથી મોંઘા શહેર વિશે

Here people pay 5000 rupees for a haircut

  • ન્યૂયોર્ક અને સિંગાપોર સંયુક્ત રીતે વિશ્વના 2 સૌથી મોંઘા શહેર છે. હાલમાં થયેલા એક સર્વેમાં વિશ્વના 10 સૌથી મોંઘા શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે.

ઈકોનોમિક ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) ના તાજેતરના અહેવાલમાં સિંગાપોર (Singapore) અને ન્યૂયોર્ક (New York) સંયુક્ત રીતે વિશ્વના સૌથી મોંઘા શહેરોમાં પ્રથમ સ્થાને છે. EIU એ તાજેતરમાં વિશ્વવ્યાપી કોસ્ટ ઓફ લિવિંગ ઈંડેક્સ 2022 પ્રકાશિત કર્યો છે.

આ લિસ્ટમાં ન્યૂયોર્ક પ્રથમ સ્થાન પર આવ્યું છે. તેનું એક મોટું કારણ અમેરિકામાં મોંઘવારીનો તીવ્ર વધારો છે. ગયા વર્ષે આ યાદીમાં તેલ અવીવ પ્રથમ સ્થાને હતું જે આ વખતે ત્રીજા નંબરે આવી ગયું છે.

કિંમતોની તુલના કરવામાં આવી :

ઈન્ડેક્સમાં દરરોજ ઉપયોગમાં લેવાતા 200થી વધુ ઉત્પાદનોની કિંમતોની તુલના કરવામાં આવી છે. આમાં કપડાં, ભાડું, ખોરાક અને ટ્રાન્સપોર્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ સરખામણી 172 દેશો વચ્ચે કરવામાં આવી છે અને ઈન્ડેક્સની સૌથી વધુ સંખ્યા 100 રાખવામાં આવી છે. એટલે કે ફુગાવો 100 પોઈન્ટમાંથી માપવામાં આવ્યો છે. ન્યૂયોર્ક અને સિંગાપોર બંનેને 100 પોઈન્ટ મળ્યા છે. આ સિવાય તેલ અવીવને 99 પોઈન્ટ્સ મળ્યા છે.

વાળ કપાવવાના લે છે 5000 રૂપિયા :

ન્યૂયોર્કમાં વાળ કાપવાની સરેરાશ કિંમત 55-60 ડોલર છે. જે ભારતીય ચલણમાં લગભગ 5000 રૂપિયા છે. તેવી જ રીતે તમારે લોન્ડ્રી માટે 6 ડોલર સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. જે લગભગ 500 રૂપિયા છે. એ જ રીતે સિંગાપોરમાં તમારે વાળ કાપવા માટે 60-80 ડોલર ખર્ચવા પડી શકે છે. આ રીતે એક સામાન્ય રેસ્ટોરન્ટમાં 2 લોકોને ખાવાનો ખર્ચ લગભગ 5000 રૂપિયા હોઈ શકે છે.

16 ડીસેમ્બર 2022, આજનું રાશિફળ : માં મોગલની કૃપાથી હીરાની જેમ ચમકી ઉઠશે આ રાશિના લોકોનું ભાગ્ય

16 December 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષ
‌દિવસ દરમ્યાન આનંદ રહે, પણ સ્વભાવમાં ઉગ્રતા, તામસી પ્રકૃ‌તિ વધતી જણાય. નાણાંકીય પાસુ મજબૂત થતું જણાય. માતાની ત‌બિયત સાચવવી. માતૃપક્ષ તરફ મુશ્કેલી પેદા થાય. વાહન સાચવીને ચલાવવું.

વૃષભ
આત્મ બળ વધે. યોગ્ય ‌નિર્ણયો લેવાની ક્ષમતા વધે. નાણાંકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી. પ‌રિવારના સભ્યોના આરોગ્યની ‌ચિંતા રહે. માથાના દુઃખાવાની સમસ્યા સર્જાય. ભાગ્ય બળવાન. ધંધાકીય ક્ષેત્રે લાભ.

મિથુન
સ્વભાવમાં જડતાપણું આવે. આવક વધતી જણાય. નાના-ભાઈ બહેનોને સ્વાસ્થ્ય સંબંધી ‌ચિંતા રહે. સંતાન તરફથી સારા સમાચાર મળે. આરોગ્ય જળવાય. ભાગ્યમાં વૃ‌દ્ધિ જણાય. આક‌સ્મિક ધન લાભ ના યોગ છે.

કર્ક
‌દિવસ દરમ્યાન વ્યગ્રતા રહે. ગુસ્સા ઉપર કાબુ રાખવો. માન‌સિક અ‌‌સ્થિરતા વાળી વ્ય‌ક્તિનો રોગ વધતો જણાય. આ‌‌ર્થિક ક્ષેત્રે લાભ મળે. ‌મિત્રો તરફથી સાહકાર મળે. દામ્પત્ય જીવનમાં આનંદ. સત્તા, હોદ્દો, માન વધતા જણાય.

‌સિંહ
રાજકીય ક્ષેત્રે પ્રગ‌તિ થતી જણાય. સત્ય વાત બોલવાને કારણે અ‌‌પ્રિય થવાય. નાણાંકીય વ્યવહારો સફળ થતા જણાય. પ‌રિવારમાં આનંદ. માતા-‌પિતા સાથે મતભેદની શક્યતા છે. સંતાન સંબંધી પ્રશ્નોનો સામનો કરવો પડે.

કન્યા
‌વિમા, વકીલાત, બેંક, ચાર્ટડે એકાઉન્ટન્ટનો વ્યવસાય ધરાવતી વ્ય‌ક્તિ માટે પ્રગ‌‌‌તિ. પ‌રિવારમાં મનમેળ રહેશે. જળથી થતા રોગોથી સાચવવું. શરદી-કફ રહે. માતૃપક્ષ તરફથી અસંતોષ રહે. નોકરી-ધંધામાં સાનુકુળતા રહે.

તુલા
ધારેલા શોખ પૂરા કરવામાં મુશ્કેલી આવે. જલ્દી ખોટું લાગી જાય. આ‌‌ર્થિક ક્ષેત્રે ફાયદો. પ‌રિવારના સભ્યો વચ્ચે અસંતોષ પેદા થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. પરંતુ જીવનસાથીના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.

વૃ‌શ્ચિક
‌દિવસની શરૂઆત આનંદથી થાય, પણ પ‌ત્નિના ગુસ્સાનો સામનો કરવો પડે. આ‌‌ર્થિક બાબતો અંગે અસંતોષ રહે. ધારેલી આવક અટકતી જણાય. લોહી અંગેના રોગો. બ્લડપ્રેશરની તકલીફ અનુભવાય.

ધન
નાણાંકીય બાબતો અંગે શુભ ‌દિવસ. કરેલા કાર્યો સફળ થતા જણાય. સંતાન તરફથી પ્રેમ મળે, પરંતુ સંતાનની ત‌બિયત અંગેના પ્રશ્નો ઉભા થતા જણાય. જીવનસાથીની જીદ વધે. ધંધામાં પ્રગ‌તિ થતી જણાય.

મકર
આજે આપ સુખ, શાં‌તિ, સમૃ‌દ્ધિનો અનુભવ કરશો. નાણાંનો બગાડ થાય. માતાની ત‌બિયત સાચવવી જરૂરી છે. સંતાન સંબંધી ‌ચિંતા રહે. આરોગ્ય જળવાય. પ‌ત્નિની ત‌બિયતની કાળજી રાખવી. હાડકાનો સામાન્ય દુઃખાવો અનુભવાય.

કુંભ
પોતાનો કક્કો ખરો કરવાની વૃ‌ત્તિ વધે. આ‌‌ર્થિક મોરચે સફળતા. પ‌રિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ‌રિવારના સ્ત્રી સભ્યોના આરોગ્યની કાળજી જરૂરી. ધંધાકીય ક્ષેત્રે યોગ્ય આયોજન કરી શકાય.

મીન
સમાજ સેવાની ભાવના પ્રબળ બને. પ્ર‌તિષ્‍ઠામાં વધારો થાય. નાણાંકીય બાબતોથી ફાયદો થાય. કરેલા કાર્ય સફળ થતા જણાય. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગ્યમાં વૃ‌દ્ધિ થતી જણાય. ‌દિવસ આનંદમાં વ્ય‌તિત થતો જણાય.

આ પણ વાંચો :-